Translate

Search This Blog

Friday, July 28, 2017

ગુરૂ, માનસ કિષ્‍કિન્‍ધાકાંડ


ગુરૂ ‘‘વેદ''નો માર્ગ બતાવેઃ પૂ.મોરારીબાપુ


Read the article at its source link.



અબુધાબીમાં કાલે શ્રીરામ કથાનો વિરામ
રાજકોટ તા.૨૪: ‘‘ગુરૂ વેદનો માર્ગ બતાવે છે'' તેમ પૂ.મોરારીબાપુએ આરબ અમિરાતનાં અબુધાબી ખાતે આયોજીત માનસ કિષ્‍કિન્‍ધાકાંડ'' શ્રીરામ કથાના આઠમા દિવસે જણાવ્‍યુ હતુ કાલે શ્રીરામ કથા વિરામ લેશે.
   પૂ.મોરારીબાપુએ કહ્યુ કે સમુહ સાધના શ્રેષ્‍ઠ છે કારણ કે સમુહ ખેતી, સમુદ કાંતણ સહિતના કાર્યોના સથવારે પરિણામો મળ્‍યા છે.પૂ.મોરારીબાપુએ શ્રીરામ કથામાં ભગવાન શ્રીરામના વનવાસ પ્રસંગનું વર્ણન કરીને ગુરૂ કઇ રીતે શિષ્‍યને માર્ગ બતાવે છે તે દૂષ્‍ટાંતો સાથે જણાવ્‍યુ હતુ.
   પૂ.મોરારીબાપુએ કહ્યુ કે જ્‍યાં ભેદ છે ત્‍યાં ધર્મ નથી, જ્‍યાં ભેદ હોય છે ત્‍યાં ધર્મ ટકતો નથી. આપણે ત્‍યાં ચાર પ્રકારના સંબંધ છે. (૧) સામાજિક, (૨)પારિવારીક, (૩) ધાર્મિક અને (૪) રાજકીય, અને યાદ રાખજો, સુખ હંમેશા અનુકૂળ સંબંધથી જ પ્રાપ્ત થાય. સાધન-સગવડોથી પ્રાપ્ત થાય અને વ્‍યાસપીઠનો પણ સંબંધ છે. મારી વ્‍યાસપીઠ એ જીવનધર્મી છે, તે મરણધર્મી નથી. જીસસ ક્રાઇસ્‍ટ સરસ વાત કરતા, કે જો તમે બાળક હશો તો મારા દ્વારે પ્રવેશ પામશો, બાળકમાં સત્‍યની પ્રધાનતા હોય છે.યુવાનીમાં પ્રેમની પ્રાધાનતા હોવી જોઇએ અને વૃદ્ધવસ્‍થામાં કરૂણાની પ્રધાનતા. આ જીવનના ત્રણ અધ્‍યાય છે. આ વ્‍યાસપીઠની પ્રસ્‍થાનત્રયી છે અને ેવાત હંમેશા યાદ રાખજો, સત્‍ય પોતાના માટે રાખવું, આથી તે એક વચન છે. પ્રેમ બીજા માટે રાખવો આયી તે દ્વિવચન છે અને કરૂણા બધા માટે સર્વ માટે રાખવી અને આથી કરૂણાએ બહુવચન છે. સત્‍ય મધ્‍યમવમાર્ગી, પ્રેમ દક્ષિણ માર્ગ અને કરૂણાએ વામમાર્ગ છે અને આજ તો જીવનનું ગ્રામર છે. તમે જેટલા સત્‍યની, પ્રેમની અને કરૂણાની નજીક રહેશો, નજીક જીવશો એટલો તમારી વૃતિ હિંસાથી મુક્‍ત થઇ જશે.
   ____________________________________________________________________________________




શનિવાર, ૨૪-૦૯-૨૦૧૬
રામ ચરિત માનસ ગ્રંથ એ ગ્રંથ સદગુરુ છે અને તેના પ્રત્યેક સોપાનમાં ગુરૂનું દર્શન થાય છે.

सदगुर ग्यान बिराग जोग के। बिबुध बैद भव भीम रोग के॥


બાલકાંડ
૧ બાલકાંડમાં ભગવાન શંકર ગુરુ રુપે દર્શન છે.
૨પ્રથમ સોપાનમાં નારદ બીજા ગુરૂ છે.

एक बार त्रेता जुग माहीं। संभु गए कुंभज रिषि पाहीं॥
संग सती जगजननि भवानी। पूजे रिषि अखिलेस्वर जानी॥
૩ભગવાન વશિષ્ઠ ગુરૂ છે
गुर गृह गयउ तुरत महिपाला। चरन लागि करि बिनय बिसाला॥1॥

૪ વિશ્વામિત્ર પણ ગુરૂ છે.
૫ શદાનંદ પણ ગુરૂ છે.
૬ વામદેવ પણ ગુરૂ છે.
૭ કાલકેતુ કપટી ગુરૂ છે.


અયોધ્યાકાંડ
૧ ભગવાન વશિષ્ઠ
૨ ભારદ્વાજ ઋષિ ગુરૂ છે.
ભગવાન રામ ભારદ્વાજ ઋષિને રસ્તો પૂછે છે.
૩ વાલ્મીકિ ઋષિ ગુરૂ છે.
૪ નિષાદ ગુરૂ છે.
૫ ભરત ગુરૂ છે.

Sunday, July 9, 2017

ગુરુ અસ્તિત્વ છે

આજ વિક્રમ સંવત : ૨૦૭૩, અષાઢ સુદ પૂર્ણિમા, રવિવાર, તા. 0૯-0૭-૨૦૧૭, ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે મારા ગુરુજી પૂજ્ય બ્રહ્માનંદપુરીજી મહારાજના ચરણોમાં સત્‌ સત્‌ વંદન......



શંકરમ્‌ શંકરાચાર્યમ્‌ કેશવમ્‌ બાદરાયણમ્‌

સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવન્તૌ પુનઃ પુનઃ


કૃતે વિશ્વગુરુર્બ્રહ્મા ત્રેતાયાં ઋષિસતમઃ

દ્વાપરે વ્યાસ એવ સ્યાત કલાવત્ર ભવામ્યહમ્‌

गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वररः ।

गुरु साक्षात्‌ परब्रह्म तस्मै श्रीगुरुवे नमः ॥

ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર : |

ગુરુ સાક્ષાત્ પરં બ્રહ્મ તસ્મૈ શ્રીગુરુવે નમ : ||



Read More "આ છે ગુજરાતના મહાગુરુઓ, તેમના આશીર્વચનથી બદલાઈ છે લોકોની જિંદગી"


--------------------------------------------------------------------------------------------------------------------------

"શ્રીગુરુસ્તોત્રમ્"

"શ્રીગુરુસ્તોત્રમ્" અંગેની પ્રસાદી નીચેની લિંક આધારીત છે અને તેમના સૌજન્ય સહ અત્રે પ્રસ્તુત છે.






॥ गुरुस्तोत्र ॥



अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् ।
तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ॥ १॥

                अखण्ड - Indivisible, Whole, અવિભાજ્ય, પૂર્ણ, સંપૂર્ણ
                मण्डल - Circle, Orbit
                आकार - Form
                येन - By whom
                चर - Movable, Moving, જંગમ
                अचर - Immovable, સ્થાવર

અખણ્ડમણ્ડલાકારં વ્યાપ્તં યેન ચરાચરમ્ ।
તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ ॥ ૧॥

(Salutations to the Guru) Whose Form is an Indivisible Whole of Presence, and By Whom is Pervaded the Moving and the Non-Moving Beings, By Whom is Revealed (out of Grace) That Feet (of Indivisible Presence); Salutations to that Guru.

Salutations are to that guru who showed me the abode--the one who is to be known--whose form is the entire universe and by whom all the movables (animals) and immovables are pervaded. (l)

અર્થાત્ જેની ચરણરજથી સચરાચરમાં જે વ્યાપેલા છે એવા અખંડમણ્ડલાકારનું દર્શન થાય છે તેવા ગુરુને નમસ્કાર હો. ગુરુનું સમસ્ત અસ્તિત્ત્વ નહીં પરંતુ માત્ર ચરણરજથી સચરાચરમાં વ્યાપ્ત પરમાત્માનું દર્શન થાય છે. આવા ગુરુનું સામીપ્ય તો આખા ભવસાગરને તરાવી દે એવું સામર્થ્ય ધરાવનારું હોય છે.

अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया ।
चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ॥ २॥

अज्ञानतिमिरान्धस - Darkness of ignorance in our inner blind eyes
अज्ञान - Ignorance
तिमिर - Darkness
अन्ध – Blind
ज्ञानाञ्जनशालाकया - Collyrium of the Light of Knowledge
ज्ञान -Knowledge

आञ्जन - Collyrium, Ointment

शालाक - A fire of brush wood

અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાઞ્જનશલાકયા ।
ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ ॥ ૨॥

Salutations to that guru who opened the eyes of the one blind due to the darkness (cover) of ignorance with the needle (coated) with the ointment of knowledge. (2)

અર્થાત્ જે જ્ઞાનરૃપી અંજનશલાકાથી આપણાં ચક્ષુને ઉઘાડે છે, આપણને સાવધાન કરે છે, આપણને જાગ્રત કરે છે તેવા ગુરુને નમસ્કાર હો. માણસની આંખો ઉઘાડી હોય છે પણ મન પર તિમિર-પટલ પડેલો હોય છે. આ પડદાને લીધે મન બહારનું ઉપરછલ્લું જોયા કરે છે; પરંતુ ગુરુ જ્યાં પીંછીને જ્ઞા|નમાં બોળી આંખમાં આંજે છે ત્યાં જ આપણા મનને ઉન્મીલિત કરે છે એટલે કે ઉઘાડે છે ત્યારે પરમાત્માનું દર્શન થાય છે.

गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः ।
गुरुरेव परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॥ ३॥
                गुरुरेव - गुरु इव
                                गुरु - The Guru
                                इव - Indeed, Verily

ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ ।
ગુરુરેવ પરં બ્રહ્મ તસ્મૈ શ્રીગુરવે નમઃ ॥ ૩॥

Salutations to that guru, who is the Creator, Sustainer, and Destroyer and who indeed is the limitless Brahman. The Guru is Verily the Para-Brahman (Supreme Brahman). (3)

ગુરુ એ જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. અર્થાત્ ગુરુમાં ત્રણે દેવો રહેલા છે. એટલું જ નહીં પણ ગુરુમાં તો સમગ્ર બ્રહ્માંડ રહેલું છે. આવા ગુરુને નમસ્કાર હો. આ શ્લોકમાં ગુરુનું સ્થાન દેવલોકથી પણ ઊંચેરું બતાવ્યું છે. ત્રિદેવ જે સ્થાનમાં રહેલા છે તે દેવલોક કહેવાય છે એને સીમાડા હોય છે. ગુરુ તો અસીમ બ્રહ્માંડમાં વસેલા હોય છે.

स्थावरं जङ्गमं व्याप्तं यत्किञ्चित्सचराचरम् ।
तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ॥ ४॥

સ્થાવરં જઙ્ગમં વ્યાપ્તં યત્કિઞ્ચિત્સચરાચરમ્ ।
તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ ॥ ૪॥

Salutations to that teacher who showed me the one to be known, who permeates whatever that is movable and immovable, sentient and insentient. (4)

જેની ચરણરજ જે કંઈ ચર-અચર કહેતાં સ્થાવર અને જંગમમાં વ્યાપેલા પરમ તત્ત્વનું દર્શન કરાવે છે એવા ગુરુને નમસ્કાર હો. ચરણરજનું સદ્ભાગ્ય ત્યારે જ મળે જ્યારે આપણે તેવા ચરણની પાસે જઈએ. ગુરુચરણમાં શરણ પામતાની સાથે જ સ્થાવર- જંગમ કહેતાં ચર એટલે ચંચળ-અસ્થિર અને અચર કહેતાં સ્થિર ખસનારું ડગનારું નહીં. તેમાં વસતા પરમેશ્વરનું દર્શન થાય છે. શરત ગુરુના શરણમાં જવાની છે.

चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरम् ।
तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ॥ ५॥

ચિન્મયં વ્યાપિ યત્સર્વં ત્રૈલોક્યં સચરાચરમ્ ।
તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ ॥ ૫॥

Salutations to that teacher who showed me (by teaching) the pervader of all three worlds comprising the sentient and insentient. (5)

જે બ્રહ્મમય છે, જ્ઞાનમય છે તેની ચરણરજ ત્રણેય લોક અને બ્રહ્માંડમાં વ્યાપ્ત પરમાત્માનું દર્શન કરાવે છે તેવા ગુરુને નમસ્કાર હો. આ શ્લોકમાં પણ ગુરુના ચરણનું શરણ પ્રથમ બાબત છે. એવા શરણ વિના અલૌકિકના દર્શન શક્ય નથી.


सर्वश्रुतिशिरोरत्नविराजितपदाम्बुजः ।
वेदान्ताम्बुजसूर्यो यः तस्मै श्रीगुरवे नमः ॥ ६॥

સર્વશ્રુતિશિરોરત્નવિરાજિતપદામ્બુજઃ
વેદાન્તામ્બુજસૂર્યો યઃ તસ્મૈ શ્રીગુરવે નમઃ ॥ ૬॥

Salutations to that guru who is the sun to the lotus of VedAnta and whose lotus feet are made radiant by the jewel of all Shrutis (UpaniShads).  (The guru is established in the vision of the Shruti and is the one by whom the Shruti blossoms forth.) (6)

જેના કમળ જેવા ચરણમાં શિરોમણિ જેવા વેદો, સૂર્યકમળ જેવા ઉપનિષદો શોભાયમાન છે તેવા ગુરુને નમસ્કાર હો. વેદ અને ઉપનિષદ જેવા ગ્રંથો જેના ચરણકમળમાં શોભાયમાન છે, એટલે કે જેણે વેદો અને ઉપનિષદોનો ઊંડાણથી અભ્યાસ કરેલ છે એવા ગુરુ જ જ્ઞાનશલાકા વડે અંજન કરી ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે લઈ જાય છે.

चैतन्यश्शाश्वतश्शान्तः व्योमातीतो निरञ्जनः ।
बिन्दुनादकलातीतः तस्मै श्रीगुरवे नमः ॥ ७॥

ચૈતન્યશ્શાશ્વતશ્શાન્તઃ વ્યોમાતીતો નિરઞ્જનઃ ।
બિન્દુનાદકલાતીતઃ તસ્મૈ શ્રીગુરવે નમઃ ॥ ૭॥

Salutations to that guru who is Awareness, changeless (beyond time), who is peace, beyond space, pure (free from rAga and dveSha) and who is beyond the manifest and unmanifest (NAda, Bindu, etc.) (7)

જે નિત્ય ચેતનવાળા છે, આકાશથી પણ પર છે, નિર્લેપ કહેતાં દોષરહિત છે. બિંદુનાદ કરતા કાલમાનથી પણ પર છે એવા ગુરુને નમસ્કાર હો. ગુરુ આકાશ અને કાલમાનથી પણ પર છે. શાશ્વત ચેતનરૃપ છે.

ज्ञानशक्तिसमारूढः तत्त्वमालाविभूषितः ।
भुक्तिमुक्तिप्रदाता च तस्मै श्रीगुरवे नमः ॥ ८॥

જ્ઞાનશક્તિસમારૂઢઃ તત્ત્વમાલાવિભૂષિતઃ ।
ભુક્તિમુક્તિપ્રદાતા ચ તસ્મૈ શ્રીગુરવે નમઃ

Salutations to that guru who is rooted in knowledge that is power, adorned with the garland of Truth and who is the bestower of the joy of liberation. (8)

જે જ્ઞા|નશક્તિથી આરૃઢ થયેલા છે, તત્ત્વરૃપી માળાથી શોભાયમાન છે, ભક્તિ અને મુક્તિ અપાવનારા છે તેવા ગુરુને નમસ્કાર હો. ગુરુ એટલે જ જ્ઞા|નનિધિ. જ્ઞા|નશક્તિના કારણે જ ઊંચા આસને બેઠેલા છે. વેદો અને ઉપનિષદોના સારથી શોભાયમાન છે. આપણામાં ભક્તિની ભાવના જાગૃત કરી મુક્તિ અપાવનાર છે.


अनेकजन्मसम्प्राप्तकर्मबन्धविदाहिने ।
आत्मज्ञानप्रदानेन तस्मै श्रीगुरवे नमः ॥ ९॥

અનેકજન્મસમ્પ્રાપ્તકર્મબન્ધવિદાહિને
આત્મજ્ઞાનપ્રદાનેન તસ્મૈ શ્રીગુરવે નમઃ ॥ ૯॥

Salutations to that guru who by bestoying the knowledge of the Self burns up the bondage created by accumulated actions of innumerable births. (9)

જે આપણા અનેક જન્મોનાં કર્મબંધનોમાંથી મુક્ત કરનારા છે, આત્મજ્ઞા|ન કરાવનારા છે એવા ગુરુને નમસ્કાર હો. આપણે આ જન્મ અગાઉ જુદી જુદી યોનિઓમાં કેટલાય જન્મો ધારણ કરેલા છે. તેમાં કર્મો પણ કરેલાં છે. કરેલાં કર્મોના ભાર સાથે આ જન્મમાં આવ્યા છીએ. ગુરુ જ્ઞા|નનો દીપ પેટાવી, આત્માનું ભાન કરાવી અનેક જન્મોનાં કર્મોથી મુક્તિ અપાવે છે.


शोषणं भवसिन्धोश्च ज्ञापनं सारसम्पदः ।
गुरोः पादोदकं सम्यक् तस्मै श्रीगुरवे नमः ॥ १०॥

શોષણં ભવસિન્ધોશ્ચ જ્ઞાપનં સારસમ્પદઃ ।
ગુરોઃ પાદોદકં સમ્યક્ તસ્મૈ શ્રીગુરવે નમઃ ॥ ૧૦॥

Salutations to that guru; the perennial flow of wisdom from the one rooted in the vision of the Shhruti dries up totally the ocean of transmigration (saMsAra) and reveals (teaches) the essence of all wealth (the fullness, freedom from want). (10)

ભવરૃપી સાગરનું શેષણ કરનારા, સારરૃપી સંપત્તિની જાણકારી આપનારા અને જેના ચરણ પખાળવાને યોગ્ય છે એવા ગુરુને નમસ્કાર હો. ભવરૃપી સાગરમાં તૃષ્ણાઓ, ઈચ્છાઓ, કામનાઓ, સંતાપો, મોહ-મમતાના વળગણો હોય છે. પરિણામે મનને શાંતિ નથી હોતી. અજંપો ચિત્તને શાંત થવા નથી દેતો. ગુરુ તેનું જ શોષણ કરે છે. પરિણામે ઉપાધિઓમાંથી મુક્તિ મળે છે. આ બધું શ્રૃતિઓના સારની જાણકારીથી થાય છે. ગુરુ જ આવી જાણકારી આપનારા છે. આ માટે પખાળવા યોગ્ય ચરણના શરણમાં જવું પડે.

न गुरोरधिकं तत्त्वं न गुरोरधिकं तपः ।
तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्रीगुरवे नमः ॥ ११॥

ન ગુરોરધિકં તત્ત્વં ન ગુરોરધિકં તપઃ ।
તત્ત્વજ્ઞાનાત્ પરં નાસ્તિ તસ્મૈ શ્રીગુરવે નમઃ ૧૧

There is nothing superior to knowledge of truth; no truth higher than the truth, and there is no purifying austerity better than the truth; salutations to that guru . (11)

ગુરુથી અધિક કોઈ તત્ત્વ નથી, કોઈ તપ નથી. જે ઉત્તમ તત્ત્વને જાણનારા છે એવા ગુરુને નમસ્કાર હો. ગુરુની શ્રેષ્ઠતા દર્શાવતો આ શ્લોક છે. તપ અને તત્ત્વ એકબીજાના પૂરક છે.
તપથી તત્ત્વની અનુભૂતિ થાય છે. આમ પરમ તત્ત્વની ઝાંખી કરાવનારા ગુરુ તત્ત્વ અને તપથી ઊંચેરા છે.

मन्नाथः श्रीजगन्नाथः मद्गुरुः श्रीजगद्गुरुः ।
मदात्मा सर्वभूतात्मा तस्मै श्रीगुरवे नमः ॥ १२॥

મન્નાથઃ શ્રીજગન્નાથઃ મદ્ગુરુઃ શ્રીજગદ્ગુરુઃ ।
મદાત્મા સર્વભૂતાત્મા તસ્મૈ શ્રીગુરવે નમઃ ॥ ૧૨॥

Prostrations to that guru who is my Lord and who is the Lord of the Universe, my teacher who is the teacher of the Universe, who is the Self in me, and the Self in all beings . (12)

જે મનને નાથનારા છે. જગતને વશ કરનારા છે. સર્વ પ્રાણીઓના આત્માને તારનાર છે એવા જગતના ગુરુને નમસ્કાર હો. મન ચંચળ છે. આવા મન ઉપર જગતને નાથનારા જગતગુરુ મનની ચંચળતાને
સ્થિર કરનારા છે. જગતના સર્વ પ્રાણીઓની ચંચળતાને સ્થિર કરવાની શક્તિ એટલે ગુરુ.

गुरुरादिरनादिश्च गुरुः परमदैवतम् ।
गुरोः परतरं नास्ति तस्मै श्रीगुरवे नमः ॥ १३॥

ગુરુરાદિરનાદિશ્ચ ગુરુઃ પરમદૈવતમ્ ।
ગુરોઃ પરતરં નાસ્તિ તસ્મૈ શ્રીગુરવે નમઃ ॥ ૧૩॥

Salutations to that guru who is the beginning and the beginning less, who is the highest Deity and to whom there is none superior.  (13)

त्वमेव माता च पिता त्वमेव । 
त्वमेव बन्धुश्च सखा त्वमेव
त्वमेव विद्या द्रविणं त्वमेव । 
त्वमेव सर्वं मम देवदेव ॥ १४॥

ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ । 
ત્વમેવ બન્ધુશ્ચ સખા ત્વમેવ
ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ । 
ત્વમેવ સર્વં મમ દેવદેવ ॥ ૧૪॥

Oh God of all Gods!  You alone are my mother, father, kinsman, friend, the knowledge, and wealth.  You are to me everything.  (14)

          ॥ इति श्रीगुरुस्तोत्रम् ॥

          ॥ ઇતિ શ્રીગુરુસ્તોત્રમ્ ॥

--------------------------------------------------------------------------------------------------------------------------

આજના પાવન પર્વને અનુલક્ષીને વિશેષ સ્મરણ માટેની લિંક........... 




  1. ગુરુ પાસેથી નવ આધ્યાત્મિક વસ્તુઓની નવનિધિ મેળવો 
  2. ગુરુ પૂર્ણિમા, Guru Purnima, Jaya Gurudev
  3. નાસ્તિ તત્વં ગુરોઃ પરમ્, Guru Purnima 2014, ગુરુ પૂર્ણિમા
  4. Guru Purnima, गुरु पूर्णिमा, ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા
  5. ગુરુ પૂર્ણિમા, Guru Purnima, Jaya Gurudev
  6. Guru Purnima, गुरु पूर्णिमा, ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા
  7. ગુરુગૃહમાં સહજતા હોય જ છે, માનસદર્શન , મોરારિબાપુ
  8. ગુરુગૃહે જવાથી મળતી શિક્ષા, દીક્ષા અને ભિક્ષા
  9. જીવનમાં આનંદ આપે તે ગુરુ, માનસદર્શન, મોરારિબાપુ
  10. જગદ્‌ગુરૂ આદિ શંકરાચાર્ય, મઠ અને મઠાધિપતિ
  11. માનસ ગુર ગૃહ



ગુરુ પાસેથી નવ આધ્યાત્મિક વસ્તુઓની નવનિધિ મેળવો



ગુરુ પાસેથી નવ આધ્યાત્મિક વસ્તુઓની નવનિધિ મેળવો


This article is displayed here with the courtesy of Divya Bhaskar daily.




વિષાદથી મુક્તિ, વિદ્યાની પ્રાપ્તિ, વિવેકની વૃદ્ધિ, વિકાસની વૃદ્ધિ અને વિશ્વાસનું દૃઢીકરણ ગુરુના ઘરે, ગુરુનાં ચરણોમાં થાય છે

ગુરુ પોતાની પાસે નવ વસ્તુ રાખે છે અને નવ પૂર્ણાંક છે. એનો મતલબ કે એમની પાસે બધું છે. ભગવાન કરે કોઇને વિષાદ ન જન્મે. પરંતુ જગતમાં તો બધું થતું રહે છે: ક્યારેક ગ્લાનિ, ક્યારેક પ્રસન્નતા, તો હું ભારતીય આધ્યાત્મિકતા તરફથી નિમંત્રિત કરું છું કે જ્યારે મનમાં વિષાદ જન્મે ત્યારે ગુરુગૃહ જવું. ત્યાંથી પ્રસાદ પામ્યા વિના કોઇ પાછું ફર્યું નથી. ત્યાં વિષાદ પ્રસાદમાં કન્વર્ટ ન થાય એવો સંભવ નથી. દુનિયામાં આમ-તેમ જવાથી વિષાદ ઓછો નથી થતો. ગુરુદ્વારે જઇએ ત્યારે કંઇક જુદા હોઇએ છીએ અને પાછા ફરીએ છીએ ત્યારે વળી કંઇક જુદા હોઇએ છીઅે!
બીજી વાત, ગુરુના ઘરે વિદ્યા પ્રદાન કરવાની વ્યવસ્થા હોય છે. 'માનસ'માં તો લખ્યું છે કે 'વિદ્યા સબ પાઇ.' ભજન કરે માયાથી મુક્ત થઇ શકે એવી સંતોની અનુભૂતિ છે. પરંતુ આપણા જેવા સંસારના લોકો માયાગ્રસ્ત છે, એમને વિદ્યાથી જરૂર છે. માયાના બે પ્રકાર છે-વિદ્યા અને અવિદ્યા. ગુરુની પાસે જવાનો ફાયદો થશે કે અવિદ્યા નામની માયા આપણને ત્રાસ નહીં આપી શકે. માયાનો પ્રપંચ આપણા માટે દુ:ખદ ન બને એવી વિદ્યાની આપણને પ્રાપ્તિ થાય. વિદ્યા એટલે સમજ. ગુરુના ગૃહેથી વિદ્યા પ્રાપ્ત થઇ જાય છે ત્યારે આપણા જીવનમાં એક ત્રીજી આંખ ખૂલી જાય છે અને કહેવા લાગે છે કે સંસારમાં સ્વર્ગ જેવું કંઇ નથી. અને મારી વ્યાસપીઠ તે હંમેશાં કહેતી રહે છે કે સ્વર્ગ-નર્ક દ્વન્દ્વ છે, પરંતુ ગુરુના દ્વારેથી વિદ્યા પ્રાપ્ત થઇ જાય છે તો લાગે છે કે જે કંઇ છે અહીં છે. માયા હશે તો પણ, ગુરુગૃહથી વિદ્યા પ્રાપ્ત થાય તો માયા વિદ્યામાયા હશે અને આપણને બંધનમાં નહીં રખો. અવિદ્યા બંધનમાં નાખે છે.
ગુરુના ઘરે જવાથી ત્રીજી વસ્તુ વિવેકમાં વૃદ્ધિ થાય છે. જે ગયા છે એમનો વિવેક વધ્યો છે. ગુરુગૃહ શરીરથી ન પહોંચી શકાય તો ચૈતસિકરૂપે પહોચવું.
ચોથું, ગુરુગૃહ જવાથી વિશ્વાસ દૃઢ થાય છે. આપણે પડવાની તૈયારીમાં હોઇએ છીએ અને પછી સ્વસ્થ થઇને પાછા ફરીએ છીએ. ગુરુનું એક વાક્ય આપણા ભરોસાને દૃઢ બનાવી દે છે. કોઇ હોસ્પિટલમાં જવાથી ભરોસો નથી વધતો, વધે છે તો કોઇ જાગૃત મહાપુરુષનાં ચરણોથી. અને હું જ્યારે 'વિશ્વાસ' શબ્દનો પ્રયોગ કરું છું ત્યારે આધ્યાત્મિક દૃષ્ટિથી કરી રહ્યો છું. ગુરુના દ્વારે આપણો ભરોસો દૃઢ બને છે.
નિઝામુદ્દીનનો એક ખૂબ પ્રિય શિષ્ય અમીર ખુશરો. એના જીવનમાં બનેલી એક ઘટના. એક દિવસ રાતના સમયે અમીર ખુશરો પગ દબાવે છે. એકાંત છે. પાંચ મિનિટ માટે મનના તરંગો બદલ્યા! અમીર વિચારવા લાગ્યો કે 'શું માણસ પીર છે? જાગૃત છે? મેં કોઇ અંધશ્રદ્ધા તો નથી દાખવી ને? આપણા જેવો તો માણસ છે આ!' વારંવાર મનમાં ખોટા તરંગો અથડાવા લાગ્યા. 'શું પીર છે?' આપણા સૌની મનોદશા રહ્યા કરે છે. અને આપણે સૌ જાણીએ છીએ કે પછી આપણે બહુ દોડીએ છીએ તો ધીરે ચાલવાથી વિશ્રામ મળે છે, ધીરે ચાલવા પછી ઊભા રહેવામાં વિશ્રામ મળે છે. ઊભા રહેવા કરતાં બેસી જઇએ તો વધારે વિશ્રામ મળે છે. સૂઇ જઇએ તો વધુ વિશ્રામ મળે છે, કરવટ બદલવાથી એથીયે વધારે વિશ્રામ મળે છે. અમીરના મનમાં ખોટા તરંગો ચાલતા હતા સમયે નિઝામુદ્દીને કરવટ બદલી. ગુરુની કૃપા જુઓ! એ એક જ વાક્ય બોલીને કરવટ બદલી દે છે કે 'અમીર, કરવટ બદલી લે!' વાત પૂરી! મંત્ર હતો, મહામંત્ર હતો. પછી અમીરનો જે ભરોસો દૃઢ થયો છે! ગુરુ વિના વિશ્વાસનું દૃઢીકરણ બીજું કોણ કરશે?
વિષાદથી મુક્તિ, વિદ્યાની પ્રાપ્તિ, વિવેકની વૃદ્ધિ અને વિશ્વાસનું દૃઢીકરણ ગુરુના ઘરે થાય છે. પાંચમું લક્ષણ વિકાસની વૃદ્ધિ. આખરે તો આપણે સંસારી છીએ. ગુરુગૃહ જતાં આપણા સંસારી લોકોના કંઇક મનોરથ હોય છે કે આપણો વિકાસ થાય. બહુ જવાબદારીપૂર્વક કહું છું કે વિકાસની વૃદ્ધિ થાય છે. ચાહે ધર્મવિકાસ હોય, અર્થવિકાસ હોય, કામવિકાસ હોય કે મોક્ષવિકાસ હોય. તુલસીનું વાક્ય શાશ્વત છે.
શ્રી ગુરુ ચરનસરોજરજ,
નિજ મન મુકરસુધારિ.
બરનઉ રઘુબર બિમલ જસ,
જો દાયકુ ફલચારિ.
હું કેટલાય લોકોને ગણાવી શકું છું કે જે લોકોએ જાગૃત વ્યક્તિનો સંગ કર્યો હોય અને પછી એમનો ભૌતિક વિકાસ પણ થયો હોય. આને પ્રલોભન સમજતા નહીં. બીજું ઘણું પામવાનું છે. પરંતુ ભૌતિક વિકાસ પણ થાય છે. માણસ બે પાંદડે તો થઇ જાય! કારણ કે પહોંચેલો મહાપુરુષ કૃપણ નથી હોતો. ગુરુ ઉદારમૂર્તિ છે.
ગુરુના ઘરેથી એક છઠ્ઠું દાન મળે છે- છે વિશ્રામ. વિકાસ બાદ વિશ્રામ ન મળે તો વિકાસ શું કામનો? સાતમું સૂત્ર છે, ગુરુ સાથે ચૈતસિક સામીપ્ય પામવાથી વિરાગ વધે છે, વૈરાગ્ય વધશે. બહારથી બધું રહેશે, અંદરથી અસંગતા વધશે. મારું સૂત્ર છે, હાથથી છૂટી જાય એ ત્યાગ અને હાર્ટથી નીકળી જાય એ વૈરાગ્ય. ગુરુગૃહ જવાથી વૈરાગ્યની વૃદ્ધિ થાય છે. અને એમની કૃપા થઇ જાય તો ભરી મહેફિલમાં પણ ભીતરી વૈરાગ્ય બહુ આનંદ આપે છે. આગળનું સૂત્ર છે, વારંવાર ગુરુદર્શનથી વિસ્મય વધે છે, જે નથી જોયું એની ખોજ શરૂ થઇ જાય છે. સાધકનું વિસ્મય ઓછું નહીં થવું જોઇએ. વિસ્મયનો એક અર્થ બ્રહ્મજિજ્ઞાસા. સમગ્ર બ્રહ્માંડ ખૂબસૂરત છે તો એનો નિર્માતા કેવો હશે, છે વિસ્મય! ગુરુગૃહની પ્રસાદી છે. સાધક વિસ્મયની સીડી ચડતો જાય છે.
આખરી સૂત્ર છે. ગુરુગૃહની પ્રસાદીથી વિચારશૂન્ય થઇ જવાય છે. વિચારની શૂન્યતા મોટી ઉપલબ્ધિ છે. વિચારશૂન્યતા વધે તો યોગસાધનામાં નિર્વિકલ્પ સમાધિ માનવામાં આવે છે. નહીંતર આપણો વિકાસ આપણને થકવી દે છે! માણસ અરધો બીમાર તો વિચારોથી જ હોય છે. માણસ અકારણ વિચારતો રહે છે. વિચાર જ્યાં કરવાનો હોય ત્યાં કરો. તો ગુરુ પાસેથી નવ આધ્યાત્મિક વસ્તુઓની નવનિધિ પ્રાપ્ત થાય છે. એટલે કોઇ સદ્્ગુરુના દ્વાર પર જવું જોઇએ.

{ (સંકલન: નીિતન વડગામા)
nitin.vadgama@yahoo.com

મોરારિબાપુ
માનસ દર્શન


Source Link : http://epaper.divyabhaskar.co.in/detail/-688796/78214029745/text/57/2017-07-09/8/map/0/

Tuesday, July 4, 2017

21મી સદીમાં શિક્ષણનું કાર્ય પંચધૂણીની તપસ્યા કરવા જેવું છે

21મી સદીમાં શિક્ષણનું કાર્ય પંચધૂણીની તપસ્યા કરવા જેવું છે



  • પ્રાથમિક શાળા હોય, માધ્યમિક શાળા હોય, કૉલેજ હોય કે મોટી મોટી યુનિવર્સિટી હોય, પણ આજની એકવીસમી સદીમાં શિક્ષણનું કાર્ય એ પંચધૂણી તાપવા જેવું અઘરું છે. 
  • પહેલાં તો વિદ્યાપીઠો હતી, હવે વિદ્યાના થડા થઈ ગયા છે! 
  • શિક્ષણની પંચધૂણીનું આ પહેલું તપ છે કે એ કમાણીનું સાધન ન બને, પણ  જીવતરની કમાઈનું સાધન બને. 
  • કોઈને ક્યાંય જવાબદારી લેવી નથી! વાલીથી લઈને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સુધી! 
  • કોઈના ઉપર નાખવાને બદલે પોતાની જવાબદારીનું નિર્વહણ જવાબદારીથી કરવું એ શિક્ષણક્ષેત્રનું પંચધૂણીનું બીજું તપ છે. 
  • ત્રીજું તપ, વિદ્યાર્થીઓને પ્રયોગો કરાવવા પડશે. 
  • એમ દરેક બાળકોમાં જે ક્ષમતા પડી છે એ ક્ષમતાને પ્રગટાવવા માટે પૂરા પ્રામાણિક પ્રયત્નો કરવા એ શિક્ષણક્ષેત્રનું મારી દૃષ્ટિએ ત્રીજું તપ છે.
  • શિક્ષણ ક્ષેત્રનું ચોથું તપ છે કે સ્કૂલના રૂમમાં જ શિક્ષણ કાર્ય પૂરું નથી થઈ જતું. એની બહાર પણ શિક્ષણકાર્ય થાય છે. કેટલાય એવા શિક્ષકોને હું જોઉં છું કે નિવૃત્ત થયા પછી પણ વિદ્યાર્થીઓને ઘેર બોલાવી બોલાવીને કહે. એ કોઈ દિવસ નિવૃત્ત ન થાય. ઉંમરને લીધે નિવૃત્તિ આવે એ એક વાત જુદી છે. શિક્ષક નિવૃત્ત ન થઈ શકે. અને સ્વભાવનો જે શિક્ષક છે એ ક્યાં નિવૃત્ત થાય છે? એ પોતાની રીતે શિક્ષણ અને વિદ્યાની વહેંચણી કરતો જ હોય છે. એ ચોથું તપ છે. 
  • અને પાંચમું તપ, શિક્ષણે છેવાડાના સમાજ સુધી પહોંચવું પડશે. આપણે આપણાને ભણાવવા પડશે.
  • પોલીસ એટલા માટે આવે કે ચોરી શહેરવાળા કરે ને મારવા માટે પોલીસ અમારી પાસે આવે છે! 


(સંકલન : નીતિન વડગામા)

Continue reading ................ 

Saturday, July 1, 2017

જેની પાસે લોકવિદ્યા હોય એને વેદવિદ્યાની જરૂર નથી

જેની પાસે લોકવિદ્યા હોય એને વેદવિદ્યાની જરૂર નથી



  • મા ભગવતી વિદ્યારૂપેણ છે. ‘વિદ્યારૂપેણ સંસ્થિતા.’ હે ભગવતી, તું વિદ્યારૂપે બિરાજ છે 
  • અને વિદ્યા પાંચ પ્રકારની છે. 
  • એક, વેદવિદ્યા. 
  • બીજી ભગવાન કૃષ્ણ ‘વિદ્યાઓમાં અધ્યાત્મવિદ્યા હું છું,’ એમ કહી વિભૂતિ તરીકે સ્થાપના કરે છે તે અધ્યાત્મવિદ્યા. 
  • ત્રીજી, વળી ‘ગીતા’નો આશ્રય કરીને કહું તો બ્રહ્મવિદ્યા. 
  • ચોથી, પતંજલિની યોગવિદ્યા, 
  • પણ હું રાજી એટલા માટે થાઉં છું કે પાંચમી અને શિરમોર એ આ લોકવિદ્યા. આ પાંચેય વિદ્યાનાં ફળો છે. 
  • આપણે ન જોઈતું હોય તો પણ ફળ આપે છે. કૃષ્ણ જે કહે છે, ‘મા ફલેષુ કદાચન.’
  • બ્રહ્મવિદ્યાનું ફળ શું? બ્રહ્મવિદ્યાનું ફળ છે, જીવને ધીરે ધીરે ખબર પડી જાય કે હું પણ એ જ છું. જીવને પોતાને અનુભવ થાય. 
  • બ્રહ્મવિદ્યાનું ફળ છે, જીવને એમ લાગે કે હું શિવ જ છું. 
  • બ્રહ્મવિદ્યાનું ફળ છે બ્રહ્મત્વનો અનુભવ. 
  • વેદવિદ્યાનું ફળ છે જીવનનાં રહસ્યોને જાણવા.
  • રોજ નવીનતા એ જીવનનું રહસ્ય છે. 
  • મારો અનુભવ કહે છે, મને મારા શ્રોતાઓ રોજ નવા લાગે છે. તમને પણ એવું લાગશે કે વ્યાસપીઠ રોજ નવી છે. 
  • યોગવિદ્યા મનની અને શરીરની તંદુરસ્તીનું દાન આપે છે. યોગવિદ્યાનું ફળ છે શારીરિક તંદુરસ્તી અને માનસિક તંદુરસ્તી. યોગવિદ્યાનું ફળ છે અંદર-બહિર તંદુરસ્તી. 
  • ચોથી વિદ્યા છે અધ્યાત્મવિદ્યા. મારી દૃષ્ટિએ આધ્યાત્મિક વિદ્યા એટલે સત્ય, પ્રેમ અને કરુણા.
  • આધ્યાત્મિક વિદ્યાનું ફળ છે સત્ય, પ્રેમ અને કરુણા. 
  • જ્યારે લોકવિદ્યા પાંચમી વિદ્યા છે. લોકવિદ્યા તો તણખલાથી લઈને તરણેતરની ધજા, આ બધા જ વિભાગોને જોડી દે છે. બધાને ભેગા કરી દે છે અને તેથી ‘રામચરિત માનસ’માં ‘અરણ્યકાંડ’માં સંસ્કૃત છે એ લોકસંસ્કૃત છે. જે અત્રિએ સ્તુતિ કરી છે, એ સંસ્કૃતના નિયમ પ્રમાણે બધી પંક્તિઓ નથી ઊતરી પણ વન્ય સંસ્કૃત છે, લોકવિદ્યાનું સંસ્કૃત છે- 
નમામિ ભક્ત વત્સલં. કૃપાલુ શીલ કોમલં,


ભજમિ તે પદાંબુજં. અકામિનાં સ્વધામદં.

  • લોકવિદ્યાનું ફળ છે બધાંને ભેગાં રાખવા. આ લોકવિદ્યાએ બધાંને જોડી રાખ્યાં છે! 



(સંકલન નીતિન વડગામા)

Continue reading ...................................