Translate

Search This Blog

Sunday, June 30, 2013

આપણી ઓફિસોમાં ગરીબીનું ઉત્પાદન!

The content of the matter displayed here is with the courtesy of Divya Bhaskar daily.

પાઘડીનો વળ છેડે
વાલ્મીકિ રામાયણમાં અઢાર મહત્ત્વના હોદ્દાઓ (તીર્થો) નીચે મુજબ ગણાવ્યા છે:

૧. મંત્રી ૨. પુરોહિત ૩. યુવરાજ ૪. સેનાપતિ ૫. દ્વારપાલ ૬. સભ્ય ૭. વ્યવહાર (પ્રોટોકોલ) નિણેર્તા ૮. અંત:પુરાઘ્યક્ષ ૯. કારાગરાઘ્યક્ષ ૧૦. ધનાઘ્યક્ષ ૧૧. મુખ્ય રાજસેવક ૧૨. પૂછતાછ કરનાર વકીલ (પ્રાંગ્‌વિવાક) ૧૩. ધર્માસનાધિકારી (ન્યાયાધીશ) ૧૪. પગાર ચૂકવનાર અધિકારી ૧૫. નગરાઘ્યક્ષ (મેયર) ૧૬. સેનાનાયક ૧૭. રાષ્ટ્રસીમાપાલ (વનરક્ષક) ૧૮. સજાનો અમલ કરનાર અધિકારી.

(અયોઘ્યાકાંડ, સર્ગ-૧૦૦, શ્લોક ૩૬)

નોંધ: આ યાદી આજે પણ અપ્રસ્તુત લાગે છે ખરી?


ગુણવંત શાહ

વિચારોના વૃંદાવનમાં



Thursday, June 27, 2013

પ્રાર્થના


....................પ્રાર્થના....................

તું મને ભગવાન એક વરદાન આપી દે,
જ્યાં વસે છે તું, મને ત્યાં સ્થાન આપી દે,

હું જીવું છું એ જગતમાં, જ્યાં નથી જીવન,
જીન્દગીનું નામ છે, બસ બોજ ને બંધન,
આખરી અવતારનું મંડાણ બાંધી દે,

જ્યાં વસે છે તું, મને ત્યાં સ્થાન આપી દે,
તું મને ભગવાન એક વરદાન આપી દે,

આ  ભૂમિમાં ખૂબ ગાજે પાપના પડઘમ,
બેસુરી થઇ જાય મારી શૂન્યની સરગમ,
દિલરુબાના તારનું ભંગાણ સાંધી દે,

જ્યાં વસે છે તું, મને ત્યાં સ્થાન આપી દે,
તું મને ભગવાન એક વરદાન આપી દે,

જોમ તનમાં જ્યાં લગી છે, સૌ કરે શોષણ,
જોમ જાતાં કોઇ અહીંયાં ના કરે પોષણ,
મતલબી સંસારનું જોડાણ કાપી દે,

જ્યાં વસે છે તું, મને ત્યાં સ્થાન આપી દે,

તું મને ભગવાન એક વરદાન આપી દે,
જ્યાં વસે છે તું, મને ત્યાં સ્થાન આપી દે,

                                                         ...................................રચનાકાર : અજ્ઞાત

Wednesday, June 26, 2013

મૃત્યુ થકી આપણે ઈશ્વર પ્રત્યેનું ઋણ ચૂકવીએ છીએ

The article by Shree Kanti Bhatt, published in the Divya Bhaskar daily is displayed here with their courtesy.



મૃત્યુ થકી આપણે ઈશ્વર પ્રત્યેનું ઋણ ચૂકવીએ છીએ
Kanti Bhatt |


Source Link: http://www.divyabhaskar.co.in/article/ABH-death-is-god-4302870-NOR.html


ઈશ્વરની ચિઢ્ઢી l માનવીનો આત્મા એ જ ખરો ‘માનવ’ છે, એ ચાલ્યો જાય ત્યારે દેહ તો માત્ર કોચલું છે

માનવજાત કેટલી વિચિત્ર છે કે તેમના એક રામબાણ ઈલાજ સામે જ તે લડે છે. તે રામબાણ ઈલાજ છે. મૃત્યુ. મૃત્યુ આપણને તમામ દુ:ખ-દદોઁમાંથી મુકત કરે છે. પણ તેનો નાહકનો શોક અને ઘોંઘાટ કરીએ છીએ. આવી વાત હું નથી કરતો પણ ડૉ. સર થોમસ બ્રાઉનીએ ઘણાં વર્ષો પહેલાં કરી છે. મૃત્યુ એ કુદરતે ગોઠવેલી ઘટના છે. ઈશ્વર-અલ્લાહે જ પ્રોગ્રામ્ડ કરેલ છે. મુસ્લિમો રડતા નથી. મૈયત લઈને શાંતિથી કબર સુધી જાય છે. જયોર્જ બનૉર્ડ શોએ કહેલું કે મરણ એ ખરેખર કોઈ રડવાનો કે શોકનો પ્રસંગ નથી.

એલા ભાઈ તમે મરણ વખતે પુષ્પોના ગુચ્છો મોકલો છો. પુષ્પો તો આનંદની લાગણી માટેનાં પ્રતીક છે. તો ફૂલો મોકલીને મૃતાત્મા માટે ખરેખર તો આનંદ વ્યક્ત કરો કે તે કોઈ પણ ઉંમરે મર્યો હોય તે તેને માટે પ્રોગ્રામ્ડ થયેલી ચીજ હતી. દરેક મનુષ્ય આયુષ્ય પ્રમાણે જ જીવે છે. એક સેકન્ડ પણ વહેલો કે મોડો નહીં. બનૉડે શોએ કહેલું કે મરણ વખતે મોઢા તાણીને ગંભીર થઈને બેસવું એ તો અભણ લોકોની અજ્ઞાનતા છે. આપણે મરેલાના સ્મરણને માણવું જોઈએ. મારી પુત્રીનાં મરણ વખતે (તે ૨૯ વર્ષની હતી) મેં આવો જ અભિગમ રાખેલો. કોઈ ગંભીર મોં લઈને આવે તો હું હસીને શક્તિના બચપણની વાત કરતો.

ડીટરીચ લોનહોફર નામનો ક્રાંતિકારી સામ્યવાદ સામે લડનારો જેલમાં હતો. તેણે તેના મિત્રોને જેલમાંથી લખેલું. ‘મારા મોત વખતે ઉત્સવ રાખજો. કારણ કે ડેથ ઈઝ ધ સુપ્રીમ ફેસ્ટિવલ ઓન ધ રોડ ટુ ફ્રિડમ.’ આ પ્રકારે કુદરતી મુક્તિ જેને હું દિવ્ય મુક્તિ કહું છું તેવી મુક્તિ પામનારનો શોક ન કરવો! ખરેખર તો ઇર્ષ્યા કરવી જોઈએ! વિલિયમ શેકસપિયરે ‘કિંગ હેન્રી’ નાટકમાં એક સંવાદ લખેલો. ‘મૃત્યુ એ તો આપણે ઈશ્વર પ્રત્યેનું ઋણ છે તે જ ચૂકવીએ છીએ. એ ડરવાની કે કકળાટ કરવાની ચીજ નથી.’ મારા ઝાઝમેર ગામે કોઈ રામાનંદી કે માર્ગી સાધુનું મોત થાય ત્યારે મંજીરા, ઢોલક વગેરે વગાડતા અને ભજનકીર્તન કરતાં કરતાં નાચગાન સાથે તેના શબને લઈ જવાતું. અહી તો યાત્રીઓ મરી ગયા તેના નાહકનો ઘોંઘાટ અખબારો ૧૦-૧૦ દિવસથી કરે છે તેને પશ્ચિમનાં અખબારો વખોડે છે. હું નથી વખોડતો.

કુંદનિકાબહેન કાપડિયાએ લગભગ છ વર્ષ પહેલાં ‘અંત વેળાએ’ પુસ્તક લખેલું તેમાં એક કવિની પંક્તિઓ છાપેલી:

જનની ખોળામાં બોલાવે તેમાં ડરવાનું શું?
માતા વસ્ત્રો મેલાં થાય તેને બદલાવે તેમાં રડવાનું શું?
થાક્યાનો વિસામો મૃત્યુ છે, જીવનનો અંત કદીયે નથી, જીવ છે અનંત
માધવ (કૃષ્ણ) મળવાને બોલાવે તેમા રૂદન શેનુ?

અરુણાચલ પ્રદેશમાં વસતાં રમણ મહર્ષિએ પણ કહેલું કે કૈલાસ પર્વત પર મરો, કાશી-બનારસમાં મરો કે માનસરોવરની યાત્રામાં મરો ત્યારે તેનો કોઈ ઘોંઘાટ ન કરવો. તેમાં રામકૃષ્ણ પરમહંસે ઉમેરો કર્યો કે જ્યારે કોઈ યાત્રાળુ યાત્રામાં મરે ત્યારે તેને તો જલદી મોક્ષ મળ્યાનો આનંદ મનાવવો જોઈએ. સર પ્રભાશંકર પટ્ટણી અને બીજા વિદ્વાનોએ મૃત્યુને ઈશ્વરે મોકલેલી ચીઢ્ઢી કહી છે. ડૉ. એરિક ફ્રોચે કહેલું કે જરૂર મૃત્યુ કોઈ મીઠી વાત નથી. પણ કોઈ ઉમદા કાર્ય કરી ગયું હોય અને મૃત્યુનો જરા અફસોસ કરાતો ઠીક છે પણ રોકકળ નહીં. ડૉ. એલબર્ટ હુબાર્ડે ૧૯૧૫મા મરતાં પહેલાં કહેલું કે માણસને માટે મરવાના બે રસ્પિેકટેબલ રસ્તા છે. એક રસ્તો છે પરપિકવ ઉંમર થાય ત્યારે મરી જવું અને બીજું છે કોઈ અકસ્માત કે યાત્રામાં મરી જવું. બીજું મોત સારું છે કારણ કે એ ઈશ્વરની સુંદર યોજના હતી.

મોત પામેલાને હિન્દુ હોય કે મુસ્લિમ તેને જે વસ્ત્ર પહેરાવ્યું હોય કે ઓઢાડ્યું હોય તેને ખિસ્સા હોતા નથી! ફ્રેન્ચ વિજ્ઞાની પિટર અરનેસ્ટ વેઈઝે કહેલું કે: એવરી ડેથ, ઈવન ધ ક્રુઅલેસ્ટ ડેથ ઈઝ લુકડ અપોન બાય નેચર, વિથ ટોટલ ઈનડીફરન્સ, નેચર હેઝ નો રોલ ઈન ડેથ. આખી માનવજાત નષ્ટ થઈ જાય તે પછી પણ કુદરત તેનું કામ કયેg જાય છે. તેનું કામ નવસર્જનનું છે. માનવ એક જ વાત યાદ રાખે ગમે તેટલો છાતી તાણીને ચાલે પણ તે મરી જાય પછી તે ‘ચપટીક’ રાખ થઈ જાય છે. પવન ક્યારે તે રાખને તાણી જાય તેની ખપર પડતી નથી! મહુવા ગામમાં અમુક જૈનો ખૂબ ભાવિકો હતા. ત્યાં ઉત્તમ દેરાસર હતું. ઘણા જૈન સાધુ ત્યાં ‘સંથારો’ કરવા આવતા એટલે કે મૃત્યુ થાય ત્યાં સુધી અનાજ છોડી દેતા.

૧૧૬ વર્ષ પહેલાં સ્વામિ અભેદાનંદજી અમેરિકા ગયા ત્યારે ત્યાં ‘ન્યૂ ઈગ્લેંડ ક્રિમેશન સોસાયટી’ ઊભી થઈ હતી. તેના પ્રમુખ પાદરી પોલ ધાધીંગહામે ખ્રિસ્તીઓને અપીલ કરેલી કે દાટવાને બદલે હિન્દુ અને જૈનોની જેમ અગ્નિદાહ શ્રેષ્ઠ છે.

સ્વામી અભેદાનંદે ‘ક્રિમેશન ઈન ઈન્ડિયા’-ભારતમાં મૃત શરીરને અગ્નિદાહ નામની પુસ્તકમાં લખેલું કે ‘હિન્દુઓમાં મૃત શરીરની અંતિમવિધિ કરવાની એકદમ બ્યુટીફૂલ પદ્ધતિ છે. પરંતુ તેનો અર્થ એમ નથી કે બીજો બધા ધર્મોમાં અંતિમવિધિ કરાય છે તે ખોટી છે. ધર્મપ્રમાણે અંતિમવિધિ કરવી જોઈએ. પણ એક વાત સૌ સ્વીકારશે કે માનવીનો આત્મા-સ્પિરિટ તેના શરીરથી અલગ છે. તેનો આત્મા એજ ખરો ‘માનવ’ છે. પણ આત્મા ચાલ્યો જાય તો દેહ તો માત્ર કોચલું છે. આત્મા જ સર્વસ્વ છે અને શરીર કાંઈ નથી. એ આત્મા મુકત થવા મથે છે અને બીજા નવા શરીરમાં જન્મવા મથે છે. મૃત્યુ એ મથામણનો ઉત્તમ માર્ગ છે!’

ખરેખરે તો મૃત્યુની અવસ્થા આવે ત્યારે જીવનના વિકાસની છેલ્લી તક ગણાય છે તે ડૉ. કુબલરની વાત મને ગમી. મૃત્યુ તો તમારી બાજુમાં લપાઈને બેઠું જ છે એટલે તમારે મૃત્યુને વહેલાસર સમજી લેવું જોઈએ. જાપાનના વિદ્યાર્થીઓને મૃત્યુના પાઠ ભણાવાય છે. કહેવામાં આવ્યું છે કે ‘મૃત્યુ તો માનવીના જીવનની મર્યાદા આંકે છે. તે ઘરની એરકંડશિન્ડ કેબિનમાં થાય, મોટર રસ્તે થાય કે હિમાલય કે કૈલાસ માનસરોવરની યાત્રામાં થાય. પરંતુ માણસે તેની પાસે ૩૦ની ઉંમરે ૪૦ની ઉંમરે કે કોઈપણ ઉંમરે તેની પાસે જે ‘સમય’ છે તેટલા સમયમા કશુંક સુંદર, સર્જનાત્મક કે અરે માત્ર એક પાડોશી યાદ કરે તેવું કંઈક બીજા માટે જીવ્યા હોય તેવું કરતાં જવું જોઈએ.

ડૉ. ક્રિશ્વિયન બનૉડે કહે છે કે ખરેખર તો જો તમારા નિકટના લોકોને વિલાપ કરતાં છોડવા ન હોય તો-અને જો તમે જિંદગીથી ગળે આવી ગયા હો તો બીમારીમાં રીબાઈને દુવાઓ થકી જીવનને લંબાવવા કરતાં હાથે કરીને મૃત્યુ નોતરવું સારું છે. પણ એક સોરાષ્ટ્રની ભૂમિના જીવ તરીકે કહું કે ‘કોઈનું મૃત્યુ થાય ત્યારે તેના નિકટના લોકોને મૃત્યુને ભૂલી જવાની ફિલસૂફી ડહોળવી કે તેને વિલાપ ન કરવાનું કહેવું નહીં. દરેક વ્યક્તિને પોતાના નિકટજનનાં મૃત્યુ વખતે તેની લાગણીઓ વ્યક્ત કરવા દો. કદાચ મૃતાત્મા પણ
ખુશ થશે!

Sunday, June 23, 2013

સમાજમાં શિક્ષકનો આદર થવો જ જોઇએ

સમાજમાં શિક્ષકનો આદર થવો જ જોઇએ ...


  • આજના શિક્ષકોએ પણ એક કામ કરવાની જરૂર છે કે પોતાના વિધાર્થીઓની ભીતરમાં પડેલી જુદી જુદી ચેતનાઓને પહેલા ઓળખે અને ઓળખીને એને ખોલે એ બહુ જરૂરી છે. 



  • હું એટલું જ કહીશ કે આજના દરેક વિદ્યાર્થીઓ બળવાન તો બને સાથે સાથે શીલવાન પણ બને.


મોરારિબાપુ

માનસદર્શન




Read full article at epaper of Sunday Bhaskar, page 8 and 6

Read full article at Divya Bhaskar.




Sunday, June 16, 2013

જીવનમાં પ્રસન્નતા એ જ ઇશ્વર દર્શન છે, માનસદર્શન, મોરારિબાપુ

The article displayed here is with the courtesy of Divya Bhaskar daily.

જીવનમાં પ્રસન્નતા એ જ ઇશ્વર દર્શન છે
Morari Bapu
Link: http://www.divyabhaskar.co.in/article/MAG-gratification-in-life-thats-seeing-god-4293258-NOR.html

જીવનમાં કદાચ પરમાત્મા મળે કે ન પણ મળે પરંતુ પરમાત્મા દ્વારા બનાવેલી આ પ્યારી પૃથ્વી ઉપર માનવ બનીને પ્રસન્ન રહો. પ્રસન્નતા એ જ ઇશ્વર દર્શન છે.

રામચરિતમાનસમાં પંચવટીનાં રહસ્યોને સમજવા માટે પાંચ પ્રસંગોની પ્રધાનતા છે. રામચરિતમાનસના અરણ્યકાંડમાં આ પંચવટીનો પ્રસંગ આવે છે. એમાં પાંચ ઘટનાનું નિરૂપણ થયું છે. સૌથી પહેલી ઘટના પંચવટીમાં એ ઘટી છે કે ત્યાંથી આસુરીવૃત્તિના વિનાશનો સંકલ્પ થયો છે. આ પ્રસંગ કાગભુશુંડિ પોતાની રીતે જણાવે છે. તો પહેલા રાક્ષસવિનાશનો સંકલ્પ થયો. બીજું લક્ષ્મણને ઉપદેશ, ત્રીજું શૂર્પણખાની કુરૂપતા, ચોથું ખરદૂષણનો અંત તેમજ આખરે જાનકીજીનું અપહરણ. આ પાંચ ઘટનાઓની પ્રધાનતા જેની સાથે જોડાયેલી છે એને પંચવટી કહેવાય છે. હવે લક્ષ્મણજી ભગવાન રામને જે પાંચ પ્રશ્નો પૂછે છે એ પાંચ જ શા માટે? આના જવાબમાં મારી વ્યાસપીઠને એટલું સમજાય છે કે સંસારમાં પાંચથી વધુ પ્રશ્નો છે જ નહીં. એ પાંચ પ્રશ્નોના સાચા જવાબ મળી જાય તો જીવનમાં કંઇ જાણવાનું બાકી રહેતું નથી. જેને પાંચ પ્રશ્ન સમજાઇ જાય છે એના જીવનમાં ક્યારેય કોઇ પ્રશ્ન રહેતો નથી. ભગવાન શંકરાચાર્યની બહુ મોટી ઉદ્ઘોષણા છે કે 'ચિદાનંદ રૂપ: શિવોઙહં શિવોઙહં’ હવે ભાગવતના પ્રારંભમાં પણ દર્શન કરવામાં આવે તો ખ્યાલ આવે છે કે સૂત-શૌનકની ચર્ચા પ્રશ્નોમાં થાય છે. ભાગવતજીમાં પ્રશ્ન છે કે જ્ઞાન-વૈરાગ્યનું વર્ણન કેવી રીતે થાય? મને એમ લાગે છે કે આ પ્રશ્નમાં જ સમગ્ર શ્રીમદ્ ભાગવત છે.

કઠોપનિષદનું દર્શન કરવામાં આવે તો ખ્યાલ આવશે કે વિદ્યા શીખવા માટે નચિકેતાએ કેટલા પ્રશ્નો પૂછ્યા છે? બહુ જ ઓછા પ્રશ્નો પૂછ્યા છે. આપણે લોકો તો એટલા બધા પ્રશ્નો પૂછીએ કે આપણને જવાબો પણ ખ્યાલ રહેતા નથી. માણસના જીવનમાં બહુ વધારે પ્રશ્ન ન હોવા જોઇએ. વધારે પ્રશ્નો તો આપણે ઊભા કરીએ છીએ. આપણે બધા જ આપણા પ્રશ્નો કે સમસ્યાના સર્જક છીએ તમે માત્ર પ્લેઝરમાં જીવન જીવશો તો પણ પ્રશ્ન થશે. પ્લીઝ તમે બધા આનંદમાં જીવો આનંદ આપણું પોતાનું સ્વરૂપ છે. ભગવાન બુદ્ધ આ માર્ગે ચાલ્યા હતા. આપણે બધા આનંદમાં જીવવાના અધિકારી છીએ કેમ કે આપણે આનંદરૂપ છીએ. આનંદ આપણો મૂળ સ્વધર્મ છે. હિ‌ન્દુ છીએ માટે હિ‌ન્દુધર્મનું આપણને ગૌરવ હોવું જોઇએ. ઇસ્લામ ધર્મીઓને ઇસ્લામ હોવાનું ગૌરવ હોવું જોઇએ. યહૂદીઓને યહૂદી ધર્મનું, ઇસાઇઓને ઇસાઇ ધર્મનું ગૌરવ હોવું જોઇએ. બૌદ્ધ, જૈન જે પણ હોય બધાને પોતાના ધર્મનું ગૌરવ હોવું જોઇએ. પરંતુ આપણા નિજધર્મનો આપણને આનંદ હોવો જોઇએ.

'આનંદ આમાર ગોત્ર. ઉત્સવ આમાર જાતિ.’

આ બંગાળમાંથી ઊઠેલો નારો છે. આપણને બધાને ખ્યાલ છે કે આપણે કોઇ કર્મકાંડની વિધિમાં બેસીએ ત્યારે આપણા શાસ્ત્રીબાપા સંકલ્પ કરાવે જેમાં આપણને આપણા ગોત્રનું નામ લેવાનું કહે. ટૂંકમાં ગોત્રનો પરિચય આપવામાં આવે છે. એવા સમયે આપણે જે પરંપરામાંથી આવતા હોઇએ એનું ગૌરવ લેતા હોઇએ છીએ. હું પોતે કર્મકાંડમાં બેસું અને મને પૂછવામાં આવે તો હું જે પરંપરામાંથી આવું છું એ નિમ્બાર્ક પરંપરામાં અચ્યુત ગોત્રનું નામ અવશ્ય લઉં. અમારી પરંપરામાં અચ્યુત ગોત્ર છે. અમારી કુળદેવી રુક્મિણી છે. અમારો વેદ સામવેદ છે. અમારી ગાયત્રી ગોપાલ ગાયત્રી છે. આપણે ત્યાં પારંપરિક પ્રવાહમાં કોઇનું કશ્યપ ગોત્ર હોય છે. કોઇનું ગૌતમ હોય છે.

આવી રીતે સૌનું ગોત્ર હોય છે પણ 'આનંદ આમાર ગોત્ર’ આનંદ આપણા ગોત્રનું નામ લેવાથી આવે છે. આપણા વડવાઓની વાત આપણી પરંપરાની વાત ત્યારે મને તો બહુ જ ગમે છે. હું તો આખી પરંપરાને નમન કરી લઉં કે બાપ તારી કૃપાથી આજે અમે કેટલા રૂડા છીએ. મને અમારી વૈષ્ણવ સાધુની પરંપરા બહુ જ ગમે છે. એ અમારું મૂળ છે. આવી રીતે બધાને પોતપોતાના મૂળનું ગૌરવ હોવું જોઇએ. થોડા સમય પહેલાં મારી વ્યાસપીઠ ને જેરૂસલામથી આમંત્રણ મળ્યું. અમે કથા કરવા માટે જેરૂસલામ ગયા. ત્યાં મારી સાથે ચાર-પાંચ જણા હતા. અમે બધા ત્યાંની મસ્જિદ જોવા માટે ગયા. જ્યાંથી મહંમદ પયગંબર સાહેબે સ્વર્ગારોહણ કર્યું હતું એ મસ્જિદમાં જવાની તો મનાઇ છે પરંતુ મેં ત્યાંના માણસોને કહ્યું કે તમારા નિયમ મુજબ જ્યાં સુધી જવાય ત્યાં સુધી તમે અમને લઇ જાવ. અમારે તમારો કોઇ નિયમ તોડવો નથી. ત્યાંના માણસો અમને પ્રેમથી બોલ્યા કે ત્યાં સુધી આપ જઇ શકો છો. એવા સમયમાં એક ભાઇએ મને પ્રશ્ન કર્યા કે આપ કયા ધર્મના છો. આપ મુસલમાન છો? ત્યારે મેં કહેલું કે હું હિ‌ન્દુ ઇન્સાન છું. હિ‌ન્દુ શબ્દ તો મારે બોલવો પડે છે. બાકી તો આપણે માનવ છીએ. આપણી કોઇ નાતજાત નથી. હું રામકથામાં ઘણીવાર વ્યાસપીઠ ઉપરથી દોહરાવું છું કે જીવનમાં કદાચ પરમાત્મા મળે કે ન પણ મળે પરંતુ પરમાત્મા દ્વારા બનાવેલી આ પ્યારી પૃથ્વી ઉપર માનવ બનીને પ્રસન્ન રહો.

પ્રસન્નતા એ જ ઇશ્વર દર્શન છે. પરિવારમાં સારી રીતે રહીએ, સારું ખાનપાન કરીએ, સમાજમાં ઇજ્જત મેળવીએ પછી મુશ્કેલી શું છે? શું કામ નિસ્તેજ જીવવું જોઇએ. શું કામ અપ્રસન્ન જીવન જીવવું જોઇએ. છતાં લોકો અપ્રસન્ન જોવા મળે છે. એનું એક જ કારણ છે કે આપણે ટુકડામાં વિભક્ત થઇ ગયા છીએ. કોઇ જાતિના નામ પર વિભક્ત છે તો કોઇ ધર્મના નામ પર વિભક્ત છે. મને હમણાં જ કોઇએ પ્રશ્ન કરેલો કે તમને મૃત્યુનો ડર લાગે છે? હું આપને બધાને દિલથી કહી રહ્યો છું કે મને કોઇ વાતનો ડર લાગતો નથી. મને કોઇ ભીષણ પરિસ્થિતિમાં એકલો છોડી દેવામાં આવે તો પણ હું ડરું એમ નથી. મારા રામનામનું બળ છે. મારી પાસે હરિનામનું બળ છે જે મને નર્ભિયપણું પ્રદાન કરે છે. મારા ગુરુની કથાનું બળ છે. આપણે ત્યાં ઘણા માણસો એવા હોય છે કે વાત વાતમાં ડરી જાય છે. મને કોઇ ડરાવી શકતું નથી કારણ કે હું મારી સાધુતા જાળવીને બેઠો છું. હું તો સેવા કરું છું. સેવામાં ક્યારે બદલો લેવાની વાત આવતી નથી માટે હું નર્ભિય છું. એકવાર સ્વામી શરણાનંદજીને પણ મૃત્યુના સંદર્ભમાં પ્રશ્ન પુછાયો હતો. ત્યારે સ્વામીજીએ કહેલું કે જે પોતાના માટે જીવે છે એને મૃત્યુનો ડર વધારે લાગે છે. સ્વામીજીના વિચારો સાથે મારો બહુ જ સંબંધ છે. બીજું સ્વામીજીએ કહેલું કે જે ખોટું જીવે છે એને મૃત્યુનો ડર લાગે છે. સત્ય તો અભય છે. ભય તો અસત્યમાંથી પેદા થાય છે. ત્રીજો સ્વામીજીનો જવાબ એ હતો કે જે સત્સંગ કરતો નથી એને મૃત્યુનો ડર વધારે લાગે છે. સત્સંગ એટલે કોઇ સારા માણસનાં સાંનિધ્યમાં રહેવાની વાત છે. જેનું સાંનિધ્ય જ આપણને પુષ્ટ કરે છે. આપણું શોષણ ન કરે અને પોષણ કરે એ સત્સંગ છે. મારા ભાઇ-બહેન એવા માણસોની પાસે જજો કે જેની પાસે જવાથી તમારી અંદર આનંદ આવી જાય.’

તો પંચવટીના પાંચ પ્રસંગ એ વડનાં પાંચ ઝાડ છે. જ્યાં પ્રભુએ કુંભજઋષિના કહેવાથી પોતાની જાતે પૂર્ણકુટિર બનાવી હતી. જેમાં પ્રભુ નિવાસ કરતા હતા. એક સમયે લક્ષ્મણજી ભગવાન રામને પૂછે છે કે મને આટલી વસ્તુ સમજાવી દો તો હું બધું જ છોડીને આપની સેવા કરું. અંતે લક્ષ્મણજી ભગવાનને પાંચ પ્રશ્ન કરે છે કે જ્ઞાન કોને કહેવાય? વૈરાગ્ય કોને કહેવાય? માયા કોને કહેવાય? ભક્તિ કોને કહેવાય અને ઇશ્વર અને જીવમાં કેટલો ભેદ છે. આવા પાંચ પ્રશ્ન લક્ષ્મણજી ભગવાન રામને પૂછે છે. ભગવાન રામ લક્ષ્મણજીને જવાબ આપે છે પણ જવાબ પ્રશ્નોના ક્રમમાં આપતા નથી. માયાથી શરૂઆત કરે છે. લક્ષ્મણ, માયા બીજું કંઇ નથી. આ હું છું અને આ મારું છે, આ તારું છે એનું નામ માયા છે. એના ઉપર ભાષ્ય કરવાની જરૂર નથી. બીજો જવાબ જ્ઞાન વિશે પ્રભુ આપે છે. જ્યાં માન આદિ એક પણ દુર્ગુણ નથી જ્યાં અભિમાન જેવો એક પણ દોષ ન હોય એ જ્ઞાન છે.

વૈરાગ્ય એટલે કે તણખલાની જેમ સમસ્ત સિદ્ધિઓ, ત્રણેય ગુણોનો ત્યાગ કરીને સાધના-ઉપાસના દ્વારા જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ છૂટી જાય અને ત્રણેય ગુણો પણ નીકળી જાય એ વૈરાગ્ય છે. ભક્તિ એટલે કે કપટ છોડીને ભજન કરવું એ ભક્તિ છે. અંતે ભગવાન રામ જીવ અને ઇશ્વરનો ભેદ સમજાવતા કહે છે કે ત્રણ વસ્તુ ન જાણે એ જીવે છે જેમાં માયાને, ઇશ્વરને અને પોતાની જાતને ન જાણી શકે એનું નામ જીવાત્મા છે. આ ત્રણેય અજ્ઞાનતાનું નામ જીવાત્મા છે. આ બધાં જ બંધનમાંથી મુક્તિ અપાવે જે નિરંતર માયાને પ્રેરિત કરે છે, એ પરમાત્મા છે. એ શિવ છે. આવી રીતે ભગવાન લક્ષ્મણજીને પાંચ પ્રશ્નોના જવાબ આપે છે અને લક્ષ્મણજી બધું જ છોડીને પ્રભુની સેવામાં રહે છે. આપણે પણ પંચવટીમાં પુછાયેલા પાંચ પ્રશ્નોને બરાબર સમજીને જીવનને સાર્થક કરીએ તેવી પ્રભુનાં ચરણોમાં પ્રાર્થના.
'જય સીયારામ’

(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)

rameshwardashariyani@gmail.com

માનસદર્શન, મોરારિબાપુ

Sunday, June 9, 2013

સત્સંગ દ્વારા મન ઉપર કાબૂ મેળવી શકાય છે

સત્સંગ દ્વારા મન ઉપર કાબૂ મેળવી શકાય છે

મોરારિબાપુ

માનસદર્શન





  • આજના સમયમાં સંસારભરની સમસ્યાઓનું મૂળ શું છે? આના જવાબમાં એટલું જ કહીશ કે સમગ્ર સંસારની સમસ્યાનું મૂળ માનવીનું મન છે. આજે માનવીનું મન વધારે બીમાર છે. મોટાભાગના લોકોના મન રુગ્ણ છે. મન જે રીતે પ્રસન્ન હોવું જોઇએ એવું હોતું નથી. મનુષ્ય તો ઇશ્વરની એક ઉત્તમ કતિ છે. તેમ છતાં માનવ દુ:ખી થાય છે. એનું એક જ કારણ છે કે માનવ મનથી દુ:ખી છે. આપણે ત્યાં અન્ય ઘણા જીવો છે. કૂતરો સદૈવ પૂર્ણ કૂતરો જ રહે છે. એ કયારેય અધૂરો બનતો નથી. ગાયમાતા પૂરેપૂરી ગાય રહે છે. પણ આજના સમયમાં માણસને પૂરેપૂરો માણસ કહેવો એ સાહસ કરવા જેવું છે. એનું મુખ્ય કારણ માનવીનું મન છે. માનવીનું મન મોટાભાગે સમ્યક નથી. મનના વિષયમાં ભગવાન શંકરાચાર્યને કોઇએ પૂછ્યું કે તમે કપા કરી મનના રોગની કોઇ ઇલાજના રૂપમાં અૌષધિ બતાવો. શંકરાચાર્યએ ચાર પ્રકારના ઉપાય બતાવ્યા છે જેનું આપણે આજે ચિંતન કરીએ. ઉપાયનું દર્શન કરીશું જે આ પ્રમાણે છે. 

Thursday, June 6, 2013

મોરારિબાપુ અને સર્વધર્મ સમભાવ.... ડો. મહેબૂબ દેસાઈ

The image displayed below is with the courtesy of Divya Bhaskar daily.

મોરારિબાપુ અને સર્વધર્મ સમભાવ
ડો. મહેબૂબ દેસાઈ

Courtesy : Divya Bhaskar


મોરારિબાપુ માત્ર ગુજરાતના જ નહીં પણ સમગ્ર વિશ્વના સંત અને કથાકાર છે. તેઓ કથાકાર કરતાં એક શિક્ષક અને સુધારક વિશેષ છે. રામાયણની કથા તો વર્ષોથી એક જ છે, પણ તે કથામાં સાંપ્રત વિચારો, સમસ્યાઓ અને સર્વધર્મ સમભાવને સુંદર અને અસરકારક રીતે સાંકળીને તેમણે એક સામાજિક ચિંતકનો દરજજો પણ પ્રાપ્ત કર્યોછે. તેમની કથામાં વ્યકત થતો સર્વધર્મ સમભાવ એ માત્ર શબ્દો કે વિચાર નથી પણ જીવનમાં અપનાવેલા વ્યવહાર અને સંસ્કાર પણ છે.



Continue reading at Dharam Darshan Magazine, Divya Bhaskar, ePaper, page 2.

આજે રાષ્ટ્રને સિદ્ધો કરતાં શુદ્ધોની વધારે જરૂર છે, માનસદર્શન, મોરારિબાપુ

આજે રાષ્ટ્રને સિદ્ધો કરતાં શુદ્ધોની વધારે જરૂર છે

‘પ્રસન્નચિત્તે પરમાત્મદર્શનમ્’


  • તમારું ચિત્ત પ્રસન્ન હશે તો જ પરમાત્માનાં દર્શન થશે અને જેને પરમાત્માનાં દર્શન થાય છે એ પછી શુદ્ધ બની જાય છે. 



Continue reading the article at Sunday Bhaskar.