Translate

Search This Blog

Monday, February 27, 2017

શિવ પુષ્પની સુગંધ, શંખનો નાદ અને ચંદ્રનો પ્રકાશ આપે છે

શિવ પુષ્પની સુગંધ, શંખનો નાદ અને ચંદ્રનો પ્રકાશ આપે છે



  • રામચરિત માનસ’ના ઉત્તરકાંડના મંગલાચરણમાં શિવદર્શન થાય છે - 
કુન્દઇન્દુદરગૌરસુન્દરં

અમ્બિકાપતિમભીષ્ટસિદ્ધિદમ્.
કારુણીકકલકંજલોચનં
નૌમિ શંકરમનંમોચનમ્.


  • શિવજી ખૂબ જ ગૌર અને સુંદર છે. શિવદર્શનની વિશિષ્ટતા એ છે કે ગૌરવર્ણને માટે અહીં ત્રણ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. હે ભોલેબાબા, આપ કુંદ પુષ્પ જેવા ગૌરવર્ણ છો. બીજું, ઇન્દુ એટલે કે ચંદ્ર. ચંદ્ર સમાન આપ ગૌરવર્ણ છો અને દર એટલે કે શંખ.
  • ત્રણ તત્ત્વોની શ્વેતતા સાથે ગોસ્વામીજી શિવનું દર્શન કરાવે છે. 
  • પુષ્પ સુગંધ આપે છે, શંખ નાદ આપે છે અને ચંદ્ર સૌમ્ય પ્રકાશ આપે છે. શિવ એ ત્રણેય આપે છે. શિવ પુષ્પની સુગંધ, શંખનો નાદ અને ચંદ્રનો પ્રકાશ આપે છે. શિવ સુગંધ આપે છે, શિવ જેવા કોઇ પણ બુદ્ધપુરુષ સુગંધ આપે છે. આશ્રિતોને એવી અનુભૂતિ હોય છે. સદ્‌ગુરુઓની પોતાની સુગંધ હોય છે. સદ્્ગુરુ ક્યાંય પણ હોય, જો આપણે ચિત્ત લગાડીએ છીએ તો પીરની ખૂશ્બુ આવવા લાગે છે.
  • ક્યારેક ગુરુ આકાશમાં બેઠા હોય તો ધરતી પર સુગંધ આવે છે. એની સમાધિઓ મહેકતી હોય છે. તો પુષ્પ સુગંધ આપે છે એટલા માટે કુંદ. 
  • સદ્‌ગુરુનો દેહ ભલે ક્યાંય પણ બેઠો હોય, એમાંથી પણ એક નાદ નીકળે છે અને એ અવાજ આપણા સુધી પહોંચી જાય તો સમજવું કે ગુરુ બોલાવી રહ્યા છે. એ નાદ છે, એ નિમંત્રણ છે. એ ગુરુની પુકાર છે.
  • શિવનો દેહ ચંદ્રમાની માફક ગૌર છે, સુંદર છે. એનો મતલબ એ કે સદ્દગુરુનો દેહ, એમની સ્થૂળ કાયા પણ આપણને સૌમ્ય પ્રકાશ આપે છે. ત્રિભુવનમાં ગુરુ ક્યાંય પણ હોય એ ચાંદની વરસાવે છે. ગુરુનો દેહ સ્વયં પ્રકાશ છે.  
  • ગુરુ કોમળ પણ છે, કઠોર પણ છે અને બંનેનું સંમિશ્રિત રૂપ છે.
  • સદ્‌ગુરુ રોજ ખીલે છે. ‘દિને દિને નવં નવં.’ રોજ નવો નઝારો. રોજ નવી ખુશ્બૂ. 
  • એક અન્ય અર્થ. પુષ્પ પૃથ્વીનું, શંખ જળનું અને ચંદ્ર આકાશનું પ્રતિનિધિત્વ કરે છે, એનો મતલબ એ કે સદ્‌ગુરુ જળમાં હોય અને સ્થળ તથા નભમાં પણ હોય છે. 
  • સદ્‌ગુરુ દરેક સ્થળે હોયે છે. શિવતત્ત્વ દરેક સ્થળે હોય છે.
  • ‘અંબિકાપતિમ્ અભીષ્ટસિદ્ધિદમ્.’ અંબિકા એટલે કે જગદંબા. અંબિકા આખી દુનિયાની મા છે અને આપ અંબિકાના પતિ છો. આ દુનિયામાં અભીષ્ટ સિદ્ધિ આપનારા, વરદાન આપનારા તમારા આપ બીજું કોઇ નથી. શિવ જે માંગો એ આપે છે એ એમનો સ્વભાવ છે. 
  • એ કારુણિક છે. કારુણિક એટલે કૃપા વરસાવનારા. એ દયાળુ છે, બહુ જ કૃપાળુ છે. કરુણા એમનો સ્વભાવ છે, એટલે તો આપણે એમને કરુણામૂર્તિ કહીએ છીએ. ‘કલકંજલોચન.’
  • ભગવાન શિવની દૃષ્ટિ અસંગ છે. પક્ષપાતી દૃષ્ટિ નથી, અસંગ છે. 
  • હું કામનાના હાથમાં ન રહું એવું કરજો. હરિનામ માણસને પતનમાંથી બચાવી લે છે. કળિયુગમાં કેવળ હરિનામથી જ કામ થઇ જાય છે.

(સંકલન : નીતિન વડગામા)

Read full article at Sunday Bhaskar.




Monday, February 20, 2017

સ્વભાવ અને કોઈકનો પ્રભાવ આપણા ચિત્તમાં દુ:ખ જન્માવે છે

સ્વભાવ અને કોઈકનો પ્રભાવ આપણા ચિત્તમાં દુ:ખ જન્માવે છે



  • સ્વભાવ અને કોઈકનો પ્રભાવ આપણા ચિત્તમાં દુ:ખ જન્માવે છે
  • ભગવાન બુદ્ધે ચાર આર્યસત્યો કહ્યાં છે. દુ:ખ છે. દુ:ખનું કારણ છે. દુ:ખનો ઉપાય છે. દુ:ખથી મુક્તિ છે.
  • આપણાં શાસ્ત્રો એમ કહે છે કે ‘સુખસ્ય દુ:ખસ્ય ન કોડપિદાતા.’ સુખ-દુ:ખના કોઇ દાતા નથી. માણસનું કર્મ જ એને સુખ આપે છે. 
  • તુલસી કહે છે-


સો પરત્ર દુ:ખ પાવઇ સિર ધુનિ ધુનિ પછતાઇ,
કાલહિ કર્મહિ ઇસ્વરહિ મિથ્યા દોસ લગાઇ.


  • પહેલું કારણ દુ:ખનું છે સ્વભાવ. સ્વભાવ તો આપણો ધર્મ છે પરંતુ ઘણી વખત આપણને આપણો સ્વભાવ દુ:ખ આપતો હોય છે. 
  • પણ ઘણી વખત બીજાના સ્વભાવનું પણ દુ:ખ થતું હોય છે. 
  • આ અનુભવો પછી સમજાયું કે સ્વભાવ પોતાનો કે બીજાનો દુ:ખને જન્મ આપે છે.
  • બીજું, બીજાનો પ્રભાવ જે આપણાથી સહન નથી થતો, એમાંથી દુ:ખ જન્મે છે. 
  • ત્રીજું એક બહુ જ ધ્યાન પરનું કારણ દુ:ખનું છે અભાવ. 
  • બુદ્ધનું આર્યસત્ય સમજવા માટેનું કદાચ પહેલું પગથિયું છે, અભાવ દુ:ખ આપે. સમયનો અભાવ દુ:ખ આપે. પૈસાનો કે કોઇ પણ વસ્તુનો અભાવ દુ:ખ આપે. હા, સત્સંગમાંથી વિવેક જાગે તો પછી અભાવનું દુ:ખ નહીં થાય. અભાવને પણ હરિઇચ્છામાં ફેરવી શકાય. 
  • એ દુ:ખનું ચોથું અને છેલ્લું કારણ નિભાવ. 
  • તો આમ, આપણો કે અન્યનો સ્વભાવ, કોઇકનો પ્રભાવ, કશોક અભાવ અને ન થઇ શકતો નિભાવ આપણા ચિત્તમાં દુ:ખ જન્માવે છે. 

(સંકલન : નીતિન વડગામા)


Read full article at Sunday Bhaskar.



Saturday, February 18, 2017

માનસ મહેસ - मानस महेस

રામ કથા

માનસ મહેસ - मानस महेस


શનિવાર, ૧૮/૦૨/૨૦૧૭ થી રવિવાર, ૨૬/૦૨/૨૦૧૭

ગ્વાલીયર ( મધ્ય પ્રદેશ)

મુખ્ય પંક્તિ

रचि महेस निज मानस राखा। 

पाइ सुसमउ सिवा सन भाषा॥
................................................................................१ -३४/११

रामकथा मुनिबर्ज बखानी। 

सुनी महेस परम सुखु मानी॥

.................................................................................१ - ४७/३


શનિવાર, ૧૮-૦૨ -૨૦૧૭

सदगुर ग्यान बिराग जोग के। 

बिबुध बैद भव भीम रोग के॥

शिव नाम जो उचारे , सब पाप दोष टारे ।
ब्रह्मानन्द ना बिसारे , भव सिन्धु पार तारा ।।
शंकर तेरी जटा मे , बहती है गंगधारा ।

Read More on शिव नाम जो उचारे , सब पाप दोष टारे ।


 શિવાસન એટલે પાર્વતી તેમજ શિવનું એક આસન એવો અર્થ થાય

તુલસીદાસજી રામચરિત માનસનો  આરંભ સાત શ્લોકના મંગલાચરણથી કરે છે અને સમાપ્તિ સાત પ્રશ્નો વડે કરે છે.

રામચરિત માનસનો  આરંભ સાત શ્લોકના મંગલાચરણથી થાય છે જે આપણને સાત પ્રકારના મંગલ આચરણનો નિર્દેશ કરે છે.

વાણીમાં વિનયનું - વિવેકનું આચરણ

वर्णानामर्थसंघानां रसानां छन्दसामपि।

मंगलानां च कर्त्तारौ वन्दे वाणीविनायकौ॥1॥


આપણે આપણી વાણીમાં વિનય - વિવેક રાખવો જોઈએ.

શબરી ભક્તિ છે અને ભક્તિ કદી વૃદ્ધ ન હોય.

જે રામને પોતાના ઘેર આવવા આબ્ધ કરી શકે તેમજ જે રામની માર્ગદર્શક બની શકે તે વૃદ્ધ ન હોય, યુવાન જ હોય.

ભક્તિ, શાંતિ અને શક્તિ સદાય યુવા જ હોય, કદી વૃદ્ધ ન થાય.

કથા શ્રવણ કરનાર બધા જ યુવાન જ છે.


શ્રદ્ધા અને વિશ્વાસ
  भवानीशंकरौ वन्दे श्रद्धाविश्वासरूपिणौ।

याभ्यां विना न पश्यन्ति सिद्धाः स्वान्तःस्थमीश्वरम्‌॥2॥


આપણે શ્રદ્ધા અને વિશ્વાસની સંપદા સદાય સાથે રાખવી જોઈએ.


બુદ્ધ પુરૂષનો આશ્રય

 वन्दे बोधमयं नित्यं गुरुं शंकररूपिणम्‌।

यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते॥3॥

આપણે જેવા હોઈએ તેવા ગુરૂ પાસે, ગુરૂના આશ્રયમાં, બુદ્ધ પુરૂષના આશ્રયમાં પહોંચી જવું જોઈએ. આપણે પોતાના દોષો માટે બહું કોસ્યા સિવાય ગુરૂના આશ્રયે જતું રહેવું જોઈએ.

વક્ર ચંદ્રને શંકર પોતાના માથે ધારણ કરી શોભાયમાન કરે છે.


વિશુદ્ધ વિજ્ઞાન
सीतारामगुणग्रामपुण्यारण्यविहारिणौ।

वन्दे विशुद्धविज्ञानौ कवीश्वरकपीश्वरौ॥4॥

વિશુદ્ધ વિજ્ઞાનના આવિષ્કાર્નો સ્વીકાર કરવો તેમજ સ્વીકાર કરવો.

સંવેદન વિહિન વિજ્ઞાન એ સામજિક પાપ છે એવું ગાંધીજીએ કહ્યું છે.


સર્વનું શ્રેય - ભલું ઈચ્છવું

उद्भवस्थितिसंहारकारिणीं क्लेशहारिणीम्‌।

सर्वश्रेयस्करीं सीतां नतोऽहं रामवल्लभाम्‌॥5॥


આપણી કર્મ યોજના - કર્મ કાંડ બધાનું શ્રેય કરનારી હોવી જોઈએ.

ॐ सर्वे भवन्तु सुखिनः
सर्वे सन्तु निरामयाः ।
सर्वे भद्राणि पश्यन्तु
मा कश्चिद्दुःखभाग्भवेत् ।
ॐ शान्तिः शान्तिः शान्तिः ॥

આપણે આપણી ઊંમરને લાયક બનવું જોઈએ. ... જય વસાવડા


ભ્રમમાંથી મુક્તિ
 यन्मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादिदेवासुरा

यत्सत्त्वादमृषैव भाति सकलं रज्जौ यथाहेर्भ्रमः।

यत्पादप्लवमेकमेव हि भवाम्भोधेस्तितीर्षावतां

वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम्‌॥6॥

જે આપણા ભ્રમને દૂર કરી શકે તેની શરણમાં રહેવું.


સ્વાન્તઃ સુખ

नानापुराणनिगमागमसम्मतं यद्

रामायणे निगदितं क्वचिदन्यतोऽपि।

स्वान्तःसुखाय तुलसी रघुनाथगाथा

भाषानिबन्धमतिमंजुलमातनोति॥7॥

આપણે જે પણ કરીએ તેનો હેતુ સ્વાન્તઃ સુખ હોવો જોઈએ.

અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા. 

રવિવાર, ૧૯-૦૨-૨૦૧૭

સાત વિભૂતિઓએ રામ ચરિત માનસનું નિરંતર ગાન કર્યું છે.

सारद सेस महेस बिधि आगम निगम पुरान।

नेति नेति कहि जासु गुन करहिं निरंतर गान॥12॥

सरस्वतीजी, शेषजी, शिवजी, ब्रह्माजी, शास्त्र, वेद और पुराण- ये सब 'नेति-नेति' कहकर (पार नहीं पाकर 'ऐसा नहीं', ऐसा नहीं कहते हुए) सदा जिनका गुणगान किया करते हैं॥12॥


સરસ્વતી


મહેશ


શેષ


વિધાતા


આગમ - શાસ્ત્ર


નિગમ - વેદ


પુરાણ

સ્ત્રી સદૈવ પુરૂષના હ્નદયની વાત જાણી લે છે પણ પુરૂષના મસ્તકની વાત નથી જાણી શકતી તેમજ પુરૂષ સદૈવ સ્ત્રીના મસ્તકની વાત જાણી લે છે પણ સ્ત્રીના હ્નદયની વાત નથી જાણી શકતી....માયાભાઈ

બુદ્ધ પુરૂષ ઉત્તર ન આપે પણ સમાધાન આપે. ઉત્તર અને સમાધાનમાં ફરક છે.

બુદ્ધ પુરૂષ સાધકને જાગૃત કરે છે.


बस एक लम्हे में दुनिया बदलने वाली थी
अगर वो मेरा ज़रा इंतिज़ार कर लेता

---------------- अतुल अजनबी

રામ ચરિત માનસમાં મહેસ શબ્દ ૪૮ વાર વપરાયો છે.
આવી કેટલીક પંક્તિઓ નીચે મુજબ છે.

  1. सारद सेस महेस बिधि आगम निगम पुरान। नेति नेति कहि जासु गुन करहिं निरंतर गान॥12॥
  2. गुर पितु मातु महेस भवानी। प्रनवउँ दीनबंधु दिन दानी॥
  3. रामचरित सत कोटि महँ लिय महेस जियँ जानि॥25॥
  4. उमा महेस बिबाह बराती। ते जलचर अगनित बहुभाँती॥
  5. रामकथा मुनिबर्ज बखानी। सुनी महेस परम सुखु मानी॥
  6. सती सभीत महेस पहिं चलीं हृदयँ बड़ सोचु॥53॥
  7. गईं समीप महेस तब हँसि पूछी कुसलात।
  8. चलत गगन भै गिरा सुहाई। जय महेस भलि भगति दृढ़ाई॥2॥
  9. गएँ समीप सो अवसि नसाई। असि मन्मथ महेस की नाई॥4॥
  10. समुझि महेस समाज सब जननि जनक मुसुकाहिं।
  11. रघुपति चरित महेस तब हरषित बरनै लीन्ह॥111।
  12. बोले बिहसि महेस तब ग्यानी मूढ़ न कोइ।
  13. मार चरति संकरहि सुनाए। अतिप्रिय जानि महेस सिखाए॥3॥
  14. तहँ बैठे महेस गन दोऊ। बिप्रबेष गति लखइ न कोऊ॥1॥
  15. जय जय गिरिबरराज किसोरी। जय महेस मुख चंद चकोरी॥
  16. मनहीं मन मनाव अकुलानी। होहु प्रसन्न महेस भवानी॥
  17. करौं काह मुख एक प्रसंसा। जय महेस मन मानस हंसा॥
  18. हिमवंत जिमि गिरिजा महेसहि हरिहि श्री सागर दई।
  19. राम करौं केहि भाँति प्रसंसा। मुनि महेस मन मानस हंसा॥2॥
  20. कहि न सकहिं सतसारद सेसू। बेद बिरंचि महेस गनेसू॥
  21. सुमिरि  महेसहि  कहइ  निहोरी।  बिनती  सुनहु  सदासिव  मोरी॥
  22. मागहिं  हृदयँ  महेस  मनाई।  कुसल  मातु  पितु  परिजन  भाई॥4॥
  23. अज महेस नारद सनकादी। जे मुनिबर परमारथबादी॥1॥
  24. बरनहिं सारद सेष श्रुति सो रस जान महेस।।12क।।
  25. तब बोले बिधि गिरा सुहाई। जान महेस राम प्रभुताई।।3।।
  26. अति अघ गुर अपमानता सहि नहिं सके महेस।।106ख।।
  27. जगदातमा महेसु पुरारी। जगत जनक सब के हितकारी॥
  28. जौं महेसु मोहि आयसु देहीं। कछु ‍िदन जाइ रहौं मिस एहीं॥3
  29. बिष्नु बिरंचि महेसु बिहाई। चले सकल सुर जान बनाई॥1
  30. बिष्नु बिरंचि महेसु बिहाई। चले सकल सुर जान बनाई॥1
  31. बोले बिहसि महेसु हरिमाया बलु जानि जियँ॥51
  32. भागि भवन पैठीं अति त्रासा। गए महेसु जहाँ जनवासा॥
  33. मनहीं मन महेसु मुसुकाहीं। हरि के बिंग्य बचन नहिं जाहीं॥
  34. सब  कें  उर  अभिलाषु  अस  कहहिं  मनाइ  महेसु
  35. सेवकु  राउ  करम  मन  बानी।  सदा  सहाय  महेसु  भवानी॥2

_________________________________________________________________________________

The article "રામાયણના સાત કાંડ માનવીની ઉન્નતિના સાત પગથિયા છે : મોરારીબાપુ" displayed below is with the courtesy of http://www.akilanews.com/.


રામાયણના સાત કાંડ માનવીની ઉન્નતિના સાત પગથિયા છે : મોરારીબાપુ

Read the article at its source link.



  • લંકાની રાક્ષસીઓએ હનુમાનની પૂજા કરી હતી, તો આ દેશની માતાઓને આ અધિકાર શા માટે નહિ ? : ભગવાન શંકર રામાયણના પ્રધાનાચાર્ય છે, તેમણે રામચરિત્રનું વર્ણન ૧૦૦ કરોડ શ્લોકમાં કર્યુ છે અયોધ્યાકાંડનો જયાં પાઠ થાય છે ત્યાં યુદ્ધ થતું નથી પ્રવાહી પરંપરાથી માનવ સમાજ વિશુદ્ધ રહે છે ત્રેતા યુગમાં શ્રી રામે જે લીલાઓ કરી, તે આજ કળિયુગમાં તેનું નામ કરે છે હનુમાનજી મહારાજ અમર છે, સપ્ત ચિરંજીવીઓમાં તેમની ગણતરી થાય છે


રાજકોટ, તા. ર૦ :

  • મધ્ય પ્રદેશ રાજયના પ્રાચીન મહાનગર ગ્વાલીયરમાં ફૂલબાગ ખાતેના વિશાળ ડોમ-ચિત્રકુટધામમાં તા. ૧૯થી ર૬ ફેબ્રુઆરી સુધી પૂ. મોરારીબાપુની શ્રી રામકથાનું આયોજન થયું છે. પૂ. બાપુની રામકથા કારકિર્દીની આ ૭૮૭મી શ્રી રામકથાનું દરરોજ સવારે ૯:૩૦થી ૧:૩૦ સુધી આસ્થા ટીવી. ચેનલ ઉપરથી જીવંત પ્રસારણ થઇ રહ્યું. ગવાલીયર સ્થિત ગુજરાતીઓ તથા સ્થાનિક ભાવિકો વિશાળ સંખ્યામાં હાજરી આપીને કથાનું શ્રવણ કરી રહ્યા છે, નગરના વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠી મહાનુભાવો પણ કથા મંડપમાં પધારીને શ્રી રામકથાનું રસપાન કરી રહ્યા છે.

   કથારંભના પ્રથમ દિવસે વ્યાસપીઠેથી સૌનું અભિવાદન કરતા પૂ. મોરારીબાપુએ કહ્યું કે, સંગીત સમ્રાટ તાનસેન, નિદા ફાઝલીની જન્મભૂમિ અને બૈજુ બાવરાની કર્મભૂમિ ઉપર ર૩ વર્ષ પછી આ મારી બીજી રામકથા છે, પ્રથમ કથા રાજવી ધરાનાના વિજયરાજે સિંઘીયાના મનોરથ પૂર્તિ માટે ર૩ વર્ષ પહેલા યોજાઇ હતી, આ નૃત્ય અને સંગીત કલાની ભૂમિને હું વંદન કરૃં છું. પૂ. બાપુએ ગ્વાલીયરની આ કથાનો કેન્દ્રવર્તી વિષય જણાવતા કહ્યું કે, મહેશ-મહાદેવ શંકર રામકથાના સર્જક અને શ્રોતા છે. કુંભજ ઋષિના આશ્રમમાં આ ખુદની રચના સાંભળવા શંકર ગયા હતાં, આ કથા સાંભળીને તેમણે પરમ સુખનો અનુભવ કર્યો હતો, આ કથાનો મહિમા અપરંપાર છે. શ્રીરામ અનંત છે, શ્રીરામકથા અનંતા છે. મહાદેવ શંકરે રામચરિત માસની રચના કરીને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે, એટલે અહીંની આ કથાનો હૃદયવર્તી વિષય 'માનસ-મહેશ' છે. રામચરિત માનસની નીચેની બે ચોપાઇઓની આસપાસ શ્રીરામકથાનું આધ્યાત્મિક દર્શન શ્રોતાઓ સાથે સંવાદ દ્વારા સંવેદનના જાગૃતિ કરવા મહાશિવરાત્રી નિમિત્તે શિવગાન કરવાના ઉદ્ેશથી મહેશ, શિવને કેન્દ્રમાં રાખીને રામાયણનું ગાન કરવામાં આવશે.
   રચિ મહેસ નિજ માનસ રાખા,
   પાઇ સુસમય સિવા સન ભાષા.
   રામકથા મુનિબર્જ બખાની,
   સુનિ મહેસ પરમ સુખુ માની.
   શ્રીરામકથાના મંગલાચરણમાં વ્યાસપીઠેથી પૂ. મોરારીબાપુએ માનવ મુકિતના સાત સોપાનોનું આધ્યાત્મિક દિવ્ય દર્શન કરાવતા કહ્યું કે, રામાયણના સાતકાંડ એ માનવીની ઉજાતિના સાત પગથિયા છે. પૂ. તુલસીદાસ મહારાજે કાંડને 'સોપાન' એવું નામ આપ્યું છે. સોપાન એટલે પગથિયું. આ સાત પગથિયા માનવીને ભગવાન રામના ચરણમાં લઇ જાય છે, આ સ્થિતિએ પહોંચવા માનવીએ સાત રંગોનું આચરણ કરવું અનિવાર્ય છે. આ સાતેય મંત્રોની સરળ સમજ આપતા બાપુએ કહ્યું કે, (૧) -વાણીમાં વિનય અને વિવેક રાખવો, સત્ય બોલવું, જેનું મન બાળક જેવું છે એની જ ભકિત ભગવાનને ગમે છે, બાળકને જૂઠું બોલવાનું જ્ઞાન નથી. આ મંત્રનો આગ્રહ છે કે, મન, વાણી અને ક્રિયા એક રાખો તોજ ભકિતમાં આનંદ આવશે. નિરાભિમાની અને નિર્મોહી બનો. (ર) - રાકથામાં ઉલ્લેખ છે કે, શ્રદ્ધા અને વિશ્વાસ વગર ભકિત ઉપલબ્ધ નથી થતી. ગુરૂ અને શાસ્ત્રો પર જેને વિશ્વાસ છે એ શ્રદ્ધા છે. (૩)- કયારેય પણ નકારાત્મક વિચારો નહિ, મનમાં વિષમતા કે સ્વાર્થ જાગશે ત્યારે ભકિત તમને છોડીને દૂર ચાલી જશે. (૪) વિશુદ્ધ વિજ્ઞાનને બિરદાવો, આવા આવિસ્કારોને  સ્વીકારો. ગાંધીજીની દૃષ્ટિએ સાત સામાજિક થાય છે, એમાંનું એક પાપ સંવેદનવિહીન વિજ્ઞાન છે. પ કોઇ પણ સમય કે પરિસ્થિતિને લાયક બનો. આપણે ઘણીવાર કહીએ છીએ કે, હવે અમે ઉમર લાયક - વૃધ્ધ થઇ ગયા છીએ... તો પછી 'એ ઉંમરને લાયક બનો' આ વિચાર જાણીતા ગુજરાતી કોલમનીસ્ટ જય વસાવડાનો છે. ૬ - ભ્રમમુકિત માટે કોઇ પ્રકાશ પાથરવાની કે પ્રવચનની જરૂર નથી, ત્યાં એક નાનકડો દીપ પ્રગટાવવાની જરૂર છે. ૭ આપણા કોઇપણ સર્જન, રચનાનો ઉદેશ ફકત  સ્વાન્તઃ સુખાયઃ હોવો જોઇએ. પોતાને આનંદ આવે એવી કોઇપણ રચના કરો એ સૌ પ્રથમ પોતાની નિજી પ્રસન્નતા માટે ગાવો, લોકબોલીનું કયારેય અપમાન ન કરો. આ સાતમંત્રોનો સંક્ષેપ ભાવાર્થ છે. રામકથા અમૃતકથા છે, રામાયણના એક એક અક્ષરનું મનન કરશો તો મન શુધ્ધ થશે. રામચરિત્ર માનવને સાવધાન કરે છે. આપણી કર્મ યોજનાઓ બધાનું શ્રેય કરવાવાળી હોવી જોઇએ.
   શ્રીરામકથાનો પ્રારંભ કરતાં પૂ. મોરારીબાપુએ કહયું કે, આપણો સનાતન માર્ગ બહુ વિશાળ અને વૈજ્ઞાનિક છે, સનાતન ધર્મમાં પાંચ દેવો છે, આ પંચદેવની સાધના થાય છે જેમાં ગણેશ, દુર્ગા, શિવજી, સૂર્ય અને વિષ્ણુ આ વૈજ્ઞાનિક રીતે નિર્ણીત કરેલી ઉપાસના છે. માનસ માર્ગના પ્રારંભે પણ તુલસીદાસે આ પંચદેવની વંદના કરી છે, આદ્ય શંદ્રાચાર્ય પણ આ સાધનાના પુરષ્કર્તા હતાં. આ પાંચ દેવોમાંથી એકની પણ ઉપેક્ષા કરે એ સનાતન ધર્મ નથી. વિચારમાં જીવવું એ ગણેશ ઉપાસના, વિવેક સાચવીને, વિચારપૂર્વેક જીવવું એ નિરંતર ગણપતિની છાયામાં રહેવા જેવું છે. મા દુર્ગા ભવાની એટલે શ્રધ્ધા, શ્રધ્ધાની દેવી. જયારે શિવ એ કલ્યાણકારી દેવ, છે, એની ઉપેક્ષા કદી ન થાય. સૂર્ય એટલે અજવાળામાં જીવવું 'તમસો મા જયોતિર ગમય' અને વિષ્ણુની ઉપાસના એટલે જગતને વિશાળ ફલક પર નિહાળવું.
   શ્રી રામકથાના દ્વિતીય દિને સંતો, મહંતો અને ગ્વાલીયરના વિવિધ ક્ષેત્રના મહાનુભવોની ઉપસ્થિતિમાં રામચરિત માનસનું નિરંતર ગાન કરનાર બ્રહ્મ લોકમાં સરસ્વતીજી, પૃથ્વી લોકમાં શિવ શંકર, પાતાળ લોકમાં શેષનાગ ગાન કહે છે, ભગવાન શંકર રામાયણના પ્રધાન  આચાર્ય છે, આદિ સર્જક અને શ્રોતા છે. શંકર કહે છે કે, હું આખો દિવસ રામનામ જપુ છું પણ શ્રીરામ કેવા છે તે હું જાણતો નથી. જે જાણે છે કે, 'હું કંઈ જાણતો નથી' અને એવુ સમજીને જપ કરે છે તે જ કંઈક જાણે છે. પરમાત્મા શ્રી રામનું નામ જપવાથી મનને શાંતિ મળે છે, રામનાથ સર્વવેદોનો સાર છે. ઓમકારમાં જે શકિત છે તે જ શકિત રામનામમાં છે.
   પૂ. મોરારીબાપુએ કથાના ઉપક્રમમાં કહ્યુ કે, હનુમાનજી મહારાજ અમર છે, તેમની ઉપાસનાની અનેક પદ્ધતિ છે, જેમાં હનુમાન ચાલીસા સિદ્ધ અને શુદ્ધ છે. સ્ત્રીઓએ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. પુરૂષ પ્રધાન સમાજે વર્ષોથી વંચિત રાખેલ સ્ત્રીઓને જ હનુમાનની પૂજા-ઉપાસનાનો અધિકાર છે. સ્ત્રીઓ હંમેશા સેંથામાં સિંદુર લગાવે છે, ઘરમાં તેલનો વઘાર, ઘીના દિવા સ્ત્રીઓ જ કરે છે. હનુમાનના મંદિરની પ્રતિમાના વસ્ત્રો સિવવાનું કામ, તેના પ્રસાદના લાડવા બનાવવાનું કામ પણ સ્ત્રીઓ જ કરે છે. હનુમાન કાનમાં કુંડળ અને લાલ વસ્ત્રો ધારણ કરે છે, જેનો અધિકાર પણ સ્ત્રીઓ પાસે છે. હનુમાનના તમામ ઉપકરણો સ્ત્રીના છે, હનુમાનને મૂંછ નથી, હૃદયની કોમળતા છે, માતૃત્વ પણ છે એટલે જે જાનકીને મદદ કરવાની તત્પરતા હતી. આમ સર્વાંગી જોઈએ તો હનુમાનની ઉપાસના કરવાનો અધિકાર સ્ત્રીઓને જ છે. આજે દેશના કેટલાય રાજ્યોમાં મહિલા મંડળો હનુમાન ચાલીસાની ઉપાસનાના સદપ્રચારની પ્રવૃતિઓ કરે છે. હનુમાન ઉપાસનાના અધિકારો સ્ત્રીઓને હોવાના પ્રમાણો રામાયણમાં પણ છે. લંકામાં વિજય પછી શ્રી રામે હનુમાનને અશોક વાટિકામાં સીતાને સંદેશો આપવા મોકલ્યા ત્યારે લંકાની રાક્ષસીઓએ હનુમાનની પૂજા કરી હતી... તો આ દેશની મા-બહેન, દિકરીઓને આ અધિકાર શા માટે નથી? સેવા પ્રશ્ન પૂ. બાપુએ વ્યાસપીઠેથી કર્યો હતો.
   રામાયણમાં ચાર પ્રકારની મુકિતનું તુલસીદાસે સુંદર વર્ણન કર્યુ છે. માનસ નિર્દેષિત પ્રથમ મુકિત ગીધરાજ જટાયુને મળી હતી. તેના મૃત્યુ પછી તેને ચતુર્ભુજરૂપ ધારણ કરેલ ભગવાન જેવું રૂપ પ્રાપ્ત થયુ હતું. તે સારૂપ્ય મુકિત છે. માનસ પ્રમાણે બીજી મુકિત વાલીને મળી હતી. ભૂતળ ઉપર જન્મ લીધા પછી નિજલોકમાં રહેતા આવડે તો તે સાલોકય મુકિત મળી કહેવાય. તુલસીદાસજીના મતે ત્રીજી મુકિત અંગદ અને હનુમાનજીને મળી હતી. સતત ઈશ્વરની સમીપ રહેવુ તે સામિપ્ય મુકિત છે. તુલસીદાસજી કહે છે કે, ચોથી સાધુજ્ય મુકિત રાવણ અને કુંભકર્ણને મળી હતી. જીવન એવું જીવો કે અંતિમ સમયે તમારૂ તેજ શ્રી રામમાં સમાય જાય. આમ શ્રી મોરારીબાપુએ મુકિતની પ્રાપ્તી અને તેની પરીભાષા સમજાવી હતી. રામ ભજત સોઇ મુકિત ગોસાઇ.
   દ્વિતીય દિને કથાના અંતિમ ચરણોમાં વ્યાસપીઠેથી પૂ. મોરારીબાપુએ સાંપ્રત યુગમાં રામનાના દિવ્ય મહાત્મયનું દર્શન કરાવતા કહયું કે, જો રામનામમા દૈવત ન હોત તો સુર્યમાં તાપ ન હોત. ચંદ્રમાં પ્રકાશ ન હોત, રામનામમાં અગ્નિતત્વ, ચંદ્રતત્વ અને સુર્ય તત્વ છે. તેના સ્મરણ માત્રથી માનવીના પાપ બળી જાય છે. તુલસીદાસ તેમની વિનયપત્રીકામાં પણ કહે છેકે, રામનામ મારા મા-બાપ છે. રામ શબ્દ વિશાળ છે. દરેક નામમાં રામ છે. તેનો મહિમા અદભુત છે. મહાદેવ શંકરે સમગ્ર રામાયણ દેવતાઓ અને લોકોને અર્પણ કરી દીધી હતી. માત્ર બે અક્ષરનો એક શબ્દ રામ પોતાની પાસે રાખ્યો છે.
   પ્રવર્તમાન કલીકાળમાં રામનું નામ સ્મરણ જરૂર છે. ભાવ, કુલાવ, આળસ કે ક્રોધથી લીધેલા રામના નામથી ઉધ્ધાર થયાના શાસ્ત્રોકત દ્રષ્ટાંતો છે. ભગવાન શંકરે ભાવથી, વાલ્મીકીને કુભાવથી, કુંભકર્ણને આળસથી અને રાવણે ક્રોધથી રામના નામનો ઉચ્ચાર કર્યો છતાં બધાના ઉધ્ધાર થઇ ગયા. (૪.૫)
   માનસ-મહેશ
   *  મહાદેવ ત્રિભુવન ગુરૂ, સદ્ગુરૂ છે.
   *  ભગવાન શિવ રામકથાના આદ્ય સર્જક અને શ્રોતા છે.
   *  આપણે મંગલ ઉચારણ બહુ કરીએ છીએ, આચરણ નહિ.
   *  જ્ઞાન, વૈરાગ્ય વૃધ્ધ થાય છે, ભકિત કયારેય વૃધ્ધ થતી નથી.
   *  આપણા સર્વે કર્મો સોનું શ્રેય કરાવાવાળા હોવા જોઇએ.
   *  હું અને તું માયા છીએ, તેની વચ્ચેનું તત્વ પ્રેમ છે.
   *  રામકથા પ્રેમાંગી, પ્રેમનું શુકન કરવવાળુ શાસ્ત્ર છે.
   *  સંસ્સાર સાગર તરવા માટે ગુરૂની જરૂર છે, રામચરિત માનસ સદ્ગુરૂ છે.
   *  બુધ્ધ પુરૂષો ઉત્તર નથી દેતા, સમાધાન આપે છે.. સાધકને જાગૃત કરે છે.
   *  પ્રવાહી પરંપરાથી માનવ સમાજ વિશુધ્ધ રહે છે.
   *  હનુમાનજીના શીલતત્વને રાવણે સ્વીકાર્યુ હતું.
   *  ત્રેતાયુગમાં શ્રી રામે જે લીલાઓ કરી, તે આજ કળિયુગમાં તેનું નામ કરે છે, પરમ તત્વનો અનુભવ કરાવે છે.
   *  રામકથાનું દાન અમૃતના દાન બરાબર છે.
   *  રામકથા નદી છે, રોજ નવું પાણી આવે છે.
   *  ''રામ''બે અક્ષરનો મહામંત્ર છે, રામને ભજવા માટે કોઇ વિધિની જરૂર નથી.. વિશ્વાસની જરૂર છે.
   *  ઉદ્વેગ, તર્ક અને ભોગ ભકિતમાર્ગના અવરોધક તત્વો છે.
   *  પ્રસન્નતા પરમાત્મામાં પ્રવેશવાનો પ્રથમ દરવાજો છે.
   *  રામકથા સાગર જેવી છે, હરિ અનંત હરિકથા અનંતા.
   *  ભગવાન શંકર રામાયણના પ્રધાન આચાર્ય છે, રામચરિત્રનું વર્ણન સો કરોડ શ્લોકમાં શિવજીએ કર્યુ છે.
   *  'રામ'નામના બે અક્ષરો સર્વ વેદનો સાર છે, શિવજીનાં કંઠમાં રામનામ છે.
   *  શાસ્ત્રો અને સંતો કહે છે , માનવે પોતાનું પુણ્યગુપ્ત રાખવું, થાય સમાજમાં જાહેર કરાશો તો પાપનો નાશ થશે.
   *  રામાયણના સાત કાંડ માનવીની ઉન્નતિના સાત પગથિયા છે.
   *  બાલકાંડ નિરાભિમાની અને નિર્મોહી બનવાનો બોધ આપે છે.
   *  લંકાની રાક્ષસીઓએ હનુમાનની પૂજા કરી હતી, તે આ દેશની માતાઓને આ અધિકાર શા માટે નહિ ?
   *  ઇશ્વર સમર્પણની ભાવનાવાળા લોકોનું કામ ખૂદ ઇશ્વર કરતા હોય છે.
   *  વૈષ્ણવ સમ્પ્રદાયનો ભકિતમાર્ગ શ્રી રામ ચરિત માનસની વૈચારિક ભૂમિકા ઉપર જ છે.
   કથાદોહન
   ભરતભાઇ પટેલ
   મો.૯૮ર૪ર ૪૬૦૦ર

_________________________________________________________________________________


સોમવાર, ૨૦-૦૨-૨૦૧૭
શિવ નીર્વાણરૂપ છે.

નીર્વાણ અને મોક્ષમાં નીર્વાણ મોક્ષથી પણ વધારે કિંમતી છે.

કથા સુધા સુરા છે.

આપણી કમજોરી - નબળાઈ - કોઈ તરકીબ દ્વારા છુપાવવી એને કપટ કહેવાય અને આપણામાં કોઈ સારા ગુણ ન હોય - અચ્છાઈ ન હોય તો પણ તેવા દેખાવાનો પ્રયત્ન કરવો એ દંભ છે.

I love you માંથી I ને કાઢો, દૂર કરો અને ફક્ત Love you રાખો. 



I ને આડો કરીએ તો તે સેતુ બની જાય છે.

I love you માં ફેરફાર કરી I live you, I eat you કરવાની જરૂર છે જ્યાં you એ આપણા ગુરૂનું સંબોધન હોય.

કોઈના ચરણોમાં પ્રેમ કરવો એ વિશુદ્ધ ભક્તિ છે.

કોઈના મુખને પ્રેમ કરવો એ મોહ છે, માયા છે.

મુખારવિંદનું - ચહેરાનું દર્શન સારું છે પણ તેમાં માયાનો ખતરો છે.

જો આપણે વર્ષ દરમ્યાન ફક્ત ૯ દિવસ કથા માટે ફાળવીએ તો કથા આપણને નવજીવન આપે.


_________________________________________________________________________________

The article "અમૃત પીવે તે દેવ અને ઝેર પીવે તે મહાદેવ હોય છે : મોરારીબાપુ" displayed below is with the courtesy of http://www.akilanews.com/


Read the article at its source link.



ચંદ્રમૌલેશ્વર શંકર સત્ય, પ્રેમ અને કરૂણાની મૂતિ છે : કૈલાશ ખુદ શંકર છે, મોટામાં મોટું શિવલીંગ કૈલાશ છે : સોમનાથ, કાશી અને કૈલાશમાં આજે પણ મહાદેવ શિવની ઉર્જાની અનુભૂતિ થાય છે : સંસાર કે સર્વેશ્વરના માર્ગમાં શિવના આધાર વગર જીવ નિરાધાર છે : જે કથા શરણાગતિના ઘાટ ઉપર થાય છે, તે કૈલાશ પહોંચે છે : આજે કયાંય હંસ : દેખાતા નથી : બગલાઓની કતારો લાગી છે : પૂ. મોરારીબાપુઃ ગાયન, નર્તન અને વાદનમાં મહાદેવ શંકરની ધડકન સંભળાય છે

રાજકોટ, તા. ૨૧ : મધ્યપ્રદેશની કલાનગરી ગ્વાલિયરમાં રામચરિત માનસના મૌલિક કથાકાર પૂ. મોરારીબાપુ છેલ્લા ત્રણ દિવસથી ભારત સહિત વિશ્વના અનેક દેશોના લાખો શ્રોતાઓને શ્રી રામકથાના ''માનસ મહેશ'' વિષયને કેન્દ્રમાં રાખીને ગોસ્વામી તુલસીદાસ રચિત અને મહાદેવ શિવશંકર પ્રમાણિત શ્રી રામચરિત માનસના આધ્યાત્મિક દર્શનનું રસપાન કરાવી રહ્યા છે. ગઈકાલે કથાના તૃતીય દિને રામકથાના ''માનસ - મહેશ'' વિષય સંદર્ભે સંવાદરૂપે વ્યાસપીઠેથી કથાયાત્રા પ્રવાહને આગળ વધારતા કહ્યું કે મહેશ એટલે મહાન ઈશ્વર, ઇશ્વર માટે વિશેષણની કોઈ જરૂર નથી, મહેશ એટલે મહાદેવ, સર્વ દેવતાઓમાં મહાદેવ છે. તેમની પરમ સતાનો પરિચય કરીએ તો ભગવાન શિવ - મહાદેવની ત્રણ ધારા શંભુ, શંકર અને શિવ છે. ત્રણેય ધારા સંલગ્ન છે. મહેશ આધિદૈવિક કે આધ્યાત્મિક નહીં, નિરાકાર છે. બૌદ્ધ ધર્મ અનુસાર ત્રણ પ્રકારના શરીર : કામ કાયા, ધર્મકાયા, નિર્વાણકાયા, શિવનું રૂપ નિર્વાણરૂપ હોવાનો તુલસીએ બાલકાંડમાં ઉલ્લેખ કર્યો છે, શિવ નિરાકાર છે. ભગવાન શંકરના ત્રણ રૂપ છે, દૈહિક રૂપમાં શૃંગાર, સાદી કરે છે, નંદી ઉપર બેસે છે વગેરે દૈહિક લીલાઓ કરે છે. આધિ દૈવિક બીજુ રૂપ છે અને આધ્યાત્મિક ત્રીજુ રૂપ છે. શિવ તત્વ વ્યાપક છે, શિવનો નિત્ય નિવાસ કૈલાસ છે. શિવની સાથે ત્રણ વિષય - વસ્તુઓ જોડાયેલ છે. કૈલાશ, વિશ્વનાથ કાશી અને ગુજરાત - સૌરાષ્ટ્રનું સોમનાથ, ભગવાન કૃષ્ણએ પણ સોમનાથ - પ્રભાસક્ષેત્ર પસંદ કર્યુ હતું અને ત્યાં નિર્વાણની અંતિમ લીલા કરી હતી. ગાયન નર્તન અને વાદન ત્રણેય મહાદેવના રૂપ છે. શિવ સાથે ગંગા, રામકથા, માં ઉમા ત્રણ માતૃશકિત જોડાયેલ છે. ત્રણ ગુણો : રજોગુણ સર્જન માટે પ્રધાન ગુણ છે, સત્વ ગુણ પાલન કરે છે અને તમો ગુણ વગર સંસાર નહિં આ ત્રણે ત્રણ ગુણોનો આશ્રય શિવમાં જોડાયેલ છે, છતાં તેઓ ત્રણેથી પર છે. મહાદેવ ગુણાતિ છે, ત્રિનેત્ર છે, ત્રિશુલ ધારણ કરે છે અને મહેશ સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ લોકમાં નિવાસ કરે છે. નાતેશ્વર, પાતાલેશ્વર અને ત્રિપુરારી તરીકે ઓળખાય છે. શિવ ત્રિભુવન - ત્રણ ભુવનના ગુરૂ છે, સત્ય, પ્રેમ અને કરૂણાની મૂર્તિ છે. સત્યમ્, શિવમ ્ અને સુંદરમ્ મહાદેવ છે. મહેશની ત્રણ ધારા સાથે શિવરાત્રી જોડાયેલી છે. મોહરાત્રી (જન્માષ્ટમી), શિવરાત્રી (મહારાત્રી) અને કાળીરાત્રી (કાળી ચૌદશ) આ ત્રણેયને જાગૃત કરે છે મહેશ. ભાગીરથી ગંગા રામકથારૂપી ગંગા ત્રિભુવનેશ્વર શિવજીના હૃદયમાંથી પ્રગટ થઈ છે. ભગવાન શંકરની જટામાંથી પ્રગટ થયેલ ગંગા બંગાળમાં કપિલમુનિના આશ્રમના ૬૦ હજાર પુત્રોનો ઉદ્ધાર કરીને સાગરમાં મળી છે, બીજી ગંગા શ્રી રામકથા રૂપે નીકળી માનવીના મનના મેલ સાફ કરે છે.
   શ્રી રામકથાના ઉપક્રમમાં માનસ સરોવરના ચાર ઘાટ ઉપરની કથા - રામકથાની પુત્ર ઉત્તરોત્તરની ભૂમિકા સમજાવતા પૂ. મોરારીબાપુ કહે છે કે, રામચરિત માનસમાં જ્ઞાનની ભૂમિકા પર ભગવાન શિવ શંકર માતા પાર્વતીને કથા સંભળાવે છે, કાગભુષંડી ઉપાસનાની ભૂમિકા ઉપર ગરૂડજીને કથાપાન કરાવે છે, પ્રયાગતીર્થ ખાતે કર્મના ઘાટે યાજ્ઞવલ્કય કર્મની ભૂમિકા ઉપર ભારદ્વાજ મુનિને કથા સંભળાવે છે અને કવિકૂલ ચુડામણી તુલસીદાસ ગોસ્વામી શરણાગતિની ભૂમિકા પર પોતાના મનને કથા સંભળાવે છે. રામકથાને તુલસીદાસે નદીની ઉપમા આપી છે. તેની પરંપરા પ્રવાહી અને વિકસીત હોય છે. ભારતમાં મોગલ યુગ તપતો હતો ત્યારે ૧૬૩૧માં રામચરિત માનસનો જન્મ થયો હતો, તેની પ્રથમ કથા અયોધ્યામાં થઈ હતી. કથાનું કદી પુનરાવર્તન થતુ નથી. કથા હંમેશા નવી જ હોય છે, તેનું દર્શન નિત નવુ હોય છે, દેશકાલ પ્રમાણે શાસ્ત્રાનું કુલ દર્શન બદલે છે, તુલસીદાસની આ રચના ''રામચરિત માનસ'' મહાદેવ શંકર પ્રમાણિત છે એવો રામચરિત માનસમાં નિર્દેષ છે.
   કથાના અન્ય પ્રસંગનું દર્શન કરાવતા પૂ. બાપુએ કહ્યું કે ભગવાન શંકરના મંગલ વિવાહ હિમાલયની પુત્રી પાર્વતી સાથે થયા ત્યારે શંકરના ઘરેણા પ્રતિકાત્મક હોય છે. જટાનો મુકુટ, સર્પોની માળા, સર્પોના બાજુબંધ, ભભૂત વગેરે આભૂષણોમાં આધ્યાત્મિકતાનું ઓજસ પથરાયેલું છે. નંદીની સવારી અને એ પણ ઊંધા મુખે. નંદી ધર્મનું સ્વરૂપ છે, તેના બારાતી - જાનૈયાઓ ભૂત - પ્રેતો, જે શંકરના સ્વજનો છે, ડાક અને ડમરૂ શંકરના પ્રિય વાદ્યો છે. ભગવાન શિવ શંકરના લગ્ન પ્રસંગના શણગારો વર્તમાન માનવીઓને સંસારમાં કેમ જીવવુ તેનો સંદેશો આપે છે. માથે જટા અને શરીરે ભસ્મ... લગ્ન બાદ ભોગમાં આસકિત નહીં રાખવાનું સુચવે છે, શંકરે સર્પના દાગીના પહેર્યા હતા, જે ધન - દોલતમાં મોહ ન રાખવાની શીખ આપે છે. શંકરનું ત્રિશુલ - ડમરૂ જેમાં ત્રિશુલ એટલે ત્રણ દુઃખ : આધિ, વ્યાધિ અને ઉપાધિ હરે છે અને ડમરૂમાંથી ૧૪ સૂત્રો વ્યાકરણની ઉત્પતિ થઈ છે. જટામાંથી ગંગા વહે છે તે ભકિત સાથે જીવન જીવવાનો બોધ આપે છે, શંકર લગ્ન મંડપમાં નંદી ઉપર બેસીને ગયા હતા, નંદી ધર્મનું પ્રતિક છે, માનવીએ પોતાના તમામ વ્યવહારોમાં ધર્મને કેન્દ્રમાં રાખવો જોઈએ. તેમના શરીરે વીંટાયેલુ ચામડુ સંયમનો સંદેશો આપે છે, સિંહ સંયમનું પ્રતિક છે. શંકર અને પાર્વતીના લગ્ન બે મહાઆત્માઓનું મિલન છે. તેમને ત્યાં જન્મેલા બે પુત્રો ગણેશ અને કાર્તિક આજે ભારતમાં સર્વત્ર પૂજાય છે.
   કથાના આનુસંગિક ઉપક્રમમાં ભગવાન શંકર પરણીને કૈલાશ આવે છે એક જ આસન લગાવીને શ્રોતા - વકતા સ્વયં શ્રી રામની કથા કરે છે, ગંગા સતત ભગવાન શંકરની જટામાં રહે છે, શ્રી રામકથાથી ખૂબ આનંદિત છે, કારણ કે આજે શિવ શંકરના મોઢામાંથી શ્રી રામકથાની ગંગા નીકળવાની છે, પહેલા એકલી વહેતી હતી. શ્રી રામકથાનું આદિસ્થાન મહાદેવ છે, શંકર ભગવાન ઉત્તમ કોટીના વકતા છે, વિચારોની ભૂમિકા સાથે ભિનાશ ન હોય તો તે વકતવ્ય ખોખલુ છે. ગંગા ભકિતનું પ્રતિક છે અને તેનાથી ભીંજાયેલા વકતા શંકર છે.
   પૂ. મોરારીબાપુએ કથા દરમિયાન આપણા પ્રાચીન ગ્રંથો જીવંત કઈ રીતે રહ્યા તેનું એક ઐતિહાસિક દૃષ્ટાંત આપતા કહ્યુ કે સિકંદરના ગુરૂ અફલાતુન તત્કાલીન સમયના જાણીતા દાર્શનીક હતા, સિકંદર તેની પાસેથી જ દર્શન શાસ્ત્ર શીખ્યો હતો. તેના ગુરૂ સિકંદરના માલિકના સ્થાને હતા. સિકંદરે જયારે ભારત ઉપર ચડાઈ કરી ત્યારે અફલાતુને પંજાબના કોઈ સન્યાસી સાધુ પાસે ઋગ્વેદની પ્રાચીન સંહિતાનો ગ્રંથ હતો તે લાવવા માટે સિકંદરને કહ્યુ હતું. આ ગ્રંથને મેળવવા સિકંદરે મળેલ માહિતીના આધારે એક ગામને સૈનિકોથી ઘેરી લીધુ અને સાધુ સન્યાસીને શોધી કાઢ્યો, ગ્રંથ આપવા માંગણી કરી અને બદલામાં શું મૂલ્ય આપવુ એ પણ જણાવ્યુ ત્યારે સાધુએ એક દિવસ પછી ગ્રંથ આપવા કહ્યું. સિકંદરે સંમતિ આપીને તેના ઘરની આસપાસ ડેરા - તંબુ તાણ્યા. સન્યાસી સાધુએ રાતભર ગ્રંથના એક એક પાના જુદા કરીને અગ્નિમાં હોમીને ગ્રંથનું નામો નિશાન મીટાવી દીધુ. બીજા દિવસની સવારે સિકંદર આવ્યો ત્યારે સાધુએ તમામ હકીકત જણાવી ત્યારે કહ્યુ કે ગ્રંથ તારી પાસેના બદલે મારી પાસે રહેત, તારે આવુ કરવાની શી જરૂર હતી? ત્યારે સાધુએ કહ્યુ કે ગ્રંથ મારી પાસે જ છે, ગ્રંથને મારા પુત્રએ હૃદયસ્થ કરી લીધો છે. યુગે યુગે આપણા અમૂલ્ય ગ્રંથો આ રીતે જ અસ્તિત્વમાં રહ્યા છે.
   ગ્વાલિયરથી ગીરનાર સુધીની મહાશિવરાત્રી યાત્રા
  •       અમૃત માત્રને માત્ર પૃથ્વી ઉપર જ ઉપલબ્ધ છે, રામકથા અમૃત છે.
  •       દુનિયામાં કોઈ સત્ય અંતિમ નથી, પરમાત્મા સત્ય છે.
  •       જે કથા શરણાગતિના ઘાટ ઉપર થાય છે, તે કૈલાશ પહોંચે છે.
  •       રામકથા માનવીને સત્યમ્, શિવમ્ અને સુંદરમ્ની પ્રેરણા આપે છે.
  •       ઈશ્વર બંદગી - ભજન કરવાથી નહિ, ખુદ આવે છે.
  •       યુવાનોને અનુરોધ : વર્ષમાં મને નવ દિવસ આપો વ્યાસપીઠ આપને નવજીવન આપશે.
  •       આજે કયાંય હંસ દેખાતા નથી, બગલાઓની કતારો લાગી છે.
  •       મહાદેવ ગુણાતિત છે, ત્રણ દિવ્ય ગુણો સાથે જોડાયેલા છે.
  •       શિવ ત્રણ ભુવનના ગુરૂ છે, કરૂણાવતાર છે.
  •       પ્રવચન સાર, સમયસાર અને ધર્મસાર પછી જ કથા સમજાય છે.
  •       રામકથા આપણા મહામોહને મારે છે.
  •       આપણે જેને પવિત્રતા માનીએ છીએ તે ખરેખર સ્વચ્છતા છે.
  •       વર્તમાન સમાજમાં બુદ્ધિશાળી માણસો તો ખૂબ છે, પણ જેની બુદ્ધિને રામત્વનો સ્પર્શ છે એવા કેટલા?
  •       ભગવાન રામ ચંદ્ર છે અને કથા કિરણ છે, ચંદ્ર આપણી પાસે નથી આવતો પણ તેના કિરણો આવે છે.
  •       લંકાનું સૌંદર્ય અને ઐશ્વર્ય જેને ચલિત નથી કરી શકયુ તે  શ્રી હનુમાન બ્રહ્મચર્યનો ઉદાત્ત આદર્શ છે.
  •       સતીવૃંદાના સતિત્વએ પતિ જલંધર રાક્ષસને બચાવ્યો હતો, ભગવાન વિષ્ણુ પણ તેને મારી    
                શકયા નહોતા.
  •       સંસાર કે સર્વેશ્વરના માર્ગમાં પરમાત્માના આધાર વગર જીવ નિરાધાર છે.
  •       ભગવાનનું જયાં અસ્તિત્વ છે એવા ૧૪ સ્થાનોનું શ્રી રામચરિત માનસમાં વિશ્વસનીય વર્ણન છે.
  •       દરેક વિષય - વાતમાં શંકા અને તર્ક માનવીને વિનાશ તરફ દોરી જાય છે, સદ્દગ્રંથોમાં તર્ક અને    
               શંકાને સ્થાન નથી.
  •       મુકિત ભૂમિ આધારીત નહિં, ભૂમિકા આધારીત હોવી જોઈએ.
  •       કોઈપણ કર્મ શ્રદ્ધાથી કરો, સ્પર્ધાથી નહીં, આધ્યાત્મમાં સ્પર્ધાને સ્થાન નથી.
  •       શુકદેવજીના ''શુકાષ્ટક''માં ભગવાન રામનું અદ્દભૂત વર્ણન શ્રી રામચરિત માનસનું ઉત્તમ રસાયણ છે.
  •       અમૃત પીવે તે દેવ અને ઝેર પીવે તે મહાદેવ હોય છે.
  •       મહાદેવ શંકર આદીદેવ છે, સોમનાથ, કાશી અને કૈલાશમાં આજે પણ તેની ઉર્જાની અનુભૂતિ થાય છે.
  •       ગાયન, નર્તન અને વાદનમાં મહાદેવ શંકરની ધડકન છે.

   કથાદોહન
   ભરતભાઇ પટેલ
   મો.૯૮ર૪ર ૪૬૦૦ર
_________________________________________________________________________________

The article ભકિતના ભંડારી અને ભકિતસૂત્રના દાતા શિવ છે : મોરારીબાપુ displayed below is with the courtesy of http://www.akilanews.com/

Read the article at its source link.




પ્રભુ માટે આર્દ્ર હૃદયથી કરેલ પ્રકાર કદી નિષ્ફળ જતો નથી, ગજેન્દ્ર મોક્ષ તેનું દૃષ્ટાંત છે, 'મહેશ' મહત્તમ, સર્વોપરી તત્વ છે, ગાંધીજીનું સત્ય અને મહંમદ પયગંબરની રહેમત સિદ્ધાંત નથી, અનુભૂતિ છેઃ પર્વત પુત્રી પાર્વતી સતિ નહિં, શ્રદ્ધા છે, રામચરિત માનસના મતે દરેક બાળક પરમાત્મા છે, પ્રાણવાન પ્રકારનું નામ 'અઝાન' છે, બેસૂરા લોકો સાથે દોસ્તી કે દુશ્મની ન કરો : પૂ. મોરારીબાપુ

રાજકોટ, તા. ૨૨ : સંગીત સમ્રાટ તાનસેનની ઐતિહાસિક નગરી ગ્વાલિયરમાં ફુલબાગ ખાતેના વિશાળ મેદાનમાં તા. ૧૮ થી ૨૬ ફેબ્રુઆરી સુધીના ૯ દિવસ દરમિયાન પૂ. મોરારીબાપુની શ્રી રામકથાનું અનોખુ આયોજન થયુ છે. ગ્વાલિયર સ્થિત ગુજરાતીઓ તથા ભાવિક નગરજનો વિશાળ સંખ્યામાં હાજરી આપીને કથાનું રસપાન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે, દરરોજ સવારે ૯:૩૦ થી ૧:૩૦ દરમિયાન આસ્થા ટીવી ચેનલ યોજાયેલ આ કથાનું કેન્દ્રબિંદુ ''માનસ-મહેશ'' છે.
   ગઈકાલે કથાયાત્રાના ચતુર્થ દિને વ્યાસપીઠેથી પૂ. મોરારીબાપુએ ''મહેશ'' શબ્દતત્વનો મહિમા સમજાવતા પૂર્વે એક મંત્ર શ્રોતાઓ સમક્ષ રજૂ કરીને કહ્યું કે, ''મ'' મહત્તમ તત્વ છે. શરીરની રચનામાં મુખ્ય પાંચ સહિત ૨૪ તત્વો છે, તેમાં 'મ' મહત્તમ તત્વ છે, તેના ઉપર કોઈ તત્વ નથી, સર્વોપરી તત્વ છે. ભગવાન રામ અને કૃષ્ણ અવતારો છે, ભૂતલ પર તેમના અસ્તિત્વના સમયો નિશ્ચિત હોય છે, જયારે અવતારો પુરૂષો રામ અને કૃષ્ણ નહોતા ત્યારે પણ ભગવાન શંકર હતા, તે આદિદેવ છે. શિવ સૂન્ય છે, પૂર્ણ છે. મહત્તમ તત્વ શિવ છે. શિવે રામકથા ગાઈ પણ તેની પ્રતિષ્ઠા રામે કરી હતી.
   'મહેશ' શબ્દ બ્રહ્મના ભાષ્યકારની ત્રણ ધારા, શંભુ, શંકર અને શિવ છે. વિષયને આનુસંગિક સંવાદમાં પૂ. બાપુએ કહ્યું કે મહાત્મા ગાંધીએ સત્યને સિદ્ધાંત નહિં, અનુભૂતિ બનાવી છે, મહંમદ પયગંબર સાહેબે રહેમત - કરૂણાને સિદ્ધાંત નહિં, અનુભૂતિ બનાવી છે. પ્રેમ કરવામાં નથી આવતો, થઈ જાય છે, સિદ્ધાંત અનુભૂતિ છે. વ્યાસપીઠનો સ્વભાવ સાક્ષીભાવથી અનુભૂતિ વ્યકત કરવાનો છે. જે ચેતના રાગદ્વેષથી મુકત છે તે અનભુતિ છે. પૂ. બાપુએ કેટલાક દિવ્ય પરિચયો આપતા કહ્યું કે, ધરતીપુત્રી જાનકી પૃથ્વીની કવિતા છે, પાર્વતી પહાડની કવિતા છે. સરસ્વતી આકાશની કવિતા છે અને લક્ષ્મી સમંદરની કવિતા છે. આત્મશ્લાધા નીંદનીય છે, આત્મનિવેદન વંદનીય છે. ગાંધીજીની આત્મકથા આત્મનિવેદન છે. શ્રી રામ સાથેે જેમનું અવિરત અનુસંધાન છે, તેઓની જીવિત સમાધિ, ચેતન સમાધિ હોય છે. ગાંધીજીની જીવંત સમાધિ છે, મહારાણા પ્રતાપના ઘોડા ચેતકની સમાધિ પાસે જાય છે. તેનામાં ચેતના જાગૃત થાય છે.
   ''મહેશ'' શબ્દના ''હે''નું મહાત્મ્ય સમજાવતા પૂ. બાપુએ કહ્યું કે ''હે'' પુકારની આત્મા છે, પુકાર નિષ્પ્રાણ છે, હકાર તત્વ છે. ''હે'' કરીને કોઈ પુકારે તો શબ્દ પહોંચે છે. હે હરિ, હે ગોપાલ! ''હે'' અવાજની આત્મા છે, ''હે'' ન હોય તો પુકાર નિષ્પ્રાણ છે. ''મ'' મહત્તમ તત્વ છે. પુકારવુ હોય તો મહત્તમ તત્વને પુકારો, નિમ્ન તત્વને નહિં. ધૃણાથી પુકાર ન કરો. ''મારો'', ''બચાવો'' બંને પ્રકારમાં બચાવો પ્રકારમાં વધુ સામર્થ્ય હોય છે. દ્રૌપદીની બચાવોની પ્રકાર અને દુર્યોધન, દુશાસનની ધૃણાભરી પુકાર તેનું ઉદાહરણ છે. ખરા આર્દ્ર હૃદયથી પ્રભુ માટે કરેલ પ્રકાર સુખદ પરિણામ લાવે છે. દ્રૌપદી અને ગજેન્દ્ર હાથી મદદે પ્રભુ આવ્યા હતા. પુકાર શ્રેષ્ઠની હોવી જોઈએ શુદ્રનો નહીં. આપણે શરણાગતિ માટે મહત્તમ તત્વને પુકારીએ છીએ. શરણાગતિ બુદ્ધપુરૂષ સાથે જોડો, વ્યકિતને નહીં, વકતવ્યને પકડો. વ્યકિતને પોતાની આવરદા હોય છે, વિચારકની નહિં, વિચારની મહિમા હોય છે. પ્રાણવાન પ્રકારનું નામ ''અઝાન'' છે.
   હળવાશની પળોમાં વ્યાસપીઠેથી પૂ. મોરારીબાપુએ કહ્યું કે આ ધર્મસભા નથી, પ્રેમસભા છે, મહોબતની મદીશ છે. જે પ્રેમથી ભાગ્યો તે પરમાત્માથી ભાગ્યો, મુકતનું નામ મોરારીબાપુ છે. નિજતામાં જીવો, બાપ.
   બુદ્ધપુરૂષ આશ્રિતને કહે છે કે મારૂ ચરણ છોડી દે. ધર્મ, અર્થ, કામ કે મોક્ષને પકડ પણ મારૂ ચરણ છોડી દે, ત્યારે આશ્રિત કહે છે કે હું ચરણ નહિં છોડું... ચરણ કેમ છોડવા નથી માગતો ત્યારે મીરાબાઈ જવાબ આપે છે કે, તારા ચરણમાં ૬૮ તીર્થ છે તો ચરણ શા માટે છોડું?
   ચતુર્થ દિનની કથા વિરામના અંતિમ ચરણોમાં પૂ. બાપુએ શ્રોતાઓની આવેલ ચીઠીઓ અંતર્ગત પ્રેરણાદાયી વાર્તાલાપ કરતા કહ્યું કે, બાળક માટે ર્માં ભગવાન છે, માં ભગવતીનો અવતાર છે, બાળપણના દરેક આનંદમાં માંની સામેલગીરી હોય છે, દુન્યવી આનંદો માણવા હોય તો પ્રભુને સાથે રાખવા જોઈએ. બાળક પરમાત્માનો અવતાર છે, આવા બાલ ભગવાનની સામેલગીરી જીવનમાં દિવ્યતા લાવશે. પરંતુ આજે કળીયુગના મા-બાપ બાળકોને દૂર રાખે છે. પણ તેઓને ખબર નથી કે, કળિયુગના બાળકો નવી ફસલ છે તેની પ્રતિતિ કરાવતુ પૂ. બાપુએ એક દૃષ્ટાંત રજૂ કર્યુ. એક દિવછસ માતા-પિતાએ તેમના બે બાળકોને કહ્યું કે, અમે સત્યનારાયણ ભગવાનની કથામાં જઇએ છીએ, તમને એમાં મજા નહિ આવે એટલે ઘરે રમજો. માતા-પિતા તૈયાર થઈને નીકળી ગયા ''હિમાલય કી ગોદ મે'' - પીકચર જોવા. પાછળથી આ ચબરાક બાળકોએ પણ નક્કી કર્યુ કે, મમ્મી - પપ્પા નથી એટલે આપણે ફિલ્મ જોઈ આવીએ. બંને પહોંચી ગયા થિએટરમાં. ઈન્ટરવેલ પડ્યો એટલે બહાર આવ્યા તો તેમના મમ્મી - પપ્પા સીંગ ખાતા જોઈ ગયા અને બાળકોને પૂછ્યુ કે તમે કેમ આવ્યા? તો બાળકોએ જવાબ આપ્યો કે સત્યનારાયણ ભગવાનની પ્રસાદી લેવા આવ્યા છીએ, ત્યારે આપણને થાય કે ધન્ય છે એવા મા-બાપો જેમણે તેમના બાળકો ઉપર ભરોસો છે. દુવા કરો પણ દુનિયાને બતાવવા માટે નહિં, સન્માન આપે તેઓને વંદન કરો, જયારે આ દેશમાં સતયુગમાં મંદિરો નહોતા ત્યારે માણસ માણસને પગે લાગતો હતો, વંદન કરતો હતો, સૌમાં પરમાત્માના દર્શન કરો, ''હરે રામ હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે'' - આ ઉપનિષદનો મંત્ર છે.
   શંકર પાર્વતીજીને રામકથા રસપાન કરાવે છે તથા ''મહેશ''નું લક્ષણ શીલ છે તેની કથા પાંચમા દિવસે પ્રસ્તુત થશે.
   'મહેશ' તત્વનો દિવ્ય મહિમા

  •        ''મહેશ'' મહત્તમ, સર્વોપરી તત્વ છે.
  •        ભગવાન રામ, કૃષ્ણ બંને અવતારો છે જયારે શિવ શૂન્ય છે, પૂર્ણ છે.
  •        ગાંધીજીનું સત્ય અને મહંમદ પયગંબરની રહેમત સિદ્ધાંત નથી, અનુભૂતિ છે.
  •        બેસૂરા લોકો સાથે દોસ્તી કે દુશ્મની ન કરો.
  •        આત્મનિવેદન વંદનીય અને આત્મશ્લાધા નીંદનીય છે.
  •        મહાત્માા ગાંધીજીની આત્મકથા આત્મનિવેદન છે.
  •        રામચરિત માનસમાં ''મહેશ'' શબ્દ ૪૮ વખત પ્રયોજાયો છે.
  •        ''હે'' અવાજનો આત્મા છે, ''હે'' ન હોય તો પુકાર નિષ્પ્રાણ છે.
  •        ''હે'' કરીને પુકારેલો શબ્દ પહોંચે છે, તેમાં સામર્થ્ય છે.
  •        પુકારવુ હોય તો મહત્તમ તત્વને પુકારો, માનસનો મંત્ર પ્રાણવાન પુકાર છે.
  •        ''મારો'' અને ''બચાવો'' બંને પ્રકારોમાં ''બચાવો''માં વધુ સામર્થ્ય છે. ધૃણાથી પુકાર ન કરો.
  •        પ્રાણવાન પુકારનું નામ ''અઝાન'' છે.
  •        વિચારકનો નહિં, વિચારનો મહિમા છે.
  •        પ્રભુ માટે આર્દ્ર હૃદયથી કરેલ પુકાર કદી નિષ્ફળ જતો નથી, ગજેન્દ્રમોક્ષ તેનું દૃષ્ટાંત છે.
  •        પ્રકાર મહત્તમનો હોવો જોઈએ, નિમ્નનો નહિં.
  •        ''હરે રામ, હરે કૃષ્ણ'' ઉપનિષદનો મંત્ર છે.
  •        શાસ્ત્રો જડ નથી, સ્થિતિ સ્થાપક છે. તેમાં સમયાંતરે સંશોધન થવુ જોઈએ.
  •        શિવ ભકિતના ભંડારી છે, ભકિતસૂત્રના દાતા છે.
  •        રૂપ અનેક હોય છે પણ સ્વરૂપ તો એક જ હોય છે.
  •        કોઈપણ સત્કાર્ય કોઈને બતાવવા કે બદલો લેવાની ભાવનાથી ન કરો.
  •        પર્વત પુત્રી પાર્વતી સતી નહીં, શ્રદ્ધા છે.
  •        અહંકાર સર્વ પ્રકારના દુઃખોની જનની છે, પિતા દક્ષનો અહંકાર સતીમાં આવ્યો હતો.
  •       રામચરિત માનસ બાલ સંસ્કારનો શ્રેષ્ઠ આદર્શ છે, માનસના મતે દરેક બાળક પરમાત્મા છે.

_________________________________________________________________________________

The article titled "શંકર કોઈ પાત્ર નથી, પણ પ્રેરણાશકિત છે : મોરારીબાપુ" is displayed below with the courtesy of http://www.akilanews.com/

Read the article at its source link.



પરમાત્મા શિવ સૃષ્ટિના આદિ, મધ્ય અને અંતના જ્ઞાતા છે, જન્મવું અને મરવું એ જીવનો ક્રમ છે, શિવનો નહિં : કોઈને દૃષ્ટિ આપો પણ દૃષ્ટિકોણ ન આપો : બુદ્ધપુરૂષનો આશ્રય અને આંખના આંસુ સાધકની સંપદા છે : ભકિતમાં પ્રતિક્ષા મોટું તપ છે : માળા ન કરો તો વાંધો નથી, પણ ચાળા ન કરો, બાપ : પૂ. મોરારીબાપુ

રાજકોટ, તા. ૨૩ : મધ્યપ્રદેશની સંગીતકલા નગરી ગ્વાલિયરમાં ફૂલબાગ મેદાનમાં તા. ૧૮ ફેબ્રુઆરીએ મંગલ પ્રારંભ થયેલ રામકથામાં ગઈકાલે પાંચમા દિવસે સંતો - મહંતો, સાક્ષરો, વિવિધ ક્ષેત્રના જાણીતા મહાનુભવો, યજમાન પરિવાર સહિતના મહેમાનોએ વ્યાસપીઠે વંદના કરીને પૂ. મોરારીબાપુના આર્શીવાદ પ્રાપ્ત કર્યા હતા. એક ગ્રંથનું વિમોચન કરતાં પૂ. બાપુએ કહ્યું હતું કે આ ગ્રંથના સર્જકના મસ્તકનું લોકાર્પણ છે. વ્યાસપીઠે શ્રોતાઓના પ્રશ્નોની ચિઠ્ઠીઓની વર્ષા થઈ હતી. આ કાર્યક્રમ ૩૦ મિનિટ ચાલ્યો હતો. પરિણામે કથા મોડી શરૂ થઈ હતી. ગ્વાલિયરના રામપ્રેમી શ્રોતાઓના પ્રેમ અને વ્યાસપીઠ પ્રતિ આદર બદલ પૂ. બાપુએ સૌની વંદના કરી હતી. કથા પ્રારંભ પૂર્વે યજમાન સહિતના સાક્ષર મહાનુભાવોએ અમૂલ્ય સત્સંગને પ્રતિસાદ આપતા પ્રવચનો કર્યા હતા.
   રામકથાના વિષય ''માનસ - મહેશ''ને કેન્દ્રમાં રાખીને પ્રવાહિત કથાના અનુસંધાનને જોડતા વ્યાસપીઠેથી પૂ. મોરારીબાપુએ શ્રોતા સમુદાય સાથે સંવાદ કરતા કહ્યું કે રામચરિત માનસમાં તુલસીએ મહેશ મહિમાની ભારોભાર પ્રશંસા કરી છે. મહેશ - મહાદેવને રામકથામાં અગ્રસ્થાને મૂકયા છે, રામકથા પહેલા મહાદેવ શિવની કથાનું ગાન કર્યુ છે. શિવ અનન્ય રામભકત છે, રામકથાના આદ્યસર્જક અને શ્રોતા છે, તેનું દિવ્ય દર્શન શિવકથામાં છે. મહેશ - મહાદેવ મહત્તમ તત્વ છે, તેની ઉપર કોઈ તત્વ છે નહિં, મહત્તમ તત્વ શિવ છે. શિવ બ્રહ્મતત્વ છે. પ્રેમના સાગર છે, પતિત પાવન છે, સૃષ્ટિના આદિ અંત અને મધ્યના જ્ઞાતા છે, ત્રિભુવનેશ્વર શિવ અકાલમૂર્ત છે, પરમપિતા અને સદ્દગુરૂ છે, મનુષ્ય સૃષ્ટિરૂપી વૃક્ષના બીજ છે, આપણને બધી ઘરનાઓમાં દુઃખ દેખાય છે. કારણ કે આપણે આ બધી ઘટનાઓ શરીરના બંને નેત્રોથી જોઈએ છીએ, જયારે ભગવાન શિવ ત્રીજા નેત્રથી જોવાનું કહે છે, ત્રીજુ નેત્ર એ દરેક ઘટનામાં છુપાયેલા કલ્યાણને જોવાની રીત છે. ભગવાન શિવ દિવ્યબુદ્ધિના દાતા છે.
   કથા ઉપક્રમમાં પૂ. મોરારીબાપુએ ''મહેશ'' એક બીજો અર્થ સમજાવતા કહ્યું કે ''મ'' એટલે મમતા અને ''હે'' એટલે સ્વર્ણ - હેમ - સોનુ મહેશમાં સ્વર્ણિયપણું છે, જેની મમતા હેમવર્ણી છે. શિવના પત્નિ પાર્વતીનું નામ ઉમા અને એક નામ હેમા પણ છે. હેમા એટલે સ્વર્ણિતા. સંસારની મમતા બંધનમાં મૂકે છે, પરમાત્માની મમતા હરીને બાંધી રાખે છે, સંતાપ નહિં શિતળતા આપે છે. જે મમતા આપણને જોડે તેનું નામ મમતા છે, મમતા યોગ્ય દિશામાં જ વહે છે. મમતાની ઉર્જાને ખતમ નથી કરવી, દિશા આપવી છે. સ્વર્ણિય મમતા શિતળતા છે.
   ''મહેશ''ના દશ લક્ષણોનું વિનોબા ભાવેએ મનનીય દર્શન તેમના એક પુસ્તકમાં રજૂ કર્યુ છે. તેનો સંદર્ભ ટાંકીને પૂ. બાપુએ ''મહેશ''ના આ દશ લક્ષણોનું શ્રોતાઓને રસપાન કરાવ્યુ હતું. પ્રથમ લક્ષણ - (૧) શરણાગતિ : મહેશ - મહાદેવમાં શરણાગતિનો નિતાંત સ્વભાવ છે. પરંપરા કહે છે કે શ્રી કૃષ્ણ શરણમ્ મમ્, સમર્પિત વ્યકિત તેની વાત રાખે છે, ''દિનતા મેરા હક્ક હૈ, કયોંકિ મૈંને તો મહોબ્બત કી હૈ'' મહેશ - મહાદેવમાં શ્રી રામ પ્રત્યેની આવી નિતાંત શરણાગતિ છે. (૨) શ્રદ્ધાવાન : કુરાનના સાર પ્રમાણે શિવ શ્રદ્ધાવાન છે. તેમની ધર્મપત્નિ શ્રદ્ધા છે, તેના પર શિવને શ્રદ્ધા છે. (૩) આજ્ઞાપાલકતાઃ પરમાત્મા રામનો બંદો તેની આજ્ઞાનું પાલન કરે છે, રામચરિત માનસમાં તેનો ઉલ્લેખ છે. (૪) સત્યવકતા : શિવ ઉચ્ચ કોટીના સાધક છે, સાધક હંમેશા સત્યવકતા હોય છે, શિવની ઓળખ સત્યવાદી છે, તેમનું સત્ય હંમેશા પ્રિય હોય છે. ભગવાન રામ હિતકારી શ્રોતા નહીં, પ્રિય શ્રોતાના ભોગી હતા. (૫) ધૈર્ય : સાધક હંમેશા ધૈર્યવાળો હોવો જોઈએ. માનસની અનેક ઘટના, પ્રસંગોમાં શિવના ધૈર્યના દર્શન થાય છે. (૬) વિનમ્રતા : સાધકમાં વિનમ્રતા, સાધુતા આત્મસાત અને અગ્રસ્થાને હોય છે, શિવ કરૂણાની મૂર્તિ છે, કરૂણામાં જ વિનમ્રતાનું તેજ સમાય જાય છે. (૭) દાતા : શિવને સમાન કોઈ દાની નથી. શિવ ગીતા જ્ઞાન અને દિવ્ય બુદ્ધિના દાતા છે, શાંતિ અને સદ્દગતિના દાતા છે. સમુદ્રમંથનને કારણે નીકળેલ હળાહળ ઝેર પીવા કોઈ તૈયાર ન થયુ ત્યારે મહાદેવે ઝેર પીવા માટે નિમિત બનીને દેવતાઓને અભયદાન આપ્યુ હતું. (૮) ઉપવાસી : જે સાધક ભીક્ષાભાવથી ખાય તે ઉપવાસી છે, મહાદેવ આવા ઉપવાસી હતા. (૯) શિલ : ભગવાન શિવમાં શિલવંત મૂર્તિના દર્શન થાય છે, તેનો સદ્દગુરૂ અને જીવન મુકિતના દાતા છે, જેની સમર્થી બ્રહ્માંડ- ત્રિલોક પ્રસિદ્ધ હોય એવા દિવ્યાત્માઓ કેટલા? શિવમાં આવી શીલતા છે. (૧૦) સ્મરણશીલતા : ઈષ્ટદેવનું અવિરત સ્મરણ, શિવ રામનું સ્મરણ કરતા હતા. આવા દશ લક્ષણોવાળા મહેશની આ કથા છે. દુઃખી દુઃખી થઈને ઝેર પચાવવા એ વાસ્તવિક નીલકંઠ વૃતિ નથી. નિજાનંદની મસ્તીમાં મસ્ત રહી, પ્રતિકૂળ પરિસ્થિતિઓને પાર કરી જવી, સૂર્યને ગમે તે કહો, સમુદ્રને લાખ લાખ બદદુવાઓ આપો, ફુલોની પાંખડીઓમાં કાંટા ભોંકયા કરો પણ એ કયારેય નકારાત્મક પ્રતિભાવ નથી આપવાના, એ તો નિજાનંદની મસ્તીમાં પોતાનું કર્તવ્ય નિભાવી જાણે છે. સૂર્ય ઝાંખો નથી પડતો, સમુદ્ર આંસુ નથી પાડતો કે ફુલ સુગંધ નથી છોડતું. બસ એ એની નિલકંઠ વૃતિને સ્વાભાવિક રીતે નિભાવી જાય છે. ભગવાન મહેશ વિશે સાત્વિક ચર્ચા અહીં પૂરી થાય છે.
   વ્યાસપીઠેથી પૂ. મોરારીબાપુ હવે ''મહેશ''નો દિવ્ય પરિચય આપતા કહે છે કે ''રૂદ્રાક્ષ'' સ્વયં મહેશ છે, વાંગ્મય મૂર્તિ છે. રામચરિત માનસના પ્રમાણ મુજબ મહેશની આઠ મૂર્તિ છે. (૧) રૂદ્રમૂર્તિ : અભદ્ર દેખાતી મૂર્તિ શિવ છે, તેના ગળે લાગી જાવ, તમને ડરાવવાવાળો ગભરાય જશે, અભદ્ર મૂર્તિ જોઈને ડરી જશે. આ મૂર્તિ સાધક માટે ભદ્ર છે. (૨) ભૈરવ મૂર્તિ : દેશ - વિદેશના અનેક મંદિરોમાં આ મૂર્તિ જોવા મળે છે, અનેક સાધકો તેની સાધના કરે છે. (૩) મંગલમૂર્તિઃ આવી મૂર્તિ પૂ. મોરારીબાપુના સાધનાધામ તલગાજરડામાં છે, મૂર્તિમાં તટસ્થ ભાવ છે. શ્રી કૃષ્ણ તટસ્થ હતા. મહાભારતના યુદ્ધમાં કૌરવ - પાંડવો વચ્ચે મધ્યમાં હતા. આ પ્રમાણે મહેશની વાંગ્મય મૂર્તિ, બૌદ્ધમૂર્તિ, ગુરૂમૂર્તિ, દક્ષિણામૂર્તિ અને શાંત મૂર્તિઓ વિવિધ શિવ મંદિરોમાં જોવામાં આવે છે, સાધક શ્રદ્ધા પ્રમાણે એ મૂર્તિની આરાધના કરે છે. આવતીકાલે શ્રી રામકથાના ઉપક્રમમાં શ્રી રામ જન્મની કથા રજૂ થશે.
   ગ્વાલિયરની 'માનસ-મહેશ' રામકથાની સાથે સાથે...

  •       અનુભૂતિને શબ્દોમાં ઢાળવાની કોશિશ, આકાશને ચાદર ઓઢાળવા બરાબર છે !
  •       બુદ્ધપુરૂષનો આશ્રય અને આંખના આંસુ સાધકની સંપદા છે.
  •       પરમાત્મા શિવ સૃષ્ટિના આદિ, મધ્ય અને અંતના જ્ઞાતા છે.
  •       જન્મવું અને મરવું એ જીવનો ક્રમ છે, શિવનો નહિં.
  •       શંકર કોઈ પાત્ર નથી, પ્રેરણા શકિત છે.
  •       દેહ, કર્મ અને કાળના ત્રણ બંધનોમાંથી શિવ મુકત છે.
  •       માળા ન કરો તો વાંધો નથી, ચાળા ન કરો, બાપ.
  •       આપણું સત્ય બીજાને ખોટા સાબિત કરવાનો અહંકાર છે.
  •       રામકથાના પ્રથમ ગાયિકા સરસ્વતી છે.
  •       પુકારમાં બંધારણ નહિં, એક ચીખ... પીડા હોય છે.
  •       ભકિતમાં પ્રતિક્ષા મોટું તપ છે.
  •       ભગવાન શિવ દિવ્યબુદ્ધિના દાતા છે.
  •       કોઈને દ્રષ્ટિ આપો પણ દૃષ્ટિકોણ ન આપો.
  •       શિવ પ્રેમના સાગર અને જન્મ - મરણથી ન્યારા છે.
  •       પરમાત્મા શિવ પરમપિતા, પરમ શિક્ષક અને સદ્દગુરૂ છે.
  •       શિવ અવતરણની ઘટના એટલે શિવરાત્રી, સર્વ પર્વોનો રાજા.
  •       કોઈના દુર્ગુણ ન જુઓ, સ્વના દુર્ગુણોની પણ નિંદા ન કરો.
  •       સાંસારિક મમતા સંતાપ આપે છે, પ્રભુ પ્રત્યેની મમતા શિતળતા પ્રદાન કરે છે.
  •       આંખ મળી જાય એને જ દૂરદર્શન થાય છે.

   કથાદોહન
   ભરતભાઇ પટેલ
   મો.૯૮ર૪ર ૪૬૦૦ર

_________________________________________________________________________________

The article "ભગવાનની મંદિરમાં જ નહિં, મન મંદિરમાં પણ પ્રતિષ્ઠા કરો : મોરારીબાપુ" displayed below is with the courtesy of http://www.akilanews.com/



Read the article at its source link.





વિશ્વાસ કલ્પતરૂ છે, મહેશ સ્વયં વિશ્વાસ છે : બુદ્ધપુરૂષની આલોચના નિંદા નહિં, નિદાન હોય છે : પ્રસન્ન દાંપત્ય હોય તેના ઘરે રામ જેવા પુત્રો જન્મે છે : કોઈપણ પ્રતિક્રિયામાં ઉશ્કેરાટ નહિં, મુશ્કુરાહટ રાખો : કથા મસ્ત લોકોનું મયખાનુ છે, અહિં સૌ કોઈ પોતપોતાની મસ્તીમાં પીવે છે : મોરારીબાપુ


રાજકોટ, તા. ૨૪ : 

ભારતની સુપ્રસિદ્ધ સંગીત નગરી ગ્વાલિયરમાં તા. ૧૮ થી ૨૬ ફેબ્રુઆરી સુધી યોજાયેલ પૂ. મોરારીબાપુની ''માનસ - મહેશ''નું સાત્વિક અને તાત્વિક દર્શન કરાવતી શ્રી રામકથા ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં સ્થાયી થયેલા ભારતીય ભાવિકો માટે અદ્દભૂત આકર્ષણ બન્યુ છે. દરરોજ સવારે ૯:૩૦ થી ૧:૩૦ સુધી આસ્થા ટીવી ચેનલ પર લાખો શ્રોતાઓ ઘરેબેઠા શ્રી રામકથાનું રસપાન કરે છે. સાંપ્રત માનવ સમાજને દેશકાળ - સમયોચિત સંદેશો અને પ્રેરણા આપતી આ કથા ૫૦૦ વર્ષ પહેલાના બુદ્ધપુરૂષ ગોસ્વામી તુલસીદાસનું સંશોધાત્મક સંસ્કરણ છે. તુલસીદાસનું આ રામચરિત માનસ ભગવાન શિવ પ્રમાણિત છે. પૂ. મોરારીબાપુ માસનો ચોક્કસ વિષય પસંદ કરીને તેના કેન્દ્રમાં જ શ્રોતાઓ સાથે સંવાદ કરીને રામકથાનું મૌલિક દૃષ્ટિકોણથી રસપાન કરાવે છે. પૂ. બાપુની ગ્વાલિયરની કથાનો કેન્દ્રવર્તી વિચાર - વિષય ''માનસ - મહેશ'' છે. ગઈકાલે છઠ્ઠા દિવસે વ્યાસપીઠેથી પૂ. મોરારીબાપુએ કથાયાત્રાનું પ્રસ્થાન કરતાં જણાવ્યું કે મહેશ - મહાદેવ મહત્તમ તત્વ છે, તેની ઉપર કોઈ તત્વ નથી. સૂક્ષ્મ, સ્થૂળ અને જગત આ ત્રણ આત્મા મહેશ છે. પરમ પ્રતિભા માં પાર્વતીએ મહેશને મહેસુસ કર્યા છે. સતી અવતારમાં ૮૭ હજાર વર્ષ સુધી રોતી રહી, રાગ છૂટી ગયો અને તેની અંદર મહાદેવ અનવરત સ્થાપિત થતાં ગયા, આ સ્થિતિમાં તેમણે મહેશને મહેસુસ કર્યા છે. પૂ. બાપુએ કહ્યું કે અનુભવમાંથી અનુભૂતિમાં પ્રવેશ પછી જ દર્શન શકય બને છે. કોણ શું કહે છે તે નહિં, આપણે શું કહેવા માગીએ છીએ તે અનુભૂતિની માંગ છે. આપણે સૌ અનુભવ, અનુભૂતિ કે દર્શન વિના વાતો કરીએ છીએ, મહેશની વ્યાખ્યા કોઈપણ કરે તે અધુરી છે, પાર્વતીએ મહેશને આંતર - બાહ્ય મહેસુસ કર્યા છે. આવો આજે ગીરીરાજપુત્રી પાર્વતી - માં ઉમાની દૃષ્ટિએ મહેશને મહેસુસ કરીએ.
   સતી અવતારમાં પાર્વતી તેના પિતા દક્ષ દ્વારા કરેલ યજ્ઞોત્સવમાં પતિ શંકરની નીંદા કરનારાઓને દંડ કરવો, દંડને પાત્ર છે. આ યજ્ઞમાં સંત, શિવ, વિષ્ણુની પ્રત્યક્ષ નિંદા થાય ત્યાં મર્યાદા હોય છે. વ્યાસપીઠનું સૂત્ર છે કે નિંદા ન કરો, નિદાન કરો. કોઈ બુદ્ધપુરૂષની આલોચના નિંદા નથી, નિદાન છે. નિદાન કેવળ વૈદ્ય જ કરી શકે છે, સદ્દગુરૂ વૈદ્ય છે, બુદ્ધપુરૂષ વૈદ્ય છે. પૂ. બાપુએ ટકોર કરી કે, વૈદ્ય બનો, ઉંટવૈદ્ય ન બનો - સંત, નારાયણ અને શિવની નીંદા થતી હોય ત્યારે મર્યાદા છે - જો કોઈ નીંદા કરે ત્યાં એક એવી મર્યાદા છે, જો તમારૂ ચાલે તો નીંદકની જીભ કાપી નાખો, શું જીભ કાપવાથી નીંદા અટકી જશે, એક જમાનામાં નીંદા કરનારના હાથ - પગ કાપી નાખતા, પથ્થરથી મારતા, તેનાથી સમસ્યાનું સમાધાન નથી, અગ્નિમાં ઘી નાખવાથી વધુ ભડકો થાય છે, પણ દેશકાળની મર્યાદા છે. ભગવાન ઈશુના સમયકાળમાં એક પાપ કરનાર સ્ત્રીને લોકો પથ્થર મારતા હતા ત્યારે ત્યાં દોડી આવેલ ઈશુએ બધાને રોકીને કહ્યું કે જેમણે જીંદગીમાં પાપ ન કર્યા હોય તે પથ્થર મારો, બધાએ પથ્થર મૂકી દીધા. ત્યારે ગુજરાતના જૂનાગઢના જાણીતા સાક્ષર મનોજ ખંઢેરીયા કહે છે કે, ''હું નિષ્પાપ છું એ સિદ્ધ કરવા પથ્થર નહિં મારૂ'' આ એમનું અંગત સંશોધન છે. આ સંદર્ભે તુલસીદાસ ગોસ્વામી કહે છે કે, ''વાતને વિનયથી પરિવર્તિત કરો અને સંભાવના ન હોય તો કાન બંધ કરી દેવા.'' ઈશુએ પથ્થર મારતા ટોળાને જે વચન આપીને વિનયથી વાતને પરિવર્તિત કરી, જેને બુદ્ધપુરૂષના વચન ઉપર વિશ્વાસ નથી તે કયાંયનો નથી.
   વર્ષો સુધી મહેશને મહેસુસ કર્યા છે તે પાર્વતી કહે છે મારે શિવની સાથે જન્મોજન્મનો સંબંધ છે, જગતનો આત્મા મહેશ છે, અનુભવ કરી ચૂકેલ પાર્વતી આગળ કહે છે, પંચતત્વનું સ્થૂળ શરીર, જગત સ્થૂળ છે પણ શિવ સ્થૂળના સર્જક છે. નિષ્ક્રીય હોવાથી દુનિયાની સમસ્યાઓનું સમાધાન નથી, સક્રિય બને તે સૂક્ષ્મ આત્મા પાર્વતી કહે છે મહેશ આ જગતનો આત્મા છે, મારો મહેશ ભીડનો દુશ્મન છે, તો બાપ પુરારી એકલા રહે છે, ભીડનો માણસ નથી, કારણ, સૂક્ષ્મ, સ્થૂળ ત્રણ જગત છે, પાર્વતી કહે છે મહેશ જગતના પિતા છે, મહેશ બીજ શીતલ, નિષ્કલંક છે. રામનાથ બીજમંત્ર છે. દુનિયાને બીજમંત્ર દેવાવાળા મહાદેવ છે, તેનું પ્રમાણ તુલસીદાસ રચિત વિનય પત્રિકા છે. એક માત્ર માં જ જાણે છે કે બાળકના પિતા કોણ છે, જગતના પિતા મહેશ છે, પ્રકાશના દાતા છે.
   શ્રી રામકથાના ઉપક્રમમાં પ્રવેશ કરતા પૂ. બાપુ કથાયાત્રાને આગળ વધારતા કહે છે કે પ્રસન્નચિત્તે બેઠેલા મહાદેવ પાસે આવીને પાર્વતી કહે છે કે એક પ્રાર્થના છે, ગત જન્મમાં સતીને કુંભજ ઋષિ પાસે રામકથા સાંભળવા લઈ ગયા હતા. શ્રી રામ ઉપર શંશય, તર્ક કર્યા, આપનું માની નહી, આપ વિમુખ થઈ ગયા પછી આપતી સમાધિ અવસ્થામાં ૮૭ હજાર વર્ષ સુધી આપતી તપશ્ચર્યા કરી, આ મારો બીજો જન્મ છે. મારો અહંકાર બળી ગયો છે, હવે મને આપ રામકથા કહો. ભગવાન શિવ પ્રસન્ન થઈ ગયા. કથા પ્રારંભ પૂર્વે ભગવાન શંકર દેવી પાર્વતીને ડાબી બાજુ આસન આપે છે, ડાબી બાજુ હૃદયનું સ્થાન છે. પાર્વતીને હૃદયનું સ્થાન આપ્યુ, આ દેશમાં નારી - સ્ત્રીનું આવું સન્માન કોઈએ નથી કર્યુ.
   ભગવાન શિવે ''રઘુપતિ ચરિત માનસ''નું મંગલાચરણ કરતાં કહ્યું કે, ''હે ભવાની ! મારી જટામાંથી નીકળેલી ગંગા, પણ મારા મુખમાંથી પ્રગટ થનાર રામકથાની ગંગા પૂરા સંસારને સંભળાવવી છે, જેમાં નિરાકાર બ્રહ્મ સાકાર થાય છે, આ અલૌકિક શ્રુતિ છે, જ્ઞાન વગર પણ આનંદ આપે છે - ભગવાન શિવે કથા ઉપક્રમમાં કહ્યું કે રામ પહેલા રાવણની કથા છે, ત્રેતાયુગમાં શ્રી રામના સમયકાળમાં રાવણનો ભયંકર ત્રાસ હતો, દુઃખી થયેલા દેવતાઓ બ્રહ્મા પાસે ગયા અને પ્રાર્થના કરી કે આપની પૃથ્વી રાવણના ત્રાસથી પીડિત છે, આ સમયે હું પણ દેવતાઓ સાથે હતો. બ્રહ્માની આગેવાનીમાં સમગ્ર સૃષ્ટિએ પુકાર કર્યો, પુરા અસ્તિત્વની આ પુકાર વેદના હતી. તેના પરિણામે આકાશવાણી થઈ અને અયોધ્યાના રઘુ કૂળમાં શ્રી રામ પ્રગટ થયા.
   ચંદ્રમૌલેશ્વર શંકર દેવી પાર્વતીને કથા સંભળાવે છે : કૌશલ્યાના કુંખે જન્મેલ પરબ્રહ્મ પરમાત્મા જેની ગોદમાં છે, તે માતા વંદનીય છે. બાળ ભગવાન શ્રી રામનું રૂદન પણ પરમ પ્રિય લાગે છે, ભગવાનની લીલા અપરંપાર છે. બાલ ભગવાનનો દેહ સચ્ચિદાનંદ છે, નિરાવિકારી છે એટલે તેની દરેક લીલા સહજ અને સારી લાગે છે. પરમાનંદ પ્રાપ્ત કરીને કૌશલ્યા સમાધિસ્થ થઈ ગયા, દશરથનો આનંદ બ્રહ્માનંદમાં પરિવર્તિત થઈ ગયો. જીવાત્માને પરમાત્માનું દર્શન થાય છે અને જે આનંદ થાય છે તે બ્રહ્માનંદ છે. આવી મનઃસ્થિતિમાં શરીરની તમામ ઈન્દ્રીયો, મન, આત્મા, પરમાત્માના દર્શનમાં સ્થિર થઈ જાય છે. ભગવાન શિવ મનુષ્યનું રૂપ ધારણ કરીને શ્રી રામના દર્શન કરવા ગયા હતા, શ્રી રામનું દર્શન માનવતાનું દર્શન છે, જીવાત્મા પોતાના મુળભૂત સ્વરૂપને ઓળખે એટલા માટે શ્રી રામના દર્શન કરવા જોઈએ. આવા દિવ્ય દર્શન માટે માણસે પહેલા માનવી બનવું પડે છે.
   રામકથા 'માનસ-મહેશ'ના પ્રેરક અંશો
  •       બુદ્ધપુરૂષની આલોચના નિંદા નહિં, નિદાન હોય છે.
  •       નિદાન કેવલ વૈદ્ય કરી શકે, સદ્દગુરૂ વૈદ્ય છે.
  •       જેને બુદ્ધપુરૂષના વચન ઉપર વિશ્વાસ નથી, તે કયાંયનો નથી.
  •       શંકર ભારતીય પરંપરાનું શિખર છે.
  •       જગત, જીવાત્મા અને પરમાત્મા આ ત્રણે તત્વો અનાદી છે.
  •       વિશ્વાસ કલ્પતરૂ છે, મહેશ સ્વયં વિશ્વાસ છે.
  •       ધર્મનો કયારેય નાશ નથી થતો, હાની થાય છે.
  •       રાવણ પણ અવતાર છે, તેની કથા પહેલા છે. અંધકાર પછી જ પ્રકાશનો ઉદય થાય છે.
  •       પ્રસન્ન દામપત્ય હોય તેના ઘરે રામ જેવા પુત્ર જન્મે છે.
  •       ધન્ય છે એ ભારતની માતાને જેણે ભગવાનને મનુષ્ય બનવાનો પાઠ શીખવ્યો.
  •       જીવાત્માને પરમાત્માના દર્શનથી જે આનંદ થાય તે બ્રહ્માનંદ છે.
  •       જે પંખીએ પાંજરાને જ પોતાનું ઘર માની લીધું હોય તેને આકાશની વિશાળતા નહિં સમજાય.
  •       બુદ્ધિ જયારે રામનું ચિંતન કરે છે ત્યારે શમાકાર બને છે.
  •       માનવીની આંખ પાછળ મન, મન પાછળ બુદ્ધિ અને બુદ્ધિ પાછળ પરમાત્મા છે.
  •       શ્રી રામાકાર મનોવૃત્તિ - બ્રહ્માકારવૃતિ એ જ કૌશલ્યા છે.
  •       સ્વરૂપ ચૈતન્ય અવિદ્યાનો નાશ નહિં, પ્રકાશ આપે છે. બ્રહ્માકારવૃતિ ચૈતન્ય છે.
  •       આ જગત કાળને આધિન છે, શ્રી રામ કાળના યે કાળ છે.
  •       ભગવાનની મંદિરમાં જ નહિં, મનમંદિરમાં પ્રતિષ્ઠા કરો.
  •       દરેક માનવીના જન્મની સાથે જ વિધાતાના છ ઐશ્વર્ય : લાભ - હાની, જીવન- મરણ અને જશ - અપજશ નિશ્ચિત હોય છે.
  •       માનવીનો સંકલ્પ બળવાન હશે તો જરૂર ફળ મળશે, તેમાં વિકલ્પની વ્યવસ્થા ન રાખો.
  •       ગીરીરાજકુમારી પાર્વતી કહે છે, મહેશ એ છે, જે ભીડથી મુકત છે.
  •       માણસને માણસ બનાવવાનું અઘરૂ છે, દેવ બનાવવાનું સહેલું છે.
  •       મહેશ જગતના પિતા છે, એક માત્ર માં જ જાણે છે કે બાળકના પિતા કોણ છે.
  •       મહેશને ભીડ પસંદ નથી, સૌના હિતકારી છે.
  •       સૂક્ષ્મ, સ્થૂળ અને જગત આ ત્રણ આત્મા મહેશ છે.
  •       માનવીને સ્વભાવને અનુ કૂળ જીવવા દો, એ મોટો ઉપકાર છે.
  •       કોઈપણ પ્રતિક્રિયામાં ઉશ્કેરાટ નહિં મુશ્કુરાહટ રાખો.
  •       તુલસી કહે છે, જયાં નિંદા થાય છે ત્યાં વાતને વિનયથી પરિવર્તિત કરો.
  •       કથા મસ્ત લોકોનું મયખાનુ છે, અહિં સૌ કોઈ પોતપોતાની મસ્તીમાં પીવે છે.

   કથાદોહન
   ભરતભાઇ પટેલ
   મો.૯૮ર૪ર ૪૬૦૦ર

_________________________________________________________________________________

શુક્રવાર, ૨૪-૦૨-૨૦૧૭

રાત્રિ એ પ્રકૃતિનાં બધા તત્વોનો વિશ્રામનો સમય છે.

જે આકાશની નીચે સુઈ જાય છે તેનામાં આકાશ જેવું ઔદાર્ય ક્રમશઃ વધવા લાગે, આવવા લાગે.

પ્રકૃતિના પાવન તત્ત્વો - પવન, જલ, આકાશ, તેજ, પૃથ્વી રાત્રિએ ઈબાદત કરે છે.

માનવીનું મન રાત્રિએ દિવસના પ્રમાણમાં થોડી માત્રામાં શાંત થાય છે.

રાત્રિના ચોથા પ્રહરમાં આવેલ સ્વપ્નનું મહત્વ છે.

રાત્રિ સૃષ્ટિ વિકાસનો કાર્યક્રમ છે.

રાત્રિના બીજા પ્રહરે ભોગી જાગે છે.

રાત રહે જાહ રે પાછલી ખટ ઘડી સાધુ પુરુષે સુઈ ન રહેવું.

રાત્રિએ અંધારાનું પોતાનું એક અજવાળું હોય છે, એક અજવાળું પ્રદાન થાય છે.

રાત્રિએ યુદ્ધ વિરામ થાય અને બુદ્ધનો પ્રારંભ થાય, બુદ્ધ જલનું નિર્માણ થાય.

માણસ જ્યારે ઊંધે ત્યારે તે ઘણા પાપો કરતો બંધ થઈ જાય, ઊંધમાં ઘણા પાપો થતાં બંધ થઈ જાય. ઊંઘમાં બોલવાનું, જોવાનું, ઝઘડો કરવાનું બંધ થઈ જાય.

ભજનાનંદી માટે રાત્રિ એ ભજનનો કાળ છે.

વિશેષ વિદ્યા સાધના જેવી કે તંત્ર મંત્ર ના ઉપાર્જનનો સમય રાત્રિ છે.

વિષયાનંદી અને ભજનાનંદીને નીંદ ન આવે, સુઈ ન જાય.

યોગી અને ભોગી ન સુવે.

કોઈ પણ કલ્યાણકારી કામ શિવ પૂજા છે, શિવ અભિષેક છે.

જીવ અને શિવના મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારમાં જમીન આસમાનનો ફરક છે.

જીવનું મન ચંચળ છે.

ચંચલઃ મનઃ ક્રિષ્ના

જીવની બુદ્ધિ વ્યભિચારિણી છે, ભટકતી છે, વિકલ્પ શોધ્યા કરે છે.

જીવના ચિતમાં વારંવાર વિક્ષેપ થયા કરે છે, ચિંતન નિરંતર નથી રહેતું.

જીવનો અહંકાર ઘાતક છે.

શિવનું મન માન સરોવર છે.

માન સરોવરમાં તરંગો આવે છે પણ તે તરંગો ઊર્મિઓનો ઉદ્વેગ છે, ચંચળતા નથી.

ચૈતસિક મુલાકત ભારતીય આધ્યાત્મમાં થાય છે.

................................To be continued

_________________________________________________________________________________

The article "હર હાલતમાં સંતોષી રહે તે શિવ છે : મોરારીબાપુ" displayed below is with the courtesy of http://www.akilanews.com/



Read the article at its source link.



શિવરાત્રી કલ્યાણકારી છે, કલ્યાણના કાર્યો શિવપૂજા છે, રૂદ્રાભિષેક છે : શિવનો અહંકાર નવનિર્માણ કરે છે, જીવનો અહંકાર વિનાશ કરે છે : કોઇની સામે કરૂણાભરી નજરથી જોવું એ સત્સંગ છે : મહાદેવને દુનિયાના દોષ નથી દેખાતા, બધા દોષને શૃંગાર બનાવ્યા છે : મહેશ રામના સેવક, સખા અને સ્વામી પણ છે : શિવનું મન માનસરોવર છે, ઉર્મિઓનું ઉર્ધ્વીકરણ છે : મોરારીબાપુ

રાજકોટ, તા. ૨૫ :

મધ્યપ્રદેશના પ્રાચીન મહાનગર ગ્વાલિયરમાં ફૂલબાગ ખાતેના વિશાળ મેદાનમાં ૧૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલ પૂ. મોરારીબાપુની રામકથાનું હજારો ભાવિકો રસપાન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. પૂ. બાપુની ૭૮૭મી આ કથાનું દરરોજ સવારે ૯:૩૦ થી ૧:૩૦ સુધી આસ્થા ટીવી ચેનલ પર લાઈવ પ્રસારણ થઈ રહ્યુ છે. પૂ. મોરારીબાપુ આ કથામાં શ્રી રામ કથામાં શ્રી રામચરિત માનસના એકથી વિશેષકાંડ - સોપાનમાં નિર્દેષિત શબ્દ મહેશ - મહાદેવના દિવ્ય મહિમાનું ગાન કરી રહ્યા છે. ગઈકાલે કથાસત્સંગ યાત્રાના સાતમા દિવસે ઉપસ્થિત હજારો શ્રોતાઓની આંતરચેતના સાથે અનુસંધાન જોડતા કહ્યું કે રામકથામાં ખૂબ જ રહસ્યો અને અનુભૂતિ પડી છે. વિજ્ઞાન કહે છે કે પૃથ્વી ફરે છે, પણ અધ્યાત્મ નહિં. પ્રકૃતિના પાવન તત્વો ઈબાદત કરે છે, પ્રકૃતિ માત્ર વિશ્રામ આપે છે. જેનું મન માત્રામાં કામ કરે છે તે શાંત થઈ જાય છે. રાત્રીના ચાર પ્રહર છે. ચોથા પ્રહરમાં સ્વપ્ન આવે તો વિશેષ ઘટના છે. સૌથી મોટી વિશિષ્ટતા રાત્રીની એ છે કે ચાંદ અને તારાઓના દર્શન થાય છે. માનસના આધાર પર રાત્રી પણ પરમાત્માનું સ્મરણ કરાવે છે. અરણ્ય કાંડના નિર્દેષ પ્રમાણે ''રાત્રી જ વિકાસનું કામ કરે છે. રાત્રીના પ્રથમ પ્રહરમાં બધા જાગે છે. બીજા પ્રહરમાં યોગીઓ જાગે છે. ત્રીજા પ્રહરે ચોર જાગે છે અને ચોથા પ્રહરે સાધુ - સંતો જાગે છે, શ્રી હરિનું સ્મરણ કરે છે.
   શિવરાત્રીના પરિપ્રેક્ષ્યમાં પૂ. મોરારીબાપુ રાત્રીનું વિશેષ આધ્યાત્મિક દર્શન અને મહિમા વર્ણવતા કહે છે કે નિંદા કરનારા દ્વેષી લોકો રાત્રે જાગે છે, આવા લોકોને રાત જગાવતી રહે છે. અજ્ઞાનને જ્ઞાન આપવાની રાત્રીની વિશિષ્ટતા છે. અજવાળા અને અંધારાનો વૈભવ રાત્રીની બહુમૂલ્ય ભેટ છે. મહાભારતનું યુદ્ધ સૂર્યાસ્ત સાથે બંધ થઈ જતુ હતું, રાત્રી એક માત્ર યુદ્ધને વિરામ આપે છે. એવી અનેક રાતો છે જેમાં ઉર્ધ્વત્વનું નિર્માણ થયું છે. માનવીને રાત્રે નીંદર આવે છે એટલે કેટલાય પાપોથી બચી જાય છે. ભજનાનંદી અને યોગીઓ માટે રાત્રી યોગ સાધનાનો કાળ માનવામાં આવ્યો છે, સમાધિનો કાળ રાત્રી છે. દિવસ તોડફોળ જુદા કરે છે, રાત્રી જોડે છે. રાત્રીના અનેક ઉપકાર છે. શિવરાત્રીની વિશિષ્ટતાનું વર્ણન ન કરી શકાય, સંસારની રાત્રી એવી છે કે મુશ્કેલીઓથી ઘેરાયેલા માનવીને ઉંઘ કરવા દેતી નથી. પૂ. બાપુએ એક રમૂજી ઉદાહરણ આપતા કહ્યું કે ભાઈઓ સામસામે ફલેટમાં રહેતા હતા. તેમાં એક ભાઈ આર્થિક મુશ્કેલીના કારણે ઉંઘી શકતો નહોતો, ઉઘરાણીવાળા રોજ ઘરે આવીને પૈસા માંગતા હતા એટલે રાતભર તેને ઉંઘ નહોતી આવતી. એક સાંજે ઉઘરાણીવાળા આવ્યા એટલે પતિને સાથે રાખીને પત્નિએ ઉઘરાણીવાળાને કહ્યુ કે જાવ, પૈસા નહિં મળે, થાય તે કરી લ્યો. પછી પતિને કહ્યુ કે, હવે તમે નિરાંતે સૂઈ જાવ, ઉઘરાણીવાળો જાગશે.
   રાત્રીનો વિશેષ મહિમા ગાતા પૂ. બાપુએ કહ્યુ કે શિવરાત્રી મહેશ - મહાદેવરૂપનો અંશ છે. શિવરાત્રી કલ્યાણકારી છે, કોઈપણ કલ્યાણકારી કાર્ય શિવ અભિષેક છે. અભાવગ્રસ્ત બાળકોને ઉચ્ચ શિક્ષણની ફી ભરી દો, ભૂખ્યાને ભોજન આપો, નિર્વસ્ત્રને વસ્ત્ર આપો. ગરીબ, ભૂખ્યો તેની પાત્રતા છે. આવા સમાજકલ્યાણના કામ શિવપૂજા છે. રૂદ્રાભિષેક છે.
   શિવ અને જીવના મનની સરખામણી કરતા બાપુએ કહ્યું કે શિવનુ મન માનસ સરોવર છે. જલ તરંગો તો છે, હવાથી લહેરો ઉઠે છે, પણ એ તરંગ ઉર્મિઓ છે, ચંચલતા નથી. ઉર્મિઓનું ઉર્ધ્વીકરણ છે. માનસરોવરમાં તુલસીની ચોપાઈઓ તરંગમાં આવે એવો ભાસ થાય છે. મીરા સ્થિર હતી, તેના નર્તનમાં તરંગ હતા. આ તેના ચાંચલ્યનો પરિચય છે. સુફી સંત રાબિયા અને ગંગાસતી કહે છે કે અંદરથી સ્થિર વ્યકિત શોધવી કઠીન છે. મહેશ મન માનસહંસ છે. જીવનું મન ચંચલ છે. બુદ્ધિ વ્યાભિચારી છે. વિકલ્પ શોધે છે. સ્થિર નથી હોતી, તેના ચિતમાં વારંવાર વિક્ષેપ પડે છે. જીવનો અહંકાર ઘાતક છે. વિક્ષેપગ્રસ્ત છે. જીવની બુદ્ધિ વ્યાભિચારી અને શિવની બુદ્ધિ પાર્વતી - શ્રદ્ધા છે.
   કથા ઉપક્રમમાં વ્યાસપીઠેથી પૂ. બાપુએ ચિત્રકૂટ તીર્થની વાત કરતા કહ્યું કે તીર્થ તો પવિત્ર જ છે, આજકાલ આ તીર્થની અસ્વચ્છતા જોઇએ ઓશો કહે છે, તીર્થ રહી ગયું પણ તીર્થકર ચાલ્યા ગયા છે. ગોસ્વામી કહે છે, ચિત્રકૂટમાં ચિતમાં કોઈ વિક્ષેપ નથી, આ તીર્થ સ્થિરતાનું પ્રતિક છે. નિરંતર રામમય હોય તો ચિત સ્થિર થઈ જાય છે, બુદ્ધપુરૂષનું ચિત રામમય હોય છે, વિક્ષેપનો પ્રવેશ નથી થતો. મહાદેવ દિવસ - રાત રામાકાર રહેતા હતા.
   પૂ. બાપુએ ચૈતન્ય મહાપ્રભુની કેટલીક અનુભૂતિઓની વાત કરતાં કહ્યું કે મીરાંને શ્રીકૃષ્ણએ પગમાં ઘુંઘરૂ બાંધ્યા હતા, મહાપ્રભુજી કહે છે કે મારા શિષ્યોએ બાંધતા જોયા હતા, કૃષ્ણ ગોપીઓના વસ્ત્રો મીરાંને પહેરાવવા લઈ ગયા હતા. ભારતીય સાધના કહે છે કે આ મહાપ્રભુની અનુભૂતિ છે.
   જેનો અહંકાર વૈશ્વિક છે એવા શિવનો આજે મહિમા છે. તેના જ્ઞાનની સાત ભૂમિકા છે, ધર્મના ૧૦ લક્ષણ શિવ માનવામાં આવે છે. શંકર ભકિતના દાતા છે, ભિક્ષુક પણ છે. શિવનું આંતરીકરૂપ ભકિત છે. માનસના અરણ્યકાંડમાં ભગવાન રામે શબરીને ભકિતના નવ સૂત્રો બતાવ્યા છે. (૧) સંતનો સત્સંગ, (૨) કથા શ્રવણ (૩) ગુરૂજનોનું જ્ઞાન (૪) પરમાત્માની સ્તુતિ (૫) મંત્રજાપ (૬) શાસ્ત્રના નિયમોનું પાલન (૭) પુરા સંસારને ધર્મમય જુઓ (૮) જે લાભ મળે તેમાં સંતુષ્ટ થવું તથા (૯) વ્યવહારમાં સરળતા અને સહજતા. ભગવાન રામે ખુદ શબરીને ઉપદેશ કર્યો કે આ નવ પ્રકારના સૂત્રો મુજબ સાધના કરવાથી પ્રુભમાં પ્રેમ જાગે છે. આ સૂત્રોની સમજ આપતા પૂ. બાપુએ કહ્યું કે પ્રભુ પ્રેમીઓનો સંગ કરો, વિલાસી લોકોના સંગથી દૂર રહો, તેઓનો સંગ બુદ્ધિને બગાડનારો છે. સંગનો રંગ મનને લાગે છે. મનુષ્ય જન્મથી બગડેલો હોતો નથી, જન્મે છે ત્યારે તે શુદ્ધ હોય છે. કોઈ દુર્ગુણો તેનામાં નહોતા. કુસંગથી જીવ બગડે છે, સત્સંગથી સુધરે છે, હંમેશા શ્રેષ્ઠ સંતોનો સંગ રાખો. સત્સંગ વગર જ્ઞાન પ્રાપ્ત થતું નથી. વશિષ્ઠ ઋષિ કહે છે કે સત્સંગએ સ્વચ્છ અને શિતળ જ્ઞાનગંગા છે, તેમાં સ્નાન કરવાથી મનનો મેલ ધોવાય જાય છે. શ્રી રામે શબરીને બીજુ સૂત્ર સમજાવતા કહ્યું કે કોઈ ધોવાય જાય છે. શ્રી રામે શબરીને બીજુ સૂત્ર સમજાવતા કહ્યુ કે કોઈ અધિકારી મહાપુરૂષના મુખેથી કથા સાંભળો, કથા સાંભળવાથી પરમાત્મામાં પ્રેમ જાગે છે. પ્રભુકથા જગતનું વિસ્મરણ કરાવે છે. ભકિતનું ત્રીજુ સૂત્ર છે. પરમાત્માની સ્તુતિ, નવરાબેઠા મનના ભાવ બદલાયા કરે છે. મનને સ્થિર રાખવા પરમાત્માની સ્તુતિ કરો, નામ સ્મરણની ટેવ પાડો, એકાંતમાં બેસો, કોઈની નીંદા ન કરો, માત્ર પ્રભુના ઉપકારનું સ્મરણ કરો, પ્રભુના વારંવાર વખાણ કરવાથી પ્રભુમાં પ્રેમ જાગે છે. પ્રભુની આજ્ઞાઓનું ચિંતન - મનન કરી તેને યોગ્ય રીતે સમજવાની અને જીવનમાં ઉતારવાની શ્રી રામની આજ્ઞા છે. આચાર્યોપાસના ભકિતનું પાંચમુ સૂત્ર છે. સદ્દગુરૂની સેવા કરો. બુદ્ધપુરૂષોના વચનોમાં વિશ્વાસ રાખો. ઘરમાં ભગવદ્દ સ્વરૂપ પધરાવીને પ્રભુની સેવા પૂજા કરો, સેવ્યમાં મન પરોવી રાખવુ એ સેવા છે. સેવા સ્નેહથી, સમર્પણ ભાવથી કરો. દાસ્યભાવ હૃદયને જલ્દી દીન બનાવે છે. કોઈપણ સંત પાસેથી મંત્રદીક્ષા ગ્રહણ કરીને તે મંત્ર સાથે મૈત્રી કરે તેને પ્રભુમાં પ્રેમ જાગે છે. સાતમુ સૂત્ર છે મંત્ર જાપ, મનને મંત્રમાં રાખો. સર્વમાં ઈષ્ટદેવ બિરાજેલા છે. એવો ભાવ રાખવો મિથ્યાને ભૂલી જઈને શાશ્વતનું સ્મરણ કરો. કોઈ ગઝલ, લોકગીત, શાસ્ત્રનો શ્લોકનું ગાન સત્સંગ છે. ચિત્રકારના કોઈ ચિત્ર જોવામાં ડૂબી જાવ તો તે સત્સંગ છે. મહાદેવ કોઈના દોષ નથી જોતા, ગુણદર્શી છે. દુનિયાના બધા દોષોને શૃંગાર બનાવ્યા છે. હર હાલતમાં સંતોષી રહે તે શિવ છે. શબરીમાં એક ભકિત છે, શિવમાં દરેક પ્રકારની ભકિત છે, એટલે જ શિવ રામનું પ્રિયપાત્ર છે. તુલસીદાસ મહારાજે ભકિતના આ નવ સૂત્રોનું અરણ્યકાંડમાં સુંદર વર્ણન કર્યુ છે. આ તમામ સૂત્રો શિવને લાગુ પડે છે. શિવ ભકિતના ભંડારી છે અને ભકિત સૂત્રના દાતા છે.
   શિવરાત્રી અને ભકિતની મંગલયાત્રા

  •       રાત્રી જ પૃથ્વીના વિકાસનું કામ કરે છે, યુદ્ધને વિરામ આપે છે.
  •       દિવસ તોડફોડ કરે છે, રાત્રી જોડે છે... રાત્રીના અનંત ઉપકાર છે.
  •       શિવરાત્રી વિશિષ્ટ રાત્રી છે, મહેશપુરૂષનો અંશ છે.
  •       શિવરાત્રી કલ્યાણકારી છે, કલ્યાણના કાર્યો શિવપૂજા છે, રૂદ્રાભિષેક છે.
  •       જીવની બુદ્ધિ વ્યાભિચારી છે, હંમેશા વિકલ્પ શોધે છે, સ્થિર નથી હોતી.
  •       જીવનો અહંકાર ઘાતક છે, વિક્ષેપગ્રસ્ત છે.
  •       શિવનું મન માનસરોવર છે, ચંચલતા નથી, ઉર્મિઓનું ઉર્ધ્વીકરણ છે.
  •       શિવનો અહંકાર  નવ નિર્માણ કરે છે, જીવનો અહંકાર વિનાશ કરે છે.
  •       બુદ્ધપુરૂષનું ચિત અવિરત રામમય હોય છે, વિક્ષેપનો પ્રવેશ નથી થતો.
  •       શિવનું આંતરીક રૂપ ભકિત છે, શંકર ભકિતના દાતા અને ભિક્ષુક પણ છે.
  •       કોઈની સામે કરૂણાભરી નજરથી જોવંુ સત્સંગ છે.
  •       મહેશ રામના સેવક, સખા અને સ્વામી પણ છે.
  •       મહાદેવે દુનિયાના બધા દોષને શૃંગાર બનાવ્યા છે, દોષ નથી દેખાતા ગુણદર્શી છે.
  •       યથા લાભ સંતોષા : હર હાલતમાં સંતોષી રહે તે શિવ છે.
  •       જીવ જીવનની દરેક ઘટનાને બે આંખોથી જુએ છે, શિવ ત્રીજા નેત્રથી જોવાનું કહે છે.
  •       શ્રેષ્ઠ વકતા બની શકાય પણ શ્રેષ્ઠ વ્યકિત બનવું હોય તો શિવનું શરણ લેવું પડે છે.
  •       મહેશ આત્મિક શકિતઓના કિરણોથી ઝળહળતો અલૌકિક સિતારો છે.
  •       મિથ્યાને ભુલી જઈને હંમેશા શાશ્વતનું સ્મરણ કરો.
  •       સેવ્યમાં મન પરોવીને રાખવું એ સેવા છે, સેવા, સ્નેહ, સમર્પણ ભાવથી કરો.
  •       દાસ્યભાવ હૃદયને જલ્દી દીન બનાવે છે.
  •       પ્રભુકથા જગતનું વિસ્મરણ કરાવે છે.

   કથાદોહન
   ભરતભાઇ પટેલ
   મો.૯૮ર૪ર ૪૬૦૦ર

_________________________________________________________________________________

The article "હું કોણ છું? તેનો ઉત્તર આવડે તો સમજજો કે તમે ઈશ્વરની નજીક છો" displayed below is with the courtesy of http://www.akilanews.com/



Read the article at its source link.




''માનસ-મહેશ'' ભગવાન શિવની વાંગ્મય પૂજા છે, 'એક જ ઈષ્ટદેવની આરાધના કરો' - એ ૨૧મી સદીના અધ્યાત્મની માંગ છેઃ રામચરિત માનસ સત્ય, પ્રેમ અને કરૃણાથી નીતરતુ શાસ્ત્ર છે : દુનિયાની કોઈ સમસ્યા એવી નથી, જેનું માનસમાં સમાધાન નથીઃ જેને જીવન સમજમાં આવી ગયું છે તે મૃત્યુની ચિંતા કરતો નથી : કામ સત્ય છે, પુત્ર કામેષ્ટી યજ્ઞથી રામનું પ્રાગટ્ય થયું : મોરારીબાપુ

રાજકોટ, તા. ૨૭ :

મધ્યપ્રદેશના મહાનગર ગ્વાલિયર ખાતે ૨૩ વર્ષ પછી યોજાયેલ પૂ. મોરારીબાપુની શ્રી રામકથા ''માનસ-મહેશ'' દિવ્ય આધ્યાત્મિક સત્સંગે ગઈકાલ નવમા દિવસે વિરામ લીધો. કથા સમાપનના અંતિમ દિવસે વિવિધ ધર્મસ્થાનોના સંતો, મહંતો, સમાજના વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓ અને ભાવિક શ્રોતાઓએ વિશાળ સંખ્યામાં હાજરી આપીને કથા સત્સંગનો ભરપેટ આનંદ માણ્યો હતો.
   કથાના અંતિમ ચરણોમાં પૂ. મોરારીબાપુએ વ્યાસપીઠેથી સંવાદના રૂપમાં સાત્વિક ચર્ચા કરતા રામકથાના ''માનસ-મહેશ'' વિષયને કેન્દ્રમાં રાખીને કહ્યું કે સત્ય, પ્રેમ અને કરૂણા માનવ જીવનને નિખારે છે. વ્યાસપીઠે શ્રોતાઓની આવેલ કેટલીક પ્રશ્નચીઠ્ઠીઓને ઉત્તર આપતા પૂ. બાપુએ કહ્યું કે આધ્યાત્મિક જગત બીજું કોઈ નથી, આપણો સ્વભાવ છે. દરેક વિષયની ચર્ચા આધ્યાત્મિક માર્ગ છે, મંઝીલ નથી. અધ્યાત્મ સ્વભાવ છે. સ્વભાવ ગમે તેવો હોય, સ્વભાવથી જીવો તે આધ્યાત્મ્ય છે. સ્વભાવ નિર્ગુણ નથી હોતો. અભંગ આત્મા છે, પરમાત્મા છે. માણસ લોભી હોય તો પણ અધ્યાત્મમાં જીવે છે. ભમરો ફૂલ ઉપર બેસીને રસ પીવે છે, સૂર્યાસ્તની વેળા છે, ફુલ બીડાઈ - બંધ થઈ જવાનો સમય છે છતાં પણ ભમરો ઉડી જતો નથી. ફુલ બંધ થઈ જાય છે. લોભ સ્વભાવ છે. પરશુરામ સ્વભાવ નહિં, પરમાત્મા બની ગયા. ઘેટીના બચ્ચાને બટીનું અને બકરીના બચ્ચાને બકરીનું જ દૂધ ફાવે છે. અન્ય દૂધ નથી ફાવતું... આ સ્વભાવ છે. ગોસ્વામી તુલસીની કામસકિત યમુના નદીના સામા કાંઠે પીયરના ગામ રહેતી તેની પત્નિ રત્નાવલી પાસે ખેંચી ગઈ, સાપને રસી - દોરી માનીને તેના ઘરમાં પ્રવેશ કર્યો. આ આસકિત સ્વભાવ છે.
   શ્રોતાઓની અન્ય ચીઠ્ઠીઓના ક્રમશઃ જવાબ આપતા બાપુએ કહ્યું કે કામ સત્ય છે, ક્રોધ પ્રેમ છે. હનુમાનજી કહે છે કે હું કામી છંુ, કામનાગ્રસ્ત છું, કામ સત્ય છે, રામની છાંયા છે. કામથી જ જગત બન્યુ છે. ક્રોધ અને પ્રેમ કામ અને સત્ય છે, પુત્રકામેષ્ટી યજ્ઞ કરવાથી રામનું પ્રાગટ્ય થયુ છે. આપણે ક્રોમ એના ઉપર કરીએ છીએ, જેના ઉપર પ્રેમ હોય છે, વધુ પ્રેમ કરવાવાળો કયારેક ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. અત્યંત લોભી સૂઈ શકતો નથી, ક્રોધી આરામથી સૂઈ જાય છે. પ્રેમ પારો છે, પારાને પચાવવો કઠીન છે, ક્રોમ મૂલ્યવાન ચીજ છે. કોઈ બુદ્ધપુરૂષ ક્રોધ કરે તે પ્રેમમૂલક છે. લોભ કરૂણા છે, હું વધારે તપ કરૃં, વધારે સેવા કરૃં એ લોભ કરૂણા છે.
   કલીયુગમાં ભગવાનનું ભજન કરવાવાળા પરેશાન થતા નથી, જે ખરા હૃદયથી ભજન કરે છે તે પરેશાન થી, ભજનાનંદીએ કયારેય ફરીયાદ કરી નથી અને કરી હોય તો ઈશ્વરની ઈજ્જત માટે. ભજન અમર છે, ભકિત યુવાન છે. તુલસીએ માનસમાં ભજન શબ્દ વારંવાર પ્રયોજ્યો છે. જેને જીવન સમજમાં આવી ગયું છે તે કયારેય મૃત્યુની ચિંતા કરતો નથી. હું કોણ છું? તેનો ઉત્તર આવડે તો સમજજો કે, તમે ઈશ્વરની નજીક છો. તલગાજરડીની દૃષ્ટિએ પૂ. બાપુએ એક કલાક સુધી શ્રોતાઓના પ્રશ્નોના માનસને ટાંકીને જવાબો આપ્યા હતા.
   ''માનસ-મહેશ''ના આધ્યાત્મિક સત્સંગ પૂર્વે વ્યાસપીઠેથી મોરારીબાપુએ વાહેગુરૂની સામૂહિક ધૂન કરાવી હતી. નાનકના ગ્રંથસાહેબ અને તુલસીના માનસમાં ઘણી સામ્યતા છે. ગ્રંથ સાહેબમાં કહેવાયુ છે કે ''પરમાત્મા એક ઓમકાર નિરાકાર, સતનામ, કર્તાપુરખ, નિર્ભવ, નિર્વેર, અકાલમૂર્ત, અજુની, સ્વયાભંગ, ગુરૂપ્રસાદ, અદ્-સચ, જુગાદ, સચ્ હૈ'' - અર્થાત્ પરમાત્મા ઓમકાર - નિરાકાર, સત્ય, સૃષ્ટિકર્તા, નિર્ભય, વેરરહિત, શરીરરહિત અને મૃત્યંજય છે. આ બધુગુરૂ દ્વારા જાણી શકાય છે.
   ''માનસ- મહેશ'' નું દર્શન કરાવતા પૂ. મોરારીબાપુએ કહ્યું કે શિવ પંચમુખા છે. પાંચ વાતોની જાણકારી રાખે છે તે પંચમુખી મહેશ છે. માનસના મહેશતત્વ પરમાર્થના જ્ઞાતા છે. પરમાર્થને જાણે છે તે બ્રહ્મને જાણે છે, રામ પરમાર્થ છે, રામને જાણવા એ પરમાર્થને જાણવા બરાબર છે. આજકાલના વિવિધ વાદી... સમાજવાદી, ગાંધીવાદી વો સબ પરમાર્થવાદી નહિં, પરમાર્થને જાણવાવાળા કેટલાય લોકો અનર્થવાદી, સ્વાર્થવાદી છે, કોઈ અર્થવાદી હોય છે, પણ જે બધાના અર્થ જાણી લે છે તે એકાંકી નથી હોતો, મહેશ તત્વ પરમાર્થવાદી તત્વ છે, પરમાર્થને જાણે છે, આ પ્રમાણે શિવની બાબતમાં પાંચ બાબતો જાણવી જરૂરી છે. શિવ સંસારના ભયનો નાશ કરે છે, પરમ તત્વની પ્રભુતાને જાણે છે, મહેશ શ્રી રામની પ્રભુતા જાણે છે. જે ઈશ્વરની ઈશ્વરતા, બ્રહ્મની બ્રહ્મતા જાણે છે, જાગૃત જીવને ઓળખી શકે છે તે મહેશ છે. ગુરૂઅપરાધ કેવો ભયંકર છે તે જાણવાવાળા પણ મહેશ છે શિષ્યએ કદીએ ગુરૂના પાંચ અપરાધ કરવા નહિં, પોતાના ગુરૂ વિશે મૂઢતાથી ગેરસમજ, ગુરૂએ કહ્યા ન હોય એવા શબ્દો તેમના નામે બોલવા, ગુરૂએ કહેલા શબ્દો પોતાના નામે ચિંતનમાં મૂકવા, ગુરૂના વાકયો અને બોલમાં અશ્રદ્ધા અને ગુરૂની નકલ કરવી... આવા અપરાધોના જ્ઞાતા છે મહેશ. અહંકાર નીકળી જાય તો દરેક જગ્યાએ બધુ મહેશ જ છે. સાધુ તમારે ઘરે ભોજન કરે તો તે અન્ન નથી ખાતો પણ તમારા પરિવારના દબાયેલા પાપ ખાય છે. દરેક અન્નક્ષેત્રો બ્રહ્મક્ષેત્રો છે, ત્યાં રોટી નથી પીરસાતી, બ્રહ્મ પીરસાય છે.
   શનિવારે રામકથાયાત્રાના ઉપક્રમમાં પૂ. બાપુએ વ્યાસપીઠેથી ભગવાન રામનું પ્રાગટ્ય, ચારે ભાઈઓના વશિષ્ઠ ઋષિ દ્વારા નામકરણ, ભગવાન રામની બાળલીલા, અયોધ્યામાં વિશ્વામિત્ર ગુરૂનું આગમન, યજ્ઞોમાં અસૂરોના ત્રાસ સામે રક્ષણ મેળવવા દશરથ રરાજા પાસે રામ, લક્ષ્મણની માંગ, વશિષ્ટની સમજાવટથી દશરથ રાજાની સંમતિથી બંને ભાઈ વિશ્વા મિત્ર સાથે જાય છે, જનકપુરીમાં સીતા સ્વયંવરમાં હાજરી, સુંદર સદનમાં નિવાસ.
   ગઈકાલે રવિવારે ગ્વાલિયરની રામકથાના અંતિમ નવમા દિવસે પૂ. મોરારીબાપુએ ''માનસ-મહેશ'' સંવાદિત કથા શરૂ કર્યા પૂર્વે શ્રોતાઓના પ્રશ્નોના જવાબ આપતા કહ્યું કે ''વ્યકિતને ગુરૂ ન હોય તો ઈશ્વર પ્રાપ્ત થતા નથી.'' આ ભ્રાંતિ મગજમાંથી કાઢી નાખો, ઈશ્વર તો આપણને પ્રાપ્ત થયેલા જ માત્ર એને ઓળખવાની જરૂર છે, સદ્દગુરૂ ઓળખાણ કરાવે છે. પરમાત્મા સર્વના હૃદયમાં નિવાસ છે, કોઈપણ પરમતત્વની આરાધના કરો, પોતાના ખભે અનેક દેવોને લઈને ફરે છે તે થાકી જાય છે, અનેક દેવોની પૂજા કરે છે. ૨૧મી સદીના અધ્યાત્મને સમજવા યુવાનો આગળ આવે, એક પરમતત્વની જ આરાધના કરો. ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે, બધા ધર્મો ત્યજીને મારા શરણે આવ. સિદ્ધ સાધનાના માર્ગ પર આવો, વેદના મંત્રો ગોપી બનીને આવ્યા હતા. ગોપીઓ ગોવિંદના શરણમાં રહેતી હતી, ગોપીઓ ગોવિંદની પૂજા નહોતી કરતી. કૃષ્ણના યુગનું આ દર્શન અને ચિંતન છે, ચિંતક ચાલ્યો જાય છે ચિંતન નથી જતું. દર્શક ચાલ્યો જાય છે પણ દર્શન નથી જતું, એ શાશ્વત છે.
   ભગવાન શિવના ત્રણ આકાર છે, શિવ શૂન્ય નિરાકાર છે, નરાકારના રૂપમાં મંદિરોમાં બેસે છે, ત્રીજો વાંદરાકાર છે. અઢાર અને ઓગણીસમી સદીના કેટલાય ચિંતકોએ કહ્યું છે, સૃષ્ટિની સ્થાપના, પલના અને વિનાશ કરવાવાળા પરમાત્મા શિવ નિરાશા અને અંધકારમાં જયોતિ - સ્વરૂપ છે, કળીયુગી સૃષ્ટિના વિકાર મટાડનારા પ્રભુ છે. ''કોઈ પાપી વ્યકિત સાચા મનથી મહાદેવ - શિવની પૂજા કરે તો અધ્યાત્મ માર્ગમાં સર્વોચ્ચપદ પ્રાપ્ત કરી શકે છે.'' આ શબ્દો મૂળ અરબી ભાષામાં છે, જે દિલ્હીના સુપ્રસિદ્ધ લક્ષ્મીનારાયણ મંદિરમાં અંકિત કરેલા છે. સ્કંદપુરાણ કહે છે કે, શિવલીંગ શંકરનું લીંગ નથી પરંતુએ પરથી પર એવા પરમાત્માનું ચિહ્ન છે. સૌર પુરાણ કહે છે કે, મંડલાકાર શિવલીંગના રૂપમાં પરમાત્માનું સ્મરણ કરો. પ્રાર્થના કરવી હોય તો મહેશની કરો, ત્રેતાયુગમાં અયોધ્યાવાસીઓ મહાદેવ શિવની જ પ્રાર્થના કરતા હતા. કંઈ માગવું હોય તો મહાદેવ પાસે માગો, માત્ર મહાદેવની પૂજા કરો. ભગવાન શંકરનું અનુષ્ઠાન ખૂબ સરળ છે, સવારે સ્નાન કરતી વેળાએ રૂદ્રાષ્ટકનો પાઠ કરો, પંડને નવડાવો ત્યારે મહાદેવને અભિષેક કરો છો એવી કલ્પના કરો એટલે તમારૂ અનુષ્ઠાન સફળ થઈ જશે, પણ આ દંભી દુનિયા કોઈનું માનતી નથી, આ બધી કેટલાક ગ્રંથોએ ગડબડ કરી છે. મહાદેવ શિવ - મહેશના શરણમાં જઈને પ્રાર્થના કરો તો સર્વ મનોકામના પૂર્ણ થાય છે, સમગ્ર સૃષ્ટિમાં એકમાત્ર પરમતત્વ શિવ છે, આવી વિશ્વવ્યાપી સમજ જ જગતના માનવીઓને એક કરી શકે તેમ છે એવી ૨૧મી સદીની આધ્યાત્મિક માંગ છે.
   આવા પરમતત્વ શિવની આપણે ૯ દિવસ સુધી વાંગ્મય પૂજા કરી. પૂ. મોરારીબાપુએ કહ્યું કે રામચરિત માનસની ચોપાઈ સત્ય છે. મહેશ રચિત માનસની ચોપાઈઓ કાવ્યોની મહારાણી છે. ચોપાઈના ચાર પદ તે સત્ય, ધર્મ છે. માનસના હોદ્દાઓ પ્રેમની અભિવ્યકિત છે, ધર્મનું દોહન કરે છે. ચોપાઈઓની છંદબદ્ધતા, શબ્દબદ્ધતા કરૂણા છે, બધા સાથે રહો ધર્મ છે. છંદ કમળ છે, ધર્મનું પ્રતિક છે. આમ રામચરિત માનસ સત્ય, પ્રેમ અને કરૂણાથી નીતરતુ શાસ્ત્ર છે. માનસ એક એવો ગ્રંથ છે જેના પ્રસંગો, પંકિતઓને શબ્દોમાં પૂરા કરવા કઠીન છે. નિરંતર ગવાતી, અવિનાશી અને અખંડ કવિતા એટલે ગોસ્વામી તુલસીદાસનું શ્રી રામચરિત માનસ.
   કથા ઉપક્રમમાં વ્યાસપીઠેથી પૂ. મોરારીબાપુએ દરેક કાંડના પ્રસંગોનું સંક્ષિપ્ત દર્શન કરાવતા કહ્યું કે જયારે શ્રી રામ ૧૬ વર્ષના થયા ત્યારે એક દિવસ ઋષિ વિશ્વામિત્ર અયોધ્યા આવ્યા અને રાક્ષસોનો સંહાર કરવા માટે રામ - લક્ષ્મણને પોતાની સાથે મોકલવા તેમણે દશરથને કહ્યું કે વશિષ્ટ ગુરૂના સમજાવવાથી દશરથે સંમતિ આપી. બંને ભાઈઓ ઋષિ વિશ્વામિત્રના આશ્રમે આવ્યા. અહિં જંગલમાં રાક્ષસો ઉપદ્રવ મચાવતા અને ઋષિઓને યજ્ઞકાર્ય કરવા દેતા નહોતા. ઋષિ વિશ્વામિત્રના આર્શીવાદ અને પોતાની શસ્ત્ર વિદ્યાથી, શકિત અને નિપુણતાથી રામે બધા રાક્ષસોનો નાશ કર્યો. કથાયાત્રાના આગળના ક્રમમાં રામ અને લક્ષ્મણ વિશ્વામિત્ર સાથે જનકરાજાની રાજધાની મિથિલામાં આવ્યા, સીતા સ્વયંવરમાં રામે ભગવાન રૂદ્રનું અલૌકિક ધનુષ્ય ઉપાડ્યુ અને તેની પણછ પણ ચડાવીને પોતાની વિલક્ષણ શકિત અને નિપુણતાનો પરિચય આપ્યો, બીજા કેટલાય રાજાઓ આવુ કરવામાં નિષ્ફળ નિવડ્યા હતા, પણ રામે ધનુષ્યની પણછ એટલી જોરથી ખેંચી કે મહાન શસ્ત્ર એક ભયંકર ટંકાર સાથે કટકા થઈને તૂટી ગયું. રાજા જન કે પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરીને પોતાની સૌંદર્યવાન કન્યા - પુત્રી - સીતાનો વિવાહ શ્રી રામ સાથે કર્યો.
   અયોધ્યાના રાજા દશરથ વૃદ્ધ થયા અને તેમણે શ્રી રામનો યુવરાજપદે અભિષેક નિર્ણય કર્યો. બધી તૈયારીઓ થઈ ગઈ હતી પરંતુ એકાએક નિષ્ઠુર હૃદયવાળી તેમની રાણી કૈકેયીએ પોતાની ભ્રષ્ટબુદ્ધિ મંથરા નામની દાસીની કાનભંભેરણીથી દશરથ રાજા પાસે બે વરદાન માગી લીધા, દશરથે એનો સ્વીકાર કર્યો. પહેલા વરદાન પ્રમાણે રામે ૧૪ વર્ષનો વનવાસ કરવાનો હતો બીજા વરદાન પ્રમાણે  તેના પુત્ર ભરતનો યુવરાજના રૂપે અભિષેક કરવાનો હતો. રામ પિતાના આજ્ઞાંકિત પુત્ર હતા એટલે તેઓ તત્કાળ સીતા અને લક્ષ્મણ સાથે વનવાસ જવા ઉપડયા. આ અસહ્ય કુઠારાઘાતથી દશરથે પોતાના પ્રાણ છોડી દીધા. બાપુએ કહ્યું કે, શ્રવણના માબાપનો દશરથ રાજાને શ્રેય હતો, કર્મના બંધનમાંથી બ્રહ્મનો બાપ પણ છુટી શકતો નથી. ભરતને રામ પ્રત્યે અત્યંત શ્રધ્ધા ભાવ હતો, તેમણે રામને અયોધ્યા પાછા લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા એમા સફળ ન થતાં અયોધ્યાનગરના સીમાડે નંદીગ્રામ ખાતે રામની ચરણપાદુકાને સ્થાપિત કરીને રામના નામે રાજયનું શાસન સંભાળ્યું.
   રામ, લક્ષ્મણ અને સીતા પંચવટીમાં રહેતા હતાં એક વખત મારીચ રાક્ષસની માયાથી લંકાધિપતિ રાવણ સીતાનું હરણ કરી ગયો, લંકામાં અશોકવાટીકામાં સીતાને બંદી બનાવી દીધા. રામ લક્ષ્મણ સીતાની શોધમાં નીકળી પડયા. એમણે મુમુર્ષ જટાયુ અને વાનરરાજ સુગ્રીવ પાસેથી સીતાના સગડ મળ્યા, હનુમાનની મૈત્રી, સુગ્રીવના ભાઇ વાલીનો નાશ કરવામાં સુગ્રીવને સહાયતા કરી અને સુગ્રીવ સાથે વાનર સેના લઇને સીતાને પ્રાપ્ત કરવા લંકા પહોચ્યા. રામ રાવણ વચ્ચે મહાયુધ્ધ થયું. અંતુ રાવણ મરાયો અને સીતાને મુકત કરાયા.
   શરૂઆતમાં સીતાને સ્વીકારવા શ્રી રામ સહમત ન થયા, કારણકે તેઓ આટલા દિવસો રાવણની બંદિરી રૂપે રહયા હતા. પોતાની પવિત્રતાનું પ્રમાણપત્ર આપવા સીતાઓ અગ્નિમાં પ્રવેશ કર્યો ત્યારે અગ્નિદેવ પોતે જ સીતાને લઇને પ્રગટ થયા, સીતાને પવિત્ર ઘોષીત કર્યા ત્યારે રામે સીતાને પત્નીરૂપે સ્વીકાર કર્યો. રાવણના ભાઇ વિભીષણને લંકાના રાજય સિંહાસન ઉપર બેસાડીને રામ, લક્ષ્મણ, સીતા, સુગ્રીવ અને તેમના પ્રખંડ ભકત હનુમાન સાથે અયોધ્યા પાછા ફર્યા. રામને અયોધ્યાના રાજારૂપે સિંહાસને બેસાડયા. અયોધ્યાનો આ સુવર્ણયુગ હતો, સર્વત્ર ઉલ્લાસ, સ્વાસ્થ્ય અને આનંદનું વાતાવરણ હતું. રામચરિત માનસમાં જ્ઞાનની ભૂમિકા ઉપર ભગવાન શિવશંકરે પાર્વતીને કથા સંભળાવી. કાગભૂષંડીએ ઉપાસનાની ભૂમિકા ઉપર ગરૂડજીને કથા સંભળાવી. પ્રયાગતીર્થ ખાતે કર્મના ઘાટે શ્રી યજ્ઞવલ્ક મહારાજે કર્મની ભૂમિકા ઉપર ભારદ્વાજ મૂનિને કથા કરે છે, તુલસીદાસ ગોસ્વામી શરણાગતિની ભૂમિકા ઉપર પોતાના મનને કથા સંભળાવી અને ગ્વાલીયરમાં ફૂલબાગ ખાતે શાતઃ સુખાય હેતુ પૂ. મોરારીબાપુ હરિયાણીએ કથાનું ગાન કર્યુ. પૂ. મોરારીબાપુએ ગ્વાલીયરની કથા મહેશ-ત્રિભુવને સમર્પિત કરીને કથાનો વિરામ આપ્યો.
   છેલ્લે આપણે સૌ જાણીતા શાયર જલન માતરીનો જાણીતો શેર માણીએ.
   દુઃખી થવાને માટે કોઇ ધરતી પર નહિ આવે, હવે સદીઓ જશેને કોઇ પયગંબર નહિ આવે. હવે તો દોસ્તો ! ભેગા મળી, વ્હેચી પી નાખો, જગતમાં ઝેર પીવાને હવે શંકર નહિં આવે.
   ।। માનસ - મહેશ ।।

  •       માનસનું મહેશ તત્વ પરમાર્થના જ્ઞાતા છે, શ્રી રામ પરમાર્થ છે.
  •       જાગૃત જીવને ઓળખે છે તે મહેશ છે.
  •       ગુરૂ અપરાધને જાણવાવાળા મહેશ છે.
  •       બુદ્ધિના સીમાડાને હદ હોય છે, શ્રદ્ધાને સીમાડા હોતા નથી... અનહદ છે.
  •       સત્ય, પ્રેમ અને કરૂણા આપણા જીવનને નિખારે છે.
  •       સ્વભાવ આધ્યાત્મિક છે, અભંગ આત્મા છે.
  •       હનુમાન કહે છે કે, હું કામી - કામનાગ્રસ્ત છું, કામ સત્ય છે.
  •       ક્રોધ પ્રેમ છે, પરશુરામ સ્વભાવ નહિં પરમાત્મા બની ગયા.
  •       કામ સત્ય છે, પુત્ર કામેષ્ટિ યજ્ઞથી રામનું પ્રાગટ્ય થયું.
  •       લોભી સૂઈ શકતો નથી, ક્રોધી ઘસઘસાટ ઉંઘી શકે છે.
  •       સ્વભાવને પ્રગટ કરી દેવો શિખરની ભકિત છે.
  •       જેને જીવન સમજમાં આવી ગયું છે તે મૃત્યુની ચિંતા નથી કરતો.
  •       હું કોણ છું? તેનો ઉત્તર આવડે તો સમજજો કે તમે ઈશ્વરની નજીક છો.
  •       ઈશ્વર જે સ્થિતિમાં રાખે તેમાં રાજી રહેવું, એ ઉપનિષદનો મંત્ર છે.
  •       ''હું જાણું છું'' એવા વિચાર સાથે કથામાં બેસશો તો હૃદય સુધી પહોંચશો નહિં
  •       ચિંતક ચાલ્યો જાય છે, ચિંતન નહિં. દર્શક ચાલ્યો જાય છે, દર્શન નહિં.
  •       શંકર અને કૃષ્ણ સમાન છે, માત્ર વસ્ત્રોમાં તફાવત છે.
  •       દુનિયાની કોઈ સમસ્યા એવી નથી, જેનું માનસમાં સમાધાન નથી.
  •       માનસની ચોપાઈ સત્ય, દોહા, પ્રેમ અને છંદ કરૂણા છે.
  •       મહાદેવમાં તમામ ધર્મોનો સમન્વય છે.
  •       રામચરિત માનસની ચોપાઈઓ કાવ્યોની મહારાણી છે.
  •       છંદબધતા ધાર્મિક જીવન છે, બધાની સાથે રહો એ ધર્મ છે.
  •       કર્મના બંધનમાંથી બ્રહ્મનો બાપ પણ છૂટી શકતો નથી.
  •       રામચરિત માનસ ગોસ્વામી તુલસીદાસની નિરંતર ગવાતી અવિનાશી કવિતા છે.
  •       રામચરિત માનસ સત્ય, પ્રેમ અને કરૂણાથી નીતરતું શાસ્ત્ર છે.
  •       બુદ્ધિ કે ધનથી ઈશ્વર પ્રસન્ન થતા નથી, ભકિતથી થાય છે.
  •       જીવનમાં જેટલી બુદ્ધિની જરૂર છે એટલી જ શુદ્ધિની જરૂર છે.
  •       ''માનસ-મહેશ'' શિવની વાંગ્મય પૂજા છે.
  •       એક જ ઈષ્ટદેવની આરાધના કરો એ ૨૧મી સદીના અધ્યાત્મની માંગ છે.

   કથાદોહન
   ભરતભાઇ પટેલ
   મો.૯૮ર૪ર ૪૬૦૦ર

_________________________________________________________________________________