Translate

Search This Blog

Saturday, March 19, 2016

માનસ મહાવીર - मानस महाबीर

રામ કથા

માનસ મહાવીર - मानस महाबीर

વિરાતયન, રાજગીર

બિહાર

શનિવાર, ૧૯-૦૩-૨૦૧૬ થી રવિવાર ૨૭-૦૩-૨૦૧૬

મુખ્ય પંક્તિ

महाबीर बिनवउँ हनुमाना। 


राम जासु जस आप बखाना॥


महावीर विक्रम बजरंगी 


कुमति निवार सुमति के संगी

શનિવાર, ૧૯-૦૩-૨૦૧૬

બિહાર એ મા જાનકીની જન્મ ભૂમિ છે.

जनकसुता जग जननि जानकी। 

अतिसय प्रिय करुनानिधान की॥

ताके जुग पद कमल मनावउँ। 

जासु कृपाँ निरमल मति पावउँ॥

આ કથા ગિરનારથી રાજગીરની કથા છે.

મંત્ર શુદ્ધ તેમજ સિદ્ધ હોવો જોઈએ.

પરમાર્થી સાધક જ સાહસ કરી શકે.

જેનામાં ૪ પ્રકારની વીરતા હોય એ જ મહાવીર છે.


ધર્મ વીરતા


બળવીરતા


દાનવીર - ક્ષમતા પ્રમાણે કમાય અને ક્ષમતા પ્રમાણે દાન કરે.


ક્ષમાવીરતા

ક્ષમા વીરસ્ય ભુષણમ્‌

ભગવાન મહાવીરમાં તેમજ હનુમાનજીમાં આ બધા જ પ્રકારની વીરતા છે.

જેની પાસે ધર્મ રથ હોય તેની જીત થાય.

વિશ્વાસ જડ ન હોવો જોઈએ પણ દ્રઢ હોવો જોઈએ.

ગુરૂ ભૂલાઈ જાય એ બહું ચિંતાનો વિશય નથી પણ ગુરૂ કૃપા ન ભૂલાવી જોઈએ.


गुर  बिबेक  सागर  जगु  जाना।  

जिन्हहि  बिस्व  कर  बदर  समाना॥


Read More about માનસ ધર્મ રથ (કેન્યા).


नाथ न रथ नहि तन पद त्राना     । 

केहि बिधि जितब बीर बलवाना    ॥

सुनहु सखा कह कृपानिधाना      ।


जेहिं जय होइ सो स्यंदन आना     ॥

सौरज धीरज तेहि रथ चाका        । 

सत्य सील दृढ़ ध्वजा पताका      ॥

बल बिबेक दम परहित घोरे        । 

छमा कृपा समता रजु जोरे        ॥

ईस भजनु सारथी सुजाना         । 

बिरति चर्म संतोष कृपाना        ॥

दान परसु बुधि सक्ति प्रचंडा      ।

बर बिग्यान कठिन कोदंडा         ॥

अमल अचल मन त्रोन समाना      । 

सम जम नियम सिलीमुख नाना    ॥

कवच अभेद बिप्र गुर पूजा          । 

एहि सम बिजय उपाय न दूजा       ॥

सखा धर्ममय अस रथ जाकें         । 


जीतन कहँ न कतहुँ रिपु ताकें      ॥


રવિવાર, ૨૦-૦૩-૨૦૧૬

દેહધારી સંપૂર્ણ કર્મનો ત્યાગ સંપૂર્ણપણે કરી જ ન શકે.

તેથી જ કર્મના ફળનો ત્યાગ કરવાનું કહેવાયું છે.

શ્રવણથી આપણી પ્રસન્નતામાં વધારો થાય.

માણસ બુદ્ધ પુરુષના મૌનને સમજી ન શક્યો એટલે જ બુદ્ધ પુરૂષે બોલવું પડ્યું છે. .......... ઓશો

मैं  जानउँ  निज  नाथ  सुभाऊ।  

શ્રવણ કરતી વખતે ૫ વસ્તુને સમજી તે પ્રમાણે શ્રવણ કરવુ જોઈએ.


અહિંસાનું વ્રત લઈ શ્રવણ કરો. અહિંસક બની સાંભળો.

પરમાત્માની પહેચાન બહું જ આસાન છે પણ કહેવાતા પંડિતોએ તેને જટિલ બનાવી દીધી છે.

શુદ્ધ સ્વભાવ જ ઈશ્વર છે એવું શ્રીમદ્‌ રાજચંદ્રનું વકતવ્ય છે.

તૂટે વો પ્યાર નહીં, છૂટે વો યાર નહીં. .....  મજબૂર સાહેબ

ગુરૂ આપણી ચાદર છે, આપણું કવચ છે, આપણી સુરક્ષા છે.

આપણે ગુરૂને ઓઢવા જોઇએ અને જો આપણે ગુરૂને ઓઢીશું તો કોઈ દૂર્ગુણ આપણને સ્પર્શી નહીં શકે.

ગુરૂની ચાદર કદી મેલી ન થાય.

બુદ્ધ પુરૂષની સ્થુલ હિંસામાં શાસ્વત અહિંસા - સુક્ષ્મ અહિંસા હોય છે.


અચૌર્ય બની શ્રવણ કરો.


અપરિગ્રહી બની શ્રવણ કરો.


અકામ બની શ્રવણ કરો, કોઈ ફળની અપેક્ષા ન રાખો.


આપ્રમાદી બની શ્રવણ કરો. સાવધાની પૂર્વક સાંભળો. શ્રવણ દરમ્યાન AWARENESS રાખો.

ART OF REAL LISTENING

ભાગવત પ્રમાણે રામ ચરિત માનસમાં રામ પણ બ્રહ્મ સ્વરૂપે, પરમાત્મા સ્વરૂપે અને ભગવાન સ્વરૂપે છે.

રામનું બ્રહ્મ સ્વરૂપ

राम  ब्रह्म  परमारथ  रूपा।  अबिगत  अलख  अनादि  अनूपा॥


રામનું પરમાત્મા સ્વરૂપ
राम सो परमातमा भवानी। तहँ भ्रम अति अबिहित तव बानी॥

રામનું ભગવાન સ્વરૂપ


હેતુ હિન આસ્થા એ દ્રઢ વિશ્વાસ છે.

સંસ્કાર પરિવર્તનની  જરૂર છે, ધર્મ પરિવર્તનની જરૂર નથી.



સોમવાર, ૨૧-૦૩-૨૦૧૬

હનુમાનજી આદિ અનાદિ અરિહંત છે.

ભગવાન મહાવીર કૃપાલુ છે, કૃપણ નથી, કાયર નથી.

જો કોઈ વક્તાનું વક્તવ્ય કોઈને ખુશ કરવા માટે કરાતું હોય તો તેવા વક્તાને સરસ્વતી શ્રાપ આપે છે.

ગ્રંથી યુક્ત ચિત તેમજ શિકાયતી ચિતને આધ્યાત્મમાં પ્રવેશ નથી.

કરૂણા જૈન ધર્મનું અમૃત છે.

ખુબસુરતી ખીંચતી હૈ ઔર મહોબત સીંચતી હૈ.

અંદરના શત્રુને જે મારે તે અરિહંત છે.

महाबीर बिनवउँ हनुमाना।


राम जासु जस आप बखाना॥

જેણે અભિમાનનું હનન કર્યું છે તે હનુમાન છે અને તે અરિહંત છે.

૫ મ કાર જે સમજી લે તે મહાવીર છે.
મદ

મદન - કામ

મત્સર - ઈર્ષા, દ્વૈષ, પ્રતિશોધ

મમતા

મહત્તા - મહત પદ

કોઈ પણ પ્રતિષ્ઠાની મહત્તા નીચે ન લાવી શકે.

મનના મહંતની મહતા છે.

અસુર નિકંદન રામ દુલારે.


મહાવીર બિક્રમ બજરંગી,

હનુમાનજી અહિંસક છે, અચૌર્ય છે, અકામ છે, નિષ્કામ છે, અપ્રિગ્રહી છે, અપ્રમાદી છે.

૪ ની શરણાગતિ કરો.

સાધુ સિંહ જેવો પરાક્રમી હોય.

સિંહ એકલો ન ખાય, પોતે મારણ કર્યા પછી ખાય અને છેલ્લે થોડું બીજા પશુઓ માટે છોડી દે.

સાધુ અને સિંહ એકલા ફર્યા કરે.

હાથી જેવું સ્વાભિમાન જેનામાં હોય તે સાધુ.

વૃષભ - બળદને ભદ્ર કહેવાય છે. વૃષભ કાયમ ધર્મ અભિમુખ રહે છે.

સાધુમાં ભદ્રતા હોય, સાધનાનું બળ હોય, આત્મ બળ હોય.

મૃગ સરળ હોય.

સાધુ પણ સરળ હોય.

સાધુની આંખો મૃગની આંખો જેવી સરળ હોય.

ઈચ્છા મૃગ

પશુને કોઈ ઈચ્છા ન હોય જે મળે તે ખાઈ લે.

સાદુ ભિક્ષા ભાવથી ભોજન કરે.

ભિક્ષા ભાવથી ભોજન કરવાથી ઉપવાસનું ફળ મળે છે. તે ઉપવાસી છે.

વાયુ જેમ અસંગ હોય તે સાધુ.

સૂર્યના જેવો તેજસ્વી હોય તે સાધુ.

જેનામાં ઉપર મુજબનાં લક્ષણ હોય તે તેજસ્વી બની જ જાય.

સાધુ સમુદ્ર માફક ગંભીર હોય, સાગર પેટો હોય.

સાધુ મેરૂ માફક અચલ હોય.

સાધુ મેરૂ માફક સ્થીર હોય, અચલ હોય.

સાદુ ચંદ્ર જેવો શીતલ હોય.

સાધુમાં મણી જેવી આભા હોય, પૃથ્વી જેવી સહનશીલતા હોય, સાપ જેવી અનિવાસી વૃત્તિ હોય, આકાશ જેવી નિરાલંબતા હોય.

સાધુ પોતાના ગુરૂની કૃપા ઉપર અને પોતાની સાધનાના બળ ઉપર અવલંબ રહે.




મંગળવાર, ૨૨-૦૩-૨૦૧૬

એ ધર્મ પરમ મંગલ છે, મંગલમય છે, પરમ છે.

मंगल करनि कलिमल हरनि तुलसी कथा रघुनाथ की।

બીજાનું હિત કરવા સમાન કોઈ ધર્મ નથી.

पर हित सरिस धर्म नहिं भाई। पर पीड़ा सम नहिं अधमाई।।

आगम  निगम  प्रसिद्ध  पुराना।  सेवाधरमु  कठिन  जगु  जाना॥

સેવા સમાન કોઈ કઠિન ધર્મ નથી.

परम धर्म श्रुति बिदित अहिंसा।पर निंदा सम अघ न गरीसा।।

સત્ય સમાન, દયા સમાન કોઈ ધર્મ નથી.

અહિંસા પરમ ધર્મ છે એવું ભગવાન મહાવીર કહે છે અને તુલસીદાસજી પણ કહે છે.

સંયમ, તપ શ્રેષ્ઠ ધર્મ છે.

ધર્મ બધાને ધારણ કરે છે અને ધર્મને ભરત, સંત ધારણ કરે છે.

પ્રતિષ્ઠા માટે, પ્રસિદ્ધિ માટે, પૈસા માટે, પ્રભાવ માટે કરેલ નકલ હિંસા છે. જ્યારે મૌલિકતા અહિંસા છે.

बर बिग्यान कठिन कोदंडा         ॥

अमल अचल मन त्रोन समाना      । 

सम जम नियम सिलीमुख नाना    ॥

સંવેદના હિન વિજ્ઞાન સામાજિક પાપ છે........ ગાંધીજી

રામ ભગવાન પાસે સંવેદના યુક્ત વિજ્ઞાનનું ધનુષ્ય છે જે શ્રેષ્ઠ ધનુષ્ય છે અને સંયમનું બાણ છે.

કોઈની સામે જોઈ જો તમે ન મુસ્કરાઓ તો તે પણ હિંસા છે.

સમાજને સમાજના અમુક વર્ગને દૂર રાખવો એ પણ હિંસા  છે. બધાનો સ્વીકાર અહિંસા છે.

અસ્પૃશ્યતા હિંસા છે.

આપણે ત્યાં વિચારક, ઉદ્ધારક બહું છે પણ સ્વીકારક ઓછા છે.

કોઈ એકની શરણાગતિ લીધા પછી બીજાની દાઢીમાં હાથ નાખવો - બીજાની શરણાગતિ લેવી હિંસા છે.

વ્યભિચારી બુદ્ધિ - ભટકતી બુદ્ધિ હિંસા છે.

परम धर्म श्रुति बिदित अहिंसा।पर निंदा सम अघ न गरीसा।।

પોતાને બીજાથી હિન, નિમ્ન સમજવું પણ હિંસા છે.

વિવેક પૂર્ણ સંયમ હોવો જોઈએ.

મનની પ્રસન્નતા મૌન છે.

પેમી સાધક માટે પોતાના ગુરૂનો આશ્રય અને પોતાનાં આંસુ એ ઠેકાણાં છે.

જે વિષય મુક્ત છે તે સંયમી છે.


तप बल तें जग सृजइ बिधाता। 

तप बल बिष्नु भए परित्राता॥1॥

भावार्थ:-हे पुत्र! मन में आश्चर्य मत करो, तप से कुछ भी दुर्लभ नहीं है, तप के बल से ब्रह्मा जगत को रचते हैं। तप के ही बल से विष्णु संसार का पालन करने वाले बने हैं॥1॥

तपबल संभु करहिं संघारा। 

तप तें अगम न कछु संसारा॥

तप ही के बल से रुद्र संहार करते हैं। संसार में कोई ऐसी वस्तु नहीं जो तप से न मिल सके।


તપ એ શ્રેષ્ઠ ધર્મ છે, મંગલ ધર્મ છે એવું ભગવાન મહાવીર કહે છે.
બુધવાર, ૨૩-૦૩-૨૦૧૬

કોઈ એક નાના આશ્રમની નજીક દ્વૈષ યુક્ત ચિત અને સ્પર્ધાત્મક માનસથી રચાયેલ સેવાશ્રમ સુક્ષ્મ હિંસા છે.

પશ્ચિમમાં ચમત્કારથી સંતત્વ મળે છે જ્યારે અહીં - ભારતમાં સાક્ષાત્કારથી સંતત્વ મળે છે.

આપણી સાધના ચૂકાઈ જાય તેવી સેવા ન કરવી જોઈએ.

રામ કથા સ્વ આપે - પોતાની ઓળખ આપે, સ્વર્ગ ન આપે.

सरल सुभा न मन कुटिलाई ।

जथा लाभ संतोष सदाई ॥

कोमल चित कृपाल रघुराई ।

कपि केहिहेतु धरी निठुराई ॥

જે કોમળ ચિત છે તે પરામાત્મા છે.

પરમાત્માને કાર્ય કારણનો સિધાંત લાગુ નથી પડતો.

અહિંસા, તપ અને સંયમ મળે એટલે ....

હેતુ હીન હેતથી કરેલ સેવા .........

જે બીજાને કે જે દુરાચારી છે છતાં તેને દુરાચારી ન સમજે, તેને તેના દુરાચાર માટે ક્ષુબ્ધ ન કરે, જે કટું વચન ન બોલે તે ભિખુ છે.

જે સમજે છે કે શુભાશુભ કર્મનું ફળ બધા ભોગવે છે અને તેથી તેવા પ્રસંગોમાં પોતાની ઊર્જા ન બગાડે તે ભિખુ છે.
તપ અને ત્યાગનો અહંકાર ગર્વથી છોડી દે તે ભિખુ છે.


કટુ વચન બોલી બીજાને દુઃખી ન કરે તે ભિખુ છે.

सीय राममय सब जग जानी। 

करउँ प्रनाम जोरि जुग पानी॥

ભિખુ સત્ય બોલે પણ બીજાને દુઃખ થાય તેવું ન બોલે.

સાધુએ પોતાની નિજતામાં રહેવું જોઇએ.

બોધ આવે એટલે ક્રોધ જાય.

ક્રોધ અને બોધ એક સાથે ન રહે.

માન શબ્દ જ્યાં જ્યાં વપરાય ત્યાં સાવધાન રહેવું.

માન, અભિમાન, સન્માન, સ્વમાન, યજમાન, મહેમાન, બહુમાન, પ્રમાણ, અનુમાન ......... વગેરે

પણ વર્ધમાન અને હનુમાન એ બે એવા છે જ્યાં માન શબ્દ આવે છે પણ કોઈ ખતરો નથી.

અતિથિ દેવો ભવ

શીલ વિનાનો મહેમાન આવે તો તે ખતરો છે.

સ્વછંદ ન બનો પણ સુછંદ બનો.

જય  જય કારની જેને પડી નથી તે જૈન છે.

ત્યાગ અને તપનો અહંકાર ન આવવો જોઈએ.

તપ કરનારે જે તપ ન કરતો હોય તેને તુચ્છ ન સમજવો જોઈએ.


આપણી ઈચ્છા પ્રમાણે થાય તો તેને હરિ કૃપા સમજવી અને જો આપણી ઈચ્છા પ્રમાણે ન થાય તો તેને હરિ ઇચ્છા સમજવી.


ગુરૂવાર, ૨૪-૦૩-૨૦૧૬

સમગ્ર તુલસી દર્શનમાં મહાબીર શબ્દ ૧૮ વખત લખાયો છે. અને વિનય પત્રિકામાં ૧૯ મી વખત વીર મહા વપરાયો છે.


बीर महा अवराधिये साधे सिधो होय ।

सकल काम पूर्न करे जान सब कोय ॥

વિનય પત્રિકામાં તુલસી ભગવાન રામને વીર મહા કહે છે.

મહાવીર ભગવાનની સાધનાથી સિદ્ધિ મળે.

ભગવાન રામની સાધનાથી પણ સિદ્ધિ મળે.

ભગવાન જેને પ્રેમ કરે છે, જેને યાદ કરે છે તેવા બુદ્ધ પુરૂષને આપણે માગવો જોઈએ. ભગવાન પાસે આપણી માગણી એવી હોવી જોઈએ કે હે હરિ તું જેને પ્રેમ કરે છે, જેને યાદ કરે છે તેવા બુદ્ધ પુરૂષ સાથે મારો મેળાપ કરાવી આપ.


બલી પૂજા ચાહત નહીં
ચાહત એક પ્રિતિ
મર્યાદા શીખવી હોય તો રામ પાસે જવું પડે.

રસ શીખવો હોય તો કૃષ્ણ પાસે જવું પડે.

અહિંસા શીખવિ હોય તો મહાવીર પાસે જવું પડે.

આંસુ સાધકોની સંપદા છે.

સાધુ, ગુરૂ સાધન નથી પણ સાધ્ય છે.


જે બધી સુખ સુવિધા હોવા છતાં પોતાની જરૂરિયાત કરતાં ઓછામાં ચલાવી લે તે પૂજ્ય છે.

નૃત્ય કરનાર શંકર છે.

બીજા નર્તક પણ નીચે પ્રમાણે છે.

કૃષ્ણ
નારદ
હનુમાન
આત્મા
રામ
માયા
नारि बिबस नर सकल गोसाईं। 
नाचहिं नट मर्कट की नाईं।।

જેની પાસે જવાથી આપણું હાસ્ય - મુસ્કરાહટ છીનવાઈ જાય તે આપણને મુક્તિ શું અપાવી શકે?

જે પૂજ્ય છે તેનાં ૪ સૂત્ર છે.

જે વ્યક્તિ આચાર પ્રાપ્તિ માટે વિવેકનો પ્રયોગ કરે તે પૂજ્ય છે.

વિનયથી જ વિદ્યા શોભે.

આચારની ચાવી વિનય છે.

સર્જક ઉપર કોઈ બંધન ન હોવું જોઈએ.

વિનય શાસ્વત હોય જ્યારે આચાર દાંભિક પણ હોઈ શકે.
Where the mind is without fear and the head is held high 
Where knowledge is free 
Where the world has not been broken up into fragments 
By narrow domestic walls 
Where words come out from the depth of truth 
Where tireless striving stretches its arms towards perfection 
Where the clear stream of reason has not lost its way 
Into the dreary desert sand of dead habit 
Where the mind is led forward by thee 
Into ever-widening thought and action 
Into that heaven of freedom, my Father, let my country awake 
Rabindranath Tagore

જે પોતાના ગુરૂનાં વચન ભાવ પૂર્વક, ભક્તિ પૂર્વક શ્રવણ કરે તે પૂજ્ય છે.


सदगुर बैद बचन बिस्वासा। संजम यह न बिषय कै आसा।।

ગંગા સતી પણ કહે છે કે, " સદગુરૂ વચનોના થાવ અધિકારી".... વચનના અધિકારી થવું એટલે વચનોને આદર સાથે સાંભળવાં.

જ્યારે પણ આપણો સદગુરૂ આપણને ઠપકો આપે ત્યારે તે ઘડી આપણી સૌભાગ્યની ઘડી છે.


જે ગુરૂનાં વચનોને વિવેક પૂર્ણ કર્મથી ચરિતાર્થ કરે છે તે પૂજ્ય છે.

જો આપણે ગુરૂ વચનને ચરિતાર્થ ન કરી શકીએ તો પરમાત્મા તે વચનોને ચરિતાર્થ કરે છે.

રામ શબરીને મળવા તેના ઘરે જાય છે કારણ કે રામને શબરીના ગુરૂનું વચન ચરિતાર્થ કરવું હતું.


જે ગુરૂની આજ્ઞાનું કદી અનાદર ન કરે તે પૂજ્ય છે.

ગુરૂ આજ્ઞા સમ ન સુસાહિબ સેવા

ગુરૂની આજ્ઞાના પાલન જેવી બીજી કોઈ સેવા જ નથી.

આમ તો આપણે ગુરૂની શું સેવા કરી શકવાના?

ગુરૂ ૪ પ્રકારના હોય.

કૂળ ગુરૂ

રાજ ગુરૂ - રાષ્ટ્ર ગુરૂ

ત્રિભુવન ગુરૂ

સદગુરૂ





શુક્રવાર, ૨૫-૦૩-૨૦૧૬

યજ્ઞ, દાન અને તપ ક્યારેય ન છોડવા એવું શ્રી કૃષ્ણ ભગવાનનું કથન છે.

જપ યજ્ઞ એ હું છું એવું કૃષ્ણએ કહ્યું છે.

જપ એટલે કોઈ પણ નામનો જપ.


નિર્દોષ આનંદ એ આપણો જન્મ સિદ્ધ અધિકાર છે.

કોઈને કોઈ પણ બહાના હેઠળ આનંદથી વંચિત કરવો એ હિંસા છે.

પ્રસન્ન ચિતે પરમાત્મા દર્શનમ્‌ એવુ આદિ શંકરે કહ્યું છે.

દુનિયામાં અહિંસા દ્વારા જ કોઇ પરિણામ આવશે. કારણ કે આજ સુધી હિંસા દ્વારા કોઈ પરિણામ આવ્યું જ નથી.

ભગવાન મહાવીરે ક્ષમા દાન નામનું મહાન દાન આપ્યું છે. મિચ્છામિ દુકડમ્‌

મહાવીર ભગવાન કહે છે કે યજ્ઞમાં જ્યોતિ એ તપ છે.

નિંદા તેમજ પ્રસંશામાં, કોઈ સહારો આપે કે ધક્કો મારે, કોઈ ગાદી ઉપર બેસાડે કે ગાદી ઉપરથી ઊતારી મૂકે તેવા તમામ પ્રસંગોમાં પ્રસન્ન રહેવું એ તપ છે.

તપનો તપતો સૂર્ય ભગવાન મહાવીર છે.

જીવ એ અગ્નિ સ્થાપનની વેદિકા છે.

મન, વચન અને કર્મ એ ત્રણેય આહૂતિ છે.

આહૂતિ મનથી, વચનથી તેમજ કર્મથી આપવી જોઇએ.

સમપર્ણ જ આહૂતિ છે.

નિર્દોષ ચિતની રક્ષા કરવાની હોય છે કારણ કે એક વખત ચિતને દૂષણોથી ખાલી કર્યા પછી તે દૂષણો પાછા ચિતમાં ન ભરાઈ જાય તે માટે તેવા ખાલી નિર્દોષ ચિતની રખેવાળી કરવાની હોય.

અવ્યભિચારી બુદ્ધિની રખેવાળી કરવાની હોય.

પહેલાં ઘરને ખાલી કરો અને પછી તે ખાલી ઘરની રખેવાળી કરો.

શરીર જ સૂકાં છાણાં છે તેનો ત્યાગ કરવો એટલે કે ખોટા દેહાભિમાનનો ત્યાગ કરવો.

આ શરીર જ ભવ્ય દ્રવ્ય છે.

આપણાં કર્મ જ ઈંધણ છે - સમિધ છે.

આપણાં કર્મ હોમીને તેને ભષ્મ કરવાની જરૂર છે.

રામ ચરિત માનસમાં સપ્ત સમિધની ચર્ચા છે.
कुपथ कुतरक कुचालि कलि कपट दंभ पाषंड।

दहन राम गुन ग्राम जिमि इंधन अनल प्रचंड॥32 क॥


गुणों के समूह कुमार्ग, कुतर्क, कुचाल और कलियुग के कपट, दम्भ और पाखण्ड को जलाने के लिए वैसे ही हैं, जैसे ईंधन के लिए प्रचण्ड अग्नि॥32 (क)॥ 

કુપથ

જે કર્મથી આપણા આત્માને ગ્લાનિ થાય તે કુપથ છે.

કુપથ ઉપરથી આપણને દૂર કરિ સુપથ ઉપર લઈ જાય તે જ સાચો મિત્ર છે.

કુતર્ક

ખરાબ તર્ક છોડો.

તર્ક છોડો અને સતર્ક રહો - જાગૃત રહો. (AWARENESS)

તર્કથી રૂપિયા પૈસા મળે પણ હ્નદય ન મળે, પ્રેમ ન મળે.

કુચાર

કલિ
बिनु सतसंग बिबेक न होई। 

राम कृपा बिनु सुलभ न सोई॥

કપટ

ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ફળ છે જ્યારે સેવા એ અર્થનો રસ છે, વિરાગ - વૈરાગ્ય - વિરતી એ ધર્મનો રસ છે. વિરાગ એટલે વિશેષ રસ.

રાધા, પાર્વતી, જાનકી એ રતી છે. રતી એટલે રસ.

દંભ

પાખંડ

મહાવીર ભગવાનનું ધર્મ સૂત્ર

જરા મૃત્યુના આ ધસમસતા વેગમાં ધર્મ જ એક માત્ર આધાર છે.

ચારે તરફ પાણીમાં ધર્મ જ એક બેટ છે, સદગુરૂ જ બેટ છે આધાર છે.
શનિવાર, ૨૬-૦૩-૨૦૧૬

શ્રીમદ રાજચંદ્ર ભગવાને ૭ વસ્તુનું ધ્યાન રાખવાનું વર્ણવ્યું છે.

આ ૭ વસ્તુ રામ ચરિત માનસના ૭ સોપાનમાં પણ છે.

સાધુ વિશેષણ મુક્ત હોવો જોઈએ. સાધુ આગળ કોઈ સંપ્રદાયનું નામનું વિશેષણ યોગ્ય નથી. દા. ત. વૈષ્ણવ સાધુ, શૈવ સાધુ, જૈન સાધુ વગેરે.

કબીરે પણ તેમના દોહામાં સંતનાં લક્ષણ વર્ણવ્યાં છે.

"दया गरीबी बंदगी, समता शील स्वभाव । 

ईतने लक्षण साधु के, कहैं कबीर सद् भाव ॥"


दया गरीबी बंदगी, समता शील विचार।

हैं लक्षण ये संत के, कहें कबीर पुकार।।

દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, પ્યાર, ત્યાગ, વૈરાગ્ય હોય મુમુક્ષકે ઘટમે તે જાગૃત .....

દયા

દયા ધર્મનું મૂલ છે.

धर्म कि दया सरिस हरिजाना।।5।।

दया के समान क्या कोई दूसरा धर्म है ?

આપણામાં જે દબાઈ રહે તે દયા છે અને ફૂટીને બહાર આવે તે કરૂણા છે. દયા અને કરૂણામાં થોડો ફેર છે.

પ્રયાસથી કંઇ ન થાય પણ પ્રસાદથી બધું જ થાય.

દહેશત (શંકા) સે કુછ નહીં હોતા,

મહેનતસે કુછ કુછ હોતા હૈ,

રહેમતસે સબ કુછ હોતા હૈ.

દેહમાં દબાઈ રહે તે દયા અને અંદરથી આંસુ દ્વારા વહે તે કરૂણા.

દયા આપણો જન્મજાત સ્વભાવ છે.

દયા ઊર્ધ્વગમન દ્વારા આંસુ રૂપે વહે છે.

બાલકાંડમાં દયા છે, બાલકાંડ દયાનું સોપાન છે.

બુદ્ધ પુરૂષની દયા વિના કથા શરૂ જ ન થાય.

શાંતિ

શાંતિ અયોધ્યાકાંડનો સાર છે.

સીતા શાંતિ છે. અને તે સીતા રાજમહેલમાં જ સ્થિત ન રહે અને બધે પ્રસરે તેવો સંદેશ સીતાના રામ સાથે વન ગમનનો છે.

જાનકીનું વિચરણ શાંતિની યાત્રા છે.

આ શાંતિનું વિસ્તરણ થાય છે અને તે શાંતિ છાયા રૂપે છેક લંકા સુધી પણ જાય છે.

શાંતિ કોઈ એકની જ ન રહે અને બધે જ વિસ્તરે તેવો સંદેશ છે.

સમતા
અરણ્યકાંડ સમતાનો કાંડ છે જ્યાં ગીધ અને રામની સમતા, શબરી અને રામની સમતાનું વર્ણન છે.
સમતા પરમાત્માનું એક નામ છે.

ક્ષમા

કિષ્કિન્ધાકાંડ ક્ષમાનો કાંડ છે.

અહીં રામ ભગવાન વાલીને, સુગ્રિવને ક્ષમા આપે છે.

સત્ય

સત્ય જેવું બીજું સુંદર બીજું શું છે?

તેથી જ સત્યમ્‌ શિવમ્‌ સુદરમ્‍ કહેવાયું છે.

સુંદરકાંડનો કેન્દ્રવર્તી વિચાર સત્ય છે, શિવ છે, સુંદર છે.

ત્યાગ

લંકા કાંડ ત્યાગનો કાંડ છે. અહીં પ્રાણ ત્યાગ, પ્રેમ ત્યાગની ચર્ચા છે.

વિરક્તિ

ઉત્તરકાંડ વૈરાગ્યનો કાંડ છે.

વૈરાગ્યનું ઊચ્ચતમ શિખર પરમ વિશ્રામ છે.

ઉત્તરકાંડ પરમ વિશ્રામનો કાંડ છે.

जाकी कृपा लवलेस ते मतिमंद तुलसीदासहूँ।

पायो परम बिश्रामु राम समान प्रभु नाहीं कहूँ।।3।।

ભગવાન મહાવીરે કહ્યું છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ ના ચાર માર્ગ ઉપર ચાલવાથી સાધક દિવ્ય ગતિ પ્રાપ્ત કરે છે.

દર્શન કોનું કરવું?

આપણા સદ્‌ગુરૂનું, બુદ્ધ પુરૂષનું દર્શન કરવું જોઈએ.

અહીં દર્શનમાં સાક્ષાત્કારની ચર્ચા છે.

સમ્યક તપસ્યા સાધકના જીવનને સ્વાદુ બનાવે.

पद पाताल सीस अज धामा। 

अपर लोक अँग अँग बिश्रामा॥

भृकुटि बिलास भयंकर काला। 

नयन दिवाकर कच घन माला॥1

भावार्थ:- पाताल (जिन विश्व रूप भगवान्‌ का) चरण है, ब्रह्म लोक सिर है, अन्य (बीच के सब) लोकों का विश्राम (स्थिति) जिनके अन्य भिन्न-भिन्न अंगों पर है। भयंकर काल जिनका भृकुटि संचालन (भौंहों का चलना) है। सूर्य नेत्र हैं, बादलों का समूह बाल है॥1

ભગવાન મહાવીર અભ્યાંતર તપ - અંદરનું તપ અને બહિર તપની ચર્ચા કરે છે.

અભ્યાંતર તપ (આંતરિક તપ) - પ્રાયશ્ચિત, વિનય, કાયોત્સર્ગ - દેહોત્સર્ગ, સેવા, સ્વાધ્યાય, ધ્યાન વગેરે.

જેનો અપરાધ કર્યો હોય તેની પાસે ક્ષમા માગવાની હોય. આપણે જેનો અપરાધ કર્યો હોય તેની ક્ષમા માગવાના બદલે ભગવાન પાસે ક્ષમા માગીએ છીએ.

સેવા ત્રણ પ્રકારે થાય - વિત્તજા સેવા, તનુજા સેવા અને માનસી સેવા.

સ્વાધ્યાય એટલે શાસ્ત્રનો સ્વાધ્યાય તેમજ સ્વનો - નિજનો સ્વાધ્યાય.

કિતાબ પઢવી સહેલી છે પણ કલેજું પઢવું અઘરૂં છે.

બહિર તપ - અનશન, ભિક્ષા ભાવથી ભોજન, રસનો પરિત્યાગ, કાયા ક્લેષ, સંલિગ્નતા વ.

પરમ રસ મળે એટલે બીજા રસ આપોઆપ છૂટી જાય.

કાયા ક્લેષ એટલે આ કાયાને સુખ ભોગ ન આપવા.


સંલિગ્નતા એટલે પોતાના લક્ષ્યમાં સંપૂર્ણ ઓતપ્રોત થઈ જવું.

રવિવાર, ૨૭-૦૯-૨૦૧૬

વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા માટે લક્ષ્મણ રામજીની પાછળ ચાલે છે.

ત્યાગ સત્યની પાછળ ચાલે.

સત્ય, પ્રમ અને કરૂણા સાથે હવે મૌન અને સ્વાધ્યાયને પણ જોડવા જોઈએ.

રામ કથા શાહીમાં કલમ બોળીને નથી લખાઈ પણ આંસુમાં કલમ બોળીને લખાઈ છે.

રામ ચરિત માનસમાં રામ એ અખંડ સત્ય છે, ભરત એ અખંડ ત્યાગ છે, લક્ષ્મણ એ અખંડ જાગૃતિ છે, જાનકી એ અખંડ સહનશીલતા છે, શત્રુઘ્ન એ અખંડ મૌન છે, કૌશલ્યા એ અખંડ વાત્સલ્ય છે, સુમિત્રા એ અખંડ ચૂપકીદી છે.

પહેલાં યુદ્ધ દરમ્યાન ધર્મ પ્રમાણે યુદ્ધ થતું હતું (યુદ્ધમાં ધર્મ હતો) જ્યારે આજે ધર્મમાં યુદ્ધ છે. (ધર્મ ક્ષેત્રમાં લડાઈ ઝઘડા થાય છે.)

કેવળ મુંડનથી શ્રવણ ન થાય.

કેવળ ૐ કાર બોલવાથી બ્રાહ્નણ ન બનાય.

કેવળ વનમાં રહેવાથી મુનિ ન બનાય.

કેવળ વલ્કલ પહેરવાથી તપસ્વી ન બનાય.

સમતા રાખવાથી શ્રવણ થાય. સમતા જ શ્રવણ બને.

મહાભારતનો વીકર્ણ મહાવીર હતો.

બ્રહ્નચર્ય દ્વારા - બ્રહ્નની ચર્ચા કરવાથી બ્રાહ્નણ બનાય.

જ્ઞાન પ્રાપ્તિ કરવાથી મુનિ બનાય.

તપ કરવાથી તપસ્વી બનાય.

૪ પ્રકારનાં ફૂલ હોય છે.

એવાં ફૂલ જેમાં રૂપ હોય અને સુગંધ પણ હોય.

એવાં ફૂલ જેમાં રૂપ હોય પણ સુગંધ ન હોય.

એવાં ફૂલ જેમાં રૂપ ન હોય પણ સુગંધ હોય.

એવાં ફૂલ જેમાં રૂપ ન હોય અને સુગંધ પણ ન હોય.

આજ પ્રમાણે ૪ પ્રકારના માણસો પણ હોય છે.

सम जम नियम फूल फल ग्याना। 

हरि पद रति रस बेद बखाना॥


मन का निग्रह, यम (अहिंसा, सत्य, अस्तेय, ब्रह्मचर्य और अपरिग्रह), नियम (शौच, संतोष, तप, स्वाध्याय और ईश्वर प्रणिधान) ही उनके फूल हैं, ज्ञान फल है और श्री हरि के चरणों में प्रेम ही इस ज्ञान रूपी फल का रस है। ऐसा वेदों ने कहा है॥