Translate

Search This Blog

Wednesday, April 27, 2011

મૃત્યુ જીવાડી પણ શકે અને મારી પણ નાખે!

મૃત્યુ જીવાડી પણ શકે અને મારી પણ નાખે!

This article is displayed here with the courtesy of "Divya Bhasker".

Source: Small Satya, Mukesh Modi | Last Updated 4:14 AM [IST](27/04/2011)

Source Link: http://www.divyabhaskar.co.in/article/MAG-small-satya-mukesh-modi-death-2053864.html




લિયોનાર્ડો દ વિન્ચી કહેતા, ‘જ્યારે મને લાગતું હતું કે હું કેવી રીતે જીવવું એ શીખી રહ્યો છું ત્યારે હકીકતે હું કેવી રીતે મરવું એ શીખી રહ્યો હતો.’ જીવન એ જ મૃત્યુ અને મૃત્યુ એ જ જીવન! ડેથની સાથે સાથે જ જીવવાનું છે, પણ એનો અર્થ એ નહીં કે મરતાં મરતાં જીવવાનું છે!

જે. કૃષ્ણમૂર્તિ કહે છે એમ, ‘મૃત્યુ અગાઉ જીવવું એટલે મૃત્યુની સાથે જીવવું!’ અને જીવન જીવવાનું છે, ફેમસ થઇ જવાય તો વાંધો નથી. કારણ કે ફેમસ થવું એ અલગ ઘટના છે અને ફેમસ થવા માટે હવાતિયાં મારવા એ અલગ છે.

ધર્મ અને મૃત્યુ ફિલોસોફરો માટેનું લાઇફ ટાઇમ અફીણ રહ્યું છે. અને સેક્સ અંગે લખવું આસાન છે કારણ કે એમાં શીઘ્ર-સ્ખલનથી માંડી જીવનમાં થતાં નાના મોટા સ્ખલનનો વિશાળ વ્યાપ આવી જાય છે. બટ ટુ રાઇટ અબાઉટ ડેથ, માત્ર જીવતા હોવું નહીં, જીવંત હોવું એટલું પણ જરૂરી છે! બેન્જામિન ફ્રેન્કલિન કહેતા એમ, જે જણ પચીસની વયે મરી જાય છે પણ જેમને પંચોતેરની વયે દફનાવવામાં આવે છે તેઓ મૃત્યુ અંગે લખે તોય શું અને ન લખે તોય શું! જીવંત વ્યક્તિને જ અધિકાર છે મૃત્યુ જેવા મર્દાના વિષય ઉપર લખવાનો.

આઇન્સ્ટાઇનની પરિભાષા પ્રમાણે તો વિશ્વના નિત્ય નવીન વન્ડર પ્રત્યે જેની આંખમાં ચમક જ નથી એ મરેલા બરાબર જ છે! અને ધર્મ? વેલ, ધર્મ મૃત્યુને જીવાડે છે કે મૃત્યુ ધર્મને જીવાડે છે એ આઇટમ સોંગ ફિલ્મને ઊંચકે છે કે ફિલ્મ આઇટમ સોંગ પર ઠૂમકા મારનારને ઊંચકવા માટે છે એવો પેચીદો છે.

આપણી ભાષામાં દેહાંત શબ્દ છે, પણ બક્ષીસાહેબ કહેતા એમ ‘દેહારંભ’ શબ્દ નથી. એ આપણી જન્મ માટેની પ્રીતિ અને મૃત્યુ માટેનો અણગમો દર્શાવે છે? મૃત્યુ એટલા માટે હશે કે આપણે જીવનને બરાબર સમજી શકીએ? મારા બાપુજી કૃશકાય થતા જતા હતા અને હું ગીતાનો સ્થિતપ્રજ્ઞ જેવો થતો હતો એવા થોડા ગુમાનમાં ઘૂમવા લાગ્યો હતો એવામાં અડધી રાતે ઊંઘ ઉડાડી મૂકે એવો ખ્યાલ આવ્યો.

બાપુજીની જગ્યાએ બિછાના ઉપર મારો અગિયાર વર્ષનો દીકરો હોત તો? એક અંગ્રેજ લેખકનો જુવાનજોધ દીકરો મરી ગયો અને એ લેખક કહે છે, ‘મને ખબર હતી કે એ મરવાનો જ છે, માત્ર સમયની જાણ નહોતી!’ અને કેટલાક તો મરવાથી એટલા બધા ડરતા હોય છે કે જીવવાનું જ રહી જાય છે! આસ્ક: આર યુ ડેથ ફોકસ્ડ ઓર લાઇફ ફોકસ્ડ? જેની ઉપર ધ્યાન હોય એ મળે! વાત તો ‘ફ્લેશ’ અને ‘મીટ’ની જ છે ને? અંગ્રેજ કહેવતની જેમ, મૃત્યુ પહેલા આપણે ‘ફ્લેશ’ હોઇએ છીએ અને મૃત્યુ પછી આપણે ‘મીટ’ બની જઇએ છીએ!

લિયોનાર્ડો દ વિન્ચી કહેતા, ‘જ્યારે મને લાગતું હતું કે હું કેવી રીતે જીવવું એ શીખી રહ્યો છું ત્યારે હકીકતે હું કેવી રીતે મરવું એ શીખી રહ્યો હતો.’ જીવન એ જ મૃત્યુ અને મૃત્યુ એ જ જીવન! ડેથની સાથે સાથે જ જીવવાનું છે, પણ એનો અર્થ એ નહીં કે મરતાં મરતાં જીવવાનું છે! જે. કૃષ્ણમૂર્તિ કહે છે એમ, ‘મૃત્યુ અગાઉ જીવવું એટલે મૃત્યુની સાથે જીવવું!’ અને જીવન જીવવાનું છે, ફેમસ થઇ જવાય તો વાંધો નથી. કારણ કે ફેમસ થવું એ અલગ ઘટના છે અને ફેમસ થવા માટે હવાતિયાં મારવા એ અલગ છે.

ફેમસ થઇ જવું, તમારા કાર્ય થકી જનસમૂહમાં સ્પ્રેડ થઇ જવું, વિસ્તરવું એમાં જીવનનું સન્માન છે અને મૃત્યુનો મલાજો છે, જ્યારે ફેમસ થવા સિદ્ધાંતોથી અને ઇન્ટેગ્રિટીથી ટસના મસ થઇ જવું એ મોતથી ડરી ડરીને ભાગવા જેવું કૃત્ય છે. જે હવાતિયાં મારે છે એ મરે છે. જે બિન્દાસ્ત જીવે છે, ડટ કે જીવે છે, લાર્જર ધેન લાઇફ જીવે છે એની પાસે મરવાનો ટાઇમ જ ક્યાં છે?

અને છતાંય મૃત્યુથી સંપૂર્ણપણે નિશ્વિંત રહી શકાય? સવાર સવારમાં યમરાજ એસએમએસ કરીને કહે કે કાલે છેલ્લો દિવસ, તો એક હસીન કલ્પના કરવા જેવી છે. તમારી પાસે એક જ દિવસ છે, ઓન્લી ટ્વેન્ટી ફોર અવર્સ! વોટ વિલ યુ ડૂ? જેમ સેલિબ્રિટી થવાતું હશે એમ મૃત્યુ વધારે બિહામણું થતું હશે? વતન પાલનપુરના એક શાયરે લખ્યું છે જે મૃત્યુ અને મૃત્યુ પછીના ખાલીપાની વાસ્તવિકતા અંગે ગુજરાતી કવિતામાં અલ્ટિમેટ લાગે છે. ઇર્શાદ ‘ઓજસ’ પાલનપુરી સા’બ: ‘મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઇ ગઇ, આંગળી જળમાંથી નીકળી અને જગ્યા પુરાઇ ગઇ.’ એકવાર ‘હસ્તી’ બની જાય તેમ તેમ મૃત્યુ વધુ ખોફનાક બનતું હશે? ક્યાંક વાંચ્યું હતું કે ઈતિહાસ એટલે બીજું કંઇ નહીં પણ મૃત્યુ સામેનો સંઘર્ષ છે!

ફૂટી નીકળેલા ફિલોસોફરો ‘આજની ઘડી રળિયામણી’ અને લિવ ઇન ધીસ મોમેન્ટની રાડારાડ કરે છે, પણ મે મહિનાની ગરમીમાં ફાટક બંધ હોય ત્યારે રાહ જોઇ ઊભા હોઇએ ત્યારની મિનિટોનું શું? ક્ષણ તો પળેપળ બદલાયા કરે છે અને એ ક્યારેક સંગીત લઇને આવે છે તો ક્યારેક કર્કશતા! ક્યારેક ચુંબન તો ક્યારેક બદનને તાવમાં ધખધખાવે છે! અને મૃત્યુ રિયલ સેન્સમાં દાર્શનિક બનાવવાની તાકાત ધરાવે છે.

પ્રસિદ્ધ ટેનિસ ખેલાડી આર્થર એશને જ્યારે પૂછવામાં આવ્યું કે તમને જ એઇડ્સ શા માટે? એના જવાબમાં એમણે કહેલા શબ્દો ધ્યાનથી સાંભળવા જેવા છે, ‘આજે મને પૂછવામાં આવે છે કે ‘હું જ કેમ?...’ પણ હું ટેનિસનો પ્રસિદ્ધ ખેલાડી હતો અને એક પછી એક ટ્રોફી જીતતો હતો, પ્રશંસકોથી ઘેરાયેલો હતો ત્યારે મેં કોઇને પૂછ્યું હતું કે ‘હું જ કેમ?’ તો પછી હવે જ્યારે મારી સાથે જુદું બન્યું છે ત્યારે આ પ્રશ્ન શા માટે?’ અને જો તમને ‘જીવડા ઓફ ધીસ મોમેન્ટ’ તરીકે ગણાવવાની ખેવના હોય તો જીવન જે પણ બ્લેક એન્ડ વ્હાઇટ અથવા તો કલરફુલ પળો આપે એ માણવી જ રહી. અને મૃત્યુ ન હોત તો જીવન હોત? ક્યાંક વાંચ્યું હતું કે જીવનનું લક્ષ્ય એ હોવું જોઇએ એ કે શક્ય એટલા મોડા પણ શક્ય એટલા યુવાન મરવું! મૃત્યુ કેટલું લચકદાર છે! એ જીવવા માગે એને જીવાડે છે અને મરવા માગે એને જીવાડી જીવાડી મારે છે!‘

ચલતે ચલતે: આ રીતે અહીં ક્યાં કશું મારું રચેલું હોય છે,જ્યાં જગત આખુંય પાણી ઉપર લખેલું હોય છે.- ધ્રુવ ભટ્ટ

mukeshmodifoundation@yahoo.in

Small સત્ય, મુકેશ મોદી

ભાગવત કથા - પૂજ્ય ભાઈશ્રી

These articles is displayed here with the courtesy of "Divya Bhaskar".

"ભૌતિક્તા પાછળની આંધળી દોટ ભ્રષ્ટાચારનું મૂળ"

Source: Bhaskar News, Surat | Last Updated 1:06 AM [IST](25/04/2011)


Source Link: http://www.divyabhaskar.co.in/article/DGUJ-SUR-ramesh-ojha-said-on-corruption-2049144.html




‘ભાઈશ્રી’ રમેશભાઈ ઓઝાએ કહ્યું કે આજની પેઢી સાક્ષર થાય છે પણ સમજદાર બનતી નથી, જેના કારણે આપઘાત, છુટાછેડાનું પ્રમાણ વધ્યું છે

‘ભૌતિકતા પાછળની આંધળી દોટ અને તે માટેની સ્પર્ધામાં આગળ રહેવા દોડી રહેલો માનવી આખરે સદાચાર સાથે સમાધાન કરે છે અને તેમાંથી જન્મે છે ભ્રષ્ટાચાર. માણસની લાલસા-વાસના ભ્રષ્ટાચારના ભૂતને જન્મ આપે છે. પછી તે ભૂત આપણને જ ખાઈ જાય છે. ભ્રષ્ટાચાર મારફતે મેળવેલી સફળતા માનવીને દુખી કરે છે. દુખી કરનારી આવી સફળતા કરતાં સુખી કરનારી નિષ્ફળતા વધુ સારી. સિસ્ટમને કરપ્ટ કરવામાં આપણા સૌનો હિસ્સો છે.

કોમનમેનનો હિસ્સો છે. જેમાં રાજનેતા હોય કે બ્યૂરોક્રેટ્સ હોય તેમને ભ્રષ્ટ કરનારું કોણ છે? જો પ્રત્યેક માણસ શપથ ગ્રહણ કરે કે હું ભ્રષ્ટાચાર કરીશ નહીં અને ભ્રષ્ટાચારીને પ્રોત્સાહન મળે તેવા કોઈ પણ કાર્યમાં સહકાર આપીશ નહીં, તો આ ભ્રષ્ટાચારનું ભૂત દૂર થઈ શકે. વ્યાસપીઠ લગાતાર સદાચાર માટે લોકોને અપીલ કરતી જ રહી છે. આમ છતાં ભૌતિકતા તરફની આંધળી દોટના કારણે માણસ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે.’

પરિવાર તૂટવા અંગે

આજે શિક્ષણમાં સમજદારીની ખોટ છે. સમજદારીથી સહનશીલતા વધે. જો સહનશીલતા હોય તો આ સમસ્યાનો આપોઆપ અંત આવવો જોઇએ. જે રીતે કન્યા કેળવણીની ઝુંબેશ ચલાવવામાં આવે છે તે આવકાર્ય છે.’

યુવાઓ અંગે...

સૌથી વધુ યુવાનો ધરાવતા આ દેશના યુવાન પ્રારંભિક જરૂરિયાત પૂર્ણ કર્યા બાદ સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે ચિંતન અને ચિંતા કરતો થાય તો દેશનું ચિત્ર બદલાઈ જાય. આજના યુવાનોએ રાજનીતિમાં પણ આવવું જોઇએ.






જેલવાસ પશ્વાતાપ કરવાનું સ્થળ છે

Source: Bhaskar News, Surat | Last Updated 1:16 AM [IST](26/04/2011)

http://www.divyabhaskar.co.in/article/DGUJ-SUR-ramesh-ojha-katha-police-2051764.html

‘જેલવાસ એ પશ્વાતાપ કરવાનું સ્થળ છે’ તેમ કહી ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ ૬૦૦થી વધુ કેદીઓને ધર્મનો મર્મ સમજાવ્યો હતો. સોમવારે સવારે ૧૦થી૧૧ વાગ્યા સુધીના એક કલાકમાં ભાઇશ્રીએ કેદીઓને જેલમુક્ત થઈ સારા માણસ બનીને રહેવા માટે ઉદાહરણો સાથે સમજ આપી હતી.

દિવ્યપથ સંસ્થા દ્વારા સુરત જેલમાં ભગવદીય વાર્તાલાપ- જ્ઞાનગોષ્ઠિના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ભાઈશ્રીએ કહ્યું હતું કે સૌને પોતપોતાનો ધર્મ પાપ કરતા અટકાવે છે. દુનિયા ધર્મથી જ ચાલે છે અને લોકો ધર્મથી ડરે પણ છે, જેના કારણે જ માણસ મંદિર, મિસ્જદ, દેવળમાં જાય છે. તમે પણ સારા માણસ બનો. પાપનો રસ્તો છોડૉ. જેલમુક્ત થયા બાદ ફરી પાપ કરશો નહીં. આ પ્રસંગે દિવ્યપથના આગેવાનો ડી. એચ. ગોધાણી, ઘનશ્યામભાઈ પટેલ, મહેશભાઈ પટેલ વગેર હાજર રહ્યાં હતા.

૧૦ કમ્પ્યૂટરનું દાન કરશે

ભાઈશ્રીએ જેલ સુપરિન્ટેન્ડન્ટ એન. એ. દેસાઈ સાથે વાત કરી જેલમાં કઈ વસ્તુની જરૂરિયાત છે? એવું પૂછતાં દેસાઈએ કમ્પ્યૂટરની જરૂર હોવાનું કહ્યું હતું. એ સાથે જ ભાઈશ્રીએ ૧૦ કમ્પ્યૂટર આપવાનું જાહેર કર્યું હતું.


પૈસા માટે પુરુષાર્થ કરો, પાપ નહીં

Source: Bhaskar News, Surat | Last Updated 1:07 AM [IST](26/04/2011)

ભાઈશ્રીએ કહ્યું સત્ય-પ્રમાણિકતા ઘટ્યાં છે, ભ્રષ્ટ સિસ્ટમથી માણસ દુ:ખી છે જેથી, જ અણ્ણાનું આંદોલન સફળ થયું છે- જીવનના આનંદ માટે રૂપિયા જરૂરી છે, અનિવાર્ય નથી

આ યુગમાં સત્ય અને પ્રમાણિકતા ઘટયા છે, જેના કારણે કરપ્ટ થયેલી સિસ્ટમથી માણસ દુખી છે અને એટલે જ અણ્ણા હજારેનું આંદોલન સફળ બન્યું. જીવનના આનંદ માટે રૂપિયા જરૂરી છે પણ અનિવાર્ય નથી. પૈસા મેળવવા માટે પુરુષાર્થ કરજો પણ ક્યારેય પાપ ન કરતા, ઇમાનદારી અને નીતિથી નાણાં મેળવવાના પ્રયાસ કરજો તેમ સ્વર્ણિમ ભાગવત સપ્તાહના બીજા દિવસે રમેશભાઈ ઓઝાએ કહ્યું હતું.

માનવજીવન સ્વર્ણિમ કળશ હોવાનું જણાવી તેમણે કહ્યું હતું કે ધાતુઓમાં સુવર્ણ શ્રેષ્ઠ છે તેમ દેહધારી પ્રાણીઓમાં મનુષ્ય દેહ શ્રેષ્ઠ છે. ભગવાનને આપણું ચિત્તપત્ર અર્પણ કરો, મન પ્રસન્ન હોવું જોઇએ. ભગવાન પ્રેમ જ જુએ છે ગરીબ કે અમીરનો ભેદ જોતા નથી. દેવ પણ માનવ થવા ઇચ્છે છે એટલે કે માનવજીવન ખૂબ જ મહત્વનું છે. વૈષ્ણવનું મન ચિંતા નહીં પણ ચિંતન કરે છે.

સત્-ચિત્ત-આનંદ સ્વરૂપ ભગવાનને ભજવાથી આનંદ જ આવે જો આનંદ ન આવે તો તેમાં ભગવાનની નહીં પણ આપણી ખામી કહેવાય તેમ કહી તેમણે શ્રીમદ ભાગવત સપ્તાહનું માહાત્મ્ય સમજાવ્યું હતું.

મૃત્યુ એ જીવનનું અનિવાર્ય સત્ય છે પણ મૃત્યુને મંગલમય બનાવવું હોય તો શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવું જરૂરી છે. ભાગવત એ મૃત્યુને મહોત્સવ બનાવે છે.

સુરત શ્રેષ્ઠીઓની ભૂમિ છે

સુરત અંગે બોલતાં તેમણે કહ્યું હતું કે સુરતમાં લોકો પૈસો કમાઈ જાણે છે તેમ અર્પણ પણ કરી જાણે છે. વિદ્યા સંકુલ પ્રત્યે તમારી ભાવના જરૂર વ્યક્ત કરજો પણ તે માટે કોઈને દબાણ કરશો નહીં. વિદ્યા સંકુલ તરફ ભાવ સમર્પણ કરો તો આ સંકુલ તમારા સૌનું અને સૌના માટે બની રહેશે.

કાંદા લસણનો છોછ, લાંચનો વાંધો નથી
Source: Bhaskar News, Surat | Last Updated 1:38 AM [IST](27/04/2011)

Source Link : http://www.divyabhaskar.co.in/article/DGUJ-SUR-we-dont-want-to-take-onion-but-we-take-the-bribe-2054903.html?C-SUR=



- ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ ભ્રષ્ટાચાર સામે સ્વર્ણિમ ભાગવત કથાના ત્રીજા દિવસે કરેલો કટાક્ષ

સ્વર્ણિમ ભાગવત કથાના ત્રીજા દિવસે રમેશભાઇ ઓઝાએ સત્ય આચરણ અને ભાગવત કથાના રસામૃત પાનની વાત સાથે કથા આગળ ધપાવી હતી. અણ્ણા હજારે દ્વારા ચલાવવામાં આવેલા ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનને મુક સંમતિ આપવા સાથે તેમણે વ્યાસ પીઠ પરથી એવો કટાક્ષ પણ કર્યો હતો કે, આપણે કાંદા-લસણ નથી ખાતા પરંતુ લાંચ જરુરથી ખાઇએ છે.

તેમણે જણાવ્યું હતું કે, કથા કાનથી સંભળાય છે અને મનથી સંભળાય છે. મન હંમેશા રસની શોધમાં હોય છે અને ભાગવત કથાના માધ્યમથી મનને શ્રી કૃષ્ણ રસ મળતા મન ત્યાં સ્થિર થઇ જાય છે. સ્નેહને કારણે થાય તે સેવા અને તેનાથી સેવ્યને સુખ પ્રાપ્ત થાય છે. સેવા કરનારને સેવ્યની રુચીનું જ્ઞાન હોવું જોઇએ. સેવા ધર્મ ખૂબ મુશ્કેલ છે.

ભાગવતના મુળ ત્રણ સૂત્રો છે પ્રથમ હવે અમે બ્રહ્નને જાણવાની ઇચ્છા કરીએ છે. બીજુ સૂત્ર આજે દેખાય છે તેવુ આ જગત જેના થકી થાય છે તે બ્રહ્નને જાણવાની ઇચ્છા કરીએ છે અને ત્રીજુ સૂત્ર આ જગત ભગવાનમાંથી બનાવ્યું. બીજા સૂત્રથી ભાગવતનો આરંભ થાય છે મનુષ્યએ પોતાની જાતનું ઘડતર જાતે કરવાનું. હું કંઇ જાણતો નથી એ જ્ઞાનનું પ્રથમ પગથિયું છે. ઇશ્વર એ શ્રધ્ધાનો વિષય છે આપણે ભગવાનનું ભજન કરીએ કે ન કરીએ પરંતુ ભગવાન આપણું ભજન ૨૪ કલાક કરે છે.

‘છે ખુદાને માનવીમાં ફેર બહું ઓછો,
બનાવ્યું છે જગત એકે અને બીજો બગાડે છે’

આ શેર ટાંકીને રમેશભાઇ ઓઝાએ ગ્લોબલ વોર્મિંગનો જે પ્રશ્ન ઉભો થયો છે તે અંગે નુકતેચીની કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આપણે પર્યાવરણને બગાડી રહ્યા છીએ અને તેના પરિણામો પણ ભોગવી રહ્યા છીએ.

શ્રીમદ ભાગવત કથાની રત્નકણિકાઓ

- સત્યને ક્યારે ય ન છોડવું તેનું નામ તપ. પવિત્રતાની પણ એટલી જ આવશ્યકતા છે
- બીજાને જોઇને જે દ્રવે તે સંત-શ્રીમંતની શ્રીમંતાઇ સમાજ માટે દ્રવવી જોઇએ
- સત્યનો સહારો લેનાર સફળ થાય છે અને આ વાત સમાજ સમજે તો ક્રાંતિ થઇ જાય
- શ્રીમદ ભાગવત એ આપણા આત્માનો ખોરાક છે અને તે એન્ટી વાયરસનું કામ કરે છે
- ભાગવતના માઘ્યમથી કાન મારફત ભગવાન હદયમાં પ્રવેશ કરી તમારા હદયને સાફ કરી નાંખે છે

આજનો માણસ ઘરથી ડિસ્કનેક્ટ: ભાઈશ્રી

Source: Bhaskar News, Surat | Last Updated 1:22 AM [IST](28/04/2011)

http://www.divyabhaskar.co.in/article/DGUJ-SUR-today-man-disconnect-with-home-ramesh-ojha-2058161.html

કથાના ત્રીજા દિવસે ભાઈશ્રીએ આંબાનું સુંદર ગાન કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા

શોક, મોહ અને ભયને હરાવવાની શક્તિ ભક્તિમાં છે અને એ ભક્તિ શ્રીમદ્ ભાગવતજીના શ્રવણ થકી પ્રાપ્ત થાય છે તેમ સ્વર્ણિમ ૧૦૦૮ ભાગવત સપ્તાહના ત્રીજા દિવસે વનિતા વિશ્રામ ખાતે રમેશભાઈ ઓઝા (ભાઇશ્રી)એ કહ્યું હતું. તેમણે માનવીની મનોસ્થિતિની વાત કરતાં કહ્યું હતું કે આજનો માણસ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો સાથે કનેક્ટ થતો જાય છે એ સાથે ઘરથી ડસ્કિનેકટ થતો જાય છે જે ચિંતાનો વિષય છે.

સારાં પુસ્તકોનું વાચન કરવું જોઇએ તેમ કહી તેમણે ઉમેર્યું હતું કે જે રીતે ઘી વગરનું ભોજન વાંઝિયું ગણાય તે રીતે સત્સંગ અને સારાં પુસ્તકોના વાચન વગરનો દિવસ વાંઝિયો ગણાય. નકારાત્મકતાને ૧૦ મિનિટનું પોઝિટિવ થિંકિંગ બદલી શકે છે. ભાઇશ્રીએ કથાના ત્રીજા દિવસે ભાગવતજીના આંબાનું સુંદર ગાન કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

'પ્રજાતંત્રના જાગૃત પ્રહરીનો ધર્મ ‘દિવ્ય ભાસ્કર’ બજાવી રહ્યું છે'
Source: Bhaskar News, Surat | Last Updated 9:18 PM [IST](27/04/2011)


http://www.divyabhaskar.co.in/article/DGUJ-SUR-rameshbhai-ojha-guest-of-divyabhaskar-in-surat-2056766.html

- ધર્મ સાથે કટ્ટરતાનું મિશ્રણ ભયાવહ છે: ભાઇશ્રી- પ્રજાતંત્રના જાગૃત પ્રહરીનો ધર્મ ‘દિવ્ય ભાસ્કર’ બજાવી રહ્યું છે- દિવ્ય ભાસ્કરના વિશેષ અતિથિ બન્યા ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા, અખબાર દિવ્ય પ્રકાશ ફેલાવે તેવી પ્રાર્થના કરી

‘ધર્મનો સંબંધ કરુણા સાથે છે, કટ્ટરતા સાથે નહીં. કટ્ટરતા અને ધર્મનું મિશ્રણ થાય એ સ્થિતિ ભયાવહ છે’ તેમ મંગળવારે રાત્રે ‘દિવ્ય ભાસ્કર’ કચેરી ખાતે વિશેષ અતિથિ તરીકે પધારેલા જાણીતા ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી)એ કહ્યું હતું.

જીવનમાં અનેક રસ્તે ભટકતા માનવીને સાચી સમજ મેળવવા માટે શું કરવું જોઇએ? એ અંગે તેમણે કહ્યું હતું કે પોતાનું અને સૌનું હિત જેમાં સમાયું હોય તેવું જ વિચારવાથી માનવીને સાચો રાહ મળી રહે છે.આતંકવાદના સંદર્ભમાં ભાઇશ્રીએ કહ્યું હતું કે આતંકવાદને શસ્ત્ર દ્વારા દબાવી જરૂર શકાય પણ પૂરો ન કરી શકાય. આતંકવાદ પર પૂર્ણ વિરામ મૂકવાનું કામ તો અધ્યાત્મજગત જ કરી શકે. ધર્મનો સંબંધ સત્ય સાથે છે, સંખ્યા સાથે નહીં તેમ કહી તેમણે ઉમેયઁુ હતું કે ધર્મ સ્વીકારવાની વસ્તુ છે લાદવાની નહીં. ધર્મથી માણસ ફૂલની જેમ મહેકવો જોઇએ, બહેકવો ન જોઇએ. આ જિંદગીમાં અભ્યુદય પમાડે અને બીજો જન્મ પણ સુધારે તે ધર્મ છે. જિંદગીમાં માણસે શું સંચિત કરવું જોઇએ? સંદર્ભે પ્રકાશ પાડતાં ભાઈશ્રીએ કહ્યું હતું કે પ્રસન્નતા જ પ્રસાદ છે. પ્રસન્નતાની હાનિ ન થવી જોઇએ. પ્રસન્નતાના ભોગે કાંઈ પણ ન કરવું જોઇએ. અત્યારે વાતાવરણ એવું છે કે માણસને પ્રસન્નતા ક્યાંથી મેળવવી તેનો જ ખ્યાલ નથી.

પૂ. ભાઈશ્રીની શુભેચ્છા

॥ : શ્રીહરિ : ॥
ભગવાન ભુવન ભાસ્કર દિવ્ય છે. ‘દિવ્ય ભાસ્કર’ સત્યના પ્રકાશમાં તથ્યને દેખાડવા, કામે લગાડવા અને જગાડવા સવારના પહોરમાં આવે છે. જનતાને જાગૃત રાખવાનું અને શાસન-પ્રશાસનને ચુસ્ત દુરસ્ત રાખવાનું કાર્ય કરીને, પ્રજાતંત્રના જાગૃત પ્રહરીનો ધર્મ ‘દિવ્ય ભાસ્કર’ બજાવી રહ્યું છે. ટૂંકા સમયમાં ગુજરાતમાં કરેલો વિકાસ ગૌરવ જન્માવે તેવો છે. ઉત્તરોત્તર પ્રગતિ અને વિકાસ માટે પ્રભુપ્રાર્થના.- ભાઈ

દાન ન કરો તો ચાલશે પરંતુ ચોરી તો ન જ કરોમાનવ જીવનની ફિલોસોફી સમજાવતા તેમણે કહ્યું હતું કે માણસે દાન કરવું જોઇએ. પણ કોઈ કારણોસર જો માણસ દાન ન કરી શકે તો તે ભયંકર તો છે જ પણ એટલું ભયંકર નથી કે માણસ ચોરી કરે! ચોરી કરે તો ધરપકડ થાય, દાન ન આપવાથી ધરપકડ ન થાય. દાન ન આપવું તે કારમાં લિવર ફેઇલ થઈ જવા બરાબર છે જ્યારે ચોરી કરવી તે બ્રેક ફેઇલ થવા બરાબર છે. જો બ્રેક ફેઇલ થાય તો મુસાફરી જોખમમાં મૂકાઈ જાય છે.

સમાજને જગાડવા ક્યારેક તમાચા મારવા પડે

અખબારી ધર્મ સમજાવતા તેમણે કહ્યું હતું કે અખબાર માત્ર સત્યને સાચવવાનું જ નહીં પણ લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે. સમાજને જગાડવા માટે ક્યારેક તમાચા મારવા પડે તો તે તમાચા પણ મારવા પડે એ અખબારી કાર્ય છે. આજની સમાજ વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે માણસને પ્રમાણિક ન રહેવા દે તેવી વ્યવસ્થા હાલમાં છે. માણસને કોઈ ને કોઈ બહાને એટલો વ્યસ્ત રાખવામાં આવે છે કે ભ્રષ્ટાચાર સામે લડવાનો સમય જ નથી. તો સિસ્ટમ એટલી ભ્રષ્ટ બની ગઈ છે કે કોઈ ને કોઈ જગ્યાએ તમારે એક વખત ભ્રષ્ટાચારનો સહારો લેવા માટે તમને મજબૂર કરે છે. એને એક વખત ભ્રષ્ટાચાર કર્યો એટલે જિંદગીભર તમે તેનો પ્રતિકાર કરી શકો જ નહીં!

Sunday, April 24, 2011

ગીતા - એક મહાન શાસ્ત્ર

ગીતા એ એક મહાન શાસ્ત્ર છે. તેમાં જીવનનાં રહસ્યો છુપાયેલાં છે. આપણે જો આ રહસ્યોને સમજી લઈએ અને તેને તે પ્રમાણે જો જીવનમાં ઊતારીયે તો આપણા બધા પ્રશ્નોનું નિરાકરણ મળી જાય.

ગીતા ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં પોતાના મુખેથી ગાયી છે. તેને શ્રી કૃષ્ણનું ગીત પણ કહેવામાં આવે છે.

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन l

मा कर्मफलहेतुर्भूर् मा ते संगोड्स्त्वकर्मणि ll

કર્મ કરવામાં જ તારો અધિકાર છે,

ફળમાં કદી નહીં.

માટે તું કર્મફળની ઇચ્છાવાળો ન થા

તેમ જ કર્મ ન કરવામાં આસક્ત પણ ન થા.

Thy right is to work only;

but never to its fruits;

Let not the fruits of action be thy motive.

May you not have any attachment to inaction.

#######

વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય

નવનિ ગ્રહણાતિ નરોડ્પરાણિ

તથા શરીરાણિ વિહય જીર્ણા-

ન્યન્યાનિ સંયાતિ નવાનિ દેહી.

‘જેમ મનુષ્યો જૂનાં વસ્ત્રો ત્યજી નવાં વસ્ત્રો ધારણ કરે છે તેમ દેહી એટલે આત્મા, જીર્ણ શરીર ત્યાગી, વિના કલેશે બીજું નવું શરીર ધારણ કરે છે.’

Just as a person casts off worn-out garments and puts on others that are new, even so does the embodied soul cats off worn-out bodies and take on others that are new.

#####

नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः l

न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ll

# # # # #

जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च l

तस्मादपरिहार्येडर्थे न त्वं शोचितुमर्हसि ll

Death is certain of that which is born;

birth is certain of that which is dead.

You, therefore, should not lament over the inevitable.

# # # # #

शरीरं यदवाप्नोति यच्चांप्युत्क्रामतीश्वर : l

गृहीत्वैतानि संयाति वायुर्गन्धानिवाशयात् ll

જેવી રીતે પવન સુંગંધને એક સ્થળેથી બીજે લઈ જાય છે, તેમ જીવ આ જગતમાં પોતાના જીવનના જુદા જુદા ખ્યાલોને એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે. આ પ્રમાણે, તે એક શરીરને ધારણ કરે છે અને પછી એને ત્યાગીને બીજું શરીર ગ્રહણ કરે છે.

# # # # #

न जायते म्रियते वा कदाचिन्नायं भूत्वा भविता वा न भूयः l

अजो नित्यः शाश्वतोड्यं पुराणो न हन्यमाने शरीरे ll 20

આ (આત્મા) કદી જન્મતો કે મરતો નથી; અથવા પ્રથમ ઉત્પન્ન થઈને પછી હોય છે, એમ પણ નથી, આ અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે; તેથી શરીર મરે છે છતાં મરતો નથી.

Saturday, April 23, 2011

રામ કથા - ૬૯૭ - માનસ રાજ ધરમ

રામ કથા - ૬૯૭

માનસ રાજ ધરમ

ગાંધીનગર, ગુજરાત

તારીખ ૨૩ એપ્રિલ, ૨૦૧૧ થી તારીખ ૧ મે, ૨૦૧૧


મુખ્ય ચોપાઈ

ધરમ રાજનય બ્રહ્મબિચારૂ l

ઇહાઁ જથામતિ મોર પ્રચારૂ ll

...........................................અયોધ્યાકાંડ ૨/૨૮૭/૪

જનક રાજા કહે છે કે ધર્મ, રાજનીતિ અને બ્રહ્મવિચાર એ વિષયોમાં મારી યથામતિ થોડી ઘણી પહોંચ છે.


રાજધરમ સરબસુ એતનોઈ l

જિમિ મન માહઁ મનોરથ ગોઈ ll

.......................................અયોધ્યાકાંડ ૨/૩૧૫/૧

રામ ભગવાન કહે છે કે રાજાના ધર્મનો સાર એટલો જ છે. મનની અંદર મનોરથો જળવાઈ રહે તેમ રાજાના રાજાના ધર્મમાં બધા અંગોના પાલનરૂપી સાર સચવાઈ રહેવો જોઈએ.

શનિવાર, તારીખ ૨૩ એપ્રિલ, ૨૦૧૧

સ્વર્ણિમ ગુજરાત ઉજવણી નિમિત્તે ૫ રામ કથાનો મનોરથ બાપુનો હતો. આ પાંચ રામ કથા નીચે મુજબ છે.

૧ કર્ણાવતી ક્લબ, અમદાવાદ

૨ અમેરિકા

૩ વિરમગામ

૪ વિચરતી જાતિ - વિમુક્ત જાતિ

૫ ગાંધીનગર


રાજ ધર્મના ચાર પાસા છે.

૧ નાગરિક ધર્મ

૨ સામાજિક ક્ષેત્રના મહાનુભાવોનો ધર્મ

૩ આધ્યાત્મિક ક્ષેત્રના મહાનુભાવોનો ધર્મ

૪ રાજકીય ક્ષેત્રના આદરણીયોનો રાજ્ય તરફનો ધર્મ


રામ ચરિત માનસ વૈશ્વિક ગ્રંથ છે.

આજનો દિવસ વિશ્વ પુસ્તક દિવસ છે. (૨૩ એપ્રિલ)

આધ્યાત્મિક સાધના કરનારે અમુક સમયે મૂંગા, બહેરા અને આંધળા રહેવું જોઈએ. ખરાબ જોવામાં આંધળા, નીંદા કરવામાં મૂંગા અને ખોટું સાંભળવામાં બહેરા.

ભાગવત કથાના ભાગવત શબ્દના દરેક અક્ષરનો એક ખાસ અર્થ આધ્યાત્મિક જગતના મહાનુભાવોએ ઘણાવ્યો છે.

ભાગવત શબ્દના ભા નો અર્થ શ્રોતા અને વક્તામાં ભાવનું સર્જન કરવાનો છે.

ભાગવત શબ્દના નો સંદર્ભ છે કે ભાગવત કથા કોઈ પણ વ્યક્તિના ર્વનું ખંડન કરે છે.

ભાગવત શબ્દના નો સંદર્ભ એ છે કે ભાગવત કથા ર્ગ ભેદ અને ર્ણ ભેદ દૂર કરે છે.

ભાગવત શબ્દના નો સંદર્ભ એ જે કે ભાગવત કથા પ કરાવે. વક્તા અને શ્રોતાને તપ કરાવે, સહન કરવાની શક્તિ આપે તે ભાગવત કથા. આપણને ગમતી વસ્તુનો ત્યાગ તપસ્યા છે.

મહેનતથી નથી થતું તે રહેમતથી થાય છે. પણ એનો અર્થ કર્મ ન કરવું એવો નથી.


રવિવાર, તારીખ ૨૪ એપ્રિલ, ૨૦૧૧

નિમ્ન લીખિત કેટલાક પ્રસંગોનું લખાણ દિવ્ય ભાસ્કર દૈનિકના સૌજન્ય સહ પ્રસ્તુત છે.

મોરારિબાપુની રામકથામાં શ્રોતાઓ તરબોળ

Source: Bhaskar News, Gandhinagar | Last Updated 2:02 AM [IST](24/04/2011)
http://www.divyabhaskar.co.in/article/MGUJ-ramkatha-of-moraribapu-gandhinagar-2046753.html

કથાનો એક પ્રવાહ હોય છે બાપ...! પ્રસંગોની પણ એક સૃષ્ટિ હોય છે... રસમયતા હોય છે. કથાના વિષય માટે મારી કોઇ પસંદગી હોતી નથી. ઊંડા પાણીના ઘુનામાં ડૂબકી મારીએ પછી ક્યાં નીકળીએ એ નક્કી નહીં એમ વ્યાસપીઠ પર આવીને ડૂબકી મારું પછી હું ક્યાં નીકળું એ નક્કી નહીં... પણ જ્યાંથી નીકળીશ, બરાબર નીકળીશ...!!! આમ કહેવા સાથે બાપુએ રામકથાનો પ્રારંભ કર્યો હતો.

ગાંધીનગર કલ્ચરલ ફોરમ આયોજિત સ્વર્ણિમ રામકથાના પ્રારંભે પ્રખર કથાકાર અને લોકસંત પૂ.મોરારિબાપુએ કહ્યું હતું કે, ગુજરાત રાજ્યના સ્વર્ણિમ વર્ષના સમાપનની મારી વ્યાસપીઠેથી કઇ રીતે ઉજવણી કરે એવા મનોરથ મારા મનમાં હતાં. ત્યારે સ્વર્ણિમ ગુજરાત નિમિત્તે પાંચ રામકથા કરવાનો નિર્ણય કર્યો અને અમદાવાદ, અમેરિકા, વિરમગામ, ઉ.ગુ. બાદ પાંચમી અને અંતિમ રામકથા આજે ગાંધીનગરમાં થઇ રહી છે ત્યારે સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવનાર સૌ પ્રતિભાઓને તથા શ્રોતાઓને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ પાઠવું છું.

યોગાનુયોગ વિશ્વ પુસ્તક દિવસે જ વૈશ્વિક સદ્ગ્રંથ-રામચરિત માનસની કથાનો આરંભ થયાની ઘટનાથી આનંદ વ્યક્ત કરતા પૂ.મોરારિબાપુએ કહ્યું કે, રાજ્યભરમાં વાંચે ગુજરાતની મોટી પ્રવૃત્તિ થઇ છે. ગુજરાત નાચતું ને ગાતું પણ બને છે. રામકથાના પ્રારંભ પૂર્વે પૂ.મોરારિબાપુના આગમન સમયે હનુમાન ચાલીસાના સમૂહગાનથી સાદર સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે પૂ.બાપુની ઉપસ્થિતિ વચ્ચે ગુજરાતને વૈશ્વિક કક્ષાએ ગૌરવ અપાવનાર વિવિધ ક્ષેત્રોની ૫૧ વભિૂતિઓના હસ્તે સમૂહમાં દીપ પ્રગટાવી સ્વર્ણિમ રામકથાનો વિધિવત્ પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે જય જય ગરવી ગુજરાતના જોમવંતા ગાનથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું.

આ વિશિષ્ટ મહાનુભાવોમાં શિક્ષણ, સાહિત્ય, સંગીત, નૃત્ય, વેપાર, વ્યવસાય, રમતગમત, પત્રકારત્વ અને રાજકીય ક્ષેત્રના મહાનુભાવોનો સમાવેશ થાય છે.ભાગવત વિદ્યાપીઠ, સોલાના ઋષિકુમારોએ વેદ મંત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે ગાંધીનગરની ૧૬ કન્યાઓએ ભરત નાટ્યમ સાથે ગણેશવંદના રજૂ કરી અદભુત માહોલ સર્જ્યો હતો. આ પ્રસંગે રામકથા અંતર્ગત ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા તૈયાર કરાયેલાં ત્રણ પુસ્તકો અને નગરના જાણીતા સાહિત્યકારોનાં છ પુસ્તકો મળીને નવ પુસ્તકોનું પૂ.મોરારિબાપુના હસ્તે લોકાર્પણ કરવા ઉપરાંત ઉપસ્થિત તમામ ૫૧ વૈશ્વિક ગુજરાતી મહાનુભાવોનું શાલ ઓઢાડી, સ્મૃતિ ચહિ્ન આપી સન્માન કરાયું હતું.

ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાંત જહાએ કહ્યું કે, વિધાનસભા સચિવાલયની આડશમાં રહીને માત્ર રાજકીય કે, કર્મચારીનગર તરીકે ઓળખાતા ગાંધીનગર શહેરની અસલ ઓળખ આપવા તેમજ તેની સમૃિદ્ધ, સફળતા માટે પરમતત્વનો આભાર માનવા આ કથાના માધ્યમ દ્વારા ઋણ વ્યક્ત કરવાનો આશય છે. સંવેદનશીલ અને સંસ્કારશીલ સમાજરચના માટે સ્વર્ણિમ રામકથાનું ભવ્ય આયોજન કરાયું છે. જહાએ ગીત- સંગીત- નાટ્ય -નૃત્યનું શિક્ષણ આપતી કલ્ચરલ યુનિવર્સિટી સ્થાપવાની નેમ વ્યક્ત કરી સૌના સહયોગ તથા પૂ.મોરારિબાપુના આશીર્વાદ પ્રાપ્તિની અપેક્ષા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ગાંધીનગર તેમજ અમદાવાદ, ઉત્તર અને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર ,કાઠિયાવાડ વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં ભાવિકો, વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ, સાધુ-સંતોએ હાજરી આપી પૂ.મોરારિબાપુની અદ્ભુત વાણીનો લાભ લીધો હતો.

સાહિત્યકારોએ પુસ્તક મેળાનો પ્રારંભ કરાવ્યો

ગાંધીનગરમાં આયોજિત રામકથા દરમિયાન રામકથા પરિસરમાં યોજાયેલા પુસ્તક મેળાનો જાણીતા સાહિત્યકાર રઘુવીર ચૌધરી, ભાગ્યેશ જહા અને રતિલાલ બોરીસાગરે મંગળદીપ પ્રગટાવી ગાયત્રી મંત્રના ગાન સાથે પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે પાટનગરના સાહિત્ય રસિકો, લેખકો અને ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

ભવ્યાતભિવ્ય શોભાયાત્રા નીકળી

રામકથાની પૂર્વે સવારે ગાયત્રી મંદિર સેક્ટર-૧થી શોભાયાત્રા નીકળી હતી. તેમાં નગરજનોએ લખેલા ૨૧ કરોડ રામનામ મહામંત્રની પોથીઓને હાથીની અંબાડી પર મૂકીને નગરના માર્ગો પર ફરી હતી. ૫૧ જેટલા ટેબ્લોઝ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. ૧૫૧ દિકરીઓ પરંપરાગત વસ્ત્ર પરિધાન સાથે જોડાઇ હતી.ફૂલોની વૃષ્ટિ કરતી તોપ આકર્ષણનું કેન્દ્ર બની હતી.





Source: Bhaskar News, Gandhinagar | Last Updated 2:20 AM [IST](25/04/2011)

http://www.divyabhaskar.co.in/article/MGUJ-morari-bapu-ramkatha-start-at-gandhinagar-2047902.html

>>પ્રથમ ઘરના પછી ગામ-શહેર, રાજ્ય,દેશ અને અંતે વિશ્વના નાગરિક બનો
>>મોરારિ બાપુ બાપુએ કહ્યું કે, નાગરિકનો પહેલો ધર્મ રાજ્ય અને તેના સંચાલનકર્તાનો મર્મ જાણવાનો છે

માનસ્ રાજ ધરમના પ્રથમ ચરણ નાગરિક ધર્મની વાત કરતા પૂ. મોરારિ બાપુએ રામકથા શ્રવણ કરતા હજ્જારો શ્રોતાઓને જાણે "જગાડી" દીધા હતાં. બાપુએ કહ્યું કે, સૌ પ્રથમ ઘરના પછી પોતાના ગામ કે, શહેરના ત્યારબાદ રાજ્યના અને દેશના તથા આખરે માણસે વિશ્વના નાગરિક બનવું અનિવાર્ય છે.

નાગરિકનો પહેલો ધર્મ રાજ્ય અને તેના સંચાલનકર્તાનો મર્મ જાણવાનો છે. સત્યને મિતભાષી અને સિમિતરૂપે બોલે તે નાગરિક ધર્મ છે અને તે જ વાણી સ્વાતંત્રય છે. પરંતુ તે સત્ય ટાગોરે કહેલા વર્ડસ કમ આઉટ ફ્રોમ ડેપ્થ ઓફ ટ´થના જેવું હોવું જોઇએ. ત્યારે બાપુને સાંભળીને કેટલાયે શ્રોતાઓ બોલી ઉઠ્યા હતાં કે, બાપ.. તમે અમારામાં નાગરિક ધર્મને રણઝણાવ્યો હોં..

ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા નગરજનોના સહયોગથી યોજાયેલી પૂ.મોરારિબાપુની ભવ્ય રામકથાના બીજા દિવસે વ્યાસપીઠ પરથી પૂ.બાપુએ નાગરિક ધર્મની વાત કરવા દરમિયાન વિખ્યાત સર્જક મનુભાઇ પંચોલી-દર્શકના વિધાનને ટાંકતા કહ્યું કે, આપણા દેશમાં વોટર્સ એટલે કે, મતદાતાઓ છે, પણ નાગરિકો ક્યાં છે? નાગરિકની વ્યાખ્યા કરતાં પૂ.બાપુએ જણાવ્યું કે, આપણે આપણા ઘરના, ગામના, નગરના, રાજ્યના, રાષ્ટ્રના નાગરિક બનવા પછી વિશ્વના નાગરિક બનવાનું છે. વ્યાસપીઠને સંકડાશ-સંકીર્ણતા પાલવે નહીં. વ્યાસ એટલે વિશાળતા, આપણા દેશનું જ સૂત્ર છે કે, વસુધૈવ કુટુંબમ્ એટલે જ હું તો વિશ્વનો નાગરિક છું.

રામકથાના સંદર્ભે રામરાજ્યનો પ્રથમ નાગરિક અયોધ્યાથી થોડેક દૂર સંગવેદપુર ગામે વસેલો ‘કેવટ’ છે. જીવનના સુખ માટે ખંડ-ખંડમાં રહેવું પડે પણ જીવનમાં પ્રેમ માટે અખંડ રહેવું ઘટે. કેવટ જાણે છે કે, રામ ભગવાન છે અને રાજાનો મર્મ જાણવો નાગરિકનો પહેલો ધર્મ છે, એટલે કે, પોતાના રાજ્ય અને તેના સંચાલકર્તાના મર્મને જાણે તે નાગરિક છે. નાગરિકને પોતાના શાસકનું જાગવું, ઉંઘવું, ખાવું, પીવું વગેરે તમામ બાબતોની ખબર હોવી જોઇએ પણ અત્યારે એવું છે ખરું?

બાપુએ કહ્યું કે, વ્યાસપીઠ પરથી હું શું બોલું છું તેની જવાબદારી મારી છે, તમે શું સાંભળો છો તેની જવાબદારી તમારી છે. કેવટ નાગરિક ધર્મના જાણકાર તરીકે રામ વિશે જાણે છે. પ્રવર્તમાન ચૂંટણીઓમાં ઉમેદવારોની જાણકારી સંદર્ભે માર્મિક વાત કરતાં પૂ.બાપુએ કહ્યું કે, ઉમેદવાર શું ખાય છે, શું પીએ છે તેવી તમામ વિગતો મતદારોને જણાવવી જોઇએ.

રામસભામાં ભગવાન રામચંદ્રજી કહેતા કે, ‘હું જ્યારે વાત કરતો હોય ત્યારે મારા વકતવ્યમાં પ્રજા-રાજ્ય વિરૂદ્ધની વાત હોય ત્યારે હે પ્રજાજનો તમને અનુચિત લાગે તો મારી વાતને રોકજો. રામાયણમાં કેવટ, જટાયું, અંગદ, હનુમાનજી ઉત્તમ નાગરિકતાના લક્ષણો ધરાવે છે. તેઓની જેમ નાગરિક નિર્ભિક હોવો જોઇએ. વાણી સ્વાતંત્રયનો પુરેપુરો ઉપયોગ રાજધર્મના સંદર્ભમાં કરતો હોવો જોઇએ.



Source: Bhaskar News, Gandhinagar | Last Updated 2:20 AM [IST](25/04/2011)

http://www.divyabhaskar.co.in/article/MGUJ-give-10-percentage-of-income-for-social-work-2047906.html

દાદા મેંકરણ બળબળતા રણમાં છેક છેવાડે પડેલા માણસ સુધી રોટલા-પાણી પહોંચાડતાં

નાગરિક ધર્મનું એક લક્ષણ છે કે આપણે આપણાથી થાય તેટલું તો કરવું જ, ભૂખ્યાને ભોજન, શિક્ષણ મેળવવા ઇચ્છતાને પુસ્તકો આપવા જેવા નાના નાના કામો પણ કરી શકાય. આપણાથી પહોંચી શકાય ત્યાં લગી તો પહોંચવું જ. આપણી આવકમાંથી દશમો ભાગ રાજ્ય કે રાજ્યના નાગરિકોના હિત માટે આપવો જોઇએ. દા.ત. કોઇ તબીબ પોતાના વ્યવસાયમાં દશ દિવસમાંથી એક દિવસ તો ગરીબ દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરી શકે છે. રાજ્યનો રાજધર્મ રાજ્યનું જતન કરવાનો છે. તો નાગરિકોનો ધર્મ પણ આજ છે. તેમ બાપુએ રામકથા દરમિયાન કહ્યું હતું.

બાપુએ આ તકે કચ્છના રણમાં સેવા કરનાર દાદા મેંકરણનો દાખલો આપ્યો હતો. કચ્છની સૂકી ધરતીમાં કામ કરનારા દાદા મેંકરણ લાલિયો કુતરો અને મોતિયો ગધેડાની મદદથી છેક છેવાડે બળબળતા રણમાં પડેલા માણસ સુધી રોટલા-પાણી પહોંચાડતા હતા તેને અંજલિ આપતાં પૂ.બાપુએ કહ્યું કે, એક વ્યક્તિ બે પ્રાણીઓની મદદથી આટલું કરી શકે તો ગ્રામસેવક-તલાટીથી માંડીને રાજ્ય સરકાર સુધીના લોકો જનહિતના કામ કેમ ન કરી શકે? પરંતુ નાગરિકો પાસે લાભ આવતાં આવતાં જાણે નદીનું પાણી સૂકાઇ જતું હોય તેવું થાય છે તેવી માર્મિક વાત કરીને પૂ.બાપુએ છેવાડાના નાગરિકને સુખાકારીના ફળ મળે તેવા આયોજનની દ્રષ્ટિને રાજધર્મનું લક્ષણ છે, તેમ જણાવ્યું હતું.

પર્યાવરણ અને પાણીની જાળવણી, ભૂમિ સંરક્ષણ, વૃક્ષાનું જતન વગેરેને અત્યારના સમયમાં નાગરિક ધર્મમાં સમાવિષ્ટ કરી શકાય. વનવિભાગ દ્વારા રોપાઓ વાવવામાં આવે છે તેમાંથી ઉછરે છે કેટલાં તેવો પ્રશ્ર કરીને પૂ. બાપુએ વૃક્ષોનું જતન કરવા ખાસ અનુરોધ કર્યો હતો.

એક દીકરાને લશ્કરમાં મોકલો

ચૂંટણી લડતા ઉમેદવારના એક દીકરાને લશ્કરમાં જોડવાનું ફરજિયાત કરો. તેમ કહેતા પુ.મોરારિબાપુએ આજના કેટલાક લેભાગુ જેવા રાજકારણીઓ માટે કહ્યું કે, જો તમારે દેશસેવા કરવી હોય તો તમારા પરિવારનો એક દીકરો કમ સે કમ લશ્કરી સેવા-દેશ સેવામાં જોડાયેલો હોવો જોઇએ.

મેં આવા મુખ્યમંત્રી જોયા છે

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.બાબુભાઈ જશભાઈ પટેલની સાદગીને યાદ કરતાં પૂ.મોરારિબાપુએ કહ્યું કે, સ્વ.બાબુભાઈમાં રાજધર્મ દેખાતો હતો. કોઇપણ જાતના દેખાડા વગર મુખ્યમંત્રી તરીકે હાથમાં થેલી લઇને ચાલતા બાબુભાઇને મેં જોયા છે.





Source: Bhaskar News, Gandhinagar | Last Updated 2:24 AM [IST](25/04/2011)

http://www.divyabhaskar.co.in/article/MGUJ-morari-bapu-told-definition-of-sadhu-2047908.html

સાવધાન રહે, સાધના અને સાહસ કરે સૌની સામે રહે અને સાક્ષી બને તે સાધુ : મોરારિબાપુ

રામકથા દરમિયાન મોરારિબાપુએ સાચા સાધુની ઓળખ કરવા કહ્યું હતું. તેણે કહ્યું હતું કે, સાવધાન રહે, સાધના અને સાહસ કરે સૌની સામે રહે અને સાક્ષી બને તેને સાચો સાધુ જાણવો. મતલબ કે, જેનામાં પાંચ "સા" દેખાય તે સાચો સાધુ હોઇ શકે છે. નાગરિક ધર્મની વાત કરવા દરમિયાન જ બાપુએ આ વાત કરી હતી.

સાચો સાધુ એ હોય જે પોતે પ્રિતપર સાવધાન રહે અને નાગરિક ધર્મ બાબતે પણ તેની પાસે આવનારાને સાવધાન કરે. સાધના પણ સાધુનો ગુણ છે. સાધના પછી સુરની હોય, કલાની હોય, નૃત્યની હોય, ચિત્રની હોય, શિલ્પની હોય, ભજનની હોય કે, ધ્યાનની હોય. કોઇ વ્યક્તિ કોઇપણ ક્ષેત્રમાં કાર્ય કુશળતા મેળવે તે સાધના છે અને તે સાધુનો ગુણ છે. કૃષ્ણ ભગવાને તેને યોગ કહ્યો છે. સાધુનો ત્રીજો ગુણ સાહસનો છે. દેશકાળ પ્રમાણે દિશા બદલવાને સાહસ કહેવાય છે. નરસિંહ મહેતાએ વાસમાં જઇને ભજન કિર્તન કર્યા તે જે તે સમયનુ સાધુ પ્રકારનું સાહસ હતું.

સૌની સામે રહીને જીવન જીવે તે સાધુનો ચોથો ગુણ છે. ખુલ્લી કિતાબ જેવું જીવન સાધુએ જીવવું જોઇએ અને પાંચમો ગુણ સાધુનો સાક્ષી ભાવનો કહ્યો છે. સમાજની કોઇ સમયે, કોઇ ચોક્કસ સ્થિતિ આવીને ઉભી રહી હોય ત્યારે સાધુએ સાક્ષી ભાવ ધારણ કરવો પડે છે. તેથી જ ભગવાને હનુમંત, સંત અને ભગવંતને આધ્યાત્મિક ત્રિકોણ કહ્યો છે.

બહુ નહીં પણ થોડું ઘણું કરી લીધું છે

રાજકાણમાં પડેલા પદાધિકારી બનેલા મોટાભાગના લોકો પોતાનું પહેલાં કરે છે. દરેક નાગરિકના મનની વાતને બાપુએ ઉદાહરણરૂપે કરી હતી. તેણે કહ્યું કે, એક જિલ્લામાં ભાગવત કથાના પ્રસંગે મંચસ્થ એવા બાંધકામ સમિતિના ચેરમેનની ઓળખાણ કરાવતા આયોજકે કહ્યું કે, આમના જેવા સારા માણસ બીજા કોઇ નથી. પરંતુ તે મહાનુભાવે મારી સાથે વાત કરતા એમ કહ્યું કે, મેં મારાથી થાય તેટલું કરી લીધું છે. બહુ નહીં પરંતુ થોડું ઘણું તો કરી જ લીધું છે. બાપુએ આ વાત રામકથાના સંદર્ભમાં નાગરિક ધર્મને ટાંકતા રાજકારણની નીખાલસતા રાખવા અંગે કહી હતી અને એમ પણ કહ્યું હતું કે, આજે સમાજમાં આવી નિખાલસતાની કટોકટી થઇ ગઇ છે.

હું તો મ્હોં દુખી જાય ત્યાં સુધી હનુમાન ચાલીશા કરૂ છું

પ્રેરણા લેવી હોય તો આખું જગત આપણી સામે પડ્યું છે, તેમ જણાવી પૂ.બાપુએ કહ્યું કે, તલગાજરડા ગામની એક દીકરી મોઢું દુ:ખી જાય ત્યાં સુધી હનુમાન ચાલીસા બોલે છે. કેમ કે, કેટલા હનુમાન ચાલીસા કરવા તેની તેને ખબર નથી. આ હનુમાન ચાલીસા કરવા માટેની ઉત્તમ પ્રેરણા છે.

રામ એટલે રકાર( સત્ય), આકાર(પ્રેમ) અને મકાર (કરૂણા)

Source: Bhaskar News, Gandhinagar | Last Updated 2:06 AM [IST](25/04/2011)

http://www.divyabhaskar.co.in/article/MGUJ-morari-bapu-ramakatha-start-at-gandhinagar-city-2047910.html


મોરારિ બાપુએ કહે છે કે, રામકથા એ તો માત્ર રામનામનો વિસ્તાર છે

રામકથા તો રામનામનો વિસ્તાર છે. બાપુએ કહ્યું કે, રામ એટલે રકાર( સત્ય), આકાર(પ્રેમ) અને મકાર (કરૂણા)નો ત્રિવેણી સંગમ છે. તેથી જ શ્રીમદ્ ભાગવતના એક શ્લોકમાં ૯-૯ વખત સત્યની આહૂતિ આપવામાં આવી છે. સત્યની ધાર લોહી ન કાઢે પરંતુ તેનું તેજ એવું હોય છે કે, આંજી દે. તુલસીજીએ તેથી જ રામનામનો મહિમા ખૂબ ગાયો છે.

રામનામને સવિસ્તાર સમજાવતા પૂ.મોરારિબાપુએ કહ્યું કે, રકાર, આકાર અને મકારના સ્વરથી રામનામ બન્યું છે. રકાર એટલે કઠોર સત્ય અને આકાર એટલે પ્રેમ છે. તેમાં અનુગ્રહ હોય પરંતુ નિગ્રાહ ન હોય, જ્યારે મકાર એટલે કરૂણા છે. એટલે કે, કોઇ પ્રકારે કોઇને મારવા નહીં. આજ આપણી ભારતીય સંસ્કૃત્તિની પરંપરા છે અને આ વાત જ વિશ્વ સદ્ ગ્રંથ રામચરિત માનસ્નો સાર છે.

પૂ.મોરારિબાપુએ એમ પણ કહ્યું કે, સત્ય, પ્રેમ અને કરૂણામાં પ્રેમને શા માટે વચ્ચે રાખ્યો હશે. કોઇ સાધક આ ત્રણેને પોતાની રૂચિ અનુસાર પણ ક્રમમાં મૂકી શકે છે કે, રૂચિ પ્રમાણે તેનો ક્રમ નક્કી કરી શકે છે. પરંતુ પ્રેમ અને કરૂણા સત્યની આંગળી પકડીને ચાલે તે શ્રેષ્ઠ સ્થિતિ છે. આ ત્રણેનું સંયુક્ત અસ્તિત્વ છે તેને અલગ પાડી શકાય નહીં. તેથી જ રામનું નામ કે, સાધકને જે પણ શકિતમાં રૂચિ હોય તેવા ઇષ્ટદેવનું નામ કળીયુગનું શ્રેષ્ઠ સાધન છે. માનવ જીવન હાથમાં ભરેલી અંજલિના પાણીની જેમ હોય છે. જીવન પાણીની જેમ ટપકી જાય તે પહેલાં હરિનામ ભજી લેવું જોઇએ.

ભેદ તો મંચસ્થોના મનમાં ભર્યા હોય છે

મહુવા તાલુકાના એક ગામની શાળાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પૂ.મોરારિબાપુએ જોયું કે, કાર્યક્રમનું શરૂઆતે હનુમાન ચાલીસા ગવાયા તે ગાવામાં પ્રથમ હરોળમાં બેઠેલી ત્રણ મુસ્લિમ બાળાઓ પણ હતી. કાર્યક્રમ પૂરો થયો ત્યારે બાપુએ ત્યાં ઉપસ્થિત રહેલા ગામ આગેવાન ઇસ્માઇલભાઇને પૂછ્યુ કે, આ બાળાઓ પણ હનુમાન ચાલીસા ગાય છે. ત્યારે તેમણે એવો ચોંટદાર જવાબ આપ્યો કે, ભેદ તો મંચ પર બેઠેલા મહાનુભાવોના મનમાં ભર્યા હોય છે. આ તકે બાપુએ એક શેર પણ ટાંકયો હતો કે, શીશા ઔર પથ્થર સાથ રહે તો કોઇ બાત નહીં ગભરાને કી, શર્ત ઇતની હૈ જીદ ન કરે ટકરાને કી.

રાવણે પણ રાજધર્મ નીભાવ્યો હતો

રામકથાનું રસપાન કરાવતા પૂ.મોરારિબાપુએ કહ્યું કે, રાવણે પણ રાજધર્મનું પાલન કર્યું હતું. તે ભલે કવિતાની વાત હોય કે, કથાની વાત હોય.પરંતુ રામાયણમાં કહ્યું છે કે, લંકામાં રાવણનો મહેલ સોનાનો હતો તો તેની પ્રજાના મકાનો પણ સોનાના હતાં. તેણે આમ આદમીને સમૃદ્ધિ બક્ષીને રાજધર્મ બજાવ્યો હતો. તેને ત્યાં અંદરોઅંદરની લડાઇ ન હતી.

પ્રેમ પદાર્થોમાં નહીં, હૈયામાં હોય છે: ભીખુદાન ગઢવી

Source: Bhaskar News, Gandhinagar | Last Updated 2:21 AM [IST](25/04/2011)


http://www.divyabhaskar.co.in/article/MGUJ-bhikhudan-gadhavi-present-his-art-at-social-programme-2047911.html

શબરી મને તારાં મીઠાં લાગ્યાં બોર, એમાં તારી ભાવના અણમોલ

પાટનગરમાં રામકથા અંતર્ગત જ શનિવારે રાત્રે યોજાયેલા ‘લોક સાહિત્યના સથવારે’ નામક કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાત કલાકારો ભીખુદાન ગઢવી, હેમંત ચૌહાણ, અભેસિંહ રાઠોડ અને ભારતીબેન વ્યાસે લોક સાહિત્યના સથવારે મનોરંજન અને મર્મનું ભાથું બંધાવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતે હેમંત ચૌહાણે ‘‘પાટે પધારો ગણપતિ’’ ગીતથી કરીને ગણપતિ ઉપરાંત ૩૩ કરોડ દેવી-દેવતાઓને આહ્વાન કર્યું હતું. ભારતીબેન વ્યાસે ગુરૂવંદનાની પ્રસ્તુતિ ‘ગુરૂ તારો પાર ન પાયોથી કરીને એ જ ક્રમમાં ‘પૃથ્વીના માલિક તમે ધારો તો અમે ધરીએ વેશ’ તથા ‘કોણે બનાવ્યો પવન ચરખો’ની ભાવવાહી રજુઆત કરી હતી.

અભેસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, ભગવાનની ભક્તિ સાથે રાષ્ટ્ર ભક્તિ જરૂરી છે. આ દુનિયામાં રાષ્ટ્ર બે જ છે. એક મહારાષ્ટ્ર અને બીજું સૌરાષ્ટ્ર. મહારાષ્ટ્રમાં એક સપૂતનો જન્મ થાય છે ને એનો મહિમા સૌરાષ્ટ્રનો એક સપૂત ગાય છે હાલરડાંરૂપે. આ હાલરડું પણ સુંદર શબ્દ છે.

નાનું બાળક રડતું હોય ને મા એને એમ કહે કે બેટા, ‘હાલ હું રડું’ને તું સૂઇ જા, એનું નામ હાલરડું. દુનિયા આખીની જનેતાઓએ પોતાનાં સંતાનોને સૂવડાવવા માટે હાલરડાં ગાયાં હશે પણ આ એક જનેતાએ પોતાના સપૂતને ‘જગાડવા’ માટે હાલરડું ગાયું છે, એમ જણાવી એમણે ઝવેરચંદ મેઘાણી લિખિત જીજાબાઇનું હાલરડું ગાયું હતું, ‘શિવાજીને નીંદરંુ ના’વે, માતા જીજાબાઇ ઝૂલાવે.’

ભીખુદાન ગઢવીએ અત્યંત હળવાશભરી શૈલીમાં લોકસાહિત્યની ઉત્તમ વાતો રજુ કરતાં જણાવ્યું હતું કે, અહીં બેઠેલી બહેનો-દીકરીઓને મારે કહેવું છે કે, જળવાય તો થોડાં હાલરડાં જાળવી રાખજો, એની જરૂર છે. નહીંતર અત્યારે તો બાળકને એવું થતું હોય છે કે, ‘ખોટું સાંભળવું એના કરતાં સૂઇ જવું સારું. ગામડાના માણસને વિશાળતા સાથે સંબંધ હોય છે.

મોટો ઓરડો, મોટી ઓસરી, મોટું આંગણું, ખુલ્લો વિસ્તાર, ઘરની બહાર નીકળો તો સૂરજ અને ચંદ્ર સાથે વાત થાય. આ કારણે એ માણસનું મન પણ મોટું હોય. ને આપણે શહેરમાં તો નાના-નાના ફલેટ, બાથરૂમમાં ન્હાવા બેસીએ તો ડોલ મુકવાનીય જગ્યા ન હોય. તેણે કહ્યું કે, પ્રેમ પદાર્થોમાં નથી હોતો, પ્રેમ તો હૈયામાં હોય છે, એ જ કારણે તો રામને શબરીનાં બોર મીઠાં લાગ્યાં હતાં, બાકી એ જમાનામાંય એવાં જ બોર થતાં હતાં જેવાં આજે થાય છે. ‘શબરી મને તારાં મીઠાં લાગ્યાં બોર, એમાં તારી ભાવના અણમોલ.’

લોકસાહિત્ય એટલે શું

એકવાર ઝવેરચંદ મેઘાણીને કોઇએ પૂછ્યું: લોક સાહિત્ય એટલે શું? મેઘાણીએ જવાબ આપ્યો હતો, ‘અભણ બોલે ને ભણેલા સાંભળે એ લોકસાહિત્ય. ગામડું બોલે ને શહેર સાંભળે એ લોકસાહિત્ય અને ગામડાનું ભોળપણ બોલે ને શહેરની બુદ્ધિ સાંભળે એ લોક સાહિત્ય.

આવા ગીતોની રમઝટ બોલી હતી

હરીની હાટડીએ મારે રોજનું હટાણું, જોયું નહીં કોઇ દિ’ મેં તો ટાણું ને કટાણું,

પૃથ્વી, પવન ને પાણી આપ્યાં ઉલટિયાણી માંગ્યું નહીં એનું કોઇ દિ’ નાણું,

ગમે ત્યાંથી ગોતી ગોતી, હંસલાને આપે મોતી,

કીડીયું ને કણ્યું, ઓલા હાથીડાને મણ્યું,

ધણી મેં તો ધાર્યો નામી, યાદી દીધી સઘળી વામી,

પીંગળને મળ્યું છે મોતી, બે દિ’નું ઠેકાણું...

લાવ હથેળી, નામ લખી દ, હૈયે હરિવર નામ લખી દ, ‘મને મોડી મોડી રાતે સોણાં આવ્યાં, આવાં સોણાં આવ્યાં મને મધુરાં સોણાં આવ્યાં,

તું હી સાગર, તું હી કિનારા, ઢૂંઢતા હૈ તુ કિસકા સહારા,

પાપ તારું પ્રકાશ જાડેજા,

મન મોર બની થનગાટ કરે,

અને રાજ મને લાગ્યો કસૂંબીનો રંગ.

સોમવાર, તારીખ ૨૫ એપ્રિલ, ૨૦૧૧


નિમ્ન લીખિત કેટલાક પ્રસંગોનું લખાણ દિવ્ય ભાસ્કર દૈનિકના સૌજન્ય સહ પ્રસ્તુત છે.

હવે ‘યથા રાજા તથા પ્રજા’ની કહેવત બદલવી જોઈએ: મોરારિબાપુ

Source: Bhaskar News, Gandhinagar | Last Updated 4:11 AM [IST](26/04/2011)

http://www.divyabhaskar.co.in/article/MGUJ-morari-bapu-ram-katha-at-gandhinagar-city-2052815.html

૨૧મી સદીમાં ‘યથા રાજા તથા પ્રજા’ની કહેવત બદલી નાખવી જોઈએ. એ કાળમાં બરાબર છે, જ્યાં રામ જેવો રાજા એવી એમની પ્રજા. ૨૧મી સદીમાં તો જેવી પ્રજા, એવો રાજા. કેમ કે નક્કી પ્રજાએ કરવાનું હોય છે. રાજધર્મ પ્રજાએ નિભાવવાનો હોય છે. આમ તો બધું આપણાં હાથમાં, પણ આમ આપણા હાથમાં કંઈ નહીં, એમ મોરારિબાપુએ ગાંધીનગર ખાતેની રામકથાના ત્રીજા દિવસે સોમવારે જણાવ્યું હતું.

મોરારિબાપુએ જણાવ્યું કે આપણા બધાનો સ્વાધ્યાય આપણે કરી લેવો. આપણે આપણા ધર્મ સંભાળવા. ઘણા મને કહે છે કે બાપુને દરબારી રાગની બહુ અસર છે. પણ હું હૃદયથી કહું છું કે મારા ઉપર મારા સિવાય કોઈની અસર નથી. હું સત્યને બધેથી સ્વીકારું છું. જેવા હોવ, એવા રહો. તમારે તમારી મૌલિકતાથી કર્મ કરવાનાં છે. જ્યારે ગુરુની મારા ઉપર કૃપા છે. ગુરુ તમારી મૌલિકતા વધારી આપે છે. અહીં તો મહેનતથી કશું થતું નથી, તે કોઈની રહેમતથી થાય છે.

મોરારિબાપુએ જણાવ્યું કે મહાભારતમાં સારથિ ઘણા હોય છે પણ રથી નથી. રાજ્યનું સંચાલન કરે એ રથી નથી સારથિ છે. અત્યારે તો સારથિઓ રથીઓને વાળે છે. પરિવાર સંચાલનમાં પણ આ જ ક્રમ જોઈએ તો પરિવારનો મોભી હોય તે સારથિ, પરિવારનું નાનામાં નાનું બાળક એ રથી, પરિવારમાં રહેલી માતા કે જે બાળકોને સંસ્કાર આપે છે, તે મહારથી અને ઘરમાં રહેલાં રામાયણ અને મહાભારત જેવા ગ્રંથો અતિરથિ છે.

‘મધ્યમાં જે ખવાઈ જાય એનું નામ મધ્યાહ્ન ભોજન’

મોરારિબાપુએ જણાવ્યું કે ગાંધીનગરમાં રામકથા યોજાઈ હોવાથી કોઈએ બંધ બેસતી પાઘડી પહેરી લેવી નહીં. વિનોબાજી અને પ્લાનિંગ કમિશનના એક પ્રસંગની ચર્ચા કરી તેમણે જણાવ્યું કે આજે તો પગ કાપી નાખી, પગભર કરવાની યોજનાઓ થતી હોય છે. બીજી તરફ મને મધ્યાહ્ન ભોજનનો અર્થ કોઈએ કહ્યો કે આવે ક્યાંકથી અને પહોંચે ક્યાંક એના મધ્યમાં જે ભોજન ખવાઈ જાય એનું નામ મધ્યાહ્ન ભોજન.

મને તો રોજ રામાયણ નવી લાગે છે

ગાંધીનગર:લોકો કહે કે એકની એક કથા વારંવાર શા માટે થાય છે. પરંતુ તુલસીજી કહે છે કે કથાનું આવર્તન વારંવાર થાય ત્યારે સ્વાધ્યાય-અધ્યયન થયા કરે. કથા એકની એક ક્યારેય નથી હોતી. રોજ નવી નવી હોય છે. એક એક પદ-વાક્ય નવો સ્વાદ આપે છે. મને તો રોજ રામાયણ નવી લાગે છે, એમ મોરારિબાપુએ રામકથાના ત્રીજા દિવસે, સોમવારે જણાવ્યું હતું. મોરારિબાપુએ જણાવ્યું કે કોઇ થિયેટરમાં ચલ-ચિત્ર દર્શાવાય તો કેટલાં વર્ષ સુધી ચાલે? તેનાં ચિત્રો તો બધાં ચલિત છે પરંતુ અહીં તો બધાં અચલ છે. રામકથા તો કેટલા યુગથી ચાલી આવી છે.

મારી રામકથાની શરૂઆતમાં તો માત્ર ત્રણ જ શ્રોતા હતા. યુવાનો તો સાંભળતા પણ નહોતા. પરંતુ સત્ય કોઇ દિવસ પુરાતન થયું નથી, તે નિત્ય નૂતન છે. વારંવાર આવર્તન થયા પછી તે કંઠસ્થ થાય છે અને પછી હૃદયસ્થ થયા પછી મૂકી શકતા નથી. આજે સ્થિતિ એવી છે કે ટી.વી. ઉપર જીવંત પ્રસારણ થયા પછી પણ લોકો કથામાં આવે છે. એટલું જ નહીં યુવાનો મોટીસંખ્યામાં કથામાં આવી રહ્યાં છે, તે વિશેષ છે.

માનસરોવરમાં જે ડૂબે તે મરે, માનસ સરોવરમાં ડૂબે તે તરે

હિમાલયના માનસરોવર અને રામચરિત માનસરૂપી માનસ સરોવરની સરખામણી કરી તેમણે જણાવ્યું હતું કે માનસરોવરમાં જે ડૂબે તે મરે અને માનસ સરોવરમાં ડૂબે તે તરે. માનસરોવર હિમાલયમાં છે અને માનસ સરોવર એ ઘેર-ઘેર છે. માનસરોવરમાં એક પાણી છે અને માનસ સરોવરમાં એક સંતની વાણી છે. જ્યારે ત્યાં હંસ આવે છે અને અહીં વિશ્વના પરમહંસો આવે છે. આ માનસરોવરમાં કોઈ ડૂબે તો તે મરે છે અને માનસ સરોવરમાં ડૂબે તો તે તરે છે. સરોવરના ચાર ઘાટ હોય છે, તેમ આ માનસ સરોવરને પણ ચાર ઘાટ છે. જેમાં એક જ્ઞાનઘાટ, ઉપાસનાઘાટ, કર્મઘાટ અને શરણાગતિના ઘાટનો સમાવેશ થાય છે.

લોકો વર્ષમાં બે જોડી ખાદીનાં કપડાં પહેરે તો અનેક લોકોને રોજગારી મળે

રાષ્ટ્રનો નાગરિક સુશિક્ષિત હોય, રક્ષિત હોય પણ બુભુક્ષિત(ભૂખ્યો) ન હોવો જોઇએ. સાથે જ નાગરિકોએ પણ પોતાની ફરજ અદા કરવી જોઇએ. વર્ષમાં બે જોડી ખાદીનાં કપડાં લોકો પહેરે તો દેશમાં અનેક લોકોને રોજગારી મળી રહે. રાષ્ટ્ર-રાજ્ય માટે ફરજ અદા કરવાની નિખાલસ વાત કરવી જોઇએ, એમ મોરારિબાપુએ રામકથાના ત્રીજા દિવસે જણાવ્યું હતું.તેમણે જણાવ્યું કે રામરાજ્ય માટે સીતારૂપી શાંતિ જરૂરી છે. ખાસ કરીને પોતાના ધર્મનું અનુસરણ કરવાનું છે. હું તો કહું છું કે આપણે કંઇ ન કરી શકીએ પરંતુ જે કરતાં હોય એને તે કરવા દઇએ તો’ય ઘણું છે. દેશની લક્ષ્મી પરદેશમાં છે, એ પણ આજે રડે છે પણ તે બંદી છે. ૨૧મી સદીનું ભારત, રાજધર્મ સમજે એ જરૂરી છે.

પહેલાં મને થયું કે હું મંત્ર ઉપર બોલું કેમકે ગાંધીનગરમાં મંત્રાલય છે. રામાયણમાં તમામ પ્રકારના આલય છે. રામચરિત માનસમાં રાજધર્મ કહેવાયો છે. જેમાં સૌપ્રથમ નાગરિક ધર્મ સમજી લેવો જોઇએ. તેમણે જણાવ્યું કે નાગરિકે પ્રથમ તો ફરજિયાત મતદાન કરવું જોઇએ. પોતાનાં બાળકોને શિક્ષણ આપવું જોઇએ. સ્ત્રી ભ્રૂણહત્યા બંધ થાય તે જોવું જોઇએ. કારણ વગર વૃક્ષ ન કપાય તેનું ધ્યાન રાખવું જોઇએ. સ્વચ્છતા જળવાય તેનું ધ્યાન રાખવું અને વેપારીઓએ શુદ્ધ વસ્તુ લોકો સુધી પહોંચે એ ધ્યાન રાખવું જોઇએ. આ રીતે દરેક વ્યક્તિએ પોતાના ધર્મનું પાલન કરવું જોઇએ.



૨૧મી સદીમાં યુદ્ધની નહીં બુદ્ધની જરૂર : મોરારિબાપુ

Source: Bhaskar News, Ahmedabad | Last Updated 2:20 AM [IST](26/04/2011)

http://www.divyabhaskar.co.in/article/MGUJ-AHM-we-want-buddha-not-war-in-21th-centuary-morari-bapu-2052331.html

  • >>રાજનીતિમાં હોય તેણે રામાયણ, મહાભારત વાંચવું જોઈએ
  • >>રામાયણનો ચાઇનીઝ ભાષામાં અનુવાદ થયો છે
  • >>મૂલ્યનિષ્ઠ ધાર્મિક વાતોને વિદ્યાર્થી સુધી પહોંચાડો

મેં અગાઉ હિસ્તનાપુરમાં જ મહાભારત અંગેની કથા કરી હતી. મારે પુન: એકવાર મહાભારત ઉપર કથા કરવી છે પરંતુ દુનિયામાં થતાં મહાભારત અટકી જાય તેવા સમયે. શસ્ત્ર-સંઘર્ષ-આંદોલનો અટકવા જોઈએ. ૨૧મી સદીમાં યુદ્ધની નહીં પણ બુદ્ધની બોલીની જરૂર છે. માણસનું અંતર બુદ્ધને ઇચ્છે છે, એમ મોરારિબાપુએ સ્વર્ણિમ ગુજરાત વર્ષમાં તેઓ દ્વારા સંકલ્પિત પાંચ કથાઓમાંની, અંતિમ રામકથાનાં ત્રીજા દિવસે, સોમવારે ચ-૩ સર્કલ પાસેના મેદાન, ગાંધીનગર ખાતે જણાવ્યું હતું. કલ્ચરલ ફોરમ-ગાંધીનગર આયોજિત આ રામકથામાં ધાર્મિક-રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

૬૯૭મી રામકથામાં બોલતાં મોરારિબાપુએ જણાવ્યું કે યુવાવર્ગે પણ મહાભારત વાચવું જોઇએ. મૂલ્યનિષ્ઠ વાતો હોય તેને ધાર્મિક કહીને નકારો નહીં પરંતુ તેને વિદ્યાર્થી સુધી પહોંચવા દો. મહાભારતના પ્રસંગોને આજના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કરવો જોઇએ. ખાસ કરીને જે રાજનીતિમાં હોય તેમણે રામાયણ અને મહાભારત આદિથી અંત સુધી વાચવું જોઇએ.

રામકથામાં મોરારિબાપુએ જણાવ્યું કે પશ્ચિમના કોઇ વિદ્વાને કહ્યું છે કે નામમાં શું રાખ્યું છે? પરંતુ આ દેશમાં તો નામમાં જ બધું છે. રામ કરતાં રામ-નામ મહાન છે. વિશ્વભરમાં રામકથા, રામાયણનો વ્યાપ છે. ગુજરાતમાં ડાંગી રામાયણ પણ છે. થાઇલેન્ડ વગેરે દેશોમાં તેઓની રીતે રામકથા ભજવાય છે. ચાઇનીઝ ભાષામાં પણ રામાયણનો અનુવાદ થયો છે, જેની એક પ્રત મારી પાસે આવી છે.

તેમણે જણાવ્યું કે કથાના મુખ્ય ત્રણ હેતુ હોય છે. પ્રથમ છે, સ્વાન્ત: સુખાય, બીજો છે - વાણી પવિત્ર બને., ત્રીજો છે મનને બોધ પ્રાપ્ત થાય. કથાથી વકતાની વાણી પવિત્ર બને છે જ્યારે શ્રોતાનાં મનને બોધ પ્રાપ્ત થાય છે. જ્યારે બંને વકતા અને શ્રોતાના સ્વાન્ત: સુખ માટે હોય છે. રામાયણ વાલ્મીકિની રચના છે અને તે આદિ કવિ કહેવાય છે. જ્યારે રામચરિત માનસના કવિ તુલસીદાસજી છે. જે અનાદિ કવિ છે, એવું સંતો કહે છે.

રામ તત્વ અવિનાશી છે

બાપુએ જણાવ્યું કે મહાત્મા ગાંધીજીને જ્યારે ત્રણ ગોળી વાગી ત્યારે તેમના મુખમાંથી પણ ત્રણ જ શબ્દો સરી પડ્યા, હે રામ!. ગોળી વાગી તે હિંસક અને વિનાશક છે. જ્યારે ગોળી વાગ્યા બાદ ગાંધીજીના મુખમાંથી સરી પડતાં શબ્દો એ પ્રભુ નામ, રામ તત્વ છે, જે અવિનાશી છે.

દેશની લક્ષ્મી પરદેશમાં છે, રડે છે પણ બંદી છે

Source: Pranav Dave, Gandhinagar | Last Updated 10:51 PM [IST](25/04/2011)

http://www.divyabhaskar.co.in/article/MGUJ-contry-laxmi-in-foreign-its-crying-but-in-costody-2050647.html

  • - લોકો વર્ષમાં બે જોડી ખાદીનાં કપડાં પહેરે તો અનેક લોકોને રોજગારી મળે : મોરારિબાપુ

રાષ્ટ્રનો નાગરિક સુશિક્ષિત હોય, રક્ષિત હોય પણ બુભુક્ષિત(ભૂખ્યો) ન હોવો જોઇએ. સાથે જ નાગરિકોએ પણ પોતાની ફરજ અદા કરવી જોઇએ. વર્ષમાં બે જોડી ખાદીનાં કપડાં લોકો પહેરે તો દેશમાં અનેક લોકોને રોજગારી મળી રહે. રાષ્ટ્ર-રાજ્ય માટે ફરજ અદા કરવાની નિખાલસ વાત કરવી જોઇએ, એમ મોરારિબાપુએ રામકથાના ત્રીજા દિવસે જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું કે રામરાજ્ય માટે સીતારૂપી શાંતિ જરૂરી છે. ખાસ કરીને પોતાના ધર્મનું અનુસરણ કરવાનું છે. હું તો કહું છું કે આપણે કંઇ ન કરી શકીએ પરંતુ જે કરતાં હોય એને તે કરવા દઇએ તો’ય ઘણું છે. દેશની લક્ષ્મી પરદેશમાં છે, એ પણ આજે રડે છે પણ તે બંદી છે.

૨૧મી સદીનું ભારત, રાજધર્મ સમજે એ જરૂરી છે. પહેલાં મને થયું કે હું મંત્ર ઉપર બોલું કેમકે ગાંધીનગરમાં મંત્રાલય છે. રામાયણમાં તમામ પ્રકારના આલય છે. રામચરિત માનસમાં રાજધર્મ કહેવાયો છે. જેમાં સૌપ્રથમ નાગરિક ધર્મ સમજી લેવો જોઇએ.

તેમણે જણાવ્યું કે નાગરિકે પ્રથમ તો ફરજિયાત મતદાન કરવું જોઇએ. પોતાનાં બાળકોને શિક્ષણ આપવું જોઇએ. સ્ત્રી ભ્રૂણહત્યા બંધ થાય તે જોવું જોઇએ. કારણ વગર વૃક્ષ ન કપાય તેનું ધ્યાન રાખવું જોઇએ. સ્વચ્છતા જળવાય તેનું ધ્યાન રાખવું અને વેપારીઓએ શુદ્ધ વસ્તુ લોકો સુધી પહોંચે એ ધ્યાન રાખવું જોઇએ. આ રીતે દરેક વ્યક્તિએ પોતાના ધર્મનું પાલન કરવું જોઇએ.
  • આ વિધાનસભા નહીં, વિદ્યાસભા છે, જ્યાં કોઈ વોકઆઉટ કરતા નથી’

  • મોરારિબાપુએ રામકથાના ત્રીજા દિવસે કથામાં જણાવ્યું કે, ગાંધીનગરમાં મારી આ વિદ્યાસભા છે. વિધાનસભા નહીં. અહીં કોઈ વોકઆઉટ કરતું નથી. અહીં પ્રશ્નોત્તરી કાળ પૂરો થઈ ગયો એમ પણ નથી.

ગાંધીનગરના આંગણે જીવંત થઇ રામાયણ

Source: Bhaskar News, Gandhinagar | Last Updated 5:09 AM [IST](26/04/2011)

http://www.divyabhaskar.co.in/article/MGUJ-ramayana-become-live-at-gandhinagar-2052849.html

ગાંધીનગરમાં સેક્ટર-૧૧માં યોજાયેલી મોરારિબાપુની રામકથા અંતર્ગત આયોજિત સાંસ્કૃતિક મહોત્સવમાં રવિવારે રાત્રે મંગલ ભવન અમંગલ હારિ નામક એક નવતર ચતુષ્પરિમાણીય કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

તેમાં રામચિરત માનસની ચોપાઇઓ, રામાયણના પ્રસંગો અને એ પ્રસંગોની આજના સમયના સંદર્ભમાં પ્રસ્તુતિ રજૂ કરાઇ હતી. ધ્વનિલ પારેખ લિખિત અને સલીલ મહેતા નિર્દેશિત કાર્યક્રમમાં ગુજરાતી તખ્તાના જાણીતા કલાકારો પી.ખરસાણી, જયેન્દ્ર મહેતા, દિવાકર રાવળ, જયશ્રી પરીખ, જૈમિની ત્રિવેદી, નિમેષ દેસાઇ, જિતેન્દ્ર ઠક્કર, હેમંત નાણાવટી, રક્ષા નાયક તથા ભરત ઠક્કરે અભિનયના અજવાળાં પાથર્યા હતાં.


મંગળવાર, તારીખ ૨૬ એપ્રિલ, ૨૦૧૧

નિમ્ન લીખિત કેટલાક પ્રસંગોનું લખાણ દિવ્ય ભાસ્કર દૈનિકના સૌજન્ય સહ પ્રસ્તુત છે.

ગાંધીજી પંચશીલ ગુણ ધરાવતા સાધુ હતા: પૂ.મોરારિ બાપુ

Source: Bhaskar News, Gandhinagar | Last Updated 3:17 AM [IST](27/04/2011)

http://www.divyabhaskar.co.in/article/MGUJ-morari-bapu-ramkatha-at-gandhinagar-2055442.html


વિનોબા ભાવે, જયપ્રકાશ નારાયણ, ડૉ.રાજેન્દ્રરબાબુ, રાજગોપાલાચારી, મોરારજી દેસાઇ પણ સાધુ ચરિત હતાં


મોરારિબાપુએ રામકથાનો વિષય શ્રોતાઓની પરવાનગીથી માનસ રાજધરમ્નો પસંદ કર્યો છે અને તે વિષય પર રામાયણના આધારે કથાનું પાન કરાવી રહ્યાં છે. મંગળવારે બાપુએ ગાંધીજીને પંચશીલ ગુણ ધરાવતા સાધુ કહ્યાં હતાં. તેણે વિનોબા ભાવે, જયપ્રકાશ નારાયણ, ડૉ.રાજેન્દ્રરબાબુ, રાજગોપાલાચારી અને મોરારજી દેસાઇને પણ સાધુ ચરિત પુરૂષો કહ્યાં હતાં.

બાપુએ કહ્યું કે, સહનશીલ, સંવેદનશીલ, સ્વપ્નશીલ, સર્જનશીલ અને સત્યશીલ હોય તેને પંચશીલ ગુણ ધરાવતા સાધુ પુરૂષ કહેવામાં આવે છે. આ પાંચ ગુણ વિનોબા ભાવેએ કહ્યાં છે. કોઇપણ પરિસ્થિતિને સહન કરે, સાધુને સહાનુભૂતિ નહીં પણ સમાનુભૂતિ થાય છે. ગરીબો પ્રત્યે સંવેદના રાખે, રાષ્ટ્રના વિકાસના સ્વપ્ન સેવે.

રાષ્ટ્રવાદી સાધુ સ્વપ્નશિલ હોય જેની જાગૃતિ નિદ્રા મુક્ત હોય. આમ આદમીને પણ કામ આવે તેવું સર્જન કરે અને સત્યને વળગી રહે તેવા રાષ્ટ્ર પુરૂષો સાધુ ચરિત હોય છે. ગાંધીજીનું સ્વપ્ન હતું ક્વિટ ઇન્ડીયા અને આખરે તે સાચુ પડીને સ્વીટ ઇન્ડીયા થયું. પરંતુ આપણે તેને ગાંધીજીના અર્થમાં સાચવી શક્યા નથી. દેશના દરેક યુવાનોએ આ ગુણોનો અભ્યાસ કરવા માટે ગાંધીજીની આત્મકથા અચૂક અને વારંવાર વાંચવી જોઇએ.

દેશમાં ત્રણ ચક્રો પ્રખ્યાત થયા છે, સુદર્શન ચક્ર, અશોક ચક્ર અને યેરાવડા ચક્ર. ગાંધીજીનું સ્વપ્ન આખું વિશ્વ આઝાદ રહે તેવું હતું. તેનુ સ્વપ્ન હતું કે, સાંકડી સામાજિક દિવાલોથી ભારત દેશ તૂટવો ન જોઇએ. આવું ત્યારે જ શક્ય બને છે ત્યારે જ્ઞાન ભયભીત ન રહે. ભારતના ભાગલા વખતે ગાંધીજીએ ૫૫ કરોડ રૂપિયા ભાતૃ રાષ્ટ્રને અપાવ્યા હતાં. કેમ કે, તેઓ પાકિસ્તાનને ભારતનો નાનો ભાઇ ગણાતા હતાં.

માણસે સતત પોતાનું મૂલ્યાંકન કરવું જોઈએ

માણસે સતત પોતાનું મૂલ્યાંકન કરતાં રહેવું જોઇએ, એમ જણાવતાં બાપુએ કહ્યું કે, એક રેસ્ટોરન્ટમાંથી એક યુવક ફોન કરવા અનુમતિ માંગે છે. રેસ્ટોરન્ટનો માલિક અનુમતિ આપતાં કહે છે કે, ફોન કરી શકો છો પણ અહીં તમે જે વાત કરો તે બધાને સંભળાશે. ‘ભલે’ યુવકે કહ્યું ને એક મહિલાને ફોન કર્યો. મહિલા પાસે યુવકે કામ માગ્યું. મહિલાએ કહ્યું કે, ‘મારી પાસે એક છોકરો છે ને એ સરસ કામ કરે છે કે, મારે બીજા માણસની જરૂર નથી.’

યુવકે આજીજી કરી પણ મહિલાએ એ જ જવાબ આપ્યો. યુવકે ફોન મૂક્યા પછી રેસ્ટોરન્ટના માલિકે તેને નોકરીનો પ્રસ્તાવ આપ્યો. યુવકે કહ્યું, ‘નોકરી તો છે મારી પાસે.’ ‘તો તમે હમણાં પેલી મહિલા પાસે નોકરી માંગી રહ્યા હતા ને?’ ‘એમને ત્યાં જ હું નોકરી કરું છું.’ યુવકે કહ્યું ‘બસ હું તો માત્ર મારી જાતનું મૂલ્યાંકન કરી રહ્યો હતો. જાણવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે, મારા કામથી એમને સંતોષ છે કે નહીં?

મારે જેરુસલેમમાં કથા કરવી છે : બાપુ

Source: Bhaskar News, Gandhinagar | Last Updated 2:05 AM [IST](27/04/2011)

http://www.divyabhaskar.co.in/article/MGUJ-i-want-to-do-ramakatha-at-jerusalem-morari-bapu-2055415.html

ગાંધીનગરમાં પણ અવ્યવસ્થા છે? બાપુએ ટકોર કરી

મારે જેરુસલેમમાં કથા કરવી છે. મારે એક મહાન હસ્તીના સ્થાનમાં કથા કરવી છે. બધું ગોઠવાઇ ગયું છે, એમ મોરારિ બાપુએ ગાંધીનગરમાં ચાલતી રામ-કથાનાં ચોથા દિવસે જણાવ્યું હતું. મોરારિ બાપુએ જણાવ્યું કે હું પુસ્તકો નહીં પણ મસ્તકો વાંચું છું. તમે કોઇપણ કાર્ય કરો, જેને ભૂલો કાઢવી હશે તે કાઢશે.

કથામાં ત્રણ પ્રકારના માનવી આવે છે. એક હોય છે, આયોજક. બીજો હોય છે, આસ્વાદક. ત્રીજો હોય છે, આલોચક. આ ત્રીજો વર્ગ ગમે તેટલી વ્યવસ્થા સારી હોય તો આલોચના જ કરે છે. કથામાં પણ બેસવાની આવી વ્યવસ્થા કરી હોત તો સારું હોત? આ સમયે બાપુને શ્રોતાઓને પૂછ્યું હતું કે ગાંધીનગરમાં પણ અવ્યવસ્થા છે? આ સમયે કથા સાંભળવા બેઠેલા વપિક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ હસી પડતા, બાપુએ જણાવ્યું હતું કે શક્તિસિંહ હસી રહ્યાં છે.

બાપુએ જણાવ્યું કે લોકો તો ભૂલ કાઢે જ. આયોજકોએ જ બહેરા થવું પડે. તેમણે રમૂજ કરતાં જણાવ્યું કે પતિ પોતે સાચો હોય છતાં પત્ની ન માને તો ખોટું ન લગાડવું, ઢીલા ન થવું. કથામાંથી પ્રેરણા લેવી. શિવજીનું પણ સતજિીએ નહોતું માન્યું. તે ત્રેતા યુગ હતો અને આ તો કિળયુગ છે. એક સ્ત્રી પોતાના પતિ પાસે રોજ પ૦૦ રૂપિયા માગતી હતી. એક દિવસ પતિએ પૂછ્યું કે હું જ્યારે ઘરે આવું છું ત્યારે તું રૂપિયા જ કેમ માગે છે? પત્નીએ કહ્યું કે તમારી પાસે જે હોય એ જ હું માગું છું. આ સમયે શ્રોતાઓમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

જમવામાં બીજાનો અભિપ્રાય અપનાવાય પણ જીવવામાં નહીં

લોકમત અને સાધુમત ક્યારેય એક થઇ શક્યા નથી તેમ જણાવતા મોરારિબાપુએ કહ્યું હતું કે, કેટલાક લોકોને શીખામણ આપવાની ટેવ હોય છે. શરૂઆતમાં મને પણ ઘણા લોકો બહુ શીખામણ આપતા હતાં. તેઓ કહેતા કે, બાપુ.. તમે આવી રીતે ધોતી ન પહેરો, ડોંગરેજી બાપા પહેરતા હતાં તેમ પહેરો, તમામથી સીવેલા કપડાં ન પહેરાય, હાથના કાંડા પર માળા-દોરા બાંધો, માળા જોળીમાં નહીં પણ બહાર દેખાય તેવી રીતે ફેરવો, નીચું જોઇને આંખ બંધ રાખીને તમારે કથા કરવી, શ્રોતાઓની આગળ બહુ હસવું નહીં અને તેમને બહુ હસાવવા નહીં.. કહેવાનો મતલબ એવો છે કે, કેટલાંક લોકો તેમની રીતે આપણને ગોઠવવા માંગે છે, પણ વાસ્તવમાં તો માણસે પોતાની રીતે જ જીવવું જોઇએ. બાપુએ એમ પણ કહ્યું કે, જમવામાં બીજાને અભિપ્રાય અપનાવાય પણ જીવવામાં નહીં.

સંવેદના જીવિત રહેવી જોઈએ, પરિવારમાં પણ સંવેદના હોવી જોઇએ : પૂજય બાપુ

સંવેદના જીવતી રહેવી જોઈએ. આપણી પાસે વેદ હોય પણ વેદના ન હોય તો કેવું? પવિત્ર કુરૉન જેવો ગ્રંથ આપણી પાસે છે, પણ કરુણા ન હોય તો? બાઇબલ હોય પણ બાઇબલે કહ્યું તેમ પ્રેમ ન હોય તો? ધમ્મપદ જેવો ગ્રંથ હોય પણ ધૈર્ય ન હોય તો? આગમ હોય પણ આત્મ અનુભવથી વંચિત હોઇએ તો? આપણાં તો પરિવારમાં પણ સંવેદના હોવી જોઇએ, એમ મોરારિબાપુએ રામકથાનાં ચોથા દિવસે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું.મોરારિબાપુએ જણાવ્યું કે રામચરિત માનસ એ સમાજ જીવન અને રાષ્ટ્ર જીવન જીવવાની બહુ મોટી સંહિતા છે.

કથા એ સમન્વય, સેતુનું કામ કરે છે. રામમંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં શિવતત્વરૂપી દ્વાર આવે છે. શિવને સમજયા વગર રામ તત્વ સમજવામાં મુશ્કેલી પડે. કથા શ્રવણ પુરુષાર્થથી નથી મળતી પરંતુ તેમાં પ્રારબ્ધ પણ કામ કરતું હોય છે. કથાનું ફળ ભક્તિ હોય છે, સંપત્તિ નહીં. તેમણે જણાવ્યું કે કથા સાંભળવા જાવ ત્યારે એકલા ન જાવ. તેનો સૂક્ષ્મ અર્થ એ છે કે બુદ્ધિ ઘરે મૂકીને નહીં, તેની સાથે જાવ. બુદ્ધિ હિન બનીને સાંભળશો તો માત્ર ચમત્કાર જ પામશો. બુદ્ધિને સદ્ગુરુ ઉપયોગી બનાવી દે છે. ૨૧મી સદીમાં યુવાનોને કહેવાનું કે સત્સંગને બુદ્ધિપૂર્વક ગ્રહણ કરો. મારા માટે શું જરૂરી છે? અને શું નથી? તે સમજો.

આપણી ધારણા પ્રમાણે થાય તો હરિકૃપા, ન થાય તો હરિ ઇચ્છા

Source: Bhaskar News, Gandhinagar | Last Updated 2:42 AM [IST](27/04/2011)



http://www.divyabhaskar.co.in/article/MGUJ-morari-bapu-ramkatha-starts-at-gandhinagar-2055424.html

‘લોકવિચાર, સાધુવિચાર વચ્ચે મેળ નથી ખાતો, માણસે પોતાની નજિતામાં જીવવું’
વ્યક્તિએ પોતાનું મૂલ્યાંકન કરતાં રહેવું, એનું નામ સાધના: બાપુ

આપણી ધારણા પ્રમાણે થાય તો સમજવું કે હરિકૃપા અને તમામ પ્રયત્ન કરીએ છતાં આપણી ધારણા પ્રમાણે કાર્ય સિદ્ધિ ન થાય તો સમજવું કે હરિઇચ્છા, એમ મોરારિબાપુએ સ્વર્ણિમ ગુજરાત વર્ષમાં તેઓ દ્વારા સંકલ્પિત પાંચ કથાઓમાંની, અંતિમ રામકથાનાં ચોથા દિવસે, મંગળવારે જણાવ્યું હતું. કલ્ચરલ ફોરમ-ગાંધીનગર આયોજિત આ રામકથામાં આજે મહેસૂલમંત્રી આનંદીબેન પટેલ, વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ, સ્વર્ણિમજયંતી ઉજવણી કમિટીના ચેરમેન આઇ.કે.જાડેજા સહિત રાજકીય અને ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

૬૯૭મી રામકથામાં વ્યાસપીઠેથી મોરારિબાપુએ જણાવ્યું કે લોકોના વિચારો અને સાધુના વિચારો વચ્ચે મેળ નથી ખાતો. વેદમત અને રાજમતમાં પણ મેળ નથી ખાતો. રામાયણમાં ભરતજી અને અયોધ્યાનાં લોકોનો મત મારી દ્રષ્ટિએ જુદો પડે છે. વિશષ્ઠજી જ્યારે રામજીના ભાલમાં તિલક કરે ત્યારે મહાદેવજી સહિત આખી દુનિયા રાજી થઇ હોય છે તે સમયે એક વ્યક્તિ જાનકી માટે વિપરિત બોલ્યો અને આખો લોકમત બદલાઇ ગયો.

બધા સીતાજી, રામજીની ટીકા કરવા લાગ્યા. માટે માણસે પોતાની નજિતામાં જીવવું જોઇએ. જમવામાં બીજાના અભિપ્રાયથી જમી શકાય પણ બીજાના અભિપ્રાયથી જીવી ન શકાય. મોરારિબાપુએ જણાવ્યું કે ૨૧મી સદીમાં વ્યક્તિએ પોતાનું મૂલ્યાંકન કરતાં રહેવું એનું નામ સાધના. મારાથી મારા પરિવાર, સમાજ, ગામ, રાજ્યને સંતોષ છે? પદ પ્રેરણા આપશે પરંતુ પરમને પામવામાં વાર લાગશે.

હું પુન: કહું છું કે મારા ઉપર મારા સિવાય કોઇની અસર નથી

આપણે આપણાથી રાજી હોવા જોઇએ. તેમણે જણાવ્યું કે જેવી રીતે ‘વાંચે ગુજરાત’ છે, તે જ રીતે ગાતું ગુજરાત અને નાચતું ગુજરાત પણ હોવું જોઇએ. સાહિત્ય-કળા શીખો તો ઘરનાં સંઘર્ષ શાંત થઇ જશે. જેના ઘરમાં માતા-પિતા બહુ તકરાર કરતાં હોય તેઓનાં છોકરાઓએ માતા-પિતા વચ્ચે ઊભા રહી બાળ-ગીત ગાવાની શરૂઆત કરવી. આપણે ત્યાં તો યુદ્ધમાં પણ લોકો
ગીતો ગાતાં.

કુદરતી આપત્તિ પછી તાત્કાલિક રાહત મળે તે બીજા દેશમાં શક્ય નથી

મોરારીબાપુએ જણાવ્યું કે ગુજરાતમાં જ્યારે કુદરતી આપત્તિ આવી છે, પછી તે ભૂકંપ, વાવાઝોડું, અનાવૃષ્ટિ હોય ત્યારે લોકો રાજધર્મ સમજી તરત મદદે આવી જાય છે. કચ્છમાં આવેલા ભૂકંપ પછીનાં માત્ર ૨૪ કલાકમાં જ રાહત સામગ્રીની ટ્રકો કચ્છ તરફ પહોંચી રહી હતી, આ બીજા દેશમાં શક્ય નથી. આ દેશનો એકે-એક વ્યક્તિ સેવા માટે કાર્યમાં લાગી જાય છે. એ મંદિર-મિસ્જદ-ગુરુદ્વારા કે દેવળમાં બેઠો હોય ત્યાંથી કાર્યમાં લાગી જાય છે. દરેકે પોતાનો રાજધર્મ નિભાવવાનો છે.

બુધવાર, તારીખ ૨૭, ૨૦૧૧

નિમ્ન લીખિત કેટલાક પ્રસંગોનું લખાણ દિવ્ય ભાસ્કર દૈનિકના સૌજન્ય સહ પ્રસ્તુત છે.

જગતમાં પદાર્થની પરીક્ષા થાય, પરમેશ્વરની પરીક્ષા ન કરાય : મોરારિબાપુ

Source: Bhaskar News, Gandhinagar | Last Updated 1:16 AM [IST](28/04/2011)

http://www.divyabhaskar.co.in/article/MGUJ-no-examination-for-god-2057252.html

માણસ રૂપ બદલી શકે, સ્વરૂપ નહીં

આ જગતમાં પદાર્થની પરીક્ષા થાય, પરમેશ્વરની પરીક્ષા ન થાય. તેની તો પ્રતીક્ષા થઇ શકે છે. પ્રભુ ઉપર ભરોસો રાખવાનો છે. જો તમારામાં શબરી જેવી નિષ્ઠા હશે તો રામ આવશે ને આવશે જ. સતી રામની પરીક્ષા કરવા ગયા કે તે બ્રહ્મ છે કે નહીં? માણસ રૂપ બદલી શકે છે, સ્વરૂપ ન બદલી શકે, એમ મોરારિબાપુએ રામકથાનાં પાંચમા દિવસે જણાવ્યું હતું.

મોરારિબાપુએ જણાવ્યું કે કોઇ વ્યક્તિ બીજા ઉપર પ્રભાવ પાડવા ગમે તે કરી શકે છે પણ તેનો સ્વભાવ બદલાતો નથી. સાહિત્યકારો કહે છે કે કર્મ છીપે નહીં, ભભૂત લગાયો. રૂપ અનેક હોઇ શકે, સ્વરૂપ તો એક જ હોય. રૂપમાં ઉંમર-અવસ્થા મુજબ વધ-ઘટ થઇ શકે પરંતુ સ્વરૂપમાં વધ-ઘટ ન હોય. સંદેહ જેને લાગુ પડે, એ તંદુરસ્ત ન રહી શકે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં પણ કહેવાયું છે કે સંશયાત્મા વિનશ્યતિ. તેમણે જણાવ્યું કે એક જ ચેતનાનાં બે પ્રવાહ છે. ચેતના બહિર્મુખ થાય તો બુદ્ધિમાં પરિણમે અને ત્યારે કોઇ આઇન્સ્ટાઇન જેવા મહાન વિજ્ઞાનીઓ બને. જ્યારે ચેતના અંતર્મુખ બને તો શ્રદ્ધા રમણ મહર્ષિ જેવા મહાત્માઓનું સર્જન થાય છે.

વિશ્વ મંગલનાં કાર્યમાં સાધુ નિમિત્ત બનતો હોય છે

સામૂહિક રાષ્ટ્ર ધર્મી સાધુને ઓળખવો હોય તો તે વિશ્વ મંગલનાં કાર્યમાં નિમિત્ત બનતો હોય છે. કદી નમિત ન બને. તેનામાં અહંકાર ન હોય. કાર્યમાં કુશળ હોવો જોઇએ. વિશ્વમાં કાર્ય કર્યા પછી ફળની અપેક્ષા ન હોય. કાર્યનો તો રસ જ હોય. રામરસ ગાઇએ છીએ તેના ફળની ખબર નથી. રસ ન આવે તો પછી ફળ મળે તો તેનું શું મહત્વ? સાધુ રાષ્ટ્રને ઉપયોગી બનવો જોઇએ, એમ મોરારિબાપુએ જણાવ્યું હતું.

સ્વામીએ ડાકુને કહ્યું, - તો ગરીબો પર કોઈ ભરોસો નહીં કરે

Source: Bhaskar News, Gandhinagar | Last Updated 1:09 AM [IST](28/04/2011)

http://www.divyabhaskar.co.in/article/MGUJ-no-one-will-believe-on-poor-2057153.html

રામકથા દરમિયાન પૂ.મોરારિબાપુએ માણસના માણસ પરના વિશ્વાસનું અનોખું ઉદાહરણ આપ્યું હતું. પંજાબના સંત બાબા ભારતી અને ડાકુ ખડકસિંગની સત્યઘટના પ્રમાણે બાબા ભારતી પાસેનો તેજવાન ઘોડો ખડકસિંગના મનમાં વસી ગયો હતો. આ ઘોડો મેળવવા તેણે ૩-૩ વખત પોતાના માણસોને બાબા પાસે મોકલ્યા હતા પરંતુ બાબાએ એવો જવાબ આપ્યો હતો કે, તેનો ઘોડો મૂર્તિ, નાણાં કે, વસ્તુ નથી પરંતુ પોતાનો પ્રેમ છે. તેથી તે આપશે નહીં.

આખરે ઘોડો મેળવવા માટે ખડકસિંગે તરકટ રચ્યું હતું. બાબાના રસ્તામાં તે બીમાર વિકલાંગ ભીખારીનો સ્વાંગ રચીને સૂઇ ગયો હતો. બાબા તેની પાસેથી નીકળ્યા ત્યારે તેણે પોતાને ઘોડા પર બેસાડીને સારવાર માટે લઇ જવા કહ્યું હતું. બાબાએ દયા અને કરુણા કરીને તેને ઘોડા પર બેસાડ્યો હતો. તે સાથે ખડકસિંગે ઘોડાને દોડાવી દીધો હતો પરંતુ બાબાએ હાથ ઊંચો કરતા જ વફાદાર ઘોડો ઊભો રહી ગયો હતો.

બાબાએ ત્યારે ખડકસિંગને કહ્યું હતું કે, તું ઘોડો લઇ જા પરંતુ મને વચન આપ કે, તે ભીખારીનો વેશ રચીને આ ઘોડો મારી પાસેથી મેળવ્યો તેની વાત કોઇને નહીં કહે.
તેણે કહ્યું કે, જો દુનિયાને આ વાતની ખબર પડશે તો ગરીબ માણસ પરથી આમ આદમીનો ભરોસો ઊઠી જશે. આખરે ખડકસિંગનું હૃદય પરિવર્તન થયું હતું અને બાબાની માફી માંગીને તેનો શિષ્ય બની ગયો હતો.

સંતોની સંગત જેવું કોઈ સ્વર્ગ નથી, અત્યારે સ્વર્ગ ગાંધીનગરમાં

Source: Bhaskar News, Gandhinagar | Last Updated 1:52 AM [IST](28/04/2011)

http://www.divyabhaskar.co.in/article/MGUJ-no-paradise-like-gandhinagar-2057339.html

સ્વર્ગથી મને વિમાન લેવા આવે તો પણ હું ના જાઉં, મારે થાઇલેન્ડમાં કથા કરવાની છે ત્યાં મૂકી જાવ

સત્કર્મ બદલો લેવા માટે ન હોય, સમર્પણ માટે હોય

જેને શિવતત્વ સધાય તેને ઝેર પણ અમૃત બની જાય

સંતોની સંગત જેવું કોઇ સ્વર્ગ નથી, સ્વર્ગ ક્યાં હશે તે તો મને ખબર નથી પરંતુ સ્વર્ગ અત્યારે ગાંધીનગરમાં છે. કેમકે ભૂતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જીવો. માટે જ નરસિંહ મહેતાએ કહ્યું છે કે આજની ઘડી તે રળિયામણી, તેને માણી લો, એમ મોરારિ બાપુએ ગાંધીનગરમાં ચાલી રહેલી રામ-કથાનાં પાંચમા દિવસે, બુધવારે જણાવ્યું હતું.

મોરારિ બાપુએ શ્રોતાઓને ઉદ્દેશીને જણાવ્યું કે હું રમૂજમાં કહું છું કે એવું કહેવાય છે કે કથા સાંભળો તો વિમાન આવે તો જવાની તૈયારી કોની? આ સ્વર્ણિમ ગુજરાતનાં સમાપનનાં દિવસે, કથાનાં અંતિમ દિવસે તમે આટલી સરસ કથા સાંભળી છે તો ઉપરથી ભગવાન વિમાન મોકલે તો કેટલાની જવાની તૈયારી? તમારા માટે તો હું કંઇ ન કહી શકું પણ હું ગાદી ઉપર બેઠો છું એટલે પહેલા મને પૂછે તો હું ના પાડી દઉં.

મારે સ્વર્ગ નથી જવું. મારી સીટ પર તો જેને જવું હોય તેને આપી દો. કેમકે મારે ઘણી કથા કરવાની બાકી છે. મારી તો થાઇલેન્ડમાં કથા થવાની છે, ત્યાં અમને મૂકી દો. આવો પ્રશ્ન વિધાનસભાનાં સભ્યોને પૂછે તો તેઓ કહે કે અમારે તો વિધાનસભા ચાલુ છે. તેમણે જણાવ્યું કે સત્કર્મ બદલો લેવા માટે ન હોય પરંતુ ત્યાગ-સમર્પણ માટે હોય અને કરવું. સત્કર્મ ગમે તેટલું મોટું હોય પરંતુ તે અહંકાર પ્રેરિત હોય તો તે અધૂરું રહે છે.

દેખાડવાની વૃત્તિથી દેવતાઓ પણ મુક્ત નથી. જો કપડા મેલા હોય તો સાબુથી મેલ નીકળી જાય પણ અહંકારરૂપી સાબુ પણ તે કપડા ઉપરથી નીકળી જવો જોઇએ. જેનો શિવ રૂઠે છે, તેનું વિશ્વ રૂઠે છે અને જેને શિવતત્વ સધાય તો ઝેર પણ અમૃત બની જાય છે. તેમણે જણાવ્યું કે આપણા જીવનના વિકાસમાં થોડું દુ:ખ પણ જરૂરી છે. દુ:ખ આવે તો પણ અતિથિ સત્કાર કરવો સાધકનો ધર્મ છે. દુ:ખ માણસને ભેગા કરે છે. સુખનો સ્વભાવ છે, માણસને જુદા પાડવાનો. દુ:ખ વિમુખ માણસને સન્મુખ બનાવે છે. સુખ હરિથી વિમુખ કરે છે.

ગુરૂવાર, તારીખ ૨૭ એપ્રિલ, ૨૦૧૧

નિમ્ન લીખિત કેટલાક પ્રસંગોનું લખાણ દિવ્ય ભાસ્કર દૈનિકના સૌજન્ય સહ પ્રસ્તુત છે.

કટ્ટર થવાથી શાસ્ત્ર શસ્ત્ર બને : મોરારિબાપુ

Source: Bhaskar News, Ahmedabad | Last Updated 2:53 AM [IST](29/04/2011)

http://www.divyabhaskar.co.in/article/MGUJ-AHM-morari-bapus-ramkatha-at-gandhinagar-2061202.html

વેદ એ તો અનેક વિદ્યા-કળાઓનો સંગ્રહ છે, માનવજાતની ગ્રંથીઓને ભેદવાનું કાર્ય થાય છે. કોઈ ટટ્ટાર થઈને-સાવધાન થઈને જુએ તો વેદ-શાસ્ત્ર સમજાય, પરંતુ જો કટ્ટર થયા તો શાસ્ત્ર શસ્ત્ર બને છે અને પછી હિંસા ફેલાય છે, એમ મોરારિબાપુએ રામકથાના છઠ્ઠા દિવસે ગુરુવારે જણાવ્યું હતું.

મોરારિબાપુએ છઠ્ઠા દિવસે જણાવ્યું કે હું કંઈક સિદ્ધ કરવા નહીં પરંતુ શુદ્ધ થવા નીકળ્યો છું. કેમ કે સિદ્ધ થયા પછી તપ ક્યાં? પછી તો અહંકાર આવે. શાસ્ત્ર શુદ્ધ કરે છે. ભગવાનની કથા આપણને અને ધર્મને પણ શુદ્ધ કરે. તેમાંની કેટલીક વાત દેશ-કાળ માટે અનુકૂળ ન હોય ત્યારે આઉટડેટ થઈ હોય એને શુદ્ધ કરો. બધે સંશોધનની જરૂર છે. ભારતનાં બંધારણમાં પણ સંશોધનની જરૂર છે. બંધિયાર થવાની જરૂર નથી.

તેમણે જણાવ્યું કે મારું લક્ષ્ય ગુજરાતનો યુવાવર્ગ છે. યુવાવર્ગ ગુજરાતી ભાષા બોલે. બધી કળાને આત્મસાત્ કરે. ધર્મ એ કોઇ શીખવવાની વસ્તુ નથી પરંતુ એ તો સહજ સ્વભાવ છે. ધર્મ તો આપણો સમાજ છે. પરંતુ ૨૧મી સદીમાં ધર્મરાજ કે રાજધર્મ હોય તે જનતા નક્કી કરે. એક સમયે બ્રહ્નાંડમાં એકમાત્ર ધર્મ હતો.

સનાતન ધર્મ એટલે બધાનો ધર્મ. સત્ય-પ્રેમ-કરુણા બધાની વસ્તુ છે. કલ્ચરલ ફોરમ-ગાંધીનગર આયોજિત આ રામકથામાં ગુરુવારે શિક્ષણમંત્રી રમણલાલ વોરા, પૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઈ મહેતા, શિવાનંદ આશ્રમના અધ્યક્ષ સ્વામી અધ્યાત્માનંદજી સહિત સાધુ-સંતો, ભાગવત ઋષિ સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગર વિચાર કરવાનું ઠેકાણું છે

મોરારિબાપુએ જણાવ્યું હતું કે અનેક વિચારધારાઓ આવતી હોય અને આપણે પણ કથાના માધ્યમે વિચાર-વિમર્શ કરીએ છીએ. ગાંધીનગર તો વિચાર કરવાનું ઠેકાણું છે. અહીં વિચારો અને ચર્ચાઓ બહુ ચાલે છે. સ્વાભાવિક પણ છે, ગાંધીનગર પાટનગર છે.

આપણો દેશ શોકમાંથી શ્લોકનું સર્જન કરનારો છે : મોરારિબાપુ

Source: Bhaskar News, Gandhinagar | Last Updated 1:13 AM [IST](29/04/2011)

http://www.divyabhaskar.co.in/article/MGUJ-morari-bapu-katha-gandhinagar-2060374.html

આપણો દેશ તો શોકમાંથી શ્લોકનું સર્જન કરનારો દેશ છે. શ્લોક તો માણસનો ચહેરો ભરી દે છે. શ્લોક બોલનારાઓનું મુખ પણ પ્રસન્નચિત્ત હોવું જોઇએ, એમ મોરારિ બાપુએ ગાંધીનગર ખાતે ચાલી રહેલી રામ-કથાના છઠ્ઠા દિવસે જણાવ્યું હતું.

મોરારિ બાપુએ મોરારજી દેસાઇના જીવન પ્રસંગોનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે તેઓ જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે પત્રકારે પૂછ્યું કે તમારી પ્રધાનમંત્રી બનવાની મનોકામના પૂર્ણ થઇ. તે સમયે તેમણે જવાબ આપ્યો હતો કે મારી મનોકામના પ્રધાનમંત્રી બનવાની નહોતી. આખરે તો સત્યને પામવાનું છે. સત્તાને પામવાની નથી. સાથે જ પદ ઉપર બિરાજિત વ્યક્તિએ પ્રમોશન પ્રાપ્ત કરવું જોઇએ. અથૉત્ જેને પદ મળ્યું હોય તેણે પરમ પદ પામવા માટે નિરંતર પ્રયાસ કરવો જોઇએ.

કથાના છઠ્ઠા દિવસે શિવ-વિવાહનો પ્રસંગ રજુ થયો હતો. મોરારિ બાપુએ જણાવ્યું કે શિવ-પાર્વતીના લગ્ન થયા ત્યારે વિદાય સમયે પિતા હિમાલયની સ્થિતિ કરુણ થઇ ગઇ હતી. માટે જ કહેવાય છે કે દીકરીની વિદાય સમયે હિમાલય પણ પીગળી જાય છે. વિદેહરાજ જનક, પાલકપિતા કણ્વ પણ પીગળી ગયા હતા.

બાપુએ શિવ-વિવાહ સમયે રમૂજમાં જણાવ્યું કે શિવજીની જાનમાં ભૂત-પ્રેત પણ જોડાયા હતા. કોઇ પૂછે કે ભૂત-પ્રેત હોય છે પરંતુ હું કહું છે કે આપણો દેહ પણ પંચ મહાભૂતનો બનેલો છે. ભૂત-પ્રેત અંગે બહુ માનવું નહીં. કારણ વગર કોઇ બટકા વગર દોડે ત્યારે સમજી લેવાનું કે કોઇ શંકરની જાનમાંથી ક્યાંક છુટો પડીને આવ્યો લાગે છે.

તેમણે જણાવ્યું કે યુવાન ભાઇ-બહેનોને કહેવાનું કે કથા સાંભળો અને તેમાંથી બળ પ્રાપ્ત કરો. નચિકેતા, સત્યકામ જાબાલી જેવાને યાદ કરો. કામાવેગથી કોઇ બ્રહ્માંડમાં બચ્યું નથી પરંતુ રામ-કૃપાથી જ બચી શકાય છે.

લોકોની ધડકન સાંભળવી તે રાજધર્મ છે

મોરારિબાપુએ કહ્યું કે, ધરતી પર વસતાં લોકોની ધડકન સાંભળવી તે રાજધર્મ છે. રામાયણમાં ઋષિ વિશષ્ટે શ્રીરામને ધરતી પર સુવાનું કહ્યું હતું. વિશષ્ટજીએ તમામ વિદ્યાનો સંયમપૂર્વક કરવાની પણ સલાહ આપી હતી. શ્રી રામજી માનતા કે, જયેષ્ઠને જ ગાદી મળે તેવું કેમ ? જયેષ્ઠને નહીં પણ યોગ્યને રાજગાદી મળે તેવું શ્રી રામ માનતા હતાં. આમાં પોતાના માટે નહીં પણ અન્યને માટે વિચારવાનો રાજધર્મ હતો.

ભરવાડે રાજવીને ટ્રેનની સ્પીડ વધારવા કહ્યું

સામાન્ય માણસની મુશ્કેલી રાજા સાંભળે તે રાજધર્મ છે. તેનું ઉદાહરણ આપતા બાપુએ કહ્યું કે, ભાવનગર-મહુવા-તળાજા ટ્રેન ખૂબ જ ધીમી ચાલતી. એક ભરવાડે ભાવનગરના રાજવી પાસે જઇને આ ટ્રેનની સ્પીડ વધારવા સૂચન કર્યું હતું. તે જમાનામાં સામાન્ય માણસ પણ રાજવી સમક્ષ જઇને પોતાની ફરિયાદ રજૂ કરી શકતો હતો. રાજવીએ પૂછ્યું આવી વ્યવસ્થા કરવા જીદ શા માટે ? ભરવાડે કહ્યું કે, આ ટ્રેન એટલી ધીમી ચાલે છે કે, કેટલાક મુસાફરો ચાલતી ગાડીએ ઉતરીને ચરતા બકરાં દોહીને પાછા ગાડીમાં ચડી જાય છે. આ અમારી મુશ્કેલી છે.

રામકથા મેદાનમાં રોજ પાંચ ટન કુદરતી ખાતર બને છે

ગાંધીનગર શહેરમાં છેલ્લા પાંચ દિવસ દરમિયાન પાંચ ટન જેટલું સેન્દ્રીય ખાતરનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. રામકથામાં ભોજન બાદના એંઠવાડમાંથી આ કુદરતી ખાતરનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. ભાવનગરની સંસ્થા એક્સેલ ગ્રુપના સહયોગથી આ કામગીરી કરવામાં આવી છે. પ્રોજેક્ટનું સંચાલન કરતા અમૃતભાઇ રાઠોડે કહ્યું કે, આ સેન્દ્રીય ખાતર અન્ય ખાતરોની તુલનામાં ઉચ્ચ પ્રકારનું અને ગુણવત્તાસભર છે.

રોજિંદા જીવનમાં પાંચ પ્રકારનો સેન્દ્રીય કચરો થતો હોય છે. જેમાં રોજિંદો એંઠવાડ, ખનિજ કચરો, બગીચાનો કચરો, જૈવિક કચરો અને મંદિરોમાંથી આવતા ફૂલોનો કચરો, આ કચરાની આમ તો આડઅસરો પણ છે. તેમાં દુર્ગંધ મારવી, રોગ ફેલાવનારા જીવાણુંઓનો ઉપદ્રવ, માખી-મચ્છર જેવા કિટકોનો ઉપદ્રવ, ઉંદર, પક્ષી અને પ્રાણીઓનો ઉપદ્રવ, સ્વચ્છ પાણીના વહેણનો અટકાવ સહિતની બાબતો આવે છે.

તેમાંથી જમીનને પોષણક્ષમ બનાવે તેવું ખાતર બનાવવા માટે ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર નામનું મશીન વિકસાવાયું છે. કચરાને તેમાં ઠાલવીને દુર્ગંધ દૂર કરતો પાઉડર છાંટવામાં આવે છે. ઉપરાંત તેમાં જરૂરી બેકટેરિયા ઉમેરવામાં આવે છે. ત્યારબાદ ૧૫ મિનિટમાં ખાતર તૈયાર થઇ જાય છે. આ ખાતર ફૂલ-છોડના ઉછેર અને બગીચાને અત્યંત ઉપયોગી બને છે. કલ્ચરલ ફોરમના ડૉ.પીયૂષ દવે તથા નરેશભાઇએ કહ્યું કે, ખાતરનો ઉપયોગ કરવા માટે ઝડપથી નિર્ણય લેવાશે.

જીવનમાં લોકોને ઉત્સાહ આવે એવું કાર્ય કરો : મોરારિ બાપુ

Source: Bhaskar News, Gandhinagar | Last Updated 1:35 AM [IST](29/04/2011)

http://www.divyabhaskar.co.in/article/MGUJ-do-work-that-type-people-become-happy-morari-bapu-2060288.html

‘વાંચે ગુજરાત’ છે ત્યારે ઘરમાં પણ સારાં પાંચ પુસ્તકો વસાવો’
શ્રીકૃષ્ણએ સંધિ સમયે વકતવ્ય આપ્યું તે દરેક રાજકારણીએ વાંચવું જોઇએ

જીવનમાં લોકોને ઉત્સાહ આવે એવું કાર્ય કરવું જોઇએ. હું તો કથાકારોને પણ ઉદ્દેશીને કહું છું કે કોઇ નિરાશ થાય કે કોઇને નફરત થાય એવા ગીત-ભજન ન ગાવા. જગત દુ:ખમય નથી. જગતને બેઠુ કરો, એમ મોરારિ બાપુએ રામ-કથાનાં છઠ્ઠા દિવસે, ગુરુવારે જણાવ્યું હતું.

મોરારિ બાપુએ મહાભારત અંગે રમૂજી સત્ય પ્રસંગને વર્ણવતા કહ્યું કે લોકો એવું માને કે ઘરમાં મહાભારત નથી રાખતા. એકવાર એક વ્યક્તિએ મને ખૂબ જ આકર્ષક રીતે વીંટીને મને એક ગ્રંથ આપ્યો. મેં પૂછ્યું શું છે? તેણે જવાબ આપ્યો કે મહાભારત છે. મેં કહ્યું કે મારા ઘરે તો છે અને સંદર્ભો માટે પણ નિયમિત વાંચુ છું.

પછી મેં તેને સામો પ્રશ્ન કર્યો કે તું વાંચે છે, તેણે કહ્યું હું ના. હું તો કહું છું કે ઘરમાં મહાભારત નથી તો શું મહાભારત નથી સર્જાતું. મહાભારતથી ગભરાવાની જરૂર નથી. મહાભારત ન વાંચો તો કંઇ નહીં પરંતુ જ્યારે ‘વાંચે ગુજરાત’નું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે પાંચ પુસ્તકો ઘરમાં વસાવી રાખો.

તેમણે જણાવ્યું કે મહાભારતમાં આવતો એક પ્રસંગ છે. જેમાં શ્રીકૃષ્ણ દુર્યોધનની સભામાં છેલ્લી વખત યુદ્ધને ટાળવાના પ્રયાસરૂપ સંધિ માટે જાય છે અને તે સમયે તેઓ જે વકતવ્ય આપે છે, તે દરેક રાજકારણીએ વાંચી લેવું જોઇએ. હું તો કહું છું કે કૃષ્ણ પ્રાણ નથી પણ પ્રાણનો પણ પ્રાણ છે. તેઓ આત્મા નથી પરંતુ પરમાત્મા છે. તેમણે રાજધર્મનું પ્રતિપાદન કર્યું છે.

‘હંમેશાં પ્રિય વચન બોલો, કટુ વચન-વાક્પ્રહારનો ત્યાગ કરો’

Source: Bhaskar News, Gandhinagar | Last Updated 1:38 AM [IST](29/04/2011)

http://www.divyabhaskar.co.in/article/MGUJ-sixth-day-of-ramkatha-at-gandhinagar-2060244.html

વ્યસન ઓછાં કરશો તો તમારા આરોગ્યની સાથે પરિવાર-સામાજિક સુવ્યવસ્થા માટે ઉપયોગી બનશો : બાપુ

વ્યક્તિએ હંમેશાં પ્રિય વચન બોલવા જોઇએ, કટુ વચન-વાક્ પ્રહારનો ત્યાગ કરવો જોઇએ. કારણ વગર વાક્ પ્રહારથી શીલ ભંગ થાય છે અને બોલનારાની ખાનદાનીનાં દર્શન થાય છે. સત્ય બોલો, પ્રિય બોલો. રાજાએ પણ પ્રિય વચન બોલવા જોઇએ, એમ મોરારિ બાપુએ રામ-કથાનાં છઠ્ઠા દિવસે, ગુરુવારે જણાવ્યું હતું.

મોરારિ બાપુએ રાજાના આઠ દોષ કે જે રાજાને ખંડિત કરે છે તેનું વર્ણન કરતાં જણાવ્યું હતું કે રાજા ભોગી ન હોવો જોઇએ, તેની જીવન જીવવાની રીત વૈભવી ન હોવી જોઈએ, જુગાર-ધ્યુત કર્મથી દૂર રહેવો જોઇએ, શિકાર કરતો ન હોવો જોઈએ.કટુવચન નહીં પણ પ્રિય વચન બોલતો હોવો જોઈએ, રાજાનું સંચાલન એવું હોય કે રાષ્ટ્રના કોઇ અંગ સુધી સુવિધાથી વંચિત ન રહે, મધ્યપાન ન કરવું જોઇએ, રાજ્યની ગોપનીય વસ્તુ રાજા અને ઇશ્વર સિવાય કોઇ ન જાણી શકવું જોઇએ, કટ્ટરતાપૂર્વક ધર્મ લઇને રાજ્ય ન ચલાવે. ઈતિહાસે તેના માઠા પરિણામ ભોગવ્યા છે.

તેમણે જણાવ્યું કે આજે તો મધ્યપાન સામાન્ય થઇ ગયું છે પરંતુ બીજાને તો નહીં પણ કથા સાંભળે છે એટલા તો ધ્યાન રાખે કે ન પીવાનું પીવાય નહીં. જો તમે નાના-મોટા વ્યસન ઓછા કરશો તો પોતાના આરોગ્યની સાથે પરિવાર-સમાજની એક સુવ્યવસ્થા માટે પણ આપણે ઉપયોગી થઇ શકીશું.

તેમણે જણાવ્યું કે રાજ્યનો મુખ્ય માણસ મુખ જેવો છે. અથૉત્ મુખથી ખવાય છે અને તે પેટમાં પહોંચે પછી શરીરના અન્ય અંગો સુધી પહોંચવું જોઇએ. રાષ્ટ્રનું શરીર ત્યારે બગડે જ્યારે કોઇ એક અંગ ખાય અને બીજા અંગ સુધી પહોંચવા ન દે. આજે તો એવા મોઢા નીકળ્યા છે કે લાખો રૂપિયા ખાઇ જાય. તે કેવા મોઢા હશે?

રામકથાના સ્થળે પ્રકૃતિ પરીક્ષણ માટે ટીમ કાર્યરત

Source: Bhaskar News, Gandhinagar | Last Updated 1:02 AM [IST](29/04/2011)

http://www.divyabhaskar.co.in/article/MGUJ-team-active-for-natural-testing-at-ramkatha-site-2060158.html

આયુર્વેદમાં શરીર માટે જે પ્રકૃતિનો ઉલ્લેખ છે તે લોકભાષામાં કોઠો અથવા તાસીર તરીકે ઓળખાય છે. આયુર્વેદમાં વાત, પિત્ત અને કફ એમ ત્રણ દોષો પ્રમાણે સાત પ્રકારની પ્રકૃતિ બતાવાઇ છે. પરિસરમાં પ્રકૃતિ પરીક્ષણ માટે જિલ્લા આયુર્વેદ શાખાના ૮થી વધુ તબીબોની ટીમ કાર્યરત છે. અત્યાર સુધીમાં એક્સો જેટલી વ્યક્તિઓનું પ્રકૃતિ પરીક્ષણ કરવામાં આવ્યું છે. પરીક્ષણ માટે ૬૩ પ્રશ્નોના ઉત્તર આપવાના હોય છે.

જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ.ભાવનાબહેન પટેલે જણાવ્યું કે, પ્રકૃતિ પરીક્ષણ જાણવાથી કેવા પ્રકારના આહાર-વિહાર અનુકૂળ આવશે તે જાણી શકાય છે. તેમણે કહ્યું કે, પ્રકૃતિની જાણકારી દ્વારા આહાર-વિહારની અનુકૂળતા કરી માણસ પોતાને થનારા રોગોને નિયંત્રિત કરી શકે છે.

સાંસ્કૃતિક કાર્યક્રમમાં આજે ગિરા ગુર્જરી

કલ્ચરલ ફોરમ આયોજિત પૂ.મોરારિબાપુની રામકથા દરમિયાન યોજાઇ રહેલા સાંસ્કૃતિક મહોત્સવમાં તા.૨૯મી એપ્રિલે ગાઇએ ગિરા ગુર્જરી કાર્યક્રમ અંતર્ગત ગુજરાતી ગીત-સંગીતના કલાકારો દ્વારા સુરીલી કાવ્ય યાત્રા પ્રસ્તુત કરાશે. કાર્યક્રમનું સંગીત સંચાલન અને સંકલન શ્યામલ-સૌમિલ મુન્શી અને નયનેશ જાનીએ કર્યું છે. કવિ તુષાર શુક્લ કવિતાઓનું રસદર્શન કરાવશે.

જિતને મત હૈં ઉતને પથ હૈં: સ્વામી વિવેકાનંદ

Source: Bhaskar News, Gandhinagar | Last Updated 1:53 AM [IST](29/04/2011)

http://www.divyabhaskar.co.in/article/MGUJ-play-on-swami-vivekananda-present-at-ramkatha-2060440.html

રામકથા અંતર્ગત સાંસ્કૃતિક મહોત્સવમાં નાટક વિવેકાનંદ યોજાયું હતું

પાટનગરમાં ગાંધીનગર કલ્ચરલ ફોરમ આયોજિત રામકથા અંતર્ગત સાંસ્કૃતિક મહોત્સવમાં બુધવારે રાત્રે આયોજિત નાટક ‘વિવેકાનંદ’ એ શ્રોતાઓની ભરપૂર દાદ મેળવી હતી. નાટકની વિશેષતા એ હતી કે, તેમાં એક જ પાત્ર હતું. વિવેકાનંદ અને એક જ કલાકાર હતાં. ડૉ.શેખર સેન જે નાટકના લેખક અને નિર્દેશક પણ હતા. એક જ પાત્રનું આ નાટક હોવા છતાં નાટકે અનેક પાત્રો અને પ્રસંગોને સ્ટેજ પર જીવંત કરી બતાવ્યા હતાં અને છેક સુધી પ્રેક્ષકોનો રસ જાળવી રાખ્યો હતો.

સ્વામી વિવેકાનંદના જન્મથી માંડીને મૃત્યુ સુધીની ઘણી ઘટનાઓ આ નાટકમાં વણી લેવામાં આવી હતી. તદ્દન સામાન્ય રીતે શરૂ થયેલા આ નાટકે મધ્યાંતર થતાં સુધીમાં તો પ્રેક્ષકોના રસને જિજ્ઞાસાની ઉચ્ચત્તમ સપાટી સુધી પહોંચાડી દીધો હતો અને મધ્યાંતર પછી તો પ્રેક્ષક દીર્ઘામાં નાટકના સંવાદો સાંભળવા માટે પૂર્ણ શાંતિ છવાઇ ગઇ હતી.

સ્વામી વિવેકાનંદની ગુરુ રામકૃષ્ણ પરમહંસ સાથેની મુલાકાત, દિવ્યતાના દર્શન, વિવેકાનંદ નામકરણ, શિકાગોમાં વિશ્વ ધર્મ સંમેલનમાં પ્રવચન, કન્યાકુમારીના દરિયામાં ઊભા ઊભા તેમણે કરેલું ભારતમાતાનું દર્શન, દેશવાસીઓને તથા અનુયાયીઓને તેમનો ઉપદેશ વગેરે ઘટનાઓમાં તો જાણે પ્રેક્ષકો વણાઇ ગયા હતાં અને ભાવવિભોર બની ગયા હતા. દરેક પ્રસંગો પૂર્ણ થતાં પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી કલાકારને વધાવી લીધા હતાં.

એક દિન તૂ દુનિયા કી ચિંતા કરેગા

વિવેકાનંદ નાટ્ય પ્રયોગ દરમિયાન વિવેકાનંદ માટે સ્વામી રામકૃષ્ણ પરમહંસે કહેલા આ વાક્યો પર તાલીઓના ગડગડાટ થયા હતા. ‘‘તૂં પહેલે પરિવાર કો લેકર ચિંતિત થા, અબ દેશ કો લેકર ચિંતિત હૈ, દેખના એક દિન ઐસા ભી આયેગા કી તૂં દુનિયા કી ચિંતા કરેગા. તેરા જન્મ હુઆ હૈ વટવૃક્ષ બનકર હજારોં ભારતીયોં કી સેવા કરને કે લિયે, મૈં જા રહા હૂં તુજે સારા ઉત્તરદાયિત્વ સોંપકર, અબ તુજે હી સબ કુછ કરના હૈ. સંકટો સેં ડર કર ભાગોગે તો બૂરે ફસોગે, સંકટો કા ડટકર સામના કરોગે તો સંકટ ડર કર ભાગ જાયેંગે.


શુક્રવાર, તારીખ ૨૯ એપ્રિલ, ૨૦૧૧

નિમ્ન લીખિત કેટલાક પ્રસંગોનું લખાણ દિવ્ય ભાસ્કર દૈનિકના સૌજન્ય સહ પ્રસ્તુત છે.

જેની પાસે કંઈ પણ શુભ છે તે વેદજ્ઞાતા છે: બાપુ

Source: Bhaskar News, Gandhinagar | Last Updated 2:17 AM [IST](30/04/2011)

http://www.divyabhaskar.co.in/article/MGUJ-ramakatha-of-morari-bapu-at-gandhinagar-2064170.html

હનુમાનજીએ શીલવાન વ્યક્તિઓને ભગવાન રામ સુધી પહોંચાડીને રાજધર્મ બજાવ્યો છે

રામકથામાં પૂ. મોરારિબાપુએ કહ્યું કે, જગતના સારાપણા માટે જેની પાસે ‘શુભ’ પડ્યું છે તેને વિશાળ અર્થમાં ‘વેદજ્ઞાતા’ કહી શકાય. દુલા કાગ કહેતા કે, જે માનવી પાસે જગતને ઉપયોગી કંઇ પણ હશે તો જગત તેને શોધશે. નિરાશ વ્યક્તિને વિશ્રાન્તિ સુધી પહોંચાડવાનું કાર્ય વિદ્વાનનું છે. હનુમાનજીએ સત્ય અને શીલવાન વ્યક્તિઓને ભગવાન રામ સુધી પહોંચાડવાનું કાર્ય કરીને રાજધર્મ બજાવ્યો છે.

હનુમાનજી વેદવિદ છે, તેઓ સામવેદના ગાયક છે, નર્તક છે, વકતા છે. બળવાન, શીલવાન અને ધર્મવાન છે. આવા હનુમાનજીએ તેઓનો રાજધર્મ કઇ રીતે નિભાવ્યો એ પૂ. મોરારિબાપુએ સમજાવ્યું હતું. તેઓએ સુગ્રીવ જેવા પલાયનવાદી અને ભીરુ વ્યક્તિને ભગવાન રામ સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું છે.

સુગ્રીવને તેમણે પહેલાં રામ અપાવ્યા ત્યારબાદ રાજપદ અપાવ્યું. આ બધું મળ્યા પછી ‘સુગ્રીવ’ રામનામ ભૂલી ગયો ત્યારે હનુમાનજીએ ફરી રાજધર્મ બજાવ્યો અને સુગ્રીવને જગાડયો, રામનાદ યાદ કરાવ્યું. એ જ રીતે સમાજના જાગૃત માણસો મૂર્છિત થઇ જાય ત્યારે જાગૃત કરવા માટેનો રાજધર્મ હનુમાનજીએ બજાવ્યો છે. લક્ષ્મણ મૂર્છિત થયા ત્યારે જડીબુટ્ટી લાવીને જગાડયા.. એ તેમનો રાજધર્મ હતો.

હનુમાનજીએ લંકામાં પ્રવેશ વેળા લંકીની નામની રાક્ષસીએ તેઓનો પ્રવેશ અટકાવ્યો ત્યારે મુષ્ઠિકાનો પ્રહાર કરીને તેને રામશરણ કરી. આ રાક્ષસી કહેતી કે, મારો ખોરાક જ ‘ચોર’ છે ત્યારે હનુમાનજીએ કહ્યું કે, આ લંકામાં સૌથી મોટો ચોર ‘રાવણ’ છે તેને તું ખાતી નથી અને મારા જેવા ‘સીતાશોધક’ને ચોર કહે છે? ખાવાની શરૂઆત જ કરવી હોય તો તારી અંદરના ચોર તત્વથી કર, એમ કહી હનુમાનજીએ રાજધર્મ નિભાવ્યો છે.

સાંસ્કૃતિક મહોત્સવમાં આજે જય જય ગરવી ગુજરાત અને મહાઆરતીનું આયોજન

ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા પૂ.મોરારિબાપુની રામકથા અંતર્ગત યોજાઇ રહેલા સાંસ્કૃતિક મહોત્સવમાં ગાંધીનગરના જ કલાકારો દ્વારા તૈયાર કરાયેલી વિશિષ્ટ પ્રસ્તુતિ ‘જય જય ગરવી ગુજરાત’ તા.૩૦મી એપ્રિલે રજૂ કરાશે. ગાંધીનગરના જાણીતા દિગ્દર્શક-અભિનેતા પ્રકાશ લાલા દ્વારા દિગ્દર્શિત આ વિશિષ્ટ પ્રસ્તુતિમાં ગાંધીનગરના જ ૪૫૦થી વધુ કલાકારો અભિનય કરી રહ્યા છે.

સ્વર્ણિમ ગુજરાત વર્ષની સમાપન વેળાએ તા.૩૦મી એપ્રિલની મધ્યરાત્રીએ રામકથા મેદાનમાં મહાઆરતી પણ કરાશે. તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


રામ આવવા તૈયાર છે પણ કોઈ એક કૌશલ્યા બનો

Source: Bhaskar News, Gandhinagar | Last Updated 2:22 AM [IST](30/04/2011)

http://www.divyabhaskar.co.in/article/MGUJ-rama-is-ready-to-come-but-someone-become-kaushalya-2064165.html

દાંપત્ય જીવનનો આદર્શ રામાયણ શીખવે છે. ઘરમાં આરામ, વિશ્રામ અને રામનું વાતાવરણ રાખવું હોય તો દશરથ રાજાનું જીવન જોવું જોઈએ. જેમાં દશરથ રાજા પોતાની રાણીઓને પ્રેમ કરે છે. રાણીઓ રાજા દશરથને આદર આપે છે. અનુકૂળ જીવન જીવે છે, જ્યારે દશરથ રાજા અને ત્રણેય રાણીઓ સાથે મળીને પરમ તત્વને, હરિને ભજે છે એમ મોરારિબાપુએ શુક્રવારે રામ-કથાના સાતમા દિવસે જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું કે, રામ તો આવવા તૈયાર છે, બનો કોઈ એક કૌશલ્યા. આદર્શ દાંપત્યજીવન માટે પણ પતિ પત્નીને પ્રેમ આપતો હોય, પત્ની પતિને અનુકૂળ થઈને રહે અને આદર આપનારી હોય તથા પતિ-પત્ની બંને હરિને ભજતાં હોય. હરિનો અનુભવ કરવો હોય તો ત્રણ સૂત્ર યાદ રાખવાં. પુરુષાર્થ કરી લેવો.

પુરુષાર્થની સીમા પૂરી થાય ત્યાં પ્રાર્થનાનો પ્રારંભ થાય છે. પુરુષાર્થ પછી પ્રાર્થના કરવી. ત્યારબાદ પ્રતીક્ષા કરવી. અથૉત્ અનંત ધૈર્યની જરૂર છે. આ ત્રણેયનો સરવાળો જ કોઈ તત્વનું પ્રાગટ્ય છે. સમાજકલ્યાણ તો એ જ કરી શકે જે આત્મકલ્યાણ માટે પ્રાર્થના કરી શકે. આપણા દેશમાં તો સંતાનપ્રાપ્તિની પ્રક્રિયાને પણ યજ્ઞનું નામ અપાયું છે.

મોરારિબાપુએ જણાવ્યું કે, જે મનનો દંભ તોડે, ચિત્તનું રંજન કરે, પ્રસન્ન કરે, અહંકાર પીગાળવાનો પ્રયાસ કરે અને શુભ તત્વનો સ્વીકાર કરવા બુદ્ધિ તત્પર બને એ જ સત્સંગ. જેની પાસે જે કોઈ વિદ્યા કે કળા બતાવે અને તમને પ્રસન્નતા મળે તે પણ સત્સંગ. જેના વડે આપણને સારો સંગ મળે, જેના લીધે આપણને સારો શબ્દ મળે તથા જેના નિમિત્તે આપણને શુભ મળે તે ઉપકારી ગણાય.

‘હનુમાનજીએ લંકા બાળી નથી, સંત કોઈ દિવસ સળગાવે નહીં’

Source: Bhaskar News, Gandhinagar | Last Updated 2:13 AM [IST](30/04/2011)

http://www.divyabhaskar.co.in/article/MGUJ-morari-bapu-ramkatha-at-gandhinagar-2064147.html

ગાંધીનગરમાં શ્રોતાઓને રામકથા રસનું પાન કરાવતા પૂજય મોરારિબાપુ

ગાંધીનગરમાં પૂજય મોરારિબાપુએ શ્રોતાઓને રામકથા રસનું પાન કરાવતાં કહ્યું હતું કે, લંકામાં હનુમાનજીએ રાવણને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેથી સંઘર્ષ ન થાય. પરંતુ રાવણ ન માન્યો. લોકો કહે કે હનુમાનજીએ લંકા બાળી પરંતુ હનુમાનજીએ લંકા નથી બાળી. પેલાએ પૂંછડી ઉપર આગ લગાડી અને હનુમાનજી કૂદ્યા અને જ્યાં-જ્યાં પૂંછડી બળી તેથી લંકા બળી. સંત કોઇ દિવસ સળગાવે નહીં, માણસને પોતાની માનસિકતા બાળે છે.

ગુજરાતની સ્વર્ણિમ જયંતીના અવસરે, પૂજય બાપુએ પાંચ રામકથાનો સંકલ્પ કર્યો હતો. ગાંધીનગરમાં ચ-૩ સર્કલ પાસેના મેદાનમાં હાલમાં ચાલી રહેલી પાંચમી કથાના સાતમા દિવસે, ભગવાના શ્રીરામલલાનો જન્મોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. જ્યારે રામજન્મોત્સવ પૂર્વે રામ-રામ-રામ, સીતારામ, રામ’નું નામ સંકીર્તન થયું હતું અને ત્યારે કથાસ્થળનું વાતાવરણ રામનામમય બન્યું હતું.

કલ્ચરલ ફોરમ-ગાંધીનગર આયોજિત આ રામકથામાં શુક્રવારે સાધુ-સંતો, બહ્નાકુમારીઝના કૈલાસ દીદી, વિધાનસભાનાં અધ્યક્ષ ગણપતભાઇ વસાવા, રાજ્યમંત્રી મંડળના સભ્યો વજુભાઇ વાળા, પરબતભાઇ પટેલ, જયસિંહ ચૌહાણ, શ્રીમતી વસુબેન ત્રિવેદી તથા સાંસદ જયશ્રીબેન પટેલ, ધારાસભ્યો સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ પણ રામકથા રસનું પાન કર્યું હતું અને રામજન્મોત્સવની ઉજવણીમાં જોડાયા હતા. ૬૯૭મી રામકથામાં વ્યાસપીઠેથી મોરારિબાપુએ સાતમા દિવસે જણાવ્યું કે, માણસને પોતાના વિચારો જ નડતા હોય છે.

રાજનીતિની ભાષામાં કહીએ તો હનુમાનજી કિંગ મેકર છે. તેમણે સુગ્રીવને રાજા બનાવ્યો અને અંગદને યુવરાજપદ અપાવ્યું છે. પરંતુ જો કળાવાન, વિદ્યાવાન, શીલવાન વ્યક્તિ રાષ્ટ્ર તરફનું કર્તવ્ય ભૂલી જાય તો હનુમાનજી જેવા તેને યાદ અપાવે છે. સુગ્રીવને રાજ, રાજકોશ, સામ્રાજ્ય, વિષય ભોગ મળતાં તે રામને આપેલું વચન ભૂલી ગયો હતો. હનુમાનજીએ સુગ્રીવને તે વચન યાદ કરાવ્યું અને સુગ્રીવ જાગી જાય છે. આપણા કલ્યાણ માટે જે જાગૃત હોય તેની વાત સાંભળી આપણે જાગી જવું. જાગેલો જ બીજાને જગાડીશકે છે.

ગુજરાત અંધશ્રદ્ધા, અંધવિશ્વાસથી મુક્ત બને : મોરારિબાપુ

રામકથાના સાતમા દિવસે મોરારિબાપુએ જણાવ્યું કે, શ્રદ્ધા અને વિશ્વાસ ભેગા થાય ત્યારે તેમાંથી જે સંવાદ પ્રગટે એનું નામ રામકથા. સહજ જીવન જીવો. ગુજરાત અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસથી મુક્ત બનવું જોઇએ. ચમત્કાર, દોરા-ધાગાથી મુક્ત બનો. તમારામાં અંધશ્રદ્ધા અને અશ્રદ્ધા ન હોવી જોઇએ. મૌલિક શ્રદ્ધા રાખો.


પર્યાવરણ સુંદર બનાવવા પાંચ વૃક્ષ વાવો, પાણી બચાવો

Source: Bhaskar News, Gandhinagar | Last Updated 2:10 AM [IST](30/04/2011)

http://www.divyabhaskar.co.in/article/MGUJ-to-make-nature-beautiful-we-should-grow-five-trees-2064140.html

રાજ્યનું પર્યાવરણ સુંદર બને તે માટે પાંચ-પાંચ વૃક્ષ વાવો, પાણી બચાવો. પર્વત-જમીન બચે તે માટે પ્રયાસ કરવો. છેલ્લામાં છેલ્લા માણસ સુધી પહોંચે તેવી દ્રષ્ટિ હોવી જોઈએ, એમ મોરારિબાપુએ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું કે, જેની પાસે જે કળા હોય એ કળાનો રાષ્ટ્ર-લોકમંગલ માટે ઉપયોગ કરવો તે વિદ્વાનનો રાજધર્મ છે. રામાયણનો ક્રમ રહ્યો છે કે વ્યક્તિને પહેલા રામ આપો પછી રાજ. સુગ્રીવને પણ હનુમાનજીએ પ્રથમ રામનો ભેટો કરાવ્યો અને પછી રાજ અપાવ્યું છે. જે વ્યક્તિ શીલ-સત્વને સ્વીકારે એને રામ તત્વ સુધી પહોંચાડે છે. રામ મળે એટલે પ્રામાણિકતા મળે, સ્થિરતા મળે, અચલતા મળે. સત્ય-પ્રેમ-કરુણા મળે. ભારતની આ પરંપરા રહી છે, પહેલા રામની પ્રાપ્તિ પછી આગળ પ્રાપ્તિ. પોતાની સીમાનું ધ્યાન રાખે એ સજ્જન.

મોરારિબાપુએ જણાવ્યું કે, માણસ ગમે તેટલો જાગૃત હોય પણ વિકારો માણસને મૂર્છિત કરે છે. લક્ષ્મણ જાગૃત વ્યક્તિ છે પણ તેને ઇન્દ્રજિતનું બાણ વાગવાથી મૂર્છિત થયા. ઇન્દ્રજિત સાક્ષાત્ કામનું રૂપ છે. આવા સમયે હનુમાનજી પોતાનો રાજધર્મ નિભાવે છે અને સંજીવની લાવીને જાગૃત કરે છે.

૨૧મી સદીમાં શાપની નહીં, અનુરાગ-કરુણાની જરૂર

Source: Bhaskar News, Gandhinagar | Last Updated 2:02 AM [IST](30/04/2011)


http://www.divyabhaskar.co.in/article/MGUJ-we-dont-want-curse-in-21th-century-2064131.html

>>આપણી બોલી શુષ્ક નહીં, સ-રસ હોવી જોઈએ
>>કથાનું મૂલ્યાંકન ભીડથી થતું નથી, વકતાની ચેતના ફાટ-ફાટ થવી જોઈએ

આપણાં શાસ્ત્રોમાં શાપની અનેક ઘટનાઓ છે પરંતુ ૨૧મી સદીમાં શાપની નહીં, અનુરાગ-કરુણાની જરૂર છે. ૨૧મી સદીમાં આ મનોવૃત્તિની જરૂર નથી. તેમાં પાંખમાં તેજ અને આંખમાં કરુણાનો ભેજ જરૂરી છે, એમ મોરારિબાપુએ રામકથાના સાતમા દિવસે જણાવ્યું હતું.

મોરારિબાપુએ જણાવ્યું કે આપણી બોલી પાંચ પ્રકારની હોય છે. એક શાસકની બોલી હોય છે. ગામમાં પણ એવા લોકો હોય છે, જે હુકમ જ કર્યા કરે. બીજી છે, શોષિત બોલી, બીજાનું શોષણ કરવાની બોલી ન બોલો. ત્રીજી બોલી છે, શિક્ષકની. જે વાત-વાતમાં સલાહ જ આપે. ચોથી છે શુષ્ક બોલી.

પાંચમી બોલી છે, સ-રસ. તમારી બોલી શુષ્ક કે નિ-રસ નહીં પણ સ-રસ હોવી જોઇએ. તેમણે જણાવ્યું કે આહાર-વિહાર માણસની બુદ્ધિ ફેરવતી હોય છે. રાવણને કુંભકર્ણે જાગ્યા પછી કહ્યું કે તમે તો જગતની માનું અપહરણ કર્યું છે. હું તો સૂતેલો હતો પરંતુ તે તો જાગૃત અવસ્થામાં આમ કર્યું છે. તે જગદમ્બાનું અપહરણ કર્યું અને હવે કલ્યાણ ઇચ્છે છે. જેનામાં સમર્પણ હોય તેને કલ્યાણનાં ફળ મળે છે.

તેમણે જણાવ્યું કે કથાનું મૂલ્યાંકન ભીડથી થતું નથી. અહીં જે ભીડ છે, તેને મારા નમન છે. પરંતુ ભીડ કથાનો માપદંડ નથી. વકતા પોતે ભરેલો હોવો જોઈએ. તેની ચેતના ફાટ-ફાટ થવી જોઈએ. વકતાના શબ્દથી શ્રોતાને એમ લાગે કે પાંચ મિનિટમાં થાક ઊતરી જાય છે. આ કોઇ માઇક કે મેદાનનો પ્રભાવ નથી પરંતુ હરિનામનો પ્રભાવ છે.

આ દેશમાં યુદ્ધમાં પણ ધર્મ છે, ક્યારેક ધર્મમાં યુદ્ધ પ્રવેશી જતું હોય છે

મોરારિબાપુએ જણાવ્યું કે જ્યારે રાવણ સીતાનું અપહરણ કરીને લઇ જતા હતા ત્યારે જટાયુએ જોયું. ગીધની દ્રષ્ટિ દૂરની હોય અને પાંખ મોટી હોય છે. તેણે રાવણ સાથે સંઘર્ષ કર્યો. એક સમયે એવું થયું કે જટાયુએ રાવણને ચાંચ મારી-મારીને બેહોશ કરી નાખ્યો. એ ધારત તો રાવણની વીસેય આંખ ફોડી શક્યો હોત. પરંતુ તે મૂર્છિત હતો અને ધર્મ કહે છે કે મૂર્છિત ઉપર પ્રહાર કે હથિયાર ન ઉપાડાય. આપણો દેશ છે, જ્યાં યુદ્ધમાં પણ ધર્મ છે પરંતુ ક્યારેક તો ધર્મમાં પણ યુદ્ધ પ્રવેશી જતું હોય છે.


અનુરાધા પૌંડવાલની સુર સજી સાંજમાં શ્રોતાઓ ડોલી ઊઠ્યા

Source: Bhaskar News, Gandhinagar | Last Updated 2:36 AM [IST](30/04/2011)

http://www.divyabhaskar.co.in/article/MGUJ-anuradha-paudwal-present-her-art-at-gandhinagar-2064157.html

અદ્દભુત ગાયકીની પ્રસ્તુતિ સાથે પરગજુ ગુજરાતી પ્રજાની પ્રશિસ્ત પણ કરી

પાટનગરમાં રામકથાની સાથે દરરોજ રાત્રે યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગુરુવારે અનુરાધા પૌંડવાલની સુર સજી સાંજમાં શ્રોતાઓ ડોલી ઊઠ્યા હતા. પાશ્વગાયિકાએ અદભૂત ગાયકીની પ્રસ્તુતિ સાથે પરગજુ ગુજરાતી પ્રજાની પ્રશિસ્ત કરતા કહ્યું હતું કે, ગુજરાતી એક એવી જાતિ છે જેની પાસેથી મદદ જ મળશે. વિશ્વમાં જ્યાં પણ ગુજરાતી હશે ત્યાં કોઇ ભારતીય ભૂખ્યો રહે નહીં. કાંઇ જોઇએ ? એમ પૂછે તો સમજવું કે, તે ગુજરાતી જ હશે.

અનુરાધાએ અનુભવોના આધારે ગુજરાતીઓની પરગજુ પ્રકૃતિની પ્રશંસા કરતા ઉમેર્યું હતું કે, જ્યાં પણ કાર્યક્રમ હોય ત્યાં એક ગુજરાતી તો હોવો જ જોઇએ. સંગીતની દુનિયામાં સૂરો કી મલ્લિકા ગણાતા અનુરાધા પૌંડવાલે ગાંધીનગર કે, સભી ભક્તો કો મેરા પ્રણામ, નમસ્કાર કહીને સૌ શ્રોતાઓનું અભિવાદન કર્યું હતું.

પૂ.મોરારિબાપુની રામકથાથી વાતાવરણ પવિત્ર થયું છે અને મારે ભક્તિ પુષ્પો અર્પણ કરવાના છે એ મારું સૌભાગ્ય છે. હું એક કલાકારની હેસિયતથી નહીં પરંતુ ભક્તની હેસિયતથી આવી છું ત્યારે સૌ સાથે મળીને સત્સંગ કરીએ એમ કહેતાં અનુરાધાએ પોતાની પરંપરા પ્રમાણે અંબાજી અને શ્રીરામના ચરણે પ્રણામ કરી પુણ્ય શ્લોકો તથા ગાયત્રી મંત્રનું ગાન કરી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો.

સૌપ્રથમ તેમણે શિવ-વૈષ્ણોદેવીનાં ભકિતગીતો મન મેરા મંદિર, શિવ મેરી પૂજા અને તુને મુઝે બુલાયા શેરાવાલીએ રજૂ કરી જય માતાજીના ઉચ્ચારણમાં શ્રોતાઓને પણ જોતરી દઇને શ્રોતાઓ સાથે સૂર શબ્દના માધ્યમથી સંવાદિતા સર્જી દીધી હતી. ત્યારબાદ ચોપાઇઓની શ્રૃંખલા અને સ્વ.પંડિત ભીમસેન જોષીની સ્મૃતિમાં તેમનાં અવિસ્મરણીય ભજનો, રામભજન કર મન અને રામ કા ગુણગાન કીજીયે રામ પ્રભુ કી ભદ્રતા કા, સભ્યતા કા ધ્યાન ધરીએની રજૂઆતમાં અનુરાધાએ સમગ્ર માહોલને ભક્તિમય બનાવી દીધો હતો.

હજારોની મેદની છતાં કાર્યક્રમને મળેલી સફળતા જોઇને અનુજીએ દરેક કલાકારનું સ્વપ્ન હોય છે કે, આવું સૂરતાભર્યું સમજદાર ઓડિયન્સ મળે એમ કહીને સૌનો આભાર વ્યક્ત કરતાં ઉમેર્યું કે, કાર્યક્રમ પહેલાં તેઓ ડાકોરના રણછોડરાય પ્રભુનાં દર્શન કરીને જ આવ્યાં છે. આટલું સરસ ઓડિયન્સ મળ્યું છે. એમાં રણછોડરાયની જ કૃપા હોવાનું જણાવીને કાર્યક્રમની છેલ્લી કૃતિરૂપે સરતાજ ગીત, સત્યમ્ શિવમ્ સુંદરમ્ રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.


શનિવાર, તારીખ ૩૦ એપ્રિલ, ૨૦૧૧

નિમ્ન લીખિત કેટલાક પ્રસંગોનું લખાણ દિવ્ય ભાસ્કર દૈનિકના સૌજન્ય સહ પ્રસ્તુત છે.



Source: Bhaskar News, Gandhinagar | Last Updated 2:23 AM [IST](01/05/2011)

http://www.divyabhaskar.co.in/article/MGUJ-morari-bapu-says-on-teaching-art-2066806.html

ઉંમર થાય એટલે આંખ નબળી પડે પરંતુ દ્રષ્ટિ નબળી ન પડવી જોઇએ. દ્રષ્ટિ થોડી આમથી આમ થાય તો વાસ્તવિકતાનો ધ્વંસ થાય છે. વિદ્યા-કળા કોઇને વૃદ્ધ થવાની છુટ નથી આપતી, એમ મોરારિ બાપુએ રામ-કથાનાં આઠમા દિવસે, શનિવારે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું.

આઠમા દિવસે સાહિત્ય-કળાના વિદ્વાનો દ્વારા કાવ્ય-ગીત વ્યાસપીઠ સમક્ષ રજુ થયા હતા. આ સમયે મોરારિ બાપુએ પણ ‘મિલે સૂર મેરા તુમ્હારા, તો સૂર બને હમારા’ ગીત ગાઇને જણાવ્યું હતું કે આપણો આ જ રાજધર્મ છે, એકતા અને નેકતા. મારા પ્રેમયજ્ઞમાં ભાવ સહિત સહુએ આહુતિ આપી તેમને વંદન.

આ પ્રસંગે દીપ્તિ દેસાઇએ ગઝલ રજુ કરી હતી, ભારતી વ્યાસે રુદ્રાષ્ટકમ્, ભીખુદાન ગઢવીએ ગીત, હર્ષદ ત્રિવેદી, હરિકૃષ્ણભાઇ પાઠક, ભાગ્યેશ જહા, કેશુભાઇ દેસાઇએ કાવ્ય રજુ કર્યું હતું. નયન પંચોલીએ રાગ ભૈરવીમાં ગીતો અને સરોજબેન ગુંદાણીએ પણ સુમધુર ગીત રજુ કર્યું હતું. આ સાથે જ રાજ્યના મંત્રી વાસણભાઇ આહિરે પણ એક ગીત રજુ કર્યું હતું, જેને લોકોએ વધાવ્યું હતું.


પ્રધાનમંડળ બરાબર ન હોય તો રાજધર્મનો યોગ્ય નિવૉહ ન થાય : મોરારિ બાપુ

Source: Bhaskar News, Ahmedabad | Last Updated 1:32 AM [IST](01/05/2011)

http://www.divyabhaskar.co.in/article/MGUJ-AHM-morari-bapu-katha-ahmedabad-2066660.html?HT5=

પ્રધાનમંડળ બરાબર ન હોય તો રાજધર્મનો બરાબર નિર્વાહ થઈ શકતો નથી. રાજવી પંચાંગ સંપન્ન હોવો જોઇએ અને તેમાં છટ્ટું અંગ છે પણ માનવામાં આવ્યું છે કે રાજાને રાણી હોય, એમ મોરારિ બાપુએ ગાંધીનગરની રામકથામાં જણાવ્યું હતું. જ્યારે રાજા બેફામ બને ત્યારે રાણી વારે છે. રાવણ સીતાને ખડ્ગ લઇ મારવા દોડ્યો ત્યારે મંદોદરીએ રાવણને સમજાવ્યો કે સ્ત્રી ઉપર હથિયાર ન ઉપાડાય.

રાજાને રાણી જ કંટ્રોલમાં રાખી શકે. પછી તે લાલ-ચોકડી-ફુલ્લી કે કાળીની કેમ ન હોય! બાપુએ શાસકોનાં ધર્મ અંગે જણાવ્યું હતું કે રાજનીતિએ ગૂઢ વિષય છે. જેમાં જેવા-તેવાનું કામ નથી. જે રાજા હોય તેની પાસે પાંચ વસ્તુ અનિવાર્ય છે. પ્રથમ છે, તેને રાજ્ય-પ્રદેશ હોય. બીજું છે કિલ્લો હોય. ત્રીજું છે, તેનું સૈન્ય-સુરક્ષાદળ હોય. ચોથું છે, કોષ-ખજાનો-ભંડાર-સંપદા હોય. અને પાંચમંુ અને મહત્વનું અંગ છે, તેને ખાસ સચિવ હોય. સચિવ મંડળ હોય. આ મહત્વનાં અગ છે.


રવિવાર, તારીખ ૦૧, મે, ૨૦૧૧
નિમ્ન લીખિત કેટલાક પ્રસંગોનું લખાણ દિવ્ય ભાસ્કર દૈનિકના સૌજન્ય સહ પ્રસ્તુત છે.


‘રામ’ શબ્દ માત્ર એક નામ જ નહીં, મહામંત્ર પણ છે: મોરારિબાપુ

Source: Bhaskar News, Gandhinagar | Last Updated 9:38 PM [IST](02/05/2011)

http://www.divyabhaskar.co.in/article/MGUJ-ram-not-only-word-but-its-mahamantra-2070462.html

‘રામ’ શબ્દ માત્ર એક નામ જ નહીં, મહામંત્ર પણ છે. એટલું જ નહીં રામ તત્વનો ઉપાસક છે, તેનામાં ભરતપણું પણ હોવું જોઇએ. અર્થાત્ જે બધાનું ભરણપોષણ કરે. એ જ રીતે જે બધાનો પોષક હોય તે શોષક ક્યારેય ન બને, એમ મોરારિબાપુએ રવિવારે રામકથામાં ગાંધીનગર ખાતે જણાવ્યું હતું.

મોરારિબાપુએ જણાવ્યું કે રામતત્વ સમજવા શત્રુઘ્નનો અર્થ પણ જાણવો જોઇએ કે જે કોઇની સાથે શત્રુભાવ ન રાખે અને લક્ષ્મણ અથૉત્ જે આખી ધરતીને ધારણ કરે છે. રામ-નામ ભજનારા જેટલાના આધાર બની શકે તેના આધાર બનવા જોઈએ.

તમને કોઇ યુનિવર્સિટી ન બનાવી શકો તો કંઇ નહીં પરંતુ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીને યુનિફોર્મ કે પાઠ્યપુસ્તક અપાવો તો પણ બહુ છે. કોઇ હોસ્પિટલ ન બનાવી શકો તો કંઇ નહીં પરંતુ જરૂરિયાતમંદ દર્દીની દવા આપી શકો તો પણ બહુ છે.

તેમણે જણાવ્યું કે રામતત્વને સમજવા કોઇના પણ થોડા આધાર બનીએ. કોઇના તરફ શત્રુતા નહીં અને બીજાના પોષક બનો. તમને એવું બને કે રામ-રામ રટતાં રામના દર્શન ન થાય એવું બને પરંતુ માણસ રામ જેવો બની જાય. આપણા દેશનો ઋષિ સંપત્તિ નથી માગતો પરંતુ ગૃહસ્થની સંતતિ માગે છે. જે રીતે યજ્ઞ કૃપાથી દશરથને ચાર પુત્ર જન્મ્યા હતા ત્યારે યજ્ઞની રક્ષા માટે ચારમાંથી બે પુત્રની માગણી વિશ્વામિત્રએ કરી હતી.


‘રાજા વિષય-પ્રતિષ્ઠા-પૈસા-ખુશામતનો ગુલામ કદાપિ ન હોય’

Source: Bhaskar News, Gandhinagar | Last Updated 9:00 PM [IST](02/05/2011)

http://www.divyabhaskar.co.in/article/MGUJ-king-are-not-slave-of-subject-reputation-adulation-2070459.html

- સત્ય સ્વીકારવું તે બહુ મોટી શક્તિ છે- રાજા રાજનીતિનો જાણકાર હોય, તેનામાં રાષ્ટ્રપ્રીતિ ભારોભાર હોય

રાજા સ્વ-વશ હોવો જોઇએ. તે વિષયમાં પરવશ ન હોય, પ્રતિષ્ઠા, પૈસા, ખુશામતનો ગુલામ ન હોવો જોઇએ. કૃપણને પણ કર્ણ કહેવા તેવા ખુશામતખોરોથી બચવું જોઇએ. રાજાને સાવચેત રાખનારા વિદ્વાનો હોવા જોઇએ. રાજા પાસે સત્ય હોવું જોઇએ. દેશ-કાળ પ્રમાણે વ્યાસપીઠ એવું ઇચ્છે છે કે તમારામાં બીજાનું સત્ય સ્વીકારવાની હિંમત હોવી જોઇએ, એમ મોરારિબાપુએ રવિવારે રામકથામાં ગાંધીનગર ખાતે જણાવ્યું હતું.

મોરારિબાપુએ રામચરિતમાનસના આધારા રાજાઓના રાજધર્મ અંગે બોલતા જણાવ્યું કે સત્ય બોલવું સારું, સત્યાગ્રહી બનવું પણ સારું પરંતુ સત્યને સ્વીકારવું તે બહુ મોટી શક્તિ છે. રાજા શ્રુતિ-સેતુનો પાલક હોવો જોઇએ. જોડે એ રાજા હોય, તોડે એ નહીં. રામ મિથિલા-અયોધ્યાને જોડે છે. વિશ્વામિત્ર-વસિષ્ઠને જોડે છે. ગિરિ-વનવાસીઓને જોડે છે. ટાગોર તો કહેતા હતા કે સંકુચિત-સામાજિક દીવાલથી સમાજ તૂટવો ન જોઇએ. રાજ્યમાં ધર્મભેદ ઊભો ન કરતો હોવો જોઇએ. ગરીબ-તવંગરની વચ્ચે ખાઇ ઊભી ન કરે. આ બે વચ્ચે સેતુ બાંધે.

તેમણે જણાવ્યું કે રાજાએ જાગૃત પુરુષના વચનમાં વિશ્વાસ રાખવો જોઇએ. રાજા ગુરુવચનનો અનુરાગી હોવો જોઇએ. સમર્થ સ્વામી રામદાસ કહે પછી શિવાજી કંઇ ન બોલે. સાથે રાજા પોતાની પાવન પરંપરામાં પિતૃવચનને પાળતો હોવો જોઇએ. માતાના વચનનો અનુરાગી હોવો જોઈએ.તેમણે જણાવ્યું કે રાજા દુષ્ટોને દંડિત કરતો હોવો જોઈએ. જે સુચારુ સમાજને બગાડવાનો પ્રયત્ન કરતો હોય કે જે સામાજિક સમરસતામાં બાધક હોય તેવાઓને દંડિત કરવા જોઈએ.

રાજા નીતિ-પ્રીતિપાલક અને રાજનીતિનો પણ જાણકાર હોવો જોઈએ અને તેનામાં રાષ્ટ્રપ્રીતિ પણ ભારોભાર હોવી જોઈએ. રાજા પરમાર્થી હોય. તેનો સ્વાર્થ એવો હોય કે મારા રાજ્યનું મૂલ્ય-અસ્મિતા જળવાય છે કે નહીં. રાજ્યના વિકાસ-વિશ્રામનો ખ્યાલ રાખે અને રાજ્યના શિક્ષણ-સાહિત્ય-ભાષા અંગે જાગૃત હોય.

‘માતાઓને વિનંતી કે રૂડા વિશ્વ માટે મહાન તત્વ પ્રગટે એનું જતન કરો’

મોરારિબાપુએ રામ-કથાના અંતિમ દિવસે રાજધર્મ અંગે બોલતા જણાવ્યું હતું કે રાજા માતૃવચનનો અનુરાગી હોવો જોઈએ ત્યારે માતાઓને સંબોધતા જણાવ્યું કે માતાઓને વિનંતી કરું છું કે આગળના રૂડા વિશ્વ માટે જ્યારે મહાન તત્વ પ્રગટે ત્યારે એનું જતન કરજો. પહેલાંના સમયના હાલરડા પણ એવા હતા. અહીં તો હાલરડાથી લઇ પરમ પોઢણ સુધીના ગીતો હતા. ‘વાંચે ગુજરાત’ ચાલે છે ત્યારે સારા હાલરડા છપાવવા જોઈએ.

અણબનાવ બન્યો હોય તો સુધારી લેજો

કથા સાંભળ્યા પછી કોઇની સાથે અણબનાવ બન્યો હોય તો સુધારી લેજો. સેતુબંધ હોય ત્યાં કલ્યાણ હોય છે. ધર્મને નામે સમાજ તૂટવો ન જોઇએ. કેટલાક લોકો કટ્ટરતા મૂકતા નથી પરંતુ નુકસાન ધર્મને થાય છે, એમ મોરારિબાપુએ રવિવારે રામકથામાં જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું કે ભગવાન રામ અયોધ્યાની સભ્યતામાં માનવીય વૃત્તિઓ લાવ્યા છે. રાજધર્મ એ છે કે બીજાની સેવા ન લેવાય પરંતુ નાનામાં નાના માણસની સેવા કરાય. રામરાજ્યમાં કોઇ વેર નથી. પરસ્પર પ્રેમ છે, કોઇ દીન-દુ:ખિયું નથી અને રોગી-કુરુપ પણ નથી. ઈતિહાસ તથ્ય ઉપર અને અધ્યાત્મ સત્ય ઉપર જીવે છે.


  • લોકોના અભિપ્રાયથી જમી શકાય, પણ જીવી ન શકાય.-મોરારિ બાપુ

  • મમતા પોષક હોય તો ખતરો નથી, શોષક હોય તો ખતરો છે.-મોરારિ બાપુ