Translate

Search This Blog

Thursday, January 20, 2011

રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્ર



રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્ર
જટાટવીગલજ્જલપ્રવાહપાવિતસ્‍થલે
ગલેવલમ્‍બ્‍યલમ્‍બિતાંભુજંગતુંગમાલિકામ્‌.
ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયં
ચકારચંડતાંડવંતનોતુ નઃ શિવઃ શિવમ
.............................................................. ૧
સઘન જટામંડલ રૂપ વનથી પ્રવાહિત થઈને શ્રી ગંગાજીની ધારાઓ જે શિવજીના પવિત્ર કંઠ પ્રદેશને પ્રક્ષાલિત કરે છે, અને જેમના ગળામાં લાંબા લાંબા અને મોટા મોટા સાપોની માળાઓ લટકી રહી છે તેમજ જે શિવજી ડમરૂને ડમ-ડમ વગાડીને પ્રચંડ તાંડવ નૃત્‍ય કરે છે, તે શિવજી અમારૂ કલ્‍યાણ કરેં.

From the forest of his matted lock, water flows and wets his neck, On which hangs the greatest of snake like a garland, And his drum incessantly plays damat, damat, damat, damat, And Shiva is engaged in the very vigorous manly dance,
To bless and shower, prosperity on all of us.


જટા કટા હસંભ્રમ ભ્રમન્નિલિંપનિર્ઝરી .
વિલોલવી ચિવલ્લરી વિરાજમાનમૂર્ધનિ .
ધગદ્ધગદ્ધ ગજ્જ્વલલ્લલાટ પટ્ટપાવકે
કિશોરચંદ્રશેખરે રતિઃ પ્રતિક્ષણં મમં
..................................................... ૨
ખુબ જ ગંભીર કટાહરૂપ જટાઓંમાં અતિવેગથી વિલાસપૂર્વક ભ્રમણ કરતી દેવનદી ગંગાજીની ચંચળ લહરો જે શિવજીના શીશ પર લહેરી રહી છે તેમજ જેમના મસ્‍તકમાં અગ્નિની પ્રચંડ જ્‍વાળાઓ ધધક કરીને પ્રજ્‍વલિત થઈ રહી છે, એવા બાલ ચંદ્રમાથી વિભૂષિત મસ્‍તકવાળા શિવજીમાં મારો અનુરાગ પ્રતિક્ષણ વધરો રહે.

The celestial river agitatedly moving through his matted hair, 
Which makes his head shine with those soft waves, 
And his forehead shining like a brilliant fire-daga daga,
And the crescent of moon which is an ornament to his head, 
Makes my mind love him each and every second.

ધરા ધરેંદ્ર નંદિની વિલાસ બંધુવંધુર-
સ્‍ફુરદૃગંત સંતતિ પ્રમોદ માનમાનસે .
કૃપાકટા ક્ષધારણી નિરુદ્ધદુર્ધરાપદિ
કવચિદ્વિગમ્‍બરે મનો વિનોદમેતુ વસ્‍તુનિ
.......................................................... ૩
પર્વતરાજસુતાના વિલાસમય રમણીય કટાક્ષોંથી પરમ આનંદિત ચિત્તવાળા મહેશ્વર તેમજ જેમની કૃપાદૃષ્ટિથી ભક્‍તોંની મોટામાં મોટી વિપત્તિઓ દૂર થઈ જાય છે આવા જ દિગમ્‍બર - દિશા જ જેમના વસ્ત્ર છે- શિવજીની આરાધનામાં મારૂ ચિત્ત ક્યારે આનંદિત થશે.

The consort of the ever sportive daughter of the mountain, Whose mind rejoices at her side long glances, With the stream of merciful look which removes hardships, Makes my mind take pleasure in him who wears the directions as apparel.



જટા ભુજં ગપિંગલ સ્‍ફુરત્‍ફણામણિપ્રભા-
કદંબકુંકુમ દ્રવપ્રલિપ્ત દિગ્‍વધૂમુખે .
મદાંધ સિંધુ રસ્‍ફુરત્‍વગુત્તરીયમેદુરે
મનો વિનોદદ્ભુતં બિંભર્તુ ભૂતભર્તરિ
.................................................... ૪
જટાઓંમાં લપેટાયેલ સર્પના ફણના મણિયોંના પ્રકાશમાન પીળા પ્રભા-સમૂહ રૂપ કેસર કાંતિથી દિશા બંધુઓંના મુખમંડળને ચમકાવનાર, મતવાળા, ગજાસુરના ચર્મરૂપ ઉપરવાથી વિભૂષિત, પ્રાણીઓંની રક્ષા કરનાર શિવજીમાં મારૂ મન વિનોદને પ્રાપ્ત રહે.

He, with the shining lustrous gem on the hood  Of the serpent entwining his matted locks, He, who is with his bride whose face is decorated  By the melting of red saffron Kumkum, And He who wears on his shoulder the hide Of the elephant which was blind with ferociousness, Makes my mind happy and contented,  In him who is the leader of Bhoothas*.* can be taken to mean as souls or mythical beings guarding Kailasa.


સહસ્ર લોચન પ્રભૃત્‍ય શેષલેખશેખર-
પ્રસૂન ધૂલિધોરણી વિધૂસરાંઘ્રિપીઠભૂઃ .
ભુજંગરાજ માલયા નિબદ્ધજાટજૂટકઃ
શ્રિયે ચિરાય જાયતાં ચકોર બંધુશેખરઃ
.......................................................... ૫

ઇંદ્રાદિ સમસ્‍ત દેવતાઓંના માથાથી સુસજ્જિત પુષ્‍પોંની ધૂલિરાશિથી ધૂસરિત પાદપૃષ્ઠવાળા સર્પરાજોંની માળાઓથી વિભૂષિત જટાવાળા પ્રભુ અમને ચિરકાલ માટે સંપદા આપે.

May he whose foot stool is decorated By the ever flowing flower dust. Falling the bent head of Indra and other Gods, And may He, whose matted locks are tied by the king of serpents, And may he, whose head is decorated By the crescent moon who a friend of Chakora* Shower prosperity for ever on me.* A mythical bird which lives by drinking moon light.



લલાટ ચત્‍વરજ્‍વલદ્ધનંજયસ્‍ફુરિગભા-
નિપીતપંચસાયકં નિમન્નિલિંપનાયમ્‌ .
સુધા મયુખ લેખયા વિરાજમાનશેખરં
મહા કપાલિ સંપદે શિરોજયાલમસ્‍તૂ નઃ
...................................................... ૬



ઇંદ્રાદિ દેવતાઓંનો ગર્વ નાશ કરતાં જે શિવજીએ પોતાના વિશાળ મસ્‍તકની અગ્નિ જ્‍વાલાથી કામદેવને ભસ્‍મ કરી દિધા હતાં, તે અમૃત કિરણોંવાળા ચંદ્રમાના જેવા તેમજ ગંગાજીથી સુશોભિત જટાવાળા, તેજ રૂપ નર મુંડધારી શિવજી અમને અક્ષય સંપતિ આપે.

May he with the raging fire In his forehead, who burnt the God of love, May He who is forever being saluted by king of devas, And may he who has collected The cool ambrosia like crescent moon on his head, And may he who wears the collection of skulls, Bless us to create wealth for us.


કરાલ ભાલ પટ્ટિકાધગદ્ધગદ્ધગજ્જ્વલ-
દ્ધનંજયા ધરીકૃતપ્રચંડપંચસાયકે .
ધરાધરેંદ્ર નંદિની કુચાગ્રચિત્રપત્રક-
પ્રકલ્‍પનૈકશિલ્‍પિનિ ત્રિલોચને રતિર્મમ
......................................................... ૭
સળગી રહેલી પોતાના મસ્‍તકની ભયંકર જ્‍વાલાથી પ્રચંડ કામદેવને ભસ્‍મ કરનાર તથા પર્વત રાજસુતાના સ્‍તનના અગ્રભાગ પર વિવિધ ભાંતિની ચિત્રકારી કરવામાં અતિ ચતુર ત્રિલોચનમાં મારી પ્રિતિ અટલ રહે.

May He in whose dreadful forehead, fire burns "Dhahaga", "Dhaga," May He who burnt the one with five arrows* as an offering to fire, May He who is the only one who can write decorative lines, On the tip of the breasts of the daughter of the mountain,And May He with three eyes make mind enjoy in him. * The God of love


નવીન મેઘ મંડલી નિરુદ્ધદુર્ધરસ્‍ફુર-
ત્‍કુહુ નિશીથિનીતમઃ પ્રબંધબંધુકંધરઃ .
નિલિમ્‍પનિર્ઝરિ ધરસ્‍તનોતુ કૃત્તિ સિંધુરઃ
કલાનિધાનબંધુરઃ શ્રિયં જગંદ્ધુરંધરઃ
........................................................... ૮
નવીન મેઘોંની ઘટાઓંથી પરિપૂર્ણ અમાવસ્‍યાઓંની રાત્રિના ઘોર અંધકારની જેમ ખુબ જ ગૂઢ કંઠ વાળા, દેવ નદી ગંગાને ધારણ કરનાર, જગચર્મથી સુશોભિત, બાલચંદ્રની કળાઓંના બોઝથી વિનમ્ર, જગતના બોઝને ધારણ કરનાર શિવજી અમને બધા જ પ્રકારની સંપતિ આપે.

May He whose black neck is as dark As several layers of new clouds, Packed closely on the night of the new moon. May He who wears the celestial river on his head, May He who killed the Gajasura with an elephant head, May He who is very handsome because of the crescent that he wears, And may he who carries the entire burden of the world, Bless us with all sorts of wealth .


પ્રફુલ્લ નીલ પંકજ પ્રપંચકાલિમચ્‍છટા-
વિડંબિ કંઠકંધ રારુચિ પ્રબંધકંધરમ્‌
સ્‍મરચ્‍છિદં પુરચ્‍છિંદ ભવચ્‍છિદં મખચ્‍છિદં
ગજચ્‍છિદાંધકચ્‍છિદં તમંતકચ્‍છિદં ભજે
...................................................... ૯
ખીલેલા નીલકમલની ફેલાયેલી સુંદર શ્‍યામ પ્રભાથી વિભૂષિત કંઠની શોભાથી ઉદ્ભાસિત ખભાવાળા, કામદેવ તેમજ ત્રિપુરાસુરના વિનાશક, સંસારના દુ:ખોંને કાપનારા, દક્ષયજ્ઞવિધ્‍વંસક, ગજાસુરહંતા, અંધકારસુરનાશક અને મૃત્‍યુને નષ્ટ કરનાર શ્રી શિવજીનું હું ભજન કરૂ છું.

I salute him, who shines with a black neck Similar to the well opened blue lotus,On which all the temples depend for prayer, And him who destroyed God of love, the three cities, The worldly problems and yaga destroyers, And him who destroyed elephant faced Asura and also God of death.,



અગર્વસર્વમંગલા કલાકદમ્‍બમંજરી-
રસપ્રવાહ માધુરી વિજૃંભણા મધુવ્રતમ્‌ .
સ્‍મરાંતકં પુરાતકં ભાવંતકં મખાંતકં
ગજાંતકાંધકાંતકં તમંતકાંતકં ભજે
................................................... ૧૦
કલ્‍યાણમય, નાશ ન થનાર બધી જ કળાઓંની કળીયોંથી વહેતાં રસની મધુરતાનો આસ્‍વાદન કરવામાં ભ્રમરરૂપ, કામદેવને ભસ્‍મ કરનાર, ત્રિપુરાસુર, વિનાશક, સંસાર દુઃખહારી, દક્ષયજ્ઞવિધ્‍વંસક, ગજાસુર તથા અંધકાસુરને મારનાર અને યમરાજના પણ યમરાજ શ્રી શિવજીનું હું ભજન કરૂ છું.

I salute him who is like the bee who drinks the sweetened honey, That flows from the flower bunch of collection of arts of the Goddess, And him who destroyed God of love, the three cities, The worldly problems and yaga destroyers, And him who destroyed elephant faced Asura and also God of death.



જયત્‍વદભ્રવિભ્રમ ભ્રમદ્ભુજંગમસ્‍ફુર-
દ્ધગદ્ધગદ્વિ નિર્ગમત્‍કરાલ ભાલ હવ્‍યવાટ્‍-
ધિમિદ્ધિમિદ્ધિમિ નન્‍મૃદંગતુંગમંગલ-
ધ્‍વનિક્રમપ્રવર્તિત પ્રચણ્‍ડ તાણ્‍ડવઃ શિવઃ
....................................................... ૧૧
અત્‍યંત શીઘ્ર વેગપૂર્વક ભ્રમણ કરતાં સર્પોંના ફુફકાર છોડવાથી ક્રમશઃ લલાટમાં વધેલી પ્રચંડ અગ્નિવાળા મૃદંગની ધિમ-ધિમ મંગલકારી ઉધા ધ્‍વનિના ક્રમારોહથી ચંડ તાંડવ નૃત્‍યમાં લીન થનાર શિવજી બધી જ રીતે સુશોભિત થઈ રહ્યાં છે.

Victory to the great Shiva, who has the fire burning in his forehead, Which is increased by the breath of the snake wandering in the sky, And to Him who dances to the changing tunes and fierce sound, Of Dhimi, dhimi, dhimi coming out the auspicious drum.


દૃષદ્વિચિત્રતલ્‍પયોર્ભુજંગ મૌક્‍તિકમસ્રજો-
ર્ગરિષ્ઠરત્‍નલોષ્ટયોઃ સુહૃદ્વિપક્ષપક્ષયોઃ .
તૃણારવિંદચક્ષુષોઃ પ્રજામહીમહેન્‍દ્રયોઃ
સમં પ્રવર્તયન્‍મનઃ કદા સદાશિવં ભજે
......................................................... ૧૨
જોરદાર પથ્થર અને કોમળ વિચિત્ર શૈયામાં સર્પ અને મોતિયોંની માળાઓમાં માટીના ટુકડાઓ અને ખુબ જ કિંમતી રત્‍નોંમાં, શત્રુ અને મિત્રમાં, તિનકે અને કમલલોચનનિયોંમાં, પ્રજા અને મહારાજાધિકરાજાઓંના સમાન દૃષ્ટિ રાખે છે તેવા શિવજીનું હુ ક્યારે ભજન કરીશ.

When will I be able to worship that eternal shiva, With a feeling of equanimity towards snake and a garland, Towards great gems and dirt or friends and enemies, Or Towards a blade of grass and lotus like eyes, Or emperor and ordinary men.



કદા નિલિંપનિર્ઝરી નિકુજકોટરે વસન્‌
વિમુક્‍તદુર્મતિઃ સદા શિરઃસ્‍થમંજલિં વહન્‌ .
વિમુક્‍તલોલલોચનો લલામભાલલગ્નકઃ
શિવેતિ મંત્રમુચ્‍ચરન્‌ કદા સુખી ભવામ્‍યહમ્‌
................................................................ ૧૩
ક્યારે હું શ્રી ગંગાજીના કછારકુંજમાં નિવાસ કરીને, નિષ્‍કપટી થઈને માથા પર અંજલિ ધારણ કરતાં ચંચલ નેત્રોંવાળી લલનાઓંમાં પરમ સુંદરી પાર્વતીજીના મસ્‍તકમાં અંકિત શિવ મંત્રનું ઉચ્‍ચારણ કરતાં પરમ સુખને પ્રાપ્ત કરીશ.

When will I live the life of pleasure, meditating on Shiva, Sitting near a hollow place near the celestial river Ganga, Releasing all my bad thoughts and with hands clasped above my head, After releasing all passion for the pretty women with shifting eyes?


નિલિમ્‍પ નાથનાગરી કદમ્‍બ મૌલમલ્લિકા-
નિગુમ્‍ફનિર્ભક્ષરન્‍મ ધૂષ્‍ણિકામનોહરઃ .
તનોતુ નો મનોમુદં વિનોદિનીંમહનિશં
પરિશ્રય પરં પદં તદંગજત્‍વિષાં ચયઃ
............................................................ ૧૪
દેવાંગનાઓંના માથામાં ગૂઁથેલા પુષ્‍પોંની માળાઓમાંથી ખરતાં સુગંધમય પરાગથી મનોહર, પરમ શોભાના ધામ મહાદેવજીના અંગોંની સુંદરતા પરમાનંદયુક્‍ત અમારા મનની પ્રસન્નતાને હંમેશા વધારે છે.

This greater than the great prayer if read, Remembered, or recited daily by man, Will make him pure, eternal, And he would get devotion to Shiva leading him to salvation, For remembering Lord Shiva, is a sure method of removal of detachment.



પ્રચણ્‍ડ વાડવાનલ પ્રભાશુભપ્રચારણી
મહાષ્ટસિદ્ધિકામિની જનાવહૂત જલ્‍પના .
વિમુક્‍ત વામ લોચનો વિવાહકાલિકધ્‍વનિઃ
શિવેતિ મન્‍ત્રભૂષગો જગજ્જયાય જાયતામ્‌
.............................................................. ૧૫
પ્રચંડ વડવાનલની જેમ પાપોંને ભસ્‍મ કરવામાં સ્ત્રી સ્‍વરૂપિણી અણિમાદિક અષ્ટ મહાસિદ્ધિયોં તેમજ ચંચલ નેત્રોંવાળી દેવકન્‍યાઓંથી શિવ વિવાહ સમયમાં ગાન કરવામાં આવેલ મંગલધ્‍વનિ બધા જ મંત્રોંમાં પરમશ્રેષ્ઠ શિવ મંત્રથી પૂરિત, સાંસારિક દુઃખોંને નષ્ટ કરીને વિજય મેળવો.
ઇમં હિ નિત્‍યમેવ મુક્‍તમુક્‍તમોત્તમ સ્‍તવં
પઠન્‍સ્‍મરન્‌ બ્રુવન્નરો વિશુદ્ધમેતિ સંતતમ્‌ .
હરે ગુરૌ સુભક્‍તિમાશુ યાતિ નાંયથા ગતિં
વિમોહનં હિ દેહના સુશંકરસ્‍ય ચિંતનમ
......................................................... ૧૬
આ પરમ ઉત્તમ શિવતાંડવ શ્‍લોકને નિત્‍ય પ્રતિ મુક્‍તકંઠથી વાંચવાથી કે તેને સાંભ ળવાથી સંતતિ વગેરેથી પૂર્ણ હરિ અને ગુરુમાં ભક્‍તિ બની રહે છે. જેમની બીજી ગતિ નથી થતી અને તે શિવની શરણમાં જ રહે છે.
પૂજાવસાનસમયે દશવક્રત્રગીતં
યઃ શમ્‍ભૂપૂજનમિદં પઠતિ પ્રદોષે .
તસ્‍ય સ્‍થિરાં રથગજેંદ્રતુરંગયુક્‍તાં
લક્ષ્મી સદૈવ સુમુખીં પ્રદદાતિ શમ્‍ભુઃ
...................................................... ૧૭
શિવ પૂજાના અંતમાં આ રાવણકૃત શિવ તાંડવ સ્‍તોત્રનો પ્રદોષનું સમયે ગાન કરવાથી કે વાંચવાથી લક્ષ્મી સ્‍થિર રહે છે. રથ ગજ-ઘોડા બધાથી હંમેશા યુક્‍ત રહે છે.

He who sings this song composed by the ten headed one, At the end of every worship or, Reads it after worship of Shiva on the Pradosha day, Will get by the blessing of lord Shiva, chariots, elephants and horses, As well as the affectionate sight of god of wealth.



ઇતિ શિવ તાંડવ સ્‍તોત્રં સંપૂર્ણમ્‌



The translation in English is by Shree P. R. Ramachander, and with the courtesy http://www.saivism.net/prayers/tandava.asp

Tuesday, January 11, 2011

ૐ અને ૐ નમઃ શિવાય

ૐ નમઃ શિવાય એ ભગવાન શિવજીનો પંચાક્ષરી મહા મંત્ર છે.ૐ -ઓમ – મંત્ર ઓમકાર મંત્ર તરીકે પણ પ્રચલિત છે. ૐ – ઓમ – પ્રવણ મંત્ર છે, આદિ મંત્ર છે, બીજ મંત્ર છે. એવું કહેવાય છે કે જ્યારે બ્રહ્માંડનું સર્જન થયું હતું ત્યારે એક ગેબી અવાજ પેદા થયો હતો. આ ગેબી અવાજ ઓમકારનો હતો. એવું પણ કહેવાય છે કે આ ગેબી અવાજમાંથી જ સૃષ્ટિનું સર્જન થયું છે. ૐ – ઓમ -ને પ્રણવ પણ કહેવામાં આવે છે. પ્રણવનો અર્થ સૃષ્ટિનું સર્જન એવો પણ થાય છે.
સમગ્ર સૃષ્ટિનું સર્જન ૐ – ઓમ -માંથી જ થયું છે, ૐ – ઓમ – થકી જ આ સૃષ્ટિ ટકી રહી છે અને જ્યારે મહા પ્રલય થશે ત્યારે આ સમગ્ર સૃષ્ટિ ૐ – ઓમ -માં જ વિલીન થઈ જશે.
ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે, “સંપૂર્ણ વેદોમાં પ્રણવ એટલે કે ૐ – ઓમકાર હું છું.”
ૐ – ઓમ – એ તો અનંતનો નાદ છે, ૐ – ઓમ – બધા જ મંત્રોનો અને વેદોનો સાર છે, અર્ક છે. ૐ – ઓમ -માં અખિલ બ્રહ્માંડ અને સમગ્ર વિશ્વ સમાવિષ્ઠ છે.
માન્ડુક્ય ઉપનિષદમાં ૐ – ઓમ – અને તેના અર્થઘટન વિષે વિવરણ કરવામાં આવ્યું છે. પરબ્રહ્મ પરમાત્માનું નામ એ જ ૐ – ઓમ – અથવા તો ઓમકાર છે. ૐ – ઓમ – જ પૂર્ણ બ્રહ્મ અવિનાશી પરમાત્મા છે.
ૐ – ઓમ – ના અ (A), ઉ (U) અને મ (M) માં સ્વર્ગ લોક, મૃત્યુલોક અને પાતાળ લોક સમાવિષ્ટ છે.
જે વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળથી પર છે એ જ ૐ – ઓમ – છે.
ૐ – ઓમ – અથવા તો ઓમકાર અ, ઉ, મ, ર કાર અને ર કાર ઉપર બિન્દુથી બને છે. ૐ – ઓમ – ને જાણવા, સમજવા આ અક્ષરના વિવિધ અર્થ સમજવા જરુરી છે. આ વિષે ઘણા મહાનુભાવોએ તેમના પ્રતિભાવ વ્યક્ત કર્યા છે.
ૐ – ઓમ -ના ૧૦૦૦ અર્થ કરવામાં આવ્યા છે. અનેક મહાપુરુષોએ આ અંગે તેમની ટિપણી કરી છે. આ ૧૦૦૦ અર્થો પૈકી ભારતના અર્વાચિન ઋષિ અને પ્રજ્ઞા પુરુષ શ્રી વિનોવા ભાવેએ કરેલ અર્થ ઘટન અંગેની ટિપણી સમજવા જેવી છે.
તેમના કહેવા પ્રમાણે સંસ્કૃત શબ્દ ૐ – ઓમ – અને લેટીન શબ્દ Omne એક જ ધાતુમાંથી આવે છે, જેનો અર્થ સર્વ થાય છે.આ બંને શબ્દો સર્વજ્ઞ, સર્વત્ર અને સમર્થ – સર્વ શક્તિમાન એવો નિર્દેશ કરે છે. એટલે કે ૐ – ઓમ – એટલે એ શક્તિ જે સર્વજ્ઞ છે, સર્વત્ર છે અને સર્વ શક્તિમાન છે.
ૐ – ઓમ -ને પ્રણવ પણ કહેવાય છે. પ્રણવ ‘નુ’ ધાતુમાંથી બને છે, જેનો અર્થ પ્રાર્થના થાય છે. આમ ૐ – ઓમ – એટલે સારામાં સારી પ્રાર્થના એવો પણ કરી શકાય.
“અ”, “ઉ” અને “મ” થી ૐ મંત્ર બને છે, તેમજ તેના ચિહ્નમાં “ર” કાર અને તેના ઉપર બિંદુ છે.
અ નો સંદર્ભ સર્જક એટલે બ્રહ્મા, ઉ નો સંદર્ભ પાલક એટલે કે વિષ્ણુ અને મ નો સંદર્ભ સંહારક એટલે કે મહાદેવ છે. આમ ૐ માં ત્રિમૂર્તિ – બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ – સમાવિષ્ટ છે.
ૐ જે અ, ઉ અને મ તેમજ અર્ધ ચંદ્રાકાર અને તેના ઉપર બિન્દુથી બને છે, જ્યાં “અ” જાગૃત અવસ્થાનો સંકેત કરે છે, “ઉ” સ્વપ્ન અવસ્થાનો સંકેત કરે છે અને “મ” સુષુપ્ત અવસ્થાનો સંકેત કરે છે. સુષુપ્ત અવસ્થામાં મન અને બુધ્ધિ શાંત થઈ જાય છે. આમ અ, ઉ, મ્ અર્ધચંદ્રાકાર અને બિન્દુથી બનતો ૐ ચોથી અવસ્થાની સ્થિતિ છે. આ ચોથી અવસ્થાને સમાધિની સ્થિતિ કહેવાય છે. અ ની જાગૃત અવસ્થા, ઉ ની સ્વપ્ન અવસ્થા અને મ ની સુષુપ્ત અવસ્થા માંથી પસાર થતાં એટલે કે ઓમ નો નાદ બંધ થતાં એક અગાઢ શાંતિની અવસ્થા આવે છે જેને તુરીયા અવસ્થા કે સમાધિની અવસ્થા કહેવાય છે. આ અવસ્થામાં બધું જ શાત થઈ જાય છે.
“અ” ને વાણી, “ઉ” ને મન અને “મ” ને જીવનના ધબકારા- પ્રાણ - પણ કહી શકાય. અને અ, ઉ, મ્ ,ર કાર અને બિન્દુથી બનતા ૐ ના સ્વરુપને આત્મા-અંશી કહી શકાય, જે પરમ અંશ પરમાત્મા નો એક ભાગ છે.
અ, ઉ, મ એ અનુક્રમે લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ છે. તો અ, ઉ, મ, ર કાર અને બિન્દુથી રચાયેલ ૐ Divinity છે અને તે આકાર, અને કૃતિથી પર છે.
અ, ઉ, મ એ ઈચ્છા, ભય અને ક્રોધ રહિત છે તો અ, ઉ, મ, ર કાર અને બિન્દુથી રચાયેલ ૐ પૂર્ણ પુરુષ છે અને આ પૂર્ણ પુરુષ પરમ પરમાત્માને સંપૂર્ણ સમર્પિત છે.
અ, ઉ, મ એ નર, નારી અને નાન્યતર જાતિ દર્શાવે છે જ્યારે અ, ઉ, મ, ર કાર અને બિન્દુથી રચાયેલ ૐ એ કૃતિ અને તેના કર્તાનું એક જ સ્વરુપ છે.
સત્યનું નામ એ જ ઓમકાર છે. ભારતીય આધ્યાત્મ જગતનું રહસ્ય ઓમકારમાં સમાઈ જાય છે. ઓમકારને એક શબ્દ તરીકે ઓળખવવો કે વર્ણવવો એક ભૂલ છે, કારણ કે ઓમકાર કોઈ શબ્દ નથી, કારણ કે દરેક શબ્દનો અર્થ હોય છે. જ્યારે ઓમકારને કોઈ શબ્દ ગણી તેનો અર્થ ન સમજાય. ઓમકાર એ એક અનુભૂતીનો વિષય છે. તે તો માત્ર એક શુધ્ધ ધ્વનિ છે. તેમજ તેને એક ધ્વનિ કહેવો પણ એક લાચારી કે આપની સમજવાની મર્યાદા છે. કોઈ પણ ધ્વનિ પેદા કરવા માટે બે વસ્તુને ટકરાવવું પડે, જ્યારે ઓમકારના ધ્વનિને પેદા કરવા આવું કરવાની જરુરીયાત જ નથી રહેતી. ઓમકાર અનાહદ નાદ છે જે કોઈ પણ જાતના ટકરાવ કે આઘાત વિના પેદા થયેલ નાદ – ધવ્નિ છે.
ઓમનો જાપ તો આપણા કંઠની ટકરાહટ છે, આપણા પોતાનામાં જ પેદા થયેલ ધ્વનિ છે. અન્ય મંત્રો છે, જ્યારે ઓમકાર મહા મંત્ર છે, બીજ મંત્ર છે જેમાંથી બીજા બધા મંત્રોની ઉત્પતિ થઈ છે.
ભારતીય આધ્યાત્મિક જગતે મનને મટાડવાની વાત કરી છે. અને જ્યારે મન મટી જાય છે ત્યારે ઓમકારનો અનાહદ નાદ પેદા થાય છે, ઓમકાર ધ્વનિ સંભળાય છે. ઓમકાર મૂળ સ્તોત્ર છે, જેનાથી બધા સ્વર પેદા થાય છે. તમામ અસ્તિત્વ ઓમકારથી જોડાયેલું છે. ઓમકારનો અનાહદ નાદ એટલે શૂન્યનું સંગીત.
વિજ્ઞાનની શોધ વિદ્યુત છે, તેમાં ઉષ્મા, ઉર્જા સમાવિષ્ઠ છે. આજ રીતે ઓમકારને જો વિદ્યુત સમજીએ તો તેમાં ઉષ્મા, ઉર્જા અને પ્રાણનું સ્પંદન સમાવિષ્ઠ છે. આના દ્વારા જ સત્યને પામી શકાય. એક ઓમકારની ધૂનમાં લીન થઈ જઇએ તો બીજું બધું જ શાન્ત થઇ જશે, બહારની દુનિયા શૂન્યમાં પરિવર્તિત થઇ જશે.
યોગ્ય રીતે કરેલી ઓમકારની સાધના પરમ સાથે નાતો બંધાવવા સક્ષમ છે. ઓમકારની સાધના કરવા માટે સ્વસ્થ ચિત્તે શાન્ત ટટાર બેસી, હોઠ બંધ રાખી, જીભને તાળવા સાથે ચોંટાડી ઓમકારનો નાદ શરુ કરો. આ નાદના ગુંજારવને હોઠ બંધ રાખી એટલો બુલંદ બનાવો કે જેથી બહાર પણ સાંભળી શકાય. આમ સતત કરવા રહેવાથી સાધનામાં ક્રમશઃ પ્રગતિ થશે અને સાધનાની એક એવી સ્થિતિ આવશે જ્યારે તમે સાધનાની સ્થિતિમાં મસ્ત બની જશો અને મન તેમજ શરીર સ્વસ્થ બની જશે. ઓમકારના ગુંજારવથી ભીતર અમૃત ઝરવાનો મીઠો અનુભવ થશે. સંગીતની પોતાની આગવી અને અનોખી સુરા છે. ભીતર ઓમકારનો નાદ ગુંજવાથી તમે મદમસ્ત બની સ્ફુર્તિથી ભરપુર બની જશો. અને આમ આ પ્રકારની સાધનામાં ઓમકારનો ધ્વનિ કરતા રહેવાથી એક સ્થિતિ એવી આવશે જ્યારે આપણી ઓમકારની ધૂનની સાથે સાથે બીજી પણ એક આંતરિક ધૂન પેદા થશે. આ આંતરિક ધૂન અદભૂત હશે. આ સ્થિતિ આવતાં આપણી બાહ્ય ધૂન શાંત થઈ જશે અને આપણે આંતરિક ધૂનને શ્રોતા બની સાંભળી રહ્યા હોઇશું. આ સ્થિતિમાં અંદર રોમે રોમમાં પ્રકાશ છવાઈ જશે, અંધકાર દૂર થઇ જશે અને આપણે ઓમકારના અમૃતને માણતા માણતા મહા સુખની વર્ષામાં ભીંજાવા લાગીશું, પરમ તત્વનો અનુભવ કરવા લાગીશું. આ એક અતુલનીય અને અવર્ણનીય સ્થિતિ હશે. અને આમ આ સ્થિતિ આવતાં ઓમકાર આપણા સારીરિક અને માનસિક સ્વરુપને બદલી નાખનારું પરમ રસાયણ બની જશે.
ઓમકારના ધ્વનિની ખુબીથી સત્યના મિલનનો અનુભવ થશે તેમજ તેનાથી આપણામાં સંતોષ આવી જશે, મન સ્થિર થ ઈ જશે, પ્રાણ સ્થિર બનશે, મનની ચંચળતા આપ મેળે દૂર થઈ જશે, દુઃખોનો ભ્રમ ભાગી જશે અને જીવનની દોડાદોડી વિલીન થતાં આનંદ વર્ષા થશે. ઓમકાર પરમાત્માની પહેલી લહેર છે. અર્થાત પરમાત્મા સ્પષ્ટા મટી સ્પષ્ટ બનશે અને એ જ સંસારના માર્ગેથી પાછા જવાનો, સાચા માર્ગે જવાનો રાહ બતાવશે. ઓમકાર કોઈ ખરીદી શકાય કે ઉધાર મેળવી શકાય તેવી ચીજ નથી. એ તો એક જીવંત પ્રાણ શક્તિ છે. એને પ્રાપ્ત કરવા માટે તમામ કામનાઓથી મુક્ત બની ખાલી થવું પડે.
મનોવૈજ્ઞાનિકો માણસને એક ભીડ તરીકે ઓળખાવે છે એ સાવ સાચું જ છે. આપણે બહારથી તો માત્ર એક માણસ જ છીએ. પણ આપણી અંદર પણ અનેક માણસો છે, અંદર એક બજાર ભરેલું છે અને સર્વ ઠેકાણે માણસોની ભીડ જમા થયેલી છે. આપણી આ આંતરિક ભીડને સમેટી લીધા સિવાય આપણે ઓમકારની પરમ સિધ્ધિને પામવા માટે યોગ્ય નથી. અંદરના ખંડિત થઈ ગયેલ ભાગોને એક કરવા પડે. ઓમકાર જ આ ખંડિત ભાગોને એક કરી શકે, ઓમકાર સિમેન્ટ માફક આપણા આ ખંડિત ભાગોને એક કરી અખંડતા પેદા કરશે જે અદભૂત હશે.
ઓમકાર એકત્વનું, અખંડતીતાનું પૂર્ણ સ્વરુપ છે. આપણી પ્રાર્થના, પૂજા, ધર્મપરાયણતા ખંડ ખડમાં છિન્નભીન્ન થઈ ગયેલ છે. આપણે સાંસારિક કાર્યોમાં ભાગેડુ બની જીવી રહ્યા છીએ. આપણા કામમાં અખંડપણું નથી અને આપણું મન મર્કટ બનીને નાસભાગ કર્યા કરે છે. આવી ચેષ્ટાઓ હશે ત્યાં સુધી ઓમકારની સાધના યોગ્ય ફળ નહીં આપે.
ઉત્સવ મગ્ન, આનંદ પૂર્ણ અને પ્રસન્નચિત્ત વ્યક્તિ જ ઓમકારની પરમ પ્રાપ્તિનો અધિકારી બની શકે છે. આવી વ્યક્તિ જ આંતર ધ્વનિના સાજને બેસાડી શકે છે, ઓમકારની દુનિયામાં ડૂબકી લગાવી સાચી ધાર્મિકતાને વરી શકે છે.
ૐના ગાનથી દુષ્ટ વિચારો નાશ પામે છે
ૐ કાર મંત્રઘ્વનિ મનુષ્યને સમૃધ્ધિ આપે છે, દોષ અને દુર્ગુણો દૂર કરે છે, જીવનોન્નતિમાં ઉત્કર્ષ-માર્ગ મેળવી આપે છે અને એમની અનેક મૂંઝવણો દૂર કરે છે.
ૐ ઘ્વનિ અંત:કરણને શુદ્ધ કરે છે, યોગસાધનામાં આવતાં વિધ્નોને દૂર કરે છે અને કુશળતા અર્પે છે. આ ૐ કારની સિદ્ધિ એટલી પ્રબળ છે કે કોઇ ચીજ-વસ્તુ એનાથી દૂર રહેતી નથી, અર્થાત્ સર્વ મંગલકારી કાર્યોમાં એનો જયજયકાર થાય છે.
ૐના ગાનથી દુષ્ટ વિચારો નાશ પામે છે. ૐના રટણથી પ્રેરણા, શકિત અને બળ મળે છે. ૐના જપથી મન એકાગ્ર બને છે. એ રસ્તો બતાવે છે, રક્ષણ આપે છે, ઊઘ્ર્વારોહણ કરાવે છે, ઘ્યેય સુધી પહોંચાડે છે અને જન્મ-મરણના ફેરાથી પણ છોડાવે છે.
આ ૐકાર વિશે સામવેદ મંત્રઘ્વનિમાં લખ્યું છે કે,
ૐકાર-પ્રભવા દેવા ૐકાર-પ્રભવા સ્વરા
ૐકાર-પ્રભવાં સર્વ ત્રૈલોક્યં સચરાચરમ
ૐકારથી જ સર્વદેવતા ઉત્પન્ન થાય છે. ૐકારથી જ સ્વરનિધિની જાગૃતિ છે, ત્રણે લોકમાં સર્વ જીવો, સર્વ પ્રાણીઓનું ચેતન છે. સ્વર્ગ-મૃત્યુ અને પાતાળ અર્થાત્ બ્રહ્માંડનું સ્વરૂપ ૐકારમાં જ સમાયું છે.
સુખમાં કે દુ:ખમાં ૐકારનો સાથ અમૂલ્ય છે, નિર્જન સ્થાનમાં રાહબર સમાન છે. ગૃહસ્થાશ્રમમાં સુખ-શાંતિ, સ્થિરતા અને કાર્યકુશળતા આપે છે. ૐકારનો ઘ્વનિ જ સુખદાયક છે.
ૐકારના અર્થ વિશે ભગવદ્રગોમંડલમાં નીચે પ્રમાણે વર્ણન આપેલ છે.
ૐ વેદનો પહેલો અને પવિત્ર ઉચ્ચાર; પરબ્રહ્મ; પરમાત્મા; પુરુષોત્તમ; ઉત્તમ પુરુષ; ક્ષરાક્ષરથી પર; પરમ. જુઓ ઓં. આ પદ અનુભવગમ્ય છે. ૐકાર, પ્રણવ સર્વવ્યાપી, અનંત, તાર, શુક્લ, વૈદ્યુત્ હંસ, તુર્ય, પરબ્રહ્મ એનાં પર્યાય નામો છે. ૐ એ શબ્દબ્રહ્મ છે. દરેક વેદમંત્રની પહેલાં અને પછી ૐનો ઉચ્ચાર કરવાની રૂઢિ છે. વેદ, ઉપનિષદ અને ગીતામાં ૐનો મહિમા ખૂબ ગવાયો છે. સર્વ વેદોનો સાર ઉપનિષદ છે, ઉપનિષદનો સાર ગાયત્રી છે, ગાયત્રીનો સાર વ્યાહ્યતિ છે, વ્યાહ્યતિનો ૐકાર અને ૐકાર એ જ બ્રહ્મ છે; એ સર્વ મંત્રોમાં શ્રેષ્ઠ છે. જે ૐકારમાં મગ્ન રહે છે, તે પદબ્રહ્મને પામે છે. ૐ અ, ઉ અને મ્ નો બનેલો હોઈ તેમાં ત્રણે દેવની શક્તિઓ રહેલી છે. अच् ધાતુ રક્ષા, પ્રકાશ, પાલન, હિંસા, વૃદ્ધિ આદિ અર્થમાં છે. ચતુર્દશ ભુવનની રક્ષા કરવાને કારણે અથવા સંસારસાગરથી રક્ષા કરવાને કારણે ૐ નામ પડ્યું છે. તેના ત્રણે અક્ષરો ત્રણ વેદનું પણ સૂચન કરે છે. ૐને ઉદ્ગીથ કહેવામાં આવે છે. ઉપનિષદોમાં ૐકારનું માહાત્મ્ય ભિન્ન ભિન્ન મંત્રોમાં ગવાયું છે. તેનો સાર એમ છે કે, ૐકારને ત્રિમાત્ર બ્રહ્મ કહે છે. આદિકાળમાં તપથી સિદ્ધ બનેલ બ્રહ્માના મુખથી તે પ્રકટ થયેલ છે. કઠોપનિષદમાં નચિકેતાને ઉપદેશ આપતાં યમરાજ કહે છે કે, સર્વે વેદો જે પદને પ્રતિપાદન કરે છે અને સર્વે તપ જેને પ્રતિપાદન કરે છે, જેની ઇચ્છા કરતા મુમુક્ષુ જનો બ્રહ્મચર્ય આચરે છે, તે પદ તારે માટે સંક્ષેપથી કહું છું. એ પદને ૐ કરીને પણ કહે છે. એ નક્કી નાશ રહિત અપર બ્રહ્મ છે, એ જ અવિનાશી પરબ્રહ્મ છે, એ અક્ષરને જાણીને જે જેને ચાહે છે, તેને તે પ્રાપ્ત થાય છે. આ આલંબન શ્રેષ્ઠ છે, આ આલંબન ઉત્કૃષ્ટ છે. આ આલંબને જાણીને બ્રહ્મલોકમાં પૂજ્ય થાય છે. પ્રશ્નોપનિષદમાં સત્યકામ ઋષિએ પિપ્પલાદ આચાર્યને પ્રણવની ઉપાસના વિષે પ્રશ્ન પૂછતાં જણાવ્યું છે કે, હે સત્યકામ ! જે આ પ્રણવ છે તે જ પર અને અપર બ્રહ્મ છે. તેથી આ પ્રણવના આશ્રય વડે જ ઉપાસક અકાર માત્રાની ઉપાસના કરે, તો તે ઉપાસનાના બળથી જ સારી રીતે બોધવાન થતાં તરત જ પૃથ્વી વિષે જન્મ પામે છે અને તેને ફરી ઋગ્વેદનો મંત્ર મનુષ્યશરીર પ્રાપ્ત કરાવે છે; વળી તે મનુષ્યદેહ વિષે તે ઉપાસક તપ વડે, બ્રહ્મચર્ય વડે, શ્રદ્ધા વડે યુક્ત થઈ ઐશ્વર્ય પામે છે. વળી જો તે ઉપાસક અકાર, ઉકાર બે માત્રા વડે મન વિષે ઉપાસના કરે છે, તો તે યજુર્વેદના મંત્રો વડે અંતરિક્ષ વિષે ચંદ્રલોકમાં પહોંચાડાય છે. તે ચંદ્રલોક વિષે મહિમાને ભોગવીને ફરી આ લોક વિષે જન્મ લે છે. વળી જે અકાર, ઉકાર, મકાર ત્રણ માત્રા વડે યુક્ત થઈ આ પૂર્ણ અક્ષર ૐ એ વડે તે જ પરમ પુરુષની ઉપાસના કરે, તો તે ઉપાસક તેજરૂપ મુક્ત થાય છે એટલે કે કાંચળી ઉતારે છે, તેમ તે પાપથી છૂટીને સામવેદના મંત્રો વડે હિરણ્યગર્ભ લોક પ્રત્યે પહોંચાડાય છે અને પછી તે ઉપાસક આ ઉત્કૃષ્ટ હિરણ્યગર્ભથી આ સર્વોત્કુષ્ટ નવ દ્વાર આદિના પુર વિષે શયન કરનાર પરમ પુરુષને દેખે છે એટલે કે પ્રાપ્ત થાય છે. તૈત્તિરીય ઉપનિષદમાં કહ્યું છે કે, ૐ એ જ બ્રહ્મ છે. છાંદોગ્ય ઉપનિષદ કહે છે કે, ૐકાર જ આ સર્વ છે. માંડૂક્ય ઉપનિષદમાં તો આ શબ્દની ભરપૂર વ્યાખ્યા છે. તેમાં તેનું પૃથક્કરણ કરીને એવો અર્થ કરેલ છે કે, अ એટલે વૈશ્વન કે જે જાગતી દુનિયામાં જાગ્રત આત્માનું ચૈતન્ય છે; उ એટલે તેજ કે જે આ સ્વપ્નમય દુનિયામાં સ્વપ્નાનો આત્મા છે અને म એટલે પ્રજ્ઞ કે જે ઊંઘતા આત્માની દુનિયાનો પ્રાણ છે. આખા ૐનો અર્થ જાણી શકાય નહિ એવો છે અને તેની અંદર આખી સૃષ્ટિનો સમાવેશ થાય છે. ઉપનિષદોમાં અનેક પ્રકારે અર્થ કરાયેલ આ ૐ એ અક્ષર બ્રહ્મ છે. આ વર્ણાક્ષરરૂપી બ્રહ્મ જ જગતને આરંભે હતું એટલે સર્વ ક્રિયાના તેનાથી જ પ્રારંભ થાય છે. શ્રી કૃષ્ણ ભગવાને સ્વમુખે ગીતામાં કહ્યું છે કે, સર્વ વેદોમાં હું ૐકાર છું; ૐ એકાક્ષર બ્રહ્મ છે; ૐ, તત્ અને સત્ એ બ્રહ્મનાં ત્રિવિધ નામ છે. વિષ્ણુસહસ્ત્રનામમાં સમજાવ્યું છે કે, प्र ઉપસર્ગપૂર્વક णु ધાતુ સ્તુતિ અર્થમાં છે, જેના વડે શ્રેષ્ઠ આત્માની સ્તુતિ થાય છે તેને પ્રણવ કહે છે. ૐ જાગૃતે બહિર્પ્રજ્ઞ અકાર વિશ્વ, સ્વપ્ને ઉકાર થઈ તૈજસ્ અંતઃપ્રજ્ઞ; સુષુપ્તિમાં રહી અકામ મકાર પ્રાજ્ઞ, ૐકાર અદ્વિતીય શિવ અમાત્ર શાંત. – વિહારી अ, इ, उ, ए, ओ એમ પાંચ અક્ષરો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એ પ્રમાણે પાંચ મહાભૂતોમાંથી ઉત્પન્ન થયેલા હોઈ એ પાંચ પુરુષલિંગ તથા आ, ई, ऊ, ऐ, औ એ પાંચ સ્ત્રીલિંગ અને ऋ, ऋ, लृ, ल्द એ ચાર નપુંસકલિંગ તથા अं, अः એ બે અનુસ્વાર અને વિસર્ગ મળી સોળ સ્વરો નિર્માણ થયેલા છે. મતલબ કે અપૌરુષેય એવા વેદાંગશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે મૂળ તેસઠ કિંવા ચોસઠ વર્ણોથી બનેલા આ વર્ણશાસ્ત્રની ઉત્પત્તિ મૂળ ઈશ્વરીય કિંવા ચૈતન્યતત્ત્વ ૐમાંથી જ થયેલી છે. પ્રથમ अ જાગ્રતનો સાક્ષી એટલે અભિમાની વિશ્વરૂપ છે. उ સ્વપ્નો સાક્ષી તૈજસનો વાચ્ય છે અને म् સુષુપ્તિનો સાક્ષી પ્રાજ્ઞરૂપ વાચ્ય છે. વળી કેટલાકને મતે તો ૐની અ, ઉ, મ્ ને અમાત્રા એમ ચાર માત્રા છે. અનો વિશ્વ તથા વિરાટ સાથે, ઉનો તૈજસ તથા હિરણ્યગર્ભ સાથે, મ્ નો પ્રાજ્ઞ તથા ઈશ્વર સાથે અને અમાત્રાનો પ્રત્યકચૈતન્ય તથા બ્રહ્માની સાથે અભેદ યોગભ્યાસી દીક્ષા દ્વારા તથા પુરુષ પ્રયત્ન દ્વારા અનુભવતાં શીખે છે. આ ૐનું પ્રતીક અથવા સંકેતરૂપ ચિહ્ન ત્રિકોણસ્થ બિંદુ ગણવામાં આવે છે. આ બિંદુ મૂલમંત્રનું પ્રતીક અથવા બોધકરૂપ છે અને તેને ઉપાસનાશાસ્ત્રમાં યંત્ર એવું નામ અપાય છે.
*****
ઓમ જપ કે રટન માટે નથી. જ્યારે સંપૂર્ણ માનસિકતા અને બુદ્ધિજન્યતા, વિચારો અને શબ્દો બધું શમી જાય અને ઊંડી શાંતિ અનુભવ્યા બાદ જે અસામાન્ય સૂક્ષ્મ કંપન શેષ રહી જાય તેને આ દેશે ઓમ તરીકે ઓળખ્યો છે.

ઓમ ની શોધ આકસ્મિત હોઇ શકે છે, પરંતુ જ્યારે પણ અને જેઓએ પણ ઓમની શોધ કરી તેઓ કાંઇક એવાની શોધમાં હતા કે જે શાંતિ-નિરવતા વચ્ચે સેતુ સમાન કડી બની શકે. શાંતિ યા નિરવતામાં કોઇ અર્થસભરતા યા અર્થહીનતા, કાંઇ જ હોઇ ન શકે. એ બંનેથી પર સાક્ષાત્ પરલોક જ છે. હકીકતમાં ઓમ્ શબ્દ શાંતિને જોડવા પ્રયોજાયેલ છે. ધ્વનિરચનામાં પાયાના ત્રણ અક્ષર અ-ઉ અને મ ની મદદથી ઓમ્ની રચના કરાયેલ છે. આ ત્રણેય અક્ષરો ઉચ્ચારશાસ્ત્રના મૂળ શબ્દ (seed) છે.

આ અ-ઉ-મ ક્યાંય લેખિત સ્વરૂપે નહીં હોવાં છતાં માત્ર લાક્ષણિક પ્રતીકરૂપે જ છે. ઓમ્ તેનાં મૂળરૂપમાં સંસ્કૃતમાં પ્રાપ્ય છે કે જેમાં તે ચિત્રાંકનરૂપમાં જ પ્રદર્શિત થયેલ છે. આ કોઇ શબ્દ યા અક્ષર નથી. ઓમ એક ચિત્રરૂપ છે. ઓમ્ એક એવા અવકાશની પ્રતિકૃતિ છે જેમાં મર્યાદાવાળી ધ્વનિસૃષ્ટિનો અંત આવે એવી અનંતતાનો શાંતિપ્રવેશ પ્રયોજાય, જેથી શબ્દ અને શબ્દહીનતાની સીમા ઘડાય છે. ઓમ પછી કોઇ શબ્દ જ નથી. કહેવાય છે ઓમ સંસાર અને તેને પારનું સીમાંકન છે. જેથી સંસારત્યાગ સમયે એનું સ્મરણ કરનારને કવચિત્ તે સંસાર પાર કરાવે. ભારતના પ્રતિભાવંતોએ ઓમ્ શબ્દને વિશ્વસ્તર પર અત્યંગ દુરગામી અર્થપૂર્ણતા અને પ્રગાઢ બૌધિકતા પ્રદાન કરાવી છે.

ઓમ એક અપવાદ-રૂપ, વિરલ અને અપૂર્વ શબ્દ છે. આ શબ્દની અસામાન્યતા એ છે કે એ અર્થશૂન્ય છે. બધાં જ શબ્દો પોતાનો કાંઇક અર્થ ધરાવે છે. જ્યારે ઓમ્નો કોઇ અર્થ જ નથી. આ શબ્દનું દુનિયાની કોઇપણ ભાષામાં ભાષાંતર કરવાનું શક્ય નથી અને એમ કરવાનો કોઇ ઉપાય પણ નથી. જો એનો કોઇક અર્થ હોત તો કોઇપણ ભાષામાં એનો સમાનાર્થી શબ્દ શોધી શકાતો પરંતુ એની અર્થશૂન્યતાની વિશિષ્ટતા જ એને ભાષાંતરના પ્રયોગથી ક્યાંય અજ્ઞાત બનાવે છે તથા અત્યંત લાક્ષણિક બળ બક્ષે છે. સંસારમાં કદાચ આ એક જ શબ્દ છે જે અર્થપ્રયોજનને પાર છે. આવી દેખીતી અર્થહીનતા જ એને સૂક્ષ્મ રીતે અત્યંત શક્તિમાન અને સીમાહીન બનાવે છે.

ઓમ જપ યા રટણ માટે નથી, પરંતુ ધ્વનિ-શ્રવણના અનુભવની આંતરિકતા છે. ધ્યાન-ચિંતનમાં જ્યારે બધા શબ્દો માનસિકતામાંથી શાંત થાય ત્યારે ઓમ્નો આવિર્ભાવ આરંભાય છે. એના ઉચ્ચારણની આવશ્યકતા નથી, કારણ કે ઉચ્ચારણ ફરી આપણને જ શ્રોતા બનાવે જે ક્રિયા ઓમ્ની આંતરિકતાને દ્રઢ થતાં અવરોધે છે અને તેનું સ્વસંગીત હણાય છે. તમામ શબ્દો, ઘોંઘાટ, શમી જાય ત્યારે જ ઓમ્નું આંતરિક સ્વશ્રવણ શક્ય બને. જ્યારે સંપૂર્ણ માનસિકતા અને બુદ્ધિજન્યતા, વિચારો અને શબ્દો બધું શમી જાય અને ઊંડી શાંતિ અનુભવ્યા બાદ જે અસામાન્ય સૂક્ષ્મ કંપન શેષ રહી જાય તેને આ દેશે ઓમ તરીકે ઓળખ્યો છે.

ક્યારેક અત્યંત ઊંડા ખાલીપાનો આપણામાં સ્વપ્રવેશ થાય છે ત્યારે તે પોતાનો એક ધ્વનિ, એક આગવું સંગીત લઇને આવે છે. અથડાત યા ઘર્ષણ એ અવાજના અનુભવ માટેની પૂર્વશરત છે પરંતુ આ તો કોઇપણ કારણહીન પડઘો છે. ધ્યાન-ચિંતન એ શાંતિ-પ્રવેશની યાત્રા છે. જ્યારે અવાજ સદંતર બિનહયાત બને, જ્યારે કોઇ જ બીજાપણું, દ્વૈતતા (Duality) શેષ નહીં રહે અને આંતરિક એકલતા અનુભવાય ત્યારે પેલો અકારણ પ્રયોજાયેલ ધ્વનિ અસ્તિત્વ પામે. ભારતનાં ઋષિઓ એને ઓમ તરીકે ઓળખે છે.

નું વિસ્તૃત પ્રયોગીકરણ તેની પ્રાર્થનામયતા અને વૈશ્વિક શાંતિના ધ્વનિકરણની અદ્ભુત ક્ષમતા પ્રમાણિત કરે છે. વ્યાપક અસર પેદા કરનાર ઓમ માત્ર આંતરિકતાનો વિસ્ફોટ (inner explosion) છે. જે દ્રઢતાપૂર્વકના પ્રયોગ દ્વારા શક્ય છે.

Monday, January 10, 2011

અમારાં પ્રેરણા સ્તોત્ર પિતાશ્રી અને માતૃશ્રી તેમજ સહધર્મચારિણી


અમારાં પ્રેરણા સ્તોત્ર પિતાશ્રી અને માતૃશ્રી



અમારા પ્રેરણા સ્તોત્ર પિતાશ્રી
બ્રહ્મલીન જીવણગિરિ ગોપાલગિરિ ગોસ્વામી
જેમની ચેતના સદાય અમને સાથ આપે છે.
બ્રહ્મલીન ઃ સંવત ૨૦૪૫ ના અષાઢ વદ ૫, સોમવાર
  તારીખ ૦૪ જુલાઈ ૧૯૮૮

_________________________________________________________________________________





અમારાં પ્રેરણા સ્તોત્ર માતૃશ્રી
ડાહીબા જીવણગિરિ ગોસ્વામી
જેમની ચેતના સદાય અમને સાથ આપે છે.
મહાપ્રયાણ : સંવત ૨૦૬૫ ના જેઠ વદ - ૬, રવિવાર 
તારીખ ૧૪ જુન ૨૦૦૯



_____________________________________________________________________________________________

મારા સહધર્મચારિણી  જશોદાબેન



રામ ચરિત માનસમાં આવતી સ્તુતિ

તુલસીદાસ રચિત રામ ચરિત માનસમાં મુખ્યત્વે સાત સ્તુતિ છે, જે નીચે પ્રમાણે છે.
  1. બ્રહ્મા સ્તુતિ
  2. રામ જન્મ સ્તુતિ
  3. અહલ્યા સ્તુતિ
  4. ગિરિજા સ્તુતિ
  5. અત્રિ સ્તુતિ
  6. વેદ સ્તુતિ
  7. શિવ સ્તુતિ
બ્રહ્મા સ્તુતિ
બાલકાંડ – ૧૮૬
જય જય સુરનાયક જનસુખદાયક પ્રનતપાલ ભગવંતા l
ગો દ્વિજ હિતકારી જય અસુરારી સિંધુસુતા પ્રિય કંતા ll
પાલન સુર ધરની અદભૂત કરની મરમ ન જાનઈ કોઈ l
જો સહજ કૃપાલા દીનદયાલા કરઉ અનુગ્રહ સોઇ ll
હે દેવાધિદેવ, ભક્તોને સુખ આપવાવાળા, શરણાગતનું પાલન કરવાવાળા ભગવાન આપનો જય થાઓ. ગાયો અને બ્રાહ્મણોનું હિત કરવાવાળા, રાક્ષસોનો સંહાર કરવાવાળા, સમુદ્ર પુત્રી લક્ષ્મીના પ્રિય પતિ, દેવો અને ધરતીનું પાલન કરવાવાળા આપની લીલા અદભૂત છે એનો કો ઇ પાર પામી શકતું નથી. હે સહજ કૃપાળુ, દીન દયાળું અમારા ઉપર કૃપા કરો.
જય જય અબિનાસી સબ ઘટ બાસી બ્યાપક પરમાનંદા l
અબિગત ગોતીતં ચરિત પુનીતં માયારહિત મુકુંદા ll
જેહિ લાગિ બિરાગી અતિ અનુરાગી બિગત મોહ મુનિબૃંદા l
નિસિ બાસર ધ્યાવહિં ગુન ગન ગાવહિં જયતિ સચ્ચિદાનંદા ll
હે અવિનાશી, બધાના હ્નદયમાં વાસ કરનારા, સર્વવ્યાપક, પરમ આનંદ સ્વરૂપ, અજ્ઞેય, ઈન્દ્રીયોથી પર, પાવનકારી ચરિત્રવાળા, માયા રહિત, હે મુકુંદ આપનો જય થાઓ. જેનાં વૈરાગીઓ અને અત્યંત અનુરાગી, મોહથી સર્વથા મુક્ત, મુનિઓનાં વૃંદ દિવસરાત ધ્યાન કરે છે અને આપના ગુણોનું ગાન કરે છે એવા હે સચ્ચિદાનંદ આપનો જય થાઓ.
જેહિં સૃષ્ટિ ઉપાઇ ત્રિબિધ બનાઇ સંગ સહાય ન દૂજા l
સો કરઉ અઘારી ચિત હમારી જાનિઅ ભગતિ ન પૂજા ll
જો ભવ ભય ભંજન મુનિ મન રંજન ગંજન બિપતિ બરૂથા l
મન બચ ક્રમ બાની છાડિ સયાની સરન સકલ સુરજૂથા ll
જેમણે કોઈનો સંગ કર્યા વિના ત્રણ પ્રકારની સંષ્ટિની ઉત્પત્તિ કરી એવા હે પાપનાશક અમારા ઉપર દયા કરો. અમે આપની ભક્તિ કે પૂજા જાણતા નથી. જે જન્મમરણનો ભય ભાંગનારા, મુનિઓનાં મનને આનંદ આપનારા અને વિપત્તિઓના નાશ કરનારા છે તેમને નિષ્કપટ ભાવે મન, વચન અને કર્મથી સર્વે દેવોના સમૂહે શરણે આવ્યા છે.
સારદ શ્રુતિ સેષા રિષય અસેષા જા કહું કોઉ નહિં જાના l
જેહિ દીન પિઆરે બેદ પુકારે દ્રવઉ સો શ્રીભગવાના ll
ભવ બારિધિ મંદર સબ બિધિ સુંદર ગુન મંદિર સુખપુંજા l
મુનિ સિધ્ધ સકલ સુર પરમ ભયાતુર નમત નાથ પદકંજા ll
સરસ્વતી, વેદો, શેષનાગ અને બધા ઋષિઓમાં કોઈ તેમને જાણી શકતા નથી, જેમને દીન પ્રત્યે પ્રેમ છે એમ વેદો પોકારીને કહે છે એજ શ્રી ભગવાન અમારા ઉપર કરૂણા કરો. સંસારરૂપી સમુદ્રનું મંથન કરવા માટેના મંદરાચળ રૂપ, સર્વ પ્રકારે સુંદર સર્વ ગુણોના ધામ, સુખના ભંડાર, હે નાથ, આપના ચરણ કમળોમાં મુનિઓ, સિધ્ધિ અને બધા દેવો ભયથી અત્યંત વ્યાકુળ થઇને નમસ્કાર કરે છે.
જાનિ સભય સુર ભૂમિ સુનિ બચન સમેત સનેહ l
ગગનગિરા ગંભિર ભઈ હરિન સોક સંદેહ ll
દેવો અને પૃથ્વીને ભયભીત જાણીને અને તેમના પ્રેમ પૂર્ણ શબ્દો સાંભળીને શોક અને સંદેહને હરનારી ગંભીર આકાશવાણી થઈ.

રામ જન્મ સ્તુતિ
બાલકાંડ – ૧૯૨
ભએ પ્રગટ કૃપાલા દીનદયાલા કૌસલ્યા હિતકારી l
હર્ષિત મહતારી મુનિ મન હારી અદ્ભૂત રૂપ બિચારી ll
લોચન અભિરામા તનુ ઘનસ્યામા નિજ આયુધ ભુજ ચારી l
ભૂષન બનમાલા નયન બિસાલા સોભાસિંધુ ખરારી ll
માતા કૌસલ્યાનું હિત કરવાવાળા, કૃપાળુ પ્રભુ નારાયણ સ્વરુપે પ્રગટ થયા. તેમના અદ્ ભૂત અને મુનિઓના મનને હરિ લેનાર સ્વરુપનો વિચાર કરતાં માતાજી આનંદિત થઈ ગયાં. નેત્રોને આનંદ આપનરું એમનું ઘનશ્યામ શરીર હતું. ચાર ભુજાઓ અને ચારેય ભુજામાં એમનાં વિશિષ્ટ આયુધો ધારણ લરેલાં હતાં. દિવ્ય આભૂષણો અને વનમાળા ધારણ કરેલ હતા. વિશાળ નેત્રોવાળા, શોભાના સાગર, ખર નામના રક્ષસને હણનારા ભગવાન પ્રગટ થયા.
કહ દુઈ કર જોરી અસ્તુતિ તોરી કેહિ બિધિ કરૌં અનંતા l
માયા ગુન ગ્યાનાતીત અમાના બેદ પુરાન ભનંતા ll
કરૂના સુખ સાગર સબ ગુન આગર જેહિગાવહિ શ્રુતિ સંતા l
સો મમ હિત લાગી જન અનુરાગી ભયઉ પ્રગટ શ્રીકંતા ll
માતાજી બેઉ હાથ જોડીને કહેવા લાગ્યાં ” હે અનંત, હું આપની કેવી રીતે સ્તુતી કરું?
વેદો અને પુરાણો આપને માયા, ગુણ અને જ્ઞાનથી પર અને કોઈ માન કે પરિમાણ રહિત કહે છે.
આપ કરૂણા અને સુખના સાગર છો અને સર્વે ગુણોના ધામ છો એમ આપને માટે શ્રુતિઓ અને સંતો ગાય છે.
એ જ ભક્તો ઉપર પ્રેમ રાખવાવાળા લક્ષ્મીપતિ શ્રી ભગવાન મારા કલ્યાણ માટે પ્રગટ થયા છો.
બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિ બેદ કહૈં l
મમ ઉર સો બાસી યહ ઉપહાસી સુનત ધીરમતિ થિર ન રહૈં ll
ઉપજા જબ ગ્યાના પ્રભુ મુસુકના ચરિત બહુત બિધિ કીન્હ ચહૈ l
કેહિ કથા સુહાઈ માતુ બુઝાઈ જેહિ પ્રકાર પ્રેમ લહૈં ll
માતા પુનિ બોલી સો મતિ ડોલી તજહુ તાત યહ રૂપા l
કીજૈ સિસુલીલા અતિ પ્રિયસીલા યહ સુખ પરમ અનૂપા ll
સુનિ બચન સુજાના રોદન ઠાના હોઈ બાલક સુરભૂપા l
યહ ચરિત જે ગાવહિં હરિપદ પાદહિં તેન પરહિં ભવકૂપા ll
બિપ્ર ધેનુ સુર સંત હિત લીન્હ મનુજ અવતાર l
નિજ ઇચ્છા નિર્મિત તનુ માયા ગુન ગો પાર ll

અહલ્યા સ્તુતિ

બાલકાંડ ૨૧૧
ધીરજુમ્નકીન્હા પ્રભુ કહું ચીન્હા રઘુપતિ કૃપા ભગતિ પાઇ l
અતિ નિર્મલ બાનીં અસ્તુતિ થાની ગ્યાન ગમ્ય જય રઘુરાઈ ll
મૈં નારી અપાવન પ્રભુ જગ પાવન રાવન રિપુ જન સખદાઇ l
રાજીવ બોલોચન ભવ ભય મોચન પાહિ પાહિ સરનહિં આઈ ll
મુનિ શ્રાપ જો દીન્હા અતિ ભલ કીન્હા પરપ અનુગ્રહ મૈં માના l
દેખેઉં ભરિ લોચન હરિ મોચન ઈહઈ લાભ સંકર જાના ll
બિનતી પ્રભુ મોરી મૈં મતિ ભોરી નાથ માગઉં બર આના l
પદ કમલ પરાગા રસ અનુરાગા મમ મન મધુપ કરૈ પાના ll
જેહિં પદ સુરસરિતા પરમ પુનીતા પ્રગટ ભઇ સિવસીસધારી ll
સોઈ પદ પંકજ જેહિ પૂજત અજ મમસિર ધરેઉ કૂપાલહરી l
એહિભાતિ સિધારી ગૌતમ નારી બારબાર હરિ ચરન પરી ll
જો અતિ મન ભાવા સો બરૂ પાવા ગૈ પતિલોક આનંદ ભરી l
ગિરિજા સ્તુતિ
બાલકાંડ ૨૩૫
જય જય ગિરિબરરાજકિસોરી l જય મહેસ મુખ ચંદ ચકોરી ll
જય ગજબદન ષડાનન માતા l જગત જનનિ દામિનિ દુતિ ગાતા ll
નહિં તવ આદિ મધ્ય અવસાના l અમિત પ્રભાઉ બેદુ નહિં જાના ll
ભવભવ બિભવ પરાભવ કારિનિ l બિસ્વ બિમોહનિ સ્વબસબિહારિનિ ll
પતિદેવતા સુતીય મહું માતુ પ્રથમ તવ રેખ l
મહિમા અમિત ન સકહિં કહિ સહસ સારદા સેષ ll
સેવત તોહિ સુલભ ફલ ચારી l બરદાયની પુરારિ પિઆરી ll
દેબિ પુજિ પદ કમલ તુમ્હારે l સુર નર મિનિ સબ હોહિ સુખારે ll
મોર મનોરથુ જાનહુ નીકેં l બસહુ સદા ઉર પુર સબહી કેં ll

અત્રિ સ્તુતિ

અત્રિ મુનિએ રામની સ્તુતિ કરી છે, જે અત્રિ સ્તુતિ કહેવાય છે. આ સ્તુતિ ગુરુવારે ગવાય તો તેનો વિષેશ મહિમા છે.
અરણ્યકાંડ ૪
નમામિ ભક્ત વત્સલં l કૃપાલુ શીલ કોમલં ll
ભજામિ તે પદાંબુજં l અકામિનાં સ્વધામદં ll
નિકામ શ્યામ સુંદર l ભવામ્બુનાથ મંદરં ll
પ્રફુલ્લ કંજ લોચનં l મદાદિ દોષ મોચનં ll
પ્રલંબ બાહુ વિક્રમં l પ્રભોડપ્રમેય વભવં ll
નિષંગ ચાપ સાયકં l ધરં ત્રોલોક નાયકં ll
દિનેશ વંશ મંડનં l મહેશ ચાપ ખંડનં ll
મુનીંદ્ર સંત રંજનં l સુરારિ વૃંદ ભંજનં ll
મનોજ વૈરિ વંદિતં l અજાદિ દેવ સેવિતં ll
વિશુધ્ધ બોધ વિગ્રહં l સમસ્ત દૂષણાપહં ll
નમામિ ઇંદિરા પતિં l સુખાકરં સતાં ગતિ ll
ભજે સશક્તિ સાનુજં l શચી પતિ પ્રિયાનુજં ll
ત્વદઘ્રિ મૂલ યે નરાઃ l ભજંતિ હીન મત્સરાઃ ll
પતતિ નો ભવાર્ણવે l વિતર્ક વાચિ સકુલે ll
વિવિક્ત વાસિન સદા l ભજંતિ મુક્તયે મુદા ll
નિરસ્ય ઇં દ્રિયાદિકં l પ્રયાંતિ તે ગતિ સ્વકમ્ ll
તમેકમદ્ ભુતં પ્રભું l નિરીહમીશ્વરં વિભું ll
જગદ્ ગુરૂ ચ શાશ્વતં l તુરીયમેવ કેવલં ll
ભજામિ ભાવ વલ્લભં l કુયોગિન સુદુર્લભં ll
સ્વભક્ત કલ્પ પાદપં l સમં સુસેવ્યમન્વહં ll
અનૂપ રૂપ ભૂપતિ l નતોડહમુર્વિજા પતિં ll
પ્રસીદ મે નમામિ તે l પદાબ્જ ભક્તિ દેહિ મે ll
પઠંતિ યે સ્તવં ઇદં l નરાદરેણ તે પદં ll
વ્રજંતિ નાત્ર સંશયં l ત્વદીય ભક્તિ સંયુતાઃ ll
બિનતિ કરિ મુનિ નાઇ સિરૂ કહ કર જોરિ બહોરિ l
ચરન સરોરૂહ નાથ નજિ કબહું તજૈ મતિ મોરિ ll
વેદ સ્તુતિ
ઉત્તરકાંડ ૧૩
જય સુન નિર્ગુન રૂપ રૂપ અનુપ ભુપ સિરોમને l
દસકંધરાદિ પ્રચંડ નિસિચર પ્રબલ ખલ ભુજ બલ હને ll
અવતાર નર સંસાર ભાર બિભંજિ દારૂન દુઃખ દહે l
જય પ્રનતપાલ દયાલ પ્રભુ સંજુક્ત સક્તિ નમામહે ll
તવ બિષમ માયા બસ સુરાસુર નગ નર અગ જગ હરે l
ભવ પંતહ ભ્રમત અમિત દિવસ નિસિ કાલકર્મગુનનિભરે ll
જે નાથ કરિ કરૂના બિલોકે ત્રિબિધ દુઃખ તે નિર્બહે l
ભવ ખેદ છેદન દચ્છ હમ કહું રચ્છ રામ નમામહે ll
જે ગ્યાન માન બિમત્ત તવ ભય હરનિ ન આદરી l
તે પા ઇ સુર દુર્લભ પદાદપિ પરત હમ દેખત હરી ll
બિસ્વાસ કરિ સબ આસ પરિહરિ દાસ તવ જે હો ઈ રહે l
જપિ નામ તવ બુનુ શ્રમ તરહિમ ભવનાથ સો સમરામહે ll
જે ચરન સિવઅજ પૂજ્યરજ સુબ પરસિમુનિપતિની તરી l
નખ નિર્ગતા મુનિ બંદિતા ત્રૈલોક પાવનિ સુઅસરી ll
ધ્વજ કુલિસ અંકુસ કંજ જુત બન ફિરત કંટક કિન લહે l
પદ કંજ દ્વંદ મુકુંદ રામ રમેસ નિત્ય ભજામહે ll
અબ્યક્ત મૂલમનાદિ તરૂ ત્વચ ચારિ નિગમાગમ ભને l
ષટ કંધ સાખા પંચ બીસ અનેક પર્ન સુમન ધને ll
ફલ જુગલ બિધિ કટુ મધુર બેલિ અકેલિ જેહિમ આશ્રિત રહે l
પલ્લવત ફૂલત નવલ નિત સંસાર બિપટ નમામહે ll
જે બ્રહ્મ અજમદ્વૈત મનુભવગમ્ય મનપર ધ્યાવહીં l
તે કહહું જાનહું નાથ હમ તવ સગુન જસ નિત ગાવહીં ll
કરૂનાતનય પ્રભુ સદ્ ગુનકર દેવ યહ બર માગહીં l
મન બચન કર્મ બિકાર તજિ તવ ચરન હમ અનુરાગહીં ll
સબ કે દેખત બેદન્હ બિનતી કીન્હ ઉદાર l
ાંતર્ધાન ભએ પુનિ ગએ બ્રહ્મ આગાર ll
બૈનતેય સુનુ સંભુ તબ આઅએ જહં રઘુબીર l
બિનય કરત ગદગદ ગિરા પુરિત પુકલક સરીર ll

શિવ સ્તુતિ
ઉત્તરકાંડ ૧૪
જયરામરમારમનં સમનં, ભવ તાપ ભયાકુલ પાહિ જનં l
અવધેસ સુરેસરમેસ બિભો, સરનાગત માગત પાહિ પ્રભો ll
દસસીસ બિનાસન બીસ ભુજા કૃત દૂરિ મહા મહિ ભૂરિ રૂજા l
રજનીચર બૃંદ પતંગ રહે l સર પાવક તેજ પ્રચંડ દહે ll
મહિ મંડલ મંડન ચારૂતર l ધૃત સાયક ચાપ નિષંગ બરં l
મદ મોહ મહા મમતા રજની l તમ પુંજ દિવાકર તેજ એની ll
મનજાત કિરાત નિપાત કિએ l મૃગ લોગ કુભોગ સરેન હિએ l
હતિ નાથ અનાથનિ પાહિ હરે l બિષયા બન પાવંર ભૂલિ પરે ll
બહુ રોગ બિયોગન્હિ લોગ હએ l ભવદંન્ઘિ નિરાદર કે ફલ એ l
ભવ સુંધુ અગાધ પરેનર તે l પદ પંકજ પ્રેમ ન જે કરતે ll
અતિ દીન મલીન દુઃખી નિતહીં l જિન્હકે પંકજ પ્રીતિ નહીં l
અવલંબ ભવંત કથા જિન્હ કેં l પ્રિય સંત અનંત સદા તિન્હકેં ll
નહિં રાગ ન લોભ ન માન મદા l તિન્હ કેં સમબૈભવવા બિપદા l
એહિ તે તવસેવક હોત મુદા l મુનિ ત્યાગત જોગ ભરોસ સદા ll
કરિ પ્રેમનિરંતર નેમ લિએં l પદ પંકજ સેવત સુદ્ધ હિએં l
સમ માનિ નિરાદર આદરહિ l સબ સંત સુખીબિચરંત મહી ll
મુનિ માનસ પંકજ ભૃંગ ભજે l રઘુબીર મહા રનધીર અજે l
તવ નામ જપામિ નમામિ હરી l ભવરોગ મહાગદ માન અરી ll
ગુન સિલ કૃપા પરમાયતનં l પ્રનમામિ નિરંતર શ્રીરમનં l
રઘુનંદ નિકંદય દ્વંદ્વઘનં l મહિપાલ બિલોકય દીન જનં ll
બાર બાર બર માગઉં હરષિ દેહુ શ્રીરંગ l
પદ સરોજ અનપાયની ભગતિ સદા સતસંગ ll
બરનિ ઉમાપતિ રામ ગુન હરષિ ગએ કૈલાસ l
તબ પ્રભુ કપિન્હ દિવાએ સબ બિધિસુખ પ્રદ બાસ ll

Sunday, January 9, 2011

પરમાત્માની અણમોલ ભેટ અને પ્રાર્થના

ત્રણ વાનાં મુંજને મળ્યાં….

હૈયું , મસ્તક ને હાથ….

બીજું કશું જ ન માગું ….

બહું જ દઈ દીધું નાથ.

…………………..કવિ ઉમાશંકર જોશી

કવિ પરમ પરમાત્માને કહે છે કે હે પરમાત્મા તેં મને હૈયું, હાથ અને મસ્તક્ની અણમોલ ભેટ આપી છે. મારે હવે બીજું કંઈ જ જોઈતું નથી. તારી આ અણમોલ ભેટનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો અને કેવી રીતે આનંદમાં રહી તને યાદ કરવો તે શીખવ.

પૂજ્ય રમેશભાઈ ઓઝાએ ઉપરોક્ત પંક્તિઓનો ઉલ્લેખ હનુમાન જન્મ નિમિત્તે યોજયેલી તારીખ ૨૭ એપ્રિલ ૨૦૦૮, રવિવારના રોજની રામ કથામાં પણ કર્યો હતો તેમજ હૈયું, મસ્તક અને હાથ તેમજ તેના સાંકેતિક સંદર્ભ અને તેના અર્થો દ્વારા સમજણ આપી હતી. તેમણે સમજાવેલ સંદર્ભ નીચે મુજબ છે.

પરમાત્માએ આપેલા મસ્તકમાં બુધ્ધિ હોય છે, વિચાર કરવાની શક્તિ હોય છે. બુધ્ધિને જ્ઞાન પણ કહી શકાય. જ્ઞાની માણસ સુવિચાર ધરાવે છે. આમ મસ્તકની આપણને મળેલી અણમોલ ભેટને જ્ઞાન યોગની ભેટ પણ કહી શકાય.
પરમાત્માએ આપેલ હૈયામાં એટલે કે દિલમાં ભાવ પેદા થાય છે. હૈયું ભાવના શિલ હોય છે. હૈયામાં રહેલ ભાવ શુધ્ધ હોય તો તે સારા કાર્ય કરવા પ્રેરણા આપે . હૈયાના શુધ્ધ ભાવ ભક્તિ યોગ છે.
પરમાત્માએ આપેલ હાથ કાર્ય કરવા માટે છે. જો હૈયામાં શુધ્ધ ભાવ હોય તો જ હાથ સારાં કાર્યો કરે, સત્ કર્મ કરવા પ્રેરાય. આવા સત્ કર્મ કરતા હાથ કર્મ યોગ છે.
આમ આપણને ભગવાને મસ્તક દ્વારા જ્ઞાન યોગ, હૈયા દ્વારા ભક્તિ યોગ અને હાથના સત્ કર્મો દ્વારા કર્મ યોગની અણમોલ ભેટ આપી છે.
આમ જો માણસમાં શુધ્ધ ભાવ હોય, સુવિચાર હોય અને સત્ કર્મ હોય તો જ તે સારો માણસ બની શકે, ચારિત્રવાન બની શકે.આમ જો હૈયાના શુધ્ધ ભાવ, મનના સુવિચાર અને હાથના સત્ કાર્યોનો સમન્વય થાય તો જ તેનું ઘણું સારું તેમજ સમસ્ત વિશ્વનું કલ્યાણ થાય તેવું પરિણામ આવે.

Actions, Emotions and Thoughts together form a good character.
વિશ્વમાં યુધ્ધની શરુઆત માણસના મનથી થાય છે.તેથી જો વિશ્વને યુધ્ધ રહિત કરવું હોય તો પ્રથમ માણસના મનને શુધ્ધ કરવું પડે. શુધ્ધ મન જ યુધ્ધ નિવારી શકે.

આદિ ગુરુ શંકરાચાર્ય ભગવાન વિવેક ચૂડામણિમાં કહે છે કે ત્રણ વસ્તું દૂર્લભ છે.
૧ માનવ શરીર
૨ સંત સમાગમ
૩ મુમુક્ષત્વ

દુર્લભં ત્રયમેવૈતદ્ દેવાનુગ્રહહેતુકમ્ l

મનુષ્યત્વં મુમુક્ષુત્વં મહાપુરુષસંશ્રયઃ ll

અર્થાત દેવોની કૃપાને કારણે જ મળી શકે એવાં આ ત્રણ દુર્લભ છે-મનુષ્ય હોવું, મોક્ષ મેળવવાની ઈચ્છા હોવી અને મહાપુરુષ સાથેનો સત્સંગ.

આપણને માનવ શરીરની અણમોલ ભેટ પરમાત્માએ આપી આપણા ઉપર અનહદ કૃપા કરી છે.

અહીં મનુષ્ય જન્મ મળવો એ ઈશ્વરની કૃપાનું પરિણામ છે. પણ માત્ર સ્થૂલ અર્થમાં મનુષ્ય હોવું એ પુરતું નથી. પરંતુ મનુષ્ય જન્મની સાચી સાર્થકતા સમજીને તેનો ઉપયોગ પરલોક સુધારવા માટે કરવો અને જીવન ચરિતાર્થ કરવું.

ગોસ્વામી તુલસીદાસજીએ ઉત્તરકાંડમાં લખ્યું છે કે
બડેં ભાગ માનુષ તનુ પાવા l
સુર દુર્લભ સબ ગ્રંથન્હિ ગાવા ll
સાધન ધામ મોચ્છ કર દ્વારા l
પાઇ ન જેહિં પરલોક સંવારા ll

મનુષ્ય દેહ મળ્યો છે એ બહું મોટા ભાગ્યની વાત છે. બધા મહા ગ્રંથોએ ગાયું છે કે મનુષ્ય દેહ દેવોને પણ દુર્લભ છે. આ દેહ સાધન માટેનું ધામ અને મોક્ષનું દ્વાર છે.આ દેહ પરલોક સુધારવા માટે મળ્યો છે.આ દેહની પ્રાપ્તિ પછી પણ જો માનવ તેનો પરલોક ન સુધારે તો એ પરલોકમાં દુઃખી થઈ પસ્તાય છે અને માથું કૂટે છે તેમજ કાળ, કર્મ અને ઈશ્વરને વ્યર્થ દોષ દે છે.

એક અજ્ઞાત સંતે પ્રાર્થના વિશે લખ્યું છે કે……

“કશાયની ચિંતા કરશો નહિં, એના બદલે દરેક વિષયમાં પ્રાર્થના કરો. તમારી શી જરુરિયાત છે એની પ્રભુને જાણ કરો અને આભાર માનવાનું ભૂલશો નહિં. આટલું કરશો તો તમને સાચી શાંતિનો અનુભવ થશે, જેની દુનિયાને ખબર જ નથી.”

પરમાત્મા કેટલો દૂર છે એવો પ્રશ્ન દરેકને થાય જ. પરંતુ વિચાર વમળમાં પડ્યા વગર એટલું જ યાદ રાખવાનું કે એ તો એક પ્રાર્થના જેટલો જ દૂર છે.

તુકારામે તો કહ્યું છે કે “પ્રભુ તો તમારી પ્રાર્થનાનો જવાબ આપવા તત્પર જ હોય છે. પરંતુ પ્રાર્થના સાચા હ્નદયથી કરેલી હોવી જોઈએ અને પ્રાર્થનાનો હેતુ માત્ર સ્વાર્થ ન હોવો જોઈએ.”

કદાચ ઈશ્વર તરફથી તત્કાળ જવાબ ન મળે તો એનો અર્થ એ નથી કે ભગવાન ઊંઘી ગયા છે અથવા તો તેને લોકોની કે તમારી પરવા નથી. જવાબ ન મળે એનો અર્થ એ થઈ શકે કે હજુ રાહ જુઓ !, હજુ સમય પાક્યો નથી.

કેટલાક સંતો તો કહે છે કે તમે એક ડગલું ઈશ્વર તરફ ભરો છો ત્યારે ઈશ્વર સો ડગલાં તમારા તરફ ભરે છે.

ઊર્જાઓ અનેક પ્રકારની છે પણ એમાંથી કોઇ ઊર્જા પ્રાર્થાનાની ઉર્જાની તોલે ન આવે. મુક્ત આનંદના શબ્દોમાં જ્યારે આપણે ઓછામાં ઓછા શવ્દોની પ્રાર્થના દ્વારા અથવા તો મૌન દ્વારા ઈશ્વર સાથે હ્નદયથી એકાકારા થઈએ છીએ ત્યારે શક્તિમ શાંતિ, પ્રેમ અને સમૃધ્ધિના એક વિરાટ પાવરહાઉસ સાથે આપણે સંપર્ક કરીએ છીએ.

વાણી ગુણાનુકથને શ્રવણો કથાયામ હસ્તો ચ કર્મસુ મનઃ તવ પાદયોઃ નઃ l

સ્મૃત્યાં શિરઃ ત્વનિવાસ જગત્પ્રણામે દ્રષ્ટિ સતાં દર્શને અસ્તુ ભવત તનૂનામ ll

…………………………………………………………………. શ્રી મદ ભાગવત

હે પ્રબુ ! અમારી વાણી તમારા ગુણોનું સ્તવન કરો, અમારા કાન તારી કથાઓનું શ્રવણ કરો, અમારા હાથ તારાં સેવાકર્મો કરો, અમારું મન તારાં ચરણોના ચિંતનમાં રહો. અમારું શિર તારા નિવાસ સ્થાનરૂપ જગતને પ્રણામ કરવામાં રહો, અમારી દ્રષ્ટિ તારી મૂર્તિરૂપ સંતોના દર્શનમાં રહો.

વિપદો નૈવ વિપદઃ સંપદો નૈવ સંપદઃ l

વિપદ વિસ્મરણં વિષ્ણોઃ સંપન્ન નારાયણસ્મૃતિઃ ll

વિપત્તિ એ વિપત્તિ નથી અને સંપત્તિ એ સંપત્તિ નથી. વિષ્ણુનું નામ ભૂલી જવું એ વિપત્તિ છે અને નારાયણનું નામ યાદ રહેવું એ સંપત્તિ છે.

********

માગવાનું કહે છે,

તો માગું છુ હે પ્રભુ,

દઇ દે મન એવું,

કે ના માગે એ કશું !

………વિપિન પરીખ

********

હે પરમ કૃપાળુ પરમાત્મા

સંજોગો વિકટ હોય ત્યારે ,

સુંદર રીતે કેમ જીવવું તે મને શીખવ .

બધી બાબતો અવળી પડતી હોય ત્યારે ,

હાસ્ય અને આનંદ કેમ ટકાવી રાખવા તે મને શીખવ.

પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ,

ત્યારે શાંતિ કેમ ટકાવી રાખવી તે મને શીખવ.

કઠોર ટીકાઓનો વરસાદ વરસે ,

ત્યારે મારા ખપનું કેમ ગ્રહણ કરવું તે મને શીખવ .

ચારે બાજુંથી મુશ્કેલીઓ ઘેરી વળે ,

શ્વધ્ધા ડગુંમગું થઈ જાય ,

નિરાશાની ગતામાં મન ડૂબી જાય ,

ત્યારે ધીરજ અને શાંતિથી

તારી કૃપાની પ્રતિક્ષા કેમ કરવી તે મને શીખવ.

************

પ્રાર્થના કરવી એટલે ફરી ફરી શબ્દો ઊચ્ચારવા એમ નથી. પ્રાર્થના એટલે પરમાત્મા સાથે ગોષ્ઠી, પરમાત્માનું ચિંતન, પરમાત્માનો અનુંભવ……સ્વામી રામતીર્થ

પ્રાર્થના માંગણી નથી, આત્માની ઝંખના છે. પ્રાર્થના નવરાશની પળોનું ડોશીમાનું મનોરંજન નથી પણ પ્રાર્થના અંતરનું પરમાત્મા સાથેનું જોડાણ છે……ગાંધીજી

પ્રાર્થના તો આત્માનો ખોરાક છે, પરમાત્મા સુધી જવાની કેડી છે, આપણી કાલીઘેલી વાતોને પરમાત્માને જાણ કરવા માટેનો રસ્તો છે. સાચા મનથી અને નિખાલસ ભાવે તેમજ સંપૂર્ણ વિશ્વાસ રાખી કરેલી પ્રાર્થનાને પરમાત્મા જરુર સાંભળે છે. પ્રાર્થના દ્વારા અસત્યમાંથી સત્ય તરફ, અંધકારમાંથી પ્રકાશમાં, મૃત્યુમાંથી અમૃતમાં જવા માટેનું દૈવી બળ પ્રાપ્ત થાય છે. પ્રાર્થના દ્વારા અંતઃકરણ પવિત્ર થાય છે. અને અંતઃકરણ પવિત્ર થવાથી સદ ભાવના અને શુભ નિષ્ઠા પેદા થાય છે, સત કાર્યો કરવા મન પ્રેરાય છે, જીવના વળાંકની શરુઆત થાય છે. જીવનની મલિનતાઓ, દૂર્ ગુણો, અનિષ્ટ તત્વો, વિકૃતિઓ વિગેરેને દૂર કરવા માટે સાચા હદયથી નિખાલસ ભાવે કરેલી પ્રાર્થના અમોઘ ઔષધ સમાન છે. આમ પ્રાર્થના નવજીવનની સંજીવની છે.જીવન જ્યોત માટે, જીવન જે હેતુ માટે મળ્યું છે તે હેતુ ચરિતાર્થ કરવા માટે પ્રાર્થના અનિવાર્ય છે.પવિત્ર હદયમાંથી નીકળેલા પ્રાર્થનાના શબ્દો ક્યારે ય વ્યર્થ જતા નથી.નિખાલસ ભાવથી અને સાચા મનથી કરેલી પ્રાર્થનાથી આપણેને આપણા કર્તવ્યનો ખ્યાલ આવે છે અને આપણે કર્તવ્ય પરાયણ બની સાચા કર્મો કરવા પ્રયત્નશીલ બનીએ છીએ. અને આમ સાચુ કર્તવ્ય જ પ્રાર્થના બની જાય છે. પ્રાર્થના એટલે ભગવાન સાથે શ્રધ્ધા અને વિશ્વાસ પૂર્ણ રીતે કરેલો ભાવાત્મક સંવાદ.

પ્રાર્થના કોઈ મંદિરમાં કે મસ્જિદ કે અન્ય કોઈ ધાર્મિક સ્થળે જઈ નમન કરવામાં સમાઇ જતી નથી. પ્રાર્થના એ તો અંતઃકરણમાંથી નીકળતા શબ્દો છે, અંતઃકરણની આરઝૂ છે, જે બીજાને સંભળાવવા માટે નથી પણ પરમ તત્વને યાદ કરી તેણે આપણા ઉપર કરેલી કૃપા માટે તેનો હ્નદય પૂર્વકનો આભાર માનવા માટેની યાચના છે.

પ્રાર્થના એ તો ઈશ્વર સાથે સધાતો સંવાદ છે અને આવો સંવાદ જરુર પરિણામદાયી રહે છે.

************************

અસત્યો માંહેથી પ્રભુ

પરમ સત્યે તું લઈ જા

ઊંડા અંધારેથી પ્રભુ

પરમ તેજે તું લઈ જા,

મહા મૃત્યુમાંથી અમૃત

સમીપે તું લઈ જા

તું હીણો હું છું તો

તુજ દર્શનના દાન દઈ જા

************************
ઓ ઈશ્વર ભજીએ તને

મોટું છે તુજ નામ

ગુણ તારા નિત ગાઈએ

થાય અમારા કામ

હેત લાવી હસાવ તું

સદા રાખ દિલ સાફ

ભૂલ કદી કરીએ અમે

તો પ્રભુ કરજે માફ.

પ્રભુ એટલું આપજો,

કુટુંબ પોષણ થાય;

ભૂખ્યા કોઈ સુવે નહીં,

સાધુ સંત સમાય.

અતિથિ ભોંઠો ના પડે,

આશ્રિત ના દુભાય,

જે આવે મમ આંગણિયે,

આશિષ દેતો જાય.

****************

મંગલ મંદિર ખોલો,
દયામય ! મંગલ મંદિર ખોલો !
જીવન વન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઊરમાં લ્યો, લ્યો;
દયામય ! મંગલ મંદિર ખોલો !
નામ મધુર તમ રટ્યો નિરંતર,
શિશુ સહ પ્રેમે બોલો;
દિવ્ય તૃષાતુર આવ્યો બાળક,
પ્રેમ અમીરસ ઢોળો…..
દયામય ! મંગલ મંદિર ખોલો !
——-નરસિંરાવ દિવેટિયા

* * * * * * * *

તેજઃ અસ્તિ તેજઃ મયિ ધેહિ

વીર્યમ અસિ વીર્ય મયિ ધેહિ

બલમ અસિ, બલમ મયિ ધેહિ

ઓજઃ અસિ ઓજઃ મયિ ધેહિ

મન્યુઃ અસિ મન્યુ મયિ ધેહિ

સહઃ અસિ સહઃ મયિ ધેહિ

……………..યજુર્વેદ

તું તેજરૂપ છો મને તેજ આપ,

તું વીર્યરૂપ છો મને વીર્યવાન બનાવ,

તું બળરૂપ છો મને બળવાન બનાવ,

તું ઓજસ છો મને ઓજસ્વી બનાવ,

તું પુણ્યપ્રકોપ છો મને પુણ્યપ્રકોપ આપ,

તું સહિષ્ણું છો મને સહિષ્ણુતા આપ..

********

અમને કલ્યાણકારી કર્મ સર્વ દિશાઓમાંથી પ્રાપ્ત થતાં રહો.

********

હે મા, તારો આ બાળ દુનિયાના પ્રલોભનોથી મોહાઈને તને ભૂલી ન જાય એવું કરજે.

સુવર્ણ કે વાસનાની મોહજાળ મને કદી ખેંચી ન જાય એવું કરજે.

……………………….રામકૃષ્ણ પરમહંસ

********

હે દિવ્ય સ્વામી, એવું કરો કે, હું આશ્વાસન મેળવવા નહિં, આપવા ચાહું.

મને બધા સમજે એ કરતાં હું બધાને સમજવા ચાહું.

મને કોઈ પ્રેમ આપે, એ કરતાં હું બધાને પ્રેમ આપવા ચાહું. ………………………….સંત ફ્રાન્સિસ

********

હે પ્રભુ, જે લોકોને કોઈ પ્રેમ નથી કરતું એવા લોકો વિશે અમને વિચારતાં શીખવો.

બીજાઓના દુઃખથી અમારાં હ્નદયને ઘાયલ કરો. ……………………રાઉલ ફિલેરો

********

હે પ્રભુ, ચારે બાજુથી મુશ્કેલીઓ ઘેરી વળે,

શ્રધ્ધા ડગુમગું થઈ જાય,

નિરાશાની ગર્તામાં મન ડૂબી જાય

ત્યારે ધૈર્ય અને શાંતિથી

તારી કૃપાની પ્રતીક્ષા કેમ કરવી

તે મને શીખવ.

…………………………..કુંદનિકા

********************

(મને પ્રાર્થનાના શબ્દોની ખબર નથી અને પ્રશંસા કેમ કરવી તે હું જાણતો નથી. રજુઆતની રીત પણ આવડતી નથી. હું તો માત્ર એટલું જાણું છું કે તું ખુદા છે.) ઈશ્વરના અસ્તિત્વ વિશે શંકા કરનારના જીવનમાં ક્યારેક કોઇ ક્ષણ જરૂર એવી આવી જાય છે, જ્યારે તે આસ્તિક બની જાય છે. કુદરતે માણસને સંપૂર્ણતા બક્ષી નથી. એનામાં એણે અધૂરપ રહેવા દીધી છે. આ મર્યાદાને સ્વીકારી ચાલનારાને આપણે આસ્તિક કહીએ છીએ. મર્યાદાઓ સાથે સંપૂર્ણતા તરફની યાત્રા જીવન છે. અપૂર્ણમાંથી સંપૂર્ણને પામવાનું લક્ષ્ય પ્રાર્થના છે. ઈશ્વર એટલે પ્રકૃતિ. તે અખંડ છે, સંપૂર્ણ છે. એનું રટણ-એની બંદગી કરતાં કરતાં પૂર્ણત્વનો-અસીમતાનો ક્ષણિક સાક્ષાત્કાર થવો તે પણ એક દિવ્ય અનુભૂતિ બની રહેતી હોય છે.

પ્રાર્થનામાં શરણાગતિ હોય છે, માગણી નહીં, તે વિનંતી છે, તકાજો નહીં. પ્રાર્થનાને ભાવ સાથે નિસબત છે, કોરા શબ્દો સાથે નહીં. શબ્દોનું પથ્થર જેવું છે. પથ્થરમાં નિશ્વિત આકાર મળે, શ્રદ્ધા ભળે ત્યારે એમાં ઈશ્વરના દર્શન થાય. શબ્દમાં ભાવ ઉમેરાય એટલે એ પ્રાર્થના બની જાય છે. શબ્દ સીમિત છે, પણ ભાવ અનંત. શબ્દ મનુષ્યે સર્જ્યો, ભાવ પ્રકૃતિની દેણ છે. હૃદયમાંથી ન પ્રગટયા હોય તેવા શબ્દો પ્રાર્થનાની ઊંચાઇ પ્રાપ્ત કરી શકતા નથી. ગાંધીજીએ કહ્યું છે, Prayer needes no speech.

સમુદ્ર ઊછળે છે. એના જળરાશિમાંથી છુટું પડેલું બિંદુ તે જીવ. બિંદુ સમુદ્રમાંથી અલગ થઇ ફરી સમુદ્રમાં સમાઇ જાય છે. છુટા થઇ ફરી ભળી જવા વચ્ચેનો ગાળો તે જીવન. બિંદુમાં સમુદ્ર હોય જ છે પણ ક્ષણ બે ક્ષણ માટે એ પ્úથક્ ભાસે છે. બિંદુનું વલણ સમુદ્રમાં એકરૂપ થઇ જવાનું હોય છે. આ વલણ તે જ પ્રાર્થના.

ઉપરવાળા સાથે હૃદયના તાર જોડાય છે ત્યારે માણસનો ‘સ્વ’ ભૂલાઇ-ભૂંસાઇ જાય છે. પોતે ક્યાં છે - શું છે તે વિશે પણ એ બેખબર બની જાય છે. આ બેખબર બનવાની ક્ષણો તે પ્રાર્થના. મંદિર-મસ્જિદમાં ન હોઇએ ત્યારે આવી બેખબર બનવાની ક્ષણો અનાયાસે સર્જાતી હોય છે. કોઇ અજ્ઞાત શાયરનો શેર છે, આદમ મો ખુદા મત કહો, આદમ ખુદા નહીં, લેકિન ખુદા કે નૂર સે આદમ જુદા નહી.

પ્રાર્થના બધા કરે છે પણ ખુદા સાથે કોઇકનો જ તાર જોડાય છે એનું કારણ એટલું કે ઘણુંખરું પ્રાર્થનામાં કોઇ માગણી હોય છે અથવા તો એ હાથ જોડવા અને મસ્તક નમાવવા પૂરતી યાંત્રિક પ્રક્રિયા બની જતી હોય છે. યાસ યગાના ચંગેજીનો એક શેર છે, સજદા વો ક્યા કે સર કો ઝુકાકર ઉઠા લિયા, બંદા વો હૈ જો બંદા હો, બન્દાનુમા ન હો (આ તે કેવી પ્રાર્થના કે માથું નમાવી ઉઠાવી લીધું, સાચો ભક્ત એ છે જે ભક્ત હોવાનો દેખાવ ન કરે.)

kalash@guj.bhaskarnet.com

અક્ષયપાત્ર, બકુલ દવે

******************
Daily Prayer

ॐ सह नाववतु,
सह नौभुन्क्तु,
सह वीर्यम करवावहै l
तेजस्विनावधीतमस्तु,
मा विद्विषावहै ll
ओम शांतिः शांति शांति
Om ! May Lord protect us,
May He causes us to enjoy,
May we exert to-gather.
May our studies be through and faithful,
May we never quarrel with each other.
Om Peace, Peace, Peace

***********
ॐ सर्वे भवन्तु सुखिनः l
सर्वे सन्तु निरामयाः l
सर्वे भद्राणि पश्यन्तु l
मा कश्चित् दुःखभाग्भवेत l
ॐ शांति शांति शांति
May everybody be happy.
May everybody be free from diseases.
May everybody have good luck.
May none fall on evil days.
Om, Peace, Peace, Peace

************

અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા,
મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા,
તુંહીનો છું તો તુજ દર્શનના દાન દઈ જા.

******************


“યોગશ્ચિત્તવૄત્તિનિરોધઃ” - ચિત્તવૄત્તિ રુપી વળગણનો અસ્વીકાર એટલે યોગ.
“અભ્યાસ વૈરાગ્યાભ્યાં તન્નિરોધઃ – “અભ્યાસ અને વૈરાગ્યથી ચિત્તવૄત્તિનું શમન થઇ શકે છે.


******
.





Saturday, January 8, 2011

માનસ ઔષધ

રામ કથા - ૬૯૩

વ્યાસાસન - પૂજ્ય મોરારી બાપુ

માનસ ઔષધ

શ્રી ભારતીય વિદ્યા ભવન

અંધેરી (W)

મુંબઈ

તારીખ ૦૮ જાન્યુઆરી, ૨૦૧૧ થી તારીખ ૧૬ જાન્યુઆરી, ૨૦૧૧

મુખ્ય ચોપાઈ

દેખા સૈલ ન ઔષધ ચીન્હા l

સહસા કપિ ઉપારિ ગિરિ લીન્હા ll

તુરત બૈદ તબ કીન્હિ ઉપાઈ l

ઉઠિ બૈઠે લછિમન હરષાઈ ll

લંકાકાંડ ૫૮, ૬૧

જે પર્વત સુષેણે કહ્યો હતો એ જોઈ વળ્યા પણ ઔષધી ઓળખાઈ નહીં આથી હનુમાનજીએ તરત આખો પર્વત ઉપાડી લીધો. પછી વૈદ્યે ઉપાય કર્યો એટલે લક્ષ્મણજી હસતા હસતા બેઠા થયા.

શનિવાર, તારીખ ૦૮ જાન્યુઆરી, ૨૦૧૧

રામ ચરિત માનસ સ્વયં વૈદ્ય છે.

કામ, ક્રોધ, લોભ મહા રોગ છે.

કામ બાત કફ લોભ અપારા l

ક્રોધ પિત નિત છાતી જારા ll

................ ઉત્તરકાંડ ૧૨૦/૩૦

( કામ એ વાત છે, લોભ એ અપાર કફ છે, અને ક્રોધ એ રોજ છાતીમાં દાહ પેદા કરનાર પિત છે.)

કામ વાયુ છે.

લોભ કફ છે.

ક્રોધ પિત છે.

વાત, પિત અને કફનું સંતુલન બગડે એટલે રોગ થાય.

બુરો પ્રિત કો પંથ,
બુરો જંગલ કો બાંસો,
નાર કો નેહ બુરો,
બુરો મુરખ કો હાંસો

બુરી સમુકી સેવા,
બુરો ભગીની ઘર ભાઈ,
બુરી નાર કુલક્ષ,
બુરો સાસ ઘર જમાઈ

બુરો પેટ પંપાળ હે,
બુરો સરન મેં ભાદનો,
કવિ ગંગ કહે સુન હે શાહ અકબર,
સબસે બુરો હે માંગનો

..................... કવિ ગંગ

પ્રેમનો માર્ગ કઠિન છે.

બાલકાંડનો રોગ સંદેહ છે. સતી વિ. ઘણા બધાને સંદેહ થાય છે.

અયોધ્યાકાંડમાં કામના રોગથી વિપરીત ઘટના બને છે.

દશરથ રાજાનો કૈકેયી પ્રત્યેનો કામ વિપરીત ઘટનાને આકાર આપે છે.

જેને કામ રૂપી સર્પ ડંશ મારે તેને વાસના રૂપી વસ્તુ પણ મીઠી લાગે. જેને સાપ કરડે તેને લીમડાના પાન મીઠા લાગે.

અરણ્યકાંડનો રોગ ચોરી - અપહરણ છે.

કિષ્કિન્ધાકાંડનો રોગ અહંકાર છે.

વાલી બળવાન છે પણ અહંકાર બહું કરે છે, અભિમાન બહું કરે છે.

સુંદરકાંડનો રોગ વિચારોની, સિધ્ધાંતોની કુરૂપતા છે.

લંકાકાંડનો રોગ તમસ છે - તમો ગુણનું આધિપત્ય છે.

ઉત્તરકાંડનો રોગ ક્રોધ છે.

વાણીના ૩ પ્રકાર છે.

શ્લોક વાણી જે સંસ્કૄત વાણી છે, આશીર્વાદની વાણી છે, ભવિષ્યની વાણી છે.

લોક વાણી વર્તમાન કાળ સાથે સંબંધિત છે.

શોક વાણીનો સંબંધ ભૂત કાળ સાથે છે.

જ્યાંથી સત્ય પ્રાપ્ત થાય તેને સદ્‍ગુરૂ કહેવાય.


રવિવાર, તારીખ ૦૯ જાન્યુઆરી, ૨૦૧૧

કોઈ પણ રોગની સારવાર માટે યોગ્ય વૈદ્ય - યોગ્ય ડૉક્ટર, યોગ્ય ઔષધી - યોગ્ય ઉપકરણ અને યોગ્ય સમય - સમયસરની સારવાર આવશ્યક છે.

રાવણ તેના રાજ્યના વૈદ્ય સુષેણનો વિરોધ કરતો ન હતો, કારણ કે તે જાણતો હતો કે વૈદ્યનો વિરોધ ન કરાય.

તુલાસીદાસજી ૯ નો વિરોધ ન કરવો તેવું કહે છે.

તબ મારીચ હ્નદય અનુમાના l

નવહિ બિરોધેં નહિં કલ્યાના ll

સસ્ત્રી મર્મી પ્રભુ સઠ ધની l

બૈદ બંદિ કબિ ભાનસ ગુની ll

................... અરણ્યકાંડ ૨૫/૪

અહીં પ્રભુ એટલે સમર્થ, શક્તિમાન


કાલનૈમી એટલે કાલચક્ર, નૈમી નો અર્થ ચક્ર થાય છે.

કોઈપણ માનસિક રોગની નિવૄત્ત્તિ માટે પુરુષાર્થ, પ્રારબ્ધ અને કોઈની કરૂણાની જરૂર છે.

સદ્‍ગુરૂ વૈદ્ય છે.

રામ કૄપા નાસહિં સબ રોગા l

જોં એહિ ભાતિ બનૈ સંજોગા ll

..................... ઉત્તરકાંડ ૧૨૧/૫

માનસિક રોગી જ્યારે પ્રસન્ન રહે ત્યારે સમજવું કે તેનો માનસિક રોગ મટી ગયો છે.

જે પ્રસન્ન રહે તે નિરોગી રહે.

ફૂલના છોડનું મૂળ તો એક જ હોય છે, ફૂલ દરરોજ નવા ખીલે છે.

અપ્રસન્નતા રોગ છે.

રામ, કૄષ્ણ, શંકર સદા પ્રસન્ન રહે છે તેથી તે બધા સદા નિરોગી રહે છે.

તુલસીની દ્રષ્ટિ ઉપદેશની નથી પણ આત્મખોજની છે.

સોમવાર, તારીખ ૧૦ જાન્યુઆરી, ૨૦૧૧

શુભ કાર્યોની સામગ્રીમાં કંકુ, ચોખા, શ્રીફળ સાથે ઔષધી પણ રાખવામાં આવે છે.

માનસ સ્વયં ઔષધી છે.

મન માટે કામ, ક્રોધ અને લોભ સમ્યક માત્રામાં આવશ્યક છે.

કામ ન હોય તો કોઈ કાર્ય જ ન કરે અને કર્મ યોગ જ સ્માપ્ત થઈ જાય.

શંકરે કામને નષ્ટ કર્યા પછી ફરીથી જીવીત કર્યો છે.

ઈન્દ્રજીત કામ છે.

માણસ જાગૄત હોય તો પણ કામ ક્યારેક તો તેને મૂછિત કરી શકે છે, પણ જો રામનું શરણ હોય તો કામ મારી ન શકે. દા. ત. લક્ષ્મણને ઈન્દ્રજીત મૂર્છિત કરે છે પણ મારી નથી શકતો. લક્ષ્મણ જાગૃત છે અને રામના સાનિધ્યમાં રહે છે.

રામનામથી પરેશાની થવા છતાં તે પતનથી જરુર બચાવે.

કામ કૄષ્ણની વિભૂતિ છે, જે સમ્યક કામ છે.

ગુરૂ પદ રજ ચૂર્ણ છે.

ગુરૂ પદ રજનું જેણે સેવન કર્યું હોય તે જ તેને સમજી શકે, જાણી શકે.

સમર્પણ એ છે જે આપણે કંઈક બીજાને આપીએ છીએ અને છતાંય આપણી હયાતી રહે છે. જ્યારે શરણાગતી એ છે જેમાં પોતે પણ ખતમ થઈ જાય છે. શરણાગતી એ અદ્વૈત છે જ્યારે સમર્પણ એ દ્વૈત છે.

હું અને હરિ એક સાથે ન રહી શકે.


મંગળવાર, તારીખ ૧૧ જાન્યુઆરી, ૨૦૧૧

બુધવાર, તારીખ ૧૨ જાન્યુઆરી, ૨૦૧૧

ગુરુવાર, તારીખ ૧૩ જાન્યુઆરી, ૨૦૧૧

શુક્રવાર, તારીખ ૧૪ જાન્યુઆરી, ૨૦૧૧

શનિવાર, તારીખ ૧૫ જાન્યુઆરી, ૨૦૧૧

રવિવાર, તારીખ ૧૬ જાન્યુઆરી, ૨૦૧૧