Translate

Search This Blog

Monday, May 14, 2012

માનસ હરિહર


રામ કથા - ૭૧૧


માનસ હરિહર


રાજકોટ



  • ડો. બાબાસાહેબ આંબેડકરના વિરાટ કાર્યને નમ્રભાવે વંદન કરવા હરિહર કથાનું આયોજન થયું છે.’ -સંતશ્રી મોરારિબાપુ

રાજકોટમાં સંત મોરારિબાપુની નિશ્રામાં માનસ હરિહર કથાનો પ્રારંભઃ સમાજને વર્ણ દ્રઢિકરણના માર્ગેથી પાછા વાળવાનો આશય કથા પ્રારંભે નાણામંત્રીશ્રી વજુભાઇ વાળા, વિધાનસભા વિપક્ષ નેતા શ્રી શકિતસિંહ ગોહિલ, ધારાસભ્‍યો, વિવિધ ધર્મના આગેવાનોની ઉપસ્‍થિતિ રાજકોટ તા.૧૪ એપ્રિલઃ- બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨૧મી જન્‍મજયંતિ નિમિતે આજે ગુજરાતભરમાં સૌ પ્રથમવાર ૧૪મી એપ્રીલના પાવન દિવસે સંતશ્રી મોરારિબાપુના પાવન સાનિધ્‍યમાં અઢારેય વર્ણની સામાજીક એકરસતાના ઉદે્શ સાથે માનસ હરિકથાનો આજે અઢારેય વર્ણની  વિશાળ જનમેદની તથા વિવિધ ધર્મોના સંતો-આગેવાનોની પ્રેરક ઉપસ્‍થિતિમાં શુભારંભ થવા પામ્‍યો હતો.
પ૦૦ વર્ષ પહેલા નરસિંહ મહેતાથી છેક મહામાનવ ડો. બાબાસાહેબ આંબેડકર સુધીના મહાનુભાવો હંમેશા સમાજની ભ્રાંતિઓને દૂર કરવા મથ્‍યા છે અને અથાક પરિશ્રમ કર્યો છે. ડો. બાબાસાહેબે કહ્યું હતું કે જીવન ટુંકુ છે અને કાર્યો-લક્ષ્‍યો અનેક છે તેથી તેમણે અસ્‍પૃશ્‍યો/દલિતોની સેવાનું એક જ લક્ષ્‍ય જીવનભર પોતાના માટે નિયત કર્યુ છે. તેમના એ વિરાટ કાર્યને નમ્રભાવે વંદન કરવા અને સમાજને વર્ણ દ્રઢિકરણના માર્ગેથી પાછા વાળવાના આશયે પુજય મોરારિબાપુની નિશ્રામાં રાજકોટના આંગણે આ માનસ હરિહર કથાના આજે શ્રીગણેશ થયા હતા.
ડો. બાબાસાહેબ જેવા મહામાનવ અને ચેતના પુરુષના યુગકાર્યને વંદન કરવા અને ભેદભાવની ભીંતોને તોડવાના સહજ પ્રયાસના ભાગ રૂપે રાજકોટના આંગણે આ હરિહર કથાનો આરંભ થયો છેતેમ જણાવી સંત શ્રી મોરારિબાપુએ પોતાના શુભારંભ ઉદબોધનમાં જણાવ્‍યુ હતુ કે સનાતન ધર્મના વડલા નીચે હર કોઇને વિશ્રામ કરવાનો અધિકાર છે.
સામાજીક એકતા અને સમાજમાં જાતિ-વર્ણના ભેદભાવો સામે આજીવન લડત આપી ગયેલા ડો. બાબાસાહેબ જેવા મહાપુરૂષના જીવન સંદેશને જીલવા માટે અને જનજન સુધી તેને લઇ જવાના કથા પાછળના આશયને સુસ્‍પષ્‍ટ કરતાં શ્રી મોરારિબાપુએ કહ્યું હતું કે, જે  જોડે છે એજ ધર્મ છે અને મારી કથામાં આ જ ભાવ છે.
ભગવાન બુધ્‍ધથી ડો. બાબાસાહેબ આંબેડકર સુધી આ હરિહર કથાના તંતને જોડીને શ્રી મોરારિબાપુએ સામાજીક એકતા અને ભાઇચારાના અનેક ઉદાહરણો સાથે શ્રોતાગણને ભાવવિભોર કર્યા હતા.
શા માટે આપણે ધર્મ દ્વારા ભેગા ન થઇ શકીએ ? શા માટે આપણે પરસ્‍પરને પ્રેમ ન કરી શકીએ ? શા માટે આપણે વર્ણવિકારને દૂર ન કરીએ ? એવા આજે જેની નીતાંત આવશ્‍યકતા છે એવા સવાલો ઉપસ્‍થિત તમામ વર્ગના લોકોની બનેલી જનમેદની સમક્ષ મૂકીને, કોઇ પણ ધર્મના પાયામાં રહેલા પ્રેમ, કરુણા અને સત્‍યના ત્રણ તત્‍વોના આચરણ દ્વારા આત્‍મશુધ્‍ધિ તરફ આગળ વધવા સૌને અનુરોધ કર્યો હતો.
પોતાના પ્રાસંગીક પ્રવચનમાં નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાએ સદજીવન દ્વારા બીજાને પણ ઉપયોગી બનવા, પોતપોતાના ધર્મથી પ્રયાસ કરવા જણાવ્‍યુ હતુ, જયારે વિધાનસભા વિરોધપક્ષના નેતા શ્રી શકિતસિંહ ગોહિલે તમામ ધર્મોને એક સમાન ગણી સાચી ધર્મનિરપેક્ષતા તરફ આગળ વધવા પોતાના વકતવ્‍યમાં જણાવ્‍યુ હતું.
સ્‍વાગત પ્રવચનમાં ધારાસભ્‍ય શ્રી ગોવીંદભાઇ પટેલે રાજકોટના આંગણે આવા સુંદર કથાના આયોજન બદલ પોતાનો આનંદ વ્‍યકત કર્યો હતો.
આજના શુભારંભે રાજકોટના મેયરશ્રી જનકભાઇ કોટક, રાજવી શ્રી મનોહરસિંહજી જાડેજા તથા શ્રી માધાંતાસિંહ, ધારાસભ્‍ય શ્રીમતિ ભાનુબેન બાબરીયા, પૂર્વ ધારાસભ્‍ય શાંતાબેન ચાવડા, ભજનિક શ્રી હેમંત ચૌહાણ તથા વિવિધ ધર્મના સંતો-મહંતો-આગેવાનો તથા તમામ વર્ગ અને વર્ણના પ્રજાજનો સૌ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

પરમાર/ભટ્ટ 


  • રાજકોટમાં પોથી પધરામણી ટાણે ગુંજશે કુરાનની આયાતો

Source: Bhaskar News, Rajkot   |   Last Updated 12:53 AM [IST](13/04/2012)


શનિવારે રામકથાની પોથીયાત્રા,મંચ પર તમામ ધર્મના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ
ખરા અર્થમાં સમભાવ સાકાર સાર્થક કરવા રામકથા સમિતિના પ્રયાસ


શનિવારથી શરૂ થઇ રહેલી પૂ.મોરારિબાપુની ૭૧૧મી રામકથાના મુખ્ય ઉદ્દેશમાં જ જ્યારે માનવ માનવ વચ્ચે,વિવિધ જાતિઓ,જ્ઞાતિઓ અને ધર્મ વચ્ચે સમરસતા-સમાનતાનો સેતુ સાધવાનો ઉમદા ઇરાદો રહ્યો છે ત્યારે કથાના પ્રારંભે પોથીજી પધરાવવાના પાવન પ્રસંગમાં પણ કોમી એકતા અને સર્વધર્મ સમભાવ,સર્વધર્મ પ્રત્યેના આદરના દર્શન થશે.


તમામ ધર્મના પ્રતિનિધિઓ આ પોથીયાત્રામાં અને કથાના દીપ પ્રાગટ્ય સમયે મંચ પર રહેશે.બાપુની કથાઓમાં આ પ્રથમ એવો અવસર છે કે જેમાં હિન્દુ ઉપરાંત મુસ્લિમ,શિખ,ખિ્રસ્તી,વ્હોરા તમામ ધર્મના લોકો તેમના પરંપરાગત લબિાસમાં મંચ પર રહેશે અને આ કથાને ખરા અર્થમાં વર્ણના વિકારની કથા બનાવશે.


શનિવારે બપોરે સાડાત્રણે રેસકોર્સ મેદાનના એરપોર્ટ તરફના દરવાજેથી રામાયણની પોથી યાત્રા મેદાનમાં પ્રવેશશે. વ્હોરા સમાજનું બેન્ડ સૂરાવલી છેડશે. વ્યાસપીઠ તરફના દ્વારથી તેને ડોમમાં લવાશે. ક્ષત્રિય સમાજના લોકો તેમના પ્રણાલીગત પોષાક અને સાફામાં સજજ થઇ યાત્રામાં જોડાશે અને પોથીયાત્રાને કથાસ્થળ સુધી લાવશે અને પોથી જ્યારે વ્યાસપીઠ પર પધરાવાશે ત્યારે મુસ્લિમ સમાજના ભાઇઓ-બહેનો કુરૉનની આયાતો પઢશે, મુસ્લિમ પુરૂષો ટોપી,શેરવાની કે ઝભ્ભો પહેરીને જોડાશે અને બહેનો બુરખા-ઓઝલની તેમની પરંપરા નિભાવીને આ અવસરે ઉપસ્થિત રહેશે.


તે ઉપરાંત ક્રિશ્વિયન ધર્મ પાળતા લોકો પૈકી એક પ્રતિનિધિ મંડળ પણ એવી જ રીતે પોતાના ધર્મક્રિયા સમયના પોષાકમાં ઉપસ્થિત રહશે, શિખ અને વ્હોરા ધર્મના લોકો પણ તેવી રીતે આવશે અને પોથીજીની વંદના કરશે.હિન્દુ ધર્મના વિવિધ સંપ્રદાયના સંતો-મહંતો તો આ અવસરે ઉપસ્થિત રહેશે જ સાથે જ મુસ્લિમ ધર્મના મૌલવી,ખ્રિસ્તિના ફાધર તથા વ્હોરા સમાજના જનાબ શેખ યુસુફભાઇ યમાની મસુલસાહેબ આ અવસરે ઉપસ્થિત રહેશે.


પોથીજીની યાત્રા અને સ્વાગત બાદ દીપ પ્રાગટ્યનો સમારોહ યોજાશે. કથાના આયોજનની ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે ૩૦ મુસ્લિમભાઇઓ પોતાના કોમી લિબાસમાં કથામંડપમાં જ્યારે ૧૦૦ મુસ્લિમ ભાઇઓ પ્રસાદમાં સેવા આપશે.વ્હોરા સમાજના ૩૦ લોકો પ્રસાદમાં અને ૧૦ લોકો કથામંડપમાં સેવા આપશે.કથાના દિવસો દરમિયાન પણ તમામ ધર્મ-જ્ઞાતિના લોકો વિવિધ સ્તરે ગોઠવાયેલી વ્યવસ્થા અને સમિતિ દ્વારા સેવા આપી રહ્યા છે. રામકથા સમિતિએ રાજકોટની જનતાને કથાશ્રવણ,વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિતિ અને પ્રસાદ માટે જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

  • શનિવારથી રાજકોટમાં મોરારિબાપુની કથા

Source: Bhaskar News, Rajkot   |   Last Updated 1:06 AM [IST](14/04/2012)



સર્વધર્મ,સર્વજ્ઞાતિના સહિયારા પ્રયાસથી માનસ હરહિરરામકથાનો અવસર

ભજન,ભક્તિનો અનેરો લહાવો સાથે જ્ઞાન અને જ્ઞાતિઓની પણ વંદના

રાજકોટમાં વર્ષોથી જેની રાહ જોવાઇ રહી હતી અને મહિનાઓથી જેની તૈયારીઓ ચાલી રહી છે તેવી મોરારિબાપુની માનસ હરહિરરામકથાનો આરંભ આવતીકાલ તા.૧૪ એપ્રિલ બાબા સાહેબ આંબેડકરની જયંતીના દિવસથી રેસકોર્સ મેદાનમાં થશે. મોરારિબાપુની આ કથા ૭૧૧મી કથા છે અને રાજકોટની પાંચમી કથા છે પરંતુ મહત્વની વાત એ છે કે આ વખતે અહીં કોઇ એક સંસ્થા કે વ્યક્તિ નહીં પરંતુ સમસ્ત રાજકોટ, તેમાં વસતી વિવિધ જ્ઞાતિઓ, ધર્મના લોકો તેના આયોજકો છે. બાપુએ પોતે આ કથાને અઢારે વરણના વિકારને ઓગાળતી કથા એવું નામ આપ્યું છે અને તેવી રીતે જ રામકથા સમિતિએ તેનું આયોજન પણ કર્યું છે.આવતીકાલથી તા.૨૨મી સુધી રામનામ રેસકોર્સના વાતાવરણમાં ગૂંજશે.

તા.૧૪મીએ સવારે મેઘવાળ સમાજના ૩૧ યુગલોને સમૂહલગ્નમાં આશીર્વચન મોરારિબાપુ આપશે.બપોરે સાડાત્રણ વાગ્યે રેસકોર્સ મેદાનના એરપોર્ટ દરવાજે થી પોથીયાત્રા વ્યાસપીઠ સુધી આવશે તે સમયે હિન્દુ,મુસલમાન,ખ્રિસ્તિ,શીખ ધર્મના પ્રતિનિધિઓ અને ધર્મગુરુઓ ઉપસ્થિત રહેશે.

પોથી પધરાવાઇ ગયા બાદ દીપ પ્રાગટ્ય થશે અને ત્યાર પછી બાપુની રામકથાનો મંગળ આરંભ થશે. ૨૦૦૭ પછી ફરી એકવાર મોરારિબાપુ અહીં કથા કરી રહ્યા છે તેનો સૌ કોઇને ભારે ઉત્સાહ છે.વળી આ વખતે કથાના આયોજનમાં લોકો પણ જોડાયા છે. શનિવારે બપોરે ૪ થી ૭ અને રવિવારથી તા.૨૨ સુધી દરરોજ સવારે ૯-૧૫ થી ૧-૩૦ કથાનો ક્રમ રહેશે.

ભગવાન બુધ્ધથી બાબા સાહેબ આંબેડકર સુધીની વિભૂતિઓની વંદના આ કથાના માધ્યમથી થવાની છે, સામાજિક સેતુબંધની આ કથા હોવાથી તેમાં દરરોજ સવારે કથા પૂર્વે અલગ અલગ એમ કુલ ૫૪ જ્ઞાતિઓના સન્માન કરાશે. દરેક ધર્મના ધર્મગુરુઓ,વિદ્વાનો દરરોજ અલગ અલગ વિષયો પર વકતવ્યો પણ આપશે. દરરોજ સાંજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. રામકથાના આયોજનમાં પણ દરેક જ્ઞાતિના પ્રમુખો, હોદ્દેદારોને આવરી લઇને એક સમિતિઓ બનાવાઇ હતી અને તમામ જ્ઞાતિઓ,ધર્મના લોકોએ તેમાં સહયોગ આપ્યો છે.

હવે આ મંગલ અવસર રાજકોટના આંગણે આવી ગયો છે. નવ દિવસ રાજકોટમાં રામનામ,રામમંત્ર ગૂંજશે. કથાની સાથે દરરોજ બપોરે ભોજનપ્રસાદની પણ વ્યવસ્થા રખાઇ છે દરરોજ ૫૦ હજાર લોકો ભોજન લેશે તેવી ધારણા છે.

કથા સાંભળવા ગામેગામથી લોકો અહીં આવી પહોંચ્યા છે જેમના ઉતારાની વ્યવસ્થા પણ સમિતિએ કરી છે. પાણી,ભોજન,પાકિઁગ સહિતની વિવિધ વ્યવસ્થાઓ પણ પૂર્ણ થઇ છે. હવે પછીના નવ દિવસ રાજકોટ માટે રામના રહેશે!
  • રાજકોટના આંગણે પૂ. મોરારીબાપુની માનસ હરિહરરામકથાનો શનિવારથી શુભારંભ


રાજકોટના આંગણે પૂ. મોરારીબાપુની માનસ હરિહરરામકથાનો શનિવારથી શુભારંભ



સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો-મહંતોની ભૂમિ કહેવાય, એટલે જ આ પાવન અને પવિત્ર ભૂમિ પર સેવા ધર્મના કાર્યો કરવા માટે સૌરાષ્ટ્રવાસીઓ હંમેશા તત્પર હોય છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ એ દરેક ધાર્મિક કે સામાજીક કાર્યો માટેનું મુખ્ય એપીસેન્ટર કહેવાય. રાજકોટની પાવન ભૂમિ પર પાછલા કેટલાય દાયકાઓથી અનેક સેવાકિય અને ધાર્મિક કાર્યો થતા આવ્યા છે. એ પછી જલારામ જયંતી હોય, હનુમાન જયંતી હોય, જ્ન્માષ્ટમી હોય કે કોઇ પણ જ્ઞાતિનો સમૂહલગ્નોત્સવ હોય દરેક પ્રકારના સામાજીક અને ધાર્મિક કાર્યો રાજકોટની પવિત્ર ભૂમિ પર થતા આવ્યા છે.

આખરે કેટલાય દિવસોથી જે અવસરની લાંબા સમયથી ઇંતેજારી હતી તે રૂડો અવસર રાજકોટના આંગણે આવી પહોંચ્યોં છે. સમાજના અઢારે અઢાર વર્ણોને આવરી લેતી રામકથાનો આરંભ વિશ્વ વિભૂતિ સંત એવા પરમ પૂજ્ય મોરારીબાપુની વ્યાસપીઠ પરથી તા.૧૪ મી એપ્રિલ શનિવારના રોજ એટલે કે ડો. બાબાસાહેબ આંબેડકરની જ્ન્મજયંતીના દિવસે રેસકોર્ષ મેદાન ખાતે શરૂ થશે. પૂ.મોરારીબાપુની અત્યાર સુધીની કુલ ૭૧૧ મી રામકથા છે. છેલ્લે ૨૦૦૭ માં રાજકોટની ધર્મપ્રેમી જનતાને પૂ.બાપુની રામકથાનો લ્હાવો મળ્યો હતો.

આ કથાનું વિશેષ મહત્વ એટલે છે, કારણકે આ રામકથાનું આયોજન કોઇ એક વ્યક્તિ કે સંસ્થા દ્વારા નહિં બલ્કે, રાજકોટમાં વસતા દરેક ધર્મના લોકો તેમજ દરેક સમાજ અને જ્ઞાતિના લોકો દ્વારા થઇ રહ્યું છે. તેથી પૂ.બાપુ એ આ કથાને માનસ હરિહરનામ આપ્યું છે. આ કથામાં ભગવાન બુધ્ધથી લઇને ડો. બાબા સાહેબ આંબેડકર સુધીની વૈશ્વિક વિભૂતીઓની વંદના થશે. આ કથામાં હિન્દુ ધર્મના અઢાર વરણ જ નહીં પરંતું, મુસ્લિમ, ખ્રિસ્તી, શિખ, વ્હોરા, સિંધી સહિતના તમામ ધર્મના લોકો તન-મન-ધનથી સેવા કાર્યો કરવા માટે જોડાયા છે.

તા. ૧૪ મી એપ્રિલના રોજ સાંજે ૪ વાગ્યે અનાથાશ્રમની બાળાઓને હસ્તે દિપ પ્રાગટય કરી કથાનો આરંભ થશે. આ અવસર નિમિત્તે રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ, ઇસ્લામ ધર્મના મૌલવી, કેથોલિક ચર્ચના અધ્યક્ષ, આણંદાબાવા ટ્રસ્ટના શ્રી દેવ પ્રસાદજી, પરમાત્માનંદજી, ત્યાગવલ્લભ સ્વામી સહિતના સંતો મહંતો ઉપરાંત, નાણાંમંત્રી વજુભાઇ વાળા, વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

તા. ૧૫મી એપ્રિલ રવિવારથી તા. ૨૨મી એપ્રિલ સુધી રામકથાનો સમય દરરોજ સવારે ૯-૧૫ થી બપોરે ૧-૦૦ વાગ્યા સુધીનો રહેશે. કથાના સમયપૂર્વે દરરોજ વિવિધ વિષયો પર લેખકો, ચિંતકો, અને તજજ્ઞોના વકતવ્યો સવારે ૯-૧૫ થી ૯-૪૫ વાગ્યા સુધી યોજાશે. ત્યારબાદ પૂજ્ય બાપુ પૂર્વ નિયોજિત કાર્યક્રમ અનુસાર અલગ-અલગ જ્ઞાતિઓ અને ધર્મની વંદના કરશે બાદમાં કથાનો આરંભ કરશે. કથા દરમિયાન કુલ ૧૧ વિશિષ્ટ વ્યક્તિઓનું વિવિધક્ષેત્રે યોગદાન બદલ સન્માન કરવામાં આવશે. જેમાં,પત્રકારત્વ ક્ષેત્રે શ્રી પ્રતાપભાઇ શાહ, સમાજસેવા માટે શ્રી રમણીકભાઇ પરમાર, ચિત્રકળા ક્ષેત્રે શ્રી ભુપતભાઇ લાડવા, સંગીત ક્ષેત્રે શ્રીમતી પિયુંબેન સરખેલ, પર્યાવરણ જતન તથા લોકજાગૃતિ માટે શ્રી વિરજીભાઇ બાલા, શિક્ષણ ક્ષેત્રે શ્રી હરકાંતભાઇ મહેતા, રમતગમત ક્ષેત્રે પ્રો.ભાવનાબેન પારેખ, સાહિત્ય/નાટ્ય ક્ષેત્રે શ્રી રામજીભાઇ વાણીયા, વિજ્ઞાન સંશોધન અને શિક્ષણક્ષેત્રે ડો. અનામિક શાહ, લોક સાહિત્ય ક્ષેત્રે શ્રી કમલેશ ગઢવી તેમજ કૃષિ ક્ષેત્રે શ્રી બાબુભાઇ કાબરીયાનો સમાંવેશ થાય છે.

રાજકોટના આંગણે યોજાનાર કથામાં ૭૦,૦૦૦ ભાવિકો એકસાથે બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઉનાળામાં ગરમીથી બચવા માટે ભાવિકો માટે પંખાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત કથામંડપમાં ભાવિકો માટે એલઇડી સ્ક્રીન પણ મુકવામાં આવ્યા છે. તેમજ ખૂબ જ લોકપ્રિય ચેનલ આસ્થાચેનલ પરથી અને રાજકોટની સીટી ન્યૂઝ ચેનલપરથી દરરોજ રામકથાનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આસ્થાચેનલના માધ્યમથી વિશ્વના ૧૦૦ થી વધુ દેશોમાં રામકથાનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. રામકથાના સ્ટેજ ઉપર ભગવાન બુધ્ધ, મહાવિર, ગુરૂનાનક વગેરે અઢાર અવતાર તેમજ ગાંધીજી, સરદાર પટેલ, ડો. આંબેડકર સહિતની વિભૂતી મળી કુલ ૧૮ જેટલી વિરાટ છબીઓ મુકાશે. રામભક્ત હનુમાનજીની થ્રી ડાઇમેન્શશ્ન્લ છબી પણ મુકવામાં આવશે.

દરરોજ કથાની શરૂઆત પૂર્વે દરેક ભાવિકોને ચા-નાસ્તો અપાશે, ત્યારબાદ કથા સંપન્ન થયા બાદ દરરોજ મિષ્ટાન સાથે ભોજનનો પ્રસાદ દરેક ભાવિકો માટે એથ્લેટિક્સ ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલ છે. રામકથામાં દરરોજ ૫૦,૦૦૦ થી વધુ ભાવિકો પ્રસાદ ગ્રહણ કરશે તેવો અંદાજ છે. તે ઉપરાંત ઉનાળો હોવાથી ભાવિકો માટે છાશ, પાણી, સરબતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કથામાં ૫,૦૦૦ થી વધુ સ્વયંસેવકો સેવા આપશે.

નવ દિવસ દરમિયાન સૌરાષ્ટ્રભરમાંથી અનેક સંતો- મહંતો આ કથામાં ઉપસ્થિત રહેનાર છે જેમકે, મહંતશ્રી ભાણજીભગત (સરસાઇ,જુનાગઢ), મહંતશ્રી જગન્નાથજી (જુનાગઢ), મહંતશ્રી હરિગીરીજી (જુનાગઢ), મહંતશ્રી ગુલાબદાસજી (આમરણ), મહંતશ્રી શામળદાસજી (ગોંડલ), મહંતશ્રી ગોરધનદાસજી (બાંદરા, ગોંડલ) સહિતનાં સંતો- મહંતો ઉપસ્થિત રહી આર્શીવચન પાઠવશે. રામકથા નીમીત્તે વિવિધ પેટા સમીતીઓ છેલ્લા છ માસથી આયોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહી છે. રાજકોટના આંગણે આ એક અદભૂત અવસર આકાર લેવા જઇ રહ્યો છે તો આ તકે રાજકોટના દરેક નગરજનોને આ રામકથાનો લાભ લેવા નમ્ર અપીલ છે.

  • મોરારીબાપુ પહેલી વાર કરશે કથામાં કન્યાદાન
10 APRIL 2012

શનિવારે રાજકોટમાં રામકથા દરમ્યાન કથાકાર ૩૧ કન્યાઓના પિતાની ભૂમિકામાં જોવા મળશે
રશ્મિન શાહ
રાજકોટ, તા. ૧૦
શનિવારથી રાજકોટમાં શરૂ થઈ રહેલી માનસ હરિહર રામકથા દરમ્યાન પહેલી વખત રામાયણકાર મોરારીબાપુ ખરા અર્થમાં બાપુની ભૂમિકામાં મુકાશે અને મેઘવાળ સમાજની ૩૧ કન્યાઓનું કન્યાદાન કરીને પિતા તરીકેની ફરજ અદા કરશે. આ અગાઉ એક પણ વખત આવું નથી બન્યું જેમાં મોરારીબાપુએ રામકથાના પ્રારંભ પહેલાં આ રીતે કન્યાદાન કર્યું હોય. રાજકોટની માનસ હરિહર રામકથાના મુખ્ય વ્યવસ્થાપક જયંતી ચાંદ્રાએ કહ્યું હતું કે શનિવારે પોથીયાત્રા પહેલાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. બાપુની ઇચ્છા મુજબ રામકથા સમિતિ કન્યાદાન દરમ્યાન વર-વધૂને ભેટ પણ આપશે.
કન્યાદાનનો કાર્યક્રમ પૂરો થયા પછી મોરારીબ બાપુ પોથીયાત્રામાં જોડાશે. રાજકોટમાં માનસ હરિહર રામકથાની પોથીયાત્રા પણ અલૌકિક રીતે નીકળશે. આ પોથીયાત્રામાં ૧૮ વર્ણ અને જ્ઞાતિના આગેવાનો પોતાનાં પરંપરાગત વસ્ત્રોમાં જોડાશે. આ ૧૮ વર્ણમાં મુસ્લિમ સમાજ પણ છે. મુસ્લિમ સમાજની મહિલાઓ બુરખામાં જ ઉપસ્થિત રહેશે અને રામકથાની પોથીયાત્રાનું સ્વાગત કરશે.
માનસ હરિહર રામકથાનો પ્રારંભ શનિવારે થશે, જ્યારે કથાની પૂર્ણાહુતિ ૨૨ એપ્રિલે થશે.
શું છે માનસ હરિહર?
બુદ્ધથી બાબાસાહેબ આંબેડકર સુધી પથરાયેલા ૧૮ વર્ણ માટે એક રામકથા કરવી એવી મોરારીબાપુની ઇચ્છા હતી. આ રામકથા એટલે રાજકોટમાં યોજાઈ રહી છે એ માનસ હરિહર. કોઈ એક વ્યક્તિ કે સમાજને નહીં પણ રાજકોટમાં આવેલા ૧૮ વર્ણના લોકોને માનસ હરિહરના આયોજક બનાવવામાં આવ્યા છે. મોરારીબાપુ પહેલાં આ રામકથાને માનસવર્ણ નામ આપવા માગતા હતા, પણ હવે તેમણે એને માનસ હરિહર નામ આપ્યું છે.



  • કથાના મંચ પર ધાર્મિક સાથે કેટલીક માર્મિકવાતો પણ થઇ

Source: Bhaskar News, Rajkot   |   Last Updated 1:22 AM [IST](15/04/2012)


શક્તિસિંહ અને વજુભાઇના પ્રવચનો ટકરાતા સહેજ રહી ગયા

રાજકોટની રામકથાના મંચ પર રાજકીય પ્રવચનો કે વાતોનો કોઇ અવકાશ ન હતો. મોટેભાગે તમામ ધાર્મિક કે સામાજીક સમભાવની વાત થઇ હતી. પરંતુ મહાનુભાવોના ટૂંકા-ટૂંકા પ્રવચનો દરમિયાન અને કથાના પહેલા જ દિવસે બાપુની કેટલીક વાતોમાં મહત્વનો મર્મ સ્પષ્ટ જણાતો હતો. અલબત કોઇએ કંઇ ઘસાતું કહ્યું ન હતું કે રાજકીય લાભ લેવાની અથવા આક્ષેપ કરવાની કોશિશ નહોતી કરી પરંતુ નાણામંત્રી અને વપિક્ષના નેતાના વકતવ્યો એકબીજાને અડતા - અડતા રહી ગયા હતા.

પોતાના વકતવ્યમાં વિધાનસભાના વિરોધસભાના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સામાજિક સમરસતાના આ ઉપક્રમની શરૂઆત બાબાસાહેબના જન્મદિવસે થઇ રહી છે તે સારી બાબત છે. આમ તો અમે બોલીએ વધારે અને સાંભળીએ ઓછું. પરંતુ પંડિતોની સભામાં સાંભળવાનું વધારે હોય ત્યારબાદ તેમણે કહ્યું હતું કે, અમારા ક્ષેત્રમાં ઘણા લોકો આડા પાટે ચડી જતા હોય છે.

મારા સહિતના લોકોને આવા રસ્તે જતા બચાવવા બાપુની વ્યાસપીઠ પ્રેરણા આપે તેવી પ્રાર્થના ત્યારબાદ નાણામંત્રી વજુભાઇએ રાજકીય લોકોનું નામ લીધા વગર કહ્યું હતું કે, હિન્દુસ્તાનના તમામ લોકો સમાન છે અને મઝહબ આપસમાં વેર રાખવાનું શિખવતો નથી. તે તરફ હવે સૌએ વિચારવું જોઇએ.

શક્તિસિંહનો ઇશારો ક્યાં હતો એ પણ સમજનારા સમજી ગયા હતા અને વજુભાઇએ પણ ધીમા સ્વરે જવાબ આપી દીધો હતો. આ ઉપરાંત મોરારિબાપુએ કથાનો હેતુ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે આટલા વર્ષે મારે પ્રસિદ્ધિની આવશ્યકતા નથી. મારી આ કથા સિદ્ધિ કે પ્રસિદ્ધી માટે નહીં પરંતુ જીવનની શુદ્ધિ માટે છે. આ કથા સનાતન ધર્મનો વડલો છે અને તેની નીચે વિશ્રામ લેવાનો સૌકોઇને અધિકાર છે.

મારી પ્રસિદ્ધી તો મને ન ગમતું હોવા છતાં ઘણી થઇ ગઇ. હવે તો કોણ જાણે કેમ બદનામીનો તબક્કો છે. શકીલ બદાયુનીને યાદ કરીને તેમણે કહ્યું કે, વો હમશે ખફા હૈ હમ ઉનસે ખફા હૈ મગર બાત કરને કો જી ચાહતા હૈ. બાપુની આ વાતો જનરલ હતી. પરંતુ તેનો પણ છુપો સંદર્ભ ક્યાંક-ક્યાંક લોકો સમજતા હતા અને સમજીને તેમાં સંમત થતા હતા.

કથાના પ્રારંભે જે સમારોહ હતો તેમાં મેયર જનકભાઇ કોટકનું નામ ધારાસભ્ય ગોવિંદભાઇ સ્વાગત પ્રવચનમાં ભૂલી ગયા હતા. મેયરને દીપ પ્રાગટ્યની તક પણ મળી ન હતી. આ મુદ્દો કથા પછી કોંગ્રેસ તરફી નેતાઓમાં ચર્ચાસ્પદ બન્યો હતો.



  • આ કથાતો જમવા અને જીવવા માટે હરિહરનો સાદ છે

Source: Bhaskar News, Rajkot   |   Last Updated 1:46 AM [IST](15/04/2012)



મોરારિબાપુની સંગીતમય કથાનો આરંભ, ભિન્નતાને ભેદી પ્રેમ પ્રગટાવવાનો હેતુ

રાજકોટમાં શનિવારથી શરૂ થયેલી મોરારિબાપુની રામકથાએ એક અનોખો અને અલૌકિકતાની છાંટવાળો રંગ પકડ્યોછે. પોતાના આગવા મિજાજમાં આજે કથા શરૂ કરીને બાપુએ કહ્યું હતું કે, હરહિરનો સાદ આપણે ત્યાં જમવા માટે પડે છે. મારી આ કથામાં ભજન અને ભોજન બન્ને છે અને હું બધાને તેના માટે નિમંત્રણ આપુ છું.

આ કથા તો જમવા અને જીવવા માટે પડેલો હરીહરનો સાદ છે. અત્યંત દિવ્ય માહોલમાં આજે રાજકોટમાં રામકથાની શરૂઆત થઇ છે. બાપુએ જણાવ્યું કે આ કથા સિધ્ધિ કે પ્રસિધ્ધિ નહી પરંતુ જીવનની શુધ્ધિ માટે છે. સમાજના વિવિધ વર્ગો અને જ્ઞાતિ વચ્ચે પ્રવર્તતી ભિન્નતાને ભેદીને પ્રેમ પ્રગટાવવા આ કથા યોજી છે.
બાપુએ જણાવ્યું કે રામાયણમાં હરહિર શબ્દ અગિયાર વાર આવે છે.

આ શબ્દમાં હરિ એટલે કે વૈષ્ણવ અને હર એટલે શૈવ સંપ્રદાયનો સમન્વય છે. તુલસીદાસજી રામયણના બાલકાંડમાં સાતમાં શ્લોકમાં હરહિરનો મહિમા વર્ણવે છે. અને કહે છે કે સંતસમાગમ એ પ્રયાગ છે હરહિર એટલે હરિ અને હરને જોડનારી વાત વેણી માધવ એટલે કે દેવતા છે. અને જે સૌને જોડે છે. સમાજને એક કરવામાં જેને રસ છે કુતર્ક નથી તેવા લોકો માટે આ કથા મધુર હશે તેવો મહિમા તુલસીદાસજીએ વર્ણવ્યો છે.

આ કથા અઢાર વરણની કથા છે. અને ૧૪ એપ્રિલ એટલે કે બાબાસાહેબના જન્મ દિને જ શરૂ થઇ છે ત્યારે તેનો હેતુ પણ સમાજને જોડવાનો છે. તેવું તેમણે કહ્યું હતું. કથાની સાથે જ ભોજન પણ છે. અને તેથી સૌ કોઇ કદાચ કથા સાંભળવા આવે કે ન આવે ભોજન કરવા જરૂર આવજો. તેવું નોતરું પણ તેમણે આપ્યું હતું.કથાના પ્રારંભે મુસ્લિમ, શિખ, ખ્રિસ્તી ધર્મના લોકો પોત પોતાના પહેરવેશમાં કથા સ્થળે આવ્યા હતા અને વોરા સમાજના યુવાનોએ તેમના બેંડ પર સારે જહાં સે અચ્છા ગીતની સુરવલી છેડી હતી. બાલાશ્રમની બાળાઓ, સંતો અને મહેમાનોએ દીપ પ્રગટાવ્યા હતા.

સાત આંકનો મહિમા

બાપુએ કહ્યું કે રામાયણમાં સાત કાંડ સંગીતના સાત સુર છે, સાત સિંધુ, સાત આકાશ, સાત પાતાળમાં જેનો વ્યાપ છે તેવું રામાયણ ભક્તિના સાત પગથિયા છે. સાતેય ઋષિઓ રામાયણમાં જટા ખોલીને બેઠા છે. બાળકાંડમાં સાતમાં શ્લોકમાં કથાનું મંગલાચરણ છે.

શા માટે કથા ?

બાપુએ કથા આ કથા સિધ્ધિ કે પ્રસિધ્ધિ માટે નથી પરંતુ જીવનની શુધ્ધિ માટે છે સનાતન ધર્મ વિશાળ વડલો છે. તેની નીચે વિશ્રામ કરવાનો સૌને અધિકાર છે. આ કથા સૌને એક કરવા માટે છે.અને તેથી રામચરિત માનસ માથી આ હરહિરનો વિચાર લીધો છે. આ તો સંવાદ છે.

બાપુએ લગ્ન ગીત ગાયુ

મેઘવાળ સમાજના સમૂહલગ્નમાં આશીર્વાદ આપીને મોરારિબાપુએ લગ્નગીત લલકાયું હતું તે સમયે લોકોની આંખોના ખુણા ભીના થઇ ગયા હતા. બાપુએ મેઘવાળ સમાજને શિક્ષિત સંગિઠત થઇ પુરુષાર્થ થવા કહ્યું હતું.

શકિલ બદાયુનિને આપી ગઝલાંજલિ

કથાના પ્રારંભથી જ બાપુએ રામરસમાં વિવિધ રંગ ભેળવીને શ્રોતાઓને આનંદિત કર્યા હતા. શકિલ બદાયુનિનું લખેલું ફિલ્મી ગીત નિગાહે મિલાનેકો જી ચાહતા હૈ નો ઉલ્લેખ કરી બાપુએ તેમના શેર બયાન કર્યા હતા.દિલ કી ધડકને યે દે રહી હે સદા જા કોઇ તેરે ઇનતઝારમેં હૈ ખોલ દે તાબે મઇકદા સાકી એક ફરીસ્તા ભી ઇનતઝાર મેં હૈતેમણે અન્ય એક શેર વો બોલે ન બોલે નજર બોલતી હૈ રજૂ કર્યો હતો.

કથાની રત્નકણિકાઓ

મારી કથા મારા માટે ભવ્ય પરમ એકાંત છે.

વિચાર ક્રિયામાં પરિવર્તિત થાય તે મંગલાચરણ છે.

રામાયણના સાત કાંડ સપ્તપદીના સાત પગલાં છે.

ક્ષમતા સાથે જીવનમાં ઉદારતા જરૂરી છે.

સમાજ ભોજન અને ભજન બેથી જ જોડાય છે.

સત્ય, પ્રેમ અને કરૂણા એ ધર્મના સૂત્રો છે.

  • રાજકોટમાં હરિહર કથા, બીજા દિવસે પણ બાપુ ખિલ્યા

Source: Bhaskar News, Rajkot   |   Last Updated 1:22 AM [IST](16/04/2012)


રામની કથા વિશ્રામની કથા છે, શિવકથા સમાજ કલ્યાણની કથા છે, બીજા દિવસે પણ બાપુ ખિલ્યા

રામ આરતી હોને લગી હૈ,જગમગ જયોતી જલને લગી હૈગામડાંમાં થતી રામઆરતીની પરંપરાગત,ગ્રામ્યઢાળની આ ધૂન આજે જ્યારે મોરારિબાપુએ સંગીતની દુનિયાના વાધ્યકારોની સંગાથે લલકારી ત્યારે વાતાવરણમાં અલગ જ ઝણઝણાટી પ્રસરી ગઇ હતી. આજે રામકથાના બીજા દિવસે બાપુએ કથાના પ્રકાર અને તેનો મહિમા વર્ણવ્યો હતો અને જણાવ્યું હતું કે તમામ કથાઓમાં હરહિર કથા સૌથી શ્રેષ્ઠ છે અને એ છેલ્લામાં છેલ્લા માનવી સુધી કથા પહોંચવી જોઇએ.

કથાના બીજા દિવસે મોરારિબાપુએ રામકથાની ભૂમિકા બાંધી હતી.શિવ અને પાર્વતી,કાગભુશંડી અને ગરૂડ,યાજ્ઞવલ્કય અને ભારદ્વાજ અને પછી તુલસીદાસજી પોતે એમ ચાર રીતે રામકથા થઇ છે. રામની કથા વિશ્રામની કથા છે,શિવની કથા સામજના કલ્યાણની કથા છે અને કૃષ્ણની કથા પરમતત્વ તરફના આકર્ષણની કથા છે.

હું તો બુધ્ધથી લઇ બાબા સાહેબ સુધીના આત્મવાન લોકોની ચેતનાને વંદન કરીને આ કથા કરી રહ્યો છું.એકત્વમનો વિચાર લઇને આ કથા શરૂ કરી છે.આ કથા છેવાડાના લોકો સુધી પહોંચે તે મારો હેતુ છે કારણ કે કોઇ કથા જો છેલ્લા માણસ સુધી ન પહોંચે તો તે કથા નહીં પરંતુ કહેનારની વ્યથા છે.તેમણે આજે અસ્પૃશ્યતા,વ્યસનો જેવાં દૂષણો છોડવા પર ભાર મૂક્યો હતો.

માનસ હરહિર કથાનો મહિમા ફરી આજે કહેતાં બાપુએ જણાવ્યું કે હરહિર કથા એટલે લોકોને જોડવાની કથા.હરિ અને હરની કથા, હરિની કથા સત્ય અન યોગ્યને પોષે છે,હરની કથા અયોગ્યનું હરણ કરે છે. હરહિર કથા તમામ કથાઓથી ઉપર અને છેલ્લે છે. કથાનું મહિમાગાન કરતાં મોરારિબાપુએ કહ્યું કે મને તો કથા અષ્ટભુજા વાળી દેવી જેવી લાગે છે.

કથાના કેટલા પ્રકારો છે!સાહિત્યમાં નવલકથાનું સ્થાન મોટું છે,અને આત્મકથા પણ છે. અંદરની ઊર્જાને શોધવાની કથા એટલે દેવીકથા અને શૌર્ય તથા ધૈર્યના સંગમ સમાન પ્રેમકથા. આ બધાથી ઉપર જે છે તે હરહિર કથા છે. કુતર્ક છુટી જાય તો આ કથા સારાં પરિણામ લાવશે તેવું તેમણે કહ્યું હતું.

ગઝલ, આરતી, ચોપાઇનો અનેરો સંગમ

કથામાં ક્યારેક બાપુ કોઇ ગઝલ તરન્નુમમાં છેડે તો વળી ગ્રામ્યઢાળમાં આરતી પણ ગાય,માલકૌંસમાં કોઇ ચોપાઇ કે ભજન કે પછી કોણે બનાવ્યો પવનચરખો જેવી જાણીતી રચના પણ ગાય શબ્દ અને સ્વરની તમામ વિદ્યાઓનો ત્યાં સંગમ રચાય છે.

ભરોસો બોલેને શ્રધ્ધા સાંભળે

ભિન્ન ષડ'કાવ્યસંગ્રહના સર્જક,કવિ,પ્રોફેસર હરશ્વિંદ્ર જોશીએ આજે પોતે જ લખેલું ગીત બાપુની આજ્ઞાથી રજુ કર્યું ત્યારે તેમના ઘેઘૂર અને સૂરિલા અવાજથી ડોમમાં સંમોહન છવાઇ ગયું હતું,‘ભરોસો બોલેને શ્રઘ્ધા સાંભળે,સત રે બોલેને સૂરતા સાંભળે, ગાંઠુ રે તૂટી છે ભવોભવની,જવાળા રે શમી છે શંકા દવની પંડનું પાથરણું કીધું. . આ શબ્દોએ શ્રોતાઓને રીતસર અસર કરી હતી.

ભાજી, પાજી, માજી માટે કથા

શાકનો વેપારી ભાજી પર પાણી છાંટે તેથી ભાજી તાજી રહે છે તેનું ઉદાહરણ ટાંકીને બાપુએ કહ્યું કે કોઇના પર પાણી છાંટવાથી તે જાગે અને તાજગી અનુભવે તેમ આ કથા પણ અનેક ભાજીઓને,માજીઓને અને પાજીઓને જગાડવા માટેની કથા છે.

સોમવારના કાર્યક્રમો

સોમવારે સવારે ૯-૧૫ થી ૯-૪૫ સુધી જાણીતા કટારલેખક નગીનદાસ સંઘવીનું પ્રવચન અને ત્યારબાદ કથા તેમજ સાંજે ૬ વાગ્યે કથામંડપમાં જ ગુજરાતી કવિસંમેલન યોજાશે.

અને બાપુ બન્યા માણભટ્ટ

પરંપરાગત વાધ્યોની વાત આવી,ગ્રામ્યઢાળની વાત આવી કે તરત જ બાપુએ માણભટ્ટોનું સ્મરણ કર્યું હતું અને પછી પોતે પણ માણ વગાડી હતી. માણભટ્ટના આખ્યાનો જેમણે ન સાંભળ્યાં હોય તેમણે આ લ્હાવો પહેલીવાર લીધો હતો.

  • "યે ઝખ્મી પરિંદા હૈ, વાર મત કરના"

Source: Bhaskar News, Rajkot   |   Last Updated 11:24 AM [IST](17/04/2012)


જેને જોડાણમાં રસ છે તેને હરિહર કથા મીઠી લાગે, સંગીતમય કથામાં શ્રોતાઓ તરબોળ

માનસ હરિહર રામકથાના સ્થળ પર આજે શિવમય માહોલ ઊભો થઈ ગયો હતો. હરિ અને હર એટલે કે નારાયણ અને શિવના મિલનની કથા હરિહર કથા છે તેવું પહેલાં જ દિવસે મોરારિબાપુએ કહ્યા બાદ આજે કથામાં શિવવિવાહની ભૂમિકા, શિવ-પાર્વતીના મિલન પૂર્વેની ઘટનાઓનું, પાર્વતીના જન્મોનું બાપુએ રસાળ અને શાસ્ત્રોકત સંદર્ભો સાથે વર્ણન કર્યું હતું. અને એમાંથી સીધી જ વાત સાંપ્રત સમય સુધી તેઓ લાવ્યા હતા અને પાર્વતીના જન્મને પુત્રી જન્મ સાથે સાંકળીને કહ્યું હતું કે, આપણે ત્યાં આજે પણ પુત્રીનો જન્મ થાય ત્યારે લોકો મોઢા બગાડે છે. પુત્રી તો સાત-સાત વિભૂતિ છે. દીકરીનો જન્મ થાય ત્યારે નિરાશ ન થતાં પરંતુ ઘરે ઉત્સવ મનાવજો.

શેર ગીત અને ભજનગુલશન પરસ્ત હું લેકિન ગુલહી નહીં અઝીઝ, ઈસ લીએ કાંટો સે ભી નિબાહે કીએ જા રહા હું, હમ તો કુછ દેને કે કાબિલ કહા હૈ, જીસકા જી ચાહે જીને કી અદા લે જાએ, યે ઝખ્મી પરિંદા હૈ, વાર મત ન કરના પનાહ માગ રહા હૈ શિકાર મત કરના, ઉનકા ફરજ કયા હૈ યે એહલે સિયાસત જાને, મેરા પૈગામ હૈ જહા તક પહુંચે. વગેરે શેર મોરારિબાપુએ કથા દરમિયાન કવોટ કર્યા હતા તો ગંગા સતી પાનબાઈના ભજનો પણ વચ્ચે વચ્ચે ગૂંજે છે. બાપુની કથાનું સંગીતનું તત્ત્વ અત્યંત આકર્ષક અને ભાવવાહી હોય છે.

આજે શિવવિવાહ

પાર્વતિ અને શિવની કથા બાપુએ સોમવારે કરી હતી. આવતીકાલે મંગળવારે શિવવિવાહનો પ્રસંગ ઉજવાશે. શિવ અને શૈલજા એટલે કે પાર્વતિના મિલનની ભૂમિકા બાપુએ આજે બાંધી હતી.

કથામાં શિવતાંડવની જમાવટ

શંકર ભગવાનની કથા દરમિયાન જ બાપુએ રૂદ્રાષ્ટકમ ગાયું ત્યારે ઉપસ્થિત તમામે તેનાં કંપનો ઝીલ્યા હતા અને પછી તો થોડીવારમાં કીર્તિ‌દાન ગઢવી, બિહારીદાન ગઢવીને મંચ પર બોલાવીને શંકર મહારાજ આજ તાંડવ નાચેની રમઝટ બોલાવી હતી. આ બન્નેની સાથે જ હરિશચંદ્ર જોશીએ પણ તાંડવ ગાયું હતું.

કથાની રત્નકણિકાઓ

માણસના અવાજના ૧૬ દૂષણો ભૂષણ બને ત્યારે સત્ય પ્રગટે છે જેની પાસે કળા છે તે કોઈને મારે નહીં. સત્યમાં લોહી કાઢે તેવી ધાર નથી હોતી. જગતને જાણવા ન જવું માણવું. દુ:ખ માણસને સરળ અને વિનમ્ર બનાવે છે. - કથા એક પ્રકારની ઔષધિ છે.

આજે ઓસમાણ મીરનું સૂફી ગાયન

દરરોજ સાંજે યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમોમં તા. ૧૭ ને મંગળવારે સાંજે ૬ થી ૭:૪પ મૌલાના કલબેસાદિક સાહેબના પ્રવચન બાદ મોરારિબાપુ પંદર મિનિટ વક્તવ્ય આપશે અને ત્યારપછી , ઓસમાણ મીર સૂફી સંગીત રજૂ કરશે.

બોલબાલાની જળ-સરબત સેવા

કથા સ્થળે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ વરિયાળીનું સરબતનું વિતરણ સવારથી સાંજ સુધી કરે છે. ગરમીમાં વરિયાળી સરબત ઘણી જ ઠંડક આપનારું બની રહેશે. આ ઉપરાંત સાત સ્ટેન્ડ પાણી માટે રખાયા છે.

નાગર નાત નહીં વિચારધારા છે

નરસિંહ મહેતાના ઉલ્લેખ સાથે બાપુએ નાગર જ્ઞાતિની વાત કરતા કહ્યું હતું કે, સંસ્કારોને જાળવતી નાગર જ્ઞાતિ નાત નહીં એક વિચારધારા છે.









  • ભીખ ન મગાવે, ભેખ ધરાવે તે સાચો ધર્મ : મોરારિબાપુ

Source: Bhaskar News, Rajkot   |   Last Updated 2:41 AM [IST](18/04/2012)




 મોરારિબાપુની હરહિર કથામાં ચોથે દિવસે માનવ સમંદર છલકાયો, ભક્તિરસ લહેરાયો

માનસ હરહિર રામકથામાં આજે મોરારિબાપુએ શિવવિવાહનું રસાળ, મનોરમ્ય શૈલીમાં વર્ણન કર્યું હતું.અને પછી ઉત્સવ મનાવાતો હોય તેમ અત્યંત દિવ્ય અને ભવ્ય વાતાવરણમાં રામજન્મ પણ કર્યો હતો આ બન્ને પ્રસંગોને અનુરૂપ ચોપાઇઓ, સંગીત અને દ્રષ્ટાંતો દ્વારા કથામાં અનેરો માહોલ સર્જ્યો હતો અને ક્યા પ્રતીકો આ પ્રસંગોમાંથી મળે છે તે જણાવ્યું હતું.

કથા દરમિયાન ધર્મના અર્થો વિશે વિગતે ચર્ચા કરતાં બાપુએ કહ્યું કે એક જ સૂત્ર જો આપું તો ભીખ મગાવે તે ધર્મ નથી, જે ભેખ લેવરાવી દે તે ધર્મ છે. તેમણે કહ્યું કે માનસ હરહિરને આપણે જોડનારી કથા એટલે કહી છે કે તે વિશષ્ટ અને વિશ્વામિત્રને જોડે છે,લક્ષ્મણ અને મેઘનાદને જોડે છે અરે, રામ અને રાવણને પણ જોડે છે. રામે તો પથરાને જોડીને પણ સેતુ બનાવ્યો હતો ત્યારે આ કથા પણ જોડાણની કથા બની છે.

કથા બની કોમી એકતાનો ઉત્સવ

રામકથામાં આજે મુસલમાન ભાઇઓ-બહેનો તેમના પરંપરાગત પહેરવેશમાં આવ્યા હતા અને કથા સાંભળી હતી. શિવ પાર્વતીના વિવાહની વાત ચાલતી હોય અને સામે બુરખાધારી મુસ્લિમ સ્ત્રીઓ,ટોપી પહેરીને બાળકો અને પુરૂષો બેઠા હોય તેવી જ રીતે વ્હોરા સમાજ પણ બેઠો હોય,મોરારિબાપુ કથા કહેતા હોય અને મૌલાના કલ્બે સાદિક સાહેબ તે સાંભળતા હોય તે દ્રષ્ય નોખું લાગ્યું હતું.

શું કહ્યું બાપુએ?

ધર્મની સવારી થાય પછી જીવનમાં પરિવર્તન આવવું જોઇએ

વિશ્વાસ અને શ્રધ્ધાનું મિલન થાય પછી રામ કે રામકથાનો જન્મ થાય

કરબલામાં જેમણે શહીદી વ્હોરી તે સંખ્યામાં બૌતેર હતા પરંતુ ધર્મજગતમાં તે બહેતર હતા

શંકર ભગવાને એવાં કૂંડળ પહેર્યાં કે ચમકે તો લાગે વીજળી થાય છે

ધર્મનો પ્રવકતા,વૈધ્ય અને સચિવ ત્રણેય નિર્ભિક હોવા જોઇએ.

ધર્મ બધાએ પાળવાનો હોય,સાધુએ સવાયો પાળવો પડે.

નંદી એ ધર્મનું પ્રતીક

બાપુએ કહ્યું કે શિવજી શા માટે નંદી પર બિરાજીને લગ્ન કરવા ગયા?તે તો પ્રતીક છે. નંદી ધર્મ છે,અને તે નિદિgષ્ટ કરે છે કે કોઇ પણ સ્થિતિમાં માણસે પોતાનો ધર્મ,નીજની સ્થિતિ ન છોડવી. ધર્મ સત્ય,દાન,સોચ એ તપના ચાર પાયા પર ઊભો છે અને તેના પર શિવ સવાર છે વળી શિવ ઊંધા બેઠા છે, કારણ? જો ધર્મ પર સવારી થાય અને માણસમાં પરિવર્તન ન આવે તો તે સવારી શું કામની?

રામ જેવું બાળક ક્યારે જન્મે?

રામ કિળયુગમાં ન જ જન્મે એવું નથી. પતિ જો પત્નીને પ્રેમ આપે,પત્ની પતિનો આદર કરે અને બન્ને સાથે રહીને પરમતત્વને સેવે તો રામ જેવું સંતાન આજે પણ અવતરી શકે. રામ જન્મ સ્થુળ રીતે થાય એમ નહીં.આપણી અંદર રામ પ્રગટે ક્યારેક અહલ્યા જેવી આપણી જડતાને ભાંગી નાખે,ક્યારેક આપણા અહંકારનું ધનુષ ભાંગી નાખે તે રીતે રામ જન્મ લે તો તે સાર્થક છે.

રામજન્મ વખતે અલૌકિક માહોલ

રામના જન્મની ભૂમિકા બાંધી બાપુએ રામજન્મનું વર્ણન કર્યું હતું, રામનવમીએ કૌશલ્યાની કૂખે થયેલો રામઅવતાર જગત માટે કેટલો કલ્યાણકારી હતો તે સમજાવ્યું અને અવધ મેં આનંદ ભયો જય રઘુવર લાલ કીની ધૂન પર સૌએ ગરબા લઇ રામજન્મ ઉજવ્યો હતો.

રામાયણમાં લીલાના ત્રણ પ્રકાર

રામનામની દરેક લીલા અપ્રગટ છે. રામનામથી જીવનમાં ક્યારે પરિવર્તન શરૂ થઇ જાય તે ખ્યાલ પણ આવતો નથી. અને સીતાજીની લીલા પ્રગટ-અપ્રગટ છે. માતા સુવર્ણ મૃગ માગે છે તે પ્રગટ છે, શા માટે માગે છે તે અપ્રગટ છે.

  • ભારતમાં ઇમામ સાહેબનું નામ, તો કરબલામાં રામધૂન થવી જોઇએ

Source: Bhaskar News, Rajkot   |   Last Updated 2:48 AM [IST](18/04/2012)


મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નાયબ પ્રમુખનું પ્રવચન

ઇસ્લામ રસ્તા રોકે નહીં, રસ્તા બનાવે : કલ્બેસાદિક

રાજકોટમાં ચાલી રહેલી માનસ હરહિર રામકથામાં દરરોજ સવારે થતાં પ્રવચનોની શ્રેણીમાં આજે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નાયબ પ્રમુખ મૌલાના કલ્બે સાદિક સાહેબે જણાવ્યું હતું કે ઇસ્લામનો ખરો અર્થ આજે વિસરાતો જાય છે. ઇસ્લામ કહે છે કે કોઇને તકલીફ પડે તે રીતે ન વર્તો.અરે નમાઝ પણ રસ્તા વચ્ચે એવી રીતે ન પઢો કે કોઇને મુશ્કેલી પડે કારણ કે ઇસ્લામ રસ્તા રોકે નહીં,માર્ગ બનાવે!

કલ્બે સાદિક સાહેબે કહ્યું કે રાજનીતિ માણસને અલગ કરે છે, ધર્મ જોડે છે. રાજનીતિ દીવાલો ઊભી કરે છે,ધર્મ સેતુ બાંધે છે અને મોરારિબાપુ માટે મને સેતુથી વિશેષ કોઇ શબ્દ સૂઝતો નથી. ઇસ્લામનો અર્થ લોકો મુલ્લાઓને પૂછે છે,તેમની પાસે તો નેગેટિવ વિચાર જ હોય છે ઉલામાઓને,વિદ્વાનોને પૂછો ઇસ્લામ શું છે? ઇસ્લામ ભાઇચારાનો સંદેશ છે. દુશ્મનોને પણ તેમની તકલીફમાં મદદ કરે તે ઇસ્લામ છે.ફક્ત મુસ્લિમ થવું એટલે ઇસ્લામ પાળવો તેવું નથી એમ તો પડોશી દેશનું નામ પાકિસ્તાન છે એટલે કે પવિત્ર સ્થાન છતાં તે દુનિયાનું સૌથી અપવિત્ર સ્થળ છે.

તાર્કિક વાત કરતાં તેમણે કહ્યું કે મોરારિબાપુ કરબલામાં કથા કરવા જવાની ઇચ્છા રાખે છે.કરબલામાં જે શહીદ આરામ ફરમાવે છે તે ઇમામ સાહેબનું સ્મરણ ભારતની ધરતી પર થઇ શકતું હોય થતું હોય તો કરબલાની ધરતી પર રામધૂન થવી જ જોઇએ!તેમણે કહ્યું કે કોઇ પણ ધર્મનો કોઇ માણસ જો એમ માને કે હું પ્રાર્થના,પૂજા,ઇબાદત કરીને પાપ ધોઇ નાખીશ તો તે ભૂલ છે. પૂજા-ઇબાદતથી પાપ ધોવાશે નહીં, દુખીના આંસુ લૂછવાથી જ પાપ ધોવાશે.

  • 'એવરેસ્ટની સ્પર્ધા હોય, કૈલાસ માટે શ્રધ્ધા જોઈએ'

Source: Bhaskar News, Rajkot   |   Last Updated 1:15 AM [IST](19/04/2012)




જેને જોડવામાં રસ છે તેને કથા ફળે પરંતુ જે આ કથા ન સાંભળે,જે હરિહર કથાથી વિમુખ હોય,જે જોડાણની વિરૂધ્ધમાં હોય અથવા તો જેને જન જન જોડાય તેવી વાતમાં રસ ન હોય,મહાદેવ અને વિશ્ણુના જોડાણમાં જેને પ્રીતિ ન હોય તે કૈલાસ સુધી ન પહોંચી શકે તેવું માનસ હરહિર કથાના પાંચમાં દિવસે આજે મોરારિબાપુએ કહ્યું હતું,તેમણે જણાવ્યું કે કૈલાસ એટલે એવરેસ્ટ સુધી પહોંચનારા તો ઘણા છે પરંતુ હજી સુધી કોઇએ કૈલાસ પર પગ મુક્યો નથી.એવરેસ્ટ જવા માટે સ્પર્ધા હોય,કૈલાસ પહોંચવા માટે નકદ શ્રધ્ધા હોવી જોઇએ.

રામના જન્મનો ઉત્સવ એક માસ ચાલ્યો હતો એટલે કે, માત્ર રામનવમીએ જ નહીં, મહિનાના કોઇ પણ હિસ્સામાં કોઇ પણ દિવસે કોઇ પણ ક્ષણે હરિ પ્રગટી જ શકે.

જે ઇશ્વર સન્મુખ હોય તે ભીતરી કૈલાસ પામે

બાપુએ કહ્યું કે કૈલાસ એટલે કોઇ સ્થળના અર્થમાં નથી.આંકડાકીય ઊંચાઇઓની વાત નથી.કૈલાસ એટલે અંદરની ઊંચાઇ,કૈલાસ એટલે સ્થિરતા,કૈલાસ એટલે શીતળતા,કૈલાસ એટલે ઉજજવળતા-સફેદી,કૈલાસ અવિચળપણાનું પ્રતીક છે. તુલસીદાસજી કહે છે કે જે હરહિર સન્મુખ નહીં હોય તે કૈલાસ નહીં પહોંચે.મારા મત અનુસાર જેને સત્ય,પ્રેમ અને કરૂણામાં પ્રીતિ નથી તેને કૈલાસ પ્રાપ્ત નહીં થાય.

રામ અને ભાઇના નામ કેમ પડ્યાં?

બાપુએ જણાવ્યું કે ચારેય ભાઇઓના નામ નક્કી થયાં તેમાં પણ અનેક તત્વાર્થ તુલસી આલેખે છે. જે આનંદસિંધુ,સુખરાશિ છે જેના નામથી વિશ્વને આરામ,વિશ્રામ,વિરામ મળશે તે રામ.જે ખાલીપાને,ખામીન ભરે છે,જે પોષે છે તે ભરત છે,જે ત્યાગ અને પ્રેમ દ્વારા ભરે છે તે ભરત અને પ્રેમ વગર ત્યાગ શક્ય નથી.શત્રુઘ્નનો અર્થ શત્રુનો નાશ કરનાર નહીં જેનાથી શત્રુતા,દુશ્મન નહીં દુશ્મની નાશ પામે છે તે શત્રુઘ્ન અને લક્ષ્મણ એટલે શેષનો અવતાર,બધું બધાને આપ્યા પછી શેષ રાખે,બીજાને ટેકો આપે તે.

છ ઇષ્ર્યા જીવને નષ્ટ કરે

માણસને બળ,ધન,રૂપ,પ્રતિષ્ઠા,વિદ્યા,કળા આ છ બાબતોની ઇષ્ર્યા નડે છે અને નુકસાન કરે છે.

જીવનના ચાર ખંડ છે,દર્ભખંડ-જેનાથી મન કેળવાય છે. વર્ગખંડ-જેનાથી બુધ્ધિનો વિસ્તાર થાય છે.કર્મખંડ-જેનાથી ચિત્તશુધ્ધિ થાય છે અને ધર્મખંડ-જેનાથી અહંકારનો નાશ થાય છે.

  • રાજકોટમાં રામકથા અંતર્ગત વાઈસ એર માર્શલ કપીલ કાકનું વ્યાખ્યાન



રાજકોટમાં રામકથા અંતર્ગત વાઈસ એર માર્શલ કપીલ કાકનું વ્યાખ્યાન
ભારતની સુરક્ષા માટે રણનીતિ અને રાજનીતિમાં પરિવર્તન જરૃરી
અગાઉના રાજા - મહારાજાઓ સૈનિક હતા, આજે રાજકારણ વધ્યું છે અને સુરક્ષા ઘટી છે
રાજકોટ, બુધવાર
રાજકોટમાં માનસ હરિહર રામકથામાં વ્યાખ્યાન શ્રેણીમાં ભારતના વાઈસ એર માર્શલ શ્રી કપીલ કાકે રાષ્ટ્રધર્મ અને સુરક્ષા અંગે જણાવ્યું હતું કે, ''ભારતના ભવિષ્ય માટે આપણી આંતરીક - બાહ્ય સુરક્ષા માટે આપણી રણનીતી અને રાજનીતીમાં પરિવર્તન લાવવું જરૃરી છે, તેમણે કહ્યું કે, રામકથામાં ભાઈચારા - એકતાનો જે સંદેશ સમગ્ર ભારતમાં પ્રસરી રહ્યો છે, તે સુરક્ષા અને અધ્યાત્મ વચ્ચેનો સબંધ સ્થાપી આપે છે અગાઉના સમયમાં મહારાજાઓ રાજા હોવાની સાથે સૈનિક પણ હતાં, આજે રાજનીતીના લોકો સૈનિક નથી, આજે ભારતની ચોથી પેઢી છે અને એના તમે સૌ સૈનિકો છો. આસપાસના સમાજમાં જે યુધ્ધ ચાલી રહ્યું છે તેના તમે સૈનીક છો.''
કપિલ કાકે આપણી આસપાસના પડોશી રાજયો સાથેના સંબંધ બાબતે મહત્વની વાત કરતા વિશેષ જણાવ્યું હતું કે ''આપણે સુરક્ષા સંદર્ભે આપણા પડોશના દેશોમાં સ્થિરતા સ્થપાય એ પણ જોવું જોઈએ. એ જરૃરી છે અહિંસા અને શાંતી એ આપણી રાષ્ટ્રીય રણનીતી છે પરંતુ જરૃર પડે તો આપણે ચીનને પણ સ્પષ્ટ સંકેતો આપી શકીએ એમ છીએ, ભારતને ચીનને પણ જવાબ આપવાની ક્ષમતા છે જ નોલેજ સોસાયટીના સમયમાં બુધ્ધિ ક્ષમતાનો વિકાસ થાય છે, ત્યારે એક વાતનો અફસોસ પણ એ છે કે આજે રાજનીતી વધે છે અને સુરક્ષા ઘટે છે, આજની ભારતની પોલીસ ફોર્સ સ્વતંત્ર નથી, પોલીસનું આધુનીકરણ થવું અત્યંત જરૃરી છે કેમ કે પોલીસ આપણી પાયાનું પ્રાથમીક ઘટક છે, આપણે સૌએ દેશની સુરક્ષા જ પ્રથમ અને પછી જ બીજુ બધુ હોવું જોઈએ.
ભવિષ્યમાં વૈજ્ઞાાનિક તકનીકી પણ આવશ્યક છે, નકારાત્મક અભિગમ ન હોવો જોઈએ.'' બાદમાં માનસ હરિહર રામકથામાં મોરારીબાપુએ અત્યાર સુધી નો હરિહર કથાનો મહિમા ગયો હતો પરંતુ આજે તુલસીદાસજીના સંદર્ભ ટાંકીને કહ્યું કે, પરમાત્માનું નામ હરિહરને પ્રિય થવાનું સાધન છે અને આ કથામાં જોડાણમાં માણસ - માણસને જોડવામાં જેને રસ નહિ હોય તે કૈલાસને એટલે કે જીવનની ઉચાઈઓને નહિ પામી શકે.
બાપુએ અપીલ કરી કરતા કહ્યું કે જેને અસ્પૃશ્ય ગણો છો તેની પુજા ન કરો તો તેમને પ્રેમ તો કરો જ આમ તો જીવ માત્ર પૂજનીય છે પરંતુ કમસે કમ પ્રેમ કરવા લાયક તો છે જ. રામજન્મનું અનુસંધાન સાધી બાપુએ રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્નના નામકરણની વિધિનું વર્ણન કર્યું. હતું અને જણાવ્યું હતું કે કેવી રીતે રામજીનું નામ પડયું. બાપુ એ કહ્યું કે દરેક બાલક રામ છે જે દિવસે ઘરની માતા બહેન બાળકને ઘોડીયામાં હિચકાવશે તે રામ નવમી છે. રામ સૌને વિશ્રામ આપે છે. ભરત એટલે બાલીને ભરવું. ભરત્તત્વ સમાજ ભૂષિત કરે, તેને પોષે બધાને ભરી દેશે, પ્રેમ અને ત્યાગથી બધાને ભરી દે તેમ ભરત તેથી તેનું નામ ભરત છે. જેના નામસ્મરણથી શત્રુવૃતિનો નાશ થાય. શત્રુના નાશ પામે, વેર નહિ વેરનો નાશ થાય તેનું નામ શત્રુઘ્ન છે. અને પોતાનું આપતા આપતા જે બચે - શેષ કહે તે શેષનો અવતાર એટલે લક્ષ્મણ. કૌશલ્યના સુપુત્ર રામ, કૈકઈના સુપુત્ર ભરત અને સુમિત્રાના પુત્રો લક્ષ્મણ અને શત્રુઘ્ન. રામનું નામ પહેલું છે પરંતુ બાકીના ત્રણ નામનો અર્થ સમજીને રામનું નામ રટવું પડશે. ભરતની જેમ ભારે, શત્રુઘ્નની જેમ શત્રુતા હરે અને લક્ષ્મણની જેમ ટેકો આપે તેવી રીતે રામ જપવાના છે. તો તે વધુ સાર્થક થશે.
બાપુએ જણાવ્યું કે કોઈ જરૃરતમંદ વિદ્યાર્થીને વિનામુલ્યે ભણાવી દો. કોઈ ડોકટર પોતાના પૈસે ગામડે જઈને એક દિવસ સેવા આપી આવશે તો તે મોટી વાત છે. આવકનો દસમો ભાગ સમાજને આપશો તો તે સમરસતા સ્વયં પ્રગટશે.


  • પાકિસ્તાન દુનિયાભરમાં સૌથી અપવિત્ર સ્થાનઃ મૌલાના સાદીક
Apr 18, 2012



રાજકોટ, તા.૧૭

પાકિસ્તાનનો અર્થ પવિત્ર સ્થાન થાય છે, છતાં આજે દુનિયામાં સૌથી અપવિત્રમાં અપવિત્ર સ્થાન પાકિસ્તાન છે. તમે મસ્જિદ કે, ઘરમાં નમાજ પઢો પણ રસ્તો રોકીને રસ્તામાં નમાજ ન પઢો. રસ્તા પર નમાજ પઢવા વિશે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, નમાજ પઢો તેનાથી પાપ દૂર નહીં થાય. ઈસ્લામે તો રસ્તાઓ બનાવ્યા છે, રસ્તાઓ રોકવા માટે નમાજ નથી બનાવી. લોકોને તકલીફ થાય તે રીતે નમાજ ન પઢો. પાપ દૂર કરવા માટે કોઈ દુઃખીનું દર્દ દૂર કરો. ઈસ્લામનો અર્થ મુલ્લાઓને નહીં પૂછતાં કારણ કે, તેઓ હંમેશા નેગેટિવ વિચારે છે. એ ખૂદ ઈસ્લામને સમજતા નથી. ઈસ્લામને સમજવા ઉલેમાઓને મળો. તેમ, ઓલ ઈન્ડિયા મુસ્લિમ લો બોર્ડના નાયબ પ્રમુખ મૌલાના કલ્બે સાદીકે માનસ હરિહર કથામાં કહેતા તેમના આ સ્ફોટક વિધાનોનાં ઘેરા પડઘા પડવાની શક્યતા છે.

ઈસ્લામે રસ્તા બનાવ્યા છે, રસ્તા રોકવા માટે નમાજ નથી બનાવી
રાજકોટના રેસકોર્સ મેદાનમાં ચાલી રહેલી માનસ હરિહર રામકથામાં આજે કથા પૂર્વેના વ્યાખ્યાનમાં લખનૌના મૌલાના કલ્બે સાદીકે ઈસ્લામ અને માનવ ધર્મ વિશે રસપ્રદ વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે મોરારી બાપુની પ્રશંસા કરતા જણાવ્યું કે, મોરારી બાપુ જયાં જાય ત્યાં પ્રેમની રોશની ફેલાવે છે. રાજનીતિ માણસને લડાવે છે. ધર્મ માણસને માણસથી જોડે છે. રાજનીતિ દિવાલ બનાવે છે, જ્યારે ધર્મ સેતુ બનાવે છે. મોરારીબાપુ પણ એક સેતુ છે. પરમાત્મા ધર્મ બનાવે જ્યારે માનવ સંપ્રદાય બનાવે છે. બાપુ કરબલાના મેદાનમાં કથા કરવાના છે. જરૂરથી ત્યાં કથા થવી જોઈએ કારણકે અહીં ઈસ્લામના ઉત્સવમાં વધુમાં વધુ હિન્દુઓ સેવા આપે છે ત્યારે કરબલાના મેદાનમાં રામચંદ્રની વાત થવી જ જોઈએ. તેમણે જણાવ્યું કે, ઈસ્લામ કયારેય, કોઈ દિવસ પણ કોઈનો પણ જાન નથી લઈ શકતો. કોઈ મુસ્લીમ ગેંગસ્ટર નિર્દોષ હિન્દુનો જાન લેતો હોય ત્યારે નમાજ ભલે જાય પણ કોઈ નિર્દોષનો જાન જવો જોઈએ નહીં. કરબલાના મેદાનમાં ૭૨ સાથીઓ સાથે ઈમામ હુસેનને જ્યારે ઈજીપ્તનું સૈન્ય ઘેરી લ્યે. તેમ છતાં ઈમામે એવું કહ્યું હતું કે, મને ભારત જવા દો ત્યાંના લોકો મને પ્રેમ આપશે. દુશ્મનથી ઘેરાયેલા હોવા છતાં ઈમામે એક હજાર સૈનિકોને અને તેના ઘોડાઓને પાણી પીવડાવ્યું હતું. જ્યાં દુશ્મનોને પણ પાણી પીવડાવાય છે તે ઈસ્લામ છે. અંતમાં તેમણે આ શમિયાણામાં જે માહોલ અનુભવાયો છે, તેવો જ માહોલ બહારના આકાશની નીચેના શમિયાણામાં અનુભવાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

  • રામકથામાં સાંજે ઉર્દુ મુશાયરાની જમાવટ

Source: Bhaskar News, Rajkot   |   Last Updated 2:46 AM [IST](20/04/2012)



ઉર્દુ ગઝલ અને શાયરીના નિવડેલા અને ખ્યાતિ પ્રાપ્ત કવિઓએ ગુરુવારે સાંજે રાજકોટમાં રામકથાના ડોમમાં એક નોખું વિશ્વ ખડું કર્યું હતું. ગઝલનો આગવો મિજાજ, અલગ અંદાજ ભાવકોએ માણ્યો હતો. દિલ્હી,ઇન્દોર,ગાઝિયાબાદ મેરઠ સહિતનાં શહેરોથી આવેલા શાયરોની ગઝલોને રાજકોટના ગઝલપ્રેમીઓએ દિલથી દાદ આપી હતી.રાહત ઇન્દોરી,અંદાઝ દહેલવી,શરફ,દિક્ષિત કંદોરી,રાજ કૌશિક,કુંવર બેચૈન સહિતના શાયરોએ ગઝલના જે ધોધ વહાવ્યા તેમાંથી કેટલાંક રંગછાંટણા....

મેરે બેટે કિસી સે ભી ઇશ્ક કર લે

મગર હદ સે ગુઝર જાને કા નહીં

સિતારે નોચ કે લે જાઉંગા

મૈં ખાલી હાથ વાપિસ જાનેકા નહીં

લબ પે મુસ્કાન,આંખમેં આસું

મૌસમોં કા કુછ પતા નહીં ચલતા

મુહોબ્બતમેં કિસ દઝૉ નાદાં હું મૈ

ખતા હૈ તેરી ઔર પશેમાં હું મૈં

મુશાયરામાં સૌથી વધારે પ્રભાવ રાહત ઇન્દોરીનો રહ્યો હતો, તેમના કેટલાક શેર

હર હકીકત કો મેરી ખ્વાબ સમજને વાલે

મૈ તેરી નિંદ ઊડા દેને કે લિએ કાફી હું

મેરે બચ્ચે,તુમ મુજે જી ખોલ કે ખર્ચ કરો

મૈં અકેલા હી કમાનેકે લિએ કાફી હું

રોજ હી હૈ કોશિશ જિંદા રહને કી

મરને કી ભી કુછ તૈયારી કિયા કરો

સતત ત્રણ કલાક સુધી મોરારિબાપુ સહિત ભાવકોએ આ મુશાયરો મનભરીને માણ્યો હતો. શુક્રવારે સાંજે ૬ વાગ્યે શ્યામલ,સૌમિલ મુનશી અને ગાર્ગી વ્હોરાનું સુગમ સંગીત રજુ થશે.

  • ... અને મોરારીબાપુની આંખમાં આવી ગયાં ઝળઝળિયાં


રાજકોટમાં ચાલી રહેલી મોરારીબાપુની ૭૧૧મી રામકથા માનસ હરિહરદરમ્યાન ગઈ કાલે શિવવિવાહનો પ્રસંગ વર્ણવતી વખતે બાપુ વ્યાસપીઠ પર જ ગળગળા થઈ ગયા હતા અને તેમની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં.
મોરારીબાપુ એ સમયે પાવર્તી-વિદાયનો પ્રસંગ વર્ણવી રહ્યા હતા. દીકરી-વિદાયની ઘડીઓ વર્ણવતી વખતે અચાનક તેમનો અવાજ ગળગળો થઈ ગયો અને પછી બાપુ ચૂપ થઈ ગયા હતા. એ સમયે તેમની આંખોમાં આંસુ પણ આવી ગયાં હતાં. બાપુ એ જ અવસ્થામાં એકથી દોઢ મિનિટ બેઠા રહ્યા હતા અને પછી તેમણે તરત જ કહ્યું હતું કે આવું મારી સાથે ૭૧૧મી વખત બન્યું છે. વધારે હશે, ઓછું તો સહેજ પણ નહીં. દીકરી-વિદાયની વાત વખતે આંખમાં આંસુ આવે એ તો બાંધેલાં કર્મ ધોવાની નીતિ-રીતિ છે. શાસ્ત્રો જેને કન્યા-વિદાય કહે છે એને હું તો દીકરી-વિદાય તરીકે જ જોઉં છું. દીકરી આપી દેનારા બાપથી મોટો દાનવીર બીજો કોઈ નથી. જો દીકરી-વિદાયની વાત સાંભળીને અહીં બેઠેલાની આંખમાં આંસુ આવ્યાં હોય તો માનજો સાહેબ કે ઉપરવાળો હરિહર હજી પણ તમને પોતાના ગણે છે.

બાપુના આ શબ્દોની સાથે જ કથા-મંડપમાં હાજર રહેલા અંદાજે ૪૦,૦૦૦ જેટલા શ્રોતાગણમાંથી લગભગ અડધોઅડધની આંખમાં આંસુ આવી ગયાં હતાં. રામાયણમાં શિવવિવાહના ઉલ્લેખ વિશે ગઈ કાલે બાપુએ સ્પષ્ટતા કરી હતી કે રામાયણના પહેલા ચરણમાં જ તુલસીદાસજીએ શિવ-વિવાહના પ્રસંગનું વર્ણન કર્યું છે.
ઇસ્લામ જાણવો હોય તો મુલ્લાઓને ક્યારેય ન પૂછો
મોરારીબાપુની રામકથામાં ગઈ કાલે ચોથા દિવસે ઇસ્લામ અને માનવતાવિષય પર વ્યાખ્યાન આપવા માટે મુસ્લિમ પર્સનલ લૉ ર્બોડના વાઇસ પ્રેસિડન્ટ મૌલાના કલ્બે સાદિકસાહેબ આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે જો તમારે ઇસ્લામને સમજવો હોય તો ક્યારેય મુલ્લાઓ પાસે ન જતા. મુલ્લાઓ નેગેટિવ હોય છે. જો ઇસ્લામ સમજવો હોય તો ઉલેમાઓને મળો, ગ્રંથો વાંચો. સાચો ઇસ્લામ શું છે એ ત્યાંથી ખબર પડશે.
મૌલાના કલ્બે સાદિકસાહેબે પાકિસ્તાનની પણ આકરા શબ્દોમાં ટીકા કરી હતી અને કહ્યું હતું કે પાકિસ્તાનનો અર્થ થાય છે પવિત્ર સ્થાન, પણ આપણું પાડોશી રાષ્ટ્ર પાકિસ્તાન વિશ્વનું સૌથી વધારે અપવિત્ર સ્થાન છે.



  • આજે હૈયાને જે ટાઢક મળી એવી અગાઉ ક્યારે મળી નથી : મોરારીબાપુ

GUJARAT
કથા વખતે જુદા-જુદા ધર્મ અને વર્ણના ધર્મગુરુઓને સ્ટેજ પર એકસાથે જોઈને મોરારીબાપુના મુખેથી આવા શબ્દો સરી પડ્યા હતા
ગઈ કાલથી રાજકોટમાં શરૂ થયેલી મોરારીબાપુની ૭૧૧મી રામકથા માનસ હરિહરના પ્રારંભ સમયે મોરારીબાપુ ગદ્ગદ થઈ ગયા હતા અને કહ્યું હતું કે આજે બધા વર્ણ અને ધર્મને એકસાથે જોઈને હૈયે જે ટાઢક વળી છે એવી ટાઢક અગાઉ ક્યારે વળી નથી હોં.
રામકથાના પહેલા જ દિવસે ચાલીસ હજારથી વધુ ભાવિકો કથાશ્રવણ કરવા આવ્યા હતા. પોથીયાત્રા પછી પ્રારંભ થયેલી રામકથા દરમ્યાન મોરારીબાપુ પૂરેપૂરા ખીલ્યા હતા અને અનેક વખત પોતાની આજુબાજુ બેઠેલા ભાવિકો કે પોતાના સાજિંદાઓને પણ વાતચીતમાં વચ્ચે લઈ લેતા હતા. મોરારીબાપુએ કહ્યું હતું કે એકલા સફરજનનો જૂસ કાઢીને પીઓ તો મજા આવે, એકલી દ્રાક્ષનો જૂસ પણ મજા પાડે અને એકલી નારંગીનો જૂસ પણ સ્વાદિષ્ટ લાગે; પણ આ તો માનસ હરિહરછે. હું તો અહીંથી તમને અઢાર-અઢાર ફળનો રસ કાઢીને પીરસવા બેઠો છું. રસ હરિહરનો. આ રસ જો એક વાર ચાખી લો તો ક્યારેય એની આદત છૂટે નહીં.
મોરારીબાપુએ ગઈ કાલે કથા શ્રવણ દરમ્યાન અનેક વખત ભજનો ગવડાવ્યાં હતાં અને ભજન દરમ્યાન ભાવિકોને પણ જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું. ભાવિકો ભજનમાં તલ્લીન થઈને નાચવા લાગ્યા ત્યારે સ્વંયસેવકો તેમને બેસાડવા જતા હતા ત્યારે બાપુએ તેમને પણ રોક્યા હતા અને કહ્યું હતું કે હરિહરના માર્ગે ચાલનારાઓને અટકાવવું એ પણ ગુનો છે. આ માર્ગે ચાલનારા પાસે લાઇસન્સ ન હોય તો ચાલે, પણ લાયકાત તો હોવી જ જોઈએ.
ગઈ કાલે બપોરે ઍરર્પોટ રોડ પરથી નીકળેલી પોથીયાત્રા પછી કથાસ્થળે એક જ સમયે એકસાથે ત્રણ દીપપ્રાગટ્યની વિધિ કરવામાં આવી હતી. આ અગાઉ ક્યારેય મોરારીબાપુની કથામાં આવું બન્યું નથી.
સમરસ થવાની શરૂઆત
પોથીની પધરામણી પછી કથાસ્થળે થયેલાં ત્રણ દીપપ્રાગટ્યમાંથી એક દીપપ્રાગટ્ય વિધિ અઢાર જ્ઞાતિ અને વર્ણના ધર્મગુરુઓ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે બીજું દીપપ્રાગટ્ય નાની બાળાઓને હાથે કરવામાં આવ્યું હતું અને ત્રીજું દીપપ્રાગટ્ય કથામાં ઉપસ્થિત રહેલા ગુજરાતના બીજેપીના નાણાપ્રધાન વજુભાઈ વાળા, કૉન્ગ્રેસના અગ્રણી નેતા શક્તિસિંહ ગોહિલ, રાજકોટના રાજવી અને ભૂતપૂર્વ નાણાપ્રધાન મનોહરસિંહ જાડેજા, રાજકોટના મેયર જનક કોટક તથા અન્ય રાજકીય આગેવાનોના હાથે કરવામાં આવ્યું હતું. મોરારીબાપુએ કહ્યું હતું કે હરિહરના નામે એકમેકમાં સમરસ થવાની આ શરૂઆત છે. એક તરફ ધર્મ હોય, એક તરફ રાજનીતિ સાથે હોય અને વચ્ચે ભારતનું ભાવિ હોય એનાથી ઉત્તમ બીજું શું જોઈએ.
કથાનો પ્રારંભ કરતાં પહેલાં મોરારીબાપુએ પોથીને નતમસ્તકે વંદના કયાર઼્ હતાં. પોથીયાત્રા પહેલાં મોરારીબાપુ રેસર્કોસ મેદાનમાં યોજાયેલા મેસવાળ સમાજનાં સમૂહલગ્નમાં હાજર રહ્યા હતા અને એકત્રીસ યુવતીઓનું કન્યાદાન કર્યું હતું.
બાપુનું અનોખું કન્યાદાન
કન્યાદાન કરવા માટે આવેલા મોરારીબાપુ એકત્રીસ નવદંપતી પાસે જઈને દરેકનું કન્યાદાન કરે એને બદલે સ્ટેજ પરથી સામૂહિક કન્યાદાન કરાવવામાં આવ્યું હતું. કન્યાદાન પછી મોરારીબાપુએ પોતાની આ ૩૧ દીકરીઓનાં મૅરેજના માનમાં લગ્નગીત પણ લલકાર્યું હતું. લગ્નગીત ગાયા પછી બાપુએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે હું કોઈનાં લગ્નમાં આર્શીવાદ આપવા જતો નથી કે ફૅક્ટરીનું ઉદ્ઘાટન કરવા પણ જતો નથી. લગ્નમાં આર્શીવાદ આપવા જાય ને બે દિવસ પછી વરવધૂ પાછાં આવે અને કહે કે બાપુ અમારું બનતું નથી. આજે આ બધી દીકરીઓનાં લગનમાં આવ્યો છું. મારા આર્શીવાદને ઉજાળવાનું હવે તમારા સૌના હાથમાં છે.
કન્યાદાનના પછી મોરારીબાપુએ તમામ દીકરીઓને ભેટ પણ આપી હતી. મોરારીબાપુને જ્યારે એ ભેટમાં શું છે એવું પૂછવામાં આવ્યું ત્યારે તેમણે હસતાં-હસતાં પત્રકારોને જવાબ આપ્યો હતો કે એ બાપ-દીકરીનો સંબંધ છે, એમાં કોઈએ વચ્ચે આવવાની જરૂર નથી.


  • મોરારી બાપુએ અચાનક અટકાવી દીધી રામકથા



સામાન્ય રીતે ક્યારેય નહીં અકળાતા મોરારીબાપુના ચરણસ્પર્શ માટે મહિળ્યાં ચાલતી રામકથાએ સ્ટેજ સુધી પહોંચી જતાં થોડી વાર માટે અપસેટ થઈ ગયા
શનિવારથી રાજકોટમાં શરૂ થયેલી મોરારીબાપુની રામકથા માનસ હરિહરના ગઈ કાલના બીજા દિવસે સવારે પોણાઅગિયાર વાગ્યાની આસપાસ બાપુ કથાના મૂડમાં આવી ગયા હતા અને તલ્લીન થઈને હરિહરનો ભાવાર્થ સમજાવતા હતા ત્યાં જ અચાનક તેમણે રામકથા અટકાવી હતી અને માઇક પરથી જ વ્યવસ્થાપકોને રાડ પાડીને આગળ આવવા માટે કહ્યું હતું. બન્યું એવું હતું કે કથા દરમ્યાન એક ભાવિક મહિળ્યાં બાપુના ચરણસ્પર્શ કરવા માટે છેક પાછળના ભાગથી વ્યાસપીઠ સુધી પહોંચી આવી હતી, જેને કારણે કથામાં લીન થઈ ગયેળ્યાં બાપુને ખલેલ પડી હતી. બાપુની રાડ સાંભળીને કથાસ્થળે હાજર રહેળ્યાં સ્વયંસેવકો તરત જ આગળ આવ્યા હતા અને તેમણે સ્ટેજ પરથી મહિળ્યાંને વિનંતી કરીને નીચે ઉતારી હતી. જોકે આ બધું થયું એને કારણે બાપુ ડિસ્ટર્બ થયા હતા. તેઓ એકથી દોઢ મિનિટ સુધી ફરીથી સ્ટેજ પર શાંતિથી બેસી રહ્યા હતા અને પછી કહ્યું હતું કે લિન્ક તૂટી ગઈ છે, ચાલો નવેસરથી શરૂઆત કરીએ.
આટલું કહીને બાપુએ કથાના પ્રારંભમાં જે ગવાય છે એ હરિહર-સ્તુતિનું ગાન પહેલેથી કરાવીને કથા નવેસરથી શરૂ કરી હતી.
ગઈ કાલે રવિવાર હોવાથી મોરારીબાપુની રામકથામાં ૫૦,૦૦૦થી વધુ લોકો આવ્યા હતા. મોરારીબાપુએ કહ્યું હતું કે કથા સાંભળવા અહીં આવો કે ઘરે બેસીને ટીવી પર કથા સાંભળી લો. વાંધો નહીં, પણ મારા બાપ, આ કથાનો સાર મનમાં ઉતારજો.
કરવી છે જપાનમાં કથા
મોરારીબાપુએ ગઈ કાલે ચાલતી કથાએ કહ્યું હતું કે તેમને જપાનમાં કથા કરવાની ઇચ્છા છે. જપાનમાં આવેલી સુનામીમાં જીવ ગુમાવનારા લોકોની યાદમાં કથા કરવાની ઇચ્છા વ્યક્ત કરતાં મોરારીબાપુએ આ અગાઉ જપાનના નાગાસાકી અને હિરોશિમામાં પણ કથા કરવાની ઇચ્છા વ્યક્ત ક    
               
૨૦/૦૪/૨૦૧૨ (શુક્રવાર)


  • પરમાત્માને પ્રગટાવે તે પ્રેમ: મોરારિબાપુ


               
                 
માનસ હરિહર રામકથાના સાતમાં દિવસે આજે પૂ.મોરારિબાપુએ રામાયણમાં હરિ અને હરના જ અર્થેા રામાયણમાં આપ્યા છે તેનો અર્થ વિસ્તાર કર્યેા હતો. હરિ નામ અર્થ સમજાવતાં બાપુએ કૃષ્ણનો મહિમા ગાયો હતો અને કહ્યું કે મને કોઈએ પૂછયુ કે તમેન કૃષ્ણનું કયુ રૂપ ગમે ત્યારે મે કહ્યું કે જે કૃષ્ણ પગના અંગુઠાને મોઢામા લે છે તે સ્વરૂપ મને ગમે છે અને આ ચિત્ર પ્રતિક છે કે જેને કૃષ્ણ છે, જેને નીચે ગણવામાં આવે છે તેને મુખ સુધી ઉપર સુધી લાવા.
અઢારે વરણના વિકારોને ઓગાળી સામાજક એકરસતા સ્થાપવાના સંકેત સાથે શરૂ થયેલી કથામાં બાપુએ જણાવ્યું કે હરિહર કથા જોડનારી કથા છે અને રામાયણમા હરિ અને હરના અર્થ આપ્યા છે. તુલસીદાસજીએ આ અર્થ આપ્યા છે જે આજેય પ્રસ્તુત છે.
હરિ એટલે વિષ્ણુ અને હરિ કે વિષ્ણુ એટલે કોઈ એક ધર્મનુ પ્રધાન તત્વ નહીં વિષ્ણુ વ્યાપક છે વિશાળ છે અને તેનું વર્ણન કેવુ છે ? હરિ એટલે જેનો વર્ણ નીલ કમલ જેવો છે. કાળા નહીં નીલકમલ પરંતુ બન્નેનું મિશ્રતા એટલે કે મધ્યમ માર્ગ નિલકમલરૂપ છે. વિષ્ણુ અને કમળ અસંગનું પ્રતિક છે. તે કાદમાં જન્મે છે પાણીમાં રહે છે છતાં વિકસે છે. આ સંદેર્ભ બાપુએ કહ્યું કે માનવી કયા જન્મે કયા વસે તે મહત્વનું નથી કયાય પણ જન્મનાર વિકસી શકે તેણે વિકસવું જોઈએ.
કથામાં આજે બાપુએ બુદ્રમ શરણં ગચ્છામી, મહાવીર સ્વામી અંતર્યામી, શ્રીકૃષ્ણ શરણંમ, વાહેગુરૂ વાહેગુરૂ, મૌલાઅલી મૌલાઅલી, હરિ હરિની ધૂન બોલાવી હતી અને રેસકોર્સના મેદાનમાં તેમણે વિશાળ ગુરૂદ્રારા જેવું દ્રશ્ય ઉભું થયું હતું.
ભાનુશાળી (હાલારીકચ્છી), લોધા અને રાજપૂત સમાજની વંદના
૧૮ વર્ષની સમરસતાને એક કરવા ચાલી રહેલી માનસ હરિહર રામકથાના સાતમાં દિવસે પણ નિત્યક્રમની પ્રણાણી પ્રમાણે વિવિધ જ્ઞાતિઓની વંદના કરવામાં આવી હતી. આજના દિવસ સહિત કથામાં ૪૯, જેટલી જ્ઞાતિની વંદના કરવામાં આવી છે.
આજે હાલારી ભાનુશાળી સમાજવતી રાજુભાઈ નંદા, ભાનુશાળી કચ્છી, સમાજવતી, નલીનચદ્રં ભાનુશાળી, લોધા સમાજ વતી ગાંડાલાલ જરીયા, રાજપૂત સમાજ વતી કનુભાઈ ખંઢેરીયાએ પૂ.બાપુના હસ્તે જ્ઞાતિવંદના પત્રનો સ્વીકાર કર્યેા હતો.
જયાં બોધ છે ત્યાં વિરોધ નથી: કુમારપાળ દેસાઈ
'માનસ હરિહર' રામકથામાં પ્રતિદિનથી વ્યાખ્યાન શ્રેણીમાં આજે જાણીતા વકતાલેખક જૈન ધર્મ મર્મજ્ઞ ડો.કુમારપાળ દેસાઈએ જૈન ધર્મ અને સર્વ સમભાવ સંદર્ભે પોતાના વિચારો કરતાં જણાવ્યું હતું કે, જૈન કોણ ? આજથી ૨૬૦૦ વર્ષ પહેલા મહાવીર સ્વામીએ ખુબ ઓછા શબ્દોમાં કહ્યું હતુંકે, 'જેનું ચિત શુધ્ધ છે તે જૈન' બાકી અ જૈન !જૈન ધર્મ સિધ્ધિનો નહીં સાધનાનો ધર્મ છે સ્નેહનો ધર્મ છે. મોરારિબાપુ દ્રારા ભકિત, જ્ઞાન, શ્રધ્ધાના દીપકથી માણસની માણસ સૃષ્ટ્રીમાં સત્ય, પ્રેમ,કણાની ભાવના, રામચરીત, માનસ દ્રારા પ્રગટી રહી છે ત્યારે સર્વધર્મ સમભાવ એ તો દેશની માટીની સુગધં છે. જૈનાચાર્ય આનંદધનજી કહે છે તેમ પોતાની જાતના સ્મણ કરે તે રામ બીજા પર દયા કરે તે રહેમાન. આ દેશના બે મોઢ વણિકો મહાત્મા ગાંધી અને કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રાચાર્યએ સર્વધર્મ સમભાવ જ નહીં પણ સર્વજીવ સમભાવની હિમાયત કરી છે. શિકાગોમાં ભરાયેલી સર્વધર્મ પરિષદમાં વિવેકાનદં ઉપરાંત મહત્પવાના જૈન યુવાન વિરચદં ગાંધીએ પણ આ દિશાનું દર્શન આપ્યું છે. જયા બોધ છે ત્યાં વિરોધ નથી અને ક્રાન્તીવાદની એક સારી વિચારધારામા પણ કહેવાયું છે કે સામેની વ્યકિતના સત્યનું દર્શન સ્વીકારાવું તે અને કાન્તવાદ છે. કથા પ્રારંભે આજે ભાનુશાળી, લોધા, રાજપૂત અને કચ્છી ભાનુશાળી જ્ઞાતિઓનાં પ્રતિનિધિઓનું બાપુ દ્રારા સન્માન થયું હતું. બાપુએ આજના અતિથી ડો.કુમારપાળ દેસાઈનું તથા રામકથા આયોજન સમિતિ વતી ડો.નિરંજન રાયગુરૂએ સ્વાગત સન્માન કયુ હતું. આ સમગ્ર ઉપક્રમનું સંકલન સંચાલન કવિ હરિશચદ્રં જોષીએ કયુ હતું




  • નિખાલસતા માણસને ઇશ્વરની વધુ નજીક પહોંચાડે છે



નિખાલસતા માણસને ઇશ્વરની વધુ નજીક પહોંચાડે છે

૨૦ એપ્રિલ, ૨૦૧૨

રામ-લક્ષ્મણની જનકપુરીમાં નગરચર્યાનું વર્ણન સાથે આગળ વધી હરિહર કથા

રામ અને ભાઇઓના નામકરણ બાદ વિશ્વામિત્ર ઋષિ રામ અને લક્ષ્મણને યજ્ઞમાં આવતાં વિઘ્નો દૂર કરવા,અસૂરોનો નાશ કરવા લઇ જાય છે,વિશ્વામિત્ર જ્યારે દશરથ પાસે રામની માગણી કરે છે કે મને તમારો પુત્ર અનુજ સાથે આપો ત્યારે દશરથ રાજા કહે છે કે બે અક્ષરવાળા તમામ શબ્દો,ભૂમિ,ધેનુ,અરે મારા પ્રાણ લઇ લો પરંતુ રામ ન માગો ત્યારે આચાર્યો તેમને કહે છે કે રામ ફકત રઘુકુળના નથી તેઓ વિશ્વ કલ્યાણ માટે અવતર્યા છે.

અને રામ-લક્ષ્મણ જનકપુરી જાય છે જ્યાં તેમને નગરજનો જૂએ છે,સિતાજી પણ જૂએ છે આ ક્રમ આજે કથામાં આગળ ચાલ્યો હતો અને રામની નગરચર્યાના સંદર્ભ આપી બાપુએ કહ્યું કે નિખાલસ વ્યક્તિ ઇશ્વરની વધારે નજીક જઇ શકે છે!

કઇ રીતે ઇશ્વરની નજીક જવાય?

રામ જનકરાજાના નગરમાં ફરતા હતા ત્યારે પ્રૌઢો એટલે કે જ્ઞાની પુરૂષો તેમને દૂરથી જોઇ રહ્યા,તેમનો અનુભવ કર્યો,જેને ભક્તિનું પ્રતીક ગણાય તેવી સ્ત્રીઓએ તેઓનો પરિચય મેળવ્યો અને યુવાનો તેમનો હાથ પકડી પકડીને નગર બતાવવા લાગ્યા. તેનો તત્વાર્થ એ છે કે જ્ઞાનથી ઇશ્વર અનુભવાય,ભક્તિ થકી તેનો પરિચય થાય અને નિર્દોષતા,નિખાલસતાથી તે બ્રહ્મસ્વરૂપને પામી શકાય.

કથાના ચાર પ્રકાર, મારી કથા પાંચમી

બાપુએ કહ્યું કે દાનવૃત્તિ, વિવેકવૃત્તિ, કાગવૃત્તિ, અને દીનવૃત્તિ એમ ચાર પ્રકારે કથા થાય. પરંતુ હું કરું છું તે ભિક્ષાવૃત્તિથી કથા કરું છું. જ્યાંથી સારો વિચાર મળે, કવિતા, શાયરી, લખાણ મળે, કોઇ ભજન-પદ કે કાંઇ પણ જ્ઞાનના નામે જે મળે તે હું લઇ લઉં છું મારી વ્યાસપીઠ જ્ઞાનની માધુકરી છે બાપ!!

ચરણનો મહિમા અનેરો છે

ઇશ્વરના ચરણમાં પ્રભુત્વ,દીનબંધુત્વ,હરિત્વ,કૃપાલુત્વ છે. કોઇ પણ ચરણને સમર્થ માનજો. આપણે ભાઇ શબ્દે અટકી જઇએ છીએ પરંતુ તે મર્યાદિત શબ્દ છે.બંધુત્વ મહત્વનું છે.બંધુ એટલે જે ઉત્સવમાં, દુ:ખમાં રાજદ્વારે કે સ્મશાને ક્યાંય પણ આપણી સાથે રહે તે બંધુ છે. તેમ મોરારિબાપુએ કહ્યું હતું.

સુખદ સ્થિતિ સુલભ બને તે માટે હરહિર કથા

બાપુએ જણાવ્યું કે કોઇ પણ માણસ સુખની ઝંખના કરતો હોય છે અને જીવનમાં સુખદ સ્થિતિ જો સુલભ બને એટલે કે સરળતાથી પ્રાપ્તથાય તો તો કેવું સારું? તુલસીદાસજી કહે છે કે સુખદ સ્થિતિ સુલભ બને તે માટે હરિહર કથાનું શ્રવણ જરૂરી છે.


Courtesy: divyabhaskar.com

  • નિખાલસતા માણસને ઇશ્વરની વધુ નજીક પહોંચાડે છે

Source: Bhaskar News, Rajkot   |   Last Updated 3:53 AM [IST](20/04/2012)





રામ-લક્ષ્મણની જનકપુરીમાં નગરચર્યાનું વર્ણન સાથે આગળ વધી હરિહર કથા

રામ અને ભાઇઓના નામકરણ બાદ વિશ્વામિત્ર ઋષિ રામ અને લક્ષ્મણને યજ્ઞમાં આવતાં વિઘ્નો દૂર કરવા,અસૂરોનો નાશ કરવા લઇ જાય છે,વિશ્વામિત્ર જ્યારે દશરથ પાસે રામની માગણી કરે છે કે મને તમારો પુત્ર અનુજ સાથે આપો ત્યારે દશરથ રાજા કહે છે કે બે અક્ષરવાળા તમામ શબ્દો,ભૂમિ,ધેનુ,અરે મારા પ્રાણ લઇ લો પરંતુ રામ ન માગો ત્યારે આચાર્યો તેમને કહે છે કે રામ ફકત રઘુકુળના નથી તેઓ વિશ્વ કલ્યાણ માટે અવતર્યા છે.

અને રામ-લક્ષ્મણ જનકપુરી જાય છે જ્યાં તેમને નગરજનો જૂએ છે,સિતાજી પણ જૂએ છે આ ક્રમ આજે કથામાં આગળ ચાલ્યો હતો અને રામની નગરચર્યાના સંદર્ભ આપી બાપુએ કહ્યું કે નિખાલસ વ્યક્તિ ઇશ્વરની વધારે નજીક જઇ શકે છે!

કઇ રીતે ઇશ્વરની નજીક જવાય?

રામ જનકરાજાના નગરમાં ફરતા હતા ત્યારે પ્રૌઢો એટલે કે જ્ઞાની પુરૂષો તેમને દૂરથી જોઇ રહ્યા,તેમનો અનુભવ કર્યો,જેને ભક્તિનું પ્રતીક ગણાય તેવી સ્ત્રીઓએ તેઓનો પરિચય મેળવ્યો અને યુવાનો તેમનો હાથ પકડી પકડીને નગર બતાવવા લાગ્યા. તેનો તત્વાર્થ એ છે કે જ્ઞાનથી ઇશ્વર અનુભવાય,ભક્તિ થકી તેનો પરિચય થાય અને નિર્દોષતા,નિખાલસતાથી તે બ્રહ્મસ્વરૂપને પામી શકાય.

કથાના ચાર પ્રકાર, મારી કથા પાંચમી

બાપુએ કહ્યું કે દાનવૃત્તિ, વિવેકવૃત્તિ, કાગવૃત્તિ, અને દીનવૃત્તિ એમ ચાર પ્રકારે કથા થાય. પરંતુ હું કરું છું તે ભિક્ષાવૃત્તિથી કથા કરું છું. જ્યાંથી સારો વિચાર મળે, કવિતા, શાયરી, લખાણ મળે, કોઇ ભજન-પદ કે કાંઇ પણ જ્ઞાનના નામે જે મળે તે હું લઇ લઉં છું મારી વ્યાસપીઠ જ્ઞાનની માધુકરી છે બાપ!!

ચરણનો મહિમા અનેરો છે

ઇશ્વરના ચરણમાં પ્રભુત્વ,દીનબંધુત્વ,હરિત્વ,કૃપાલુત્વ છે. કોઇ પણ ચરણને સમર્થ માનજો. આપણે ભાઇ શબ્દે અટકી જઇએ છીએ પરંતુ તે મર્યાદિત શબ્દ છે.બંધુત્વ મહત્વનું છે.બંધુ એટલે જે ઉત્સવમાં, દુ:ખમાં રાજદ્વારે કે સ્મશાને ક્યાંય પણ આપણી સાથે રહે તે બંધુ છે. તેમ મોરારિબાપુએ કહ્યું હતું.

સુખદ સ્થિતિ સુલભ બને તે માટે હરહિર કથા

બાપુએ જણાવ્યું કે કોઇ પણ માણસ સુખની ઝંખના કરતો હોય છે અને જીવનમાં સુખદ સ્થિતિ જો સુલભ બને એટલે કે સરળતાથી પ્રાપ્તથાય તો તો કેવું સારું? તુલસીદાસજી કહે છે કે સુખદ સ્થિતિ સુલભ બને તે માટે હરિહર કથાનું શ્રવણ જરૂરી છે.


  • વાંચો પ્રેમ અને જન્મ અંગે શું કહે છે મોરારિ બાપુ

Source: Bhaskar News, Rajkot   |   Last Updated 2:05 AM [IST](21/04/2012)


કોઇ પણ નિષ્ફળતાથી હતાશ થઇ આત્મહત્યા ન કરવા મોરારિબાપુનો અનુરોધ

માનસ હરિહર રામકથાની વ્યાસપીઠે આજે સાઇકોલોજિકલ કાઉન્સિલરની ભૂમિકા ભજવી હતી. મોરારિબાપુએ કથા દરમિયાન પ્રેમનો સંદર્ભ આવતાં જ તરત જ કહ્યું હતું કે સાચો પ્રેમ ક્યારેય નિષ્ફળ જતો નથી.પરીક્ષા કે પ્રેમમાં હતાશા સાંપડે તો પણ આત્મહત્યા જેવો માર્ગ ન અપનાવાય. પ્રેમ ક્યારેય મારે નહીં,તે તો જીવતાં શિખવે. માતાપિતાઓએ પણ તેના સંતાનો પર કારકિર્દી માટે દુરાગ્રહ કે દબાણ ન કરવાં જોઇએ,કથા દરમિયાન બાપુએ હર અને હરિનાં લક્ષણો વર્ણવીને રામ-સિતાના વિવાહનું વર્ણન કર્યું હતું.

આપણે ડિપ્રેસ થવા નહીં, ફ્રેશ થવા જન્મ્યા છીએ

વિશ્ણુનાં લક્ષણ વર્ણવતા બાપુએ કહ્યું કે જેના નેત્રો તાજાં છે,લાલ છે લાલ એટલે પ્રેમથી ભરેલાં છે તે નેત્રો વાળા દેવ હરિ છે.એ સંદર્ભ લઇને બાપુએ જણાવ્યું કે પ્રેમમાં નિષ્ફળ જવાની વાત ઘણા લોકો કરે છે પરંતુ ખરો પ્રેમ ક્યારેય નિષ્ફળ જતો નથી. શા માટે યુવાનોએ ડિપ્રેસ થવું જોઇએ? આપણે ડિપ્રેસ થવા થોડાં જનમ્યા છીએ?આપણે તો ફ્રેશ થવા જનમ્યા છીએ. એક ન થઇ શકે એટલે આપઘાત કરે તે યોગ્ય નથી. પ્રેમ હંમેશા માણસને ઘડે,તેને ઢીલો ન પાડે.

હરિ એટલે શું હર એટલે શું?

રામાયણમાં જે વ્યાખ્યા છે તે અનુસાર હરિ એટલે એ જે નીલકમળ જેવા છે,શ્યામ એટલે કાળા નહીં પરંતુ નીલ-નહીં શ્યામ નહીં શ્વેત એવા હરિ એટલે કે વિશ્ણુ છે. તે મધ્યમ માર્ગ છે.અને વિશ્ણુ એ કોઇ એક ધર્મનું પ્રતીક નથી.વિશ્ણુ એટલે વ્યાપક,વિસ્તાર પામેલું. નીલકમલ એવું વર્ણન છે તેનો અર્થ છે કમળ એટલે કે અસંગ,કમળ કીચડમાં ખીલી પાણીમાં વસે છે તેમ છતાં વિકસે છે. માણસ પણ ક્યાં જન્મે,ક્યાં વસે તે નહત્વનું નથી તે વિકસે તે અગત્યનું છે.અને હર એટલે શરદપૂનમના ચંદ્ર જેવું પૂર્ણ વિકસિત ઉજજવળ અને સતત ગતિશીલ.

અને રામ-સીતા એક થયા

બાપુએ રામાયણનો દોર આગળ લઇ જતાં જણાવ્યું કે મિથિલામાં રામ લક્ષ્મણે વિહાર કર્યા બાદ જનકની સભામાં આવ્યા અને ત્યાં સીતાનો સ્વયંવર રચાયો હોય છે. મહાયોદ્ધા ગણાતા રાજાઓ આવ્યા હતા. પરંતુ શિવનું એ ધનુષ્ય કોઇ તોડી ન શક્યું. અંતે રઘૂકુળના યુવરાજ રામે બરાબર મધ્યમાં ધનુષ્ય તોડ્યું એ સીતાએ તેમના ગળામાં વરમાળા પહેરાવી બ્રહ્ન અને ભક્તિ એક થઇ ગયાં.

મધ્યમાં તોડ્યું ધનુષ્ય

રામે ધનુષ્ય તોડ્યું,ત્રિભુવનભેદી ટંકાર થયો આ ધનુષ્ય મધ્યમાં તૂટ્યું કેવી રીતે?સવારે નહીં અને સાંજે નહીં,બપોરે તૂટ્યું. સ્વર્ગ કે પાતાળમાં નહીં પૃથ્વી પર તૂટ્યું,દેવ કે દાનવે નહીં માનવે તોડ્યું, અયોધ્યા કે લંકામાં નહીં મિથિલામાં તોડ્યું અને માણસનો અહંકાર પણ વૃધ્ધાવસ્થામાં નહીં યુવાનીમાં તૂટી જાય તે યોગ્ય છે.

રામકથામાં ઘોળાયો શ્યામ રંગ

ભગવાન વિષ્ણુની વાત કરતા - કરતા બાપુએ કહ્યું કે, કૃષ્ણ પોતાના પગનો અંગૂઠો મોઢામા લઇને સૂતા હોય તે ચિત્ર મને બહુ ગમે છે અને આ સંકેત છે કે જેને તિળયે, ચરણે મૂકી દીધા હોય એટલે કે જે લોકો તિરસ્કૃત હોય તેને હવે માથા સુધી લાવવાનો સમય પાકી ગયો છે. મોરારિબાપુએ કૃષ્ણની વાત કરતા - કરતા જ હરિન્દ્ર દવેની રચના માધવ ક્યાંય નથીનું ગાન પણ કર્યું હતું. રામની કથામાં કૃષ્ણનો રંગ છવાઇ ગયો હતો.

માતૃભાષાને ભૂલતા નહીં

બાપુએ કહ્યું કે બાળકોને ઇંગ્લીશ મીડિયમમાં ભણાવવામાં કંઇ જ વાંધો નથી. કોઇપણ ભાષા આદરણીય છે પરંતુ માતૃભાષાનો મહિમા ભૂલાવો ન જોઇએ. આપણા મૂળ તેમાં પડેલા છે. વ્યવહાર જગતમાં અંગ્રેજી બરાબર છે પરંતુ અંદરોઅંદર ગુજરાતીમાં વાત કરવી જોઇએ.


  • તપ,ત્યાગ અને તર્પણ હોય તો સેવા થાય

Source: Bhaskar News, Rajkot   |   Last Updated 2:15 AM [IST](22/04/2012)



વિવિધ ક્ષેત્રમાં સક્રિય સૌરાષ્ટ્રના ૧૧ વ્યક્તિનું સન્માન કરતા મોરારિબાપુ

રાજકોટમાં ચાલી રહેલી રામકથા અંતર્ગત રોજ સાંજે યોજાતા કાર્યક્રમોમાં આજે સૌરાષ્ટ્રના વિવિધ ક્ષેત્રોમાં પોતાના જીવનના અમૂલ્ય વર્ષો આપનાર ૧૧ વ્યક્તિવિશેષની વંદના મોરારબિાપુએ કરી હતી. તમામને સન્માનપત્ર,શાલ અને આર્થિક રાશિ અર્પણ કરાઇ હતી.આ અવસરે બાપુએ કહ્યું હતું કે તપ ત્યાગ અને તર્પણની ભાવના હોય તો સેવા થઇ શકે.

શનિવારે સાંજે બાપુએ પ્રતાપભાઇ શાહ(પત્રકારત્વ)રામજી વાણિયા(નાટક)અનામિક શાહ(વિજ્ઞાન સંશોધન)પિયૂબેન સરખેલ(શાસ્ત્રીયસંગીત)વીરજીભાઇ બાલા(પર્યાવરણ)રમણિક પરમાર(સમાજસેવા)કમલેશ ગઢવી(લોકસાહિત્ય)ભૂપતભાઇ લાડવા(ચિત્રકળા)હરકાન્ત મહેતા(શિક્ષણ),ભાવનાબેન પારેખ(રમતગમત) બાબુભાઇ કાબરિયા(કૃષિ)ને બાપુએ સન્માનપત્ર અર્પણ કર્યા હતાં.
બાપુએ જણાવ્યું કે આ તમામ લોકો પોતાના ક્ષેત્રમાં સેવારત છે અને સેવા કરનારને મેવા મળે તે વાત ખોટી છે.સેવા ત્રણ બાબતોથી સહાયથી થાય,તપ,ત્યાગ અને તર્પણ.તપ કરનારાઓ ક્યારેક ઉગ્ર હોય છે,ત્યાગ કરનારાઓમાં ક્યારેક અહંકાર આવે છે પરંતુ જે લોકો એમ માને કે પોતાના પૂર્વસુરિઓને અંજલી આપવા આ ક્ષેત્રે તેઓ કાર્યરત છે તેઓ સેવા સારી રીતે કરી શકે છે.

કાર્યક્રમના અંતે બાપુએ સૌને અપીલ કરી હતી કે આ સૌના સન્માનમાં આપણે ઊભા થઇને તેમને બિરદાવવા જોઇએ.સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી પ્રતાપભાઇ શાહ નાદુરસ્ત તબિયતને લીધે ઉપસ્થિત ન રહેતાં તેમના વતી સન્માન દિવ્ય ભાસ્કરના એક્ઝિકયુટિવ એડિટર કાના બાંટવાએ સ્વીકાર્યું હતું.

  • એકબીજા પ્રત્યે સખાભાવ રાખવો ૨૧મી સદીનો મંત્ર છે

Source: Bhaskar News, Rajkot   |   Last Updated 2:57 AM [IST](22/04/2012)


સેવક,સ્વામી અને સખાના પ્રકારો વર્ણવી અયોધ્યાકાંડનું સમાપન,આજે કથાનો છેલ્લો દિવસ

રામાયણના અયોધ્યાકાંડનું ભાવવાહી વર્ણન કથાના આઠમા દિવસે આજે મોરારિબાપુએ કર્યું હતું. સીતા સ્વયંવર પછી કથાનો ક્રમ આગળ વધારતાં આજે બાપૂએ કૈકયીની જિદ,મંથરાની ચઢામણીથી દશરથ પાસે તે અગાઉ આપેલાં બે વચન પૂર્ણ કરવાં માંગણી કરે છે તેનું વર્ણન કર્યું હતું.હરહિરની કથાનો સંદર્ભ લઇ તેમણે વિશ્ણુ અને શિવ વચ્ચે જે સંબંધો છે તેમાં એક સંબંધ સખ્ય,મિત્રતાનો પણ છે તેમ કહી જણાવ્યું કે સખ્ય,સખાભાવ ૨૧મી સદીની જરૂર છે.મંત્ર છે.

સખા,સેવક અને સ્વામી કેવા હોય?

બાપુએ કહ્યું કે શિવ રામના સેવક છે,તેમના સખા પણ છે અને સ્વામી પણ છે.તેવી જ રીતે રામ પણ શિવના સેવક,સખા અને સ્વામિ છે.આ ત્રણેય રજોગુણી,તમોગુણી અને સતોગુણી હોય.સતોગુણી સેવક ક્યારેય સેવાનો અહંકાર ન રાખે,સતોગુણી સ્વામી ક્યારેય દાસ કે ચેલાનું શોષણ ન કરે અને સતોગુણી મિત્ર ક્યારેય સાથ ન છોડે,જરૂર પડ્યું ઉભો રહે બાકી પાછળ રહે.

મધ્યમમાર્ગ સખાપણું જ શ્રેષ્ઠ

કથામાં સતત મધ્યમમાર્ગની વાત થઇ છે,બાપુએ કહ્યું કે આપણે પણ અહીં સ્વામીપણું અને સેવક પણું કાઢી નાખીએ તો? કોઇ કોઇનો સેવક નહીં,કોઇ કોઇના સ્વામી નહીં બધા બધાના મિત્ર,સખા. સખ્યભાવ ૨૧મી સદીનો મંત્ર છે.સમયની તે માંગ છે.આપણે એક એવો સમાજ રચીએ જ્યાં સૌ કોઇ એકમેકના મિત્ર હોય.

સમજ નહીં આતા મૈં ક્યા પેશ કરું?’

આઠ દિવસ દરમિયાન બાપુએ બશીર બદ્ર,જિગર મુરાદાબાદી સહિતના અનેક શાયરોની રચનાનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ આજે તેઓ સાહિર લુધિયાનવીની ગઝલ બાપુએ બયાં કરી હતી,‘અપના દિલ પેશ કરું,અપની વફા પેશ કરું, સમજ નહીં આતા,મૈં ક્યા પેશ કરું,તેરે મિલનકી ખુશીમેં કોઇ નગમા છેડું, યા તેરે દર્દે જુદાઇ કા ગિલા પેશ કરું, મેરે ખ્વાબોં મેં ભી તુ,ખયાલોંમેં ભી તુ, કૌન સી ચીજ તુજે તુજસે જુદા કરકે પેશ કરું


  • મોરારિબાપુની માનસ હરિહર રામકથાનું સમાપન

Source: Bhaskar News, Rajkot   |   Last Updated 1:36 AM [IST](23/04/2012)


હજારો લોકોએ છેલ્લા દિવસે કથા સાંભળી : અંતિમ દિવસે વ્યાસપીઠ પર રાષ્ટ્રધ્વજ લહેરાવાયો

રાજકોટના આંગણે તા.૧૪ એપ્રિલથી શરૂ થયેલી મોરારિબાપુની માનસ હરિહરરામકથાનુંઆજે અત્યંત ભાવવાહી અને દિવ્ય વાતાવરણમાં સમાપન થયું હતું. બાપુએ વ્યાસપીઠ પરથી રાષ્ટ્રધ્વજ લહેરાવી દેશને કોમીએકતા અને ભાઇચારાનો સંદેશ આપ્યો સાથે જ રામાયણની કથાના ક્રમ દરમિયાન એક ચોટદાર વાત એ કરી કે સત્ય ક્યારેય સત્તા પાસે જતું નથી,જરૂર પડે ત્યારે સત્તાએ સત પાસે આવવું પડે છે. હજારો લોકોની મેદની આજે છેલ્લા દિવસે રેસકોર્સ મેદાનમાં એકઠી થઇ હતી.બાપુએ સૌને ફરી ફરીને એ જ અનુરોધ કર્યો હતો કે સમરસત્તાની આ ચેતના એળે ન જવી જોઇએ. હજારો લોકોએ આ કથાને ભાવપૂર્વક માણી હતી.

શબરીમાં નવેય ભક્તિ હતી

બાપુએ રામાયણના અરણ્યકાંડ,લંકાકાંડ,સુદરકાંડ,કિશ્કિંધા કાંડ સહિતના કાંડના મહત્વના પ્રસંગોનું સંક્ષિપ્ત વર્ણન કર્યું હતું. અહલ્યા ઉધ્ધારની કથા તેમણે કહી સાથે જ શબરીની વાત પણ કરી અને કહ્યું કે શબરીમાં નવેય પ્રકારની ભક્તિ હતી.અને તમામ કાંડના અંતે જ્યારે રામનો રાજ્યાભિષેક થાય છે ત્યારે તેમના માટે દિવ્ય સિંહાસન મગાવાય છે.તેઓ પરંપરાગત ગાદી પર બેસતા નથી.આ રામાયણનો સંદેશ છે કે સત્ય ક્યારેય સત્તા પાસે ન જાય,જરૂર પડ્યે સત્તા સત્ય પાસે આવે છે.

મિલે સૂર મેરા તુમ્હારા અને રાષ્ટ્રધ્વજ

બાપુએ કહ્યું કે આ અઢારેય વરણની કથા હતી અને સૌ કોઇ તેમાં સહભાગી હતા એટલું કહી તેમણે કથામાં ઉપસ્થિત શ્રી ભારતીબાપુ, અન્ય સંતગણ, ગાયકો, કલાકારો, વાધ્યકારો, પત્રકારો, રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ તમામને મંચ પર બોલાવ્યા હતા અને પછી મિલે સૂર મેરા તુમ્હારાની ધૂન છેડી હતી. બાપુના આ સૂરમાં ઓસમાણ મીર, બિહારીદાન ગઢવી, ભારતીબેન વ્યાસે સૂર પૂરાવ્યો હતો. અને ત્યારે મોરારિબાપુએ વ્યાસપીઠ પરથી ત્રિરંગો ધ્વજ લહેરાવ્યો હતો.

દલિત કન્યાએ ઉપાડી પોથી

કથા બાદ પોથી યજમાન પરિવારના સભ્યો ઉપાડતા હોય છે પરંતુ આ કથા તો અઢારેય વર્ણની હતી તેથી કોઇ પરિવારના મોભી કે વડીલના બદલે દલિત કન્યાને વ્યાસપીઠ પર બોલાવી તેના માથે રામાયણની પોથી મોરારિબાપુએ પોતે મૂકી હતી એ તે કન્યા જ પછી પોથી વ્યાસપીઠ પરથી નીચે લઇ ગઇ હતી.