Translate

Search This Blog

Saturday, January 6, 2018

માનસ સીયા - मानस सीया

રામ કથા - ૮૦૪

માનસ સીયા - मानस सीया

સીતામઢી, બિહાર



શનિવાર, તારીખ ૦૬/૦૧/૨૦૧૮ થી રવિવાર, તારીખ ૧૪/૦૧/૨૦૧૮


મુખ્ય પંક્તિઓ

हृदयँ सराहत सीय लोनाई।

गुर समीप गवने दोउ भाई॥

हृदय में सीताजी के सौंदर्य की सराहना करते हुए दोनों भाई गुरुजी के पास गए।

सिय मुख छबि बिधु ब्याज बखानी।

गुर पहिं चले निसा बड़ि जानी॥


इस प्रकार चन्द्रमा के बहाने सीताजी के मुख की छबि का वर्णन करके, बड़ी रात हो गई जान, वे गुरुजी के पास चले॥




કથાનું લાઈવ પ્રસારણ આસ્થા ચેનલ ઉપર માણી શકાશે.





 Click here for more details 





સાંજે મા જાનકીજીની જન્મભૂમિ સીતામઢી-બિહારમાં પૂ. મોરારીબાપુની રામકથાનો પ્રારંભ


શનિવાર, ૦૬/૦૧/૨૦૧૮
સીતામઢી મા જાનકીની જન્મભૂમિ છે.
ફક્ત રઘુનાથજી જ સીયાનો મહિમા જાણે છે.
सिय महिमा रघुनायक जानी। हरषे हृदयँ हेतु पहिचानी॥
श्री रघुनाथजी यह सब सीताजी की महिमा जानकर और उनका प्रेम पहचानकर हृदय में हर्षित हुए।
पुनि माया सीता कर हरना। श्रीरघुबीर बिरह कछु बरना।।
फिर मायासीता का हरण और श्रीरघुवीर के विरह का कुछ वर्णन किया।।
વાલ્મીકિજી તેમના ગ્રંથમાં તો સીયાને જ મહત્વ આપ્યું છે.
સામાન્ય રીતે છાયા વ્યક્તિની પાછળ હોય, છાયા વ્યક્તિને અનુસરે.
જાનકી જે છાયા રૂપ છે તે લંકા ગયાં છે તેથી રામ તે છાયા પાછળ પાછળ લંકા ગયા છે. અહીં છાયાનું અનુસરણ ભગવાન રામ કરે છે.
જે શ્રેષ્ઠત્તમ હોય તેના માટે અતિ વિચિત્ર શબ્દ વપરાય છે.
સીતારહસ્યોપનિષદ પણ છે.
શંકરાચાર્ય ભગવાન સીતાને શાંતિ કહે છે.
ત્તુલસીદાસજી સીતાને શક્તિ, ભક્તિ, અલ્હાદિની શક્તિ કહે છે.
સીય તત્વ પરમ વિદ્યા છે, જેને પામવા હળ ચલાવવું જ પડે.
મુખ્ય પંક્તિઓની પ્રથમ પંક્તિમાં સવારની ઘટનાનું વર્ણન છે અને બીજી પંક્તિમાં રાત્રીની ઘટનાનું વર્ણન છે.
जिन्ह  कें  कपट  दंभ  नहिं  माया।  तिन्ह  कें  हृदय  बसहु  रघुराया॥
जिनके  न  तो  कपट,  दम्भ  और  माया  ही  है-  हे  रघुराज!  आप  उनके  हृदय  में  निवास  कीजिए॥
ક એટલે જ્ઞાન, સમજ, જાણવું વગેર.
પટ એટલે વસ્ત્ર.
કપટ એ છે જેને છુપાવી શકાય.
દંભ એ છે જેને ન હોવા છતાં પ્રગટ કરવામાં આવે છે.

માયા એ છે જે પ્રગટ થાય તેમજ ગુપ્ત પણ રહે.


રવિવાર, ૦૭/૦૧/૨૦૧૮
સીયનો શબ્દાર્થ શ્રી, જય, પ્રિય, સહનશીલતા, શાલીનતા – શીલવાનપણું, આરપારતા વગેરે થાય છે.
જ્યારે સીય શબ્દ વપરાયો છે ત્યારે તેનો સંદર્ભ સીતા માતા સાથે છે અને જ્યારે સિય શબ્દ વપરાયો છે ત્યારે તેનો સંદર્ભ કિશોરી જાનકી સાથે છે.
सुनि हरषीं सब सखीं सयानी। सिय हियँ अति उतकंठा जानी॥
एक कहइ नृपसुत तेइ आली। सुने जे मुनि सँग आए काली॥2॥
यह सुनकर और सीताजी के हृदय में बड़ी उत्कंठा जानकर सब सयानी सखियाँ प्रसन्न हुईं। तब एक सखी कहने लगी- हे सखी! ये वही राजकुमार हैं, जो सुना है कि कल विश्वामित्र मुनि के साथ आए हैं॥2॥
અખંડ સ્મરણ – સ્મૃતિ, તેલધારાવત સ્મરણ ભજન જ છે.
પોતાના પ્રિય પાત્રની સ્મૃતિ પણ ભજન જ છે.
कह हनुमंत बिपति प्रभु सोई। जब तव सुमिरन भजन न होई॥
हनुमान्‌जी ने कहा- हे प्रभु! विपत्ति तो वही (तभी) है जब आपका भजन-स्मरण न हो।
ભાલ એ રામ છે જ્યારે ભાલની બિંદી – તિલકની બિંદી એ જાનકી છે.
આપણા જીવનની કોઈ પ્રિય ઘટના કે જેનાથી પ્રેરણા મળી હોય તેની સ્મૃતિ પણ ભજન છે.
આ કથાની મુખ્ય પંક્તિ પણ આ જ કહે છે.
सिय मुख छबि बिधु ब्याज बखानी। गुर पहिं चले निसा बड़ि जानी॥
સીતાની સ્મૃતિ કરતાં કરતાં રામ ગુરુ પાસે જાય છે. કિશોરીની છબી જોઈ રામ ગુરૂ પાસે પહોંચે છે.
हृदयँ सराहत सीय लोनाई। गुर समीप गवने दोउ भाई॥
રામ કૃપાથી ગુરૂ મળે અથવા ગુરૂ કૃપાથી રામ મળે.
આપણે ત્યાં બે મત છે, એક મત કહે છે કે કેવળ  ગુરૂ કૃપાથી રામ મળે, બીજો મત કહે છે રામ કૃપાથી ગુરૂ મળે.  પણ અહીં એક ત્રીજો મત દેખાય છે જે કહે છે કે સીતાજીની સ્મૃતિ કરતા કરતા રામને ગુરૂ મળે છે,  ગુરૂ પાસે પહોંચે છે,  સવારે પુષ્પ ચુંટવા જતાં જતા સીય મળે છે પછી ગુરૂ પાસે જાય છે, સાંજે કિશોરીજીના મુખની છબીનું સ્મરણ કરતા રામ ગુરૂ પાસે પહોંચે છે.
રામ અને ગુરૂ એક જ છે.
મોટાભાગે ગુરૂ શબ્દ પોતાના બુદ્ધ પુરૂષ માટે વપરાય છે જ્યારે ગુર શબ્દ અન્ય મહા પુરૂષ કે જેનાથી માર્ગ દર્શન મળે તેના માટે વપરાય છે.
રામ ભગવાનના મૂળ ગુરૂ વશિષ્ઠ ઋષિ છે જ્યારે વિશ્વામિત્ર ગુર છે જે શસ્ત્ર ગુરૂ છે, માર્ગ દર્શક છે.
बंदउँ गुरु पद कंज कृपा सिंधु नररूप हरि।
महामोह तम पुंज जासु बचन रबि कर निकर॥5॥
मैं उन गुरु महाराज के चरणकमल की वंदना करता हूँ, जो कृपा के समुद्र और नर रूप में श्री हरि ही हैं और जिनके वचन महामोह रूपी घने अन्धकार का नाश करने के लिए सूर्य किरणों के समूह हैं॥5॥
ગુરુ વંદનાની આ પંક્તિમાં બંદઉઁ ગુરુ પદ કંજ એ ગુરુ ગણેશ નો સંકેત છે.
ગણેશ એટલે વિવેક.
ગુરુ વિવેકનો સાગર છે.
गुर  बिबेक  सागर  जगु  जाना।
गुरुजी  ज्ञान  के  समुद्र  हैं,  इस  बात  को  सारा  जगत्‌  जानता  है ।
ગુરુ વંદનાની પંક્તિમાં કૃપા સિંધુ શબ્દ શંકર ભગવાનનો સંકેત કરે છે. નીચેની પંક્તિમાં આ સ્પષ્ટ થાય છે.
कुंद इंदु सम देह उमा रमन करुना अयन।
जाहि दीन पर नेह करउ कृपा मर्दन मयन॥4॥
जिनका कुंद के पुष्प और चन्द्रमा के समान (गौर) शरीर है, जो पार्वतीजी के प्रियतम और दया के धाम हैं और जिनका दीनों पर स्नेह है, वे कामदेव का मर्दन करने वाले (शंकरजी) मुझ पर कृपा करें॥4॥
શંકર કરૂણાવતાર છે.
ગુરૂ વંદનાની પંક્તિમાં નરરૂપ હરિ એ વિષ્ણુ ભગવાનનો સંદર્ભ છે.
ગુરૂ વંદનાની પંક્તિમાં મહામોહ તમ એ કાલિકાનો સંકેત કરે છે અને કાલિકા એ જ ગૌરી છે.
નીચેની પંક્તિમાં કાલિકા કરાલાનો સંદર્ભ છે.
तात सुनहु सादर मनु लाई। कहउँ राम कै कथा सुहाई॥
महामोहु महिषेसु बिसाला। रामकथा कालिका कराला॥3॥
हे तात! तुम आदरपूर्वक मन लगाकर सुनो, मैं श्री रामजी की सुंदर कथा कहता हूँ। बड़ा भारी अज्ञान विशाल महिषासुर है और श्री रामजी की कथा (उसे नष्ट कर देने वाली) भयंकर कालीजी हैं॥3॥
ગુરૂ વંદનાની પંક્તિમાં જાસુ બચન રબિ કર નિકર એ સૂર્ય છે.
ગુરુ એક જ હોય જ્યારે ગુર અનેક હોઈ શકે.
હનુમાનજીમાં આ પાંચેય દેવ – ગણેશ, સૂર્ય, વિષ્ણુ, ગૌરી, ગૌરી શિખર – શંકર છે.
જય, જય, જય, હનુમાન ગોસાઈ |
કૃપા કરહુ ગુરુ દેવકી નાઈ ||
હનુમાન અને ગણેશ બંને દેવ વિઘ્ન હર્તા છે, બંનેને મોદક પ્રિય છે, બંનેને સિંદુર ચઢાવવામાં આવે છે, બંને પ્રથમ પૂજનીય છે, બંને રામ નામના જાપક છે.
રામ ભક્તિનો આરંભના શ્રીગણેશ હનુમાનજી છે.
હનુમાનજી ગૌરી છે. અહિં  રાવણના નિર્વાણ કરવા માટે હનુમાનજી અહિં રાવણની ઈષ્ટ દેવીનું રૂપ લઈને તેને નિર્વાણ આપે છે. આમ હનુમાન ગૌરી છે.
હરિ નો એક અર્થ બંદર – વાંદરુ થાય છે તેમજ વિષ્ણુ પણ થાય છે.
હનુમાનજી વાનરાકાર વિગ્રહ પુરારિ – શંકર છે.
હનુમાનના ગુરૂ સૂર્ય છે, તેમનામાં સૂર્યનું તેજ છે, તેજ પ્રતાપ છે. તેજ પ્રતાપ એ સૂર્યનો સંકેત કરે છે.
હનુમાન ચાલીસાની કેટલીક પંક્તિઓ …..
कंचन बरन बिराज सुबेसा । कानन कुंडल कुंचित केसा ॥
साधु संत के तुम रखवारे । असुर निकंदन राम दुलारे ॥
साधु संत के तुम रखवारे । असुर निकंदन राम दुलारे ॥
जै जै जै हनुमान गोसाईं । कृपा करहु गुरु देव की नाईं ॥
प्रनवउँ पवनकुमार खल बन पावक ग्यान घन।
जासु हृदय आगार बसहिं राम सर चाप धर॥17॥
मैं पवनकुमार श्री हनुमान्‌जी को प्रणाम करता हूँ, जो दुष्ट रूपी वन को भस्म करने के लिए अग्निरूप हैं, जो ज्ञान की घनमूर्ति हैं और जिनके हृदय रूपी भवन में धनुष-बाण धारण किए श्री रामजी निवास करते हैं॥17॥
जनकसुता जग जननि जानकी। अतिसय प्रिय करुनानिधान की॥
ताके जुग पद कमल मनावउँ। जासु कृपाँ निरमल मति पावउँ॥4॥
राजा जनक की पुत्री, जगत की माता और करुणा निधान श्री रामचन्द्रजी की प्रियतमा श्री जानकीजी के दोनों चरण कमलों को मैं मनाता हूँ, जिनकी कृपा से निर्मल बुद्धि पाऊँ॥4॥
नीलाम्बुजश्यामलकोमलांग  सीतासमारोपितवामभागम्‌।
पाणौ  महासायकचारुचापं  नमामि  रामं  रघुवंशनाथम्‌॥3॥
नीले  कमल  के  समान  श्याम  और  कोमल  जिनके  अंग  हैं,  श्री  सीताजी  जिनके  वाम  भाग  में  विराजमान  हैं  और  जिनके  हाथों  में  (क्रमशः)  अमोघ  बाण  और  सुंदर  धनुष  है,  उन  रघुवंश  के  स्वामी  श्री  रामचन्द्रजी  को  मैं  नमस्कार  करता  हूँ॥3॥
મા ની કૃપાથી જ બુદ્ધિ નિર્મલ થાય.
पुनि मन बचन कर्म रघुनायक। चरन कमल बंदउँ सब लायक॥
राजीवनयन धरें धनु सायक। भगत बिपति भंजन सुखदायक॥5॥
फिर मैं मन, वचन और कर्म से कमलनयन, धनुष-बाणधारी, भक्तों की विपत्ति का नाश करने और उन्हें सुख देने वाले भगवान्‌ श्री रघुनाथजी के सर्व समर्थ चरण कमलों की वन्दना करता हूँ॥5॥
गिरा अरथ जल बीचि सम कहिअत भिन्न न भिन्न।
बंदउँ सीता राम पद जिन्हहि परम प्रिय खिन्न॥18॥
जो वाणी और उसके अर्थ तथा जल और जल की लहर के समान कहने में अलग-अलग हैं, परन्तु वास्तव में अभिन्न (एक) हैं, उन श्री सीतारामजी के चरणों की मैं वंदना करता हूँ, जिन्हें दीन-दुःखी बहुत ही प्रिय हैं॥18॥
गई बहोर गरीब नेवाजू। सरल सबल साहिब रघुराजू॥
वे प्रभु श्री रघुनाथजी गई हुई वस्तु को फिर प्राप्त कराने वाले, गरीब नवाज (दीनबन्धु), सरल स्वभाव, सर्वशक्तिमान और सबके स्वामी हैं।
नाम गरीब अनेक नेवाजे। लोक बेद बर बिरिद बिराजे॥1॥
नाम ने अनेक गरीबों पर कृपा की है। नाम का यह सुंदर विरद लोक और वेद में विशेष रूप से प्रकाशित है॥1॥
बिस्वास एक राम नामको । मानत नहि परतीति अनत ऐसोइ सुभाव मन बामको ॥

સોમવાર, ૦૮/૦૧/૨૦૧૮
જાનકીનાં ૧૨ નામ
મૈથીલી જાનકી સીતા
વૈદેહી જનકાત્મજા
કૃપા પિયુષ જલધી
પ્રિયારહા રામવલ્લભા
સિનયના સુતા
વિર્યશુલ્કાયોની
રસોદભવાત
દ્વાદેશેતાનીનામાની વાંચ્છાતિ પ્રદાહિની 
(ઉપરના નામો મારી શ્રવણ શક્તિ ઉપર આધારીત છે અને તેથી નામોની જોડણીમાં કે નામોમાં ક્ષતિ હોઈ શકે છે.)
(જાનકીચરિતામૃત)
સીયા એ એક વ્હાલપૂર્ણ સંબોધન છે.
સિયાજુ તત્વ, પરમતત્વ છે. સિયાએ સંજ્ઞા નથી, બોધન છે.
સીય શબ્દ બાલકાંડ અને અયોધ્યાકાંડમાં જ છે, બાકીના કાંડમાં નથી.
રામ ભગવાન અને જનક રાજા જ સીય સંબોધન કરે છે.
નારદ પણ સીય સંબોધન કરે છે અને કહે છે કે, …
सिय बेषु सतीं जो कीन्ह तेहिं अपराध संकर परिहरीं।
हर बिरहँ जाइ बहोरि पितु कें जग्य जोगानल जरीं॥
अब जनमि तुम्हरे भवन निज पति लागि दारुन तपु किया।
अस जानि संसय तजहु गिरिजा सर्बदा संकरप्रिया॥
सतीजी ने जो सीता का वेष धारण किया, उसी अपराध के कारण शंकरजी ने उनको त्याग दिया। फिर शिवजी के वियोग में ये अपने पिता के यज्ञ में जाकर वहीं योगाग्नि से भस्म हो गईं। अब इन्होंने तुम्हारे घर जन्म लेकर अपने पति के लिए कठिन तप किया है ऐसा जानकर संदेह छोड़ दो, पार्वतीजी तो सदा ही शिवजी की प्रिया (अर्द्धांगिनी) हैं।
હનુમાન ચાલીસામાં પણ સીય શબ્દ વપરાયો છે.
सूक्ष्म रूप धरि सियहिं दिखावा । विकट रूप धरि लंक जरावा ॥
સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા | વિકટ રૂપ ધરિ લંક જરાવા ॥
આપે અતિ સૂક્ષ્મ રૂપ ધારણ કરી માતા સીતાને બતાવ્યું તથા વિરાટ રૂપ ધારણ કરી રાવણની લંકાને સળગાવી નાખી.
રાજ પુરૂષે ઋષિ પુરૂષ ન થવું અને ઋષિ પુરૂષે રાજ પુરૂષ ન થવું જોઈએ. અને જો આવું થાય તો કોઈ અનિચ્છિત ઘટના બને.
જનક રાજર્ષિ છે તેમજ રાજ પુરૂષ પણ છે. તેથી નિયતીમાં ખલેલ પહોંચે છે.
રામ ચરિત માનસમાં અનેક યજ્ઞનો ઉલ્લેખ છે, જેવા કે, ….
૧ પુત્ર કામેષ્ઠિ યજ્ઞ
सृंगी रिषिहि बसिष्ठ बोलावा। पुत्रकाम सुभ जग्य करावा॥
भगति सहित मुनि आहुति दीन्हें। प्रगटे अगिनि चरू कर लीन्हें॥3॥
वशिष्ठजी ने श्रृंगी ऋषि को बुलवाया और उनसे शुभ पुत्रकामेष्टि यज्ञ कराया। मुनि के भक्ति सहित आहुतियाँ देने पर अग्निदेव हाथ में चरु (हविष्यान्न खीर) लिए प्रकट हुए॥3॥
૨ જપ યજ્ઞ
વિશ્વામિત્ર જપ યજ્ઞ કરે છે જેમાં મારીચ અને સુબાહુ વિઘ્ન નાખે છે.
जहँ जप जग्य जोग मुनि करहीं। अति मारीच सुबाहुहि डरहीं॥
देखत जग्य निसाचर धावहिं। करहिं उपद्रव मुनि दुख पावहिं॥2॥
जहाँ वे मुनि जप, यज्ञ और योग करते थे, परन्तु मारीच और सुबाहु से बहुत डरते थे। यज्ञ देखते ही राक्षस दौड़ पड़ते थे और उपद्रव मचाते थे, जिससे मुनि (बहुत) दुःख पाते थे॥2॥
૩ જનકનો ધનુષ્ય યજ્ઞ
જનક રાજા જાનકી માટે ધનુષ્ય યજ્ઞનું આયોજન કરે છે.
धनुषजग्य सुनि रघुकुल नाथा। हरषि चले मुनिबर के साथा॥5॥
रघुकुल के स्वामी श्री रामचन्द्रजी धनुषयज्ञ (की बात) सुनकर मुनिश्रेष्ठ विश्वामित्रजी के साथ प्रसन्न होकर चले॥5॥
૪ હલેસ્તી યજ્ઞ
જનક રાજા હળ ચલાવે છે જે પણ એક યજ્ઞ છે.
સીતા ચરિત્ર સાંભળવાથી આપણાં પાપ ન જાય એ અસંભવ છે.
જાનકી વિના રામ ભજન સફળ ન થાય.
પરમ વિદ્યાને કલંક ન લાગે, જો કે પરમ વિદ્યાને કલંક લગાવવાના પ્રયત્ન કરવામાં આવે.
મા સીયા પરમ વિદ્યા છે જેને કલંક લગાડવાના પ્રયત્નો થયા છે. પણ કલંક લાગ્યું નથી.
વિદ્યાવાનને કલંક લાગી શકે.
સીયા જે પરમ વિદ્યા છે જેની ઉપર કલંક લગાડવાનો પ્રયત્ન થયો છે.
પરમ વિદ્યા અખંડ હોય, અક્ષુણ હોય, શીતળ હોય.
પરમ વિદ્યાને અગ્નિ જલાવી ન શકે.
હનુમાન પરમ વિદ્યાવાન છે.
विद्यावान गुनी अति चातुर । राम काज करिबे को आतुर ॥
વિદ્યાવાન ગુની અતિ ચાતુર | રામ કાજ કરિબે કો આતુર ॥
આપ અત્યંત ચતુર, વિદ્યાવાન, અને ગુણવાન છો. આપ સદા ભગવાન શ્રીરામના કાર્યો કરવા માટે આતુર રહો છો.
પરમ વિદ્યા પૃથ્વીમાંથી પેદા થાય અને પૃથ્વીમાં જ સમાઈ જાય. જાનકી પૃથ્વીમાંથી પેદા થઈ છે અને પૃથ્વીમાં જ સમાઈ ગઈ છે.
વિદ્યાવાન કોઈને ત્યાં જન્મ ધારણ કરે.
પરમ વિદ્યા ફૂલ નથી પણ ખુશ્બુ છે જે બધે ફેલાઈ જાય છે.
ફૂલનો કોઈ માલિક હોય, માળી હોય. પણ ખુશ્બુનો કોઈ માલિક ન હોય અને માળી પણ ન હોય.
પરમ વિદ્યા કોઈ મહેલમાં ન રહે પણ વનગામી બને.
પૃથ્વીનો એક ગુણ ગંધ છે.
સીયા અયોનીજા છે, પૃથ્વીમાંથી પેદા થયેલ છે.
ચહેરા ઉપર તેજ હોવું જોઈએ અને આંખોમાં ભેજ હોવો જોઈએ.
गई भवानी भवन बहोरी। बंदि चरन बोली कर जोरी॥2॥
सीताजी पुनः भवानीजी के मंदिर में गईं और उनके चरणों की वंदना करके हाथ जोड़कर बोलीं-॥2॥
जय जय गिरिबरराज किसोरी। जय महेस मुख चंद चकोरी॥
जय गजबदन षडानन माता। जगत जननि दामिनि दुति गाता॥3॥
हे श्रेष्ठ पर्वतों के राजा हिमाचल की पुत्री पार्वती! आपकी जय हो, जय हो, हे महादेवजी के मुख रूपी चन्द्रमा की (ओर टकटकी लगाकर देखने वाली) चकोरी! आपकी जय हो, हे हाथी के मुख वाले गणेशजी और छह मुख वाले स्वामिकार्तिकजी की माता! हे जगज्जननी! हे बिजली की सी कान्तियुक्त शरीर वाली! आपकी जय हो! ॥3॥
नहिं तव आदि मध्य अवसाना। अमित प्रभाउ बेदु नहिं जाना॥
भव भव बिभव पराभव कारिनि। बिस्व बिमोहनि स्वबस बिहारिनि॥4॥
आपका न आदि है, न मध्य है और न अंत है। आपके असीम प्रभाव को वेद भी नहीं जानते। आप संसार को उत्पन्न, पालन और नाश करने वाली हैं। विश्व को मोहित करने वाली और स्वतंत्र रूप से विहार करने वाली हैं॥4॥

नारद बचन सदा सुचि साचा। सो बरु मिलिहि जाहिं मनु राचा॥4॥
हे सीता! हमारी सच्ची आसीस सुनो, तुम्हारी मनःकामना पूरी होगी। नारदजी का वचन सदा पवित्र (संशय, भ्रम आदि दोषों से रहित) और सत्य है। जिसमें तुम्हारा मन अनुरक्त हो गया है, वही वर तुमको मिलेगा॥4॥
मनु जाहिं राचेउ मिलिहि सो बरु सहज सुंदर साँवरो।
करुना निधान सुजान सीलु सनेहु जानत रावरो॥
एहि भाँति गौरि असीस सुनि सिय सहित हियँ हरषीं अली।
तुलसी भवानिहि पूजि पुनि पुनि मुदित मन मंदिर चली॥
जिसमें तुम्हारा मन अनुरक्त हो गया है, वही स्वभाव से ही सुंदर साँवला वर (श्री रामचन्द्रजी) तुमको मिलेगा। वह दया का खजाना और सुजान (सर्वज्ञ) है, तुम्हारे शील और स्नेह को जानता है। इस प्रकार श्री गौरीजी का आशीर्वाद सुनकर जानकीजी समेत सब सखियाँ हृदय में हर्षित हुईं। तुलसीदासजी कहते हैं- भवानीजी को बार-बार पूजकर सीताजी प्रसन्न मन से राजमहल को लौट चलीं॥
जानि गौरि अनुकूल सिय हिय हरषु न जाइ कहि।
मंजुल मंगल मूल बाम अंग फरकन लगे॥236॥
गौरीजी को अनुकूल जानकर सीताजी के हृदय को जो हर्ष हुआ, वह कहा नहीं जा सकता। सुंदर मंगलों के मूल उनके बाएँ अंग फड़कने लगे॥236॥
અક્ક્લ ઔર દીલ કહે અપની અપની બાત તો અક્ક્લકી સુનીએ દીલ કહે સો કિજીએ. કુમાર બારબંકી
જાનકીને એક ભાઈ હતો જેનું નામ ભાનુમંત હતું અને રામને એક બહેન હતી જેનું નામ શાન્તા હતું. જો કે આ વાતનો બહું ઉલ્લેખ થયો નથી.
પોતાને પોતાના ગુરૂને સોંપી દો અને તે (ગુરૂ) બનાવે તેવા બનો. પોતે આવા બનવું છે તેવી અપેક્ષા ગુરૂ પાસે ન રાખો. ગુરૂ એક કુંભાર છે જે માટીના લોદામાંથી તેને ગમે તેવો ઘાટ આપે છે.
ગુરૂ આપણે જેવા હોઈએ તેવાનું અનાવરણ કરે.
ગુરૂ આપણા મનને કોઈ જગાએ લાગવા નહી દે. અને આપણું મન જ્યારે કોઈ જગાએ લાગ્યા સિવાય જે જગ્યાએ હોય તે જ પરમાત્મા છે. મન કોઈ જગાએ ન લાગે અને ક્યાંય ન રહેવા દે તે ગુરૂ છે. આવું મન જ્યાં હોય તે જ પરમાત્મા છે.
બધા જ આધાર છૂટી જાય પછી જે બચે તે પરમ આધાર છે. મન લગાવવાની વાતો બધાં ખૂબ કર્યા કરે છે પણ મન લગાવવાની વાત નકામી છે, મન ક્યાંય લગાવ્યા વગર જે શેષ રહે છે તે જ વિશેષ છે.
રામ ઉપર આંગળી ઉઠી છે પણ હજુ સુધી કયાંય-કયારેય રામનામ પર કદીય આગળી નથી ઉઠી.
જે તીર્થ, કે જે સભામાં આપણા ગુરૂની નીંદા-ટીકા થાય તો તે તીર્થ કે સભા પણ છોડી દો. જેનોસંગ આપણને કલુષિત કરે તે સંગ જ છોડી દો.  સિયાજુ એ પણ આવી ખોટી ધર્માધતા કે શાસ્ત્રાર્થનો વિરોધ કર્યો છે. એ સમયમાં શાસ્ત્રાર્થમાં જે કોઇ હારી જાય એને સજા રૂપે જળદંડમાં મૃત્યુ અપાતું હતું એવી પ્રથાનો સિયાજુએ વિરોધ કર્યા હતો, અને પોતાનો મત સ્થાપિત કર્યો હતો કે જ્ઞાન શાસ્ત્રાર્થની ચર્ચામાં કોઇ હારી જાય તો એને જળદંડ-મૃત્યુની સજા શા માટે? આ પ્રથા ઘાતકી-હિંસક છે. આ ન હોવું જોઇએ. એટલે જ જાનકી પરમવિદ્યા છે.
રામ ભગવાન તેમના અવતાર કાર્યની લીલા દરમ્યાન સગર્ભા સીતાને વનવાસ આપ્યો છે પણ રામ નામે કદીએ કોઈને વનવાસ નથી આપ્યો.
સીતા શબ્દમાં સ +ઈ+ત+આ છે જ્યાં સ કાર એ વિષ્ણુનું બીજ છે, ઈ કાર એ માયાનું બીજ છે, ત કાર એ મોક્ષ બીજ છે અને આ કાર એ અમૃત બીજ છે. આમ સીતામાં વિષ્ણુ બીજ, માયા બીજ, મોક્ષ બીજ અને અમૃત બીજ સમાહિત છે.
જે ઠોકરો ખાઈને ચાલવાનુમ શીખ્યો હોય તેને પાડવાનું મુશ્કેલ છે.
તપ એટલે શું?
આપણે સાચા હોઇએ અને છતાંય સમાજ કે દુનિયાના લોકો આપણને ખોટા સ્થાપિત કરવા માટે નેટવર્ક કરે અને છતાંય આપણે હસતા રહીએ એ તપ છે. નિંદા અને પ્રસંશાને એક સમાન ગણવું પણ તપ છે. આપણું મન ક્યાંય ન લાગે તે પણ તપ છે.
સ્વામી શરણાનંદજી મહારાજ કહે છે કે,
  • પ્રભુની યાદમાં રડવું એ પ્રેમીનું સ્નાન છે.
  • પોતાને ખતમ કરી દેવું એ પ્રેમીનું ધ્યાન છે.
  • સાચી વ્યાકૂળતા એ પ્રેમીની પૂજા છે.
  • હર્ષ અને શોક એ પ્રેમીનું ભોજન છે.
  • જ્યાં કોઈ ન હોય તેવું સ્થળ – એકાંત એ પ્રેમીનું નિવાસ છે.
  • મૌન એ પ્રેમીનો પાઠ છે.

મંગળવાર, ૦૯/૦૧/૨૦૧૮


કોઈની પ્રસંશા જીભથી થાય જીયરા – હ્નદયથી થાય.
જીભથી થયેલ પ્રસંશા વિશ્વાસપાત્ર નથી, જે જીભ આજે પ્રસંશા કરે તે બીજા દિવસે આલોચના પણ કરે.
હ્નદયથી કરેલી પ્રસંશા જ સાચી તુલના છે.
ત્રણ પ્રકારના રૂપનું વર્ણન છે.
૧ તમોગુણી રૂપ – કાલિકા મહિસાસુર મરદન માટે જે રૂપ ધારણ કરે છે તે તમોગુણી રૂપ છે.
૨ રજોગુણી રૂપ – આ રૂપમાં શ્રીંગાર જરુરી છે.
૩ સાત્વિક રૂપ – આ રૂપ સાદગી પૂર્ણ હોય, સહજ હોય, સાત્વિક પ્રધાન હોય.
ટી વી ચેનલોમાં આવતી અભદ્ર ચેનલો દ્વારા તેનું સ્ક્રિન અસ્વચ્છ થાય છે તેને કથાનું પ્રસારણ સ્વચ્છ કરે છે.
કથામાં આવવા માટે કોઈ પણ વ્યક્તિ આવી શકે છે, પાપી પણ આવી શકે, પૂણ્યશાળી પણ આવે.
याते रुद्र शिवा तनूः शान्ता तस्यै नमो नमः ।
नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय ते नमः ॥
સીયાજીનું રૂપ ગુણાતીત રૂપ છે.
तात जनकतनया यह सोई। धनुषजग्य जेहि कारन होई॥
पूजन गौरि सखीं लै आईं। करत प्रकासु फिरइ फुलवाईं॥1॥
हे तात! यह वही जनकजी की कन्या है, जिसके लिए धनुषयज्ञ हो रहा है। सखियाँ इसे गौरी पूजन के लिए ले आई हैं। यह फुलवाड़ी में प्रकाश करती हुई फिर रही है॥1॥
जासु बिलोकि अलौकिक सोभा। सहज पुनीत मोर मनु छोभा॥
सो सबु कारन जान बिधाता। फरकहिं सुभद अंग सुनु भ्राता॥2॥
जिसकी अलौकिक सुंदरता देखकर स्वभाव से ही पवित्र मेरा मन क्षुब्ध हो गया है। वह सब कारण (अथवा उसका सब कारण) तो विधाता जानें, किन्तु हे भाई! सुनो, मेरे मंगलदायक (दाहिने) अंग फड़क रहे हैं॥2॥
જાનકીની સુંદરતાની પ્રસંશા રામ હ્નદયથી કરે છે.
વિશ્વામિત્ર અયોધ્યાના રાજ મહેલમાંથી વિદાય લે છે ત્યારનો પ્રસંગ જ્યાં વિશ્વામિત્ર હ્નદયથી પ્રસંશા કરે છે.
राम रूपु भूपति भगति ब्याहु उछाहु अनंदु।
जात सराहत मनहिं मन मुदित गाधिकुलचंदु॥360॥
गाधिकुल के चन्द्रमा विश्वामित्रजी बड़े हर्ष के साथ श्री रामचन्द्रजी के रूप, राजा दशरथजी की भक्ति, (चारों भाइयों के) विवाह और (सबके) उत्साह और आनंद को मन ही मन सराहते जाते हैं॥360॥
રામ વાદળ છે તો સીયા વર્ષા છે.
यह निसिचर दुकाल सम अहई। कपिकुल देस परन अब चहई॥
कृपा बारिधर राम खरारी। पाहि पाहि प्रनतारति हारी॥2॥
(वे कहने लगे-) यह राक्षस दुर्भिक्ष के समान है, जो अब वानर कुल रूपी देश में पड़ना चाहता है। हे कृपा रूपी जल के धारण करने वाले मेघ रूप श्री राम! हे खर के शत्रु! हे शरणागत के दुःख हरने वाले! रक्षा कीजिए, रक्षा कीजिए!॥2॥।
नील सरोरुह स्याम तरुन अरुन बारिज नयन।
करउ सो मम उर धाम सदा छीरसागर सयन॥3॥
जो नीलकमल के समान श्यामवर्ण हैं, पूर्ण खिले हुए लाल कमल के समान जिनके नेत्र हैं और जो सदा क्षीरसागर पर शयन करते हैं, वे भगवान्‌ (नारायण) मेरे हृदय में निवास करें॥3॥
श्रीरामचंद्र कृपालु भजु मन हरण भवभय दारुणं।
नवकंज-लोचन कंज-मुख, कर-कंज पद कंजारुणं।॥
कंदर्प अगणित अमित छवि, नवनील नीरद सुंदरं।
पट पीत मानहुतड़ित रुचि शुचि नौम जनकसुतावरं।
भजु दीनबंधु दिनेश दानव-दैत्य-वंश निकंदनं।
रघुनंद आर्नेदकंद कोशलचंद दशरथ-नंदनं।॥
सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणं।
आजानुभुज शर-चाप-धर संग्राम-जित-खरदूषणं।
इति वदति तुलसीदास शंकर-शेष-मुनि-मन-रंजनं।
રામ મુખ છે તો સીયાજુ જીભ છે.
માતૃ શરીર ૮ વસ્તુની રક્ષા કરે છે.
રામ રાજા છે અને રાજા હોવાના લીધે સમાજના મુખીયા છે.
વિભીષણ હનુમાનજીને તે લંકામાં કેવી રીતે રહે છે તે વર્ણવતાં કહે છે કે, ….
सुनहु पवनसुत रहनि हमारी। जिमि दसनन्हि महुँ जीभ बिचारी॥
तात कबहुँ मोहि जानि अनाथा। करिहहिं कृपा भानुकुल नाथा॥1॥
(विभीषणजी ने कहा-) हे पवनपुत्र! मेरी रहनी सुनो। मैं यहाँ वैसे ही रहता हूँ जैसे दाँतों के बीच में बेचारी जीभ। हे तात! मुझे अनाथ जानकर सूर्यकुल के नाथ श्री रामचंद्रजी क्या कभी मुझ पर कृपा करेंगे?॥1॥
જાનકી પણ અશોક વાટિકામાં રાક્ષસીઓના ઘેરામાં જીભ જેમ દાંતો વચ્ચે સલામત રહે છે તેમ રહે છે અને જીભથી રામ રામ બોલે છે.
कृस तनु सीस जटा एक बेनी। जपति हृदयँ रघुपति गुन श्रेनी॥4॥
सीताजी को देखकर हनुमान्‌जी ने उन्हें मन ही में प्रणाम किया। उन्हें बैठे ही बैठे रात्रि के चारों पहर बीत जाते हैं। शरीर दुबला हो गया है, सिर पर जटाओं की एक वेणी (लट) है। हृदय में श्री रघुनाथजी के गुण समूहों का जाप (स्मरण) करती रहती हैं॥4॥
રામ બ્રહ્ન છે તો સીયા માયા છે.
राम  ब्रह्म  परमारथ  रूपा।  अबिगत  अलख  अनादि  अनूपा॥
सकल  बिकार  रहित  गतभेदा।  कहि  नित  नेति  निरूपहिं  बेदा॥4॥
श्री  रामजी  परमार्थस्वरूप  (परमवस्तु)  परब्रह्म  हैं।  वे  अविगत  (जानने  में  न  आने  वाले)  अलख  (स्थूल  दृष्टि  से  देखने  में  न  आने  वाले),  अनादि  (आदिरहित),  अनुपम  (उपमारहित)  सब  विकारों  से  रहति  और  भेद  शून्य  हैं,  वेद  जिनका  नित्य  'नेति-नेति'  कहकर  निरूपण  करते  हैं॥4॥
आगें  रामु  लखनु  बने  पाछें।  तापस  बेष  बिराजत  काछें॥
उभय  बीच  सिय  सोहति  कैसें।  ब्रह्म  जीव  बिच  माया  जैसें॥1॥
भावार्थ:-आगे  श्री  रामजी  हैं,  पीछे  लक्ष्मणजी  सुशोभित  हैं।  तपस्वियों  के  वेष  बनाए  दोनों  बड़ी  ही  शोभा  पा  रहे  हैं।  दोनों  के  बीच  में  सीताजी  कैसी  सुशोभित  हो  रही  हैं,  जैसे  ब्रह्म  और  जीव  के  बीच  में  माया!॥1॥
રામ કામ છે તો સીતા રતી છે.
बलकल  बसन  जटिल  तनु  स्यामा।  जनु  मुनिबेष  कीन्ह  रति  कामा॥
कर  कमलनि  धनु  सायकु  फेरत।  जिय  की  जरनि  हरत  हँसि  हेरत॥4॥
श्री  रामजी  के  वल्कल  वस्त्र  हैं,  जटा  धारण  किए  हैं,  श्याम  शरीर  है।  (सीता-रामजी  ऐसे  लगते  हैं)  मानो  रति  और  कामदेव  ने  मुनि  का  वेष  धारण  किया  हो।  श्री  रामजी  अपने  करकमलों  से  धनुष-बाण  फेर  रहे  हैं  और  हँसकर  देखते  ही  जी  की  जलन  हर  लेते  हैं  (अर्थात  जिसकी  ओर  भी  एक  बार  हँसकर  देख  लेते  हैं,  उसी  को  परम  आनंद  और  शांति  मिल  जाती  है।)॥4॥
રામ બ્રહ્ન છે તો સીયા બ્રહ્ન વિદ્યા છે.
વિદ્યાના ૫ પ્રકાર છે.
૧ વેદ વિદ્યા
૨ બ્રહ્ન વિદ્યા
૩ યોગ વિદ્યા
૪ અધ્યાત્મ વિદ્યા
૫ લોક વિદ્યા
સીયા વેદ વિદ્યા છે, બ્રહ્ન વિદ્યા છે, યોગ વિદ્યા છે, અધ્યાત્મ વિદ્યા છે તેમજ લોક વિદ્યા પણ છે.
રાજનીતિમાં ધર્મ હોવો જોઈએ જ્યાં ધર્મ એટલે સત્ય, પ્રેમ અને કરૂણા પણ ધર્મમાં રાજનીતિ ન હોવી જોઈએ.
ભવ સાગર તરવો હોય તો પ્રેમ કરો, પ્રેમ એટલે પરમ પ્રેમ.
रामहि  केवल  प्रेमु  पिआरा।  जानि  लेउ  जो  जान  निहारा॥
राम  सकल  बनचर  तब  तोषे।  कहि  मृदु  बचन  प्रेम  परिपोषे॥1॥
श्री  रामचन्द्रजी  को  केवल  प्रेम  प्यारा  है,  जो  जानने  वाला  हो  (जानना  चाहता  हो),  वह  जान  ले।  तब  श्री  रामचन्द्रजी  ने  प्रेम  से  परिपुष्ट  हुए  (प्रेमपूर्ण)  कोमल  वचन  कहकर  उन  सब  वन  में  विचरण  करने  वाले  लोगों  को  संतुष्ट  किया॥
हरि ब्यापक सर्बत्र समाना। प्रेम तें प्रगट होहिं मैं जाना॥
मैं तो यह जानता हूँ कि भगवान सब जगह समान रूप से व्यापक हैं, प्रेम से वे प्रकट हो जाते हैं ।
धरमु  न  दूसर  सत्य  समाना।  आगम  निगम  पुरान  बखाना॥
वेद,  शास्त्र  और  पुराणों  में  कहा  गया  है  कि  सत्य  के  समान  दूसरा  धर्म  नहीं  है। 
સીતા એ પૃથ્વીની કવિતા છે.
દ્રૌપદી એ અગ્નિની કવિતા છે.
લક્ષ્મી એ સાગરની કવિતા છે.

સરસ્વતી આકાશની કવિતા છે.

બુધવાર, ૧૦/૦૧/૨૦૧૮


મહાભારતમાં કહેવાયું છે કે માતૃ શરીર ૮ વસ્તુની રક્ષા કરે છે.
સીયાજુ પણ આ આઠેય વસ્તુની રક્ષા કરે છે.
પરિસ્થિતિને ક્યારેય બદલી ન શકાય. આવેલ પરિસ્થિતિનો સતસંગ દ્વારા પ્રાપ્ત વિવેકનો ઉપયોગ કરી યોગ્ય રીતે સામનો કરવો જોઈએ.
શીલની પ્રાપ્તિ વિદ્વાનોની સેવા કરવાથી મળે પણ વિવેક તો સતસંગથી જ મળે.
बिनु सतसंग बिबेक न होई। राम कृपा बिनु सुलभ न सोई॥
શીલવાન વ્યક્તિમાં તેના સતસંગના અભાવના કારણે ક્યારેક વિવેક નથી હોતો.
સતસંગ એટલે સતનો સંગ, શુભનો સંગ.                                                                
વિદ્વાનોએ સદઉચ્ચારણથી ભાષા શુદ્ધિ રાખવી જોઈએ. પોતાની વિદ્વતાના બળ ઉપર પોતાના માટે તાળીયો પડાવવા કે નાના મોટા એવોર્ડ મેળવવા ગમે તેવી ટિપણી કરી મૂળ તથ્યને અન્ય રૂપે રજુ કરવું યોગ્ય નથી. આવો પ્રયાસ એ તે વિદ્વાનની વિવેક પૂર્ણ ભાષા શુદ્ધિ નથી. ભારતીય સભ્યતા ઉપર અયોગ્ય ટિપણી કરી તાળીઓની પ્રસંશા મેળવવી કે નાના મોટા એવોર્ડ મેળવવા યોગ્ય નથી. વિદ્વાનોનાં આવાં પુસ્તકો વાંચવા કે ખરીદવાં બંધ કરવા જોઈએ.
સતત બોલવાથી આયુષ્ય અને શરીર ક્ષિણ થાય છે, ઘટે છે. સત્ય બોલવાથી રામ, પ્રેમ કે કરૂણા પરખ બોલવાથી શરીર ક્ષિણ નથી થતું તેમજ આયુષ્ય આનંદિત થાય છે. જીવનના આયુષ્યના વર્ષો આનંદમાં પસાર થાય છે. આમ તો આયુષ્ય નિશ્ચિત જ હોય છે.
ब्रह्म निरूपन धरम बिधि बरनहिं तत्त्व बिभाग।
ककहिं भगति भगवंत कै संजुत ग्यान बिराग॥44॥
ब्रह्म का निरूपण, धर्म का विधान और तत्त्वों के विभाग का वर्णन करते हैं तथा ज्ञान-वैराग्य से युक्त भगवान्‌ की भक्ति का कथन करते हैं॥44॥
રામ એ શ્લોક છે તો સીતા એ ચોપાઈઓ છે.
પથ્થર મારવાથી પર્વત ન ડગે.
તુલસી હારને વિજ્યમાળા કહે છે.
વિનમ્રતા, સરળતાનું નામ રામ છે.
સત્ય, પ્રેમ, કરૂણાને હાર જીત સાથે કોઈ લેવાદેવા નથી.
અખંડ સત્યનો સંગ સતસંગ છે.
આગ તો પોતાના જ લગાડે, હવા ફક્ત બહારના નાખે.
કથા એ તો ગંગા છે.
सकल लोक जग पावनि गंगा॥
લૈકિક જગતમાં ૫ પ્રમાણ છે.
૧ માતા પ્રમાણ
૨ પિતા પ્રમાણ
૩ સમુદ્ર પ્રમાણ
૪ જન્મ ભૂમિના પ્રદેશનું પ્રમાણ
૫ સ્વર્ણ પ્રમાણ
રામનાં રહસ્યો, શાસ્ત્રનાં રહસ્યો ભાષાંતર વાંચવાથી ન સમજાય પણ ગુરૂ મુખથી જ સમજાય.
सुनि लछिमन सीता कै बानी। बिरह बिबेक धरम निति सानी॥
लोचन सजल जोरि कर दोऊ। प्रभु सन कछु कहि सकत न ओऊ॥2॥
श्री सीताजी की विरह, विवेक, धर्म और नीति से सनी हुई वाणी सुनकर लक्ष्मणजी के नेत्रों में (विषाद के आँसुओं का) जल भर आया। वे हाथ जोड़े खड़े रहे। वे भी प्रभु से कुछ कह नहीं सकते॥2॥
૧ માતા પ્રમાણ
અહીં લંકામાં સીતાની અગ્નિ પરીક્ષાના સમયે સીયા લક્ષ્મણને અગ્નિ લાવવા કહે છે અને તે વખતે તુલસી સીતા શબ્દ વાપરે છે. અહીં સીતા નામ એ પૃથ્વીની સમૃતિ છે અને પૃથ્વી એ સીતાની માતા છે તેથી આ નામ જે પૃથ્વી પ્રમાણ છે, માતાનું પ્રમાણ છે.
૨ પિતા પ્રમાણ
નીચેની પંક્તિમાં તુલસીદાસજી વૈદેહી નામનો ઉલ્લેખ કરે છે.
देखि राम रुख लछिमन धाए। पावक प्रगटि काठ बहु लाए॥
पावक प्रबल देखि बैदेही। हृदयँ हरष नहिं भय कछु तेही॥3॥
फिर श्री रामजी का रुख देखकर लक्ष्मणजी दौड़े और आग तैयार करके बहुत सी लकड़ी ले आए। अग्नि को खूब बढ़ी हुई देखकर जानकीजी के हृदय में हर्ष हुआ। उन्हें भय कुछ भी नहीं हुआ॥3॥
વૈદેહી એ પિતા પ્રમાણ છે, જનક રાજા વિદેહ છે. આમ આ પિતા પ્રમાણ છે.
૩ જન્મ ભૂમિનું પ્રમાણ
નીચેની પંક્તિમાં તુલસીદાસજી મૈથિલી નામનો ઉલ્લેખ કરે છે.
श्रीखंड सम पावक प्रबेस कियो सुमिरि प्रभु मैथिली
जय कोसलेस महेस बंदित चरन रति अति निर्मली॥
प्रतिबिंब अरु लौकिक कलंक प्रचंड पावक महुँ जरे।
प्रभु चरित काहुँ न लखे नभ सुर सिद्ध मुनि देखहिं खरे॥1॥
प्रभु श्री रामजी का स्मरण करके और जिनके चरण महादेवजी के द्वारा वंदित हैं तथा जिनमें सीताजी की अत्यंत विशुद्ध प्रीति है, उन कोसलपति की जय बोलकर जानकीजी ने चंदन के समान शीतल हुई अग्नि में प्रवेश किया। प्रतिबिम्ब (सीताजी की छायामूर्ति) और उनका लौकिक कलंक प्रचण्ड अग्नि में जल गए। प्रभु के इन चरित्रों को किसी ने नहीं जाना। देवता, सिद्ध और मुनि सब आकाश में खड़े देखते हैं॥1॥
મૈથિલી એ મિથિલા નગરી જે સીયાની જન્મ ભૂમિ છે તેનું પ્રમાણ છે. આમ આ જન્મ ભૂમિ પ્રમાણ છે.
૪ સાગર પ્રમાણ
તુલસીદાસજી નીચેની પંક્તિમાં શ્રી શબ્દ નામનો ઉલ્લેખ કરે છે.
धरि रूप पावक पानि गहि श्री सत्य श्रुति जग बिदित जो।
जिमि छीरसागर इंदिरा रामहि समर्पी आनि सो॥
तब अग्नि ने शरीर धारण करके वेदों में और जगत्‌ में प्रसिद्ध वास्तविक श्री (सीताजी) का हाथ पकड़ उन्हें श्री रामजी को वैसे ही समर्पित किया जैसे क्षीरसागर ने विष्णु भगवान्‌ को लक्ष्मी समर्पित की थीं।
શ્રી નો એક અર્થ સાગર થાય છે. આમ આ સાગર પ્રમાણ છે.
૫ સ્વર્ણ પ્રમાન
નીચેની પંક્તિમાં સ્વર્ણ પ્રમાણ મળે છે.
सो राम बाम बिभाग राजति रुचिर अति सोभा भली।
नव नील नीरज निकट मानहुँ कनक पंकज की कली॥2॥
वे सीताजी श्री रामचंद्रजी के वाम भाग में विराजित हुईं। उनकी उत्तम शोभा अत्यंत ही सुंदर है। मानो नए खिले हुए नीले कमल के पास सोने के कमल की कली सुशोभित हो॥2॥
जनकसुता समेत प्रभु सोभा अमित अपार।
देखि भालु कपि हरषे जय रघुपति सुख सार॥109 ख॥
श्री जानकीजी सहित प्रभु श्री रामचंद्रजी की अपरिमित और अपार शोभा देखकर रीछ-वानर हर्षित हो गए और सुख के सार श्री रघुनाथजी की जय बोलने लगे॥109 (ख)॥
માતૃ શરીર ૭ ની રક્ષા કરે છે.
ફક્ત ભગવાન રામ જ સીતા, લક્ષ્મણ અને ભરતને જાણે છે. દોહાવલિમાં તુલસીદાસજી આ વર્ણવે છે.
सीय सुमित्रा सुवन गति भरत सनेह सुभाऊ ।
कहिबे को सारद सरस जनिबे को रघुराउ ॥
सीताजी और लक्ष्मणके अनन्य प्रेम तथा भरतके स्नेह युक्त स्वभावका वर्णन केवल सरस्वती ही कर सकती हैं तथा उसे जाननेके लिए श्रीरघुनाजजी ही समर्थ हैं ।
તુલસીદાસજી પોતાને શઠ ગણી સીતા, લક્ષ્મણ અને ભરતનો રામ પ્રત્યેના પ્રેમનું વર્ણન કરવાનો પ્રયત્ન કરે છે.
जानि राम न कहि सके भरत लखन सिय प्रीति ।
सो सुनि गुनि तुलसी कहत हठ सठता की रीति ॥
भगवान रामही भरत, लक्ष्मण और सीताजीके स्वयंके प्रति प्रेमको जान - समझ सके लेकिन कभी मुखसे उस प्रेमका खुलासा नहीं किया या कभी कुच कहा नहीं, उस प्रेमको तुलसी हठ करके सबको बताने चला है, यह उसकी धृष्टता व मूर्खताकी ही तो पराकाष्टा है ।
સત્યના આગ્રહી ન બનવું પણ સત્યના ગ્રહી બનવું. સત્યાગ્રહી એટલે સત્યનો આગ્રહ રાખવો અને સત્યગ્રહી એટલે સત્યને ગ્રહણ કરવું.


ગુરૂવાર, ૧૧/૦૧/૨૦૧૮


સ્વચ્છતા અને પવિત્રતામાં શું ફેર છે?
કુંચી મારા ગુરૂજીને હાથ ….

ગગન ગઢ રમવાને હાલો, નીરાસી પદમા સદા માલો...ટેક.
પડવે ભાળ પડી તારી, મધ્ય નીરખ્યા મોરારી
વાલમ પર જાવું હુ વારી;
                                                                              ગગન-૧
બીજે બોલે બહુનામી ઘટોઘટ વ્યાપી રહ્યા સ્વામી
જુગતીથી તમે જોઈલો અંતરજામી;
                                                                                   ગગન-૨
ત્રિજે તુરાઈ વાજાં વાગે, સુરતા મારી સનસુખ રહી જાગે
માહ સુને મોરલીયું વાગે;
                                                                                  ગગન-૩
ચોથે ચંદ્ર ભાણ વાળી જોવે કોઈ આપાપણાને ટાળી
ત્રીવેણી ઉપર નુર લ્યો નીહાળી;
                                                                              ગગન-૪
પાંચમ પવન થંભ ઠેરી, લાગી મુને પ્રેમ તણી લેરી
સુરતા મારી શબ્દુંમા ઘેરી;
                                                                                ગગન-૫
છઠે જોવો સનમુખ દ્વારો ત્રીવેણી ઉપર નાયાનો આરો
ત્યા તો સદા વરસે અમર ધારો;
                                                                              ગગન-૬
સાતમે સમરણ જડયું સાચું આતો કોઈ વીરલા જાણે વાતું
જડયું હવે આદુનું ખાતુ;
                                                                                ગગન-૭
આઠમે અકળ કળા એની વાતું હવે ક્યાં જઈ કરુ વ્રેહની
રહું હું તો શબ્દ નીસીમાં ધેની;
                                                                                  ગગન-૮
નુમે મારે નીરભે થયો નાતો છોડાવ્યો જમપુરીથી જાતો
સતગુરુએ શબ્દ દીધો સાચો;
                                                                                     ગગન -૯
દશમે જડી દોર તણી ટેકી મધ્યમાં મળ્યા અલખ એકાએકી
સુરતા મારી દંગ પામી દેખી;
                                                                                   ગગન -૧0
એકાદશી અવીધટ ધાટ એવો શબ્દ લઈને સુરતાને સેવો
સદાય તમે સોહ પુરુષ સેવો;
                                                                                   ગગન -૧૧
દવાદસી દૂર નથી વાલો સમજ વીના બારે ફરતો ઠાલો
સુખમણ સાથે પી લ્યો અમર પ્યાલો ;
                                                                                  ગગન -૧૨
તેરસે વાળી ઉપર ઘારા જપુ નીજનામ તણી માળા
પ્રાગટ્યા રવી ઉલટાયા અજવાળું
                                                                                 ગગઢ -૧૩
ચૌદસે કહ્યુ ચીત કરે નહી મારુ થયું ઓચીંતુ અજવાળું
સતગુરુએ તોડયું વજર તાળું;
                                                                                   ગગન-૧૪
પુનમે દેખી પુરણ પદ પામી મળ્યા જયારે ફુલગરજી સ્વામી
રહે છે સવો ચરણમાં શીસ નામી;
                                                                               ગગન -૧૫
ગુરૂ ફુલગર જેવા હોવા જોઈએ, ફુલ ઝર જેવા નહીં.
અંતિમ શરણાગતિ કોને કહેવાય?
જ્યારે મન, બુદ્ધિ, ચિત અને અહંકાર મટી જાય અને કેવલ શરણ્ય બચે – પોતાના આશ્રય પદ કે જે ગુરૂ પદ છે તે બચે અને શરણાગત ન રહે – આશ્રિત ન રહે તે અંતિમ શરણાગતિ છે. પોતાના આશ્રય સ્થાન સિવાય બધું જ મટી જાય તે અંતિમ શરણાગતિ છે.
માતૃ શરીરનો સહયોગ ૪ અવસ્થાએ મળતો હોય છે.
૧ મા તરીકે માતૃ શરીરનો સહયોગ
૨ બહેન તરીકે માતૃ શરીરનો સહયોગ
૩ દીકરી તરીકે માતૃ શરીરનો સહયોગ
૪ પત્ની તરીકે માતૃ શરીરનો સહયોગ
ગંગા તો પવિત્ર જ છે આપણે તેને અસ્વચ્છ કરીએ છીએ.
તીર્થ સ્થાનો પવિત્ર જ છે પણ આપણને તેને અસ્વચ્છ કરીએ છીએ.
સ્વચ્છતા આપણને આકર્ષિત કરે. કોઈની શરીરની સ્વચ્છતા, વસ્ત્રની સ્વચ્છતાથી આપણને તેના પ્રત્યે આકર્ષણ થાય.
પવિત્રતા આપણને સમર્પિત થવા પ્રેરે. બુદ્ધ ભગવાનની પવિત્રતાએ અંગુલિમાનને તેમના તરફ સમર્પણ કરવા પ્રેર્યો. અંગુલિમાન બુદ્ધને સમર્પિત થઈ ગયો.
सुंदरता कहुँ सुंदर करईछबिगृहँ दीपसिखा जनु बरई
सब उपमा कबि रहे जुठारीकेहिं पटतरौं बिदेहकुमारी॥4॥
वह (सीताजी की शोभा) सुंदरता को भी सुंदर करने वाली है। (वह ऐसी मालूम होती है) मानो सुंदरता रूपी घर में दीपक की लौ जल रही हो। (अब तक सुंदरता रूपी भवन में अँधेरा था, वह भवन मानो सीताजी की सुंदरता रूपी दीपशिखा को पाकर जगमगा उठा है, पहले से भी अधिक सुंदर हो गया है)। सारी उपमाओं को तो कवियों ने जूँठा कर रखा हैमैं जनकनन्दिनी श्री सीताजी की किससे उपमा दूँ॥4॥
નિત્ય માનસનો પાઠ કરવાથી પિતૃ ઋણ, ગુરૂ ઋણ, દેવ રૂણ વગેરે ઋણથી મુક્તિ મળે છે.
રામનામથી પણ ઋણ મુક્તિ મળે.
માતાજીને અન્ય જીવોનો બલી ન ચઢાવો પણ આપણા હું પણાનો, આપણા અહંકારનો બલી ચઢાવો. અન્ય જીવની હિંસા પ્રાસંગિક નથી.
તુલસીદાસજી પણ વિનય પત્રિકામાં કહે છે કે, ….

प्रेम – बारि तरपन भलो, घृत सहज सनेहु ।
संसय – समधि, अगिन छमा, ममता – बलि देहु ॥



मंत्रजपके बाद प्रेम रूपी जलसे तर्पण करें । तदनंतर सहज स्वाभाविक स्नेहका घी बनाना चाहिए । फिर संदेह रूपी समिधाको क्षमा रूपी अग्निमें हवन करते हुए ममताका बलिदान कर दें ।

આ તુલસીદાસજીનો અભિનવ યજ્ઞ છે.
प्रेम मुदित मन से कहो राम राम राम,
राम राम राम, श्री राम राम राम |
पाप कटें दुःख मिटें लेत राम नाम |
भव समुद्र सुखद नाव एक राम नाम ||
परम शांति सुख निधान नित्य राम नाम |
निराधार को आधार एक राम नाम ||
संत हृदय सदा बसत एक राम नाम |
परम गोप्य परम इष्ट मंत्र राम नाम ||
महादेव सतत जपत दिव्य राम नाम |
राम राम राम श्री राम राम राम ||
मात पिता बंधु सखा सब ही राम नाम |
भक्त जनन जीवन धन एक राम नाम ||
ब्रह्म राम तें नामु बड़ बर दायक बर दानि।
रामचरित सत कोटि महँ लिय महेस जियँ जानि॥25॥
इस प्रकार नाम (निर्गुण) ब्रह्म और (सगुण) राम दोनों से बड़ा है। यह वरदान देने वालों को भी वर देने वाला है। श्री शिवजी ने अपने हृदय में यह जानकर ही सौ करोड़ राम चरित्र में से इस 'राम' नाम को (साररूप से चुनकर) ग्रहण किया है॥25॥
પૂજ્ય ડૉગરે બાપા કહેતા કે ભગવાન શંકરે ૧૦૦૦ કરોડ શ્લોકમાં રામયણની રચના કરી અને આ શ્લોકોને દેવો, દાનવો અને માનવો વચ્ચે સરખા ભાગે વહેંચતાં વહેંચતાં છેલ્લે તેમની પાસે ફક્ત એક જ શ્લોક રહે છે જે અનુષ્ટુપ છંદનો છે જેમાં ૩૨ અક્ષર છે. આ ૩૨ શબ્દો પૈકીના ૩૦ શબ્દો પણ વહેંચી દેતાં છેલ્લે ફક્ત બે જ શબ્દ રહે છે અને આ બે શબ્દ એ “રામ” છે.
શાસ્ત્ર, સ્ત્રી અને રાજા કદી કોઈને વશ ન થાય.
૮ વસ્તુની સુરક્ષા માતૃ શરીર કરે છે.
૧ ધન – ધનની સુરક્ષા માતૃ શરીર કરે છે.
जानी सियँ बरात पुर आई। कछु निज महिमा प्रगटि जनाई॥
हृदयँ सुमिरि सब सिद्धि बोलाईं। भूप पहुनई करन पठाईं॥4॥
सीताजी ने बारात जनकपुर में आई जानकर अपनी कुछ महिमा प्रकट करके दिखलाई। हृदय में स्मरणकर सब सिद्धियों को बुलाया और उन्हें राजा दशरथजी की मेहमानी करने के लिए भेजा॥4॥
सिधि सब सिय आयसु अकनि गईं जहाँ जनवास।
लिएँ संपदा सकल सुख सुरपुर भोग बिलास॥306॥
सीताजी की आज्ञा सुनकर सब सिद्धियाँ जहाँ जनवासा था, वहाँ सारी सम्पदा, सुख और इंद्रपुरी के भोग-विलास को लिए हुए गईं॥306॥
સીયા ધનની ગુપ્તતા – ગુપ્ત સિદ્ધિઓ દ્વારા ધનની સુરક્ષા કરે છે.
૨ પ્રજાની સુરક્ષા માતૃ શરીર કરે છે.
૩ શરીરની સુરક્ષા માતૃ શરીર કરે છે. પરિવારના સભ્યોના સ્વસ્થ્યની ચિંતા માતૃ શરીરને હોય છે.
૪ લોક યાત્રા
૫ ધર્મ
૬ સ્વર્ગ – પોતાનું ઘર જે એક નાનું સ્વર્ગ છે તેની સુરક્ષા માતૃ શરીર કરે છે.
૭ વૈદિક પરંપરાની સુરક્ષા માતૃ શરીર કરે છે.
૮ પિતૃઓના શ્રાદ્ધ તર્પણ વગેરે દ્વારા પિતૃઓની સુરક્ષા માતૃ શરીર કરે છે.
સીયા ઉપરોક્ત બધા કાર્યો કરી માતૃ શરીરના આઠેય ધર્મ નીભાવે છે.
રાધા અને સીયાજુમાં શું ફેર છે?
  • તત્વતઃ રાધા અને સીયામાં કોઈ ફેર નથી. છતાંય કહી શકાય કે રાધા એ પિયાજુ છે તો સીયા એ સીયાજુ છે. રાધા પ્રેમિકા છે જ્યારે સીયા સેવિકા છે.
  • રાધા ઠાકુર પાસે પદ એવા કરાવે છે જ્યારે સીયા પોતે પદ સેવા કરે છે. ઠાકુર રાધાના પગ દબાવે છે જ્યારે સીયા રામના પગ દબાવે છે.
  • રાધા એ ગામઠી સ્ત્રી છે જ્યારે સીયા નાગરી સ્ત્રી છે. રાધા ગામ છોડી અન્ય નગરમાં ગઈ નથી, ફક્ત કુરૂક્ષેત્રમાં જાય છે જે નગર નથી, યુદ્ધ ભૂમિ છે. સીયા નગર છોડી વનવાસ દરમ્યાન ગામે ગામ જાય છે.
  • રાધાએ કોઈ અગ્નિ કસોટી પસાર કરી નથી, પણ વિરહાગ્નિમાં રહી છેમ વિયોગમાં રહી છે. જ્યારે સીયાએ અગ્નિ કસોટીમાંથી પસાર થવું પડ્યું છે. રાધા અને સીયા બંનેએ વિયોગ સહન કર્યો છે.
  • રાધાએ કોઈ દુરવાદ નથી કર્યો કે નથી સાંભળ્યો. જ્યારે સીયાએ કઠોર શબ્દ સાંભળવા પડ્યા છે.
  • રાધાનું સમાપન ક્યાંય લખાયું નથી. જ્યારે સીયાનું સમાપન લખાયું છે, જો કે તુલસીદાસ આ પ્રકરણ લખતા નથી.
  • વિકલ્પ રહિત વિશ્વાસ પ્રમાણે સીયા આજે પણ સીતામઢીમાં હાજર છે. અને રાધા પણ વૃંદાવનમાં હાજર છે.
  • રાધાના કારણે કોઈ યુદ્ધ નથી થયું જ્યારે સીયાના કારણે મહા યુદ્ધ થયું છે.
  • રાધાના પગ પ્રક્ષાલનનો પ્રસંગ છે જ્યારે સીયા પણ સ્ફટિક શીલા ઉપર છે.

एक बार चुनि कुसुम सुहाए। निज कर भूषन राम बनाए॥
सीतहि पहिराए प्रभु सादर। बैठे फटिक सिला पर सुंदर॥2॥
एक बार सुंदर फूल चुनकर श्री रामजी ने अपने हाथों से भाँति-भाँति के गहने बनाए और सुंदर स्फटिक शिला पर बैठे हुए प्रभु ने आदर के साथ वे गहने श्री सीताजी को पहनाए॥2॥
  • રામ સર સંધાન કરે છે જ્યારે કૃષ્ણ સ્વર સંધાન કરે છે.
પરમાનંદ અને બ્રહ્નાનંદમાં સમય પસાર થઈ જાય તેની ખબર જ રહેતી નથી.
હ્નદયના અયોધ્યામાં રામ પ્રગટે તો જન્મોજન્મનો અંધકાર જતો રહે.

भूल करो, खूभ करो, पर बार बार न करो ।               कृष्णमूर्ति



શુક્રવાર, ૧૨/૦૧/૨૦૧૮
ધામ કોને કહેવાય?
રામ કથા શિવના ત્રીજા નેત્રની પ્રસાદી છે અને શિવનું આ નેત્ર અગ્નિ છે. આમ કથા જે અગ્નિની પ્રસાદી છે તે જો ન પચે તો બાળીને ખાખ કરી દે.
શિવનું આ અગ્નિ નેત્ર કામનાઓનો નાશ કરે છે અને રામ તત્વની અનુભૂતિ કરાવે છે.
અનુભવ અને અનુભૂતિમાં ફરક છે. અનુભવ કહી શકાય. જ્યારે અનુભૂતિ કહી ન શકાય પણ તેને ફક્ત મહેસુસ જ કરાય.
ભગવાન શિવ પોતાનો અનુભવ કહે છે.
उमा कहउँ मैं अनुभव अपना। सत हरि भजनु जगत सब सपना॥
पुनि प्रभु गए सरोबर तीरा। पंपा नाम सुभग गंभीरा॥3॥
हे उमा! मैं तुम्हें अपना अनुभव कहता हूँ- हरि का भजन ही सत्य है, यह सारा जगत्‌ तो स्वप्न (की भाँति झूठा) है। फिर प्रभु श्री रामजी पंपा नामक सुंदर और गहरे सरोवर के तीर पर गए॥3॥
કાગભુષંડી ખગેશ પણ આવું જ કહે છે.
निज अनुभव अब कहउँ खगेसा। बिनु हरि भजन न जाहिं कलेसा।।
राम कृपा बिनु सुनु खगराई। जानि न जाइ राम प्रभुताई।।3।।

हे पक्षिराज गरुड़ ! अब मैं आपसे अपना निज अनुभव कहता हूँ। [वह यह है कि] भगवान् के भजन के बिना क्लेश दूर नहीं होते। हे पक्षिराज ! सुनिये, श्रीरामजी की कृपा बिना श्रीरामजी की प्रभुता नहीं जानी जाती।।3।।
જે શિવની દ્રષ્ટિથી કથા સંભળાવે તેને સંત કહેવાય.
ભજન પ્રમાણ તેમજ સાધુ પુરૂષના વચનને પ્રમાણ ગણવામાં આવે છે.
જે સ્થાનમાં પાંચ પ્રકારના “ધા” અને પાંચ પ્રકારના “મ” હોય તેને ધામ કહેવાય.
“ધ” ના પાંચ પ્રકાર
જે સ્થાનમાં મબલખ ધાન્ય થતું હોય તે સ્થાન ધામ કહેવાય. અહીં ધાન્ય એટલે ફક્ત અન્ન જ નહીં પણ અન્ન એટલે બ્રહ્મ પણ થાય છે.
સાધુ સંત ભીક્ષાના બહાના હેઠળ સમાજમાં બધે શું ચાલી રહ્યું છે તે જાણવા પ્રયત્ન કરે છે.
ભીક્ષા ભાવથી ભોજન કરનાર સદા સંન્યાસી છે.
સમસ્યાનો હલ – સમાધાન – હલ – હળ – ચલાવવાથી જ આવે.
જનક રાજા દુષ્કાળના સમાધાન માટે જાતે હળ ચલાવે છે.
શ્રમનો કોઈ વિકલ્પ નથી.
રામ નામ આદિ અનાદી છે તેવી જ રીતે સીતા નામ પણ આદિ અનાદી છે.
જો કે તુલસીદાસજી લખે છે કે, …
नारि बिबस नर सकल गोसाईं। नाचहिं नट मर्कट की नाईं।।
सूद्र द्विजन्ह उपदेसहिं ग्याना। मेलि जनेऊँ लेहिं कुदाना।।1।।

हे गोसाईं ! सभी मनुष्य स्त्रियों के विशेष वश में हैं और बाजीगर के बंदर की तरह [उनके नचाये] नाचते हैं। ब्रह्माणों को शूद्र ज्ञानोपदेश करते हैं और गले में जनेऊ डालकर कुत्सित दान लेते हैं।।1।।
માગવું એ ખરાબમાં ખરાબ છે.
एक बुरो प्रेम को पंथ, बुरो जंगल में बासो
बुरो नारी से नेह बुरो, बुरो मूरख में हँसो
बुरो सूम की सेव, बुरो भगिनी घर भाई
बुरी नारी कुलक्ष, सास घर बुरो जमाई
बुरो ठनठन पाल है बुरो सुरन में हँसनों
कवि गंग कहे सुन शाह अकबर सबते बुरो माँगनो
આહાર, ઔષધિ અને શિક્ષણ દરેકને વગર મૂલ્યે મળવું જોઈએ.
જે સ્થાનમાં આપણને ધારણ કરનાર કોઈ ધારક તત્વ હોય તે સ્થાન ધામ છે.
ધારણા
જ્યાં સ્વાભાવિક ધારણાની ભૂમિકા હોય તે સ્થાન ધામ છે.
ધન્યતા
જ્યામ પોતાને ધન્યતા અનુભવાય તે સ્થાન ધામ છે.
ધ્યાન
જ્યાં ધ્યાન હોય તે સ્થાન ધામ છે.
तेहि अवसर सीता तहँ आई। गिरिजा पूजन जननि पठाई॥1॥
उसी समय सीताजी वहाँ आईं। माता ने उन्हें गिरिजाजी (पार्वती) की पूजा करने के लिए भेजा था॥1॥
एक सखी सिय संगु बिहाई। गई रही देखन फुलवाई॥
तेहिं दोउ बंधु बिलोके जाई। प्रेम बिबस सीता पहिं आई॥4॥
एक सखी सीताजी का साथ छोड़कर फुलवाड़ी देखने चली गई थी। उसने जाकर दोनों भाइयों को देखा और प्रेम में विह्वल होकर वह सीताजी के पास आई॥4॥
तासु दसा देखी सखिन्ह पुलक गात जलु नैन।
कहु कारनु निज हरष कर पूछहिं सब मृदु बैन॥228॥
सखियों ने उसकी दशा देखी कि उसका शरीर पुलकित है और नेत्रों में जल भरा है। सब कोमल वाणी से पूछने लगीं कि अपनी प्रसन्नता का कारण बता॥228॥
देखन बागु कुअँर दुइ आए। बय किसोर सब भाँति सुहाए॥
स्याम गौर किमि कहौं बखानी। गिरा अनयन नयन बिनु बानी॥1॥
(उसने कहा-) दो राजकुमार बाग देखने आए हैं। किशोर अवस्था के हैं और सब प्रकार से सुंदर हैं। वे साँवले और गोरे (रंग के) हैं, उनके सौंदर्य को मैं कैसे बखानकर कहूँ। वाणी बिना नेत्र की है और नेत्रों के वाणी नहीं है॥1॥
कंकन किंकिनि नूपुर धुनि सुनि। कहत लखन सन रामु हृदयँ गुनि॥
मानहुँ मदन दुंदुभी दीन्ही। मनसा बिस्व बिजय कहँ कीन्ही॥1॥
कंकण (हाथों के कड़े), करधनी और पायजेब के शब्द सुनकर श्री रामचन्द्रजी हृदय में विचार कर लक्ष्मण से कहते हैं- (यह ध्वनि ऐसी आ रही है) मानो कामदेव ने विश्व को जीतने का संकल्प करके डंके पर चोट मारी है॥1॥
“મ” ના પાંચ પ્રકાર
મન
જ્યામ મન લાગે, મન ખેંચાય તે સ્થાન ધામ છે.
મનન
જ્યાં મન ખેંચાય તેમજ મનન થાય તે સ્થાન ધામ છે.
एहिं कलिकाल न साधन दूजा। जोग जग्य जप तप ब्रत पूजा।।
रामहि सुमिरिअ गाइअ रामहि। संतत सुनिअ राम गुन ग्रामहि।।3।।
[तुलसीदासजी कहते हैं-] इस कलिकाल में योग, यज्ञ, जप, तप, व्रत और पूजन आदि कोई दूसरा साध नहीं है। बस, श्रीरामजीका ही स्मरण करना, श्रीरामजी का ही गुण गाना और निरन्तर श्रीरामजीके ही गुणसमूहोंको सुनना चाहिये।।3।।
મમતા
જ્યાં મમતા હોય તે સ્થાન ધામ છે.
મહિમા
જ્યાં મહિમા હોય તે સ્થાન ધામ છે.
મંથન
જ્યાં મંથન થતું હોય તે સ્થાન ધામ છે.


શનિવાર, ૧૩/૦૧/૨૦૧૮

આપણા જન્મનું કારણ આપણા માતાપિતા છે.
તુલસીદાસજી લખે છે કે,
भानुबंस  भए  भूप  घनेरे।  अधिक  एक  तें  एक  बड़ेरे॥
जनम  हेतु  सब  कहँ  कितु  माता।  करम  सुभासुभ  देइ  बिधाता॥3॥
(और  कहा-)  सूर्यवंश  में  एक  से  एक  अधिक  बड़े  बहुत  से  राजा  हो  गए  हैं।  सभी  के  जन्म  के  कारण  पिता-माता  होते  हैं  और  शुभ-अशुभ  कर्मों  को  (कर्मों  का  फल)  विधाता  देते  हैं॥3॥
ખલિલ જિબ્રાને પણ કહ્યું છે કે, “સંતાન – ચેતના માતા પિતા દ્વારા આવે છે.”
મા સંતાનને ગર્ભમાં ધારણ કરે જ્યારે ગુરૂ શિષ્યને ગૃહમાં ધારણ કરે.
શરીર ધારણ કરવા માટે પામ્ચ તત્વ – પૃથ્વી, જલ, આકાશ, વાયુ અને તેજ – ની જરૂર પડે.
સદ્‍ગુરુ નવો જન્મ આપે છે અને તેના માટે પંચ તત્વ પણ આપે છે. આ પંચ તત્વ નીચે પ્રમાણે છે.
૧ પૃથ્વી તત્વ
પૃથ્વી એટલે ધૈર્ય અને સહનશીલતા.
ગુરૂ ધૈર્ય આપે અને સહન કરવાની શક્તિ આપે.
૨ જલ તત્વ
જલ તત્વ એટલે સંવેદના.
ગુરૂ આપણને સંવેદનશીલ બનાવે. જ્યાં સુધી ગુરૂ ન મળે ત્યાં સુધી આપણે સંઘ (પથ્થર) દીલ હોઈએ છીએ.
में कैसे धूपसे खुदको ह्टाउ ?
मेरे सायेमें कोई सो रहा है ।
दिनांक १३ जान्युआरी, २०१८ के दिन मोरारी बापु द्वारा व्यासासने कहा गया शेर । આ પણ એક સંવેદના જ છે.
આવી સંવેદના એ જલ તત્વ છે.
૩ વાયુ તત્વ
વાયુ કચરાને દૂર કરી સ્વચ્છ બનાવે.
ગુરૂ નવો જન્મ આપી આપણા દુર્ગુણોને દૂર કરી સ્વચ્છ બનાવે છે.
૪ આકાશ તત્વ
આકાશ એ સમતાનું પ્રતીક છે. આકાશ પાપી તેમજ પૂણ્યશાળી ઉપર સમાન રીતે હોય, કોઈ ભેદ ન કરે.
ગુરૂ શિષ્યને સમતા આપે.
આકાશ સમાન સમતાવાદી વિશ્વમાં બીજું કોઈ નથી.
પોતાનામાં બીજા પ્રત્યે દુશ્મનભાવ ન આવવા દેવો હોય તો બધાને પોતાના સમજો. કોઈ બીજો છે જ નહીં તેથી બીજા પ્રત્યે દુશ્મનભાવ આવશે જ નહીં.
પૂર્ણ શરણાગતી આવે એટલે ભટકવાનું બંધ થઈ જાય.
૫ તેજ/અગ્નિ તત્વ
ગીતા જ્ઞાનને અગ્નિ કહે છે, આવા જ્ઞાનાગ્નિમાં સમસ્ત તામસી કર્મો બળી જાય.
ગુરૂ જ્ઞાન તત્વ આપે.




રવિવાર, ૧૪/૦૧/૨૦૧૮











No comments:

Post a Comment