Translate

Search This Blog

Monday, September 28, 2015

માનસ કરૂણાનિધાન

રામ કથા

માનસ કરૂણાનિધાન - मानस करूनानिधान

શિલોંગ

મેઘાલય

શનિવાર, તારીખ ૨૬-૦૯-૨૦૧૫ થી રવિવાર, તારીખ ૦૪-૧૦-૨૦૧૫

મુખ્ય પંક્તિ

एक बानि करुनानिधान की। 

सो प्रिय जाकें गति न आन की॥




चरनपीठ  करुनानिधान  के।  

जनु  जुग  जामिक  प्रजा  प्रान  के॥

૧ શનિવાર, ૨૬-૦૯-૨૦૧૫
રામ ચરિત માનસમાં કરૂણાનિધાન શબ્દ ૫ વાર આવે છે.

1
एक बानि करुनानिधान की। 

सो प्रिय जाकें गति न आन की॥

2

चरनपीठ  करुनानिधान  के।  

जनु  जुग  जामिक  प्रजा  प्रान  के॥


3
जनकसुता जग जननि जानकी

अतिसय प्रिय करूना निधान की

4
राम दूत मैं मातु जानकी। सत्य सपथ करुनानिधान की॥

यह मुद्रिका मातु मैं आनी। दीन्हि राम तुम्ह कहँ सहिदानी॥


5

मनु जाहिं राचेउ मिलिहि सो बरू सहज सुंदर साँवरो  

करूना निधान सुजान सीलु सनेहु जानत रावरो


આપણા હ્નદયમાં જો કરૂનાનિધાન સ્થાપિત થઈ જાય તો આપણો બોજ, સમગ્ર જગતનો બોજ, અરે સમગ્ર અસ્તિત્વનો બોજ, ચિંતા નષ્ટ થઈ જાય.


કરૂણાનિધાનની પાંચ વાત છે.


કરૂણાનિધાનની ચરણ્પીઠ - પાદુકા


કરૂણાનિધાનની અતિસય પ્રિયા જાનકી


કરૂણાનિધાનની એક માત્ર વાણી


કરૂણાનિધાનનું સત્ય શપથ - કસમ


કરૂણાનિધાનનું શીલ


માનસ સ્વયં કરૂણાનિધાન ગ્રંથ છે.

રસ પણ ગુણ અવગુણ સાપેક્ષ છે.

પ્રિતિ એ રસનો અવગુણ છે. આ અવગુણ સમજાઇ જાય તો રસૌવૈસઃ ને પુર્ણ રીતે માણી શકાય.

અદ્‌ભૂત રસનો અવગુણ ભય પેદા કરવાનો છે.

તત્વને જાણવાનું હોય પણ રસને માણવાનો હોય.

જેને રામ ચરિત માનસ મળી ગયું હોય તેણે રામને મેળવવાની ચિંતા કરવાની જરૂર નથી.

રામ ચરિત માનસના સાત સોપાન એ જીવનની સપ્ત પદી છે.

સપ્ત પદીમાં બે વ્યક્તિ એક થઈ જાય છે.

રામ ચરિત માનસ એ આધ્યાત્મ જગતની સપ્ત પદી છે. આ સપ્ત પદી દ્વારા જીવ અને શિવ એક થઈ જાય છે. જીવને પોતાનામાં શિવનો અનુભવ થઈ જાય છે.


પ્રથમ સપ્ત પદી
નિર્દોષ ચિત એ બાલકાંડની આધ્યાત્મ જગત માટેની પ્રથમ સપ્ત પદી છે.
અત્યંત જાણકારી - વધારે પડતી જાણકારી બાલ માનસની સહજ ચિત્ત વૃત્તિને નુકશાન કરે છે.


બીજી સપ્ત પદી
અયોધ્યાકાંડ પ્રમાણે સત્યનું નિરવહન કરવું એ આધ્યાત્મ જગતની બીજી સપ્ત પદી છે.


ત્રીજી સપ્ત પદી
અરણ્યકાંડ પ્રમાણે જીવનમાં કોઈ સંતની કૃપાથી થોડી પણ ભક્તિ આવે તે આધ્યાત્મ જગતની ત્રીજી સપ્ત પદી છે.


ચોથી સપ્ત પદી
કિષકિન્ધાકાંડ પ્રમાણે જીવનમાં મિત્રતા બની રહે એ આધ્યાત્મ જગતની ચોથી સપ્ત પદી છે.

સાધુ કદી કોઈથી હારતો નથી એવું લાઓત્સુનું કથન છે.

સાધુ એવો નિર્ણય કરીને બેઠો છે કે તે હારેલો જ છે.

સાધુ સાધન નથી પણ સાધ્ય છે.

સાધુ પુરૂષને, બુદ્ધ પુરૂષને, સદગુરૂને કદી સાધન ન બનાવાય. તેનો ઉપયોગ આપણા કોઈ કારણ માટે ન કરાય. તેના નામ દ્વારા કોઈ કામ ન કરી લેવાય.


પાંચમી સપ્ત પદી
સુંદરકાંડ પ્રમાણે આંતરિક સૌન્દર્ય - પવિત્ર સંદરતા, પાવન સુંદરતા, જીવનમાં આંતર બાહ્ય સુંદરતા - એ આધ્યાત્મ જગતની પાંચમી સપ્ત પદી છે.


છઠ્ઠી સપ્ત પદી
લંકાકાંડ પ્રમાણે વિકારોથી મુક્ત રહેવું એ આધ્યાત્મ જગતની છઠ્ઠી સપ્ત પદી છે.


સાતમી સપ્ત પદી
ઉત્તરકાંડ પ્રમાણે એકત્વને પકડવું એ આધ્યાત્મ જગતની સાતમી સપ્ત પદી છે.





૨ રવિવાર, ૨૭-૦૯-૨૦૧૫
સાધુને કોઈ જાતિ - બ્રાહ્મણ ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર નથી, કોઈ નાતિ નથી.

સાધુ એટલે જાગૃત પુરુષ, બુદ્ધ પુરુષ, સદ્‌ગુરૂ.

પહોંચેલા સાધુને સાધન બનાવી જ ન શકાય.

સાધન સિમિત હોય, સાધનને સીમા હોય.

બુદ્ધ પુરૂષને આપણે સાધન ન બનાવી શકીએ પણ બુદ્ધ પુરૂષ આપણા ઉપર કામ જરૂર કરે.

આ શાસ્વતીય નિયમ છે એવું તથાગત બુદ્ધનુમ નિવેદન છે.

સાધન સદાય સાપ્રદાયયિક હોય, સાધ્ય સદાય બિનસાપ્રદાયિક હોય.

સાધુ એ પવિત્ર શબ્દો પૈકીને એક શબ્દ છે.

પર્યાયના બદલે સગોત્રીય શબ્દ વધારે યોગ્ય છે.

સાધુનો સગોત્રી શબ્દ ભજન છે.

ભજન અભાખ્ય છે, ભજનનું ભાખ્ય ન થઈ શકે.

પરમાત્મા આપણને સ્મૃતિ આપે છે, યાદ આપે છે. આવી સ્મૃતિનો કામના યુક્ત ઉપયોગ ન કરવો.
સતસંગ મામુલી વસ્તુ નથી.

न मे मृत्युशंका न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म ।

न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानंदरूपः शिवोऽहं शिवोऽहम् ॥

मुझे न तो मृत्यु का भय है, न ही मुझ में जाति का कोई भेद है, मेरा न तो कोई पिता है और न कोई माता ही है। 

न तो मेरा जन्म हुआ है, न ही मेरा कोई भाई है, न ही कोई मित्र, न कोई गुरु और न कोई शिष्य ही है। मैं चैतन्य

रूप हूँ, मैं आनंद स्वरूप हूँ, मैं शिव हूँ, मैं शिव हूँ।

અહીં જાતિ ભેદ નથી એટલે નર નારીનો જાતિ ભેદ નથી.

આધ્યાત્મમાં નર નારીનો - સ્ત્રી પુરુષનો જાતિ ભેદ નથી.

સુછંદ બનવું પણ સ્વછંદ ન બનવું.

કોઈ દ્રશ્ય કે કોઈ પરિસ્થિતિનું વર્ણન ન થઈ શકે તો તેવી સ્થિતિ તેટલા સમય માટે પરમાત્મા છે. અનુભૂતિ વર્ણવી ન શકાય તેવી સ્થિતિ એ પરમાત્મા છે. આવી સ્થિતિ સતસંગ છે.

સતસંગ ક્ષણિક સમય માટે જ હોય. જેમાં વિજળીના ચમકારે મોતી પરોવી લેવાનાં હોય.

વક્તા એ વિવેકથી બોલવાનું હોય અને આવું વિવેક પૂર્ણ વકતવ્ય શ્રોતા એ વિશ્વાસથી શ્રવણ કરવાનું હોય.

અહીં કરૂણાનિધાનની પાદુકા બધું કરવા સમર્થ છે. પાદુકા લાકડાની હોય કે અન્ય કોઈ ધાતુની પણ હોય. પણ કરૂણાનિધાનની જે પાદુકાની વાત છે તે લાકડાની કે કોઈ ધાતુની નથી પણ સ્વયં કરૂણાનિધાન જ પાદુકા રૂપે છે. કરૂણાનિધાન જ પાદુકા છે, કરૂણાનિધાન જ પાદુકા બનિ ગયા છે.

પ્રેમી પ્રેમ ન આપે પણ ખુદને જ આપી દે. ...ખલિલ જિબ્રાન

ઈશ્વર મુગુટ બની શકે, કટીમેખલા પણ બની શકે તેમજ પાદુકા પણ બની શકે.

પાદુકા જીવનનો આધાર બની શકે.

પાદુકા જડ નથી.

વ્યક્તિગત રીતે કોઈ બુદ્ધ પુરૂષ સાથે ચાલવું એ ખતરો છે, મુશ્કેલ છે.

કરૂણા શું પદાર્થ છે?

પાદુકા પવિત્ર પ્રવાહી પરંપરાનું નામ છે, ધારા છે.

જો પાકો ભરોંસો હોય તો આપણો ગુરુ કદી મરે જ નહીં.

સત્ય લેવાય, પ્રેમ અપાય અને કરૂણામાં જીવાય.

કરૂણા આવ્યા પછી પાછી ન જાય. કરૂણા અમરણા છે.

ગરીબ ઉપર દયા આવે અને સંપન્ન ઉપર દયા ન આવે.

જ્યારે કરૂણા ગરીબ ઉપર આવે, સંપન્ન ઉપર પણ આવે, કરૂણા ભેદ ન કરે. કરૂણા પાપી ઉપર પણ થાય અને પૂણ્યશાળી ઉપર પણ થાય.

કરૂણાનું અવતાર કાર્ય ભેદ દૂર કરવાનું છે.

રાજ્ય સભાએ, ધર્મ સભાએ અને ધન સભાએ કોઈની કલાને વશ ન કરવી જોઈએ.

વાત્સલ્ય ભેદ કરે.

મમતા પણ ભેદ કરે.

કરૂણાવતાર શંકરને દેવ ભજે છે અને દાનવ પણ ભજે છે.

કરૂણા મફતમાં ન આવે, તેની કિંમત ચૂકવવી પડે, ખરીદી ન શકાય, મહેનતથી ન આવે.

કરૂણા સ્વભાવ બની આવે.


૩ સોમવાર, ૨૮-૦૯-૨૦૧૫

સત્ય હિમાલય છે પણ એ પૂર્ણ સત્ય નથી. હિમાલય એક સમયે સમાપ્ત થઈ જશે. સૂર્ય જેવું સત્ય એ પણ પૂર્ણ સત્ય નથી. કારણ કે સૂર્ય પણ એક સમયે સમાપ્ત થઈ જશે.

પ્રેમ એ હિમાલયમાંથી નીકળી વહેતી ગંગા છે.

પ્રેમનિ ભૂમિકામાં સત્ય ન હોય તો તે ગંગા નથિ પણ ગંદકી છે.

કરૂણા એ સાગર છે.

કરૂણાના સાગરમાંથી ૧૪ રત્નો નીકળે જેની ચર્ચા જાપનની માનસ કરૂણા કથામામ થયેલ છે.

કરૂણા બુદ્ધ પુરૂષની કૃપાથી સમજાય.

કરૂણા યોગીના હ્નદયની ઉપજ છે. ભોગીના હ્નદયની ઉપજ નથી. અહીં કથાકથીત યોગીની વાત નથી.

યોગીના હ્નદયમાં જે તત્વ રમે છે તે રામ છે. આવા યોગીના હ્નદયની ઉપજ કરૂણા છે.

શંકર યોગેશ્વર છે તેથી તે કરૂણાવતાર છે.

જ્યારે આપણા હ્નદયમાં કરૂણા ઉપજે ત્યારે તેટલા સમય માટે આપણે યોગી છીએ. આવી પરિસ્થિતિનો અહોભાવ વ્યક્ત કરવો, અહંકાર ન કરવો.

કોઈપણ પરિસ્થિતિનો સ્વીકાર કરવાથી ક્ર્મશઃ શ્રેષ્ઠતા આવશે.

સ્વીકાર જીંદગિ છે, અસ્વીકાર મૃત્યુ છે.

ભયંકર રોગનો સ્વીકાર કરવાથિ કષ્ટ ઓછું થશે.

ક્રોધ નર્ક છે, કરૂણા સ્વર્ગ છે.

કથામાં કરૂણાનિધાનની કૃપા વરસે છે.

કરુણા ઘન પદાર્થ નથી પણ પ્રવાહી છે, દ્રવ પદાર્થ છે અને તે વહે છે.

બુદ્ધ પુરૂષની પાદુકા જે કરૂણા છે તે આપણા શિર ઉપર રહે છે.

શબ્દ, સ્પર્શ, રૂપ,, રસ અને ગંધ આ પાંચેય વિષયોની પાદુકા મહેસુસ કરાવે.

પાદુકા શબ્દ, સ્પર્શ, રૂપ,, રસ અને ગંધ આ પાંચેય વિષયોથી આવૃત્ત છે.

પાદુકા સુરીલા સ્વરમાં ગાય છે.

આધ્યાત્મિક શરીર આપણા ભૌતિક શરીરની અંદર જ રહે છે.

ભૌતિક શરીર પાંચ તત્વો - આકાશ, પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ - નું બનેલું છે તેવી જ રીતે આધ્યાત્મિક શરીરના પણ પાંચ તત્વો છે.


અસંગતા

અસંગતા એ આધ્યાત્મિક શરીરનું આકાશ તત્વ છે.


પવન - વાયુ

જે પવિત્ર કરે તે પવન, પવન આવવાથી આપણા શરીર ઉપરથી ધૂળની રજકણો દૂર થઈ જઈ આપણને સ્વચ્છ કરે, પવિત્ર કરે.

જેનામાં પવિત્રતા હોય તો તે પવિત્રતા એ બુદ્ધ પુરૂષનું પવન તત્વ છે.


અગ્નિ

પ્રેમ અગ્નિ છે.

શંકરનું ત્રીજું નેત્ર અગ્નિ છે.

વિહરાગ્નિ


પૃથ્વી

ક્ષમા એ પૃથ્વી તત્વ છે.

જેનામાં ક્ષમા બહું હોય તો તે વ્યક્તિમાં આધ્યાત્મિક શરીર જન્મી ચૂક્યું છે.


જલ

આધ્યાત્મિક શરીરનું જળ તત્વ કરૂણા છે.

પ્રેમની ૧૦ દશા છે.


અભિલાષા

પરમને પામવાની અભિલાષા એ પ્રેમની એક દશા છે.


ચિંતા

જેને પામવાની અભિલાષા છે તે કેમ મળતા નથી તેની ચિંતા એ પ્રેમની એક દશા છે.

રામન સીતાને પામવાની અભિલષા છે અને સીતાજી મળતા નથી તેની ચિંતા છે.


સ્મૃતિ - યાદ
પ્રેમીની સ્મૃતિ, યાદ એ પ્રેમની એક દશા છે.


ગુણ કથન

જેનિ સ્મૃતિ આવે તેના ગુણકથન કરવા એ પ્રેમની એક દશા છે.


ઉદ્‌વેગ

જેની સ્મૃતિ આવે છે, યાદ આવે છે તે બરાબર છે કે કેમ તેનો ઉચાટ - ઉદ્‌વેગ એ પ્રેમની એક દશા છે.


ઉન્માદ - પાગલપણ

પ્રેમમાં પાગલપણ એ પણ પ્રેમની એક દશા છે.


રોગ - વ્યાધિ

પ્રેમનો રોગ એ એક વ્યાધિ છે.

ક્યા રોગ લગા બૈઠો હો?


જડતા

પ્રેમમાં માણસ જડ બની જાય, અવાક્‌ બની જાય, સ્થંભિત બની જાય.


સમપ્રલાપ

પ્રેમમાં માણસ પોતે એકલો એકલો બોલ્યા કરે, ખુદ બોલે.

૧૦
મૃત્યુ

પ્રેમની આખરી દશા મૃત્યુ છે.

નવકાર એ પાદુકાનું આંતરિક રૂપ છે.

પાદુકા દ્વારા ધ્યાન રસ, પ્રેમ રસ અને મહારસ પ્રાપ્ત કરી શકાય.

કૃષ્ણે દ્રૌપદીના ચિર પુરવા મોકલેલ સાડી એ સાડી જ નથી પણ કૃષ્ણનો વસ્ત્રાવતાર છે.

પાદુકા એ રામનો પાદુકા અવતાર છે.


૪ મંગળવાર, ૨૯-૦૯-૨૦૧૫


કરૂણાનિધાનની પાંચ અદ્‌ભૂત વ્યાખ્યા છે.

પ્રભુનો દેહ - વિગ્રહ કરૂણાથી ભરેલો છે.

પ્રભુ દેહમાં હોવા છતાં દેહાતિત છે.

પ્રભુની મૂર્તિ કરૂણામય છે.

કરૂણા જ પરમાત્માનું રૂપ અને સ્વરુપ છે.

કરૂણાના બે રંગ છે - શ્યામ અને ગૌર.

શાસ્ત્ર માર્ગદર્શક બને તે બરાબર છે પણ શાસ્ત્ર માર્ગ બાધક ન બનવા જોઈએ.

શાસ્ત્ર સંતોષ ન આપે, સંતોષ તો બુદ્ધ પુરૂષ જ આપી શકે.

શાસ્ત્ર સમતા આપે, સિદ્ધાંત આપે.

મૌન સંગ્રહીત કરે મૌન વિખેરી નાખે.

વિજ્ઞાન સમતા આપે જ્યારે આધ્યાત્મ સમતા અને સંતોષ બંને આપે.

વિજ્ઞાન કર્મ યોગ છે, સતત યોગ સંતોષ છે.

સાવરો રમ્ગ આકર્ષનો ગુણ ધરાવે છે.

બધા રસોનો સમૂહ રાસ છે.

શિવલિંગ શૂન્યનું પ્રતીક છે અને શૂન્ય પૂર્ણનું પ્રતીક છે
.
પરમાત્મા સત્યનું પ્રતીક છે.

પરમાત્મા પ્રેમનું પ્રતીક છે.

પરમાત્મા કરૂણાનું પ્રતીક છે.

શિવલિંગ સમગ્રતાનું પ્રતીક છે.

કરૂણાનિધાનની પરિભાષા


આપને તેનું સ્મરણ ન કરીએ તો પણ તે આપણું સ્મરણ કરે તે કરૂણાનિધાન છે.
જપ એ સાધન છે જ્યારે સ્મરણ તે સાધ્ય છે.

સ્મરણ એટલે ભજન.

જે બુદ્ધ પુરૂષ આપણું સ્મરણ કરે તે બુદ્ધ પુરૂષ આપણા કરૂણાનિધાન છે.

ભાગવતમાં શુકદેવજીએ નિષ્કામ કામની ચર્ચા કરી છે.

ગીતામાં ભગવાન કૃષ્ણએ નિષ્કામ કર્મની ચર્ચા કરી છે.

જનકનિ પુષ્પ્વાટિકામાં પણ નિષ્કામ કામનું વર્ણન છે.

કૃષ્ણ વ્રજને ભૂલી નથી શકતા.


આપણે પ્રતિક્ષા ન કરીએ તો પણ જે આપણી પ્રતિક્ષા કરે તે કરૂણાનિધાન છે. આ કરૂણાનિધાનની અનુભૂતિ વ્યાખ્યા છે, લક્ષણ છે.

ભગવાન રામ લક્ષ્મણના મૂર્છાના પ્રસંગમામ હનુમાનજીની પ્રતિક્ષા કરે છે.

રામ સીતાની પ્રતિક્ષા કરે છે.


એ બુદ્ધ પુરૂષ કરૂણાનિધાન છે જે ફક્ત આપવાનું જ જાણે છે, લેવાનું જાણતો જ નથી.

દાતાએ આપણને આપવામાં કોઈ કસર રાખી નથી.

કરૂણાનિધાન પરમ દાની છે.


તત્વતઃ તે પૂર્ણ હોવા છતાં કહે છે કે તારા વિના હું અપૂર્ણ છું. આ પણ કરૂણાનિધાનનું એક લક્ષણ છે.

આપણે જો કોઈ બુદ્ધ પુરૂષનો અપરાધ કરીએ તો તે અપરાધ તે બુદ્ધ પુરૂષ તો માફ કરી દેશે પણ આવો અપરાધ અસ્તિત્ત્વ માફ નહીં કરે.

ભક્તિ સદાય યુવાન હોય, જ્યારે જ્ઞાન, કર્મ વ્રુદ્ધ થાય.

શબરી ભક્તિ સ્વરૂપા છે.


કરૂણાનિધાનને તેના પોતાનામાં કેટલી કરૂણા છે તેની ખબર જ નથી. આ પણ એક અનુભૂતિ વ્યાખ્યા છે.

તિજોરીમાં એક લાખ રૂપિયા હોય તો તેની તિજોરીને ક્યાં ખબર હોય છે?

સ્પર્ધાથી સમુદ્ર મંથન કર્યું તેથી  તેમાંથી ૧૪ જ રત્ન મળ્યાં. જો શ્રદ્ધાથી સમુદ્ર મંથન કરીએ તો અઘણિત રત્નો મળે.

બંદો રધુપતિ કરૂણાનિધાન....

સુર, સંગીત બિનસામ્પ્રદાયિક છે.

કામ વિરોધ પક્ષથી ન થાય પણ બોધ પક્ષથી થાય.

બુદ્ધ પુરૂષ પાસે બેસીને જો ઝેર પીએ તો તે ઝેર પણ અમૃત બની જાય છે. અને બુદ્ધુ પાસે બેસીને જો અમૃત પીએ તો તે અમૃત પણ ઝેર બની જાય છે.

લીલા કૃષ્ણની, ચરિત્ર રામનું અને સમાધિ શિવની.



૫ બુધવાર, ૩૦-૦૯-૨૦૧૫


સાધુ જવાબ ન આપે પણ જાગૃત કરે.

કરૂણાનિધાન જવાબ ન આપે પણ જાગૃત કરે.

કરૂણાનિધાન ચિરાગને પ્રજ્વલીત કરી અંધકારને દૂર કરે, અંધકાર કેમ છે વિ. નું વર્ણન ન કરે.

સમસ્યા આવે ત્યારે આત્મહત્યા કરિ લેવી એ સમસ્યાનું સમાધાન નથી.

સમસ્યાઓથી ભાગી જવું એ પણ સમસ્યાનું સમાધાન નથી.

જે દિલથી માની લે કે હું કંઈ જ જાણતો નથી તેને ગુરુ ગૃહમાં પ્રવેશ મળે છે.

કરૂણાનિધાન કદી કઠોર ન બને.

આસુતોષ એ છે જે સબળને તપ કરાવી તેના ઉપર કરૂણા કરે અને અબળા ઉપર તરત જ કરૂણા કરે.

પાર્વતી સબળા હોવાથી તેને તપ કરાવી પછી કરૂણા કરે છે.

ન ધરા સુધી ; ન ગગન સુધી ;

ન તો ઉન્નતિ કે પતન સુધી;

આપણે તો જવું હતું ………

બસ એક મેક ના મન સુધી……..

………..ગની દહીંવાલા

પોતે પોતાના સુધી પહોંચવું એ જ નિર્વાણ છે.

ઈશ્વરને પ્રગટ કરવા કોઈની કૃપા થવી જોઈએ.

સત્ય ક્યાં ખોવાયું છે કે જેથી તેને શોધવાની જરૂર પડે.

કરૂણા વિશ્વ ખ્યાતિ અપાવે.

ધર્મને લેબલની નહીં પણ લેવલની જરૂર છે.

પાપ રૂપીને અગ્નિ બની કરૂણાનિધાન બાળી નાખે.

કરૂણાનિધાન પ્રગાઢ તૃષ્ણાને મિટાવનાર છે.

કરૂણાનિધાન ધરણીધર છે, વિશ્વ પાલક છે.

કરૂણાનિધાન શરણાગતનો ભય હરનાર છે.

કરૂનાનિધાન વિશ્વ વિખ્યાત છે.

શ્રોતા સુમતિ, સુશીલ, સુચિત, કથા રસિક અને હરિદાસ હોવો જોઈએ.

રાજશી શ્રોતાને મનોરંજનવાળી કથા ગમે.

૬ ગુરૂવાર, ૦૧-૧૦-૨૦૧૫

સાધુ ઉત્તર ન આપે પણ જાગૃત કરે.

પ્રશ્ન અને જિજ્ઞાસામાં ફેર છે.

પ્રશ્નથી ઘણું ઊંચુ સ્થાન જિજ્ઞાસાનું છે.

જિજ્ઞાસાથી ઉત્તરની અપેક્ષા ન રાખવી.

જિજ્ઞાસાઅથી જાગૃતિ આવે.

પ્રશ્ન ઘણીવાર છૂટી જાય, પ્રશ્નમાં પરીક્ષા વૃત્તિ હોય.

જ્યારે જિજ્ઞાસામાં પરીક્ષા વૃત્તિ ન હોય.

જિજ્ઞાસામાં તિવ્રતમ પામવાની વ્રુત્તિ હોય.

પરમ પૂજ્ય વિશેષણ પરમાત્મા માટે નથી વપરાતા.

વિશેષણ મુક્ત શબ્દ બ્રહ્ન છે.

પ્યારમાં વિશેષણ ખત્મ થઈ જાય છે, તેમજ પ્યારમાં નામ પણ ખત્મ થઈ જાય.

પ્યાર આવતાં જ વિશેષણ નીકળી જાય.

ગુરૂને તેના નામથી સંબોધન ન થાય.

પ્રશ્નમાં સંબોધન હોય જ્યારે જિજ્ઞાસામાં સંબોધન ન હોય.

જિજ્ઞાસા એ પ્રેમથી ફૂટેલ તિવ્રતમ તમન્ના છે.

કરૂણાનિધાન સર્જનકર્તા, પાલનકર્તા અને સંહારકર્તા છે.

કરૂણાનિધાન શું ખાય છે? શું પીવે છે?

કરૂણાનિધાન ગમ ખાય છે.

કરૂણાનિધાન ઝેર પીવે છે.

ભારતને આઝાદી મળી ત્યારે ચર્ચિલે કહ્યું હતું કે, 'હવે ભારત દેશ લુ્ચ્ચા લફંગાઓના હાથમાં જશે.'

બીજા પાસેથી આચકી લિધેલું અમૃત પીવાથી અમર થવાશે પણ ભયમુક્ત નહીં થવાય.

કરૂનાનિધાન ક્યાં બેસે? કેવી રીતે બેસે?

કરૂણાનિધાન એકાન્તમાં સહજ રીતે બેસે.

કરૂનાનિધાન, બુદ્ધ પુરૂષ ધીરેથી બેસે પણ તિવ્ર ગતિથી ઊઠે.

કોઈની પોકાર સાંભળી કરૂનાનિધાન - બુદ્ધ પુરૂષ તિવ્ર ગતિથી ઊઠે અને સહાય કરવા ગરુડ ગતિએ, તિવ્ર ગતિએ દોડે.

કરૂણાનિધાન કેવી રીતે સુવે?

કરૂણાનિધાન જાગૃતિમાં સુવે.

સમાધિ જેવી જાગૃતુ બીજી કોઈ નથી.

કરૂણાનિધાન કેવી રીતે જુએ?

જે બીજાના સુખથી સુખી થાય અને બીજાના દુઃખથી દુઃખી થાય તે કરૂણાનિધાન કહેવાય.

આભાર સહ પ્રસ્તુતિ : http://mybhajans.com/index.php


Source Link: http://mybhajans.com/index.php?mod_option=lyrics&lan=gujarati&q=111

હે કરુણા ના કરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી
હે સંકટ ના હરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી

મે પાપ કર્યા છે એવા, હું તો ભુલ્યો તારી સેવા (૨)
મારી ભુલોના ભુલનારા, તારી કરુણા નો કોઈ પાર નથી
હે કરુણા ના કરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી

હે પરમ કૃપાળુ વહાલા, મે પીધા વીષના પ્યાલા (૨)
વીષને અમૃત કરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી,
હે કરુણા ના કરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી

હું અંતરમા થઈ રાજી, ખેલ્યો છુ અવડી બાજી (૨)
અવડી સવડી કરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી,
હે કરુણા ના કરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી

મને જડતો નથી કીનારો, મારો ક્યાથી આવે આરો (૨)
મારા સાચા ખેવનહારા, તારી કરુણા નો કોઈ પાર નથી,
હે કરુણા ના કરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી

ભલે છોરુ કછુરુ થાયે, તુ તો માવતર કેહેવાયે (૨)
મીઠી છાયા દેનારા, તારી કરુણા નો કોઈ પાર નથી,
હે કરુણા ના કરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી

રહે ભક્ત નુ દીલ ઉદાસી, તારા ચરણે લે અવિનાશી (૨)
રાધાના દીલ હરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી,
હે કરુણા ના કરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી

હે કરૂણાના કરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી
હે સંકટ ના હરનાર, તારી કરુણા નો કોઈ પાર નથી


૭ શુક્રવાર, ૦૨-૧૦-૨૦૧૫

कुंद इंदु सम देह उमा रमन करुना अयन।

जाहि दीन पर नेह करउ कृपा मर्दन मयन॥

जिनका कुंद के पुष्प और चन्द्रमा के समान (गौर) शरीर है, जो पार्वतीजी के प्रियतम और दया के धाम हैं और जिनका दीनों पर स्नेह है, वे कामदेव का मर्दन करने वाले (शंकरजी) मुझ पर कृपा करें.

કરૂણાનિધાન એ વૈશ્વિક શબ્દ છે, ત્રૈલોકિક શબ્દ છે.

તુલસી ભરતને ચંદ્ર કહે છે.

ઉજ્જવલતાને ઉજાગર કરવા, પ્રકાશિત કરવા તેની પાછળ કાળો (background) રંગ જરૂરી છે.

ભરતને કારણે રામને વનવાસ થયો છે એવું કલંક ભરત ઉપર છે.

મનોરોગનો નાશ પ્રેમ રસ, રામ રસ જ કરી શકે.

કરૂણાનિધાનને બીજાનિ પીડા જલ્દી સમજાય છે અને તે તેને પોતાની પીડા સમજે છે.

કરૂણાવાન ક્રોધ ન કરે.

કરૂણાસાગર દુઃખી ન થાય.

ગંગામાં સ્નાન કરવા જઈએ ત્યારે ગંગા એવું ન કહે કે પહેલાં તારા શરીર ઉપરની ગંદકી સાફ કરીને આવ.
સાધુ પણ કહે છે કે જેવો છું તેવો મારી પાસે આવ, હું તને જેવો છું તેવો સ્વીકારવા તૈયાર છું.

રામ દુર્ગુણ છોડીને આવવાનું કહે છે.



૮ શનિવાર, ૦૩-૧૦-૨૦૧૫
જીવનના કેટલા પ્રકાર છે?

૫ પ્રકારના જીવન પ્રસિદ્ધ છે.


Personal Life

દરેકને પોતાનું અંગત જીવન હોય.
ભગવાન રામ સીતાને શૃગાર કરે છે. આ વખતે ઈન્દ્ર કાગડો બનીને વિક્ષેપ કરે છે.

બીજાના વ્યક્તિગત જીવનમાં ચંચુપાત કરનાર કાગડો જ બને, હંસ બની જ ન શકે.


Family Life

દરેકને પોતાનું પારિવારિક જીવન હોય.

પારિવારિક જીવનમાં પરિવારના સભ્યોએ ભજન અને ભોજન સાથે કરવું જોઈએ.

૨૧ મી સદીમાં સામુહિક સાધાના જરૂરી છે એવું વિનોબાજીનું નિવેદન છે.

કથા એ સામૂહિક સાધના છે.


Social Life

મનુષ્ય એ સામાજિક પ્રાણી છે.

ઉપરથી ઉદાસિન પણ અંદરથી રસિક રહેવું જોઈએ.

સાધુ નિરસ હોવો જોઈએ પણ અંદરથી રસિક હોવો જોઈએ.

ચિત્રકૂટ અતિ વિચિત્ર સુંદર બન મહિ પવિત્ર ।

પાવનિ પય સરિત સકલ મલ નિકંદિનિ  ॥

રામ સત્ય છે તો કૃષ્ણ પરમ સત્ય છે.


Political Life



Religious Life

ધાર્મિક જીવન


આધ્યાત્મિક જીવન


સત્ય, પ્રેમ અને કરૂણાનું જીવન.

સત્ય, પ્રેમ અને કરૂણા એક સાથે રહેવા જોઈએ. સત્ય, પ્રેમ અને કરૂણાનો ત્રિકોણ અખંડ હોવો જોઈએ, વિભાજીત નહીં.

કૃપા અને કરૂણા સગોત્ર છે.

સુગ્રિવ કૃપા પક્ષને જાણે છે જ્યારે વાલી કરૂણા પક્ષી છે.

કૃપા આંખ છે, કરૂણા આંસુ છે.

આંસુ વહે છે, જે વહે ત્યારે જ કરૂણા કહેવાય.

મનુષ્ય જીવન મળ્યું એ કૃપા છે, હવે પરસ્પર કરૂણા વહેવડાવવાની જરૂર છે.

ગોપી સાધુ છે.

ગોપી પ્રેમની ધજા છે.

કરૂણા સાધુ અસાધુ વચ્ચે ભેદ ન જુએ.

કરૂણા પાત્ર કુપાત્ર વચ્ચે ભેદ ન જુએ.

કરૂણાનિધાન અસમર્થને અપનાવે જ્યારે સમર્થને આશીર્વાદ આપે.

૪ વસ્તુનો અનુભવ થાય તો સમજવું કે કરૂણાનિધાનની કરૂણા થઈ રહી છે.


કૃપા તો કાયમ વરસતી જ હોય છે.
કૃપા ફૂલ છે તો ફૂલની મહેક એ કરૂણા છે.

કૃપા ગોમુખ છે તો હરિદ્વારની ગંગા કરૂણા છે.



જ્યારે આપણને મ્રુત્યુનો ભય મટી જાય એવું  લાગે ત્યારે એ સ્થિતિ એ કરૂણા થઈ રહી છે તેનું પ્રમાણ છે.

જીંદગીનું ફળ જીંદગી જ છે, મૃત્યુ નથી જ.

આંબાનું ફળ કેરી જ હોય.

મરણ વિધાતાના હાથમાં છે પણ પ્રભુનું સ્મરણ આપણા હાથમાં છે.

મૃત્યુ પછી બીજું જીવન મળે એ જ જીવનનું ફળ છે. જીવનનું ફળ જીવન જ છે.

ગુરૂ મહા મૃત્ય છે.


જ્યારે આંતર બાહ્ય સમૃદ્ધિ ભરપુર પ્રાપ્ત થાય એ સ્થિતિ કરૂણા આત્મસાત થયાનું પ્રમાણ છે.


જ્યારે બધા જ સંદેહ સમાપ્ત થઈ જાય તેમજ કોઈ અન્ય વ્યક્તિ આપણામાં સંદેહ પેદા ન કરી શકે એવી સ્થિતિ કરૂણા આત્મસાત થયાનું પ્રમાણ છે.

વિશ્વાસ જીવન છે, સંશય મોત ....... વિવેકાનંદ


જ્યારે કોઈ પણ ઘટનાથી આપણે અપ્રસન્ન ન થઈએ તો તે સ્થિતિ કરૂણા આત્મસાત થયાનું પ્રમાણ છે.



૯ રવિવાર, ૦૪-૧૦-૨૦૧૫
બલિદાન, ક્ષમા, ધૈર્ય, સહનશીલતા વગેરે ગુણ પુરૂષ અને માતૃ શરીર એ બધાએ આત્મસાત કરવા જોઇએ.

આ બધા માનવીય ગુણો છે અને માતૃ શરીરમાં આ ગુણો સ્વાભાવિક આવે છે, સહજ આવે છે.

મા તેના સંતાનને દૂધ આપે.

બેટી પરિવાર માટે પસીનો વહેવડાવે, પરિવાર માટે ઘણું કામ કરે.

બહેન પરિવારને આંસુ આપે.

ઋષિ, સાધુ નિરદ્વંદ હોય, નર કે નારી ન હોય.

માનસિકતા સદ્‌વિચારોથી બદલાય, જેની પ્રયોગશાળા સતસંગ છે.

આપણે ક્યારે કરૂણા અનુભવી શકીએ? કરૂણા આવી છે તેવું ક્યારે કહેવાય?



જ્યારે આપણામાંથી દ્વૈષ ક્રમશઃ ઓછો થાય તો સમજવું આપણામાં કરૂણા આવી છે.

જ્યારે આપણામાંથી પૂર્ણ તહ દ્વૈષ નીકળી જાય તો સમજવું આપણે કરૂણાનિધાનની નજીક છીએ.

જેમ શરદી થઈ હોય તે ખુશ્બુનો અનુભવ ન કરી શકે તેમ આપણી માનસિક બાધાઓને લીધે આપણે કરૂણાનિધાનની કરૂણા અનુભવી શકતા નથી.

દ્વૈષ આપણી આવશ્યકતા નથી, આપણને દ્વૈષની કોઈ જરૂર જ નથી.



શિકાયત મુક્ત ચિત

આપણા ચિતમાં કોઈના પ્રત્યે કોઈ શિકાયત ન રહે તો કરૂણા અનુભવી શકાય.

રાસનું અંતિમ લક્ષ્ય એક સન્નાટો છે, જ્યારે રાસ પૂર્ણતમ, ઉચ્ચતમ શિખરે પહોંચે છે ત્યારે એક સન્નાટો વ્યાપી જાય છે.



કરૂણા ત્યારે અનુભવી શકાય જ્યારે આપણે કરૂણાને લાયક છીએ એવો આપણો દાવો છુટી જાય. અમુક કાર્ય અમુક વ્યક્તિ કે અમુક ગ્રુપ જ કરી શકે તેવો દાવો કરૂણા આત્મસાત કરવામાં બાધક છે.

કૃષ્ણ જ્ઞાનની ધારાથી ન મળે, વૈરાગ્યની ધારાથી પણ ન મળે, પણ કૃષ્ણ આંસુની ધારાથી મળે.

કૃષ્ણ જેટલા નંદ યશોદાને મળ્યા છે એટલા વાસુદેવ દેવકીને નથી મળ્યા.

પ્રેમ નર જાતિ છે, કરૂણા નારી જાતિ છે જ્યારે સત્ય નાન્યતર જાતિ છે. એટલે જ્યારે પ્રેમ અને કરૂણા મળે એટલે સત્ય આવે જ.

અધિકાર મુક્ત ચિત

જ્યારે રાવ - ફરિયાદ કરો એટલે ભક્તિનું આસન નીચું ઊતરે.



જ્યારે ચિત અકારણ ઉગ્ર ન બને ત્યારે કરૂણા અનુભવી શકાય, કરૂણા મહેસુસ થાય.

ચિતની ઉગ્રતા, વ્યગ્રતા કરૂણા મહેસુસ કરવામાં બાધક છે.

આ બધી ચૈતસિક બાધાઓ કરૂણા મહેસુસ કરવામાં ભાગ ભજવે છે.

કરૂણાનિધાનની એક બાની એટલે કરૂણાનિધાનનુમ એક બાનુ.

પરમાત્માનું બુદ્ધ પુરુષનું એક બાનુ છે કે તું મને પ્રિય છે એવું કહે.આને બાનાની લાજ કહેવાય.

પરિત્રાણાય સાધુનામ એ કૃષ્ણનું એક બાનુ છે.

એક વાર શરણમાં આવેલાને દૂર ન કરવો એ તેનું બાનુ છે.




Sunday, September 20, 2015

શ્રીકૃષ્ણ જેવા ન્યાયકર્તા વિશ્વમાં કોઇ નથી

શ્રીકૃષ્ણ જેવા ન્યાયકર્તા વિશ્વમાં કોઇ નથી




  • રુક્મિણી, દ્યુત અને શરાબ રાજવંશીનું લક્ષણ ન હોવું જોઇએ. આપણે એને સંસ્કાર બનાવી દીધા છે કે રાજા પી શકે છે. રાજા દ્યુત રમી શકે છે.



  • યોગેશ્વર કૃષ્ણ AS IT IS મારી દૃષ્ટિએ એ મૂળ પુરુષ છે. બાકી તો વ્યાસનું બધું એઠું છે એ શુકકૃપા છે. 



  • હા એકવાત એ પણ માનું કે અમુક ભૂલવું પણ જરૂરી છે. જીવનમાં એક અવસ્થામાં વિસ્મૃતિ પણ વરદાન બને છે. સ્મૃતિ તો વરદાન જ છે. આપણે ઘણીવાર જોઇએ છીએ કે બહુ યાદ કરીને બોલનારા જ ગોટાળા કરે છે. એ બધા વક્તાઓના અનુભવ હોય છે. જીવનમાં એક અવસ્થા એવી હોવી જોઇએ કે બધું જ ભૂલી જવાય કેવળ હરિ સિવાય કોઇ યાદ ન રહે. તો એક અવસ્થામાં વિસ્મૃતિ પણ વરદાન છે. ત્યારબાદ કેવળ હરિનામ યાદ રહે. જ્યારે ત્રિગુણાતીત અવસ્થા હોય છે ત્યારે ખબર નહીં કોણ કોનું નામ લે. કોણ કોને યાદ કરે.


કબીરા મન નિર્મલ ભયો જૈસો ગંગાનીર
પીછે પીછે હરિ ફિરે કહત કબીર, કબીર

ભરત સરિસ કો રામ સનેહી|
જગુ જપ રામ રામુ જપ જેહિ||


  • આખી દુનિયા રામને ભજતી હતી અને રામ એક અવસ્થામાં ભરતનું સ્મરણ કરતા હતા. આપણી સ્મૃતિ ખતમ થઇ જાય છે અને એનું ભજન કરવા હરિ આવીને બેસી જાય છે.

નષ્ટોમોહ: સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન્મયાચ્યુત|
સ્થિતોઙસ્મિ ગત સન્દેહ: કરિષ્યે વચનં તવ||



  • રુક્મિણી કહે છે કે પ્રભુ સાત દિવસ થઇ ગયા છે. પ્રદ્યુમ્ન પ્રણામ કરવા આવ્યો નથી. સામ્બ પ્રણામ કરવા આવ્યો નથી. સારણ પ્રણામ કરવા આવ્યો નથી. આપણાં સંતાનો, આ યુવાન છોકરાઓ આપણા ચરણસ્પર્શ કરે નહીં. પરંતુ પરંપરા ચુકાઇ રહી છે. મેં જોયું છે. આપ યોગેશ્વર છો. અમારી આંખોમાં આપ પૂર્ણ છો છતાં પણ બુઝુર્ગોની સામે અમે આપને નતમસ્તક જોયા છે અને આ યુવા ઓલાદ?



  • અત્યંત ભૂખ્યો માણસ છપ્પન ભોગ પાસે બેસે છે તો એની ભૂખ તો મીટે છે પરંતુ એ છપ્પન ભોગનો અતિરેક અપચો પણ પેદા કરે છે. છપ્પન કોટિ યાદવોને અપચો પેદા થયો છે. મારી સમજમાં આવતું નથી કે સાક્ષાત્ પરમાત્મા સાથે જેમનો નાળ સંબંધ છે, જિન્સનો સંબંધ છે, લોહીનો સંબંધ છે એ લોકો કૃષ્ણલાભ કેમ ન લઇ શક્યા? મારે આપને એટલું જ કહેવું છે કે મહાન બુદ્ધપુરુષની પાસે રહેવું જ પર્યાપ્ત નથી એમનું સામીપ્ય વરવું જોઇએ. એનાથી સમાજમાં પ્રતિષ્ઠા વધશે કે તમે બુદ્ધપુરુષો પાસે રહો છો પરંતુ મારે અને તમારે વારંવાર આપણી તબિયતનું ધ્યાન રાખવું જોઇએ. આપ સર્વને ફરી કહી રહ્યો છું કે હું તમારી સાથે છું. સમજમાં નથી આવતું કે કૃષ્ણનાં સંતાનો ચરણસ્પર્શ કરવાનું ભૂલી ગયાં. રુક્મિણી ખરાબ ન માનશો એ કે ભૂલી ગયાં એની ચર્ચા આજે દ્વારિકાની સભામાં થઇ છે. કૃષ્ણનું એક વાક્ય મહાભારતમાં અદભુત છે.



  • રુક્મિણી, દ્યુત અને શરાબ રાજવંશીનું લક્ષણ ન હોવું જોઇએ. આપણે એને સંસ્કાર બનાવી દીધા છે કે રાજા પી શકે છે. રાજા દ્યુત રમી શકે છે. મારી સામે મારા કાળમાં એવી ઘટના ઘટી કે પાંડવો દ્યુત રમ્યા. પરિણામ ખરાબ આવ્યું. આજના જમાનાએ પણ આ બધું છોડવું જોઇએ. જો છૂટશે નહીં અને પરિણામ આવશે ત્યારે ઘણું મોડું થઇ ગયું હશે. કૃષ્ણ પૂર્ણ છે. કેટલી બધી પૂર્ણતાની છાયામાં રહ્યા પછી પણ પરિવાર બેફામ થયો. રુક્મિણી આપ કહો છો કે સંતાનો પ્રણામ કરવા આવતાં નથી પણ એને શું એ ખબર છે? આજે દ્વારિકામાં એની જ ગંભીર ચર્ચા થઇ છે.




  • કોઇપણ ભેખ હોય જાણો કે ન જાણો પણ વગર વિચાર્યે કોઇપણ માણસની નિંદા ન કરવી. કૃષ્ણ જેવા ન્યાયકર્તા વિશ્વમાં કોઇ નથી. પૃથ્વીનો મહાભાર કેવળ કૌરવોના નાશથી જ ઊતરવાનો નથી. યાદવોનો નાશ થયા બાદ ઊતરશે. એમના મર્યા તો હવે મારા પણ મરવા જોઇએ એવો કર્તુમ્ અકર્તુમ્ સમર્થનો સંકલ્પ હતો અને મારા સુધીની આહુતિ આપવામાં આવશે. આ પૃથ્વીનો મહામહિભાર ઉતારવો છે એમાં કૃષ્ણ જે મહાભાર બન્યા હતા એ બધાને મહાકાળની લપેટમાં લીધા છે અને એમાં પોતાના પારકાનો ભેદ રાખ્યો નથી અેટલા માટે કૃષ્ણ જેવો કોઇ ન્યાયકર્તા નથી.


(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

Read full article at Sunday Bhaskar.



Thursday, September 17, 2015

એકવીસમી સદીનો મંત્ર પ્રેમ હોવો જોઇએ

The article displayed below is with the courtesy of Sunday Bhaskar.

એકવીસમી સદીનો મંત્ર પ્રેમ હોવો જોઇએ

Source Link: http://www.divyabhaskar.co.in/news/MAG-manas-darshan-by-moraribapu-in-sunday-bhaskar-5113351-NOR.html

પ્રેમ ન રજોગુણી હોવો જોઇએ, ન તમોગુણી કે સત્ત્વગુણી હોવો જોઇએ. પ્રેમમાંથી વિશેષણ કાઢવાં જોઇએ. ગુણરહિત પ્રેમ હોવો જોઇએ.

પ્રેમની કેટલીક પરિભાષાઓ નારદજીએ આપી છે. એક વિકૃત પ્રેમ પણ હોય છે. એને પ્રેમ નામ આપવું એ યોગ્ય નથી. પરંતુ સમજવા માટે તમારી સમક્ષ બોલી રહ્યો છું. વિકૃત પ્રેમમાં ભીષણતા હોય છે. વિકૃત પ્રેમમાં મારામારી, કાપાકાપી હોય છે. જેમાં બદલો લેવાની વિકૃતિ હોય છે. પ્રતિશોધની આગ બળતી હોય છે. આપણે ઘણીવાર અખબારમાં વાંચતા હોઇએ છીએ કે એક વ્યક્તિએ પ્રેમ કરતા-કરતા એક વ્યક્તિની હત્યા કરી દીધી. આને પ્રેમ કહેવો કે કેમ? અને જો એને પ્રેમ કહેવો હોય તો એની આગળ એક વિશેષણ લગાડવું પડે, આને વિકૃત પ્રેમ કહેવાય. બીજો સંસ્કૃત પ્રેમ હોય છે જે શાલીનતાથી પૂર્ણ ભરેલો હોય છે, સ્વનિર્મિત હોય, મર્યાદામાં હોય, સુશોભિત હોય છે જેમાં ફક્ત સાત્ત્વિકતાનું દર્શન થાય છે. જેમાં સામેવાળાની સુરક્ષા અકબંધ હોય છે. એક ડિસ્ટન્સ રાખીને જેટલું નજીક જઇ શકાય, એટલું નજીક જઇને આસન જમાવીને બેસી જવું એવા પ્રેમને હું ઉપાસના કહું છું.

મુઝ કો યે તો પતા ચલે કિ એબ હૈ ક્યા ક્યા મુઝ મેં,
તૂ મેરા અાયના બન જાય તો મૈં રૂબરૂ હો જાઉં |

શાયર કહે છે કે મને એટલી તો જાણ થાય કે મારામાં નબળાઇઓ કેવી કેવી છે. કમસે કમ મારી નબળાઇઓ તો જોઇ શકું. આ પ્રેમની નજર છે. એ નજરથી બંદગી બની જાય. એક સાત્ત્વિક શાલીનતા આપણી ઉપાસના બની જાય. એવા પ્રેમની ચર્ચા છે. નારદજી તો સ્પષ્ટ કહે છે કે ‘ગુણરહિત’ પ્રેમની આજુબાજુ એક પણ વિશેષણ ન હોવાં જોઇએ. પ્રેમ ન રજોગુણી હોવો જોઇએ, ન તમોગુણી કે સત્ત્વગુણી હોવો જોઇએ. પ્રેમમાંથી વિશેષણ કાઢવાં જોઇએ. ગુણરહિત પ્રેમ હોવો જોઇએ. પ્રેમની ચર્ચા સંવાદના રૂપમાં ચાલી રહી છે ત્યારે વ્યાસપીઠ ઉપરથી મારે ત્રણ સૂત્રો તમારી સમક્ષ મૂકવાં છે જેને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. પ્રેમ આપણા બધામાં પ્રગટ થવા માટે ઉત્સુક હોય છે. પરંતુ પ્રગટ થતો નથી એનું એક કારણ છે ‘અનૃત’ શાસ્ત્રીય શબ્દનો પ્રયોગ કરી રહ્યો છું.

અનૃત એટલે કે અસત્ય કે જૂઠ. આપણા જીવન વ્યવહારમાં આપણા જીવનની દરેક ચેષ્ટાઓમાં જ્યારે જૂઠની બોલબાલા હોય છે એવા સમયે આપણી અંદર પ્રેમ સ્વરૂપ હોવા છતાં પણ પ્રેમ પ્રગટ થઇ શકતો નથી કારણ કે એ અનૃત છે. મારે રામકથાના આધારે વિષયને અનુરૂપ એક વાત તમારી સમક્ષ મૂકવી છે. રામચરિતમાનસમાં કથા છે કે શિવ અને પાર્વતી એક સુંદર પ્રેમીયુગલ છે. આપ બધા જાણો છો અર્ધનારેશ્વર છે પરંતુ કથાના આધારે એક વાત પાકી થાય છે કે સતી જ્યારે દક્ષની કન્યા હતાં એવા સમયે ભગવાન શિવ સાથે રામકથા સાંભળવા માટે ઋષિ પાસે જાય છે. શિવ કથા સાંભળે છે. સતીએ કથા સાંભળી નથી. કથા પૂરી કરીને દંડકવનમાંથી પસાર થતી વખતે શિવ ભગવાન રામનાં દર્શન કરે છે. એવા સમયે રામ લીલા કરી રહ્યા છે.

સતીના મનમાં સંદેહ પેદા થાય છે કે શિવ રામને પ્રણામ કરે છે એ ક્યાંના બ્રહ્મ છે. શિવ સતીને સમજાવે છે કે, દેવી મનમાં સંદેહ ન કરો. મારા ઇષ્ટદેવ ભગવાન રામ છે. અે અત્યારે લીલા કરી રહ્યા છે માટે વનમાં ફરે છે. દેવી આપનો નારી સ્વભાવ છે. આપ સંશય ન કરો. સતી ન માન્યાં અને બોલ્યાં કે તમે જેને બ્રહ્મ માનો છો એ રામની હું પરીક્ષા કરીને જોવા માગું છું કે એ બ્રહ્મ છે કે શું છે? પછી સતી પરીક્ષા કરવા જાય છે. ભગવાન રામના વ્યાપક રૂપને મહેસૂસ કરે છે અને સતીને ગ્લાનિ થાય છે કે મેં આ કદમ શા માટે ઉઠાવ્યાં? હવે શિવ પૂછશે તો શું જવાબ દઇશ? સતી શંકર પાસે આવે છે. શંકર હસીને સતીને પૂછે છે કે તમે ઠીક તો છો ને? તમે રામની પરીક્ષા કેવી રીતે કરી એ તો જરા બતાવો અને એ સમયે સતી અનૃત સ્થિતિમાં આવે છે. શિવ સમક્ષ ખોટું બોલે છે. એક અર્થમાં આ પ્રસંગને જોઇએ તો ખ્યાલ આવે કે સતીનું નિવેદન ઋત નથી સત્ય નથી. સતી એમ કહે છે કે મેં કોઇ પરીક્ષા લીધી નથી. અસત્યના કારણે ન તો રામકથામાં પ્રેમ પ્રગટ થયો કે ન રામમાં પ્રગટ થયો. જેની છાયા બનીને આવ્યા હતા એવા શિવમાં પણ પ્રેમ પ્રગટ ન થયો. આપણે બધા જેટલા અસત્યથી બચીશું એટલો પ્રેમ પ્રગટ થવાનો રસ્તો ખૂલશે.

તેરે મેરે હાથ મેં પત્થર, મૈં ભી સોચું તૂ ભી સોચ|
તેરે મેરે શિશે કે ઘર મેં, મૈં ભી સોચું તૂ ભી સોચ||

આપણે સૌ આત્મદર્શન કરીએ અને જે જવાબ મળે એના પર ધ્યાન દઇએ. આપણે સત્ય શા માટે બોલીએ છીએ? શાંડિલ્ય ભક્તિસૂત્રમાં એક બહુ સારી વાત આવે છે. ભગવાન શાંડિલ્ય કહે છે અપરાધના ત્રણ પ્રકાર છે. એક અપરાધ વ્યક્તિ આદતવશ કરે છે. ઘણા લોકોને કોઇ જ કારણ ન હોય તેમ છતાં ખોટું બોલે છે. એક એવી આદત પડી ગઇ છે કે વાત-વાતમાં ખોટું બોલે. બીજો અપરાધ એવો છે કે જેમાં અપરાધ કરવાની ઇચ્છા ન હોય તેમ છતાં થઇ જાય. ભીડમાં જઇ રહ્યા હોય અને ભીડમાં કોઇને ધક્કો લાગી કોઇ પડી જાય. એ ઇચ્છતા નથી તેમ છતાં થઇ જાય. ત્રીજી વાત એવી છે મૂર્છામાં, મૂઢતામાં, બેહોશીમાં અપરાધ થઇ જાય. ખબર જ પડતી નથી કે હું પોતે શું કરી રહ્યો છું, શા માટે કરી રહ્યો છું.

માણસ અસત્ય શા માટે બોલે છે? એનો એવો કંઇક સમય હોય છે એને કારણે બોલવું પડે છે અથવા તો કોઇ પ્રલોભન હોય એટલે બોલવું પડે છે. કોઇ ડર કે દબાવને કારણે કોઇ મજબૂરી હોય છે દરેક ને પોતપોતાનાં કારણો હોય છે. જેના કારણે તે અસત્ય બોલતો હોય છે. પરંતુ એક વાત પાકી છે કે જ્યારે જ્યારે આપણા જીવનમાં અનૃત આવે છે ત્યારે પ્રેમની ધારા વહેતી બંધ થઇ જાય છે. મારા વ્યક્તિગત અનુભવથી હું કહી રહ્યો છું કે અસત્ય આવે છે ત્યારે પ્રેમપ્રવાહ કુંઠિત થઇ જાય છે. મને એક શ્રોતાએ પૂછ્યું હતું કે, બાપુ પ્રેમ પ્રગટ કરવાની કૂંચી શું છે? જેટલી માત્રામાં સત્ય આપણા જીવનમાં અક્ષુણ્ણ રહે તો સમગ્ર અસ્તિત્વ આપણને પ્રેમ કરશે. સમગ્ર કાયનાત પ્યાર કરશે.

સંતો-ફકીરો પાસે આપણે શા માટે જઇએ છીએ? એમની પાસે જવાથી આપણને શા માટે સારું લાગે છે? કારણ કે ત્યાં કોઇ ને કોઇ નિજી વિદ્યાથી પ્રેમ પ્રગટ થાય છે. પ્રેમ કોઇ પણ હાલતમાં માણસને પ્રસન્ન રાખી શકે છે. જો પ્રસન્ન હશે તો માણસ ક્યારેય અપ્રસન્ન થઇ શકે જ નહીં. ભગવદગીતાનું એક સૂત્ર છે કે જે માણસ પ્રસન્ન રહી શકે છે એમની બુદ્ધિ સ્થિતપ્રજ્ઞ છે. ક્યારેક વિચારો કે પ્રસન્નતા પ્રેમ વગર આવી શકે? પ્રામાણિક પ્રેમ પ્રસન્નતાની જનેતા છે. ગીતાએ તો ત્યાં સુધી કહ્યું કે આપણા સર્વ દુ:ખોનો નાશ કેવળ પ્રસન્નતાથી થાય છે. પ્રસન્ન ત્યારે જ રહી શકાય છે જ્યારે દિલમાં પ્રામાણિક પ્રેમ હોય અને પ્રેમ ત્યારે જ પ્રગટ થાય છે જ્યારે સત્યની માત્રા વધે છે. જ્યારે તમે પ્રસન્ન રહો ત્યારે તમે એ પણ ધ્યાન રાખજો કે મારાથી સામેવાળો પ્રસન્ન રહે એવું હું પોતે કરું.

જો એવું તમે કરશો તો તમારી પ્રસન્નતાની માત્રામાં વધારો થશે. મનોવિજ્ઞાનનો એક સિદ્ધાંત છે કે, દુ:ખ તમારા મસ્તિક સુધી પહોંચતું નથી. ત્યાં સુધી ક્યારેય દુ:ખ જઇ શકતું નથી. દુ:ખ જ્યાંથી પેદા થાય છે ત્યાંથી જ પ્રસન્નતા એનાં મૂળ કાપી નાખે છે. પછી દુ:ખ દિમાગ સુધી કેવી રીતે પહોંચે? એક વાત સમજી લઇએ કે અનૃત-જૂઠ-સચ્ચાઇનું સ્થાન હોઠ છે. કરુણાનું સ્થાન આંખ છે અને પ્રેમનું સ્થાન હૃદય છે. આપણા હોઠ જેટલા અસત્યથી બચે એટલી પ્રેમની ધારા વધશે. બધામાં પ્રેમની ધારા છે પરંતુ અનૃતને કારણે ધારા ફૂટતી નથી માટે જીવનમાં પોતે પોતાને પ્રેમ કરો. દરેક જીવને પ્રેમ કરો. સમગ્ર જીવન પ્રેમમય બનાવો. સામેની વ્યક્તિ આપણને પ્રેમ કરે છે કે નહીં એ છોડો, આપણે પ્રેમ કરતા શીખી જઇએ તો સામેવાળો અવશ્ય પ્રેમ કરશે. સમગ્ર વિશ્વમાં પ્રેમનો સેતુબંધ થાય, તેમજ એકવીસમી સદીનો મંત્ર પ્રેમ હોય એવી વ્યાસપીઠ ઉપર ભગવાન રામનાં ચરણોમાં પ્રાર્થના કરું છું.
(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

મોરારિબાપુ
rameshwardashariyani@gmail.com

Saturday, September 5, 2015

ગોદાવરી નદી

ગોદાવરી નદી વિશે  "ભગવદ્ગોમંડલ" માં નીચે પ્રમાણેની માહિતી ઉપલબ્ધ છે જે અહીં સાભાર પ્રસ્તુત છે.


Read the information at its source link.




દક્ષિણ દેશની એક પ્રખ્યાત નદી તે નાસિક પાસેથી નીકળી બંગાળના અખાતમાં વહે છે. આ નદી વિષે પુરાણમાં કથા છે કે મનુષદેહે ભગવાન શંકર ગંગાજીને પરણ્યા હતા, પણ જ્યારે શિવ કૈલાસમાં ગયા ત્યારે પોતાની પત્ની પાર્વતીથી આ વાત ખાનગી રાખવા ગંગાજીને તેણે પોતાની જટામાં સંતાડ્યાં. પાર્વતીજીને આ વાતની ખબર પડી ત્યારે પોતાના પુત્ર ગણેશને પોતાનાં હરીફ ગંગાજીથી મુક્ત કરવા કહ્યું. પૃથ્વી ઉપર દુષ્કાળ મોકલવામાં આવ્યો. ફક્ત ગૌતમ ઋષિનાં ખેતરોમાં જ અનાજ મળે એવી સ્થિતિ આવી. ગૌતમ ઋષિએ બ્રહ્મા પાસેથી એવું વરદાન મેળવ્યું હતું કે જેવું તે બી વાવે તેવો જ તેનો ફાલ આવે. ગૌતમ ઋષિએ દરેક સ્થળે ખૂબ મદદ કરી, છતાં કેટલાક અદેખા ઋષિઓએ તેનો વિનાશ કરવાનાં કાવતરાં કર્યા. તેનાં ખેતર ચરી જાય તે માટે તેઓએ એક અદ્ભુત ગાય ઉત્પન્ન કરી. દયાળુ ગૌતમ ઋષિ ગાયને હાંકી કાઢવા અશક્ત હતા. તેથી તેને હાંકી કાઢવા તેના ઉપર ઋષિએ પાણી છાંટ્યું. કમનસીબે ગાય તરત જ મરી જઈ ઢળી પડી. તેથી ઋષિને ગોવધ કરનાર તરીકે નિંધ્ય સંબોધન થવા માંડ્યું. આ પાપમાંથી મુક્તિ મેળવવાનો એક જ ઉપાય ગંગાજલ હતો. તેથી તે માટે શંકર ભગવાનનું તપ આદર્યુ. આખરે શંકરે પ્રસન્ન થઈ તેને દર્શન દીધાં. પોતાની જટાની એક લટ શંકરે તેને આપી. આ લટેને મરી ગયેલ ગાય ઉપર નિચોવતાં ગંગાજલનો પ્રવાહ વહેવા લાગ્યો. ગાય સ્ત્રી સ્વરૂપે સજીવન થઈ, જે ગૌતમ ઋષિને ક્ષમા આપી મરણ પામી. પેલા નિચોવેલા પાણીનો ઝરો મટી એની નદી બની. ગાયને જીવ આવ્યો તેથી આ નદીનું નામ ગોદાવરી પડ્યું. ગૌતમ ઋષિ ઉપરથી આ નદીનું બીજું નામ ગૌતમી પણ છે. ગોદાવરી હિંદુસ્તાનની એક મહાન નદી છે. તે ફક્ત ગંગા અને સિંધુથી નાની ગણાય છે. તે ઊંચી સપાટ જમીનમાં થઈને વહે છે. તે લગભગ ૯૦૦ માઈલ લાંબી છે અને ૧,૨૦,૦૦૦ ચોરસ માઈલમાંથી ધોવાણ તે નદીમાં જાય છે. દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાં પશ્ચિમ ભાગમાં આવેલા બ્રહ્મપુરી પાસે આવેલ વ્યંબક નામના ગામ પાસેથી તે શરૂ થાય છે. આ ગામડું મુંબઈથી ઈશાન કોણમાં ૭૦ માઈલ દૂર છે. જૂની માન્યતા એવી હતી કે, તે બહ્મપુરી નજીકના જટાફટકા પર્વતમાંથી નીકળી કુશાવર્ત તળાવમાં જમીનની નીચે વહી આવતી. ગંગા નદીની જમીનમાં વહેતી શાખા તરીકે ગોદાવરી ગણાતી હોવાથી તેનું ધાર્મિક માહાત્યમ્ય ઘણું જ છે. ખાસ કરીને જેને પ્રજા ન હોય તેઓને માટે તેનું સ્નાન સંતાનસુખ આપનારૂં ગણાય છે. સિંહસંક્રાંતિમાં સૂર્ય કે બૃહસ્પતિ હોય ત્યારે ગોદાવરીસ્નાન ખાસ કરાય છે. આ નદી શરૂઆતમાં પૂર્વમાં અને પછી નૈઋત્યમાં વહે છે. ૬૫૦ માઈલ વહ્યા પછી તેને મોટી ઉત્તર પ્રાણહિતા નદી મળે છે. આ નદી વર્ધા, પેનગંગા અને વાઈનગંગાના સંગમથી બનેલ છે. આગળ જતાં ગોદાવરીમાં ઉત્તર તરફથી ઇંદ્રાવતી અને સાવરી નદી આવી મળે છે. પછી બેથી અઢી માઈલના પહોળાઈના પટમાંથી સંકોચાતી બસો વાર પહોળાઈનો પટ બનાવે છે અને બહુ જ જોસથી પોતાનો રસ્તો પૂર્વઘાટમાંથી કરી અવાજ કરતી વહે છે. રાજમુંદ્રિ આગળ નદીનો પટ બે માઈલનો છે અને તેની ઉપર રેલવેનો સુંદર પુલ છે. આળ જતાં ગોદાવરી ચાર માઈલ પહોળી થઈ જાય છે. તેમાં ઘણા ટાપુઓ છે. તેના મુખ્ય બે ફાંટા છે: (૧) ગૌતમી ગોદાવરી. તે ગોદાવરી ભૂશિર નજીક બંગાળાના ઉપસાગરને મળે છે. (૨) વસિષ્ઠ ગોદાવરી. તે નરસાપુર આગળ સમુદ્રને મળે છે. ગોદાવરીના નાના મોટા કુલ સાત ફાંટામાં પહેલા ફાંટાનું નામ તુલ્ય છે. આ ફાંટો બીજા છ ફાંટા જેવડો હાવાથી તેનું નામ તુલ્ય પડ્યું છે. ચંદ્રદેવને ૨૭ પત્ની હતી, તેમાં એક તરફ પોતાનો અતુલ સ્નેહ હોવાથી તેના સસરાએ ચંદ્રને ક્ષય થશે એવો શાપ આપ્યો હતો. તુલ્યમાં સ્નાન કરી ચંદ્રે શાપનું નિવારણ કર્યું હતું. ક્ષયના દરદથી મુક્ત થવાને લીધે પોતાના સોમ નામની યાદગીરી જળવાઈ રહે તે ખાતર સોમેશ્વર નામનું શિવમંદિર ચંદ્રે બંધાવ્યું તેમ મનાય છે બીજા ફાંટાનું નામ આત્રેયી છે. આત્રેય મુનિએ ત્યાં રહી ઇંદ્રપદ મેળવવા તપ કર્યું હતું. તેથી તેનું નામ આત્રેયી પડ્યું છે. ઈ. સ. ના પહેલા સૈકામાં પ્લિનીએ વર્ણન કરેલ કોરિંગા નામનું ગામડું આત્રેયી નજીક છે. ત્રીજા ફાંટાનું નામ ભરદ્વાજ છે. ભરદ્વાજ ઋષિએ પોતાની બહેન રેવતી માટે યોગ્ય પતિ મેળવવા ત્યાં પ્રાર્થના કરેલી. તેથી તેનું નામ ભરદ્વાજ રાખવામાં આવ્યું છે. કત નામનો બ્રાહ્મણપુત્ર ત્યાં આવી ચડ્યો. ઋષિએ તેને શાસ્ત્ર શીખવ્યાં. તેના બદલામાં તેની બહેન રેવતીનું પાણિગ્રહણ કરવાનું કતને ઋષિએ કહ્યું. કતની અનિચ્છા છતાં કબૂલ કરવું પડ્યું. કતે રેવતીને આ નદીમાં સ્નાન કરવાનું કહ્યું. સ્નાન કરતાં રેવતીએ બેડોળપણું ગુમાવી ખૂબસૂરતી પ્રાપ્ત કરી. આથી કત ખુશી થયો. આ ફાંટાને તેથી રેવતી પણ કહે છે. ચોથા ફાંટાને ગૌતમી કહે છે. ગૌતમ ઋષિએ તેની પત્નીને ઇંદ્ર સાથે તેનું શિયાળ ભ્રષ્ટ થવાને લીધે શુષ્ક નદી બની જવાનો શાપ આપ્યો હતો. ગૌતમ ઋષિ ઉપરથી આ નદીનું નામ ગૌતમી પડ્યું. ગૌમત ઋષિની પત્ની એ દયા માટે પ્રાર્થના કરતાં શાપના નિવારણ તરીકે ઋષિએ તેણીને કહ્યું કે, જો તે ગોદાવરી નદીને મળશે તો પુન: મૂળ સ્વરૂપ પ્રાપ્ત થશે. પાંચમા ફાંટાને વૃદ્ધગૌતમી કહે છે. ગૌતમ ઋષિને પુત્ર હતો. તેનું નામ પણ ગૌતમ હતું. જન્મથી તે નાક વગરનો જન્મયો હતો. પોતાની આ ખામીને લીધે ગૌતમ નિરાશમાં નાસી ગયો અને જ્યાં ત્યાં રખડવા લાગ્યો. રખડતાં રખડતાં તે શ્વેતગિરિ પર્વતની ગુફામાં પેઠો. ત્યાં તેને એક પવિત્ર વૃદ્ધ બાઈ મળી. જે કોઈ આ ગુફામાં દાખલ થાય તેની સાથે લગ્નગ્રંથિથી જોડાવાની તેને આજ્ઞા હતી. ગૌતમનો વિરોધ છતાં બંનેનાં લગ્ન થયાં, પણ તેઓ લોકોનાં નિંદાપાત્ર બન્યાં. અગસ્ત્ય ઋષિની આજ્ઞા મુજબ તેઓએ ગોદાવરીસ્નાન કર્યું અને તેના પ્રભાવથી તે ખૂબસૂરત યુવાન યુગલ બની ગયું. છઠ્ઠા ફાંટાનું નામ કૌશિકી છે. કૌશિક ઋષિ ઉપરથી એનું નામ કૌશિકી પડ્યું છે. કૌશિક ઋષિ આ પ્રવાહને દરિયામાં લઈ ગયા હતા. એક દિવસ શ્રીરામ ગોદાવરી નદીના પાંચમુખે નાહ્યા પછી આ મુખે આવ્યા અને ત્યાં શિવની સ્થાપના કરી. તેનું નામ રામેશ્વર રાખ્યું. કન્યાકુમારી પાસેનું રામેશ્વર તે આ નહિ. સાતમા પ્રવાહે વસિષ્ઠ નામના ઋષિ વિષ્ણુના નૃસિંહ અવતારના મંદિર આગળ આંતરવેદીમાં તપ કરતા હતા. વસિષ્ઠના જૂના દુશ્મન વિશ્વામિત્ર ઋષિએ હિરણ્યાક્ષનો દીકરો કે જેણે તપથી દૈવી શક્તિ મેળવી હતી તેને વસિષ્ઠ ઋષિને ઈજા કરવા માટે મોકલ્યો. રાક્ષસ આવ્યો અને વસિષ્ઠના સો દીકરાને ખાવા માંડ્યો, પણ ઋષિએ નૃસિંહની પ્રાર્થના કરી અને તેથી નૃસિંહે રાક્ષસનો વધ કર્યો. આ જાત્રાનું મુખ્ય સ્થળ છે.

માનસ ગોદાવરી

રામ કથા

માનસ ગોદાવરી

નાસિક

સિંહસ્થ કુંભ

શનિવાર, તારીખ ૦૫-૦૯-૨૦૧૫ થી રવિવાર, તારીખ ૧૩-૦૯-૨૦૧૫

મુખ્ય પંક્તિ


सुरसरि सरसइ दिनकर कन्या     |
मेकल सुता गोदावरि धन्या       ||

...........................................................२-१३७/४



अनुज समेत गए प्रभु तहवाँ      |

गोदावरि तट आश्रम जहवाँ       ||

............................................................३-२९/५



શનિવાર, ૦૫-૦૯-૨૦૧૫



 રામ ચરિત માનસમાં ગોદાવરી નામનો ઉલ્લેખ ત્રણ વાર છે જે ત્રિસત્ય છે.

ગોદાવરી નદીના તટ ઉપર પ્રભુ રામે પાંચ લલીત નરલીલા કરી છે.

ગોદાવરી નદીના તટ ઉપર પાંચ પ્રસંગોનો મહિમા છે.

૧ લક્ષ્મણની જિજ્ઞાસાના પાંચ પ્રશ્નો

૨ સુર્પંખાનો પ્રસંગ

૩ ખરદૂષ્ણ આદિ ૧૪ હજાર અસુરોના નિર્વાણનો પ્રસંહ

૪ મારિચ વધનો પ્રસંગ

૫ મા સીતાના અપહરણનો પ્રસંગ

કથા અને નદીને સંબંધ છે, જેમ નદીનો પ્રવાહ બંધિયાર નથી તે જ પ્રમાણે કથા એ એક પ્રવાહ છે, બંધિયાર નથી, સંકિર્ણ નથી.

કથાકારોએ સત્વ, તત્વને પ્રવાહિત કર્યું છે.

"એવા જ ગુના મેં કર્યા છે કબુલ હા

મારું જે થવું હોય તે થાય જે કબીરનું થયું હતું તે"


પરંપરા પ્રવાહિત હોવી જોઈએ, જડ નહીં.


રવિવાર, તારીખ ૦૬-૦૯-૨૦૧૫

આપને કોઈ પણ કાર્ય કરીએ અને તેના ફળની આશા રાખીએ ત્યારે તે કરેલ કર્મ થોડું દુષિત થઈ જાય છે.
પ્રાપ્તિના પ્રલોભનમાં કરેલ કર્મ થોડું દુષિત થઈ જાય છે.

તેથી જ શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું  છે કે, "“કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન...” અર્થાત્, “ફળની આશા રાખ્યા વિના જ કર્મ કર્યે જા...”

આ સંદર્ભમાં વિશેષ વાંચન માટેની લિંક "કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન.. /મોરારી બાપુ " ક્લિક કરવા વિનંતિ.

કર્મ કરતી વખતે જો આમ કરીએ તો આની પ્રાપ્તિ થાય એ વ્યાપાર છે.

ગરીબોની સેવા કરવી એ સારું છે પણ ગરીબોની સેવા કરવાની સાથે સાથે જો ધ્યાન કરવામાં આવે તો આવી સેવા કર્યાનું અભિમાન નહીં આવે.

"માનવ સેવા એ પ્રભુ સેવા છે" એ પ્રર્યાપ્ત નથી. તેથી "જીવ સેવા એ એ જ પ્રભુ સેવા" એવું કરવું જોઈએ. જડ ચેતન બધાની સેવા, જડ ચેતન બધાની માવજત કરવી જોઈએ.પ્રકૃતિની સેવા કરવી જોઈએ.

આ જીવન અહેતુ પ્રભુ નામ લેવાથી જ ચાલી રહ્યું છે.

પાણીનાં પાંચ લક્ષ્ણ છે.

પાણીનો પીવા માટે, ન્હાવા માટે, તરવા માટે, ડૂબીને આપઘાત કરવા માટે, બીજાને ડૂબાડવા માટે ઉપયોગ કરી શકાય.
कह हनुमंत बिपति प्रभु सोई       |

जब तब सुमिरन भजन न होई        ||

...............................................................५-३१/३

આશ્રમ અને વેશથી સાધુની વ્યાખ્યા ન થાય.

साधु चरित सुभ चरित कपासू        |

निरस बिसद गुनमय फल जासू         ||

................................................१-१/५

કપાસનાં ત્રણ જીંડવાં રજો ગુણ, તમો ગુણ અને સતો ગુણ છે. આવી રીતે જ આ ત્રણ ગુણોમાંથી જ શ્વેત કપાસની માફક સાધુ પેદા થાય છે.

સાધુને પણ દુઃખ થાય છે પણ સાધુનૂ આવું દુઃખ બીજાના દુઃખના લીધે થાય છે.

જલ સ્વચ્છ, શીતલ અને મધુર હોવું જોઈએ.

રામ અને સીતાનું ચરિત્ર સ્વચ્છ, શીતલ અને મધુર છે તેથી બધા ચરિત્રોમાં રામ અને સીતાનું ચરિત્ર મહિમાવંત છે.

પાણીનો એક ગુણ તેની ગહરાઈ - ઊડાઈ, ગંભીરતા છે.

પાણીનો એક ગુણ અમૃતમયતા છે.

રામ ચરિત માનસ સ્વચ્છ, શીતલ, મધુર, ગહરાઈથી ભરેલું અને અમૃતમય છે.

બધી જ નદીઓનાં પાંચ લક્ષણ હોય છે તે જ રીતે ગોદાવરી નદીનાં પણ પાંચ લક્ષણ છે.


નદી પ્રવાહમાન, ગતિશીલ હોય.

જે પ્રવાહમાન ન હોય તે જળાશય બની જાય છે.


નદીના પ્રવાહને કોઈને મળવાની ઊતાવળ હોય છે, કોઈને મળવા માટે તત્પર હોય છે, કોઈને મળવાની ખોજ હોય છે.

નદીનો પ્રવાહ ત્યારે જ આગળ વધે જ્યારે નદી તેના પ્રવાહ દરમ્યાન આવતા ખાડાઓને ભરી દે.


નદીનો પ્રવાહ કિનારા નિર્મિત કરે.

લોક અને વેદ બંનેને સ્પર્શીને કથા પ્રવાહિત રહે.

પ્રવાહવાન વ્યક્તિ લોક અને વેદને સ્પર્શ કરે.


નદી તેના કિનારાને હરિયાળું બનાવે.

ભગવત કથા આપણા જીવનને આનંદિત કરે.


નદીનો પ્રવાહ એવું ઈચ્છે કે તેના પ્રવાહમાં કોઈ સાચો સંત ડૂબકી લગાવે.

ગોદાવરી તટ ઉપરના પાંચ પ્રસંગ

લક્ષ્મણના પાંચ પ્રશ્ન

एक बार प्रभु सुख आसीना       |

लछिमन बचन कहे छलहीना       ||

............................................................३-१३/५

ઘણા લોકો જાણવા નથી આવતા પણ માપવા આવે છે.

પ્રશ્ન પૂછવા છળ મુક્ત થઈને જવાય.

રામ કથા પ્રત્યે મમતા, પ્રભુ કથા પ્રત્યે મમતા એ જ કથાકારનો ધર્મ છે.

ગુરૂ મુખથી કોઈ સાર્થક અર્થ સૂત્ર પકડવું એ કથાકાર તેમજ શ્રોતાઓનો અર્થ છે.

શ્રોતા વક્તાનો કામ એ અધ્યયન કર્વું , અધ્યયન કરાવવું છે. ચિંતન, ધ્યાન, સ્વાધ્યાય કરવું કરાવવું એ શ્રોતા વક્તાનો કામ છે.

શ્રોતા વક્તાનો મોક્ષ એટલે કોઈ પણ લક્ષ્યની કામના ન રહે તે છે.

પાંચ તત્વોનું બનેલું આ શરીર પંચવટી છે. જ્યાં રામ નિવાસ કરે છે અને જીવ પાંચ પ્રશ્નો પૂછે છે.

મન, બુદ્ધિ, ચિતથી સાંભળવું.

જ્ઞાન શું છે?

વૈરાગ્ય શું છે?

ભક્તિ શું છે?

માયા શું છે?


માયા એટલે શું?

मैं अरू मोर तोर तें माया        |

जेहिं बस कीन्हे जीव निकाया         ||

...........................................................३-१४/२

હું અને તું છૂટી જાય એટલે માયા છૂટી જાય.

માયાના બે પ્રકાર છે - વિદ્યા અને અવિદ્યા.


જ્ઞાન શું છે?

જ્યાં અભિમાન નથી તે જ્ઞાન છે.

ग्यान बिराग सकल गुन अयना        |

सो प्रभु मैं देखब भरि नयना          ||

.................................................................१-२०५/८


જ્ઞાનનું અભિમાન અહંકાર પેદા કરે છે.

कहिअ तात सो परम बिरागी      |

त्रून सम सिद्धि तीनि गुन त्यागी         ||

..................................................३-१४/८


આપણે કંઈક છોડ્યું છે, કશાકનો ત્યાગ કર્યો છે તેની સ્મૃતુ પણ વૈરાગ્યની બાધા છે.

દા. ત. ભ્રતૃહરિનો બાવન લાખ માળવા છોડવાની સ્મૃતિ તેના વૈરાગ્યની બાધા બને છે.


સોમવાર, ૦૭-૦૯-૨૦૧૫

તત્વતઃ આપણે બધા પરમાત્મા છીએ જ. તેથી જ અહ્મં બ્રહ્માસ્મિ કહેવાયું છે.

सोहमस्मि इति ब्रुति(બૃતિ) अखंडा

दीप सिखा सोई परम प्रचंडा
..................................................................७-११७/९

જ્યારે આપણે કોઈને શોધવાની (ખોજ) શરૂઆત કરીએ છીએ ત્યારે તે તત્વ ત્યાં હોય છે જ.
ફળની અપેક્ષા ન રાખો.

પરમને બુદ્ધ પુરૂષોની આંખોમાં જોવાનો છે.

ना कहीं दूर है मंक्षिले, ना कोई करीब बात है

ફળની કામના ન કરો પણ રસની કામના કરો. કારણ કે ઈશ્વર ફળ નથી પણ રસ છે. અને તેથી જ રસો વૈસઃ કહેવાયું છે.

ભરત નિષ્કામ છે. પણ જન્મો જન્મ રામ રતિની કામના કરે છે.

પ્રત્યેક દેહધારીમાં ૬ તરંગ હોય છે.

પ્રાણના બે તરંગ - ભૂખ અને પ્યાસ

મનના બે તરંગ - શોક અને હર્ષ

શરીરના બે તરંગ - જન્મ અને મૃત્યુ

ભોજન ઔષધિના રૂપમાં કરો.

બુદ્ધ પુરૂષથી થોડું અંતર રાખવું જોઈએ. કારણ કે બુદ્ધ પુરૂષની બહું નજીક રહેવાથી તેની કોઈક ક્રિયા અંગે આપણા મનમાં શંકા પેદા થઈ શકે છે.

હરિ વ્યાપક સર્વત્ર સમાના

હમ તેરે ચહેરે પર હી નહીં મરતે, તેરી કદમો કે ભી પ્રેમી હૈ.

રામહિ કેવલ પ્રેમ પિઆરો

પ્રેમ સ્વયં તપ છે, તપસ્યા છે.

ભજનની ભૂખ હોવી જોઈએ.

ગાયક, નર્તક, જ્યોતિષી, ચાલાક વણિક, કપટ પૂર્વક મૈત્રી કરી નેટ વર્ક કરનાર, વૈદ્ય, મિત્ર, રિપુ વગેરેને સાક્ષી ન બનાવાય.

ફળને લક્ષ્ય ન બનાવાય પણ રસને લક્ષ્ય બનાવાય.

(સાભાર – સ્વર્ગારોહણ.કોમ)
Source Link: http://www.swargarohan.org/narsinh-mehta/013

રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં

પસલી ભરીને રસ પીધો રે, હરિનો રસ પુરણ પાયો.

પહેલો પિયાલો મારા સદગુરૂએ પાયો,

બીજે પિયાલે રંગની હેલી રે,

ત્રીજો પિયાલો મારાં રોમે-રોમે વ્યાપ્યો,

ચોથે પિયાલે થઈ છું ઘેલી રે …રામ સભામાં

રસ બસ એકરૂપ રસિયા સાથે,

વાત ન સુઝે બીજી વાટે રે,

મોટા જોગેશ્વર જેને સ્વપ્ને ન આવે

તે મારા મંદિરીયામાં મ્હાલે રે … રામ સભામાં

અખંડ હેવાતણ મારા સદગુરૂએ દીધાં

અખંડ સૌભાગી અમને કીધાં રે,

ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી

દાસી પરમ સુખ પામી રે … રામ સભામાં


 - નરસિંહ મહેતા

જે પ્રિય લાગે તેનું સ્મરણ કરવું.

જય હો કહેવા કરતાં ધન્ય હો કહેવું વધારે યોગ્ય છે.


ધન્ય કોણ છે?

ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી

તુમ્હ સમાન નહિં કોઉ ઉપકારી

મૌન અતિ પવિત્ર વાણી છે.

સત્ય જ્યારે બોલવું પડે ત્યારે બોલવું એ મૌન જે અતિ પવિત્ર વાણી છે તેનાથી વધારે શ્રેષ્ઠ છે.

સત્ય બોલવું પણ પ્રિય સત્ય બોલવું એ તેનાથી વધારે શ્રેષ્ઠ છે.

પ્રિય સત્ય ધર્માનુકૂલ બોલવું એ તેનાથી વધારે શ્રેષ્ઠ છે.

धन्य देस सो जहँ सुरसरी      |

धन्य नारि पतिब्रत अनुसरी     ||

धन्य सो भूपु नीति जो करई     |

धन्य सो द्विज निज धर्म न टरई     ||

सो धन धन्य प्रथम गति जाकी     |

धन्य पुन्य रत मति सोइ पाकी      ||

धन्य धरी सोइ सब सतसंगा      |

धन्य जन्म द्विज(દ્વિજ) भगति अभंगा      ||


એ દેશ ધન્ય છે જ્યાં ગંગા વહે છે.

પતિ વ્રતા ધર્મ પાળનાર નારી ધન્ય છે તેમજ એક પત્ની વ્રત પુરૂષ પણ ધન્ય છે.

નિતિ પ્રિય, ન્યાય પ્રિય રાજા ધન્ય છે.

બ્રહ્મને જાણનાર દ્વિજ ધન્ય છે.

જે ધનવાનું ધન પ્રથમ ગતિ વાળું છે તે ધનવાન ધન્ય છે. ધનની ત્રણ ગતિ હોય છે, દાન એ ધનની પ્રથમ ગતિ છે, ભોગ માટે વપરાતું ધન એ બીજી ગતિનું ધન છે અને ધનની ત્રીજી ગતિ એ ધનનો નાશ છે.
પરિપકવ બુદ્ધિ ધન્ય છે.

એ પળ ધન્ય છે જે પળ કોઈ સાધુ પુરૂષ સાથે સતસંગમાં પસાર થાય.

ગોદાવરી નદી ધન્ય છે કારણ કે તે ભારત દેશમાં વહે છે જ્યાં ગંગા નદી પણ વહે છે, તેના તટ ઉપરની કુટિયામાં પતિવ્રતા જાનકી રહે છે, તેના તટ ઉપરની કુટિયામાં ન્યાય પ્રિય રાજા રામ નિવાસ કરે છે. અહીં પરમાત્મા પાસે જે ધન છે તે પ્રથમ ગતિનું ધન છે. મારિચની બુદ્ધિ પરિપકવ છે અને મારિચની ઘટના પણ ગોદાવરીના તટ ઉપર બને છે. અહીં પંચવટીમાં લક્ષ્મણ પાંચ પ્રશ્ન પૂછે છે અને રામ તેના ઉત્તર આપે છે તે સતસંગની ઘટના પણ અહીં બને છે. અહીં જ લક્ષ્મણમાં દ્વિજ તત્વ જે જાગૃત પુરૂષ છે તે ઉજાગર થાય છે. રામની અભંગ પ્રિતિ પણ અહીં જ દેખાય છે. આ બધા કારણો સહ ગોદાવરી નદી ધન્ય છે.


મંગળવાર, ૦૮-૦૯-૨૦૧૫

ગોદાવરીના અનેક અર્થ થાય છે.

ગો + દાવરી

ગો એટલે ઈન્દ્રીયો

દાવરી એટલે પ્રકાશનું કિરણ, આલોક, અજવાળું વિ. થાય છે.

એટલે કે જે આપણી ઈન્દ્રીયોને પ્રકાશિત કરે તે ગોદાવરી કહેવાય.

"અમંલને પણ મંગલ રૂપમાં રજુ કરો" એવું ગૌતમ ધર્મ સૂત્રનું કથન છે.

કાનનું ઘરેણું ખોવાઈ જાય તો ચિંતા ન કરો પણ કાનનો શ્રવણ વિવેક, શ્રવણ વિજ્ઞાન ખોવાઈ જાય તે ચિંતાનો વિષય છે.

સુફીવાદમાં દાવરીનો અર્થ નુર થાય છે.

સુફીવાદમાં દાવરીના બીજા બે અર્થ અનાહદ નાદ અને ખુશ્બુ થાય છે.

અનાહદ નાદ એટલે કોઈ પણ ઘર્ષણ વિના ઉત્પન્ન થતો નાદ - અવાજ.

ગુરૂ વચનમાં નિષ્ઠા એ જ ગુરુ કૃપા છે.

જો આપણામાં ગુરૂ પ્રત્યે નિષ્ઠા હોય તો જે ગુરૂ બોલે તે મંત્ર બની જાય.

ગુરૂ વચનમાં નિષ્ઠા રાખવી એ જ સૌથી મોટી સાધના છે.

કથા - હરિ કથા એ સતીપણું મિટાવી પાર્વતીપણું પેદા કરવાની વિધા છે.

સતીપણું એટલે બૈધિક તર્ક અને પાર્વતીપણું એટલે નિષ્ઠાપણું.

ઝેર પીવું પડે તો પીવો પણ કરૂણા ન છોડો
.
શંકર ફક્ત કરૂણાવતાર જ છે.

ઈન્દ્રીયોમાં મન હું છું એવું શ્રી કૄષ્ણ કહે છે તેથી મનને મારવાની કોઈ જરૂર જ નથી.

બુદ્ધ પુરૂષના હાથમાં ખોટો સિક્કો પણ સાચો બની જાય છે અને બુદ્દુના હાથમાં સાચો સિક્કો પણ ખોટો બની જાય છે.

કથામૃત એ એક શરાબ છે પણ તેને પીવા માટે કેટલાક નિયમો પાડવા પડે.


કથામૃત શરાબ પીવા માટે અધિકાર પ્રાપ્ત કરવો પડે.


કથામૃત શરાબ ક્યારે પીવાય

કથામૃત શરાબ સદગુરૂ પીવડાવે ત્યારે પીવાય.


કથામૃત ક્યાં પીવાય?

કોઈ સંત ફકીરની હાજરીમાં કથામૃત શરાબ પીવાય.


કથામૃત કેટલી પીવાય?

કથામૃત શરાબ ધીરે ધીરે થોડી થોડી માત્રામાં પીવાય.

તમે મને વર્ષમાં નવ દિવસ આપો, હું તમને નવજીવન આપીશ.

સરયુના તટ ઉપર રાજ્ય જનોની ચર્ચા છે, રાજકુમારોના ખેલની ચર્ચા છે.

ગંગા તટ ઉપર ગુહના વિષાદ યોગની ચર્ચા છે, યોગની ચર્ચા છે, કેવટના વિનોદની ચર્ચા છે.

મંદાકિનીના તટ ઉપર ભાતૃભાવની ચર્ચા છે, રઘુવીરના વિહારની ચર્ચા છે.

ચિત્રકૂટમાં

લંકામાં નદી નથી તેથી ત્યાં સરોવર કૂવાની ચર્ચા છે. લંકામાં રૂધીર વહે છે, સંહાર થાય છે.

ગોદાવરીના તટ ઉપર ભગિનીની ચર્ચા છે.

સુરપંખા સત્ય સામે અસત્ય બોલે છે જ્યાએ અસત્ય સામે સત્ય બોલે છે.

સાધકે દ્રષ્ટિ ભક્તિ તરફ રાખવી જેથી કોઈ આસક્તિમાં ફસાઈ ન જવાય. રામ જાનકી તરફ દ્રષ્ટિ રાખી સુર્પંખાને જવાબ આપે છે.

આસક્તિ ભક્તિ ઉપર હુમલો કરે છે, ભક્તિને ખત્મ કરવા પ્રયત્ન કરે છે જેથી તેને તેનું સ્થાન મળે. સુર્પંખા જાનકી ઉપર હુમલો કરે છે અને તેથી લક્ષ્મણ તેના કાન નાક કાપી લે છે.

ખર દુષણ એ રાગ દ્વૈષ છે, ખર દુષણને રામજી પરસ્પર રામ દર્શન કરાવી નિર્વાણ આપે છે. જ્યારે બધામાં એક બીજાને રામ દર્શન થાય ત્યારે જ રાગ દ્વૈષ મટે.




ગુરૂવાર,૧૦-૦૯-૨૦૧૫

શાસ્ત્ર દર્શન પ્રમાણે ગોદાવરી નદીનું પ્રાગટ્ય ગંગા નદીના પ્રાગટ્ય કરતાં અગાઉનું છે. ગોદાવરી નદી ગંગા નદી પહેલાં પ્રગટ થયેલ છે.

ગૌતમ ઋષિ ગોદાવરી નદીના પ્રાગટ્ય માટે નિમિત્ત છે જ્યારે ભગીરથ રાજા ગંગા નદીના પ્રાગટ્ય માટે નિમિત્ત છે.

કલિયુગમાં આંતર બાહ્ય સમસ્યાઓનું સમાધાન ગુરૂકૃપા અને હરિનામ છે.

કૃષ્ણ જગદગરૂ છે, રામ પણ જગદગુરૂ છે અને શિવ પણ જગદગુરૂ છે.

ગોદાવરી વૃદ્ધ ગંગા છે.

વામન પુરાણનો મંત્ર

कालिन्दिम्‌ पश्चिमे पूण्य गंगा च उत्तरवाहिनी विशेष दुर्लभः

ब्रह्मांड पुराणनो मंत्र

नासिकम्‌ च प्रयागम् नैमिषारण्य पुष्करम् तथा पंचमम् च गया क्षेत्रम् षटम क्षेत्र न विद्यते सर्व तीर्थम् शिरो भूताम् आ--- गोदावरि धिमहि धर्म योनः प्रचोदयात

ગોદાવરિ દક્ષિણ વાહિની છે.

જે અતિતનો શોક ન કરે અને ભવિષ્યની ચિંતા ન કરે તે નિત્ય સંન્યાસી છે. ............. આદિ શંકર

ભટકતી વૃત્તિ અવ્યભિચારીણી બની જ જાય, બેઈજ્જત થઈ જાય.

કોઈની કહેલી વાતો જે પ્રમાણ વિનાનિ હોય તેને સાચી માની લેવી તે ખર દુષણ વૃત્તિ છે.

ભયે પ્રગટ કૃપાલા એ સ્તુતિ બપોરની સ્તુતિ છે.

રૂદ્રાષ્ટક્મ્‌ એ સ્નાન સમયે કરવાની સ્તુતિ છે.

અત્રિ સ્તુતિ બપોરના સમયે કરવી જોઈએ તેમજ જેણે ભજન વધારવું છે તેમણે કરવી જોઈએ. આ સ્તુતિ ભજ ધાતુ આધારિત છે.

ભાગવત્કાર શુકદેવજી કહે છે કે ભજન કરનારે કપટ અને મત્સરથી મુક્ત રહેવું જોઈએ. અહીં કામથી મુક્ત રહેવાનો ઉલ્લેખ નથી, કામને સ્વીકાર કરેલ છે.

એકાન્ત સેવન ગુરૂ સ્મૃતિ સાથે કરવું જોઈએ. એકલાએ એકાન્ત સેવન ન કરવું.

મત્સર એટલે ખરાબ વૃત્તિ. બે વ્યક્તિ સાથે સાથે ચાલતી હોય અને તેમામ જો કોઈ એક વ્યક્તિ તેના પ્રયાસથી આગળ ચાલવા માંડે અને ત્યારે તે વ્યક્તિને પાછળ પાડવાની વૃત્તિ એ મત્સર છે.

(ભગવદ્ગોમંડલ શબ્દકોષ પ્રમાણે મત્સર એટલે દ્વેષ; ઈર્ષા; અદેખાઈ; બીજાના શુભનો દ્વેષ કરવો તે; બીજાની સંપત્તિ નહિ સહન કરવી તે. બીજાની સંપત્તિ તથા સંતતિને જોઈ પોતાના મનને સહન કરવું નહિ થવું, તે મત્સર વૃત્તિ કહેવાય છે. - શ્રીમદ્ભાગવત.)

ભજન કરનારે ધ્યાનમાં રાખવા જેવી બાબતો.


મત્સર મુક્ત થઈ ભજન કરવુ.


પ્રસન્ન ચિતથી ભજન કરવું.


ગુરૂની સ્મૃતિ સાથે ભજન કરવું.

જગતગુરૂ શાસ્વત છે.
પાયો પરમ વિશ્રામ એ બુદ્ધત્વ છે.

તુલસી યુદ્ધના વર્ણન દ્વારા બુદ્ધત્વ પેદા કરે છે.

સુખ પ્રત્યે આકર્ષણ એ રાગ છે અને દુઃખ પ્રત્યે અનગમો - તિરસ્કાર એ દ્વૈષ છે.

જ્યાં સુધી એક બીજામાં રામ દર્શન ન થાય ત્યાં સુધી રાગ દ્વૈષ ખતમ ન થાય.


શુક્રવાર, ૧૧-૦૯-૨૦૧૫

ગોદાવરિ બ્રહ્મ કન્યા છે, ગૌતમ કન્યા છે.

પ્રત્યેક વસ્તુની પાંચ દ્રષ્ટી કોણથી નિરૂપણ થવું જોઈએ.


ઐતિહાસિક દ્રષ્ટિ કોણ


વૈજ્ઞાનિક દ્રષ્ટિ કોણ

બધાથી જુનો પથ્થર ગોદાવરી નદીમાંથી મળ્યો છે એવું ભૂસ્તર શાસ્ત્રીઓનું મંતવ્ય છે. ગોદાવરી બહુમ જુની નદી છે.

તર્ક વિતર્ક લઈને ન જવું પણ કોઈક તત્વ લઈને જવું.


વ્યવહારિક દ્રષ્ટિ કોણથી નિરૂપણ કરવું.


ભાવનાત્મક દ્રષ્ટિ કોણથી નિરૂપણ કરવું.

હનુમાન ચાલિસા અષ્ટ સિદ્ધિ આપે કે ન આપે પણ અષ્ટ શુદ્ધિ જરૂર આપશે. તેમજ નવ નિધી એટલે કે નવધા ભક્તિ જરુર આપશે.

લાભ લેવાની આદત મટાડવાની જરૂર છે.

આ મનવ દેહ મળ્યો છે એ મોટામાં મોટો લાભ છે. અને ભારત દેશમાં માનવ દેહ મળ્યો એ અત્યંત લાભદાયી છે.

કથા સાંભળવાથી કોઈ ફળ ન મળે પણ કથા સાંભળવાથી રસ જરૂર મળે.

બધું જ આપને આવડી જાય એવિ અપેક્ષા રાખવી એ મૂઢતા છે.


તત્વ દ્રષ્ટિથી નિરૂપણ કરવું.

તત્વ એ અચળ છે, જે ક્યારેય બદલાતું નથી.

ભાવમાં ઉતાર ચઢાવ આવે.

જલ અને તરંગ એ એક જ છે એ તત્વ છે. તરંગ હોય કે ન હોય જલ હોય જ. તરંગ હોય કે ન હોય પણ તેનાથી જલમાં કોઈ ફરક ન પડે, ફેરફાર ન થાય.

કરોડો અચલતાનું નામ રામ છે.

પ્રેમના ૩ પ્રકાર છે.


વ્યવહારિક દ્રષ્ટિથી થતો પ્રેમ


ભાવાત્મક પ્રેમ


તત્વ પ્રેમ
तत्व प्रेम कर ममारू तोरा       |

जानत प्रिया एक मनु मोरा      ||

તત્વ તહ ગોદાવરીને જાણીએ તો તેના કિનારે શાંતિ મળે.

ભાર વિનાના ભગવાનની જરૂર છે.

શ્રાપ ન આપો પણ સાવધાન કરો.

તાત્વિક દ્રષ્ટિથી ગોદાવરી નદી શ્રાપ મુક્ત કરે, શાંતિ આપે.

જે ઋષિ મુનિ ગોદાવરી નદીના તટ ઉપર સાધના કરતા હતા તેઓ રામના આગમન પછી નિર્ભય થઈને સાધના કરવા લાગ્યા, ભય મુક્ત વિચરણ કરવા લાગ્યા.

ગોદાવરી નદીના તટ ઉપર મોક્ષની કામના છૂટી જાય, કામનાઓ સમાપ્ત થઈ જાય.

ગોદાવરી નદીના તટ ઉપર શાસ્ત્ર પણ છૂટી જાય. તત્વ જાણ્યા પછી શાસ્ત્રનિ કોઈ જરૂર રહેતી નથી.
અસલી ભક્તિ અગ્નિમાં અને નકલી ભક્તિ વિમાનમાં વિહાર કરે છે.

ગુરૂ શિષ્ય વચ્ચે પણ દ્વૈષ પેદા થઈ શકે છે.

तब मारीच ह्मदयँ (હ્મદયઁ) अनुमाना      |

नवहि बिरोंधे नहिं क्ल्याना       ||

सस्त्री मर्मी प्रभु सठ धनी        |

बैद बंदि कबि भानस गुनी       ||




રવિવાર, ૧૩-૦૯-૨૦૧૫

પ્રસિદ્ધ વેદ વટ વૃક્ષ કૈલાશમાં છે. જ્યામ ભગવાન શિવજી કથા કહે છે અને પાર્વતિ માતા સાંભળે છે.

પ્રયાગમાં અક્ષય વટની છાયામામ યાજ્ઞવલ્ક મહારજ કથા કહે છે.

શૃંગવેરપુરમાં પણ વટ છે જ્યાં ભગવાન રામ ઉદાસીન વ્રત ધારણ કરે છે અને આ વટના દૂધથી જટા બાંધે છે.

ચિત્રકૂટમાં પણ વટ છે અને કથા ચાલે છે.

ભૂષંડી પણ વટ વૃક્ષની છાયામાં કથા કહે છે.

ગોદાવરીના તટ ઉપર પાંચ વટ છે.

વટ વિશ્વાસનું પ્રતીક છે.

કથા વિશ્વાસની છાયામાં જ થવી જોઈએ.

શંસયની છાયામાં થયેલ કથા વ્યથા પેદા કરે.

ધ્રુવ વિશ્વાસ અચલતાનું પ્રતીક છે.

નાસિકમાં પાંચ વટના કારણે પંચવટી કહેવાય છે.

વટી શબ્દ ઔષધિ માટે પણ વપરાય છે.

ગ્રંથોમાં વ્યાસ વટી, ભૂષંડી વટી, ત્રિભુવન વટી, પ્રિભુ વટી વગેરેનો ઉલ્લેખ છે.

પ્રિભુ વટી ભાગવતના પ્રિથુના આખ્યાન આધારીત છે. આ વટીથી હરિના ચરણમાં પ્રીતિ વધે.

પંચવટીમાં પાંચે ય વટી સમાવિશ્ઠ છે. અહીં ત્રિભુવનનો અહેસાસ થાય, લોભનો કફ ગોદાવરીના તટે બેસવાથી દૂર થાય.

અપાર મોહ, ઈચ્છા એ કોપ છે જે આ ગોદાવરીના પંચવટીમાં ઓછા થવાનો અહેસાસ થાય.

વ્યાસ વટી દ્વારા ગ્રંથીઓમાંથી મુક્ત થઈ માણસ ઉદાર થાય.

ગંગા જીસ્મ પવિત્ર કરી શકે પણ વિચાર પવિત્ર ન કરી શકે.

ગોદાવરીના બધા અક્ષરોના વિષેશ અર્થ છે.

ગો

ગો એટલે ઈન્દ્રીય

દા

દા એટલે દાતારી, ઉદારતા

અહીં સાધકે પોતાની ઈન્દ્રીયો ઉપર દાતારી કરવાની છે. ઈન્દ્રીયો સાથે દગો ન કરવો, ઈન્દ્રીયોને દબાવવી નહીં. ઈન્દ્રીયોને દબાવવી એ કથોરતા છે. ઈન્દ્રીયોને કષ્ટ ન આપવું પણ ઈન્દ્રીયોને દીક્ષિત કરવી.
જે ધર્મ કે સંપ્રદાય ડરપોક બનાવે તેવા ધર્મ કે સંપ્રદાયના અનુયાયી કેવિ રીતે અભય બની શકે?, વીર બની શકે?, સાહસી બની શકે?

સાધના પવિત્ર હોવી જોઈએ અને તેવી સાધના જોવાથી જોનારને તે સાધના બીભત્સ ન લાગવી જોઈએ.



વ નો અર્થ વર્ણ ભેદ, વર્ગ ભેદ થાય છે. ગોદાવરી વર્ણ ભેદ કે વર્ગ ભેદ પેદા ન કરે. ગોદાવરી વર્ણ ભેદ, વર્ગ ભેદથી મુક્ત છે.

રી

રી નો અર્થ બીજાને પ્રસન્ન કરવા એવો થાય છે. જ્યારે આપણામાંથી પાપ દૂર થાય એટલે પ્રસન્નતા આવે. ગોદાવરી આપણને પાપ મુક્ત કરી પ્રસન્ન બનાવે છે.

મારિચને વિશ્વામિત્ર ઋષિના યજ્ઞની રક્ષા દરમ્યાન રામજીનું ફણા વગરનું બાણ વાગેલ હોવાથી તેનો અવાજ રામ જેવો થવા લાગ્યો હતો.

સંત અપહરણ ન કરે પણ સમર્પણ કરે.

ફક્ત સાધુનો વેશ ધારણ કરવાથી શાંતિ - સીતા પ્રાપ્ત ન થાય.