Translate

Search This Blog

Sunday, September 18, 2016

કથાકારનો કંઠ મધુર નથી હોતો, કથા જ મધુર હોય છે

કથાકારનો કંઠ મધુર નથી હોતો, કથા જ મધુર હોય છે



  • ‘રામચરિત માનસ’ પંખીઓનો મેળો છે. અને પંખીઓ વધારે સારાં લાગે છે, કારણ કે પંખી આકાશમાં જાય છે તો કોઇ પગલાં છોડતાં નથી. કોઇ નવો પંથ બનાવતાં નથી. કોઇ નવી સંકીર્ણતા પેદા કરતા નથી અને નથી કોઇ અવાજ આવતો કે નથી કોલાહલ થતો. કાશીમાં ભીડ થઇ શકે છે, કૈલાસમાં નહીં. એ એકાકી માર્ગ છે. જેટલા જેટલા મહાપુરુષ થયા છે, બુદ્ધપુરુષ થયા છે એ બહુધા પોતાના કાળમાં એકાકી છે. એ બધા પક્ષી છે. વાલ્મીકિ સ્વયં પક્ષી છે. ‘વંદે વાલ્મીકિ કોકિલં.’ શુકદેવજી સ્વયં પોપટ છે, શુક છે. આ પંખીઓનો મેળો છે.
  • આ ‘માનસ’ મહાન છે. એ મોટામોટાના કંઠને સુધારી દે છે. કાગડાને આચાર્ય બનાવીને કેટલો બધો આદર આપ્યો!
  • જેમના જીવનનું કોઇ પણ લક્ષ્ય ન હોય એ સાચો સાધુ છે. 
  • કથા પ્રગલ્ભ થવાને માટે છે. પ્રગલ્ભનો અર્થ થાય છે રોજેરોજ બમણી થતી ભીતરી તેજસ્વિતા. કથાથી રોજ નવું તેજ વધે એને પ્રગલ્ભ કહે છે. ‘રુદ્રાષ્ટક’માં શિવને પ્રગલ્ભ કહેવાયા છે. ‘રુદ્રાષ્ટક’ના વૈદ્યનાથ તેજસ્વી છે.


પ્રચંડં પ્રકૃષ્ટં પ્રગલ્ભં પરેશં 
અખંડં અજં ભાનુકોટિપ્રકાશં.
નમામીશમીશાન નિર્વાણરૂપં 
વિભું વ્યાપકં બ્રહ્મવેદસ્વરૂપં.


  • ભગવાનની કથા શ્રોતા-વક્તાને તેજથી ભરી દે એ દાહક તેજ ન હોય, પરંતુ સૌમ્ય તેજ હોય. એ શીતલ તેજ હોય. કથા પ્રગલ્ભ બનાવે છે.
  • ‘રામાયણ’માં લખ્યું છે, રામમંત્ર જપો અને કૃષ્ણ મળે છે. આ સમન્વયનું શાસ્ત્ર છે. નામમહિમામાં લખ્યું છે, ‘જીહ જસોમતિ હરિ હલધર સે.’ જીભ યશોદા છે અને હરિ હલધર. તમારે શાંતિ જોઇએ તો શંકરનું નામ લો. વિશ્રામરૂપી રામ પામવા હોય તો શંકરનું નામ લો. ‘જપહુ જાપ શંકર સતનામા.’
ગીધ અધમ ખગ આમિષ ભોગી.

ગતિ દીન્હી જો જાચત જોગી.


  • ‘રામાયણ’માં સૌથી મોટી વાત તો એ છે કે એક કાગડા પાસે કથા કહેવડાવવામાં આવી. કાગભુશુંડિજી પાસે કથા કહેવડાવી અને પંખીરાજ ગરુડને નીચે બેસાડ્યા. 


નાથ કૃતારથ ભયઉં મૈં તવ દરસન ખગરાજ.
સદા કૃતારથ રૂપ તુમ્હ કહ મૃદુબચન ખગેસ.



  • તો, કથા એ ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારેય આપનારી છે, પરંતુ રામકથા ધર્મ આપે છે અને ભક્તિયુક્ત ધર્મ આપે છે. સ્નેહમય, પ્રેમમય કથા છે આ રામકથા. રામકથા જીવનનો અર્થ આપે છે, પારમાર્થિક અર્થ આપે છે. સ્થૂળ રૂપે પૈસાનો અર્થ સ્વીકારો તો પણ ઠીક, પરંતુ એ ભક્તિમય અર્થ આપે છે. રામકથાનો આશ્રય કરવાથી તમારી પાસે અર્થ-પૈસા આવશે તો પણ તમારા પૈસાની સાથે ભક્તિ પણ આવશે, જે તમારા ધનને સાર્થક કરશે. રામકથા ચારેય ફળ આપે છે, એમાં ત્રીજું સ્થાન કામનું છે. રામકથા રતિમુક્ત, ભક્તિયુક્ત કામ આપે છે.
  • જે કામ પરમાત્માની વિભૂતિ છે. રામકથા એક સો આઠ મણકાની માળા છે. એ મોક્ષ આપે છે તો શુષ્ક મોક્ષ નથી આપતી, ભક્તિયુક્ત મોક્ષ આપે છે. .



  • આમ, આપણે હૃદયને જોડવાનું છે. રામકથા એ જ કહે છે. શિવનું સમગ્ર ચરિત્ર ને દર્શન એ જ સિદ્ધાંતને લઇને ચાલે છે. એ સૌને જોડે છે. 

સંકલન : નીિતન વડગામા


Read full article at Sunday Bhaskar.



Saturday, September 17, 2016

માનસ કિષ્કિન્ધાકાન્ડ

રામ કથા

માનસ કિષ્કિન્ધાકાન્ડ

અબુ ધાબી (UAE)

શનિવાર, તારીખ ૧૭-૦૯-૨૦૧૬ થી રવિવાર, તારીખ ૨૫-૦૯-૨૦૧૬

મુખ્ય પંક્તિ

आगें चले बहुरि रघुराया। 

रिष्यमूक पर्बत निअराया॥
.............................................................४/०/१३



तब निज भुज बल राजिवनैना। 

कौतुक लागि संग कपि सेना॥

................................................................४/२९/१२


શનિવાર, ૧૭-૦૯-૨૦૧૬

કિષ્કિન્ધાકાન્ડમાં ૯ સંવાદ છે અને આ સંવાદ આપણા બધા માટે એક મોટો સંદેશ છે.


રામ અને હનુમાન વચ્ચેનો સંવાદ (સ્વામી અને સેવક વચ્ચેનિ સંવાદ)

આજના કાળમાં આ અત્યંત પ્રાસંગિક છે.

પૂ. મોરારી બાપુએ કહ્યું કે, "પ્રવચન એ મહોબત કરવાનું મારા માટે એક માધ્યમ છે. કથાના માધ્યમથી હું આખા વિશ્વને પ્રેમ કરું છું."

આ ૯ સંવાદ બહું સમાધાન કરી શકે તેવા સંવાદ છે.

આગ જો સમસ્યા હોય તો જલ તેનું સમાધાન છે.

રોગનું સમાધાન તંદુરસ્તી છે, આરોગ્ય છે.

મનની સમસ્યાનું સમાધાન મન જ છે.

કિષ્કિન્ધાકાંડ એ ચોથો કાંડ છે, પરમ તત્વ સાથે જોડાવાનો ચોથો ફેરો છે.

જે વ્યક્તિ સંતોષ સાથે રાત્રે સુઈ જાય અને સવારમાં ઉત્સાહ સહ જાગી જાય તો એ વ્યક્તિ આધ્યાત્મિક છે. આ આધ્યાત્મિકતા છે.

નકારાત્મક વિચારોમાંથી સકારાત્મક વિચારોમાં જવું એ આધ્યાત્મિકતા છે.

દિવસ દરમ્યાન વિકાસ કરો અને રાત્રે વિશ્રામ કરો.

આ કાંડના ૯ સંવાદ એ નવિન સંવાદ છે.


રામ અને સુગ્રિવ વચ્ચેનો સંવાદ

આ બે મિત્રો વચ્ચેનો સંવાદ છે, માનસ મિત્રાષ્ટક ઉપર કથા પણ થઈ છે.


વાલી અને તેની પત્ની તારા વચ્ચેનો સંવાદ (પતિ પત્નીનો સંવાદ)


રામ અને વાલી વચ્ચેનો સંવાદ


રામ અને લક્ષ્મણ વચ્ચેનો સંવાદ (ભાઈ ભાઈ વચ્ચેનો સંવાદ)


બંદર ભાલુ અને સ્વયંપ્રભા વચ્ચેનો સંવાદ


બંદર સંપાદિ વચ્ચેનો સંવાદ


જામવંત અને હનુમાન વચ્ચેનો સંવાદ


પોતાના મન સાથેનો સંવાદ

રામ તેમની યાત્રા દરમ્યાન જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી આગળ જ ચાલ્યા છે, પાછા કદી નથી ચાલ્યા.

હંમેશાં લક્ષ્ય પ્રાપ્તિ તરફ જ ચાલવું.

જે નિરંતર આગળ વધે તે જ ભગવાન કહેવાય.

અલખ ની વ્યાખ્યા કરતાં , અ એટલે અમરતા, અમરપદ, લ એટલે લક્ષ્ય અને ખ એટલે ખલક, દુનિયા આમ આખી દુનિયામાં જેનું લક્ષ્ય અમરતા છે તેવો સાધક અલખ છે.

બુદ્ધ પુરૂષના કથનનું પ્રમાણ - શાસ્ત્ર પ્રમાણ ન શોધો. તેના અંતરાઅત્માનું પ્રમાણ પર્યાપ્ત છે.

બેઠેલો વ્યક્તિ ભયભિત હોય. સુગ્રિવ એક જગ્યાએ બેસી રહ્યો છે એટલે તે ભયભિત છે.

કોઈ બુદ્ધ પુરૂષના સાનિધ્યમાં બેસવાથી આપણી નિર્ભયતા વધારો થાય.

વિશેષના ટુકડા થઈ શકે પણ જે શેષ છે તેના ટુકડા ન થઈ શકે.

કોઈ શ્રેષ્ઠ પાસે ભયભિત થઈ બેસવાથી પોતાની નિર્ભયતામાં વધારો થાય.

પ્રસન્નતા જ પરમ પદ છે.

પ્રસન્નતા પરમાત્માનો પર્યાય છે.

પ્રસન્ન ચિતે પરમાત્મા દર્શનમ્‌ .... આદિ શંકરાચાર્ય ભગવાન

કોઈ ગ્રંથીને છોડવા માટે ઊલટો ક્રમ લેવો પડે.

તુલસીદાસજી કિષ્કિન્ધાકાંડને કાશીનો દરજ્જો આપે છે.

કાશી મુક્તિ દાતા ભૂમિ છે.

રામ ચરિત માનસના પ્રથમ ૬ કાંડ એ સમસ્યા છે જ્યારે સાતમો કાંડ સમાધાન છે, પાયો પરમ વિશ્રામ.

આપણી કુંવારી મતિને, કુંવારી બુદ્ધિને પરમાત્મા સાથે પરણાવવાની છે.

મહાભારતમાં ભીષ્મ પિતામહ કૃષ્ણ પાસે આવું માગે છે.

આપણી પતિને પરમાત્માને સમર્પિત કરવી એ મતિને પરામાત્મા સાથે પરણાવવું છે.

પાદુકા પ્રયત્નથી લઈ ન શકાય પણ કૃપા થાય તો જ પ્રાપ્ત થાય.
 ૨
રવિવાર, ૧૮-૦૯-૨૦૧૬

પૂ.મોરારીબાપુએ  કહ્યુ કે મુંબઇમાં એક વખત એક કાર્યક્રમમાં નાની પાલખીવાલાએ મને પ્રશ્ન કર્યો હતો કે, બાપુ, રામાયણની દ્રષ્ટિએ તમારો મત આપો કે કોની સાથે દયા, અને કોની સાથે દંડ કરાય મેં તરત કહ્યું હતું કે- નિર્બળ સાથે દયા સબળ સાથે દંડથી વર્તાય.

સચિવના લક્ષણો સંદર્ભે બાપુએ સરસ વાત કરી હતી કે- સાચો સચિવ હરિ દર્શન સુધી આપણને લઇ જાય છે હનુમાનજીના રામના સચિવ છે વિભિષણના સચિવ વિવેક છે આપણી જીવનની વિષમ પરિસ્થિતિઓમાં વૈરાગ્ય અને સત્ય એ આપણા આધ્યાત્મિક સચિવ બને તો ધન્ય થવાય.

પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યુ કે આપણે આ કથાના નવ દિવસ દરમ્યાન કરીશું. આ સાત્વિક સંવાદ, પ્રેમ સંવાદ છે હું કથાના માધ્યમથી આખા વિશ્વને પ્રેમ કરૃં છું. પ્રેમ કરવાની આ મારી રીત-પધ્ધતિ છે, હું પ્રવચન નથી કરતો, પણ પ્રેમ કરૃં છું. આપણા જીવનમાં સમસ્યાઓ આવે તો એની સાથે સમાધાનો પણ હોય જ.

આગ-અગ્નિ એ સમસ્યા છે તો પાણી એનું સમાધાન છે રોગની સામે તંદુરસ્તી, ઠંડી સામે ઉષ્ણતા સમાધાન છે એમ આપણા મનની સમસ્યાઓની સામે મન જ સમાધાન છે.એક વાત ખાસ યાદ રાખજો મારા યુવાન ભાઇઓ-બહેનો, આધ્યાત્મિકતાને નવી દ્રષ્ટિથી જુઓ જે માણસ રાત્રે સંતોષ લઇને સૂએ અને સવારે ઉત્સાહથી જાગે તે માણસ આધ્યાત્મિક છે


સોમવાર, ૧૯-૦૯-૨૦૧૬

રામ ચરિત માનસના પ્રત્યેક પ્રસંગમાં ઈતિહાસ છે, આધ્યાત્મ છે; કથ્ય છે, સત્ય છે.

વાલી એ કર્મનું પ્રતીક છે અને સુગ્રીવ એ જીવનું પ્રતીક છે. પ્ર્ત્યેક વ્યક્તિનું કર્મ એ વાલી છે અને જીવ એ સુર્ગીવ છે.

વાલી સુગ્રીવનો પિછો કર્યા કરે છે. એટલે કે આપણાં કર્મ કાયમ આપણો પિછો કર્યા કરે છે. જીવ જ્યાં જાય ત્યામ તેનાં કર્મ જાય છે.

પણ જ્યારે સુગ્રીવ ૠષ્યમૂક પર્વત ઉપરે છૂપાય છે ત્યારે ત્યાં વાલી નથી આવી શકતો.

ૠષ્યમૂક પર્વત એ સતસંગનું પ્રતીક છે. જ્યાં સદવચન, સત સંવાદ થતો હોય એ સતસંગ છે. જીવનોપયોગી કોઈ પણ ચર્ચા સતસંગ છે. આમ સતસંગમાં જવાથી ત્યાં આપણાં કર્મ આવી શકતાં નથી. પણ આપણે જીવના નાતે કાયમ સતસંગમાં રહી શકતા નથી.

બે દિલવાળા મળે તો તે પણ એક મહેફિલ છે.

જેને સુખી થવું છે તેને ઇશ્વર પણ દુઃખી નથી કરી શકતો અને જેને દુઃખી જ થવું છે તેને ઈશ્વર પણ સુખી નથી કરી શકતો.

આપણા બધા જ  દુર્ગુણ કમજોર જ હોય છે પણ આપણે તેને પુષ્ટ કરીએ છીએ.

ઈર્ષા છોડવી એ સત્યને પકડવા સમાન છે, નીંદા છોડવી એ પ્રમને પકડવા સમાન છે અને દ્વૈષ છોડવો એ કરૂણાને પકડવા સમાન છે.

જીવ પાસે ઈચ્છા છે પણ તેને પૂર્ણ કરવા માટે સામર્થ્ય નથી અને ઈશ્વર પાસે સામર્થ્ય છે પણ ઈચ્છા નથી.
કથા ઈચ્છા અને સામર્થ્યનો મેળાપ કરાવે છે.

સુગ્રીવ અને રામનો મેળાપ કરાવનાર હનુમાન છે અને હનુમાન એ બુદ્ધ પુરૂષ છે.

જો કોઈનામાં કોઈ જ ઇચ્છા ન હોય, કોઈ જ વિષય ભોગ પ્રત્યે આકર્ષણ ન હોય અને જો તે અભય હોય તો તેના માટે ગુરૂની જરૂર નથી. પણ આપણા જેવા માટે ગુરૂ આવશ્યક છે.

કારણ કે આપણે ઇચ્છાઓ રાખીએ છીએ, વિષય ભોગ પ્રત્યે આકર્ષણ હોય છે તેમજ આપણે ભયભીત હોઇએ છીએ, અભય નથી તેથી આપણા માટે ગુરૂ આવશ્યક છે.

સદગુરૂ ઉપર બધું જ છોડી દો અથવા સદગુરૂને છોડી દો.

પુરેપુરો પરિચય મેળવ્યા પછી જ ચરણ પકડવા.

ભજનના ૩ ઉપાય છે, ૧ જાણકારી ૨ ભરોંસો અને ૩ પ્રેમ.

શ્રી હનુમાનજીના હૃદયમા મંદિર છે અને તેમા શ્રી રામ ભગવાન નિવાસ કરે છે

આપણા અંતરાત્માને પૂછીને કોઇપણ કામમા આગળ વધવુ જોઇએ

 કોઇના હૃદયમા જે વ્યકિત બિરાજમાન થાય તેના ચરણ કેવા કોમળ હશે ? તેથી જ ભકિત પથ ઉપર નમ્રતાથી આગળ વધવુ જોઇએ.

માનસમાં હનુમાનજીએ ભજનના ઉપાયો બતાવ્‍યાં છે. ત્રણ ઉપાયો છે (૧) પૂર્ણ જાણકારી (૨) ભરોસો અને (૩) પ્રેમ મારા યુવાન ભાઇઓ-બહેનોને ખાસ કે આ ત્રણ ઉપાય ભજન માટે અને એમાં ય વિશેષ તો ભરોસો  અત્‍યંત મહત્‍વનો છે.

કિષ્‍કિન્‍ધાકાંડમાં સુગ્રીવ-હનુમાન, રામ-હનુમાન અને વાલી-તારાના સંવાદને બાપુએ વિસ્‍તારથી સમજાવ્‍યા હતા.એમાં ય ખાસ તો હનુમાનજીનો પ્રવેશ.

ઘણા લોકો ખૂબ તપ કરે, કઠોર તપસ્‍યા કરે, શરીરને હાડપીંજર કરી નાખે, તમે શ્રીમદ રાજચંદ્ર-કૃપાલદેવની છબી જોઇ હશે,એમણે તપ કરીને શરીરને અતિ કૃશ કર્યુ હતું.

ભગવાન બુધ્‍ધે પણ પ્રારંભે ખૂબ આકરૂં તપ કર્યુ પણ પાછળથી એને પણ સમજાયું કે શરીરને કષ્‍ટ આપવું એ વ્‍યર્થ છે.

રામચરિત માનસમાં આવેલ મિત્રાષ્ટકની સંલગ્ન પંક્તિઓ અને તેનો અનુવાદ.

जे न मित्र दुख होहिं दुखारी। 

तिन्हहि बिलोकत पातक भारी॥

निज दुख गिरि सम रज करि जाना। 

मित्रक दुख रज मेरु समाना॥1॥

भावार्थ:-जो लोग मित्र के दुःख से दुःखी नहीं होते, उन्हें देखने से ही बड़ा पाप लगता है। अपने पर्वत के समान दुःख को धूल के समान और मित्र के धूल के समान दुःख को सुमेरु (बड़े भारी पर्वत) के समान जाने॥1॥

 जिन्ह कें असि मति सहज न आई। 

ते सठ कत हठि करत मिताई॥

कुपथ निवारि सुपंथ चलावा। 

गुन प्रगटै अवगुनन्हि दुरावा॥2॥

भावार्थ:-जिन्हें स्वभाव से ही ऐसी बुद्धि प्राप्त नहीं है, वे मूर्ख हठ करके क्यों किसी से मित्रता करते हैं? मित्र का धर्म है कि वह मित्र को बुरे मार्ग से रोककर अच्छे मार्ग पर चलावे। उसके गुण प्रकट करे और अवगुणों को छिपावे॥2॥
 देत लेत मन संक न धरई। 

बल अनुमान सदा हित करई॥

बिपति काल कर सतगुन नेहा। 

श्रुति कह संत मित्र गुन एहा॥3॥

भावार्थ:-देने-लेने में मन में शंका न रखे। अपने बल के अनुसार सदा हित ही करता रहे। विपत्ति के समय तो सदा सौगुना स्नेह करे। वेद कहते हैं कि संत (श्रेष्ठ) मित्र के गुण (लक्षण) ये हैं॥3॥

 आगें कह मृदु बचन बनाई। 

पाछें अनहित मन कुटिलाई॥

जाकर  चित अहि गति सम भाई। 

अस कुमित्र परिहरेहिं भलाई॥4॥

भावार्थ:-जो सामने तो बना-बनाकर कोमल वचन कहता है और पीठ-पीछे बुराई करता है तथा मन में कुटिलता रखता है- हे भाई! (इस तरह) जिसका मन साँप की चाल के समान टेढ़ा है, ऐसे कुमित्र को तो त्यागने में ही भलाई है॥4॥

 सेवक सठ नृप कृपन कुनारी। 

कपटी मित्र सूल सम चारी॥

सखा सोच त्यागहु बल मोरें। 

सब बिधि घटब काज मैं तोरें॥5॥

भावार्थ:-मूर्ख सेवक, कंजूस राजा, कुलटा स्त्री और कपटी मित्र- ये चारों शूल के समान पीड़ा देने वाले हैं। हे सखा! मेरे बल पर अब तुम चिंता छोड़ दो। मैं सब प्रकार से तुम्हारे काम आऊँगा (तुम्हारी सहायता करूँगा)॥5॥



મંગળવાર, ૨૦-૦૯-૨૦૧૬

કથાની વ્‍યાસપીઠએ સેતુબંધ છે.


અજ્ઞાનતાના ભેદ ભુલી જવા જોઇએ અને આધ્‍યાત્‍મિકતા જ્ઞાનરૂપી લક્ષણો,ધાર્મિક કાર્યોને વેગવંતા કરવા જોઇએ.

ભગવાન બુદ્ધનાં પંચશીલ

૧ ચોરી ન કરવી

૨ જુઠુ ન બોલવું

૩ હિંસા ન કરવી

૪ દુરાચાર ન કરવો

૫ વ્ય્સનથી મુક્ત રહેવું

આ પંચશીલનું પાલન કરવાથી આપણી બુદ્ધિ કુંવારી રહે.

અજ્ઞાત અવસ્થામાં થયેલ ભૂલ ક્ષમ્ય છે પણ પ્રસંશનીય નથી.

શંકર ભગવાને ગણેશનું મસ્તક શા માટે કાપ્યું?

માતા પાર્વતીએ પોતાના શરીરના મેલમાંથી ગણેશની ઉત્પતિ કરી હતી અને જે મેલમાંથી ઉત્પન્ન થયેલ હોય તેનામાં વિવેક ન હોય. આપણા મસ્તકમાં પેદા થતા વિચારો જ મોટામાં મોટો મેલ છે. આમ ગણેશના મસ્તકના અવિવેકી વિચારોનો નાશ કરવા માટે તેનું આવા અવિવેકી વિચાર કરતું મસ્તક ભગવાન શિવજીએ કાપ્યું છે.

બુદ્ધિ ભટકતી કેવી રીતે બંધ થાય?

જેની બુદ્ધિ પ્રલોભનોથી દૂર રહે તેની બુદ્ધિ ભટકતી બંધ થાય.

બુદ્ધિ સ્થિર કેવી રીતે થાય?

જે વસ્તુ શુદ્ધ હોય તે કાલાન્તરે સ્થિર થઈ જાય. શુદ્ધતા બુદ્ધિને સ્થિર કરે.

મનથી સંસારમાં રહો, બુદ્ધિથી પોતાના બુદ્ધ પુરૂષ પાસે રહો, ચિતથી ચિત્રકૂટમાં રહો અને અહંકારથી કૈલાશમાં રહો.

રામ લક્ષ્મણના સંવાદમાં ઋતુ અને રુતનું વર્ણન છે.

રામ ચરિત માનસમાં આવેલ રામ લક્ષ્મણ સંવાદની સંલગ્ન પંક્તિઓ અને તેનો અનુવાદ.

बरषा बिगत सरद रितु आई। 

लछमन देखहु परम सुहाई॥

फूलें कास सकल महि छाई। 

जनु बरषाँ कृत प्रगट बुढ़ाई॥1॥

भावार्थ:-हे लक्ष्मण! देखो, वर्षा बीत गई और परम सुंदर शरद् ऋतु आ गई। फूले हुए कास से सारी पृथ्वी छा गई। मानो वर्षा ऋतु ने (कास रूपी सफेद बालों के रूप में) अपना बुढ़ापा प्रकट किया है॥1॥

 उदित अगस्ति पंथ जल सोषा। 

जिमि लोभहिं सोषइ संतोषा॥

सरिता सर निर्मल जल सोहा। 

संत हृदय जस गत मद मोहा॥2॥

भावार्थ:-अगस्त्य के तारे ने उदय होकर मार्ग के जल को सोख लिया, जैसे संतोष लोभ को सोख लेता है। नदियों और तालाबों का निर्मल जल ऐसी शोभा पा रहा है जैसे मद और मोह से रहित संतों का हृदय!॥2॥

 रस रस सूख सरित सर पानी। 

ममता त्याग करहिं जिमि ग्यानी॥

जानि सरद रितु खंजन आए। 

पाइ समय जिमि सुकृत सुहाए॥3॥

भावार्थ:-नदी और तालाबों का जल धीरे-धीरे सूख रहा है। जैसे ज्ञानी (विवेकी) पुरुष ममता का त्याग करते हैं। शरद ऋतु जानकर खंजन पक्षी आ गए। जैसे समय पाकर सुंदर सुकृत आ सकते हैं। (पुण्य प्रकट हो जाते हैं)॥3॥

 पंक न रेनु सोह असि धरनी। 

नीति निपुन नृप कै जसि करनी॥

जल संकोच बिकल भइँ मीना। 

अबुध कुटुंबी जिमि धनहीना॥4॥

भावार्थ:-न कीचड़ है न धूल? इससे धरती (निर्मल होकर) ऐसी शोभा दे रही है जैसे नीतिनिपुण राजा की करनी! जल के कम हो जाने से मछलियाँ व्याकुल हो रही हैं, जैसे मूर्ख (विवेक शून्य) कुटुम्बी (गृहस्थ) धन के बिना व्याकुल होता है॥4॥
 बिनु घन निर्मल सोह अकासा। 

हरिजन इव परिहरि सब आसा॥

कहुँ कहुँ बृष्टि सारदी थोरी। 

कोउ एक भाव भगति जिमि मोरी॥5॥

भावार्थ:-बिना बादलों का निर्मल आकाश ऐसा शोभित हो रहा है जैसे भगवद्भक्त सब आशाओं को छोड़कर सुशोभित होते हैं। कहीं-कहीं (विरले ही स्थानों में) शरद् ऋतु की थोड़ी-थोड़ी वर्षा हो रही है। जैसे कोई विरले ही मेरी भक्ति पाते हैं॥5॥


બુધવાર, ૨૧-૦૯-૨૦૧૬

ધનસંપદા, (ર) પ્રતિષ્ઠા (૩) શાંતિ (૪) વિશ્રામ અને (પ) પ્રસન્નતા, નાચો, કુદો, રાસનો અવસર પણ આ પાંચ સંપદામાં પોતાનું અને પારકુ એવો વિચાર આવે એ જ દુર્જનતા છે. 



સંકલ્પ વિકલ્પની મુક્તિથી આપણું મન શુદ્ધ થાય. જો આપણામાં કોઈ સંકલ્પ વિકલ્પ પેદા ન થાય તો આપણું મન શુદ્ધ રહે.

મનની શુદ્ધિ પોતાના બુદ્ધ પુરૂષની ચરણ રજથી થાય.

श्री गुरु चरण सरोज राज निज मन मुकुरु सुधारी बरनौ रघुवर बिमल जसु जो दायकु फल चारी

યજ્ઞ ક્રિયા એ રજોગુણી છે, અને તેનો હેતુ તમો ગુણી હોય છે, બદલાનો હેતુ હોય છે.

સંકલ્પ વિકલ્પની મુક્તિ પોતાના બુદ્ધ પુરુષની ચરણ રજથી થાય.

जनकसुता जग जननि जानकी। 

अतिसय प्रिय करुनानिधान की॥

ताके जुग पद कमल मनावउँ। 

जासु कृपाँ निरमल मति पावउँ॥4॥

भावार्थ:-राजा जनक की पुत्री, जगत की माता और करुणा निधान श्री रामचन्द्रजी की प्रियतमा श्री जानकीजी के दोनों चरण कमलों को मैं मनाता हूँ, जिनकी कृपा से निर्मल बुद्धि पाऊँ॥4॥

મા ના ચરણોમાં મસ્તક નમાવવાથી બુદ્ધિ શુદ્ધ થાય.

આપણા ચિતની વૃત્તિ સર્પાકાર હોય છે. સર્પ વાંકોચૂકો ગતિ  કરે છે પણ જ્યારે તે પોતાના દરમાં પ્રવેશે છે ત્યારે સીધી ગતિ કરે છે. આજ પ્રમાણે આપણા ચિતની ગતિ જે સર્પાકાર છે તે કોઈ બુદ્ધ પુરૂષને આશ્રિત થઈ જાય તો આ સર્પાકાર વૃત્તિ બંધ થઈ જઇ સીધી થઈ જાય, ચિત શુદ્ધ થઈ જાય.

ચિત્રકૂટમાં ચિતને એકરૂપ બનાવવાની ઔષધિ છે.

આપણા જીવનમાં એક પંથ, એક ગ્રંથ, એક કંથ - ઈષ્ટદેવ અને એક સંત હોવો જોઈએ.

જેનો ભાર ન લાગે તે ભરોંસો.

ભરોંસામાં કોઈ ભાગ ન પડાવી શકે.

ભરોંસો આપણને કોઈ દિવસ ભોઠો ન પડવા દે.

અહંકારની શુદ્ધિ એક વિશેષ રૂપમાં અભિમાનનો સ્વીકાર કરવાથી થાય.

"રઘુપતિ મારા માલિક છે અને હું તેનો સેવક છું" એવું અભિમાન ક્યારેય ન જાય તેમ કરવાથી આપણો અહંકાર શુદ્ધ થાય.

આ સાત્વિક અભિમાન છે.

વિપ્ર એટલે જેનામાં એક વિશેષ પ્રકારની પ્રપન્નતા છે, જેનામાં વિવેકની પ્રધાનતા છે તે.

માતાપિતા સંતાનને જન્મ આપે છે જ્યારે ગુરૂ તે સંતાનની ચેતનાને જન્મ આપે છે.


દ્રૌપદીને કૃષ્ણ પર ભારોભાર ભરસો હતો. કારણ કે એને કૃષ્ણને ઓઢયો હતો. કૃષ્ણ એવું વસ્ત્ર છે. કૃષ્ણને જે ઓઢે એને કોઇ ઉઘાડા ન પાડી શકે. પણ એને કોઇ ઉઘાડા ન પાડી શકે. પણ એનો ઉપર ભરોસો જરૂરી છે.

અમારા વનરાજ બાપુએ સરસ વાત કરી કે, જેમાં કોઇ ભાગ ન પડાવી શકે તે ભરોસો તથા ભરોસો કોઇ દી કોઇને ભોઠો ન પડવા દે. આ કેટલી સરળ, સુત્રાત્મક વાત મને બહુ ગમી હતી. આપણને તો જયાંથી નવો વિચાર મળે એ સ્વીકારવાનો મનબુધ્ધિ-ચિત-અહંકારની શુધ્ધિ  સદગુરૂ ની પ્રાપ્તીથી શે અને સંતની પ્રાપ્તી પુણ્યથી અને કૃપાથી અમે બન્ન.થી મળે છે.

સંત દર્શનથી પાતક મટે છે. પ્રકૃતિ, અસ્તિત્વ, સુષ્ટિમાં જે મુકે છે તે બહુ જરૂરી છે મચ્છર પણ જરૂરી છે પણ મત્સર (અહંકાર) જરૂરી નથી.

મૂળ યાદ કરો. બાપુની દાદા કે પરદાદા એમને સંધર્ષ કર્યો હશે. દુઃખ વેઠયા હશે એ બધુ યાદ કરો તો અહંકાર દુર થઇ જાય. 
चले हरषि तजि नगर नृप तापस बनिक भिखारि।

जिमि हरिभगति पाइ श्रम तजहिं आश्रमी चारि॥16॥

भावार्थ:-(शरद् ऋतु पाकर) राजा, तपस्वी, व्यापारी और भिखारी (क्रमशः विजय, तप, व्यापार और भिक्षा के लिए) हर्षित होकर नगर छोड़कर चले। जैसे श्री हरि की भक्ति पाकर चारों आश्रम वाले (नाना प्रकार के साधन रूपी) श्रमों को त्याग देते हैं॥16॥

 सुखी मीन जे नीर अगाधा। 

जिमि हरि सरन न एकऊ बाधा॥

फूलें कमल सोह सर कैसा। 

निर्गुन ब्रह्म सगुन भएँ जैसा॥1॥

भावार्थ:-जो मछलियाँ अथाह जल में हैं, वे सुखी हैं, जैसे श्री हरि के शरण में चले जाने पर एक भी बाधा नहीं रहती। कमलों के फूलने से तालाब कैसी शोभा दे रहा है, जैसे निर्गुण ब्रह्म सगुण होने पर शोभित होता है॥1॥

 गुंजत मधुकर मुखर अनूपा। 

सुंदर खग रव नाना रूपा॥

चक्रबाक मन दुख निसि पेखी। 

जिमि दुर्जन पर संपति देखी॥2॥

भावार्थ:-भौंरे अनुपम शब्द करते हुए गूँज रहे हैं तथा पक्षियों के नाना प्रकार के सुंदर शब्द हो रहे हैं। रात्रि देखकर चकवे के मन में वैसे ही दुःख हो रहा है, जैसे दूसरे की संपत्ति देखकर दुष्ट को होता है॥2॥

 चातक रटत तृषा अति ओही। 

जिमि सुख लहइ न संकर द्रोही॥

सरदातप निसि ससि अपहरई। 

संत दरस जिमि पातक टरई॥3॥

भावार्थ:-पपीहा रट लगाए है, उसको बड़ी प्यास है, जैसे श्री शंकरजी का द्रोही सुख नहीं पाता (सुख के लिए झीखता रहता है) शरद् ऋतु के ताप को रात के समय चंद्रमा हर लेता है, जैसे संतों के दर्शन से पाप दूर हो जाते हैं॥3॥

 देखि इंदु चकोर समुदाई। 

चितवहिं जिमि हरिजन हरि पाई॥

मसक दंस बीते हिम त्रासा। 

जिमि द्विज द्रोह किएँ कुल नासा॥4॥

भावार्थ:-चकोरों के समुदाय चंद्रमा को देखकर इस प्रकार टकटकी लगाए हैं जैसे भगवद्भक्त भगवान्‌ को पाकर उनके (निर्निमेष नेत्रों से) दर्शन करते हैं। मच्छर और डाँस जाड़े के डर से इस प्रकार नष्ट हो गए जैसे ब्राह्मण के साथ वैर करने से कुल का नाश हो जाता है॥4॥

 भूमि जीव संकुल रहे गए सरद रितु पाइ।

सदगुर मिलें जाहिं जिमि संसय भ्रम समुदाइ॥17॥

भावार्थ:-(वर्षा ऋतु के कारण) पृथ्वी पर जो जीव भर गए थे, वे शरद् ऋतु को पाकर वैसे ही नष्ट हो गए जैसे सद्गुरु के मिल जाने पर संदेह और भ्रम के समूह नष्ट हो जाते हैं॥17॥


 बरषा गत निर्मल रितु आई। 

सुधि न तात सीता कै पाई॥

एक बार कैसेहुँ सुधि जानौं। 

कालुह जीति निमिष महुँ आनौं॥1॥

भावार्थ:-वर्षा बीत गई, निर्मल शरद्ऋतु आ गई, परंतु हे तात! सीता की कोई खबर नहीं मिली। एक बार कैसे भी पता पाऊँ तो काल को भी जीतकर पल भर में जानकी को ले आऊँ॥1॥


ગુરૂવાર, ૨૨-૦૯-૨૦૧૬

મન સાથે સંવાદ કરવો જોઇએ કારણ કે મન વિભુતી છે અને મન પાસેથી ઘણું શીખવાનું મળે છે.

"માયાને છોડો અને આચરણમાં મૂકો" નો અર્થ ઘણા દંભી લોકો આવો પણ કરે છે, "માયાને છોડો અને આ ચરણમાં મૂકો", એટલે કે મારા ચરણમાં મૂકો.

જે વ્યક્તિ પોથી પરાયણ હોય, પ્રેમ પરાયણ હોય, પરમાત્મા પરાયણ હોય તેની પાસેથી કથા સાંભળવી.
ક્થા માણસને ભય મુક્ત કરે પણ એવી ભય મૂક્તા પણ યોગ્ય નથી કે જેથી ભગવતાથી વિમૂખ કરી દે.


कतहुँ रहउ जौं जीवति होई। 

तात जतन करि आनउँ सोई॥

सुग्रीवहुँ सुधि मोरि बिसारी। 

पावा राज कोस पुर नारी॥2॥
भावार्थ:-कहीं भी रहे, यदि जीती होगी तो हे तात! यत्न करके मैं उसे अवश्य लाऊँगा। राज्य, खजाना, नगर और स्त्री पा गया, इसलिए सुग्रीव ने भी मेरी सुध भुला दी॥2॥

 जेहिं सायक मारा मैं बाली। 

तेहिं सर हतौं मूढ़ कहँ काली॥

जासु कृपाँ छूटहिं मद मोहा। 

ता कहुँ उमा कि सपनेहुँ कोहा॥3॥

भावार्थ:-जिस बाण से मैंने बालि को मारा था, उसी बाण से कल उस मूढ़ को मारूँ! (शिवजी कहते हैं-) हे उमा! जिनकी कृपा से मद और मोह छूट जाते हैं उनको कहीं स्वप्न में भी क्रोध हो सकता है? (यह तो लीला मात्र है)॥3॥

 जानहिं यह चरित्र मुनि ग्यानी। 

जिन्ह रघुबीर चरन रति मानी॥

लछिमन क्रोधवंत प्रभु जाना। 

धनुष चढ़ाई गहे कर बाना॥4॥

भावार्थ:-ज्ञानी मुनि जिन्होंने श्री रघुनाथजी के चरणों में प्रीति मान ली है (जोड़ ली है), वे ही इस चरित्र (लीला रहस्य) को जानते हैं। लक्ष्मणजी ने जब प्रभु को क्रोधयुक्त जाना, तब उन्होंने धनुष चढ़ाकर बाण हाथ में ले लिए॥4॥


 तब अनुजहि समुझावा रघुपति करुना सींव।

भय देखाइ लै आवहु तात सखा सुग्रीव॥18॥

भावार्थ:-तब दया की सीमा श्री रघुनाथजी ने छोटे भाई लक्ष्मणजी को समझाया कि हे तात! सखा सुग्रीव को केवल भय दिखलाकर ले आओ (उसे मारने की बात नहीं है)॥18॥


 इहाँ पवनसुत हृदयँ बिचारा। 

राम काजु सुग्रीवँ बिसारा॥

निकट जाइ चरनन्हि सिरु नावा। 

चारिहु बिधि तेहि कहि समुझावा॥1॥

भावार्थ:-यहाँ (किष्किन्धा नगरी में) पवनकुमार श्री हनुमान्‌जी ने विचार किया कि सुग्रीव ने श्री रामजी के कार्य को भुला दिया। उन्होंने सुग्रीव के पास जाकर चरणों में सिर नवाया। (साम, दान, दंड, भेद) चारों प्रकार की नीति कहकर उन्हें समझाया॥1॥

 सुनि सुग्रीवँ परम भय माना। 

बिषयँ मोर हरि लीन्हेउ ग्याना॥

अब मारुतसुत दूत समूहा। 

पठवहु जहँ तहँ बानर जूहा॥2॥

भावार्थ:- हनुमान्‌जी के वचन सुनकर सुग्रीव ने बहुत ही भय माना। (और कहा-) विषयों ने मेरे ज्ञान को हर लिया। अब हे पवनसुत! जहाँ-तहाँ वानरों के यूथ रहते हैं, वहाँ दूतों के समूहों को भेजो॥2॥

 कहहु पाख महुँ आव न जोई। 

मोरें कर ता कर बध होई॥

तब हनुमंत बोलाए दूता। 

सब कर करि सनमान बहूता॥3॥

भावार्थ:-और कहला दो कि एक पखवाड़े में (पंद्रह दिनों में) जो न आ जाएगा, उसका मेरे हाथों वध होगा। तब हनुमान्‌जी ने दूतों को बुलाया और सबका बहुत सम्मान करके-॥3॥

 भय अरु प्रीति नीति देखराई। 

चले सकल चरनन्हि सिर नाई॥

एहि अवसर लछिमन पुर आए। 

क्रोध देखि जहँ तहँ कपि धाए॥4॥

भावार्थ:-सबको भय, प्रीति और नीति दिखलाई। सब बंदर चरणों में सिर नवाकर चले। इसी समय लक्ष्मणजी नगर में आए। उनका क्रोध देखकर बंदर जहाँ-तहाँ भागे॥4॥

 धनुष चढ़ाइ कहा तब जारि करउँ पुर छार।

ब्याकुल नगर देखि तब आयउ बालिकुमार॥19॥

भावार्थ:-तदनन्तर लक्ष्मणजी ने धनुष चढ़ाकर कहा कि नगर को जलाकर अभी राख कर दूँगा। तब नगरभर को व्याकुल देखकर बालिपुत्र अंगदजी उनके पास आए॥19॥

 चर नाइ सिरु बिनती कीन्ही। 

लछिमन अभय बाँह तेहि दीन्ही॥

क्रोधवंत लछिमन सुनि काना। 

कह कपीस अति भयँ अकुलाना॥1॥

भावार्थ:-अंगद ने उनके चरणों में सिर नवाकर विनती की (क्षमा-याचना की) तब लक्ष्मणजी ने उनको अभय बाँह दी (भुजा उठाकर कहा कि डरो मत)। सुग्रीव ने अपने कानों से लक्ष्मणजी को क्रोधयुक्त सुनकर भय से अत्यंत व्याकुल होकर कहा-॥1॥

 सुनु हनुमंत संग लै तारा। 

करि बिनती समुझाउ कुमारा॥

तारा सहित जाइ हनुमाना। 

चरन बंदि प्रभु सुजस बखाना॥2॥

भावार्थ:-हे हनुमान्‌ सुनो, तुम तारा को साथ ले जाकर विनती करके राजकुमार को समझाओ (समझा-बुझाकर शांत करो)। हनुमान्‌जी ने तारा सहित जाकर लक्ष्मणजी के चरणों की वंदना की और प्रभु के सुंदर यश का बखान किया॥2॥

 करि बिनती मंदिर लै आए। 

चरन पखारि पलँग बैठाए॥

तब कपीस चरनन्हि सिरु नावा। 

गहि भुज लछिमन कंठ लगावा॥3॥

भावार्थ:-वे विनती करके उन्हें महल में ले आए तथा चरणों को धोकर उन्हें पलँग पर बैठाया। तब वानरराज सुग्रीव ने उनके चरणों में सिर नवाया और लक्ष्मणजी ने हाथ पकड़कर उनको गले से लगा लिया॥3॥


 नाथ विषय सम मद कछु नाहीं। 

मुनि मन मोह करइ छन माहीं।

सुनत बिनीत बचन सुख पावा। 

लछिमन तेहि बहु बिधि समुझावा॥4॥

भावार्थ:-(सुग्रीव ने कहा-) हे नाथ! विषय के समान और कोई मद नहीं है। यह मुनियों के मन में भी क्षणमात्र में मोह उत्पन्न कर देता है (फिर मैं तो विषयी जीव ही ठहरा)। सुग्रीव के विनययुक्त वचन सुनकर लक्ष्मणजी ने सुख पाया और उनको बहुत प्रकार से समझाया॥4॥

 पवन तनय सब कथा सुनाई। 

जेहि बिधि गए दूत समुदाई॥5॥

भावार्थ:-तब पवनसुत हनुमान्‌जी ने जिस प्रकार सब दिशाओं में दूतों के समूह गए थे वह सब हाल सुनाया॥5॥


 हरषि चले सुग्रीव तब अंगदादि कपि साथ।

रामानुज आगें करि आए जहँ रघुनाथ॥20॥

भावार्थ:-तब अंगद आदि वानरों को साथ लेकर और श्री रामजी के छोटे भाई लक्ष्मणजी को आगे करके (अर्थात्‌ उनके पीछे-पीछे) सुग्रीव हर्षित होकर चले और जहाँ रघुनाथजी थे वहाँ आए॥20॥

 नाइ चरन सिरु कह कर जोरी॥ 

नाथ मोहि कछु नाहिन खोरी॥

अतिसय प्रबल देव तव माया॥ 

छूटइ राम करहु जौं दाया॥1॥

भावार्थ:-श्री रघुनाथजी के चरणों में सिर नवाकर हाथ जोड़कर सुग्रीव ने कहा- हे नाथ! मुझे कुछ भी दोष नहीं है। हे देव! आपकी माया अत्यंत ही प्रबल है। आप जब दया करते हैं, हे राम! तभी यह छूटती है॥1॥

 बिषय बस्य सुर नर मुनि स्वामी॥ 

मैं पावँर पसु कपि अति कामी॥

नारि नयन सर जाहि न लागा। 

घोर क्रोध तम निसि जो जागा॥2॥

भावार्थ:-हे स्वामी! देवता, मनुष्य और मुनि सभी विषयों के वश में हैं। फिर मैं तो पामर पशु और पशुओं में भी अत्यंत कामी बंदर हूँ। स्त्री का नयन बाण जिसको नहीं लगा, जो भयंकर क्रोध रूपी अँधेरी रात में भी जागता रहता है (क्रोधान्ध नहीं होता)॥2॥

 लोभ पाँस जेहिं गर न बँधाया। 

सो नर तुम्ह समान रघुराया॥

यह गुन साधन तें नहिं होई। 
तुम्हरी कृपा पाव कोइ कोई॥3॥

भावार्थ:-और लोभ की फाँसी से जिसने अपना गला नहीं बँधाया, हे रघुनाथजी! वह मनुष्य आप ही के समान है। ये गुण साधन से नहीं प्राप्त होते। आपकी कृपा से ही कोई-कोई इन्हें पाते हैं॥3॥

 तब रघुपति बोले मुसुकाई। 

तुम्ह प्रिय मोहि भरत जिमि भाई॥

अब सोइ जतनु करह मन लाई। 

जेहि बिधि सीता कै सुधि पाई॥4॥

भावार्थ:-तब श्री रघुनाथजी मुस्कुराकर बोले- हे भाई! तुम मुझे भरत के समान प्यारे हो। अब मन लगाकर वही उपाय करो जिस उपाय से सीता की खबर मिले॥4॥

 पाछें पवन तनय सिरु नावा। 

जानि काज प्रभु निकट बोलावा॥

परसा सीस सरोरुह पानी। 

करमुद्रिका दीन्हि जन जानी॥5॥

भावार्थ:-सबके पीछे पवनसुत श्री हनुमान्‌जी ने सिर नवाया। कार्य का विचार करके प्रभु ने उन्हें अपने पास बुलाया। उन्होंने अपने करकमल से उनके सिर का स्पर्श किया तथा अपना सेवक जानकर उन्हें अपने हाथ की अँगूठी उतारकर दी॥5॥

 बहु प्रकार सीतहि समुझाएहु। 

कहि बल बिरह बेगि तुम्ह आएहु॥

हनुमत जन्म सुफल करि माना। 

चलेउ हृदयँ धरि कृपानिधाना॥6॥

भावार्थ:-(और कहा-) बहुत प्रकार से सीता को समझाना और मेरा बल तथा विरह (प्रेम) कहकर तुम शीघ्र लौट आना। हनुमान्‌जी ने अपना जन्म सफल समझा और कृपानिधान प्रभु को हृदय में धारण करके वे चले॥6॥

Sunday, September 11, 2016

ભરતનો આદર્શ ગંગા નથી......

ભરતનો આદર્શ ગંગા નથી, ગંગામાં નૌકા ચલાવનારો કેવટ છે



  • પુણ્યની ઘણી પરિભાષાઓ છે. ‘માનસ’માં સાત પ્રશ્નોમાં પુણ્યની વાત આવી છે. સૌથી મોટું પુણ્ય કયું? તો કાગભુશુંડિજી જવાબ આપે છે - પરમ ધર્મ શ્રુતિ બિદિત અહિંસા.
  • તો સૌથી મોટું પુણ્ય અહિંસા. આપણી માનસિકતાને કારણે કોઇને ઠેસ ન પહોંચે, આપણા વચનથી કોઇનું દિલ ન દુભાય અને આપણા કર્મથી કોઇને ધક્કો ન દઇએ એ પુણ્ય છે. 
  • સૌથી પહેલાં ઘણું બધું સહન કર્યું અહલ્યાએ. અને પારકાઓએ નહીં, પોતાનાઓએ એને ઘણું કષ્ટ આપ્યું છે! ‘માનસ’ને આધારે કહું તો મોટેભાગે તો માતૃશરીરે જ વધારે સહન કરવાનું આવે છે. 
  • બીજું સહન કર્યું શબરીએ. 
  • ત્રીજું હદથી પણ વધારે સહન કર્યું કેવટે. 
  • અને રાજપરિવારમાં જાઉં તો સૌથી વધારે સહન કર્યું છે ભગવતી ઊર્મિલાએ. 
  • કેવટ તમને હસતો દેખાશે, પરંતુ આ આખી જાતિએ સહન ઘણું કર્યું છે. 
  • એક સાધુની આંખ સહનશીલતાનું મીટર છે. એ માણસને માપે છે. કોઇ માણસ હસતો હશે તો પણ સાધુની આંખ સમજી જશે કે અંદરથી બહુ રડ્યો છે આ માણસ!

જો બાંટતા ફિરતા થા જમાને કો ઉજાલા,
ઉસ શખ્સ કે દામન મેં અંધેરા ભી બહુત હૈ.
- ‘શાદ’ મુરાદાબાદી

કેવટને તુલસીએ પુણ્યપુંજ કહ્યો છે.

બરસિ સુમન સુર સકલ સિહાહીં.
એહિ સમ પુન્યપુંજ કોઉ નાહીં.


  • તો કેવટ પુણ્યપુંજ છે. એના માટે દેવતાઓનું આ પ્રમાણપત્ર નથી, પ્રેમપત્ર છે. 


બ્રહ્મભૂત: પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ.
સમ: સર્વેષુ ભૂતેષુ મદભક્તિં લભતે પરામ્.


  • હું મારી જવાબદારી સાથે કહું છું કે ભરતનો જો કોઇ આદર્શ હોય તો ગંગા નથી, ગંગામાં નૌકા ચલાવનારો કેવટ એમનો આદર્શ છે. 
  • ‘બ્રહ્મભૂત’નો એક અર્થ થાય છે બ્રહ્મભાવમાં સ્થિત રહેવું. 
  • ઉજ્જ્વળ વર્ણના નાગર ગૃહસ્થ નરસિંહ મહેતા આટલાં વર્ષો પહેલાં એક દલિતના ઘરે જઇને ભજન કરી શકે છે! 
  • ગંગામાં બ્રહ્મ વહે છે અને આ માણસ ચોવીસ કલાક ગંગામાં રહે છે એટલા માટે એ બ્રહ્મભૂત છે.
  • પ્રાણીમાત્રમાં જે સમાન દૃષ્ટિ રાખે છે એ પુણ્ય કરી રહ્યા છે. કેવટમાં એ પુણ્ય પણ છે. 
  • કેવટ સમદર્શી છે. 

(સંકલન : નીિતન વડગામા)

Read full article at Sunday Bhaskar.




Saturday, September 10, 2016

Abu Dhabi Katha

Abu Dhabi Katha


Emirates Palace,
Etihad Ballroom, West Corniche Road,
Abu Dhabi, UAE


Saturday September 17th, 2016 - Sunday September 25th, 2016

KATHA TIMINGS:
Saturday, September 17th, 2016: 4.00 pm onwards
Sunday, September 18th, 2016 to Sunday, September 25th, 2016: 09.30 am to 1.00 pm

TV BROADCAST:


Live on Aastha in India.

Saturday, 17-09-2016 : 05.30 pm onward

Sunday 18-09-2016 to Sunday 25-09-2016 : 11.00 am onward (Daily) 



Read More at Source Link.: http://www.moraribapu.org/new_2013/ramkatha_schedule_detail_abu_dhabi_res.html

શિક્ષકો એવા ઘડાનું નિર્માણ કરે.....

શિક્ષકો એવા ઘડાનું નિર્માણ કરે, જે દરેક મુસાફરની તરસ છિપાવે



  • શિક્ષકે સતત વિચારતા રહેવું પડે કે કોઈના ગર્ભમાંથી આવેલું આ માટલું મારા વર્ગખંડમાં આવી વિકૃત ન થઈ જાય.
  • શિક્ષક વિશે મારે એક વાક્યમાં કહેવું હોય તો એટલું જ કહું કે શિક્ષક એક કુંભાર છે. 
  • ભગવાન શંકરાચાર્યએ આજથી પંદરસો વર્ષ પહેલાં કહેલું, ‘ન મે જાતિભેદ:’ 
  • ખરેખર તો મારો કહેવાનો અર્થ એ છે કે કુંભાર એટલે વૃત્તિ, વર્ણ નહીં.
  • એ રીતે આજનો શિક્ષક પોતાની મમતા ઉમેરી પાસે આવેલા બાળકનો જીવનપિંડ તૈયાર કરે એ એનો ધર્મ હોવો જોઇએ. આને કેળવણી કહેવાય. આ રીતે કેળવ્યા પછી એનો એક માનસિક પિંડ રચાય છે અને એ પિંડથી આપણે કયા પ્રકારનું પાત્ર નિર્માણ કરવું છે એ નક્કી કરવું પડે.
  • વિદ્યાર્થીને આપણે આ સમજાવવાનું છે કે તારા ચિત્તની હું એવી તાવડી બનાવીશ કે તારું ચિત્ત હંમેશાં હસતું રહે, પ્રસન્ન રહે. તારા ઘરે વિદ્યાદેવી પ્રસન્ન થઇને પ્રગટ થાય. શિક્ષક માત્ર પાઠ્યપુસ્તકમાં જ ઘૂસી રહે એ ન ચાલે. જો શિક્ષક કેવળ પુસ્તક વાંચે અને મસ્તક ન વાંચે તો એ સામે બેઠેલા પાત્રની માનસિક સૃષ્ટિમાં પ્રવેશ નહીં કરી શકે. શિક્ષકને બાળકનું મન વાંચતા આવડવું જોઇએ.
  • મારી દૃષ્ટિએ ચાર પાત્રોમાંનું બીજું પાત્ર શિક્ષકે ઘડવાનું છે એ છે ઘડો. શિક્ષક પણ આ રીતે જ એક હાથ બાળકના હૃદય પર ઢાંકી મીઠા શબ્દોમાં કંઇક ટપારે ત્યારે જે આકાર લાવવો છે તે લાવી શકશે.
  • મેં જે ઘડાનું નિર્માણ કર્યું છે એ કોઇ પણ માણસની જ્ઞાનપિપાસાને કોઇ પણ સમયે તૃપ્ત કરે.
  • ત્રીજું પાત્ર છે નળિયું.  એ જ રીતે વિદ્યાર્થીઓના બૌદ્ધિકપણાના બે ભાગ કરવા પડે છે. એને પહેલેથી જ સમજાવવાનું હોય કે ભાઇ, તારા જીવનમાં બહુ દ્વન્દ્વ આવશે. સુખ આવશે, દુ:ખ આવશે. નિરાશા આવશે, ઉત્સાહ આવશે. પણ આ બધાને ગોઠવતાં તું શીખી જઇશ તો તારું ઘર ભીંજાશે નહીં. મુશળધાર વરસાદમાં પણ તારા ઘરમાં કોઇ ચૂવા નહીં પડે.
  • આમ ઘરની અને એ રીતે પૂરા સમાજની સુરક્ષા માટે શિક્ષકે વિદ્યાર્થીને નળિયાં જેવો બનાવવાનો છે.
  • છેલ્લે જે ચોથું પાત્ર છે તે કોડિયું છે. શિક્ષકે વિદ્યાર્થીને કોડિયાં જેવો બનાવવાનો છે. કોડિયાંનું કર્મ છે કે પોતે પોતાનામાં દીપ પ્રજ્વલિત કરે અને એ રીતે સમાજને પ્રકાશિત કરે. 

(સંકલન : નીિતન વડગામા)

Read full article at Sunday Bhaskar.