Translate

Search This Blog

Wednesday, May 18, 2011

કથા - પૂજ્ય રમેશભાઈ ઓઝા

પૂજ્ય રમેશભાઈ ઓઝા ભાઈશ્રી ના નામે પણ જાણીતા છે.પૂજ્ય ભાઈશ્રી શ્રી મદ્ ભાગવદ્ ની કથાના પ્રવક્તા છે તેમજ ઘણી વખત શ્રી રામ ચરિત માનસની કથા પણ કહે છે.
તેઓના માર્ગ દર્શન હેઠળ પોરબંદરમાં શ્રી સાંદિપની વિધ્યાનિકેતન નામની સંસ્થા ચાલે છે. આ સંસ્થામાં વેદ અને ઉપનિષદ આધારિત સુંદર અભ્યાસક્રમો ચાલે છે. આ વિષેની વિશેષ માહિતિ તેમની વેબ સાઈટ ઉપર ઉપલબ્ધ છે. તેમની વેબ સાઈટનું નામ http://www.sandipani.org છે.તેમની વેબ સાઈટ ઉપર આપણું ઈમેઈલ સરનામુ રજીસ્ટર કરાવવાથી તેમનો સંદેશ તેમજ વિક્લી સૂત્રની માહિતિ મળે છે. આમ આપણને જીવનમાં ઉપ્યોગી સુંદર સૂત્રો તેમજ સંદેશ મળે છે.
તેમની કથાના શ્રવણ દરમ્યાન મારી સમજમાં આવેલા વિચારો, સૂત્રો તેમજ અન્ય માહિતિ અહી પ્રસ્તુત કરતાં આનંદ અનુભવું છું.

હનુમાન જયંતિ નિમિત્તે ફિરિજાબાદમાં એપ્રિલ ૨૦૦૮માં યોજાયેલ રામ કથા દરમ્યાન પૂજ્ય ભાઈશ્રીએ રજુ કરેલું એક ઉદાહરણ અત્રે પ્રસ્તુત છે.
બે વ્યક્તિ છે અને તે બંને પાસે એક એક રુપિયો છે. હવે જો તે બંને તેમની પાસેના આ એક એક રુપિયાનું આદાન પ્રદાન કરે એટલે કે એક વ્યક્તિ તેની પાસેનો એક રુપિયો બીજી વ્યક્તિને આપે અને બીજી વ્યક્તિ તેની પાસેનો એક રુપિયો પહેલી વ્યક્તિને આપે તો તે પછી પણ બંને વ્યક્તિ પાસે એક એક રુપિયો તો રહે જ. બંનેની સ્થિતિમાં કોઈ જ ફેરફાર ન થાય.
હવે બીજી બે વ્યક્તિ છે અને તે બંને પાસે એક એક સદવિચાર છે તેમજ તે બંને સદવિચાર જુદા જુદા છે. હવે જો આ બંને વ્યક્તિ તેમની પાસેના આ સદવિચારનું આદાન પ્રદાન કરે તો તે પછી બંને વ્યક્તિ પાસે બે બે સદવિચારની મૂડી ભેગી થાય. બંનેના સદવિચારોમાં વૃધ્ધિ થાય. આમ ધનનું આદાન પ્રદાન કરવાથી તેમાં વૃધ્ધિ થતી નથી પણ સદવિચારોના આદાન પ્રદાનથી સદવિચારોની વૃધ્ધિ થાય છે.

પરમાત્મા સત્ ચિત આનંદ સ્વરુપ છે. તેના રામાવતારમાં સત્ ગુણની પ્રધાનતા છે, કપિલ, વ્યાસ, દત્તાત્રય વિ. અવતારમાં ચિત ગુણની પ્રધાનતા છે જ્યારે કૃષ્ણાવતારમાં આનંદ ગુણની પ્રધાનતા છે.

ભારતમાં પાંચ નાથ, ચારે દિશામાં એક એક તેમજ મધ્ય ભાગમાં એક એમ પાંચ નાથ બિરાજમાન છે. ઉત્તર દિશામાં બદરીનાથ, દક્ષિણ દિશામાં રંગનાથ, પશ્ચિમ દિશામાં દ્વારકાનાથ અને પૂર્વ દિશામાં જગન્નાથ તેમજ મધ્ય ભારતમાં શ્રીનાથજી બિરાજમાન છે.

માનવ શરીર રથ છે, જેમાં આત્મા રથી છે, બુધ્ધિ સારથિ છે, મન લગામ છે, આંખ, કાન, નાક, જીવ્હા વિ. ઈન્દ્રીયો અશ્વ છે.
નદી તેના કિનારાની મર્યાદામાં રહી વહે તો તે નદી લોકોપયોગી છે, સારી છે, આવકારદાયક છે.પણ જો તે તેના કિનારાની મર્યાદા તોડીને વહે તો તે વિનાશકારી છે, આમ મર્યાદા ન હોય તો આવકારદાયક વસ્તુ વિનાશકારી બની જાય છે.
આવી જ રીતે ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં ધર્મ અને મોક્ષ, અર્થ અને કામના કિનારા છે.તેથી જો અર્થ અને કામ તેના કિનારા ધર્મ અને મોક્ષની મર્યાદામાં રહે તો તે કલ્યાણકારી છે. પણ જો અર્થ અને કામ તેના કિનારા ધર્મ અને મોક્ષની મર્યાદા બહાર નીકળી જાય તો તે વિનાશકારી છે.
આંખનું કામ જોવાનું છે, તેણે સર્વોત્તમ રુપને, અવિનાશી રુપને જોવું જોઈએ.
જીભે હરિનામ બોલવું જોઈએ.
ત્વચાએ ઠાકોરજીના ચરણોનો સ્પર્શ કરવો જોઈએ.
નાકે તુલસી દલની સુગંધ લેવી જોઈએ.

મિથિલામાં રામ દૂલ્હા રામ છે, અયોધ્યામાં રામ રાજા રામ છે, અહી રામ સિંહાસન ઉપર બિરાજે હે; જ્યારે લંકામાં રામ તાપસ રામ છે, જ્યાં રામ તાપસ વેષમાં જાય છે.
જ્ઞાનીઓના ભગવાન નિષ્પક્ષ છે, જ્યારે ભક્તોના ભગવાન પક્ષધર છે, પક્ષપાતી છે, ભક્તોના પક્ષમાં છે.ભગવાનનો તેના ભક્તો પ્રત્યેનો પક્ષપાત એ જ તેની કૃપા છે.

આપણે આપણું લક્ષ્ય નક્કી કરી તેની પ્રાપ્તિ માટેનો સરળ તેમજ આપણે અનુકૂળ એવો રસ્તો પસંદ કરી તેના ઉપર પ્રયાણ કરવું જોઈએ. આપણા લક્ષ્યની પ્રાપ્તિના ઘણા રસ્તા હોઈ શકે પણ આપણે આપણને અનુકૂળ રસ્તો જ પકડવો જોઈએ.જો આપણે બધા જ રસ્તા ઉપર પ્રયાણ કરવા પ્રયાસ કરીશું તો લક્ષ્ય પ્રાપ્તિ નહિં થાય અને આપણે અહીં તહી ભટક્યા જ કરીશું.

***********************************

પ થી શરુ થતા આ શબ્દો – પ્યાસ, પ્રયાસ, પ્રાર્થના, પ્રતિક્ષા, પ્રસાદ, પુકાર
-મહત્વના છે.
સચ્ચિદાનંદ એટલે સત્ , ચિત, આનંદ
સત્ એટલે સત્ય કે જે અખંડ છે, અવિનાશી છે, સર્વત્ર વ્યાપ્ત છે.
ચિત એટલે ચેતન કે જે જડ નથી.
આનંદ એટલે રસમય, રસ હોય તો જ આનંદ મળે.
શિવનું વાહન નંદી છે, નંદી ધર્મનું પ્રતીક છે. ધર્મના ચાર ચરણ છે, સત્ય, તપ, દયા અને દાન. નંદી ગતિશીલ છે,અને તેનું મુખ શિવજી તરફ છે,ધર્મના ચરણની ગતિ શિવ તરફ હોય, સાચી દિશા તરફ હોય તો જ શિવ મળે, કલ્યાણ થાય. શિવ એટલે કલ્યાણ.
બ્રહ્માનું વાહન હંસ છે, હંસ વિવેકનું પ્રતીક છે, બ્રહ્મા બુધ્ધિના દેવ છે.
વિષ્ણુનું વાહન ગરુડ છે, ગરુડ વેદનું પ્રતીક છે. ગરુડ ગતિ કરે છે ત્યારે તેની પાંખોમાંથી વેદની શ્રુતિઓનું ગાન થાય છે.

નિમિષ અથવા નિમેષ એટલે ક્ષણનો ત્રીજો ભાગ
રણ્ય એટલે રણ મેદાન, લડાઈનું સ્થળ અને અરણ્ય એટલે જ્યાં લડાઈ નથી તેવું સ્થળ, જ્યાં રણ નથી તે અને તેથી જ ગ્રંથને આરણ્યક કહેવામાં આવે છે.
ભગવદ ગીતા આરણ્યક છે, ઉપનિષદોનો સાર છે.
જ્યાં મન શાન્ત થાય ત્યાં ભજન થઈ શકે અને તેને નૈમિષારણ્ય કહેવાય. નૈમિષારણ્યમાં મન શાન્ત થઈ જાય અને મનના સંકલ્પ વિકલ્પ મટી જાય તેમજ મન ભગવાનમાં લાગી જય.
મંગલાચરણ એ નૈમિષારણ્યમાં જવા માટેનું પ્રથમ પગથિયું છે, પ્રથમ સોપાન છે. તેથી જ દરેક કથામાં પ્રથમ મંગલાચરણ કરવામાં આવે છે. મંગલાચરણ એટલે મંગલ આચરણ. મંગલનો અર્થ તેના ધાતુ ઉપરથી શરુઆત એવો થાય છે. એટલે મંગલાચરણથી જે ગતિ સ્થગીત થઈ ગઈ છે ત્યાંથી શુભ તરફ ગતિશિલ થાય એવો થાય છે.
ગોમતીમાં ગો એટલે જ્ઞાન અને મતી એટલે પ્યાસ થાય છે એટલે ગોમતી એ છે જ્યાં જ્ઞાનની પ્યાસ છીપાય છે.
ગુરુ માં ગુ એટલે અંધકાર અને રુ એટલે પ્રકાશ, પ્રકાશ કરનાર થાય છે. તેથી ગુરુ એ છે જે તેના જ્ઞાનના પ્રકાશથી શિષ્યના અજ્ઞાનના અંધકારને દૂર કરે છે.
ભગવાન શિવજી ત્રિભુવન ગુરુ છે.
તુમ્હ ત્રિભુવન ગુરુ બેદ બખાના
આના જીવ પાર કર જાના.
બાલકાંડ-પાન ૧૫૮

દીપ પ્રાગટ્યથી શરુઆત એટલે જ્ઞાનના પ્રકાશથી શરુઆત.
શ્રી મદ્ ભાગવત કથા સાર છે, ભવ રોગની ઔષધી છે. ભગવાન વેદ વ્યાસ કથાને ઔષધી ગણાવે છે, તુલસીદાસ કથાને વૈદ્ય ગણાવે છે.
શ્રી મદ્ ભાગવત શ્રી કૃષ્ણનું વાગ્મય સ્વરુપ છે, સ્વયં કૃષ્ણ રુપ છે.
કથા શ્રવણનાં ચાર ફળ છે.
૧ કથા શ્રવણથી કથામાં તેમજ ભગવાનમાં જે અરુચિ છે તે મટે,સંસારની તૃષ્ણા મટે.
૨ મનુષ્યનું મન અવિલંબ શુધ્ધ થાય, વિષયોની તૃષ્ણા મટે અને તેના ફળ સ્વરુપ મન શુધ્ધ થાય.
૩ ભગવાન પ્રત્યે પ્રેમ જાગે – અનુરાગ જાગે. રસૌવેસઃ એટલે રસમય, રસ એટલે ભગવાન.
૪ સંતો સાથે દિવ્ય સંબંધ બંધાય. સંતો ભગવાનના દૂત છે.

ભગવાનના દશાવતારમાં ક્રમશઃ ઉત્ક્રાન્તિ થઈ છે.
૧ મત્સ્યાવતાર
૨ કુર્મ
૩ વરાહ
૪ નૃસિંહ
૫ વામન
૬ પરશુરામ
૭ રામ
૮ કૃષ્ણ
૯ બુધ્ધ
૧૦ કલ્કિ

સાકાર અને નિરાકારનો અર્થ સમજવા માટે રાજા અને તેની સત્તા સમજવા જેવી છે. રાજા સાકાર છે પણ તેની સત્તા જે આખા રાજ્યમાં વ્યાપ્ત છે તે નિરાકાર છે.

સૂત્ર એટલે ઓછામાં ઓછા શબ્દોમાં સત્ય દર્શાવવાની યુક્તિ.સૂત્ર એ એક સંક્ષેપ્ત છે અને તેથી તેનું સક્ષેપ્ત કરવું શક્ય નથી.
જગતનું અસ્તિત્વ જગદીશ આધારિત છે પણ જગદીશનું અસ્તિત્વ જગત આધારિત નથી.જગત સાપેક્ષ છે અને તેથી તે નાશવંત છે.જ્યારે જગદીશ નિરપેક્ષ છે તેથી તે નાશવંત નથી.જગદીશ સાગર છે, જ્યારે જગત સાગરમાંથી ઉત્પન્ન થયેલ લહેર-મોજા સમાન છે.જેમ લહેર – મોજું સાગરમાંથી ઉત્પન્ન થઈ તેમાં જ સમાઈ જાય છે તેમ જગત જગદીશમાંથી ઉત્પન્ન થઈ અંતે જગદીશમાં જ સમાઈ જાય છે.
માયા સત્યને છુપાવે છે અને અસત્યને દ્રશ્યમાન કરે છે.માયાનું આવરણ જગતને સત્ય બતાવવાનો પ્રયત્ન કરે છે, જે ખરેખર સત્ય નથી.જગત મિથ્યા છે પણ માયાના આવરણમાં તે સાચું દેખાય છે. જ્યારે જગદીશ જે સત્ય છે તેને માયા છુપાવે છે.
સંસાર દુઃખાલય છે તેથી તેમાં સુખની અપેક્ષા કેવી રીતે રખાય? સંસારમાં જે સુખ દેખાય છે તે હકીકતમાં સાચું સખ છે જ નહીં.

અર્જુન જીવ છે અને તેની યાત્રા વિષાદથી શરુ થાય છે અને પ્રસાદ સુધી પહોંચે છે.
વેદો કલ્પતરુ છે જ્યારે ભાગવત કલ્પતરુનું પરિપકવ થયેલું ફળ છે. ભાગવત તો વેદ અને ઉપનિષદોનો સાર છે, પરિપકવ ફળ છે. વેદ તત્વ એટલે ભગવાન. જેવી રીતે પોપટ-શુકના ચાંચ મારેલાં ફળ વધું મીઠા લાગે છે તેવી રીતે શુકદેવના મખેથી બોલાયેલ ભાગવત અતી મધુર લાગે છે. આવા ફળ ખાવા માટે નથી પણ પીવા માટે છે.કારણ કે આવા ફળ રસથી ભરપુર છે તેમજ તેમાં ગોટલા કે બી નથી તેમજ છોડાં પણ નથી, તેમાં ફક્ત રસ જ છે. અને તેથી જ તે પિવા માટે છે. આ રસ સર્વ રુપે ગ્રાહ્ય છે, તેમાંથી કશું જ છોડવા જેવું નથી. ભાગવત ઊંચા કલ્પતરુ ઉપર લાગેલ ફળ છે અને આ ફળ ઘની ભૂત રુપમાં છે.આ ફળના રસની પ્યાસ લાગે તો તે માટે પ્રાર્થનાની જિજ્ઞાસા પેદા થાય.પ્રાર્થના એટલે આગ્રહ પૂર્વકનો પ્રયાસ. કલ્પતરુ ઉપરના આ ફળને શુકની ચાંચ વાગતા જ તેમાં રહેલ ઘની ભૂત રુપી રસ દ્રવી ભૂત થઈ નીચે તરફ વહેવા લાગે છે અને આપણી પ્યાસ છિપાવે છે. આ રસ મુખથી ખાવા માટે નથી પણ કાન દ્વારા પીવા માટે છે.
શ્રુતીસાર એટલે ભાગવત.

કોઇ પણ પ્રશ્ન કરવા માટે વિવેક પૂર્વક વ્યવહાર કરવો જોઈએ. જિજ્ઞાસા માટે પ્રશ્ન કરવો જોઈએ, આપની જિજ્ઞાસાની પ્યાસને છિપાવવા માટે વિવેક પૂર્ણ રીતે પ્રશ્ન કરાય. પ્રથમ પ્રણામ કરી પછી પ્રશ્ન કરાય.
સનકાદિક ઋષિ સુતજીને ૬ પ્રશ્ન પૂછે છે.
૧ શાસ્ત્રનો સાર શું છે?
૨ શ્રેય – કલ્યાણ શું છે?
૩ શ્રેય – કલ્યાણ પ્રાપ્ત કરવાનું સાધન શું છે?
૪ ભગવાનના અવતારનું પ્રયોજન શું છે?
૫ ભગવાને કયા કયા અવતાર લીધા અને શું લીલા કરી?, શું ચરિત્ર કર્યું?
૬ અનવતાર દશામાં ધર્મનો નિર્ણય કેવી રીતે થાય?
શાસ્ત્રોની શરુઆત પ્રશ્નોથી થાય છે.જિજ્ઞાસુ યુક્ત પ્રશ્ન કરવાથી આધ્યાત્મ યાત્રાની શરુઆત થાય છે. પ્રશ્ન પૂછતાં પહેલાં પોતાની અજ્ઞાનતા જાહેર કરવી પડે. વક્તા પણ આવા પ્રશ્નથી રાજી થઈ શ્રોતા પ્રત્યે કૃતજ્ઞ ભાવથી આભાર વ્યક્ત કરે છે અને શ્રોતાની પ્યાસ છિપાવવા માટે પ્રયત્ન કરે છે તેમજ રાજી પણ થાય છે. કારણ કે આવા પ્રશ્નોના જવાબ આપવામાં હરિ કથા ગાવાનો અવસર મળે છે. ભગવાનની કથા અંગે પ્રશ્ન કરનાર પોતાના ઉપર, વક્તા ઉપર અને અન્ય શ્રોતઓ ઉપર ઉપકાર કરે છે. કારણ કે આવો પ્રશ્ન કરવાથી વક્તાને હરિ ગુણ ગાવાનો તેમજ પ્રશ્ન કરનારને તેમજ અન્ય શ્રોતાઓને હરિ ગુણ સાંભળવાનો અવસર મળે છે અને તે દ્વારા આ ત્રણે ય પવિત્ર થાય છે.
રામાયણમાં મુખ્યત્વ રુપે ત્રણ સંવાદ છે – શંકર અને પાર્વતિ વચ્ચે, યાજ્ઞવલ્ક અને ભારદ્વાજ ઋષિ વચ્ચે અને કાકભૂષડી અને ગરુડ વચ્ચે.
ભાગવતમાં પણ ત્રણ સંવાદ છે – સુતજી અને સનકાદિક ઋષિ વચ્ચે, શુકદેવ અને પરીક્ષિત વચ્ચે અને—- —-.
રામાયણ, ભાગવદ, ગીતા વિગેરેનો આરંભ પ્રશ્ન પૂછવાથી થાય છે. તેથી જ કહેવાય છે કે પૂછતા નર પંડીત. આખી જિંદગી વિધ્યાર્થી થઈને રહેવું.
મોહનો ક્ષય એ જ મોક્ષ.
બુધ્ધિનો સ્વભાવ તર્ક છે.
નવનિત એટલે સાર.
ભાગવત નવનિત છે કારણ કે તે સાર છે, ભાગવત શાસ્ત્રોનો સાર છે.
જે ધર્મ મનુષ્યને ભગવાન પ્રેમી બનાવે તે સાચો ધર્મ.
સદાય સુખ-શાંતિ રહે એવી સુખ – શાંતિ પ્રભુ પ્રેમમાં જ મળે.અને આ ત્યારે જ મળે જ્યારે નિત્ય સાથે નાતો બંધાય.આવા પ્રેમને જે જગાડે તે ધર્મ.જે પ્રેમના અમૃતથી સીંચે તે ધર્મ.

* * * * * *

ભગવાનને આપણે ફૂલ-સુમન- ચઢાવીએ છીએ અને પછી નમન કરીએ છીએ. ભગવાનને સુમન અને નમન બહું જ પ્રિય છે. સુમન એટલે ફૂલ તેમજ સુંદર મન. ભગવાનને આપનું સુંદર મન બહું જ પ્રિય છે. ભગવાન પાસે મન નથી. તેમનું મન રાધાજીએ ચોરી લીધું છે. અને જેની પાસે જે વસ્તું ન હોય તે તેને આપીએ તો તે બહું જ રાજી થાય. તેથી મન વિનાના ભગવાનને આપણું સુમન- સુંદર મન કે જે ફૂલ જેવું ખિલેલું છે તે અર્પણ કરવાથી ભગવાન બહું જ રાજી થાય છે. નમન એટલે નમસ્કાર તેમજ ન મન પણ થાય. આમ ભગવાનને સુમન અને નમન કરવાથી આપણું મન તેમને રાજી કરે છે અને આપણે મન વિનાના થઈએ છીએ; આપણું મન ભગવાનમાં લાગી જાય છે.

Tuesday, May 17, 2011

હનુમાન ચાલીસા

શ્રીગુરૂ ચરન સરોજ રજ નિજ મન મુકુરુ સુધારિ,
બરનઉ રઘુવર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ.

શ્રી ગુરુદેવના ચરણકમળની ધૂળથી મારા મનરૂપી દર્પણને પવિત્ર કરીને, શ્રી રઘુવીરના નિર્મળ યશનું વર્નણ કરું છું, જે ચારેય ફળ (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ) આપનારું છે.

બુધ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌ પવન કુમાર;
બલ બુધ્ધિ વિદ્યા દેહું મોહિં હરહુ કલેશ વિકાર.

હે પવનકુમાર ! હું પોતાને બુધ્ધિહીન સમજીને આપનું સ્મરણ કરું છું. આપ મને શારીરિક બળ, સદ્ બુધ્ધિ તથા જ્ઞાન પ્રદાન કરો અને મારાં સઘળાં દુઃખ દૂર કરો.

જય હનુમાન જ્ઞાન ગુણ સાગર,
જય કપીસ તિહું લોક ઉજાગર. ૧

હે હનુમાનજી ! આપનો જય થાઓ ! આપ જ્ઞાન તથા ગુણોના સાગર છો. હે ત્રણે લોકમાં પ્રકાશમાન કપીશ્વર આપનો જય હો.

રામદૂત અતુલિત બલ ધામા,

અંજનીપુત્ર પવનસુત નામા. ૨

હે પવનસુત અંજનિનંદન, આપ શ્રી રામચન્દ્રજીના દૂત છો. આપના સમાન બીજું કોઈ બળવાન નથી.

મહાવીર બિક્રમ બજરંગી,
કુમતિ નિવાર સુમતિ કે સંગી. ૩

હે મહાવીર બજરંગબલી ! આપ ખરાબ બુધ્ધિને દૂર કરનારા અને સદ્ બુધ્ધિવાળાના સાથી છો.

કંચન બરન બિરાજ સુબેસા,
કાનન કુંડલ કુંચિત કેસા. ૪

આપનું શરીર સોના જેવા રંગનું છે, સુંદર વેશ છે, કાનોમાં કુંડળ છે અને શિર પર વાંકડિયા વાળ છે.

હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજે,
કાંધે મૂંજ જનેઉ છાજે. ૫

આપના હાથમાં વજ્ર અને ધજા સુશોભિત છે અને ખભા ઉપર મુંજની યજ્ઞોપવીત છે.

સંકર સુવન કેસરીનંદન,
તેજ પ્રતાપ મહા જગ વંદન. ૬

હે હનુમાનજી ! આપ સાક્ષાત્ શિવ છો. હે કેસરીનંદન ! આપના તેજ અને પ્રતાપથી સમસ્ત સંસારમાં આપ સર્વના વંદનીય છો.

વિદ્યાવાન ગુની અતિ ચાતુર્
રામ કાજ કરિબે કો આતુર. ૭

આપ પ્રકાંડ વિદ્યાનિધાન છો, ગુણવાન અને અત્યંત ચતુર છો. શ્રી રામજીનાં કાર્યો કરવામાં આપ ઉત્સાહી રહો છો.

પ્રભુ ચરિત્ર સુની બે કો રસિયા,
રામ લખન સીતા મન બસિયા. ૮

શ્રી રામનું ચરિત્ર સાંભળવાના આપ બહું રસિયા છો. શ્રી રામજી, શ્રી સીતાજી અને શ્રી લક્ષ્મણજીના મનમાં આપ નિવાસ કરો છો.

સુક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા,
બિકટ રૂપ ધરિ લંક જલાવા. ૯

આપે આપનું ઘણું નાનું સ્વરુપ ધારણ કરીને સીતાજીને બતાવ્યું અને ભયંકર રૂપ ધારણ કરીને લંકાને બાળી.

ભીમ રૂપ ધરી અસુર સંહારે,
શ્રી રામચંદ્ર કે કાજ સંવારે. ૧૦

આપે વિકરાળ રૂપ ધારણ કરીને રાક્ષસોને માર્યા અને શ્રી રામચન્દ્રજીના કાર્યને સફળ બનાવ્યું.

લાય સજીવન લખન જિયાયે,
શ્રી રઘુવીર હરષિ ઉર લાયે. ૧૧

આપે સંજીવની બુટ્ટી લાવીને લક્ષ્મણજીને જીવાડ્યા જેથી રઘુવીરે આનંદિત થઈને આપને હ્રદય સરસા ચાંપ્યા.

રઘુપતિ કીન્હ બહુત બડાઈ,
તુમ મમ પ્રિય ભરત હિ સમ ભાઈ. ૧૨

શ્રી રામચન્દ્રજીએ આપની બહુ પ્રશંસા કરી અને કહ્યું કે તમે મારા ભરત જેવા પ્રિય ભાઈ છો.

સહસ બદન તુમ્હરો યશ ગાવૈં,
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈં. ૧૩

“હજાર મુખેથી તમારો યશ ગાવો જોઈએ” એમ કહીને શ્રી રામચન્દ્રજીએ આપને ગળે લગાડ્યા.

સનકાદિક બ્રહ્માદિ મુનીસા,
નારદ શારદ સહિત અહીસા. ૧૪

જમ કુબેર દિગ્પાલ જહાં તે,
કબિ કોબિદ કહિ સકે કહાં તે. ૧૫

શ્રી સનક, શ્રી સનાતન, શ્રી સનંદન, શ્રી સનતકુમાર આદિ મુનિ, બ્રહ્મા આદિ દેવતા, નારદજી, સરસ્વતીજી, શેષનાગજી, યમરાજ, કુબેર આદિ સર્વ દિશાઓના રક્ષક, કવિ, વિદ્વાન, પંડિત અથવા કોઈ પણ આપના યશનું સંપૂર્ણ વર્ણન કરી શકે તેમ નથી.

તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા,
રામ મિલાય રાજપદ દીન્હા. ૧૬

આપે સુગ્રીવજીનું શ્રી રામ સાથે મિલન કરાવ્યું અને ઉપકાર કર્યો, જેને કારણે તે રાજપદ પામ્યા.

તુમ્હરો મંત્ર બિભીષન માના,
લંકેશ્વર ભએ સબ જગ જાના. ૧૭

આપનો ઉપદેશ વિભીષણે માન્યો અને તેથી તે લંકાના રાજા થયા, સમસ્ત સંસાર એ જાણે છે.

જુગ સહસ્ત્ર જોજન પર ભાનૂ,
લિહ્યો તાહિ મધુર ફલ જાનૂ. ૧૮

સૂર્ય એટલો દૂર છે કે ત્યાં પહોંચવા માટે હજાર યુગનો સમય જાય, તે હજારો યોજન દૂર રહેલા સૂર્યને આપે એક મીઠું ફળ સમજીને પકડી લીધો.

પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહીં,
જલધિ લાંધિ ગયે અચરજ નાહીં. ૧૯

આપે શ્રી રામચન્દ્રજીની અંગુઠી મુખમાં રાખીને સમુદ્રને ઓળંગી ગયા તેમાં કંઈ આશ્ર્ચર્ય નથી.

દુર્ગમ કાજ જગત કે જે તે,
સુગમ અનુગ્રહ તુમ્હરે તે તે. ૨૦

સંસારમાં જેટલાં પણ કઠિનમાં કઠિન કામ છે તે આપની કૃપાથી સહેલાં થઈ જાય છે.

રામ દુલારે તુમ રખવારે,
હોત ન આજ્ઞા બિન પૈસારે. ૨૧

શ્રી રામના આપ દ્વાર રક્ષક છો. જેમાં આપની આજ્ઞા વિના કોઈને પ્રવેશ મળી શકતો નથી. ( શ્રી રામની કૃપા પ્રાપ્ત કરવા માટે આપની પ્રસન્નતા આવશ્યક છે.)

સબ સુખ લહૈ તુમ્હારી સરના,
તુમ રચ્છક કાહૂ કો ડરના. ૨૨

જે કોઈ આપને શરણે આવે છે તે બધા સુખના અધિકારી છે, જ્યાં આપ રક્ષક છો, તો પછી કોઈનો ડર રહેતો નથી.

આપન તેજ સમ્હારો આપૈ,
તીનોં લોક હાંક તેં કાંપૈ. ૨૩

આપના સિવાય આપનો વેગ કોઈ રોકી શકે તેમ નથી, આપની ગર્જનાથી ત્રણે લોક કંપી ઊઠે છે.

ભૂત પિસાચ નિકટ નહીં આવૈ,
મહાબીર જબ નામ સુનાવૈ. ૨૪

જ્યાં મહાવીર હનુમાનજીનું નામસમરણ થતું હોય ત્યાં કદીય ભૂત પિશાચ આદિ નજીક આવી શકતાં નથી.

નાસૈ રોગ હરૈ સબ પીરા,
જપત નિરંતર હનુમંત બીરા. ૨૫

વીર હનુમાનજી ! આપનો નિરંતર જપ કરવાથી બધા રોગ દૂર થાય છે અને બધાં દુઃખ – કષ્ટો નાશ પામે છે.

સંકટ તે હનુમામન છુડાવૈ,
મન કર્મ વચન ધ્યાન જો લાવૈ. ૨૬

હે હનુમાનજી ! મનથી, વચનથી અને કર્મથી જેનું ધ્યાન આપનામાં રહે છે, તેને બધાં સંકટોમાંથી આપ છોડાવો છો.

સબ પર રામ તપસ્વી રાજા,
તિન કે કાજ સકલ તુમ સાજા. ૨૭

તપસ્વી એવા રાજવી શ્રી રામ સૌથી શ્રેષ્ઠ છે, તેમનાં બધાં કાર્ય તમે સહજમાં કરી દીધાં.

ઔર મનોરથ જો કોઈ લાવૈ,
સોઈ અમિત જીવન ફલ પાવૈ. ૨૮

જેના ઉપર આપની કૃપા હોય તેની કોઈ પણ અભિલાષા પૂર્ણ થાય છે. તેનું ફળ તેને મળે છે. તેને અસીમ જીવનફળ -મુક્તિ મળે છે.

ચારોં જુગ પરતાપ તુમ્હારા,
હૈ પરસિધ્ધ જગત ઉજિયારા. ૨૯

ચારે યુગો ( સત્ , દ્વાપર, ત્રેતા અને કલિ)માં આપનો પ્રતાપ ફેલાયેલ છે. આપના કીર્તિ – પ્રકાશ જગતને ઉજ્જ્વળ બનાવે છે.

સાધુ સંત કે તુમ રખવારે,
અસુર નિકંદન રામ દુલારે. ૩૦

હે હનુમાનજી ! આપ સાધુ – સંતના રક્ષક છો તથા દુષ્ટોને દંડ દેનાર છો. આપ શ્રી રામના અત્યંત લાડીલા પ્રિય પાત્ર છો.

અષ્ટ સિધ્ધિ નૌ નિધિ કે દાતા,
અસ બર દીન જાનકી માતા. ૩૧

આપને માતા જાનકીએ એવું વરદાન આપેલું છે કે આઠ સિધ્ધિ અને નવ નિધિ (સંપત્તિ) આપ જેને ઈચ્છો તેને આપી શકો છો.

રામ રસાયન તુમ્હરે પાસા,
સદા રહો રઘુપતિ કે દાસા. ૩૨

આપ નિરંતર શ્રી રામના શરણમાં રહો છો. જેથી અસાધ્ય રોગના નાશ માટેની રામનામ રૂપી ઔષધિ આપની પાસે છે.

તુમ્હરે ભજન રામ કો પાવૈ,
જનમ જનમ કે દુઃખ બિસરાવૈ. ૩૩

આપનું ભજન કરવાથી શ્રી રામની પ્રાપ્તિ થાય છે, જન્મ – જન્માંતરનાં દુઃખ દૂર થાય છે.

અંતકાલ રઘુબર પુર જાઈ,
જહાં જન્મ હરિ ભક્ત કહાઈ. ૩૪

અંત સમય શ્રી રઘુનાથજીના ધામમાં જાય છે અને જો ફરી જન્મ ધારણ કરશે તો ભક્તિ કરશે અને રામભક્ત કહેવાશે.

ઔર દેવતા ચિત્ત ન ધરઈ,
હનુમંત સેઈ સર્વ સુખ કરઈ. ૩૫

હે હનુમાનજી ! આપની સેવા કરવાથી સર્વ પ્રકારનાં સુખ મળે છે, પછી બીજા કોઈ દેવતાનું હ્રદયમાં ધ્યાન ધરવાની આવશ્યક્તા રહેતી નથી.

સંકટ કટૈ મિટૈ સબ પીરા,
જો સુમિરે હનુમંત બલબીરા. ૩૬

જે કોઈ વીર હનુમાનજીનું સ્મરણ કરે છે તેની બધી વિપત્તિ નાસ પામે છે અને બધું દુઃખ મટી જાય છે.

જૈ જૈ જૈ હનુમાન ગુસાંઈ,
કૃપા કરહું ગુરૂ દેવ કી નાઈ. ૩૭

હે હનુમાનજી ! આપનો જય હો, આપ મારા મન તથા શરીરના સ્વામી છો. આપ મારા ઉપર કૃપાળુ ગુરૂદેવની જેમ કૃપા કરો.

જો સત બાર પાઠ કર કોઈ,
છૂટેહિ બંદી મહાસુખ હોઈ. ૩૮

જે કોઈ આ હનુમાન ચાલીસાનો સો વાર પાઠ કરે તો તેનાં બંધન છૂટી જાય છે અને તેને પરમાનંદની પ્રાપ્તિ થાય છે.

જો યહ પઢૈ હનુમાન ચાલીસા,
હોય સિધ્ધિ સાખી ગૌરીસા. ૩૯

જે ભક્ત આ હનુમાન ચાલીસાનો પાઠ કરશે તો તેને નિશ્ચય સફળતા મળશે, તેના સાક્ષી સાક્ષાત્ ભગવાન શંકર છે.

તુલસીદાસ સદા હરિ ચેરા,
કીજે નાથ હ્રદય મહં ડેરા. ૪૦

તુલસીદાસજી કહે છે કેઃ હે હનુમાનજી ! તુલસીદાસ હંમેશાં શ્રી રામનો દાસ છે, માટે આપ હંમેશાં એમના હ્રદયમાં નિવાસ કરો.

પવનતનય સંકટ હરન, મંગલ મૂર્તિ રૂપ,
રામ લક્ષ્મણ સીતા સહિત , હ્રદય બસહુ સુર ભુપ.

હે પવનપુત્ર હનુમાનજી ! આપ સંકટ દૂર કરનારા અને આનંદ મંગળના સ્વરુપ છો. આપ શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજી સહિત અમારા હ્રદયમાં નિવાસ કરો.

પૂ. સ્વામી શ્રી સચ્ચિદાનંદજી

તારીખ ૧૭ એપ્રિલ ૨૦૦૪, શનિવારના રોજ આંકલાવ મુકામે શ્રી દીલિપગિરિ મહંતના ગુરુ સ્વ હિરાગિરિ બેરીસ્ટરના જન્મ શતાબ્દિ મહોત્સવ પ્રસંગે દંતાલીના પૂ. સ્વામી શ્રી સચ્ચિદાનંદજીએ કરેલ ઉદબોધનના કેટલાક અંશ નીચે પ્રમાણે છે.

  • સંન્યાસના ચાર પ્રકાર છે.

૧ દંડી સંન્યાસી

૨ પરમહંસ સંન્યાસી

૩ નાગા બાવા

૪ ગોસ્વામી

  • સંન્યાસમાં કેટલાક અઘરા નિયમોનું પાલન કરવાનું હોય છે; જેમ કે પાંચ ઘેરથી ભિક્ષા લાવી તેને પાણીમાં ધોઈ ખાવી. પાણીમાં ધોવાનો હેતું ખોરાકમાંના સ્વાદને દૂર કરવાનો છે.
  • એક સ્થળે ફક્ત ત્રણ જ દિવસ રોકાવું જેથી તે સ્થળ કે ગામની આસક્તિ ન લાગે.
  • આદર્શમાં વાસ્તવિક્તા હોવી જોઈએ; વ્યવહારિકતા હોવી જોઈએ.
  • દશનામ ગોસ્વામી પૈકીના સાડા ત્રણ એટલે કે સરસ્વતી, તીર્થ, આશ્રમ અને અડધા ભારતી પદધારી દંડી સંન્યાસમાં આવે છે. જ્યારે બાકીના સાડા છ પદધારી પરમહંસ સંન્યાસમાં આવે છે.
  • દંડી સંન્યાસી ફક્ત બ્રાહ્મણમાંથી જ બની શકાય, જ્યારે પરમહંસ સંન્યાસી બાકીની જ્ઞાતિમાંથી બને.
  • અખાડાની રચના શાસ્ત્રધારીને શસ્ત્રધારી બનાવી વિદેશી હુમલાખોરોના ઝનુની આક્રમણ સામે રક્ષા કરવા માટે કરવામાં આવી. જેથી ધર્મ અને ધર્મ સ્થાનો સચવાઇ રહે.
  • “અહિંસા પરમો ધર્મ” ને બદલે હવે “વિરતા પરમો ધર્મ” ની જરુરિયાત છે.
  • અમર કોષમાં ગો ના ૧૬ અર્થ છે.

આ અર્થ પૈકીના કેટલાક અર્થ છે – ઈન્દ્રીયો, બ્રહ્મા, વિદ્યા, વેદની રુચા વિ. છે.

  • કાળની ઉપેક્ષા ન કરાય. સમય બદલાય તેમ પરિવર્તન કરવું જ રહ્યું. પરિવર્તન આવશ્યક છે.
  • ત્યાગથી સમાજ કે રાષ્ટ્રને જો કંઈ જ ન મળે તો તે ત્યાગ વાંઝીયો ત્યાગ કહેવાય અને આવો વાંઝીયો ત્યાગ ન ચાલે.
  • સ્ત્રી ભવતારીણી છે; તેની ઉપેક્ષા ન કરાય.
  • જે સ્થળે વિદ્યાભ્યાસ થાય તેને મઠ કહેવાય.
  • મંદિરના નિર્માણ સાથે સાથે દવાખાનું અને સ્કુલ પણ બનાવવી જોઈએ.

# # # # #

લોકસત્તા દૈનિકના તારીખ ૨૦ ફેબ્રુઆરી ૨૦૦૫ ના અંકમાં સ્વામી શ્રી સચ્ચિદાનંદજીએ ધર્મ અને નૈતિક્તા ઉપર લખેલ લેખના કેટલાક અંશ નીચે પ્રમાણે છે.

  • નિતિ શાસ્ત્ર એટલે જીવનના વ્યવહારિક ક્ષેત્રમાં ઊંચા મુલ્યોની સ્થાપના અને ધર્મ શાસ્ત્ર એટલે પોતપોતાના સંપ્રદાયોમાં બનાવાયેલા રુઢ આચારો, વ્રત, નિયમ વિ.
  • અર્થ શાસ્ત્ર કરતાં આધ્યાત્મ શાસ્ત્ર અને નિતિ શાસ્ત્ર કરતાં ધર્મ શાસ્ત્ર ને વધું મહત્વ આપીએ છીએ તેથી આપણે સમૃધ્ધિ વિરોધી આધ્યાત્મ તથા નિતિ વિનાના ધર્મને જડબેસલાક વળગી રહ્યા છીએ. આપણે તથા કથિત ધાર્મિક પ્રજા તો છીએ પણ નિતિવાન નથી કે બહું થોડા પ્રમાણમાં છીએ.
  • ધર્મથી સુખી થવાય છે તેનો અર્થ એ હોવો જોઈએ કે નિતિમત્તાપુર્ણ, કર્તવ્ય પરાયણ જીવન જીવવાથી વ્યક્તિ તથા સમાજ સુખી થાય છે. પ્રત્યેક વ્યક્તિ જ્યાં છે ત્યાં પોતાનું કર્તવ્ય પાલન સત્ય નિષ્ઠાથી કરે. ઊચ્ચ નિતિમત્તાના ધોરણો જાળવી રાખવા માટે દુઃખો સહન કરવા પડે તો કરે. પણ નિતિમત્તાને આંચ ન આવવા દે.
  • ભારતમાં ધાર્મિકતાનો પાર નથી. પણ નૈતિકતાનો બહું મોટો અભાવ છે. કોરી ધાર્મિકતા કે કોરા ધાર્મિક આચારોથી જો પ્રજાનું કલ્યાણ થઈ જતું હોય તો ક્યારનુંય આપણું કલ્યાણ થઈ ગયું હોત. પ્રજાનું કલ્યાણ તો નૈતિક આચારોથી જ થતું હોય છે. જેની આપણે ત્યાં કાળજી રખાતી નથી.
  • ભારતની પ્રજા સતત ધાર્મિક પ્રવૃત્તિ જેવી કે સપ્તાહો, યજ્ઞો, સામૈયાઓ, યાત્રાઓ, સંઘ વિ. માં રચીપચી રહેતી હોવા છતાં તેની નૈતિકતા અને પ્રામાણિકતા ઘણી નીચી છે. જો ધાર્મિક પ્રવૃત્તિઓને પ્રજા જીવનની ઉચ્ચ નૈતિકતાના આધારે માપવાની હોય તો આપણે છાતી ઠોકીને કહી શકીએ કે આ પ્રવૃત્તિઓ લગભગ વાંઝણી છે, વ્યર્થ છે.

પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજીની વેબ સાઈટની લિન્ક - http://www.sachchidanandji.org/

કથા - પૂજ્ય રમેશભાઈ ઓઝા

પૂજ્ય રમેશભાઈ ઓઝા ભાઈશ્રી ના નામે પણ જાણીતા છે.પૂજ્ય ભાઈશ્રી શ્રી મદ્ ભાગવદ્ ની કથાના પ્રવક્તા છે તેમજ ઘણી વખત શ્રી રામ ચરિત માનસની કથા પણ કહે છે.
તેઓના માર્ગ દર્શન હેઠળ પોરબંદરમાં શ્રી સાંદિપની વિધ્યાનિકેતન નામની સંસ્થા ચાલે છે. આ સંસ્થામાં વેદ અને ઉપનિષદ આધારિત સુંદર અભ્યાસક્રમો ચાલે છે. આ વિષેની વિશેષ માહિતિ તેમની વેબ સાઈટ ઉપર ઉપલબ્ધ છે. તેમની વેબ સાઈટનું નામ http://www.sandipani.org છે.તેમની વેબ સાઈટ ઉપર આપણું ઈમેઈલ સરનામુ રજીસ્ટર કરાવવાથી તેમનો સંદેશ તેમજ વિક્લી સૂત્રની માહિતિ મળે છે. આમ આપણને જીવનમાં ઉપ્યોગી સુંદર સૂત્રો તેમજ સંદેશ મળે છે.
તેમની કથાના શ્રવણ દરમ્યાન મારી સમજમાં આવેલા વિચારો, સૂત્રો તેમજ અન્ય માહિતિ અહી પ્રસ્તુત કરતાં આનંદ અનુભવું છું.

હનુમાન જયંતિ નિમિત્તે ફિરિજાબાદમાં એપ્રિલ ૨૦૦૮માં યોજાયેલ રામ કથા દરમ્યાન પૂજ્ય ભાઈશ્રીએ રજુ કરેલું એક ઉદાહરણ અત્રે પ્રસ્તુત છે.
બે વ્યક્તિ છે અને તે બંને પાસે એક એક રુપિયો છે. હવે જો તે બંને તેમની પાસેના આ એક એક રુપિયાનું આદાન પ્રદાન કરે એટલે કે એક વ્યક્તિ તેની પાસેનો એક રુપિયો બીજી વ્યક્તિને આપે અને બીજી વ્યક્તિ તેની પાસેનો એક રુપિયો પહેલી વ્યક્તિને આપે તો તે પછી પણ બંને વ્યક્તિ પાસે એક એક રુપિયો તો રહે જ. બંનેની સ્થિતિમાં કોઈ જ ફેરફાર ન થાય.
હવે બીજી બે વ્યક્તિ છે અને તે બંને પાસે એક એક સદવિચાર છે તેમજ તે બંને સદવિચાર જુદા જુદા છે. હવે જો આ બંને વ્યક્તિ તેમની પાસેના આ સદવિચારનું આદાન પ્રદાન કરે તો તે પછી બંને વ્યક્તિ પાસે બે બે સદવિચારની મૂડી ભેગી થાય. બંનેના સદવિચારોમાં વૃધ્ધિ થાય. આમ ધનનું આદાન પ્રદાન કરવાથી તેમાં વૃધ્ધિ થતી નથી પણ સદવિચારોના આદાન પ્રદાનથી સદવિચારોની વૃધ્ધિ થાય છે.

પરમાત્મા સત્ ચિત આનંદ સ્વરુપ છે. તેના રામાવતારમાં સત્ ગુણની પ્રધાનતા છે, કપિલ, વ્યાસ, દત્તાત્રય વિ. અવતારમાં ચિત ગુણની પ્રધાનતા છે જ્યારે કૃષ્ણાવતારમાં આનંદ ગુણની પ્રધાનતા છે.

ભારતમાં પાંચ નાથ, ચારે દિશામાં એક એક તેમજ મધ્ય ભાગમાં એક એમ પાંચ નાથ બિરાજમાન છે. ઉત્તર દિશામાં બદરીનાથ, દક્ષિણ દિશામાં રંગનાથ, પશ્ચિમ દિશામાં દ્વારકાનાથ અને પૂર્વ દિશામાં જગન્નાથ તેમજ મધ્ય ભારતમાં શ્રીનાથજી બિરાજમાન છે.

માનવ શરીર રથ છે, જેમાં આત્મા રથી છે, બુધ્ધિ સારથિ છે, મન લગામ છે, આંખ, કાન, નાક, જીવ્હા વિ. ઈન્દ્રીયો અશ્વ છે.
નદી તેના કિનારાની મર્યાદામાં રહી વહે તો તે નદી લોકોપયોગી છે, સારી છે, આવકારદાયક છે.પણ જો તે તેના કિનારાની મર્યાદા તોડીને વહે તો તે વિનાશકારી છે, આમ મર્યાદા ન હોય તો આવકારદાયક વસ્તુ વિનાશકારી બની જાય છે.
આવી જ રીતે ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં ધર્મ અને મોક્ષ, અર્થ અને કામના કિનારા છે.તેથી જો અર્થ અને કામ તેના કિનારા ધર્મ અને મોક્ષની મર્યાદામાં રહે તો તે કલ્યાણકારી છે. પણ જો અર્થ અને કામ તેના કિનારા ધર્મ અને મોક્ષની મર્યાદા બહાર નીકળી જાય તો તે વિનાશકારી છે.
આંખનું કામ જોવાનું છે, તેણે સર્વોત્તમ રુપને, અવિનાશી રુપને જોવું જોઈએ.
જીભે હરિનામ બોલવું જોઈએ.
ત્વચાએ ઠાકોરજીના ચરણોનો સ્પર્શ કરવો જોઈએ.
નાકે તુલસી દલની સુગંધ લેવી જોઈએ.

મિથિલામાં રામ દૂલ્હા રામ છે, અયોધ્યામાં રામ રાજા રામ છે, અહી રામ સિંહાસન ઉપર બિરાજે હે; જ્યારે લંકામાં રામ તાપસ રામ છે, જ્યાં રામ તાપસ વેષમાં જાય છે.
જ્ઞાનીઓના ભગવાન નિષ્પક્ષ છે, જ્યારે ભક્તોના ભગવાન પક્ષધર છે, પક્ષપાતી છે, ભક્તોના પક્ષમાં છે.ભગવાનનો તેના ભક્તો પ્રત્યેનો પક્ષપાત એ જ તેની કૃપા છે.

આપણે આપણું લક્ષ્ય નક્કી કરી તેની પ્રાપ્તિ માટેનો સરળ તેમજ આપણે અનુકૂળ એવો રસ્તો પસંદ કરી તેના ઉપર પ્રયાણ કરવું જોઈએ. આપણા લક્ષ્યની પ્રાપ્તિના ઘણા રસ્તા હોઈ શકે પણ આપણે આપણને અનુકૂળ રસ્તો જ પકડવો જોઈએ.જો આપણે બધા જ રસ્તા ઉપર પ્રયાણ કરવા પ્રયાસ કરીશું તો લક્ષ્ય પ્રાપ્તિ નહિં થાય અને આપણે અહીં તહી ભટક્યા જ કરીશું.

***********************************

પ થી શરુ થતા આ શબ્દો – પ્યાસ, પ્રયાસ, પ્રાર્થના, પ્રતિક્ષા, પ્રસાદ, પુકાર
-મહત્વના છે.
સચ્ચિદાનંદ એટલે સત્ , ચિત, આનંદ
સત્ એટલે સત્ય કે જે અખંડ છે, અવિનાશી છે, સર્વત્ર વ્યાપ્ત છે.
ચિત એટલે ચેતન કે જે જડ નથી.
આનંદ એટલે રસમય, રસ હોય તો જ આનંદ મળે.
શિવનું વાહન નંદી છે, નંદી ધર્મનું પ્રતીક છે. ધર્મના ચાર ચરણ છે, સત્ય, તપ, દયા અને દાન. નંદી ગતિશીલ છે,અને તેનું મુખ શિવજી તરફ છે,ધર્મના ચરણની ગતિ શિવ તરફ હોય, સાચી દિશા તરફ હોય તો જ શિવ મળે, કલ્યાણ થાય. શિવ એટલે કલ્યાણ.
બ્રહ્માનું વાહન હંસ છે, હંસ વિવેકનું પ્રતીક છે, બ્રહ્મા બુધ્ધિના દેવ છે.
વિષ્ણુનું વાહન ગરુડ છે, ગરુડ વેદનું પ્રતીક છે. ગરુડ ગતિ કરે છે ત્યારે તેની પાંખોમાંથી વેદની શ્રુતિઓનું ગાન થાય છે.

નિમિષ અથવા નિમેષ એટલે ક્ષણનો ત્રીજો ભાગ
રણ્ય એટલે રણ મેદાન, લડાઈનું સ્થળ અને અરણ્ય એટલે જ્યાં લડાઈ નથી તેવું સ્થળ, જ્યાં રણ નથી તે અને તેથી જ ગ્રંથને આરણ્યક કહેવામાં આવે છે.
ભગવદ ગીતા આરણ્યક છે, ઉપનિષદોનો સાર છે.
જ્યાં મન શાન્ત થાય ત્યાં ભજન થઈ શકે અને તેને નૈમિષારણ્ય કહેવાય. નૈમિષારણ્યમાં મન શાન્ત થઈ જાય અને મનના સંકલ્પ વિકલ્પ મટી જાય તેમજ મન ભગવાનમાં લાગી જય.
મંગલાચરણ એ નૈમિષારણ્યમાં જવા માટેનું પ્રથમ પગથિયું છે, પ્રથમ સોપાન છે. તેથી જ દરેક કથામાં પ્રથમ મંગલાચરણ કરવામાં આવે છે. મંગલાચરણ એટલે મંગલ આચરણ. મંગલનો અર્થ તેના ધાતુ ઉપરથી શરુઆત એવો થાય છે. એટલે મંગલાચરણથી જે ગતિ સ્થગીત થઈ ગઈ છે ત્યાંથી શુભ તરફ ગતિશિલ થાય એવો થાય છે.
ગોમતીમાં ગો એટલે જ્ઞાન અને મતી એટલે પ્યાસ થાય છે એટલે ગોમતી એ છે જ્યાં જ્ઞાનની પ્યાસ છીપાય છે.
ગુરુ માં ગુ એટલે અંધકાર અને રુ એટલે પ્રકાશ, પ્રકાશ કરનાર થાય છે. તેથી ગુરુ એ છે જે તેના જ્ઞાનના પ્રકાશથી શિષ્યના અજ્ઞાનના અંધકારને દૂર કરે છે.
ભગવાન શિવજી ત્રિભુવન ગુરુ છે.
તુમ્હ ત્રિભુવન ગુરુ બેદ બખાના
આના જીવ પાર કર જાના.
બાલકાંડ-પાન ૧૫૮

દીપ પ્રાગટ્યથી શરુઆત એટલે જ્ઞાનના પ્રકાશથી શરુઆત.
શ્રી મદ્ ભાગવત કથા સાર છે, ભવ રોગની ઔષધી છે. ભગવાન વેદ વ્યાસ કથાને ઔષધી ગણાવે છે, તુલસીદાસ કથાને વૈદ્ય ગણાવે છે.
શ્રી મદ્ ભાગવત શ્રી કૃષ્ણનું વાગ્મય સ્વરુપ છે, સ્વયં કૃષ્ણ રુપ છે.
કથા શ્રવણનાં ચાર ફળ છે.
૧ કથા શ્રવણથી કથામાં તેમજ ભગવાનમાં જે અરુચિ છે તે મટે,સંસારની તૃષ્ણા મટે.
૨ મનુષ્યનું મન અવિલંબ શુધ્ધ થાય, વિષયોની તૃષ્ણા મટે અને તેના ફળ સ્વરુપ મન શુધ્ધ થાય.
૩ ભગવાન પ્રત્યે પ્રેમ જાગે – અનુરાગ જાગે. રસૌવેસઃ એટલે રસમય, રસ એટલે ભગવાન.
૪ સંતો સાથે દિવ્ય સંબંધ બંધાય. સંતો ભગવાનના દૂત છે.

ભગવાનના દશાવતારમાં ક્રમશઃ ઉત્ક્રાન્તિ થઈ છે.
૧ મત્સ્યાવતાર
૨ કુર્મ
૩ વરાહ
૪ નૃસિંહ
૫ વામન
૬ પરશુરામ
૭ રામ
૮ કૃષ્ણ
૯ બુધ્ધ
૧૦ કલ્કિ

સાકાર અને નિરાકારનો અર્થ સમજવા માટે રાજા અને તેની સત્તા સમજવા જેવી છે. રાજા સાકાર છે પણ તેની સત્તા જે આખા રાજ્યમાં વ્યાપ્ત છે તે નિરાકાર છે.

સૂત્ર એટલે ઓછામાં ઓછા શબ્દોમાં સત્ય દર્શાવવાની યુક્તિ.સૂત્ર એ એક સંક્ષેપ્ત છે અને તેથી તેનું સક્ષેપ્ત કરવું શક્ય નથી.
જગતનું અસ્તિત્વ જગદીશ આધારિત છે પણ જગદીશનું અસ્તિત્વ જગત આધારિત નથી.જગત સાપેક્ષ છે અને તેથી તે નાશવંત છે.જ્યારે જગદીશ નિરપેક્ષ છે તેથી તે નાશવંત નથી.જગદીશ સાગર છે, જ્યારે જગત સાગરમાંથી ઉત્પન્ન થયેલ લહેર-મોજા સમાન છે.જેમ લહેર – મોજું સાગરમાંથી ઉત્પન્ન થઈ તેમાં જ સમાઈ જાય છે તેમ જગત જગદીશમાંથી ઉત્પન્ન થઈ અંતે જગદીશમાં જ સમાઈ જાય છે.
માયા સત્યને છુપાવે છે અને અસત્યને દ્રશ્યમાન કરે છે.માયાનું આવરણ જગતને સત્ય બતાવવાનો પ્રયત્ન કરે છે, જે ખરેખર સત્ય નથી.જગત મિથ્યા છે પણ માયાના આવરણમાં તે સાચું દેખાય છે. જ્યારે જગદીશ જે સત્ય છે તેને માયા છુપાવે છે.
સંસાર દુઃખાલય છે તેથી તેમાં સુખની અપેક્ષા કેવી રીતે રખાય? સંસારમાં જે સુખ દેખાય છે તે હકીકતમાં સાચું સખ છે જ નહીં.

અર્જુન જીવ છે અને તેની યાત્રા વિષાદથી શરુ થાય છે અને પ્રસાદ સુધી પહોંચે છે.
વેદો કલ્પતરુ છે જ્યારે ભાગવત કલ્પતરુનું પરિપકવ થયેલું ફળ છે. ભાગવત તો વેદ અને ઉપનિષદોનો સાર છે, પરિપકવ ફળ છે. વેદ તત્વ એટલે ભગવાન. જેવી રીતે પોપટ-શુકના ચાંચ મારેલાં ફળ વધું મીઠા લાગે છે તેવી રીતે શુકદેવના મખેથી બોલાયેલ ભાગવત અતી મધુર લાગે છે. આવા ફળ ખાવા માટે નથી પણ પીવા માટે છે.કારણ કે આવા ફળ રસથી ભરપુર છે તેમજ તેમાં ગોટલા કે બી નથી તેમજ છોડાં પણ નથી, તેમાં ફક્ત રસ જ છે. અને તેથી જ તે પિવા માટે છે. આ રસ સર્વ રુપે ગ્રાહ્ય છે, તેમાંથી કશું જ છોડવા જેવું નથી. ભાગવત ઊંચા કલ્પતરુ ઉપર લાગેલ ફળ છે અને આ ફળ ઘની ભૂત રુપમાં છે.આ ફળના રસની પ્યાસ લાગે તો તે માટે પ્રાર્થનાની જિજ્ઞાસા પેદા થાય.પ્રાર્થના એટલે આગ્રહ પૂર્વકનો પ્રયાસ. કલ્પતરુ ઉપરના આ ફળને શુકની ચાંચ વાગતા જ તેમાં રહેલ ઘની ભૂત રુપી રસ દ્રવી ભૂત થઈ નીચે તરફ વહેવા લાગે છે અને આપણી પ્યાસ છિપાવે છે. આ રસ મુખથી ખાવા માટે નથી પણ કાન દ્વારા પીવા માટે છે.
શ્રુતીસાર એટલે ભાગવત.

કોઇ પણ પ્રશ્ન કરવા માટે વિવેક પૂર્વક વ્યવહાર કરવો જોઈએ. જિજ્ઞાસા માટે પ્રશ્ન કરવો જોઈએ, આપની જિજ્ઞાસાની પ્યાસને છિપાવવા માટે વિવેક પૂર્ણ રીતે પ્રશ્ન કરાય. પ્રથમ પ્રણામ કરી પછી પ્રશ્ન કરાય.
સનકાદિક ઋષિ સુતજીને ૬ પ્રશ્ન પૂછે છે.
૧ શાસ્ત્રનો સાર શું છે?
૨ શ્રેય – કલ્યાણ શું છે?
૩ શ્રેય – કલ્યાણ પ્રાપ્ત કરવાનું સાધન શું છે?
૪ ભગવાનના અવતારનું પ્રયોજન શું છે?
૫ ભગવાને કયા કયા અવતાર લીધા અને શું લીલા કરી?, શું ચરિત્ર કર્યું?
૬ અનવતાર દશામાં ધર્મનો નિર્ણય કેવી રીતે થાય?
શાસ્ત્રોની શરુઆત પ્રશ્નોથી થાય છે.જિજ્ઞાસુ યુક્ત પ્રશ્ન કરવાથી આધ્યાત્મ યાત્રાની શરુઆત થાય છે. પ્રશ્ન પૂછતાં પહેલાં પોતાની અજ્ઞાનતા જાહેર કરવી પડે. વક્તા પણ આવા પ્રશ્નથી રાજી થઈ શ્રોતા પ્રત્યે કૃતજ્ઞ ભાવથી આભાર વ્યક્ત કરે છે અને શ્રોતાની પ્યાસ છિપાવવા માટે પ્રયત્ન કરે છે તેમજ રાજી પણ થાય છે. કારણ કે આવા પ્રશ્નોના જવાબ આપવામાં હરિ કથા ગાવાનો અવસર મળે છે. ભગવાનની કથા અંગે પ્રશ્ન કરનાર પોતાના ઉપર, વક્તા ઉપર અને અન્ય શ્રોતઓ ઉપર ઉપકાર કરે છે. કારણ કે આવો પ્રશ્ન કરવાથી વક્તાને હરિ ગુણ ગાવાનો તેમજ પ્રશ્ન કરનારને તેમજ અન્ય શ્રોતાઓને હરિ ગુણ સાંભળવાનો અવસર મળે છે અને તે દ્વારા આ ત્રણે ય પવિત્ર થાય છે.
રામાયણમાં મુખ્યત્વ રુપે ત્રણ સંવાદ છે – શંકર અને પાર્વતિ વચ્ચે, યાજ્ઞવલ્ક અને ભારદ્વાજ ઋષિ વચ્ચે અને કાકભૂષડી અને ગરુડ વચ્ચે.
ભાગવતમાં પણ ત્રણ સંવાદ છે – સુતજી અને સનકાદિક ઋષિ વચ્ચે, શુકદેવ અને પરીક્ષિત વચ્ચે અને—- —-.
રામાયણ, ભાગવદ, ગીતા વિગેરેનો આરંભ પ્રશ્ન પૂછવાથી થાય છે. તેથી જ કહેવાય છે કે પૂછતા નર પંડીત. આખી જિંદગી વિધ્યાર્થી થઈને રહેવું.
મોહનો ક્ષય એ જ મોક્ષ.
બુધ્ધિનો સ્વભાવ તર્ક છે.
નવનિત એટલે સાર.
ભાગવત નવનિત છે કારણ કે તે સાર છે, ભાગવત શાસ્ત્રોનો સાર છે.
જે ધર્મ મનુષ્યને ભગવાન પ્રેમી બનાવે તે સાચો ધર્મ.
સદાય સુખ-શાંતિ રહે એવી સુખ – શાંતિ પ્રભુ પ્રેમમાં જ મળે.અને આ ત્યારે જ મળે જ્યારે નિત્ય સાથે નાતો બંધાય.આવા પ્રેમને જે જગાડે તે ધર્મ.જે પ્રેમના અમૃતથી સીંચે તે ધર્મ.

* * * * * *

ભગવાનને આપણે ફૂલ-સુમન- ચઢાવીએ છીએ અને પછી નમન કરીએ છીએ. ભગવાનને સુમન અને નમન બહું જ પ્રિય છે. સુમન એટલે ફૂલ તેમજ સુંદર મન. ભગવાનને આપનું સુંદર મન બહું જ પ્રિય છે. ભગવાન પાસે મન નથી. તેમનું મન રાધાજીએ ચોરી લીધું છે. અને જેની પાસે જે વસ્તું ન હોય તે તેને આપીએ તો તે બહું જ રાજી થાય. તેથી મન વિનાના ભગવાનને આપણું સુમન- સુંદર મન કે જે ફૂલ જેવું ખિલેલું છે તે અર્પણ કરવાથી ભગવાન બહું જ રાજી થાય છે. નમન એટલે નમસ્કાર તેમજ ન મન પણ થાય. આમ ભગવાનને સુમન અને નમન કરવાથી આપણું મન તેમને રાજી કરે છે અને આપણે મન વિનાના થઈએ છીએ; આપણું મન ભગવાનમાં લાગી જાય છે.

Monday, May 16, 2011

ગાંધીજીના અગિયાર વ્રતો

આપણા રાષ્ટ્રપિતા અને વિશ્વના મહામાનવ મહાત્મા ગાંધીજી અગિયાર વ્રતોનું ચૂસ્ત પાલન કરતા હતા. આ ૧૧ વ્રત આપણા જીવનમાં પણ અપનાવવા જેવા છે.
આ અગિયાર વ્રત નીચે પ્રમાણે છે.

સત્ય : હંમેશા સત્ય વાણી-વર્તન રાખવું.

અહિંસા : કોઈને જરા પણ દુઃખ ન આપવું.

ચોરી ન કરવી : કોઈ કામ જૂઠુ ન કરવું.

અપરિગ્રહ : વગર જોઈતું સંઘરવું નહીં.

બ્રહ્મચર્ય : મર્યાદાઓ-સિદ્ધાંતો પાળી માનસિક બ્રહ્મચર્ય પાળવું.

સ્વાવલંબન : પોતાનાં બધાં કામ જાતે કરવા, શ્રમનિષ્ઠ બનવું.

અસ્પૃશ્યતા : જ્ઞાતિ-જાતિના, માણસ માણસ વચ્ચેના ભેદભાવમાં માનવું નહીં.

અભય : નીડર રહેવું, નીડર બનવું.

સ્વદેશી : દેશમાં બનતી વસ્તુઓ વાપરવી.
૧૦
સ્વાર્થ ત્યાગ : કોઈ કામ કે સેવા પોતાના અંગત સ્વાર્થ માટે ન કરવી. સ્વાર્થ છોડીને જ જીવવું.
૧૧
સર્વધર્મ સમાનતા : જગતના બધા જ ધર્મો સમાન ગણવા અને બધા જ ધર્મને સન્માન આપવું.

*****

સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોઈતું  નવ સંઘરવું,
બ્રહ્મચર્ય  અને જાતે મહેનત,  કોઈ  અડે  ના અભડાવું.
અભય, સ્વદેશી, સ્વાદત્યાગ ને સર્વ ધર્મ સરખા ગણવાં
એ અગિયાર મહાવ્રત  સમજી  નમ્રપણે  દૃઢ  આચરવાં.

સૌજન્ય લિંક


*****
ઈશ્વર ક્યારેક તે જેના ઉપર તે આશીર્વાદની ઝડી વરસાવવા ઈચ્છતો હોય તેની સૌથી વધું કસોટી કરતો હોય છે. ……ગાંધીજી
  


*****

ગુરૂ અને ગુરૂ પૂર્ણિમાના પાવન અવસર ઉપર ગુરૂજનોનો સંદેશ

સૌજન્ય ઃ દિવ્ય ભાસ્કર – ધર્મ દર્શન પૂર્તિ, Dr.Pranav Dave , Monday, July 06, 2009

# # # # #
ભારતીય પરંપરામાં ‘ગુરુ પૂજન’નું એક આગવું સ્થાન છે. તા.૭મી જુલાઇના રોજ ગુરુપૂર્ણિમા છે. આ પ્રસંગે ‘ધર્મદર્શન’ને સાધુ-સંતો કહી રહ્યા છે જીવનમાં ગુરુનું મહત્ત્વ કેમ છે?
# # # # #
જગદગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ
મુક્તિ અપાવે તે ગુરુ
મનુષ્ય પ્રાણી કરતાં કંઇક વિશેષ છે. આહાર-નિદ્રા-ભય-મૈથુનમાં પશુ અને મનુષ્ય સમાન છે, પરંતુ મનુષ્યમાં એક વિશેષ તત્ત્વ છે જે મનુષ્યને બીજાથી જુદો પાડે છે તે છે વિવેક.
વિવેક એટલે સારા-નરસાનું જ્ઞાન. આ જ્ઞાન કોણ આપે? માત્ર ને માત્ર ગુરુથી જ જ્ઞાન પ્રાપ્ત થઇ શકે અને જ્ઞાન વગર મુક્તિ નથી. તેથી મુક્તિ માટે ગુરુની જરૂર છે.
# # # # #
મહામંડલેશ્વર ભારતી બાપુ - અઘ્યક્ષ-જૂના અખાડા
શિષ્યની શંકાનું સમાધાન કરે છે ગુરુ
ઇશ્વર નિરંજન છે, નિરાકાર છે તેના સ્વરૂપનું દર્શન ગુરુ વડે જ થતું હોય છે તેવી વૈદિક પરંપરા આપણે ત્યાં સદીઓથી ચાલી આવે છે, કારણ કે શિષ્યના મનમાંથી શંકાઓનું સમાધાન બ્રહ્મનિષ્ઠ સદગુરુ જ કરાવી શકે છે. જેનું સંપૂર્ણ આચરણ આદર્શ હોય એવા ગુરુનાં દર્શન માત્રથી શંકાઓનું સમાધાન થઇ જાય છે.
# # # # #
પૂજય પ્રમુખસ્વામી મહારાજ
જીવ અને પરમાત્મા વચ્ચેનો સેતુ ગુરુ
આપણાં શાસ્ત્રોમાં ગુરુને સાક્ષાત્ પરબ્રહ્મનું સ્વરૂપ કહીને અપાર આદર આપવામાં આવ્યો છે. સાચા ગુરુ આપણા જીવનને શુદ્ધ કરીને આપણને પરમાત્માનો યોગ કરાવે છે. ગુરુ વડે મનુષ્ય આત્માનો સાક્ષાત્કાર કરીને પરમાત્માની સાચી ભકિત કરી શકે છે. ગુરુ જ જીવને શિવ બનાવે છે. ગુરુ જ જીવ અને પરમાત્મા વચ્ચેનો સેતુ છે. ગુરુ સિવાય કયારેય યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થતું નથી.
# # # # #
કથાકાર રમેશભાઇ ઓઝા (પૂજય ‘ભાઇશ્રી’)
શિષ્યના દુર્ગુણોનો સંહાર કરે તે ગુરુ
સંસારસાગરમાં આપણી નૌકાને સહી-સલામત કિનારે પહોંચાડવાનું કાર્ય સદગુરુ કરે છે. જેવી રીતે બ્રહ્મા સર્જન કરે છે. એવી જ રીતે ગુરુ સાચા શિષ્યનું સર્જન કરે છે. વિષ્ણુ ભગવાનની જેમ શિષ્યનું લાલન-પાલન કરે છે. શિષ્યને સાચા સદગુણો આપે છે અને શિવની જેમ શિષ્યની અંદર રહેલા દુર્ગુણોનો સંહાર કરે છે. આમ ગુરુ બ્રહ્મા-વિષ્ણુ-શિવ સ્વરૂપ છે.
# # # # #
વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમારજી મહારાજ
માનવીને પ્રભુચિંતન તરફ વાળે છે ગુરુ
ગુરુ ચિંતામાં અટવાયેલા જીવોને પ્રભુના ચિંતન તરફ વાળે છે. ગુરુ કુશળ શિલ્પકાર છે, જે ભકતના હૃદયને ઘડી ભગવદાકાર સુંદર મૂર્તિ બનાવે છે. તે કુશળ નાવિક પણ છે, જે ભગવદ્ નામની નૌકામાં બેસાડી ભવસાગર પાર ઉતારે છે. ભક્તને ખોટા માર્ગેથી વાળવા ગુરુ કઠોરમાં કઠોર અને પોતાના ભકતોને પ્રેમ આપવા કોમળમાં કોમળ બને છે.
# # # # #
આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજ
શિષ્યને આઘ્યાત્મિક ઊચાઈ બક્ષે ગુરુ
જીવનમાં ગુરુ વ્યકિતને હિત-અહિત, સાચા-ખોટાનું જ્ઞાન કરાવીને પરમાર્થના માર્ગે આગળ લઇ જાય છે. સદગુરુ વ્યકિતના જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરીને જ્ઞાનના પ્રકાશ તરફ લઇ જાય છે. સદગુરુ સદાચરણ દ્વારા શિષ્યને પ્રગતિના માર્ગે આગળ લઇ જાય છે. માત્ર ભૌતિક જ નહીં આઘ્યાત્મિક સ્તરે શિષ્યને અગ્રેસર કરે છે.
# # # # #
આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજ
સ્વાર્થ ત્યજાવી પરમાર્થના પંથે લઇ જાય ગુરુ
સ્વાર્થના સંકુચિત માર્ગનો ત્યાગ કરાવે અને પરમાર્થના પંથે આગળ લઇ જાય તે માટે જીવનમાં ગુરુની આવશ્યકતા છે. સનાતન ધર્મમાં ગુરુનું સ્થાન મોખરે છે અને તે રહેશે જ. ભારતીય પરંપરામાં તો ગુરુને ભગવાનની ઉપમા અપાઇ છે. ગુરુ માત્ર લૌકિક જ નહીં પારલૌકિક માર્ગે આગળ વધવામાં મદદરૂપ થાય છે.
# # # # #
જશોમતીનંદનપ્રભુજી – અઘ્યક્ષ-ઇસ્કોન-ગુજરાત
તત્ત્વદર્શન કરાવે તે ગુરુ
ગુરુએ પોતાની સાધના દ્વારા આઘ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય છે માટે તેમને તત્ત્વદર્શી કહેવામાં આવે છે. ભગવાન શ્રીકòષ્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અર્જુનને કહે છે કે – આ જ્ઞાન જાણવા માટે તું તત્ત્વદર્શી ગુરુનું શરણ લઇ તેમને પ્રણામ કરી તેમની સેવા કરી, નમ્રતાપૂર્વક પૂછ કેમ કે તેમણે તત્ત્વનાં દર્શન કર્યા છે માટે તે તને પણ તત્ત્વદર્શન કરાવશે.
# # # # #
ડો.પ્રણવ પંડયા - અઘ્યક્ષ-ગાયત્રી પરિવાર
સન્માર્ગે લઈ જાય તે ગુરુ
મનુષ્યત્વની ઓળખ આપીને સન્માર્ગે લઇ જવા માટેની માર્ગદર્શક સત્તા એટલે ગુરુ. સદગુરુ શિષ્યને સંસારના ભવબંધનમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ બતાવે છે. ભૌતિક મોહ-બંધનમાંથી મુક્તિ અપાવે અને આત્મિક માર્ગે આગળ વધવા માટે સદગુરુનું સાંનિઘ્ય પ્રાપ્ત કરવું આવશ્યક છે. સદગુરુની સહાયથી જ પરબ્રહ્મ સાથેનું જોડાણ શકય બને છે.
# # # # #
મહામંડલેશ્વર રામેશ્વરદાસજી – મહંત જગન્નાથજી મંદિર
સર્વાંગીણ પ્રગતિ કરાવે ગુરુ
ગુરુ જીવનમાં એક માર્ગદર્શક બનીને આવે છે. પ્રાચીનકાળથી ભારતીય પરંપરામાં ગુરુને સર્વોચ્ચ પદ અપાયું છે તેનું કારણ છે કે જો શિષ્ય સાચો પથ ભૂલી જાય તો તેને સત્પંથ તરફ આગળ લઈ જાય છે અને જો શિષ્ય સન્માર્ગગામી હોય તો તેને ગતિ પ્રદાન કરે છે. તેનાથી વ્યકિત સર્વાંગીણ પ્રગતિ કરે છે માટે જીવનમાં ગુરુનું આગવું મહત્ત્વ છે.
# # # # #
‘ગુ’ શબ્દનો અર્થ થાય છે અંધકાર (અજ્ઞાન) અને ‘રુ’ શબ્દનો અર્થ થાય છે પ્રકાશ (જ્ઞાન). અજ્ઞાનને નષ્ટ કરવાવાળો જે બ્રહ્મરૂપ પ્રકાશ છે તે ગુરુ છે એમાં કોઇ સંશય નથી. – શ્રી ગુરુગીતા
# # # # #
ગુરૂ પૂર્ણિમાના પર્વ નિમિત્તે પૂજ્ય મોરારી બાપુએ કહ્યું કે, ” ગુરૂ એ છે જેની આંખમાં અમૃત હોય, વાણીમાં સત્ય હોય, જેનું જીવન સદાચારી હોય, જેના મનમાં સમગ્ર વિશ્વની શુભ ભાવના હોય. તેમજ તે વ્યક્તિગત રીતે ગુરૂ બ્રહ્મનિષ્ઠ હોય.
# # # # #
ગુરૂ આપણને અપ્રાપ્યની પ્રાપ્તિ કરાવે અને આ પ્રાપ્ત કર્યા પછી કશું જ પ્રાપ્ત કરવાનું રહેતું નથી.
# # # # #
સૌજન્ય ઃ દિવ્ય ભાસ્કર, ધર્મ દર્શન પૂર્તિ, Anil Gadhvi,Tuesday, July 07, 2009
રમણ મહર્ષિને કોઇકે પૂછ્યું કે ગુરુની પરખ શી રીતે કરી શકાય? ઉત્તરમાં તેઓએ જણાવ્યું કે જેમના પ્રત્યે તમને સન્માનની લાગણી થાય, જેની હાજરીમાં તમારા સંકલ્પ-વિકલ્પ વિલીન થઇ જાય અને જેમની પાસે તમને પરમ શાંતિનો અનુભવ થાય તેવી વ્યકિતને તમે ચેતનનિષ્ઠ કે ગુરુ તરીકે ઓળખાવી શકો.
વિમલા ઠાકર કહે છે કે, જેમની ચેતનામાંથી અહંકાર સમૂળગો નષ્ટ થઇ ગયો છે અને જેમની ચેતના સમગ્રતામાં પ્રતિષ્ઠિત થઇ ગઇ છે, જેમની વાણી અને વ્યવહારમાં તટસ્થતાની સૌરભ છે અને જેમનું જીવન પ્રભુમય બની ગયું છે એવી વ્યકિતને તમે ગુરુપદમાં પ્રતિષ્ઠિત છે એમ કહી શકો.
પૂજય મોટા ગુરુનાં લક્ષણોનું વર્ણન કરતાં કહે છે કે, આવી વ્યકિતઓ નિવૃત્તિમાં પ્રવૃત્ત અને પ્રવૃત્તિમાં નિવૃત્ત થઇ હોય છે. દેખીતી રીતે બીજાઓ માટે અનુપયોગી દેખાતી આવી વ્યકિતઓ સમસ્ત વિશ્વના ઉત્ક્રાંતિ માર્ગમાં ભાગ ભજવતી હોય છે. સંત જ્ઞાનેશ્વર કહેતા, ગુરુ વ્યકિત રૂપે આવિર્ભૂત ચેતનાની એક અવસ્થા છે.
ગુરુપૂર્ણિમા આઘ્યાત્મિક જગતનું મહાન પર્વ છે. સંસ્કૃતિના ઇતિહાસમાં અષાઢી પૂર્ણિમા અર્થાત્ ‘વ્યાસપૂર્ણિમા’ના આ દિવસે ભારતમાં ગુરુપૂજન કરવાનો મોટો મહિમા છે. પૌરાણિક ઇતિહાસ મુજબ સૌપ્રથમ ભગવાન વેદવ્યાસનું પૂજન નૈમિષારણ્યમાં વસતા સૌનક ઋષિએ કર્યુ.
વર્ષોની સાધના અને ઉપાસના કરવા છતાં સૌનક ઋષિને ઈશ્વરની અનુભૂતિ થતી નહોતી એટલે ભગવાન વેદવ્યાસની દિવ્ય દ્રષ્ટિએ એમનામાં આત્મજ્ઞાનની જયોત પ્રગટાવી. ઋષિએ તેમને આચાર્યપદે નિયુકત કરી તેમનું ભાવભર્યું આતિથ્ય અર્ચન-પૂજન કર્યું. ત્યારથી અર્થાત્ ઋષિકાલીન યુગથી ભારતમાં ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે ગુરુપૂજનનો મહિમા છે. અનેક સ્થળે ગુરુપૂર્ણિમા ઊજવવાની પ્રથા પણ પ્રચલિત છે.
# # # # #
Article with courtesy of the “The Times of India”
Why We Connect Easily To A Living Master
Bhanumathi Narasimhan
The guru is an embodiment of wisdom, and love. In Sanskrit, the word for gravity is gurutvakarshan. The earth holds on to us with the force of gravity. Without this attraction or love, we would not have a base. Similarly, gurutva is the basis of our life. The guru is the guiding light who removes the darkness of ignorance and shows the path to wonderment.
One day, while Lord Shiva was performing a puja, his consort Parvati sees him bowing his head in reverence. Seeing this, she asks: “You are the Supreme Consciousness, the substratum of entire Creation. Who is it that you bow down to?”
Shiva replied: “Dear Parvati, for the benefit of all humanity, I will answer your question. It is to the allpervading guru tatva that I bow down to.” In the many beautiful verses that followed called the Guru Gita, Shiva explains the guru principle, and says how fortunate one is to have a living master in his life.
The guru in the physical form is called pratyaksh. In the presence of the master, our enthusiasm and spirit are in an elevated state. Our sorrows diminish, joy wells up, there is contentment, knowledge is nourished and protected, and talent blossoms.
When a drop feels connected to the ocean, it feels the strength of the ocean. When we are connected to this tradition, we feel the strength and protection of all the masters. All these masters are an expression of the same Infinite, Undivided, Supreme and Pure Consciousness.
The guru is a tatva – an omnipresent, omniscient, omnipotent principle. Establishing connection with this tatva is a source of great strength. We know we have forefathers, great-grandparents and so on. Yet we feel most attached and connected to our parents or grandparents because they are with us. Similarly, we have many gurus in our tradition, but when we come in the presence of a living master, the connection is established immediately. The entire knowledge from time immemorial is made available to us.
Guru Purnima is a time to feel grateful. The more grateful we are, the more grace flows into our lives. On Guru Purnima, we remember all the masters who were, who are and who will be in the future. We feel gratitude towards the master who moves us from a limited understanding and pride of ‘‘i know everything” to “i am everything”.
A disciple seeks knowledge. A devotee seeks nothing. A devotee is soaked in love and devotion. Guru Purnima is a special day of the devotee as well. When a river meets the ocean, the river no longer remains a river. It becomes the ocean. It is the same when the devotee meets the Divine. Only Divinity remains. The individual ‘i’ dissolves in the One Divinity.
When we look at the world through the eyes of the master, the world will look so much more beautiful – a place filled with love, joy, compassion and virtues. The master’s presence is one that is unlimited, vast, infinite and all-inclusive. The presence of the master in one’s life brings fulfilment in all other relationships.
To that one, eternal, pure, unbounded embodiment of knowledge and absolute bliss, to the lotus feet of my master, i bow down with respect and gratitude.
The writer is director, women and child welfare programmes, the Art of Living Foundation.
Today (સંવત ૨૦૬૫, અષાઢ સુદ ૧૫, મંગળવાર, તારીખ જુલાઈ ૦૭, ૨૦૦૯) is Guru Purnima.

ઈશ્વરને માપવો એ આકાશને ગલેફ ચઢાવવા બરાબર છે !

ઈશ્વરને માપવો એ આકાશને ગલેફ ચઢાવવા બરાબર છે !

આ લેખ દિવ્ય ભાસ્કર દૈનિકમાં તારીખ ૦૨ જુલાઈ ૨૦૦૯ ના વડીલ વારસો માં ત્રંબક જોશીના નામે પ્રકાશિત થયેલ છે જે તેમના સૌજન્ય સહ અહીં પ્રકાશિત કરતાં આનંદ અનુભવું છું.

એક સરલ ભજનની કડી સુવિદિત છે, “હરિ તારાં છે હજાર નામ, કયા નામે લખવી કંકોત્રી ?” તો વળી કોઈ હિન્દી ભગત કવિ કહે છે, પહેચાન શકે તો પહેચાન, કણ કણ મેં છૂપા હૈ ભગવાન ! તો કોઈક આપણી નિરાશાને આસ્થાનો આધાર દેવા કાંઈક આવું સૂચન કરે છે કે, જો તમને લાગે કે, “GOD IS NO WHERE” તો તે વાક્યમાં શ્રધ્ધાની સૂક્ષ્મતા ઉમેરશો તો એના એ જ અક્ષરોથી પડઘો પડશે. ” GOD IS NOW HERE ” . આ બધી જ વાતોને મર્મ આપણાથી આ ઉંમરે અજાણ્યો હોય, એવું માનવા મન તૈયાર નથી !

તેમ છતાં, પ્રભુને પામવાની આપણા સૌની પામરતા, પળે પળે આપણા પથમાં ઠોકર થઈને પીડે છે ! અલબત્ત, આપણી ગતિ એ મારગની હોય તો !

ધર્મ, શાસ્ત્રો, પુરાણોનાં અતિ વિદ્વાન વિભૂતિઓએ પણ અનેક ચર્ચા, સંવાદ, પરિસંવાદ બાદ અંતે શરણાગતિ સ્વીકારી “નેતિ નેતિ” કહી સપર્પિત થઈ ગઈ છે ! હવે વાત આવે આપણા જેવા અતિ સામાન્ય મિત્રોની ! હરિ અનંત, હરિકથા અનંતા. .. નો ઉત્તરાવસ્થામાં આનંદ માણતાં આપણને ઈશ્વરનાં દર્શન કરવાની, એની લીલાની અનુભૂતિ કરવાનું ગમે, મન થાય એ સ્વાભાવિક છે. અને પછી આપણી જિજ્ઞાસા બાળ સહજ કુતૂહલતાથી શરૂ થાય કે, ” કોઈ કહોને પરમેશ્વર કેવા હશે? કેવા હશે , ક્યાં રહેતા હશે. ? શિશુ વયની આ જિજ્ઞાસા પાકટ વયે અભિપ્સા બની રહે ત્યાં સુધીની આધ્યાત્મ યાત્રાનાં આપણે પ્રવાસી ભલે બની ગયાં હોઈએ છતાં ઈશ્વરની અખિલાઈને માપવી એ આકાશ કુસુમવત છે, એવી મહદ્ મુમુક્ષોની લાગણી રહી છે !

કોટિબ્રહ્માંડ નાયકનું વામનત્વ પણ કયારેક આશ્ચર્યના પહાડ ખડકી દે તેવું હોય છે તો તેનું વિરાટ સ્વરુપ કેવું હશે? આપણા જગતના આવરણમાંથી બહાર નીકળ્યા વિના આપણે સૌ ઉપરવાળાને આપણી કૂપમંડૂક ધારણાની સરહદમાં સીમિત કરવા મથતા આવ્યા છીએ ! એને માપવો એટલે આકાશને ગલેફ ચઢાવવા બરાબ છે, જે લગભગ અસંભવ છે, એવું આપણા અથાગ પ્રયાસો છતાં નથી લાગતું ? ક્યારે તો આપણી કલ્પનાનો ભગવાન, પેલા અંધ બાંધવોની હાથીની ઓળખ જેવો જ સાબિત થાય છે. એ બંધુઓને સમગ્ર હાથીની તો કલ્પના જ ક્યાંથી હોય? આમ જોવા જઈએ તો બધી જ મથામણ દેખીતી રીતે જ્ઞાનમાર્ગની નીપજ છે, એમ માનવું પડે !

જો કે અંધવિશ્વાસની આ સંદર્ભે કોઈ જ વાત નથી. છતાં જ્ઞાનપંથે પ્રશ્નાર્થોના અનેક પડાવ સહજ રીતે આવ્યા જ કરે છે ! આવું કેમ? આ શા માટે? આમ કેમ નથી? જેવા અનેક સવાલો આપણા મનમાં ઉભરાયા કરે છે અને આપણી તર્કબુધ્ધિ એમાં, આદત પ્રમાણે પેટાપ્રશ્નોનો ઉમેરો કરેછે ! બસ … પછી પ્રભુને માપવાની આપણી ફૂટપટ્ટી એક ક્ષિતિજ બની રહી છે, જેનો અંત જ નથી !

જો કે સમાંતર રીતે એક બીજો પ્રશ્ન મનોમન ઉદ્ ભવે કે, ઈશ્વરને માપવાની આપણે શી જરૂર ? જ્યાં જયાં નજર મારી ઠરે, ત્યાં જેની સ્મૃતિઓનાં વૃંદાવન મહેકતાં હોય, આપણો નશ્વર દેહ પણ એની જ કરામતે અનેક આશ્ચર્યનું સંગ્રહસ્થાન સાબિત થયો હોય, પ્રકૃતિના અણુએ અણુમાં ઉપરવાળાનું અસ્તિત્વ વિલસી રહ્યું હોય અને, એ બધું ને બધું આપણી આસપાસ જ હોય, ત્યાં એને પામવાનો આનંદ કોરે મૂકી, માપવાની મૂર્ખામી શીદને કરવી ?

કેટલીક વાર આપણું જ્ઞાન દર્શાવવાની આપબડાઈમાં, ઈશ્વરને ઓળખ્યાની બડાશ હાંકીએ ત્યારે, આપણે મહાસગારમાં પવાલું પાણી ઉમેરી, સમુદ્રની સપાટી માપવા જતા હોઈએ, એવા વામણા લાગીએ છીએ ! અનુભૂતિનો ઈશ્વર, દર્શનના ઈશ્વર કરતાં અનેક ગણો વિરાટ છે ! તેમ છતાં, રૂંવે રૂંવે એનું અસ્તિત્વ પ્રગટ્યાના દાખલા દ્રષ્ટાંતો, મસ્તક મૂકી એનું નામ દેનારા, અનેક ભક્તો દ્વારા આપણને મળ્યા છે ! અને આપણાં સર્વ માટે ખરો સરળ રસ્તો એ જ છે કે, કશું ય ન સમજાય તો, એ પરમતત્વને પીછાણવાની પળોજળમાં પડવાને બદલે, એના શરણે આપણું સઘળું સપર્પિત કરી દેવું !

” ત્વમેવ સર્વમ્ મમ દેવ દેવ . ..” ના શરણાગત ભાવે આપણામાં એક આંતર્ચક્ષુની દિવ્ય દ્રષ્ટિનું ઉદધાટન થશે અને ચર્મચક્ષુની ક્ષુલ્લકતાને આંબી, આપણે કદાચ પ્રભુની એક ઝલક પામવાને ભાગ્યશાળી બનીશું.

આ સ્થિતિનું નિર્માણ કોઈ બીજું કરી આપશે, એવું માનવાથી આપણે ઊલટા પ્રભુથી દૂર જતા જઈશું ! માટે ભગવાનની વિશાળતાનો તાગ કાઢવાની કોઈ જ કહેતાં કોઈ મથામણ ન કરતાં, બે હાથ જોડી નત મસ્તકે, શુદ્ધ હ્મદયે અને પવિત્ર મને પ્રભુને કહેવું, ” જેવો તેવો હું તારો, હાથ પકડ પ્રભુ મારો … ” આટલું જ જો શરણાગત ભાવે કરી શકાય, તો માંહયલા સાથે વસતો મુરલીધર એની મેળે અનાવૃત થઈ, આપણી આંગળી ઝાલી દોરીને જાતે જ એની અખિલાઈની અનુભૂતિ કરાવશે !

જો કે, ત્યાર પછી આપણને બીજું કશુંય જોવાની જરૂર નહીં રહે !

જનની

“जननी नी जोड़ सखे,नहीं मले रे लोल,

मीठा मधु ने मीठा मेहुला रे लोल,

एथी मीठी तो मारी मात रे !

जननी नी जोड़ सखी नहीं मले रे लोल” !!!!!!

श्री खबरदार नी कविता तो आपणा ह्रदय नो आवाज छे.

माता नी खोट कोई भरपाई करी शके नहीं.

माता नो प्रेम आपनी सची दोलत छे.

माँ देवी स्वरुप छे —–

या देवी सर्व भूतेषु,शक्तिरूपेण संन्स्थिता –नमः ………

ઉપરોક્ત માહિતિ શ્રી હર્ષદ ભટ્ટ તરથી પ્રાપ્ત થઈ છે.

આ આખું ગીત નીચે પ્રમાણે છે.

જનનીની જોડ સખી! નહી જડે રે લોલ

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

- દામોદર ખુશાલદાસ બોટાદકર

દશ પાપ

ધર્મસિંધુસાર નામના ગ્રંથમાં દશ પાપોનો ઉલ્લેખ છે. આ દશ પાપ નીચે પ્રમાણે છે.

૧ ચોરી

૨ હત્યા

૩ પરસ્ત્રીગમન

૪ કટુવચન – કડવાં વેણ

૫ જૂઠ

૬ નિંદા

૭ મિથ્યા પ્રલાપ – નિરર્થક બોલવું

૮ બીજાના ધનનો લોભ

૯ અનિષ્ઠનું ચિંતન

૧૦ અસત્યનો આગ્રહ

ચોરી, હત્યા અને પરસ્ત્રીગમન એ શારીરિક પાપ છે; કટુવચન, નિંદા અને મિથ્યા પ્રલાપ એ યાચિક પાપ છે અને બીજાના ધનનો લોભ, અનિષ્ઠનું ચિંતન અને અસત્યનો આગ્રહ એ માનસિક પાપ છે.

Saturday, May 14, 2011

મૃત્યુની ફિલસૂફી: માધવ મળવાને બોલાવે તો રડવાનું શું હોય!

મૃત્યુની ફિલસૂફી: માધવ મળવાને બોલાવે તો રડવાનું શું હોય! વિશે શ્રી કાન્તિ ભટ્ટનો લેખ “દિવ્ય ભાસ્કર” દૈનિકમાં પ્રકાશિત થયો છે.

Kanti Bhatt, Friday, May 08, 2009 00:51 [IST]

શ્રી કાન્તિ ભટ્ટ લખે છે કે,…..

વિલિયમ શેકસપિયરે ‘કિંગ હેન્રી’ નાટકમાં એક સંવાદ લખેલો. વી ઓ ગોડ એ ડેથ… હી વેટ ગીવ્ઝ ઈટ ધીસ યર ઈઝ કિવટસ ફોર ધ નેકસ્ટ. અર્થાત્ મૃત્યુ એ આપણું ઈશ્વર પ્રત્યેનું ઋણ છે. અર્થાત્ માણસ મરે ત્યારે ઈશ્વર પ્રત્યેનું ઋણ ચૂકવે છે. મૃત્યુ એ ડરવાની ચીજ નથી. માનવીનો આત્મા મુકત થયો એમ માનીને મૃત્યુ ઊજવવાની ચીજ છે. મારા ગામમાં કોઈ રામાનંદી કે બીજા માર્ગી સાધુનું મોત થતું તો ભજનકીર્તન અને નાચગાના સાથે તેના શબને લઈ જવાતું.

જનની ખોળામાં બોલાવે એમાં ડરવાનું શું હોય?
માતા વસ્ત્રો મુજ બદલાવે એમાં ડરવાનું શું હોય?
થાકયાનો વિસામો મૃત્યુ, લોક કહે છે અંત
જીવનનો ના અંત કદીયે, જીવન છે અનંત
માધવ મળવાને બોલાવે રુદન કરવાનું શું હોય?. …… અજ્ઞાત

આ લેખ વાંચવા નીચેની લિન્ક ઉપર ક્લિક કરો.

મૃત્યુની ફિલસૂફી: માધવ મળવાને બોલાવે તો રડવાનું શું હોય!



The article is displayed below with the courtesy of the Columnist Shree Kantibhai Bhatt and the management of the Divya Bhaskar daily.

વિલિયમ શેકસપિયરે ‘કિંગ હેન્રી’ નાટકમાં એક સંવાદ લખેલો. વી ઓ ગોડ એ ડેથ... હી વેટ ગીવ્ઝ ઈટ ધીસ યર ઈઝ કિવટસ ફોર ધ નેકસ્ટ. અર્થાત્ મૃત્યુ એ આપણું ઈશ્વર પ્રત્યેનું ઋણ છે. અર્થાત્ માણસ મરે ત્યારે ઈશ્વર પ્રત્યેનું ઋણ ચૂકવે છે. મૃત્યુ એ ડરવાની ચીજ નથી. માનવીનો આત્મા મુકત થયો એમ માનીને મૃત્યુ ઊજવવાની ચીજ છે. મારા ગામમાં કોઈ રામાનંદી કે બીજા માર્ગી સાધુનું મોત થતું તો ભજનકીર્તન અને નાચગાના સાથે તેના શબને લઈ જવાતું.

બાળવાર્તાના મશહૂર લેખક હાન્સ ક્રિશ્ચિયન એન્ડરસન તેના ખિસ્સામાં હંમેશાં એક ચિઠ્ઠી રાખતાં કે તે મરણ પામે ત્યારે બરાબર ચોક્કસાઈ કરી લેવી કે મારો જીવ બરાબર ઊડી ગયો છે કે નહીં! જૈન સાધુઓમાં ઘણા મૃત્યુથી ડરતા નથી. ‘સંથારા’ દ્વારા પોતે જ મૃત્યુ આવે ત્યાં સુધી ઉપવાસ કરે છે. એટલું જ નહીં જે સાધુ ન થયા હોય તેવા જૈન ભાવુકો સંથારો કરે છે. ઈચ્છા-મૃત્યુ નોતરે છે.

નડિયાદમાં જૈનોના પૂજનીય સાધુ હેમરત્નસૂરી મહારાજ સાહેબ તાજેતરમાં તેમના પદમાસનના પોઝમાં મે ૨૦૦૯માં દેહાવસાન પામ્યા પછી અમદાવાદના કલ્પેશ શાહ નામના ભકતે હેમરત્નસૂરીજીના મૃત્યુના અંતિમસંસ્કાર કરવા માટે રૂ.૧ કરોડ ૧૧ લાખ અગિયાર હજાર એકસો એકની બોલી, બોલી હતી.

ભણેલાગણેલા કહેવાતા જૈનો કે બીજા વાચકોને આ વાત વિચિત્ર લાગી હશે પણ જૈનોમાં જ નહીં દરેક કોમમાં આ પ્રકારે મૃત્યુ પછીની વિધિઓમાં શ્રદ્ધાનું તત્ત્વ હોય છે તે શ્રદ્ધાને માન આપવું જોઈએ. જાપાનમાં ઝેન પંથના સાધુઓ તો બેચરી મુદ્દા દ્વારા પોતાનો પ્રાણવાયુ અટકાવીને ઈચ્છામૃત્યુ નોતરતા હતા.

કવિ મકરંદ દવેના દેહાવસાન પછી આજેય નંદીગ્રામમાં તેમના પત્ની કુંદનિકાબહેન દર ગુરુવારે મકરંદ દવે લિખિત‘વિષ્ણુ સહસ્ત્રનામ-અંતર પ્રવેશ’ના પાઠ સવારે ગવરાવે છે.એમના મૃત્યુની એક પુસ્તકરૂપે ‘ઉજવણી’ કરી જણાય છે. ‘અંતવેળાએ’ નામનું પુસ્તક કુંદનિકાબહેને પ્રગટ કર્યું છે જે જૈન મહારાજો હોય કે સાને ગુરુજી હોય કે પશ્ચિમના વિદ્વાનો હોય તેમણે ઈચ્છામૃત્યુ નોતર્યા છે. કુંદનિકાબહેન કાપડિયાએ આ પુસ્તકમાં એક અજ્ઞાત કવિની કાવ્ય પંકિતઓ છાપી છે.

જનની ખોળામાં બોલાવે એમાં ડરવાનું શું હોય?
માતા વસ્ત્રો મુજ બદલાવે એમાં ડરવાનું શું હોય?
થાકયાનો વિસામો મૃત્યુ, લોક કહે છે અંત
જીવનનો ના અંત કદીયે, જીવન છે અનંત
માધવ મળવાને બોલાવે રુદન કરવાનું શું હોય?

ખરેખર કુંદનિકાબહેન ‘અંતવેળાએ’ પુસ્તક લખ્યું છે તે મૃત્યુના મહાનિબંધ જેવું પુસ્તક છે. આ પુસ્તક લખવા માટે લગભગ બે ડઝન પુસ્તકોનો કુંદનિકાબહેને અભ્યાસ કર્યોછે. તેમાં મકરંદ દવેનું ગરુડપુરાણ, શ્રીકાંત આપ્ટેનું ‘મૃત્યુ : અમૃત ખોળો,’ ‘મૃત્યુના પ્રવેશદ્વારે’-લેખક જયોફે હડસન-અનુવાદક(ચીનુ મોદી) પરમ સખા મૃત્યુ-કાકા કાલેલકર અને બ્યુટી ઓફ ડેથ નામના મહેન્દ્ર મેઘાણીના સંપાદનવાળા પુસ્તકનાં અંશો પણ લીધા છે.

તેમાં તેમણે લીધેલા કેટલાંક મૃત્યુ વિશેના કીમતી ઉદ્ગારો વાચકો માટે અહીં ઉતારું છું. જૈનોના પૂજનીય હેમરત્નસૂરી મહારાજ સાહેબનાં દેહાવસાન નિમિત્તે અમદાવાદના અબજપતિ ભકતે તેમને અગ્નિદાહ દેવાનો મોકો મળ્યો છે તે સમાચારે જ મને આ લેખ લખવા પ્રેર્યો છે.

કુંદનિકાબહેને સ્વામી અભેદાનંદના પુસ્તકનો ઉલ્લેખ કર્યો નથી. સ્વામી અભેદાનંદજી આજથી બરાબર ૧૧૦ વર્ષ પહેલાં અમેરિકા ગયેલા. તે વખતે ત્યાં ન્યુ ઇંગ્લેંડ ક્રિમેશન સોસાયટી ઊભી થઈ હતી. તેના પ્રમુખ પાદરી પોલ ફોધaગ હોમે ખ્રિસ્તીઓને દાટવાને બદલે હિન્દુઓ-જૈનોની જેમ અગ્નિદાહ દેવાની પદ્ધતિ વખાણી હતી. સ્વામી અભેદાનંદને ‘ક્રિમેશન ઈન ઇન્ડિયા’એ વિષય ઉપર બોલવા કહેલું.

સ્વામીએ કહેલું ‘‘હિન્દુઓમાં મૃત શરીરનો અંતિમવિધિ કરવાની એકદમ બ્યુટીફુલ પદ્ધતિ છે. હિન્દુ માને છે કે માનવીનો આત્મા-સ્પિરિટ તેના શરીરથી જુદો છે. તેનો આત્મા એ જ ખરો માનવ છે પણ આત્મા ચાલ્યો જાય ત્યારે દેહ એક કોચલું છે. છતાં પણ કોઈ મહાન આત્મા દેહ છોડે ત્યારે તે જે દેહ દ્વારા લોકોને ઉપદેશ આપતા હતા તે દેહ પણ ઘણા કીમતી સમજે છે.’’

સ્વામી અભેદાનંદની ઉપરની વાત પ્રમાણે અમદાવાદના અબજપતિ જૈન ભકતે હેમરત્નસૂરી મહારાજ સાહેબના દેહને અગ્નિદાહ દેવાનો મોકો મોંધે ભાવે ખરીધો તેમાં એ શ્રદ્ધાળુ ભાઈનું લોજિક સ્વામી અભેદાનંદજીના ઉદ્ગારો સાથે મેળ ખાય છે. સ્વામી અભેદાનંદે મૃત્યુ વિશે જે કહેલું તેનો સંપૂર્ણ અહેવાલ ૨-૬-૧૮૯૯ના ‘બોસ્ટન જર્નલ’ નામનાં અમેરિકાના પ્રતિષ્ઠિત દૈનિકમાં છાપેલો.

તેમાં લખેલું કે અભેદાનંદજીના કહેવા પ્રમાણે હિન્દુઓ મૃત્યુ અને અગ્નિદાહના વિષય ઉપર ઘણો ઊચો મત ધરાવે છે. હિન્દુ માને છે કે આત્મા જ સર્વસ્વ છે અને શરીર કાંઈ નથી. એ કાં મુકત થવા મથે છે કે પછી બીજા નવા શરીરમાં આવવા બીજો જન્મ ધરે છે.

પુસ્તક ‘અંતવેળાએ’ મારા હાથમાં આવ્યા પછી મેં નંદીગ્રામ (વલસાડથી ૧૩ માઈલ) ફોન કર્યોઅને પૂછયું તમારા આ પુસ્તકમાંથી ‘દિવ્ય ભાસ્કર’ના વાચકો માટે તમને સૌથી પ્રિય હોય તે ભાગ રજૂ કરવા યોગ્ય હોય તે કહો. તેમાં ‘જીવનવિકાસનો અંતિમ તબક્કો’ એ લેખ તેમને રજૂ કરવા જેવો લાગ્યો છે તેનો મારી ભાષામાં સાર:‘‘મારી એક બહેનનું અવસાન થયું. ધૂળિયા ગામની ગલીમાં વહાલી બહેન સાથે બચપણ વિતાવેલું તે બહેને જીવનના અનેક ઉઝરડા ઝીલેલા છતાં તેણે ગુલાબનાં ફૂલ જેવી સંવેદનશીલતા જાળવી રાખેલી એમનું મૃત્યુ ભૂલવું આકરું લાગ્યું.

મૃત્યુ એક આકરી ઘટના છે. તેની સ્વીકતિ અઘરી છે પણ સ્વીકારવું પડે જ. એ વખતે ડો.એલિઝાબેથ કુબ્લર રોસનું પુસ્તક હાથમાં આવ્યું તે માનસોપચારક હતા. મૃત્યુ વિશે ઘણું સંશોધન કરેલું. અસાઘ્ય રોગના અંતિમ તબક્કામાં અતિ વેદનાથી પીડાતા દર્દીને મશીનોથી કૃત્રિમ રીતે જિવાડવાને બદલે તેને હોસ્પિટલને બદલે ઘરના હૂંફાળા વાતાવરણમાં મરવા દેવા જોઈએ. તેવો ડો. કુબ્લરનો મત હતો.’’ મૃત્યુની અવસ્થાને જીવનના વિકાસની છેલ્લી તક ગણાવતાં પુસ્તકનો આવો સાર છે.

‘‘મૃત્યુ જીવનની મર્યાદા આંકે છે. એટલે જ પોતાની પાસે છે તેટલા સમયની અંદર કંઈક સુંદર, સર્જનાત્મક કરી લેવાની મનુષ્યને આકાંક્ષા રહેવી જરૂરી છે. આપણે જે કંઈ છીએ, જે કાંઈ આપણે કર્યું છે તેનો બધો સરવાળો મૃત્યુ વખતે થાય છે.’’ મારી દ્રષ્ટિએ મૃત્યુને સમજવા કરતા જીવતા માણસે આ સૂત્ર ગોખવા જેવું છે.

મૃત્યુ અંગે તમે ટનબંધ વાંચો અને વિદ્વાનો મૃત્યુને ભલે આત્માની આનંદભૂમિ કહે કે એના વિશે ડહાપણભર્યા વાકયો કહે પણ આત્મજનનું મૃત્યુ ભુલાવું બહુ જ અઘરુ છે. શું કુંદનિકાબહેન મકરંદભાઈના મૃત્યુને ભૂલી ગયાં છે? આજે મકરંદભાઈની પ્રતિમાવાળી દહેરી નંદીગ્રામમાં ઊભી છે.

મૃત્યુને ભૂલી જવાનું કોઈને કહેવું તે સહેલું છે પણ એનું વિસ્મરણ ખૂબ કિઠન છે.ડો.ક્રિશ્ચિયન બર્નાડેએ ‘ગુડ લાઇફ ગુડ ડેથ’ નામનું પુસ્તક લખ્યું છે તેમાં જે વ્યકિત જિંદગીથી ગળે આવી જાય તેણે યુથેનેઝિયા અર્થાત્ સ્વમૃત્યુ નોતરી લેવું જોઈએ તેવી વાત લખી છે.

ડો.ક્રિશ્ચિયન બર્નાર્ડ કહે છે કે મૃત્યુ વિશે મેં પુસ્તક લખવાનો વિચાર કર્યોત્યાર પછી મૃત્યુ વિશેના પુસ્તકોની સંખ્યામાં ૧૦૦૦ ટકાનો ઉમેરો થયો છે! જો કુંદનિકાબહેને ‘અંતવેળાએ’ પુસ્તક લખવા માટે ૨૪ પુસ્તકોનો આશરો લીધો હોય તો પછી બીજા લેખકોએ કેટલા મૃત્યુ વિશેના પુસ્તકો વાંરયા હશે? પણ લોકો વહાલાજનના મૃત્યુને પુસ્તક વાંચી ભૂલે છે? નહીં.

ડો.ક્રિશ્ચિયન બર્નાર્ડ કહે છે કે ખરેખર તો જો તમારા નિકટના લોકોને વિલાપ કરતાં ન છોડવા હોય તો-અને જો તમે જિંદગીથી ગળે આવી ગયા હો તો ઈચ્છામૃત્યુ (આપઘાત) શ્રેષ્ઠ રસ્તો છે.

જો અકસ્માતમાં મરી જાઓ તો જુદી વાત છે પણ બીમારીમાં રીબાઈ રીબાઈને દવા થકી કૃત્રિમ રીતે (ખાટલામાં પડીને) જીવનને લંબાવવું તેના કરતાં હાથે જ મૃત્યુ નોતરવું સારું છે અને એ મૃત્યુની તૈયારી તમે કરો, સાથે તમે તમારા નિકટના લોકોને પણ માનસિક રીતે તૈયાર કરી શકો છો એટલે તમારા મૃત્યુ પછી કોઈને વિલાપ ન રહે. પણ એક વાત લખી લો કે કોઈના નિકટના વહાલાજનનું મૃત્યુ થાય તે પછી તે મૃત્યુને ભૂલી જવાની ફિલસૂફી ડહોળવી નહીં.

દરેક જણને પોતાના નિકટજનના મૃત્યુનો વિલાપ કે વિરહનું દુ:ખ તેની અંતિમ કક્ષાએ પહોંચે ત્યાં સુધી તે દુ:ખ ભોગવવાની અને વ્યક્ત કરવાની તક આપો. મરણ પછી કોઈ શોક કરે તો તેના હાથમાં ગમે તેટલા મરણ ઉપરની વિદ્વતાના થોથાં આપો, તે મરણને થોથાથી નહીં ભૂલે. માત્ર પોતાના વિલાપની વ્યર્થતા જાતે સમજશે ત્યારે જ ભૂલી જશે અગર નહીં પણ ભૂલે. દુ:ખને અંતિમ કક્ષાએ પહોંચવા દો તો જ દુ:ખ ભુલાય. તમારું દુ:ખી થવું તે બીજાને સુખ પણ આપતું હોય છે!



Message by Shree Aurobindo

Sri Aurobindo was requested by the All India Radio, Thiruchirapalli (former Trichinopoly ), to give a message for India’s independence. This is the message which was broadcasted from the All India Radio on the 14th of August 1947. It is of special relevance and importance even now.
To read this message click on following link.
Message by Sri Aurobindo

Please note that the above link is not available at present. Inconvenience is regretted.

You may read the message by Shree Aurobindo at below mentioned link posted recently.

Indian Independence Day, 15 August and Marashi Aurobindo



મહર્ષિ અરવિંદનાં પાંચ સ્વપ્ન – મહર્ષિનો સંદેશ

સદર માહિતિ તારીખ ૧૫ ઑગષ્ટ ૨૦૦૭, બુધવારના “લોકસત્તા” દૈનિકમાં પ્રકાશિત થઈ હતી. અહીં તે તેમના-લોકસતા દૈનિક તેમજ આ માહિતિના લેખકના સૌજન્ય અને આભાર સહ પ્રસ્તુત છે.

ક્રાંતિકારી દેશભક્ત અને મહાયોગી – મહર્ષિ અરવિંદ ઘોષ. …….શ્રી હરીશ દ્રિવેદી

પાંડેચેરીમાં અનેક આધ્યાત્મ માર્ગ પ્રવાસીઓ માટે “અરવિંદ આશ્રમ”ની સ્થાપના કરનાર અને “અતિમનસ્”ના આર્ષદ્રષ્ટા મહર્ષિ અરવિંદનો જન્મ ૧૫ મી ઑગષ્ટ ૧૮૭૨ ના રોજ કલકતામાં થયો હતો. શ્રી અરવિંદના પિતા ડૉ. કૃષ્ણધન ઘોષ દેશપ્રેમી હોવા છતાં અંગ્રેજી રહનસહન અને એટીકેટીના ભારે ચાહક હતાં પોતાના પુત્ર “ઓરો”ને પ્રથમ દાર્જિલિંગ મોકલી પ્રાથમિક શિક્ષણ આપ્યા બાદ માત્ર સાત વર્ષની ઉંમરે જ એને ઈંગ્લેંડ ભણવા માટે મોકલી આપ્યા હતા.

પોતાના લગભગ ચૌદ વર્ષના ઈંગ્લેન્ડ નિવાસ દરમ્યાન શ્રી અરવિંદ અભ્યાસની સાથે સાથે લેટિન અને ગ્રીક જેવી પ્રાચીન ભાષાઓમાં પણ નિપૂણતા મેળવી હતી. આઇ.સી.એસ. થઇ અંગ્રેજોની નોકરી ન કરવી પડે એટલા માટે જાણી જોઇને આઇ.સી.એસ. ની પરીક્ષામાં તે નાપાસ થયા હતા. ઇંગ્લેન્ડના અભ્યાસકાળ દરમ્યાન તેમણે ભારતીય વિદ્યાર્થીમંડળની સ્થાપના કરી હતી. તેમની બુધ્ધિ પ્રતિભાથી ભારે પ્રભાવિત થઇ વડોદરાના શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્યમાં વહીવટીય અધિકારી તરીકે તેમની નિમણૂંક કરી હતી.

૧૯૦૧ની સાલમાં મૃણાલિનીદેવી સાથે લગ્ન કર્યું હતું. બાદ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ તેઓ સક્રિય બન્યા હતા. તેમણે એક અત્યંત ગુપ્ત એવા ક્રાંતિદળની સ્થાપના કરી હતી. બીજી બાજું તેઓ યોગ સાધનાના માર્ગ તરફ પણ આગળ વધી રહ્યા હતા. ૧૯૦૫ માં બંગાળના ભાગલા પડતાં અને કલકતામાં નેશનલ કૉલેજની સ્થાપના થતાં અરવિંદ વડોદરાની ભૂમિ છોડી કલકતા ગયા હતા. ત્યાં તેઓ સ્વાતંત્ર્ય સેનાની બિપીનચંદ્ર પાલના “વંદેમાતરમ્” પત્રને ચલાવતા હતા અને સાથે સાથે એમાં ઉગ્ર લેખો પણ લખતા હતા.

૧૯૦૯ માં મુજફરપુરના બોંબધડાકા માટે તેમની ધરપકડ કરી તેમને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા એ કેસમાં તેમનો નિર્દોષ છુટકારો થતાં જેલમાંથી બહાર આવી તેમણે અંગ્રેજીમાં “કર્મયોગિન” અને બંગાળીમાં “ધર્મ” નામે અઠવાડિક પત્રો શરૂ કર્યા હતા. એમાં “દેશબંધુઓ પ્રત્યે” લખેલા એક લેખ માટે તેમના ઉપર ધરપકડનું વોરંટ નીકળ્યું હતું.

ત્યારે કોઈક મિત્રની સહાયથી ફ્રેંચ શાસિત હિંદના પાટનગર પોંડિચેરીમાં તેઓ પહોંચી ગયા હતા. અહીંના એકલવાસના નિવાસ દરમ્યાન રાજકીય ક્ષેત્ર છોડી તેઓ જીવન સાધનાના માર્ગે વધુ આગળ વધતા ગયા. પોંડિચેરીમાં ચાર વર્ષની સાધના બાદ “આર્ય” નામે અંગ્રેજી માસિક તેમણે શરુ કર્યું હતું. ૨૪ નવેમ્બર ૧૯૨૬ના રોજ પોતાની સાધનાની ચરમ સિધ્ધિને પ્રાપ્ત કત્યા બાદ પોંડિચેરીમાં જ અરવિંદ આશ્રમની સ્થાપના કરી હતી. તેમના પૂર્ણ યોગના દર્શનથી પ્રેરાઈને ફ્રાંસથી તેમને શોધતા આવેલા માતાજીએ આશ્રમને પોતાનું સર્વસ્વ અર્પણ કરી પૂર્ણયોગની સાધનામાં અરવિંદ આશ્રમ સાથે જોડાઈ ગયા હતાં.

૧૫ ડિસેમ્બર, ૧૯૫૦ના રોજ મહર્ષિ અરવિંદનું સમાધિ અવસ્થામાં અવસાન થયું હતું. પૂર્ણયોગના આ મહાયોગી અને અતિમનસના આર્ષદ્રષ્ટા અરવિંદે આધ્યાત્મના ક્ષેત્રે “સાવિત્રી” ઉપરાંત અનેક મહત્વપૂર્ણ દાર્શનિક ગ્રંથોની રચના કરી હતી.

૧૫ ઑગસ્ટ, ભારતનું સ્વાતંત્ર્ય અને મહર્ષિ અરવિંદનાં પાંચ સ્વપ્ન

…………………………મહર્ષિ અરવિંદ

[ શ્રી અરવિંદે ૧૫, ઑગસ્ટ, ૧૯૪૭ના દિવસે આપેલો સંદેશ ફરી ફરીને વંચાતો રહે અને તેનું રહસ્ય તેમના લાખો લખો દેશબાંધવોને સમજાવાતું રહે એ ખૂબ જરૂરનું છે. ભારતને શ્રી અરવિંદની દ્રઢ પ્રતીતિની અને શ્રધ્ધાની ઘણી જ જરૂર છે. ...... શ્રીમાતાજી]

[ મારું એક બીજું સ્વપ્ન હતું ભારતે જગતને આપવાની આધ્યાત્મિકતાની ભેટ. એ કાર્ય પણ શરુ થઈ ચૂક્યું છે. ભારતની આધ્યાત્મિકતા યુરોપ અને અમેરિકામાં વધુ ને વધું પ્રમાણમાં પ્રવેશ કરી રહી છે. એ પ્રવૃત્તિ હવે વિશેષ વૃધ્ધિ પામશે. આજના ઘોર વિપત્તિ યુગમાં વધુ ને વધુ આંખો ભારત તરફ આશાભેર વળવા લાગી છે. લોકો ભારતની તત્વ દ્રષ્ટિ અનુસરવા લાગ્યા છે. એટલું જ નહિં, ભારતની સુક્ષ્મ અને આધ્યાત્મિક સાધનાનો પણ આશ્રય લેવા લાગ્યા છે.]

ઑગસ્ટ ૧૫, ૧૯૪૭ એ સ્વતંત્ર ભારતનો જન્મ દિવસ છે. ભારત માટે આ દિવસે એક જૂનો યુગ પુરો થાય છે, એક નવો યુગ બેસે છે. એટલું જ નહિ, આખા જગત માટે પણ આપણે એને મહત્વનો દિવસ બનાવી શકીએ છીએ. એક સ્વતંત્ર પ્રજા તરીકેના આપણા જીવન અને કર્મ દ્વારા આખી માનવ જાતિના ભાવિ માટે, તેના રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિકાસની દિશામાં એક નવા યુગનું મંડાણ પણ આપણે કરી શકીએ છીએ.

૧૫ મી ઑગસ્ટ એ મારો પોતાનો જન્મ દિવસ છે. એ દિવસ આવું મહાન ગૌરવ ધારણ કરે એ પણ મારા માટે એક સ્વાભાવિક રીતે ઘણી આનંદમય ઘટના છે. આ સુયોગને હું કેવળ એક અકસ્માત તરીકે જ નથી જોતો. પરંતુ મારા જીવનના આરંભકાળથી મેં જે કાર્ય હાથ ધર્યું છે, અને એ કાર્યમાં પ્રભુની જે દિવ્ય શક્તિ મને પદે પદે દોરી રહી છે તે દિવ્ય શક્તિને મારા એ કાર્ય ઉપર આ સુયોગ દ્વારા પોતાની પૂર્ણ અનુમતિ દર્શાવતી, પોતાની મહોર – છાપ મારી આપતી જોઉં છું. આ સુયોગમાં હું મારા જીવનકાર્યને પૂર્ણ સિધ્ધિની દિશામાં ગતિ કરતું જોઉં છું. સાચે જ, મારા જીવનકાળ દરમ્યાન જે જે જગદવ્યાપી પ્રવૃત્તિઓ કેવળ અવ્યવહારૂ સ્વપ્ન જેવી જ દેખાતી હતી, તે સઘળી પ્રવૃત્તિઓને હું આજે સફળ થતી, યા તો સફળતાની દિશામાં ગતિ કરતી જોઉં છું. સ્વતંત્ર બનેલું ભારત આ સર્વ પ્રવૃત્તિઓમાં ઘણો મોટો ભાગ ભજવી શકે છે, જગતને માર્ગદર્શક બની શકે છે.

આ સ્વપ્નોમાં પ્રથમ સ્વપ્ન હતું એક ક્રાતિકારી આંદોલન દ્વારા સ્વતંત્ર અને સંગઠિત ભારતનું સર્જન કરવું. આજે ભારત સ્વતંત્ર બન્યું છે પણ તેણે એકતા સિધ્ધ નથી કરી. એક ક્ષણે તો એમ પણ લાગતું હતું કે આ સ્વતંત્ર થવાની ક્રિયામાં જ તે પાછું બ્રિટિશ અમલ પૂર્વે હતી તેવી છૂટાં છૂટાંરાજ્યોની અંધાધૂધી ભરેલી હાલતમાં સરી પડશે. પરંતુ હવે એમ લાગે છે કે સદભાગ્યે આ ભય હવે ઊભો નહિં થાય, અને જો કે હજી તો અપૂર્ણ રહેલું છતાં એક વિશાળ અને શક્તિશાળી સંઘ તંત્ર સ્થપાશે. વળી બંધારણ સભાની ડહાપણપૂર્વકની જોરદાર નીતિને લીધે દલિત વર્ગોનો પ્રશ્ન પણ કશી ફાટફૂટ વિના ઊકલી જશે એમ સંભવિત લાગે છે. પણ હિન્દુઓ અને મુસલમાનો વચ્ચેના જુના કોમી ભેદ આજે તો જાણે દેશના કાયમી રાજકીય ભાગલાનું રૂપ લઈ લીધેલું દેખાય છે. આશા રાખીએ કે આ સિધ્ધ ગણાતી હકીકતને હંમેશને માટે સિધ્ધ થઈ ગયેલી હકીકત તરીકે નહિં સ્વીકારી લેવામાં આવે,અને એને એક કામચલાઇ નિવેડો જ ગણવામાં આવશે. કારણ કે જો આ ભાગલા ચાલુ રહેશે તો શક્ય છે કે ભારત ગંભીરપણે નિર્બળ બની જાય, સાવ અપંગ બની જાય. આ ભાગલા રહેશે ત્યાં સુધી આંતરવિગ્રહનો હંમેશાં સંભવ રહેવાનો. એટલું જ નહિં, ભારત પર કોઈ બીજી સત્તાનું આક્રમણ પણ બને, અને પરદેશી સત્તાના હાથમાં પાછું ભારત ચાલ્યું જાય. ભાગલાને લીધે ભારતનો પોતાનો આંતરિક વિકાસ અને પ્રગતિ પણ અટકી પડે, જગતની પ્રજાઓમાં પણ એનું સ્થાન નબળું પડી જાય તથા ભારતનું પોતાનું જે વિશિષ્ટ જીવનકાર્ય છે તેને ક્ષતિ પહોંચે અને તે નષ્ટભ્રષ્ટ પણ થઈ જાય એવો પણ સંભવ છે જ. આમ ન જ થવા દેવાય. ભાગલા જવા જ જોઈએ. આપણે આશા રાખીએ કે આ ઘટના સ્વાભાવિક રીતે જ બની આવે. ભારતના આ બે ભાગ વચ્ચે શાંતિ અને સુમેળ હોવાં જરુરી છે એટલું જ નહિં પણ બંનેએ ભેગા મળીને કાર્ય કરવાનું છે એ વાતનો વધુને વધુ સ્વીકાર થવા લાગે. બંને ભાગો ભેગા મળીને કાર્ય કરવા લાગે અને એ માટે જરુરી સાધનો ઊભા કરવામાં આવે એ આ એકતા પાછી લાવવાના સંભવિત ઈલાજો છે. આ એકતા ભલે પછી ગમે તે રૂપમાં આવે. એ રૂપ કયા પ્રકારનું હશે તેનું ભલે વ્યવહારૂ દ્રષ્ટિએ મહત્વ હોય, પણ તેને એકતાના મૂળ પ્રશ્ન સાથે સીધા સંબંધ નથી. ગમે તે સાધન દ્વારા ગમે તે પ્રકારે, આ ભાગલા જવા જ જોઈએ. એકતા સ્થપાવી જ જોઈએ, અને સ્થપાશે જ. આ એક અનિવાર્ય આવશ્યકતા છે. એ વિના ભારત મહાન નહિં બની શકે.

મારું બીજું સ્વપ્ન હતું એશિયાની પ્રજાઓની જાગૃતિનું, તેમની સ્વતંત્રતાનું, માનવ સંસ્કૃતિના વિકાસમાં એશિયાએ જે મહાન ભાગ ભજવવાનો છે તે ભજવતું થાય તેનું. એશિયા જાગ્યું છે, એશિયાનો ઘણો મોટો ભાગ હવે તદ્દન સ્વતંત્ર થઇ રહ્યો છે. એશિયાના કેટલાક પ્રદેશ હજી પુરેપુરા અથવા તો અરધાપરધા પરતંત્ર છે, પણ તે પણ પોતપોતાના જંગ ખેલતા સ્વતંત્રતા પ્રત્યે ગતિ કરી રહ્યા છે. હવે માત્ર થોડું કરવાનું બાકી છે અને તે આજકાલમાં થઇ જશે. એ વિષયમાં પણ ભારતે પોતાનો ભાગ ભજવવાનો છે અને તે તેણે ભજવવા માંડ્યો છે. એ બાબતમાં ભારતે આ થોડા વખતમાં પણ એવી તો સ્ફૂર્તિ અને શક્તિ બતાવી છે કે જેમાંથી તેની ભાવિ શક્તિનો ખ્યાલ આજે આવી પણ આવી શકે છે અને જગતના પ્રજાસંઘમાં તે ક્યું સ્થાન લઇ શકે તેમ છે તે જો ઇ શકાય છે.

મારું ત્રીજું સ્વપ્ન હતું જગતના એક રાષ્ટ્રસંઘની સ્થાપના કે જે દ્વારા માનજાતિને એક વધું સુંદર, વધું ઉજ્વળ અને વધું ઉત્તમ જીવન જીવવા માટે એક બાહ્ય ભૂમિકા પ્રાપ્ત થાય. માનવજાતિની એ એકતા આજે રચાઇ રહી છે. એ દિશામાં હજી એક અપૂર્ણ એવું સંગઠન શરુ તો થયું છે, પરંતુ તેની સામે પ્રચંડ મુશ્કેલીઓ ઊભેલી છે, તો પણ એ કાર્યને વેગ મળી ચૂક્યો છે. એ વેગ વધુંને વધું વધતો જશે અને છેવટે આ પ્રવૃત્તિ વિજય પામવાની જ છે. આ વિષયમાં ભારતે આગળ પડતો ભાગ ભજવવા માંડ્યો છે અને જો ભારત, વર્તમાન પરિસ્થિતિ તથા નજીકની શક્યતાઓમાં જ પુરાઇ ન રહેતાં, ભવિષ્યની શક્યતાઓ જોઇ શકે અને તેને વધુ ને વધુ નજીક લઇ આવે એવી રાજકીય કુનેહ ખીલવી શકે તો રાષ્ટ્રસંઘમાં તે પોતાની હાજરીનો ઘણો પ્રભાવ પાડી શકશે. એ સંઘ અત્યારે જે મંદ વેગે બીતાં બીતાં ગતિ કરી રહ્યો છે તેમાં ભારત ઘણી હિંમત અને વેગ પુરી શકશે. આજે જે કાર્ય થઇ રહ્યું છે તેને અટકાવી દેવાય તો તેનો નાશ કરી નાખે એવી કોઇ આપત્તિ થવાનો પણ સંભવ છે, તેમ છતાં છેવટનું પરિણામ તો નિશ્ચિત જ છે. જગતની પ્રજાઓ એક બને એ કુદરતની પોતાની જ અવશ્યકતા છે. એ એક ટાળી ન શકાય તેવી ક્રિયા છે. જગતની પ્રજાઓ માટે આ કેટલી બધી આવશ્યક છે એ તો અત્યંત સ્પષ્ટ વાત છે. આવી એકતાની ગેરેહાજરીમાં જગતની નાની નાની પ્રજાઓની સ્વતંત્રતા કોઇ પણ ક્ષણે ભયમાં મુકાઇ જવાનો સંભવ છે. એટલું જ નહિ મોટી અને બળવાન પ્રજાઓનું જીવન પણ એટલું જ બિનસલામત રહેવાનું છે. આમ બધી રીતે જોતાં માનવજાતિની એકતા સર્વ કો ઇના હિતની વસ્તુ છે. જો માનવજાતિ નિર્વીર્ય હશે અને મૂર્ખ રીતે સ્વાર્થમાં ડૂબેલી રહેશે તો જ આ એકતા સિધ્ધ નહિ થાય, પરંતુ આ વસ્તુઓ કુદરતની આવશ્યકતા આગળ તેમ જ પરમાત્માની દિવ્ય ઈચ્છાશક્તિ આગળ કાયમની ટકી રહેવાની નથી જ. પણ આ એકતા સિધ્ધ કરવા માટે એકલી બાહ્ય ભૂમિકા જ પુરતી નથી. જગતમાં એક આંતરરાષ્ટ્રીય ભાવના અને દ્રષ્ટિનો પણ ઉદય થવો જોઈએ. આંતરરાષ્ટીય વ્યવહારો અને સંસ્થાઓ ઊભં થવાં જોઈએ. માણસોને બેવડી અથવા તો અનેક દેશીય નાગરિકતાના હક્ક મળે, સંસ્કૃતિઓનો બુધ્ધિપૂર્વક વિનિમય થાય, તેમનું સ્વેચ્છાપૂર્ણ સંમિશ્રણ થાય, એવી પ્રવૃ્ત્તિઓ થવા લાગવી જો ઇએ. રાષ્ટ્ર્વાદે કરવાનું કામ હવે થોડા સમયમા જ પુરૂ થઇ જશે. એનામાં રહેલી આક્રમણ વૃત્તિ હવે દૂર થઇ જશે. આ આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિઓ સાથે હરેક રાષ્ટ્ર પોતના આત્મસંરક્ષણનો તથા પોતાની લાક્ષણિક જીવનપ્રણાલીનો મેળ પણ જાળવી શકશે. માનવજાતિમાં હવે એકતાની એક નવીન ભાવના વ્યાપક બનશે.

મારું બીજું એક સ્વપ્ન હતું ભારતે જગતને આપવાની આધ્યાત્મિક ભેટ. એ કાર્ય પણ શરૂ થઇ ચૂક્યું છે. ભારતની આધ્યત્મિકતા યુરોપ અને અમેરિકામાં વધુ ને વધુ પ્રમાણમાં પ્રવેશ કરી રહી છે. એ પ્રવૃત્તિ હવે વિશેષ વૃર્ધ્ધિ પામશે. આજના ઘોર વિપત્તિ યુગમાં વધુ ને વધુ આંખો ભારત તરફ આશાભેર વળવા લાગી છે. લોકો ભારતની તત્વ દ્રષ્ટિ અનુસરવા લાગ્યા છે. એટલું જ નહિં, ભારતની સુક્ષ્મ અને આધ્યાત્મિક સાધનાનો પણ આશ્રય લેવા લાગ્યા છે.

મારું છેલ્લુ સ્વપ્નું હતું માનવ વિકાસમાં સાધવાનું એક નવું પગલું, એક નવી ભૂમિકાની પ્રાપ્તિ. એ એક એવું પગલું હશે કે જેને લીધે મનુષ્ય એક વધુ ઉચ્ચ અને વિશાળ ચેતનાની અંદર આરોહણ પામશે. અને મનુષ્યમાં વિચાર શક્તિનો ઉદય થતાં તેણે પોતાની પૂર્ણાતાનાં તેમજ સંપૂર્ણ સમાજમાં સ્વપ્ન સેવવા માંડ્યાં ત્યારથી જે જે પ્રશ્નો એને ગુંચવી અને મુઝવી રહ્યાં છે તેમનો ઉકેલ લાવી શકશે, પરંતુ આ તો હજી અંગત આશા જ છે, કેવળ મારી પોતાની જ કલ્પના છે, મારો અંગત આદર્શ જ છે, તો પણ ભારતમાં તેમજ પશ્ચિમમાં પણ એ આદર્શ ચિંતનશીલ માણસોને આકર્ષવા માંડ્યાં છે. બીજા કોઇ ક્ષેત્ર કરતાં આ વિષયમાં તો ઘણી જ વિકટ મુશ્કેલીઓ સામે ઊભેલી છે, પણ મુશ્કેલીઓ ઊભી થાય છે એનો અર્થ એટલો જ છે કે, આપણે તેમને જીતવાની છે અને જો પ્રભુ ઈચ્છા હશે તો તે જીતાશે જ. આ કાર્ય આંતર ચેતનાના તથા આત્માના વિકાસ દ્વારા જ શક્ય બનવાનું છે અને આ વિષયમાં પણ માનવ જાતિમાં જો આ વિકાસ થવાનો હશે તો તેનો આરંભ ભારત જ કરી શકે તેમ છે. વળી આ પ્રવૃત્તિ એ સમસ્ત માનવજાતિની પ્રવૃતિ બનવાનું છે તો પણ સંભવ છે કે એનું કેન્દ્ર તો ભારત જ બને.

ભારતની સ્વતંત્રતાના આજના દિવસનું રહસ્ય હું આ રીતે જોઉં છું. આ આશા સફળ થશે કે નહિં, યા તો કેટલી સફળ થશે એનો આધાર હવેના સ્વતંત્ર અને નૂતન ભારત પર રહે છે.

વિષ્ણુ સહસ્ત્ર નામ પૈકીનાં ૧૦૧ નામ અને તેના અર્થ

અનુક્રમ નંબર નામ અર્થ



ભૂતાત્મા પ્રાણી માત્રના અંતરાત્મા રૂપ



ભૂતભાવના સર્વ પ્રાણીઓના જન્મદાતા તથા ભોગ્ય પદાર્થો અર્પણ કરીને તેની વૃધ્ધિ કરનાર



પૂતાત્મા પવિત્ર આત્માવાળા



યોગવિદાનેતા યોગવેત્તા પુરુષોના પણ નેતા



કેશવ કે એટલે બ્રહ્મા અને ઇશ એટલે મહાદેવ, એ બંને જેમને વશ છે એવા



સર્વ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ તથા નાશ જાણનાર



શર્વ પ્રલય કાળે સર્વનો નાશ કરનારા



સ્થાણુ અચલ, સ્થિર




ભાવ સર્વ ભક્તોને ફળસિધ્ધિ આપનારા



૧૦ સ્વયંભૂ પોતાની મેળે જ ઉત્તપન્ન થનાર



૧૧ ધાતા શેષનાગ રૂપે આખા જગતને ધારણ કરનારા



૧૨ હ્મષીકેશ સર્વ ઈન્દ્રિયોના નિયંતા



૧૩ કૃષ્ણ કેવળ આનંદમૂર્તિ



૧૪ પદ્મનાભ નાભિમાંથી બ્રહ્મ ઉત્પત્તિ સ્થાન રૂપ કમળને ધારણ કરનારા



૧૫ સ્થવિર અત્યંત પુરાતન, સનાતન



૧૬ પ્રભૂત જ્ઞાન ઐશ્વર્ય વગેરે સંપન્ન



૧૭ માધવ મા એટલે લક્ષ્મી તેના પતિ રૂપ



૧૮ પરંમંગલ અત્યંત મંગળ સ્વરૂપ



૧૯ સુરેશ સર્વ દેવના ઈશ્વર



૨૦ શર્મ કેશવ કલ્યાણમૂર્તિ



૨૧ અજ અજન્મા



૨૨ વસુમના ઉદાર મનવાળા



૨૩ પુંડરીકાક્ષ કમળ જેવા નેત્રવાળા, સર્વના હ્મદય કમળમાં વસનારા



૨૪ રુદ્ર જગતના સંહાર સમયે પ્રાણીમાત્રને રડાવનાર



૨૫ બભ્રુ સર્વ લોકોનું પોષણ કરનારા



૨૬ વિશ્વયોનિ આખા વિશ્વના ઉત્પત્તિ સ્થાનરૂપ



૨૭ શુચિશ્રવા પવિત્ર યશવાળા



૨૮ મહાતપા જેમની ઈચ્છા શક્તિથી સ્વયં વિશ્વ ઉત્પન્ન થાય છે તે



૨૯ વેદવિત વેદોનું મનન કરનારા



૩૦ ચતુરવ્યૂયુહ મન, બુધ્ધિ, ચિત્ત તથા અહંકાર આ ચાર તત્વોમાં અનુક્રમે વાસુદેવ, પ્રદ્યુમન, અનિરુધ્ધ તથા સંકર્ષણ રૂપે નિવાસ કરનારા



૩૧ પુનવર્સુ જીવ સ્વરૂપે વારંવાર શરીરમાં નિવાસ કરનારા



૩૨ પ્રાંશુ બલિરાજા પાસેથી ત્રણ પગલાં લેતી વખતે ઉજાત સ્વરૂપ ધારણ કરનારા



૩૩ ગોવિંદ રસાતળમાં પેસી ગયેલી ગો અર્થાત પૃથ્વીનો વરાહના સ્વરૂપથી ઉધ્ધાર કરનાર



૩૪ ગોવિંદાપતિ વેદશાસ્ત્ર જાણનારા ઋષિઓનાપણ પતિ



૩૫ મરીચિ સર્વ કિરણોના પણ કિરણરૂપ



૩૬ હંસ સંસારરૂપી બંધનનો નાશ કરનારા, બ્રહ્માને વેદ જણાવવા હંસરૂપ થયેલા



૩૭ સુપર્ણ ગરુડ પક્ષીરૂપ



૩૮ વિશ્રુતાત્મા જેમનું સ્વરૂપ જ્ઞાન વડે પ્રસિધ્ધ છે તેવા



૩૯ સ્રગ્વી વૈજયંતીમાળા ધારણ કરનારા



૪૦ વાચસ્પતિ વાણીના પતિ



૪૧ અગ્રણી મુમુક્ષોને ઉત્તમ સ્થાનમાં લઇ જનારા



૪૨ ગ્રામીણ સર્વ પ્રાણી સમુદાયના નેતા



૪૩ શ્રીમાન શોભા સંપન્ન



૪૪ વહિન્ અગ્નરૂપ



૪૫ અનિલ વાયુરૂપ, નિત્ય જાગ્રત



૪૬ ધરણીધર શેષ



૪૭ સહસ્ત્રમૂર્ઘા હજારો માથાવાળા



૪૮ વૃષભ ભક્તો પર કૃપા દ્રષ્ટિ દાખવનારા



૪૯ વિભુ બ્રહ્મ વગેરે અનેક રૂપે રહેનારા



૫૦ સિદ્ધાર્થ જેના મનોરથો હંમેશાં સફળ થાય છે તે



૫૧ વૃષપર્વા જેમના સ્થાન પર ચઢવા ધર્મ એ જ પગથિયાં છે તેવા



૫૨ વર્ધમાન સંસાર રૂપે વૃધ્ધિ પામનારા છતાં તેનાથી વિરક્ત રહેનારા



૫૩ અચ્યુત સર્વ વિકારોથી રહિત



૫૪ અપાંનિધિ સમુદ્રરૂપ



૫૫ ઉદ્ ભવ પોતાની ઇચ્છા અનુસાર જન્મ લેનારા



૫૬ સ્કંધ અમૃત રૂપે ગમન કરનારા તથા વાયુરૂપે શોષનારા



૫૭ વાસુદેવ સર્વ જગતમાં વ્યાપક, સર્વથી પૂજાતા



૫૮ તાર ગર્ભ – જન્મ, જરા અને મૃત્યુ રૂપી ભયમાંથી મુક્ત કરનારા



૫૯ શતાવર્ત ધર્મના રક્ષણ માટે અનેક જન્મ ધારણ કરનારા



૬૦ ગરુડધ્વજ ધ્વજમાં ગરુડનું ચિહ્નન ધારણ કરનારા



૬૧ ભીમ જેમનાથી સમગ્ર જગત ભયભીત રહે છે તે



૬૨ સમયજ્ઞ જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા પ્રલયના સમયને જાણનારા



૬૩ દામોદર યશોદાએ જેમને દોરડાથી બાંધ્યા હતા તે, નામરૂપાત્મક જગત જેના ઉદરમાં – પેટમાં રહેલું છે તે



૬૪ પરમેશ્વર જેમની લીલા શ્રેષ્ઠ છે તે



૬૫ સ્વાપન આત્મજ્ઞાનરહિત વ્યક્તિને સુવડાવી દેનારા



૬૬ સંભોનિધિ દેવો, મનુષ્યો, પિતૃઓ તથા અસુરો આ સર્વના નિવાસસ્થાનરૂપ



૬૭ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસરૂપે જેણે જન્મ લીધો છે તે



૬૮ મહામના પોતાના મનથી જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા નાશ કરનારા



૬૯ પરમેષ્ઠી પ્રત્યેકના હ્મદયરૂપી આકાશમાં સ્થિતિ કરીને રહેનારા



૭૦ પ્રદ્યુમન પુષ્કળ દ્રવ્યવાળા



૭૧ તીર્થકર ચૌદ વિદ્યાઓના સ્રષ્ટા



૭૨ મનોજવ મનના જેવા વેગવાળા



૭૩ મહાયજ્ઞ યજ્ઞોમાં ઉત્તમ ગણાતા, જપ યજ્ઞ રૂપ



૭૪ પ્રગ્રહ ભક્તોએ અર્પણ કરેલાં પત્ર, પુષ્પ વગેરેનો સ્વીકાર કરનારા અથવા ઈન્દ્રીયોરૂપી ઉધ્ધત ઘોડાઓને વશ રાખવા માટે જેમનો પ્રસાદ જ લગામ રૂપ થઈ શકે છે તે



૭૫ ગદાગ્રજ વૈદિક મંત્રો દ્વારા જેમનો સાક્ષાત્કાર થઇ શકે છે તે



૭૬ સુંદ અત્યંત દયાળુ



૭૭ જયંત શત્રુઓનો પરાજય કરનારા



૭૮ તતુંવર્ધન પ્રલયકાળે સંસારરૂપ તાંતણાને તોડી પડનારા



૭૯ કુંદર મોગરાના પુષ્પ સમાન સુગંધવાળા



૮૦ પર્જન્ય મેઘની માફક આધ્યાત્મિક



૮૧ દુર્ગમ દુ;ખોથી જાણી શકાય છે તે



૮૨ સર્વ્તોમુખ સર્વ તરફ નેત્ર તથા મુખવાળા



૮૩ શત્રુતાપન દેવોના શત્રુને તપાવનાર



૮૪ ઉદુંબર હ્નદયરુપી આકાશમાં પ્રગટ થનાર, અન્ન વગેરેથી જગતનું પોષણ કરનારા



૮૫ ધનુર્ધર શ્રી રામ રૂપે ધનુર્ધારી



૮૬ ભૂર્ભૂવો પૃથ્વી તથા સ્વર્ગની શોભારૂપ



૮૭ આધાર નીલય પૃથ્વી,, પાણી, પવન, અગ્નિ, આકાશ એ પંચ મહાભૂતોના પણ આધાર રૂપ



૮૮ પ્રજાગર નિત્ય જાગ્રત રહેનારા



૮૯ પ્રણવ ઓમકાર રૂપ



૯૦ પ્રમાણ પોતાના અસ્તિત્વમાં પોતે જ પ્રમાણભૂત



૯૧ યજ્ઞભૂત યજ્ઞના રક્ષણકર્તા



૯૨ અન્નમ્ અન્નરૂપ



૯૩ વૈખાન પાતાળમાં વસી રહેલા, હિરણ્યાક્ષનો વધ કરવા માટે વરાહનું સ્વરૂપ ધારણ કરી પૃથ્વીને જેમણે ખોદી હતી તે



૯૪ ક્ષિતીશ પૃથ્વીના ઈશ્વર



૯૫ પાપનાશન પાપનો નાશ કરનારા



૯૬ ચક્રી સુદર્શન ચક્રને ધારણ કરનારા



૯૭ ગદાધર ગદાને ધારણ કરનારા



૯૮ રથાંગપાણિ હાથમાં ચક્ર ધારણ કરનારા



૯૯ અક્ષોભ્ય કોઇનાથી ક્ષોભ પમાડી શકાય નહિં તેવા



૧૦૦ સર્વપ્રહરણાયુધ પ્રહાર કરવામાં ઉપયોગી સર્વ પ્રકારના આયુધોને ધારણ કરનાર



૧૦૧ યત તત યત શબ્દથી સ્વયંસિધ્ધ પરબ્રહ્મનો બોધ થાય છે. તત શબ્દ દ્વારા પરમાત્માનો બોધ થાય છે તે






નારીની સાત વિભૂતિ

ભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ નારીની સાત વિભૂતિ વર્ણવી છે. આ વિભૂતિ વિષે પૂ. મોરારી બાપુ પણ અવાર નવાર તેમના વક્તવ્યમાં ઉલ્લેખ કરે છે. તેમજ આ વાત તેમણે સ્ત્રી ભ્રૂણ હત્યાના વિરોધમાં તેમના સંદેશમાં પણ જણાવી છે. નારીની આ સાત વિભૂતિ નીચે પ્રમાણે છે.

  1. શ્રી
  2. વાણી
  3. કીર્તિ
  4. સ્મૃતિ
  5. મેઘા
  6. કૃતિ
  7. ક્ષમા

સમય નથી

સમય નથી … (આ કૃતિ ઈમેઈલ દ્વારા મળેલ છે. જેણે મોકલી હોય તેના આભાર સહ અહીં પ્રસ્તુત કરી છે.)

દરેક ખુશી છે અહી લોકો પાસે,

પણ હસવા માટે સમય નથી
દિવસ-રાત દોડતી દુનિયામાં,

જિંદગી માટે પણ સમય નથી

મા ના હાલરડાં નો
અહેસાસ છે, પણ મા ની મમતા
માટે સમય નથી.
બધા સંબંધો તો મરી ગયા
જાણે, પણ તેમને દફનાવવાનો સમય નથી.

બધા નામ મોબાઈલમાં છે પણ,
મિત્રતા માટે સમય નથી,
પારકા ઓ ની શું વાત કરવી,

પોતાના માટે પણ સમય નથી.

આંખોમાં છે ઊંઘ ઘણીયે,
પણ સુવા મટે સમય નથી
દિલ છે ગમો થી ભરેલું,
પણ રોવા માટે સમય નથી.

પૈસા ની દોડમાં એવા
દોડ્યા, કે થાકવા નો પણ
સમય નથી.
પારકા અહેસાનો ની શું
કદર કરીએ, જ્યાં પોતાના
સપના ની જ કદર નથી.

તું જ કહે મને એ, શુ થશે આ
જિંદગી નું
દરેક પળે મરવા વાળા ને,
જીવવા માટે પણ સમય નથી…..

રચયિતા :- અજ્ઞાત

ગમતાનો કરીએ ગુલાલ

ગમતાનો કરીએ ગુલાલ
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે
ને ગમતાંનો કરીએ ગુલાલ.

આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમદરની લ્હેર લાખ સૂણી ક્યાંય સાંકળી?
ખાડા ખાબોચિયાને બાંધી બેસાય, આ તો વરસે ગગનભરી વ્હાલ.
ગમતાંનો કરીએ ગુલાલ.

ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી ?
સરીસરી જાય એને સાચવશે કયાં લગી?
આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને વેર્યે ફોરમનો ફાલ.
ગમતાંનો કરીએ ગુલાલ.

આવે મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,
ઝાઝેરું જાળવ્યું તે વ્હાલેરું ખોઈને,
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને?
માધવ વેચતી વ્રજનારી સંગ તારાં રણકી ઊઠે કરતાલ !
ગમતાંનો કરીએ ગુલાલ.

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે
ને ગમતાંનો કરીએ ગુલાલ.

—————— -મકરંદ દવે

ગરવી ગુજરાત

જયાં જ્યાં વસે એક ગુજરાતી,

ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.

……………………..કવિ અરદેશર ખબરદાર

ભગવાન જગન્નનાથજીની રથ યાત્રા

એક સમયે દ્વારકામાં સુભદ્રાને નગરદર્શન કરવાની ઇચ્છા થતાં કૃષ્ણ અને બલરામ પોતપોતાના રથમાં બેસે છે અને સુભદ્રાને પણ તેના રથમાં બેસાડે છે તેમજ તેના રથને વચ્ચે રાખી નગર દર્શન, નગર યાત્રા કરાવે છે. આમ આ પ્રસંગની યાદમાં આપણે દર વર્ષે અષાઢી સુદ બીજના દિવસે રથયાત્રા કાઢી ઉત્સવ મનાવીએ છીએ.

જગન્નાથપુરીમાં ભગવાન વિષ્ણુ જગન્નનાથજીના રુપે બિરાજે છે. તેમજ મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રા પણ બિરાજે છે.

અષાઢી સુદ બીજના દિવસે પરંપરાગત પ્રણાલી પ્રમાણે ભગવાન જગન્નનાથજીની રથ યાત્રાનો ઉત્સવ ધામધૂમથી મનાવવામાં આવે છે.

ભારતમાં ભગવાન જગનનાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની રથયાત્રા પરંમપરાગત પ્રણાલી પ્રમાણે વિક્રમ સંવત ૨૦૬૪ ના અષાઢ સુદ બીજ, શુક્રવાર, તારીખ ૦૪, જુલાઈ ૨૦૦૮ કાઢવામાં આવી.

અમદવાદમાં ૧૩૧ મી , જગનનાથપુરીમાં —મી, વડોદરામાં ૨૭ મી રથયાત્રા ઉપર દર્શાવેલ દિવસે કાઢવામાં આવી હતી.

ડાકોરમાં પણ રથયાત્રા નીકળે છે પણ પરંપરાગત પ્રણાલી પ્રમાણે અમદાવાદમાં નીકળેલી રથયાત્રાના બીજા દિવસે ડાકોરમાં રથયાત્રા નીકળે છે. ૫ જુલાઈના રોજ ડાકોરમાં ૨૪૦ મી રથયાત્રા નીકળી હતી.

આ રથયાત્રામાં ભગવાનનો રથ જે ખેંચે છે તેના જીવનના રથને ભગવાન સ્વંય ખેંચી ધન્ય બનાવી દે છે એવી ધાર્મિક માન્યતાના કારણે ભગવાનના રથના દોરડાને ભક્તો ખેંચવા તલપાપાડ થતા હોય છે.

ભગવાનના રથની યાત્રા શરુ થતા પહેલા માર્ગને સોનાના સાવરણાથી સાફ કરવામાં આવે છે.

આ વખતે અમદાવાદમાં મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, વડોદરામાં મેયર બાલકૃષ્ણ શુક્લએ અને પુરીમાં રાજા દિવ્યસિંહ દેવ એ સોનાના સાવરણાથી માર્ગને સાફ કરવામાં આવ્યો હતો.